અણધાર્યું yogi thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધાર્યું

એ સમયે જોર શોરથી દિવાળી ની તૈયારીઓ ચાલી રહી હતી.  એક પછી એક કામમાં બધા મશગુલ હતા. મહેમાનો માટેનો નાસ્તો , ઘરનું ડેકોરેશન , મીઠાઈ, રંગોળી વગેરે જેવી તૈયારીઓ થઈ રહી હતી. એક અલગ જ ખુશીનો માહોલ છવાયેલો હતો. અને સાથે સાથે ભાઈ પણ અમદાવાદથી આવ્યો હતો. ભાઈ જ્યારે ભાવનગર આવે એટલે તેની સાથે બહાર ફરવા જવાના પ્લાન પણ કરી રાખ્યા હતા.



પણ અચાનક જાણે અમારી એ બધી ખુશી ઉપર નજર લાગી હોય તેમ દુઃખ નું વાવાઝોડું આવ્યું. સાથે રહેતો પરિવાર જુદો થઈ ગયો.



જેને પોતાની માની હતી તેણે જ પરિવાર પર જાણે દુખતી નસ દબાવીને વાર કર્યો હોય તેવું જ લાગતું હતું.



ભાઈનો નવ વર્ષના પ્રેમ ને સૂચિતાએ પલ વાર જ માં તોડી નાખ્યો. અમારી લાગણીથી ઘણું રમી ગઈ હતી. અને જતા જતા અમારા પરિવાર ને તોડતી ગઈ. ભાઈ અમારી સાથે તો હતો પણ એવું જ લાગતું હતું કે અમારો નથી રહ્યો.



આ દિવાળી પછી ભાઈ અને સૂચિતના લગ્નની વાત ચાલતી હતી. ડિસેમ્બરમાં લગ્ન કરવાની વાત હતી. એક એ પણ કારણ હતું અમારી ખુશીનું.




પણ એક દિવસ સૂચિતાએ ભાઈ સાથે ઝઘડો કર્યો કે હું અને મમ્મી તેને સાચવતા નથી, તેમને બોલાવતા નથી. પણ ભાઈ ને બધી જ વાતની પહેલાથી જ જાણ હતી કે કોણ કોને કેટલું સાચવે છે.



ત્યારે ભાઈ અને સૂચિતા વચ્ચે ઘણો લાંબો ઝગડો ચાલ્યો અને એ ઝઘડામાં બંને એ જુદા થવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. અમને આ ઝઘડાની જાણ ભાઈ એ બીજે દિવસે કરી પણ પુરી વાત ના કરી.



લગભગ 5 - 6 દિવસ પછી ભાઈએ પુરી વાત કરી અમને ,  ભાઈને અમારી ભૂલ દેખાઈ હતી અને અમને કીધું કે " મેં ભલે તમને થોડીક ક  વાત કીધી પણ અમારા એ નિર્ણય મુજબ અમે કેમ કાઈ પ્રયત્ન ના કર્યો", તે સમયે પહેલો ઝટકો લાગ્યો હતો અમને.



એ પછી જ્યારે અમને બધી વાતની ખબર પડી. ત્યારે અમે સૂચિતાને મળવા ગયા. અને તે સમયે જે ઝટકો લાગ્યો કે જે અમે જોયું તે જિંદગીમાં ક્યારેય ભૂલી ના શકીએ એવું દ્રશ્ય જોયું હતું.



સૂચિતાએ મમ્મીને ઘણા શબ્દો કીધા હતા. જેને સંસ્કારી દીકરી ગણી હતી. મમ્મી જેને મારી જેમ જ સાચવતી હતી તેણે જ મમ્મીને ઘણા અપમાનિત હતા. અને એ વખતે મમ્મી અને સૂચિતાની બધી જ વાતો મેં રેકોર્ડ કરી લીધી હતી. અને મેં ભાઈ ને મોકલી દીધું.



ભાઈને પણ એ બધું સાંભળીને દુઃખ થયું. એ સમયે તો ભાઈએ મમ્મીને સાથ આપ્યો હતો. પણ એ પછી ભાઈ જ્યારે જ્યારે અમદાવાદથી ઘરે આવ્યો ત્યારે ત્યારે તેનું વર્તન અને તેની વાણીમાં ફેર થવા લાગ્યો. વાત વાત માં અમને ટોકયા કરવાનું, અમને જ કીધા કરવાનું.



અત્યારે ભાઈ અમારી સાથે તો છે પણ અમારો નથી. ઘણું દુઃખ થાય છે કે જેને દીકરી માની હતી તેણે જ ઘર તોડાવ્યું. જે ઘરની વહુ બનીને આવવાની હતી . તે જતા જતા પરિવારને જ જુદા કરી ગઈ.




દિવાળીનો આનંદ કે તેના પછી થનારો પ્રસંગ અણધાર્યા વાવાઝોડામાં ઉડી ગયો. એક તરફ અમે ખુશ હતા કે સૂચિતાની સાચું રૂપ અમારી સામે આવી ગયું, ભાઈ ને પણ સૂચિતાની ખબર પડી અને તે પણ લગ્ન પહેલા જ , પણ જે થયું તેના કારણે અમારા ઘરનું વર્તન એકદમ જ બદલાઈ ગયું. જે જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું એ થવા લાગ્યું છે. અણધાર્યા પરિવર્તન થવા લાગ્યો છે.