અહેસાસ. yogi thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહેસાસ.

"એ તમને ના સમજાય , તમે શાંતિ રાખો ને હમણાં , હવે હું મોટો થઈ ગયો છું , મને બધી ખબર પડે છે કે ક્યારે શું કરવું અને શું ના કરવું , ભલે ધંધો તમે શરૂ કર્યો એને આટલે આગળ સુધી તમે લાવ્યા હવે આ ધંધાને આનાથી પણ વધુ આગળ હું વધારીશ , બસ તમે મને મારી રીતે કામ કરવા દયો અને તમે નિરાંત રાખો . ખોટી ચિંતા ના કરો " .

જ્યારે દીકરા અનિકેત એ મને આવું કીધું ત્યારે મારી જિંદગી ના 35 વર્ષ ની એ ધંધા પ્રત્યેની  મહેનત ના દિવસો યાદ આવી ગયા . જે કાપડના ધંધા ને મેં મારા હાથે શરૂ કર્યો હતો , આટલી ઉંચાઈ સુુધી લાવ્યો , તેેેેમાં આગળ નવી નવી પદ્ધતિઓ અપનાવી ને ધંધા ને વેગ આપ્યો હતો અને હવે મારો દીકરો કહે છે કે મને ખબર ના પડે ત્યારે ઘણો આઘાત લાગ્યો મને .

અનિકેત  એ જ્યારે તેનું ભણતર પૂરું કર્યું ત્યારે થયું કે હવે તે મને ધંધા માં મદદ કરશે અને કરતો પણ ખરી . મારા જેટલી કે મારાથી વધારે ધંધા ને આગળ વધારવા માં મદદ કરતો .

પણ અમુક સમયે નાદાની માં ખોટા નિર્ણયો લેતો જેના કારણે તેને હું શાંતિથી સમજાવતો . થોડા સમય પછી થયું કે અનિકેત હવે પૂરો સમજદાર થઈ ગયો છે . તે પુરી તકેદારીથી ધંધામાં ધ્યાન આપતો . એટલે મેં ધંધામાં ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું અને બધો જ કારોબાર અનિકેત ને સોંપી દીધો.

પણ જ્યારે મને ખબર પડી કે અનિકેત કાપડને ઓનલાઈન વેચાણની પદ્ધતિમાં વધારે ધ્યાન આપે છે ત્યારે હું અનિકેત ને સમજાવવા ગયો કે એ જે કરી રહ્યો છે તે ખોટું કરી રહ્યો છે , ધંધા ને નુકસાન જશે , ત્યારે અનિકેત એ મારી વાત ના સાંભળી .

અંદાજે એકાદ મહિના પછી , અનિકેત મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે ,

" અનિકેત : પપ્પા મારી ઓનલાઈન વેચાણની પદ્ધતિમાં ધંધા ને ઘણી ખોટ ગઈ છે હું શુ કરું હવે મને કાઈ જ સમજાતું નથી. "

ત્યારે જ મેં અનિકેત ને કહ્યું કે "તને મેં ઘણું સમજાવવાની કોશિશ કરી પણ તું ના સમજ્યો . પણ કાંઈ વાંધો નઈ બેટા તું ચિંતા ના કર બધું ઠીક થઈ જશે . "

ત્યારે ખબર નહીં કેમ પણ અનિકેતની આંખોમાં આંસુ આવી ગયા હતા . કદાચ એવું બની શકે કે તેને તેની ભૂલ નો અહેસાસ થયો હોય પણ તેણે મને ત્યારે કાઈ જ ના કીધું .

ધંધાને થયેલી ખોટ તો મેં મારી રીતથી પુરી નાખી હતી . પણ અનિકેત ના કિધેલા અમુક શબ્દો દિલમાંથી જતા ના હતા .

પણ તે દિવસે અનિકેત ફરી મારી પાસે આવ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો અને વારંવાર કહ્યે રાખતો કે " મારાથી બહુ મોટી ભૂલ થઈ છે પપ્પા મને માફ કરી દો . તમે મારા કરતા વધારે સમજદાર છો , હું જ ના સમજ છું , મને જ કાંઈ ખબર નથી પડતી , તમે દર વખતે મને સમજાવતા રહ્યા અને હું સમજતો જ નહિ , અને મેં તમારા પર ગુસ્સો કર્યો તમને ના કહેવાના શબ્દો કીધા , અને તો પણ તમે ક્યારેય મારો સાથ ના છોડ્યો , મને દરેક મુશ્કેલીઓથી બચાવ્યો . પપ્પા મારાથી ઘણી બધી ભૂલો થઈ છે પણ મને માફ કરી દયો . "

તે સમયે દિલમાં હાશકારો અનુભવાયો અને થયું કે અનિકેતને તેની ભૂલનો અહેસાસ તો છે , એ જ સારી વાત છે . ભૂલ થઈ હોય તેનો એહસાસ થવો અને તેનો સ્વીકાર જ સાચા માણસની એક ઓળખ છે .