મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 2 Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિસિંગ- ધી માફિયા સ્ટોરી - 2

પર્વતોની હારમાળામાંથી બસ નીકળી રહી હતી.  ધક, ખૈર, મહુડો,નિમ ચમેલી, પલાશના મોટા મોટા વૃક્ષોની તળેટીમાં હારમાળા દેખાતી હતી. ખેરનો વૃક્ષ પુરા રાજેસ્થાનમાં પર્વતીય વિસ્તારમાં વધુ જોવા મળે છે. ચોમાસું તેની ચરમ પર હતું. પર્વતોની આસપાસ મંડરાઈ રહેલા વાદળો દેખાવે ખૂબ આકર્ષિત લાગતા હતા. જીવનની સુઊથી સુંદર પ્રવાસોમાંનો એક પ્રવાસ હતો. જ્યાં મંજિલથી પણ સુંદર આ ટ્રાવેલિંગ લાગી હતી. બનેના કાનમાં એક એક હેન્ડ્સ ફ્રી મૂકી, મધુર સંગીત સાથે વરસાદ પવનોના મોજાઓમાં મન થનગનાટ કરી રહ્યું હતું.

વાતાવરણ ખૂબ જ રમ્ય હતું. વરસાદી ઠંડા પવનો બંનેના શરીરમાં ગુદગુદિ કરી રહ્યા હતા. શબ્દો મૌન હતા.આંખની ભાષામાં નીલ જાણે જાનકી માટે ગઝલના શેર કરી રહ્યો હોય, જાનકી પણ તે જ રીતે તેની આંખોને અપલક તાકી તેના શેરનો અભિવાદન કરતી હતી.

"નીલ, ઉદયપુરને ઝરણાઓના શહેરના બદલે, પ્રેમનો શહેર કહેતા હોય તો..સીટી ઓફ લવ...."

"એવું કેમ ? "

"કારણ કે અહીં ઝરણાઓથી વધુ પ્રેમ વહેતુ હશે."

"જાનું તું તો કવિ બની ગઈ...."

"તારી આંખોમાં લય, અલંકારો, છંદ ઠુસી ઠૂસીને ભર્યા છે. હું કવિ જ નહી મહાકવિ બની જઈશ, તારી દરેક આદત, તારી દરેક વાત પર હું મહાકાવ્યનું સર્જન કરીશ. બસ તું આવી રીતે જ મારી સાથે રહેજે હમેશા."

"આ મહાકાવ્ય વાળી વાત હજમ ના થઇ." કહેતા નિલ હસ્યો.

"એટલો વાયડો અને હરામી છો ને તું."


"થિંગાણાં,મસ્તીને તોડફોડ હોય છે.
આપણું પ્રેમ ક્યાં વાવાઝોડાથી ઓછું હોય છે?"



ફતેહસાગરના કિનારે રોયલ લેક વિવ હોટેલમાં બને રૂમ બુક કરાવ્યું. 
જેવું સાંભળ્યું હતું. તેવું જ એક પરંપરાગત રાજેસ્થાની ઠાઠ ધરાવતું રોયલ સીટી હતું. ઐતિહાસિક સીટી પેલ્સ, ફતેસાગર લેક, પિચોલા લેક, દૂધ તલાઈ અને ઘણું બધું. ઉદયપુર એટલે પ્રેમીઓ માટે જન્નત છે. જે રીતે વરસાદની ઋતુમાં મોર જંગલમાં  કળાઓ કરતો દેખાય, તે જ રીતે વરસાદી ઋતુમાં પ્રેમી જોડાઓનો નો અહીં મેળો લાગે. ચારે તરફ હરિયાળા પહાડોથી ઘરેયાલો છે. તેમાં પણ વરસાદની આ ઋતુમાં જાણે અહીં ધરતીને આભ એક થઇ જાય છે.


વહેલી સવારે, કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર-ઝરમર વરસી રહ્યો હતો. ગર્દ પાસે લવ બાઈટનો દુખાવો ગઈ રાતની યાદો તાજી કરતો હતો. ફતેહસાગરમાં ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવ તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. આટલું સુંદર રમણીય વરસાદી મોસમમાં બોટિંગ કરવી કોણે ન ગમે? એમાં પણ નાનકડી નાવ હોય,મોટું તળાવ હોય, આસપાસ દેખાતા મહેલ, મહેલો જેવી હોટેલ, હરિયાળા પહાડો, તેની આસપાસ  મંડરાઈ રહેલા વાદળો....

"બેબી મને ત્યાં જવું છે."

કુંભકર્ણ સમી ઊંઘમાં ખરાંટાઓ લઈ રહેલા નિલને જાનકીના શબ્દોની કોઈ અસર ન થઈ, જેથી બારી બહાર હાથ લંબાવી હાથમાં વરસાદી પાણી ખોબે ભરી નિલના ચેહરા પર છંટકારો માર્યો. નિલ ક્ષણેક વાર તડફલા ખાતો, રજાઈને ખેંચી ચેહરો છુંપાવી ફરી ઊંઘી ગયો.

"એ.સી પણ ચાલુ જોઈએ, રજાઈ પણ ઓઢવી છે. વિચિત્ર માણસ છે. કેટલો રોમેન્ટિક મોસમ છે. મહાશય અહીં ચોમાસુ ઇન્જોય કરવા આવ્યા છે. કે ઊંઘવા, કઈ ખબર નથી પડતી."

તેણે નિલને જઈને છંછેડયો.

"ઊંઘવા દેને" કહી તેને પડખું ફેરવી દીધું.

"માલો જાનું... માલો બેબી, ઉઠને હવે....."


જાનકી નિલનો ચહેરો જોતી બાજુમાં જ સુઈ રહી. તેના ચહેરાને તેના મુલાયલ હાથોથી પંપાળી રહી હતી. તેના વાળમાં તેની આંગળીઓ ફેરવી વ્હાલ કરી રહી હતી. ગાલોને ચુંમતી, આંખો પર વ્હાલી વ્હાલી આપતી. નિલ ગાઢ નિદ્રામાં હતો. કલાકોથી તેના સાથે એકલા એકલા રમી રહી હતી. તેના સુસક હોઠો પર હોઠ ધરી ચૂમી રહી હતી. ક્યારે નિલ તેનો સાથ આપવાનો શુરું કરી દીધું ખબર જ ન રહી. નિલ જાનકીની ઉપર આવી, જંગલી વૃરૂની જેમ તેના હોઠ ચૂમી રહ્યો હતો. જાનકીએ પોતાના હથિયાર મૂકી, પોતાની જાતને નિલના હવાલે કરી દીધી. રૂમની અંદર પણ ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વર્ષી પડ્યો!

ગુલાબબાગથી સીટી પેલેસ સુધીનો હરિયાળો રસ્તો હતો. ગુલાબ બાગની બાજુમાંથી પસાર થતા,આવી રહેલ પુષ્પોની મહેક, ઝરમર ઝરમર વરસતો મહેલુયો... આજે મન ખૂબ પ્રફુલ્લિત હતું. જરનલ, પી.પી.ટી. ફીગર લેક્ચર બધું ભૂલી, જાનકી નવા જ રંગ રૂપમાં હતી. સોર્ટમાં જાનકી કમાલ લાગતી હતી. તેનો આકર્ષિત ચેહરો, તેના શરીરની વળાંકો તેનો મધુર અવાજ, લાંબા ખુલ્લા વાળમાં તે ઝટકા લેતી, નિલને ઘાયલ કરતી હતી.

"મને ચા પીવી છે." જાનકીએ કહ્યુ.

" હોટેલમાં ચા પી લીધી હોત તો ?"

"પચાસ રૂપિયાની ચા ? આટલા બધા કઈ ખર્ચા કરાતા હશે ! અહીં ચા ની કીટલી હશે. ત્યાં જ મજા આવશે."

"ચા માટે એક કિલોમીટર ચલાવ્યો."

"એક નહિ દશ પણ ચાલવા પડશે, અહીં ફરવા આવ્યા છીએ, દરેક જગ્યા પગપાળા ફરવાથી તે જગાય વિશે બધું જાણી શકાય,બધું શાંતિથી જોઈ શકાય."

ગુલાબબાગની બહાર નાની એવી ચાની દુકાન હતી. સામે કેટલીક નાસ્તાની લારીઓ હતી. આલુ પરોઠા, મેથી પરોઠા. ત્યાં લોકોની સવાર સવારમાં ખૂબ ભીડ હતી.

"ચાલ ત્યાં મેથી પરોઠા ખાઈએ" નિલે કહ્યુ.

"ગરમાગરમ મેથી પરોઠા અને ચા. વાહ મજા આવી જશે."

"ભૈયા દો મેથી પરોઠા દેના."

"બહેનજી વો તો નહીં હૈ."

" નિલ મને મેથી પરોઠા જ ભાવે. કઈ કરને."

"હા, હું પૂછું છું. આસપાસ." કહેતા જ તેણે એક પછી એક દશ-બાર લારીઓ પર જઈ આવ્યો.

"ભૈયા જી, એક બાર ચખતો લિજીએ. યહાં તો બસ યહી ચલતા હૈ." તવા ઉપર પરોઠા તડતો તો એક યુવાન બોલ્યો.

રેકડીની આસપાસ કુરસીઓ ગોઠવેલી હતી. ત્યાં ખાસી ભીંડ હતી.

"ઠીક હૈ ભૈયા...એક પ્લેટ લગાવ."

"હું નથી ખવાની.પહેલાથી જ કહી દઉં છું."

"તારા માટે કઈ બીજું શોધીશુ, મને હાલ જબરદસ્ત ભૂખ લાગી છે."

"તું ભલેને ખાય, મેં ક્યાં ના કરી છે.બસ હું નહિ ખાઉં એ નક્કી છે."જાનકીએ કહ્યું.

ચોખા ઘીમાં તળેલા આલુ પરોઠા પર બટરનો એક મોટો પીસ હતો. ને ઓગળતા, પ્રવાહી બટર પરોઠાની ચારે તરફ ફેલાઈ ગયો હતો. જેમાંથી આવતી સુંગધ તેના સ્વાદ અંગે ચાડી ખાઈ રહ્યો હતો. સાથે ત્રણ ચાર જાતની દાળ મિક્ષ સબ્જી સાથે ઠંડી દહીં. શું સુંગધ?તેની પણ અધભૂત તેનો સ્વાદ.

"આહ, શુ સ્વાદ છે." નિલે કહ્યું.

"નાટક નહી કર. હું નથી ખાવાની તારા આ નાટકથી મને કંઈ જ ફરક નહિ પેડે." જાનકીએ કહ્યું.

"હું ક્યાં કહું છું. તું પરોઠા ખાય. મેં મારી લાઈફમાં આટલા સ્વાદિષ્ટ પરોઠા ક્યારે પણ નથી ખાધા. હું ફકત પરોઠાને માણી રહ્યો છું." જોત જોતામાં જ તેને એક પરોઠા સાફ કરી ગયો.

"ભૈયા દહીં દેના જરા..."

જાનકીના શરીરમાં સરવરાટ થયો. તેણે હાથ લંબાવી, ગરમાગરમ પરોઠાને હાથમાં લઈને, પહેલા સબજીના એકદમ નવળાવી મોઢામાં મૂક્યું.


તે આંખો બંધ કરી, ઉપર જોઈ રહી હતી. ફરી તેને એક કોડિયું લીધું, તે જ રીતે આંખ બંધ કરી જાણે ફિલ કરી રહી હોય...

મોઢામાંથી ફક્ત નીકળ્યું... "અદભુત, આને કહેવાય પ્લાનીંગ વગર લાઈફ જીવવી, અપેક્ષાથી પણ વધુ મળ્યું. જો મેં તને એક કિલોમીટર ન ચલાવ્યો હોત તો આટલા ઓસમ પરોઠા મળ્યા જ ન હોત."

"એ વાત તો ખરી " કહેતા બને ખૂબ હસ્યાં.


ક્રમશ