Missing - The Mafia story - 8 books and stories free download online pdf in Gujarati

મિસિંગ-ધી માફિયા સ્ટોરી (૮)

પોલીસ સ્ટેશનમાં ફોનની રિંગ રણકતા, પોલીસ સ્ટાફમાં  દોડા-દોડી થઈ ગઈ...પીચોલા પાસે ફરી એક કિડનેપિંગ થઈ છે. પોલીસ વેન સાથે સિંઘ પણ જાતે જ તપાસ કરવા માટે નીકળ્યા, ફરી એક વખત પોલીસના નાક નીચેથી કિડનેપિંગ થયું હતું. આ પણ એક પ્રીપ્લાન કિડનેપિંગ હતું. સિંઘના ચેહરા પર પસીનો છૂટી રહ્યો હતો.લોકલ સમાચાર પત્રોથી લઈને નેશનલ ન્યુઝ ચેનલ તમામમાં ખબરો ફેલાઈ રહી હતી. પી.આઈ. સિંઘને હવે ગૃહ મંત્રાલય તરફથી પ્રેશર હતું. આખરે અચાનક ઉદયપુર જેવા શાંત શહેરમાં શુ થઈ રહ્યું છે? આજથી પેહલા પી.આઈ.સિંઘ આવ્યા ત્યારે પછી ઉદયપુરમાં સિંઘના નાક નીચેથી કોઈ અપરાધી બચ્યો ન હતો. પોલીસે ઉદયપુરમા લોકોને રાતના  કામ વગર બહાર નીકળવા મનાઈ ફરમાવી હતી. આસપાસના શહેરોથી વધુ પોલીસ ફોર્સ મંગાવી લીધી હોવાથી ઉદયપુર યુદ્ધની છાવણી જેવું લાગતું હતું. દરેક ચોરાહા પર ખાખી અને આર્મીના યુવાનો ઉભા રાખ્યા હતા.

"સા'બ, અભી વો ગુજરાતી કા કેસ સોલ્વ નહિ હુવા, યહાં તો દો ઓર ગાયબ હો ગયે હૈ..." જાધવે કહ્યું.

"ઓર અજીબ બાત યહ હૈ, કી અભી તક, કિસી ભી કીડનેપરને પૈસો કે લીએ ફોન ભી નહિ કિયા" સિંઘ  નખ ચાવતા-ચાવતા બોલી રહ્યા હતા.

"સા'બ ફિર માસૂમ લોકો કો યુહ ઉઠાને મેં ઉન લોગો કા ક્યાં ફાયદા?"  તોમરે કહ્યું.

ત્રણે કિડનેપિંગ એક જેવી હતી. દરેક જગ્યાએ સી.સી. ટીવી જ્યાં ન હોય તેવા વિસ્તારમાંથી લોકો કીડનેપ થયા હતા. તેમાં પણ ગુલાબબાગ રોડ વિસ્તાર, પીચોલા, ફતેહસાગર રોડ પર બહુ ચહલ પહલ હોય છે. તેમ છતાં આ એક પ્રીપ્લાન કિડનેપિંગ છે. કીડનેપરોએ ખૂબ ચાલકી પૂર્વક પ્લાન કર્યું હતું. તે એક તરફ કઈ બતાવા માંગતા હતાં, તો બીજી તરફ કઈ જતાવા માંગતા હતા.

"મામલો મને થોડો થોડો સમજાઈ રહ્યો છે. મારે બહુ જલ્દી કોઇની મદદ જોઈએ. જે દેખાય છે તે મને ક્યાંકને ક્યાંક  યુદ્ધમાં જેમ કવર ફાયરિંગ આપે તેના જેવું લાગે છે?"

"હું કઈ સમજ્યો નહિ સાહેબ!!" જાધવે કહ્યું.

"તમને કઈ સમજવાની જરૂર નથી, અત્યાર હું જેટલું કહું તેટલું જ કરો...હાલ તો પરેશભાઈ અને વેન ડ્રાઈવરને અહીં બોલાવો...
પેલી કાળા રંગની સ્કોડા ગાડીની પણ માહિતી મને બને તેટલી  જલ્દી જોઈએ..." સિંધે કહ્યું.

"જી સાહેબ" જાધવે કહ્યું.

" બીજી જે બે વ્યક્તિની કિડનેપિંગ થઈ છે તેનો બાયોડેટા કાલ સુધી મારા ટેબલ પર જોઈએ..."

"જી સા'બ"

નિલ, આ નીલના બાયોડેટામાં જેટલી જોઈએ તેટલી માહિતી છે નહીં.જાનકી કહેતી હતી કે તેની પાસે બે બે ફોન હતા. બીજા ફોનના નંબર પણ તેને જાનકીને આપ્યા ન હતા. તે જ્યારે પાર્સલ લેવા ગયો ત્યારે તેણે પોતાનો એક ફોન હોટેલ પર મૂકીને ગયો હતો. જ્યારે બીજો ફોન સાથે લઈ ગયો હશે! તે પોતાનો રેગ્યુલર ફોન જ કેમ ભૂલી ગયો?

સિંઘે બેલ મારી, સબ ઇન્સ્પેટર કેબિનમાં આવ્યા.

"જી સા'બ..."

"તોમર,નિલ કે કોલ રેકોર્ડસ કા ક્યાં હુવા?"

" શામ તક હો જાયેગા...."

"ઠીક હૈ, તુમ જા શકતે હો..."

                                            ★

"મોસ્કોમાં આપણને એક જેક મળ્યો છે. તે ત્યાથી આપણને મોટા પ્રમાણમાં ચરશ,ગાંજો,હેરોઈન મોકલશે. બદલામાં આપણે ભારતમાં તેને મોટો બજાર પૂરો પાડવાનો છે. નફામાંથી તેઓ 70/30 (સિત્તેર તેનો ત્રીસ આપણો) કરવા પણ તૈયાર છે." આર્યને કહ્યું.

"તું જેટલી ઝડપે બોલી ગયો, શુ ભારતમાં તેને બજાર પૂરું પાડવું સરળ છે?" મોટી ભૂરી દાઢી વાળા ચાલીસેક વર્ષના વ્યક્તિએ કહ્યું.

"જી નહિ,  પણ ઓફર સારી છે. તેણે બે ટિકિટ અને પાંચ એક લાખ રૂપિયા પણ મુક્યાં છે."

"મોસ્કો જવામાં કોઈ ખતરો તો નથીને?" ભૂરી દાઢીવાળા માણસે કહ્યું.

"જરા પણ નહીં...હું પહેલા મારા જર્મન મિત્ર ડેશ જોડે વાત કરી લઉં.." આર્યને કહ્યું

"આ ડેશ કોણ છે?"

"મારો એક સ્ક્રીન પાછળનો મિત્ર, બહુ શાતિર અને હોશિયાર છે. હાલ યુ.એસમાં છે. તે મૂળ ફ્રાંસનો વતની છે. મારો બહુ ખાસ યાર છે. જીગરજાન...." આર્યને કહ્યું.

"સ્ક્રિન પાછળનો મિત્ર, હું કાંઈ સમજ્યો નહિ?"

"અમારી બિરાદરીનો માણસ, તે પણ મારી જેમ હેકર છે."

"તું તેને મળ્યો પણ નથી, તો આ રીતે આંધળો વિશ્વાસ કઈ રીતે કરી શકાય?"

" હું તારાથી પણ વધુ ભરોસો કરું છું તેની ઉપર.હવે શું કહેવું છે તારે?"

ઓરડામાં શાબ્દિક શાંતિ ફરી વળી...

                                     ★

વિમાન ફ્રાસમાં પેરિસના હવાઈ મથક પર લેન્ડ થયું.  તે ફ્રાસની રાજધાની હોવાની સાથે સાથે સમગ્ર યુરોપમાં કલાનું આકર્ષક કેન્દ્ર છે. વિશ્વભરથી અહીં લોકો ફરવા માટે આવે છે. અહીં નો એફિલ ટાવર, સાથે સાથે અહીંના મહેલો, મ્યુઝીઅમ બધું અદ્ભૂત હતું. અહીં એક દિવસની નાની મુલાકાત લઈને અમારે ત્યાંથી બસો કિલોમીટરના અંતરે ડીએપ જવાનું હતું. અહીંનો દરિયાકિનારો અદ્ભૂત હતો.. અહીંની દરિયાઈ આબોહવામાં પ્રેમ હતો. અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ, ખૂબ મજા આવી ગઈ! ત્યાં નાની એક પર્વતમાળા હતી. તેની ઉપર એક પૌરાણિક પેલેસ હતો. તેની નીચેના ભાગમાં અહીંના પરંપરાગત બાંધકામવાળા આકર્ષક રંગબેરંગી મકાનો હતા.


"આર્યન...." હાથ મલાવા માટે લાંબો કરતા એક વ્યક્તિને કહ્યું.

"એલેક્સ...." તેને સામે જવાબ આપતા હાથ મળાવ્યો.

"તારું અહીં સ્વાગત છે. મહેમાન નવાજીમાં અમારાથી કોઈ જ  જાતની ભૂલ તો નથી થઈને?"

"જી બિલકુલ નહિ, મેં તો અહીં  ખૂબ ઇન્જોય કર્યું... થેન્ક યુ મી.એલેક્સ "

વિશાળ પૌરાણિક મહેલ જેવા  પેલેસમાં મિટિંગનું આયોજન હતું.તે સફેદ ચાંદ જેવો આરસનો મહેલ હતો. જાણે તેનું હમણાં જ નિર્માણ કરવામાં આવ્યો હતો. પણ વાતવાતમાં જાણવા મળયુ કે તે બસો-અઢીસો વર્ષ જૂનું છે. તેની દિવારો પરનું નકસીકામ અધભૂત હતું. કોઈ કોઈ જગ્યાએ ફૂલો જેવી લાગતી બારીઓનું આર્ટકામ મુગલોની કલાકૃતિઓ જેવું જ લાગતું હતું.
તો સફેદ સ્ત્રીઓની મૂર્તિઓ કોઈને મંત્ર મુગ્ધ કરી દે તેવી હતી.જાણે તે હમણાં બોલી ઉઠશે, તે સિવાય હાથ દ્વારા પેન્ટ કરેલી ફુલાદાનીઓ અહીંના વાતાવરણને મિટિંગ માટે વધુ સહજ બનાવી દીધું હતું. મહેલના ઉપરના ભાગના અમે ઓરડામાં હતા. ત્યાં કાંચના જુમરો અધભૂત હતા. તેની અંદર નાના નાના અરીસાઓમાં અમેં અમારું પ્રતિબિંબ જોઈ શકતા હતા.  ઉપરના ઓર્ડના મધ્યભાગમાં એક મોટું ડાઇનિંગ ટેબલ હતું. જેની ફરતે પચીસ ત્રીસ લાલ રંગના મખમલની ખુરશીઓ હતી. ત્યાંથી   ખડકો સાથે અથડાઈને આવતો સમુદ્રનો સંગીત અદભુત હતો. થોડી થોડી જગ્યા મુકીમે   જરૂખાઓ જે સમુદ્રની દિશામાં ખુલ્લતા હતા. યુરોપના કેટલાક બે નંબરના વ્યાપારમાં સંડોવાયેલા ઉદ્યોગ પતિઓ અહીં સુટબુટમાં સજ્જ થઈને આવ્યા હતા. તેમનો નેક્સ્ટ પ્રોજેક્ટ હતો.....ભારત....

" એલેક્સ, હું બધી જ રીતે મદદ કરીશ. મારી પાસે એક લોકલ ગેંગ છે. જે મુંબઈ, કલકત્તા, અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં તમામ માલને રિસીવ કરી ભારતના વિવિધ ખૂણે ફેલાવશે.. ભારત ખૂબ મોટો દેશ છે. ખૂબ મોટો બજાર છે. જે માટે મને મોટા પ્રમાણમાં એડવાન્સની જરૂર છે. 70/30 મને સોદો મજૂર નથી. મને 50/50 જોઈએ... " આર્યને કહ્યું.

" તું બહુ ચાલાક છો..." એલેક્સે કહ્યું.

"હું જાણું છું. રશિયન માફિયા ફરી ભારતમાં એક્ટિવ થવા માંગે છે. મિસ્ટર એલેક્સ આ તો હજુ સસ્તો સોદો છે. હું 60/40 કહ્યું હોત તો પણ તું માનવાનો હતો..."

ડાઇનિંગ ટેબલ પર બેઠેલા તમામ લોકો આશ્ચર્યચકિત હતા કે ઇન્ડિયન છોકરો શુ બોલી ગયો?  પણ તેણે સાચું જ કહ્યું હતું. બધા યુરોપીયન વેપારીઓએ નક્કી કરી જ લીધું હતું કે  કોઈ પણ સંજોગે ભારતમાં  માલ પોહચાડીને જ રહીશું!

"અમને પણ ખબર છે કે તારો એક કન્ટેનર મુંબઈ પોર્ટમાં પકડાઈ ગયો છે. તારી પાસે એક ફૂટી કોડી પણ રહી નથી. તું આટલી દૂર તારી પાસે પૈસા હોત તો આવત જ નહીં, તારી ડેરિંગ જોઈને હું 50/50 માટે તૈયાર છું...." એલેક્સ કહ્યું.

ફ્રાંસ, એટલે યુરોપનું સાંસ્કૃતિક પ્રવેશ દ્વાર, વિશાળ સમુદ્ર કિનારે આવેલ આ શહેર તેની કલા માટે જાણીતું હતું. એટલે કન્સાઇમેન્ટ મળ્યા પછી હું અને  ભૂરો બંને પેરિસની સડકો પર શિયાળાનો લુપ્ત ઉઠાવી રહ્યા હતા. એફિલ ટાવરની આસપાસના વિસ્તારોમાં અમે અમારો પહેલા યુરોપ પ્રવાસની મજા માણી રહ્યા હતા.હવામાં ઠંડક હતી. એક ક્ષણ માટે તો અમે ભૂલી ગયા કે અહીં અમે કોઈ ગેંગ સાથે ડીલ કરવા આવ્યા હોઈએ, સહેલાણી બની, જાણે અહીંની હવામાં મદહોશ થઈ ગયા...અહીંની સુંદરતાનો રસપાન કરી, અમે પેરિસના નશામાં ઝુમી ઉઠ્યા!

ક્રમશ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED