પી.આઈ સિંઘની પાસે નિલના એક ફોનનું કોલ લિસ્ટ હતું.જેમાં બે જ નંબરથી વાત થઈ હતી. એક સિમ જાનકી પરમારના નામે રજીસ્ટર હતું તો બીજો નંબર કોઈ રવિ ના નામે રજીસ્ટર હતું. તે સિવાય કોઈ ખાસ માહિતી મળી નહિ, તે સિવાય બે વ્યક્તિનું કિડનેપિંગ થયું હતું. તે બે વ્યક્તિમાં એક હતો ચેતન ભોંસલે જે મુંબઈનો વતની હતો. તે ખાનગી મીઠા ઉદ્યોગની કંપની ચલાવતો હતો. અહીં રજાઓ ગાળવા માટે આવ્યો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો હતા પણ હવે નથી. તેના છૂટાછેડા થઈ ગયા હતા. કારણ હતું ઘરેલુ હિંસા.તે દારૂ પીને તેની પત્નીને ખૂબ મારતો, બોરીવલીની એક કોર્ટમાં આઈ.પી.સીની કલમ ૪૯૮(એ) ની ફરિયાદ હેઠળ તેની ઉપર એક કેસ પણ ચાલે છે. તો બીજી વ્યક્તિ રાજકોટ ગુજરાતની વ્યક્તિ હતી. સંદીપ લગધીરકા, તે માર્કેટિંગ એકસપર્ટ તરીકે કામ કરી રહ્યો હતો. અહીં તે પણ ફરવા માટે જ આવ્યો હતો.
"બાકી બધું તો ઠીક છે. કિડનેપિંગમાં આ ત્રણે પ્રવાસીઓ જ કેમ કિડનેપ થયા?" સિંઘે જાધવ તરફ જોતા પ્રશ્ન કર્યો..
"સાહેબ, મને આ નીલમાં ગડબડ લાગે છે."
"કેમ જાધવ? નિલ પર જ કેમ શક છે?"
"સાહેબ, પોઈન્ટ નંબર એક, તેની ગર્લફ્રેંડ જાનકીને પણ ખબર નોહતી કે નિલ પાસે બે બે મોબાઈલ ફોન છે. બીજા ફોન દ્વારા તે કઈ કઈ વ્યક્તિ સાથે સંવાદ કરતો, તે કોઈ જ આઈડિયા આપણે લગાવી શકીએ નહિ.."જાધવે કહ્યુ.
"જાધવ, એવુ પણ થઈ શકે, કે જાનકી અને નિલ સાથે હતા,એટલે આપણને ખબર પડી કે તેની પાસે બે ફોન છે.જ્યારે ચેતન ભોંસલે, અને સંદીપ લગધીરકા તો અહીં એકલા આવ્યા હતા. તેમની પાસે કેટલા ફોન હતા, તે અહીં શુ કરવા આવ્યા હતાં, તેની માહિતી આપણી પાસે આવી નથી." સિંઘે કહ્યું.
"સર પોઈન્ટ નંબર બે, તેનું સાચું નામ નિલ નહિ, પણ અજય છે. અજય દેવાત્કા... જ્યારે તેણે જાનકીને પણ તેનું સાચું નામ નિલ કહ્યું હતું." જાધવે કહ્યું.
"જાધવ મને લાગે છે. તમારું ધ્યાન પબજી રમવામાં છે. અહીં તમને વર્ષોથી ગોળી વછોડવા મળી નથી એટલે તેની કસર તમે ત્યાં કાઢતા હશો, આટલી સરળ વાત તમારા મગજમાંથી કેમ નીકળી જાય? હોટેલમાં તેણે આપેલા આધારોમાં પણ તેનું નામ નિલ છે."
પોઈન્ટ નંબર ત્રણ, ખૂબ જ મહત્વનો છે. તે જે બીજી વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તે રવિ, છેલ્લા છ મહિનાથી લાપતા છે. તો તેના રહસ્યમય રીતે ગાયબ થવા પાછળ પણ નિલ નો હાથ હોઈ શકે?"
"રવી ગાયબ છે. આટલી મહત્વની વાત તું મને હવે કે છે. જાધવ?"
"સાહેબ મને પણ હાલ જ જાણ થઈ, રવી અને અજય બને ખાસ મિત્રો છે. બાળપણથી બંને વચ્ચે એક સમાનતા છે. તે બંને અનાથ છે. ભુજની એક સંસ્થામાં તેમનો ઉછેર થયો, ભણીને સોફ્ટવેર ઈંજીનીયર બન્યા, અને કચ્છની આઈ.ટી કંપનીમાં કામ કર્યું, અને ત્યાંથી તે મુંબઈ જોબ માટે ગયા!"
★
રાજ્ય ગુજરાત, જિલ્લો ભાવનગર, સ્થળ અલંગનો દરિયાકાંઠો. રાજકોટથી બે-ત્રણ કલાકના મુસાફરી અંતરે આવેલું ખૂબ જ જાણીતું છે.અલંગના નામ ના અંગ્રેજી અર્થ શીપિંગ બ્રેક યાર્ડ, ગુજરાતીમાં જહાજ તોડવાનું સ્થળ, તે વિશ્વભરમાં પ્રચલિત છે. પણ અહીં કઈ બીજી ઘટના પણ ઘટી હતી આજે, કે કોઈના શરીરને જાહાજની જેમ નોખા નોખા કરી ભાંગી રાખવામાં આવ્યા હતા. અલંગ પોલીસે ખૂબ જ ઝડપથી તેના પાકીટમાં રહેલા, આધારકાર્ડ દ્વારા તેનો નામ સરનામું મળ્યું, ત્યાંથી એવી માહિતી મળી કે ઉદયપુર ફરવા માટે ગયો હતો. ત્યાંથી તે પાછો જ નથી આવ્યો, ઉદયપુર પોલીસને જે જોઈતું હતું તે મળી ગયું હતું.
"સા'બ એક બાત પૂછું?" તોમરે કહ્યું.
"તોમર તુમ તો બડે હી આજ્ઞાકારી બન ગયે હો....આજ કલ હમારી સુનને ભી લગે હો ક્યા?"
"ક્યાં સા'બ આપ મુજે શ
શરમીન્દા કર રહે હો..."
"ઠીક હૈ બતાઓ ક્યાં કહ રહે થે?"
"સા'બ મુજે લગતા હૈ નિલ મર ગયા હૈ..."
"કૈસે?"
"અભી યહ સંદીપ કી લાશ મિલી હૈ,ગુજરાત સે.અભી મહારાષ્ટ્ર સે ફોન આયા કી ચેતન ભી મર ગયા હૈ.... તીનો કી બારી આને વાલી હૈ..." કહેતા જ ફોનની રિંગ રણકી ઉઠી,
"જી પી.આઈ.સિંઘ એ ડિવિઝન ઉદયપુર...
ઑકેય, જી હાં, ઠીક હૈ..
જય હિંદ.." કહેતા તેણે ફોન મૂક્યું. તેના મુખમાંથી નિસાસાનો ઉદગાર સરી પડ્યો.
"ક્યાં હુઆ સર? "
"તુમ તો બડે અંતર્યામી નિકલે તોમર!"
"મેં કુછ સમજા નહિ!"
"રત્નાગિરી મહારાષ્ટ્રસે રત્નાગિરી પુલીસ કા ફોન થા, ચેતન કી લાશ મિલી હૈ, ઓર વહ ઉદયપુર કુછ કામ સે આયા થા..એસા વો બોલ રહે હૈ.."
"કુછ કામ? ઉદયપુર મેં વો કિસ કામ સે આયા હોગા?"
"પતા નહિ, પર અબ યહ મામલા સિર્ફ,કિડનેપિંગ કા નહિ મર્ડર કા ભી હૈ, જો ઇન દોનો કે સાથ હુવા , સાયદ નીલ કે સાથ ભી વહી હુવા હોગા?....." સિંઘે કહ્યું.
ક્રમશ