મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૫) Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિસિંગ- ધી માફિયા સ્ટોરી (૫)

સજ્જનગઢ અરાવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. 844 મીટરની ઉંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા  1884મા અહીં ઉદયપુરની સુંદરતા, વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું,તેવું જ જોયું. બુંદબાંદીમાં અહીં પલળવાની ખૂબ મજા આવતી હતી. ઉપરથી ઉદયપુર શહેરનો દ્રશ્ય ખૂબ શાનદાર દેખાતું હતું. સજ્જન ગઢ મહેલ ખકડી ગયો હતો. આસપાસ અરાવલી પર્વતની હારમાળા દેખાઈ રહી હતી. અહીંના જોવા મળ્તા ખેર,ખાખરો, સાદળો, મીઠા બાવળના વૃક્ષોથી પર્વત શિખર હરિયાળા લાગતા હતા. તો કપાસથી પણ મુલાયમ વાદળો ખૂબ નજદીકથી જોવાનો એક અદભૂત અનુભવ કર્યો, અમે બને આંખો મીંચી ટાઇટેનિકના પોઝમાં બાંહૉ ફેલાવી, વાદળોને આલિંગન માટે આમંત્રિ રહ્યા હતા.

તે સિવાય સજ્જનગઢની તળેટીમાં આવેલો સજ્જનગઢ નેશનલ બાયોલોજી પાર્ક પણ ખૂબ હરિયાળો હતો. એક એવો ઝુ, જ્યાં જંગલનો રાજા સિંહ, સફેદ બેંગોલ ડાઈગર, ચિતો, વગેરે પ્રાણીઓ હતા. ખુલી રિક્ષામાં ફરી એવું ફિલ થઈ રહ્યું હતું. જાણે જુરાસિક પાર્કમાં ફરી રહ્યા હોઈએ, હમણાં ડાઈનોસોરનો  ચીંખ વાતવાતમાં ગુંજી ઊઠશે..


                      ★



"થાકી ગયા...."

"હા બહુ જ, પણ ખૂબ મજા આવી..." નિલે કહ્યું.

" મને હવે જોરદાર ભૂખ લાગી છે. કઈ જમવાનુ કરીએ..."

"તું ફ્રેશ થઈ જા, ત્યાં સુધી હું જમવાનું ઓર્ડર કરી દઉં છું..."

"ના ,આપણી હોટેલનો નહિ, પહેલી આપણે ફર્સ્ટ ડે, નૂનમાં ગયા હતા,ત્યાંથી લાવને. ત્યાનું મસ્ત હોય છે.. મને ત્યાંનો ચૂરમો બહુ ભાવે છે."

"ઠીક છે. થઈ જા તૈયાર...મેં યુ ગયા ઓર યુ આયા..."

વાદળોથી મંડરાઈ રહ્યા હતા. એટલે સમી સાંજે પણ ઘનઘોર અંધારું હતું. નિલ બીલ્લી પગે, રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો. પુરપાટ ઝડપે, એક વેન આવી, જેના કાંચ કાળા હતા. અંદરથી કાળા માસ્ક પહેરેલા બે યુવાન નીકળ્યા. હાથમાં રહેલ ક્લોરોફોમ વાળા રૂમાલને તેણે નિલના નાક પાસે મૂક્યું, નિલે માછલીની જેમ ક્ષણેક માટે તડફલા માર્યા.... તેને વેનની અંદર ખેંચી..... વેન પુરપાટ ઝડપે ત્યાંથી ઉદયપુરની ગલીઓમાં અદશ્ય થઈ ગઈ...


" આ નિલ હજુ કેમ ન આવ્યો? દશ મિનિટમાં આવાનુ કહી, એક કલાક કર્યો..." કહેતા તેણે ફોન જોડ્યો...  તેનો ફોન બેડ પર પડ્યો હતો.

"સાવ એટલે સાવ ડફોળ, ફોન મૂકીને ગયો છે." 

જાનકીએ તેનો બીજો ફોન શોધવા માટે જીન્સ ચેક કર્યું..

"લાગે છે. તે બીજો ફોન સાથે લઈ ગયો છે. પણ નંબર?"

ચિંતામાં ચિંતામાં તે રૂમની અંદર ચક્કરો લગાવી રહી હતી. દિવાલ ઘડિયાળમાં કાંટો નવ પર પોહચ્યો...


"ક્યાં રહી ગયો ડફોળ...?"કહેતા તે જાતે જ શોધવા નીકળી પડી. હોટેલની નાની ગલીથી મુખ્ય રોડ સુધી આવી તેણે ગુલાબ બાગ રોડ પકડ્યો...  હોટેલથી રેસ્ટોરન્ટ ફકત દશ મિનિટના અંતરે હતી.  તે ત્યાં કાઉન્ટર ઉપર જઇ પોતાના ફોનમાં  રહેલ નિલનો ફોટો બતાવતા પૂછ્યું,

" ક્યા યહ યહાં પર પાર્સલ  લેને કે લિયે આયે થે ? "

"નહિ મેમ..."

"ભૈયા યાદ કરો, હમ દોપહર કો ભી આપકી રેસ્ટોરન્ટ પે ખાના ખાને આયે થે..."

"જી મેમ, મેં જાનતા હું, પર સા'બ ઇસ વકત નહિ આયે હૈ..." કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું.

" ક્યાં ગયો હશે? જો તે મજાક કરતો હશે તો આજે તેની ખેર નથી.  તેને હું બે ફરાવીને દઇ દઇશ તે નક્કી છે." 


આસપાસ બધી જગ્યાએ તપાસ કરી, પણ હજુ નિલનો કોઈ અતો પતો લાગ્યો નહિ, તેણે કાર મંગાવી નઝદીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાનું વિચાર્યું? જાનકીની આંખો વર્ષી રહી હતી.  હૈયામાં વીજળીના કડાકાઓ બોલી રહયાં હતા. તો ક્યારેક ક્યારેક ડૂસકાઓ રૂપી ગાજણ ગાજી રહી હતી. નિલ વગર એક ક્ષણ પણ તે રહી શકે તેમ ન હતી. બને વચ્ચે ઘણી વખત ઝગડો થતો, ખાસ કરી જાનકી તેને હંમેશા સમય ના આપવાના કારણે બબાલો કરતી... આજે બધું આંખ સામે ધૂંધળું દેખાતું હતું. 
નિલને કઈ થઈ તો નહીં ગયું હોય ને? નિલ આઈ લવ યુ....પ્લીઝ પ્લીઝ કમ બેક... હું ક્યારેય પણ ઝગડા નહીં કરું ... ક્યારેય પણ નહીં...


ક્રમશ