મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૧ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૧

દુબઈથી સંતાઈને હું અને ભુરિયો યુગાન્ડા આવી ગયા. આફ્રિકાની સખત ગરમીમાં રહેવું અઘરું હતું... પરસેવો, તાપમાન કરતા, નવા મળેલા કનસાઇનમેન્ટનો વધુ વળતો હતો. યુગાન્ડા જેવા દેશમાંથી ભારતમાં આ નેટવર્ક ઓપરેટ કરવું અઘરું જ નહીં, નામુમકીન હતું.

"જો ભુરિયા, આપણે આમ ભાગીશું, તો આપણે કામ નહીં કરી શકીએ..."

"પણ ત્યાં મોત છે.તે લોકો એરપોર્ટ પર જ આપણા સ્વાગતની રાહ જોતા હશે" તે ગુસ્સામાં બોલી ઉઠ્યો..

"હું જાણું છું..."

"તું જાણે છે. તેમ છતાં, ત્યાં જવા માગે છે. તારાથી મોટો મૂર્ખ મેં આજ સુધી નથી જોયો...."

"પહેલા મારી વાત સાંભળીશ.., શું ઇન્ડિયા જવા માટે ફક્ત વિમાનમાં જવું જરૂરી છે? મારી પાસે એક બીજો રસ્તો પણ છે."

"બીજો રસ્તો?" તેના ચેહરા પર આશ્ચર્યના ભાવ સરળતાથી જોઈ શકતા હતા.

"હા, અહીંથી કચ્છના એક ખાનગી પોર્ટ પર જહાજમાં કોટના કન્ટેનરો, અને અન્ય માલ જાય છે. થોડા રૂપિયા આપી, આપણે તેમાં આરામથી જઇ શકીશુ...."

"અને ઇન્ડિયનમાં પોર્ટ પર ક્સ્ટમવાળાઓ પકડ્યું તો?"

"અહીંથી નીકળતા, આપણે ફેક પાસપોર્ટ બનાવી, જહાજના ક્રૂ મેમ્બરની જેમ જ જશું, અને પોર્ટ પોહચતા પેહલા સંભવ થાય તો આપણને એક નાની બોટમાં જ ખાલી કિનારા પર પોહચાડી દેવામાં આવશે.... જો આપણો પ્લાન મુતાવીત રહ્યું તો..."

"ના રહ્યું તો?"

"થોડો રિસ્ક તો લેવો જ પડશે...બીજો કોઈ રસ્તો નથી..."

 

                      ★

સિંઘે એક એક કરી તમામ સ્કોડા કારને જાતે ચેક કરી.નંબર પ્લેટ ન હોવાથી કારના માલિકને શોધવો નામુમકીન હતું. તેમ છતાં, તે વારંવાર કાર નીકળ્યાનો વીડિયો જોઈને તેણે ખાસ એક વાત નોંધી કે આ કાર ઉદયપુર શહેરના કોઈ માલિકની છે જ નહીં, સિંઘે એવુ તે શું જોયું?

તેમ છતાં, કઈ કરવું મુશ્કિલ જ નહિ ના મુમકીન હતું.

"આ જે કીડનેપર છે. તે જ હત્યારા છે." સિંઘે કહ્યું.

"જી સા'બ.." તોમરે કહ્યું.

" હત્યા પાછળનું કોઈ મોટિવ તો સ્પષ્ટ થવું જોઈએ ને? કિડનેપિંગ પણ એ રીતે થયું કે આપણને એક પણ આઈ વિટનેશ ન મળ્યો..."

મહારાષ્ટ્ર પુલીસના ઓફિસર સી.બી.આઈ ઓફીસમાં ઢીલા મોઢે આવતા કહ્યું. "સાહેબ, એક ખરાબ સમાચાર છે?"

"શુ થયું, પાટિલ?"

"સાહેબ, પહેલો યુવાન... રવિ તેનું આજે વહેલી સવારે મૃત્યુ થયું છે."

"ડો. તો કહેતા હતા ,કે  રવિની તબિયતમાં સુધારો આવી રહ્યો છે?"

"મને રવિની લાશ જોવી છે." પટેલે કહ્યું.

"જી સાહેબ, હું હોસ્પિટલમાં વાત કરું છું."

        
                     ★

જહાજ ખૂબ જૂનું હતું. લાકડાની બનાવટનો આ જહાજ આફ્રિકા ખંડ છોડી દીધો હતો. રાબેતા મુજબની ગતિએ, રાબેતા મુજબની દિશામાં જહાજ પવનની સાથે વાતો કરતો અરેબિયન સમુદ્રમાં પ્રવેશી ચુક્યો હતો. કાળા ડિબાંગ વાદળો ગર્જી રહ્યા હતા. એક કાળો પડછાયો કેબિન તરફ વધ્યો, હાથમાં ધારદાર હથિયાર હતા.  સવાર ઊગી ત્યારે જહાજ નો કલર લાલ થઈ ગયો હતો. જાણે તેણે જહાજનો બગાડ કાઢ્યો હોય.

ભુરિયો આ વાતથી અજાણ હતો. એક ક્ષણ માટે આ બધું જોઈને તેને ચિત્રરી ચડી ગઈ... કોઈની ગર્દન, કોઈના હાથ, કોઈ ના પગ, એ રીતે પડ્યા હતા. જાણે માનવ કતલખાનું હોય....

"આર્યન.....આર્યન...."

જહાજના ગર્ભમાં સંગીતનો અવાજ આવી રહ્યો હતો. તે પણ હિન્દી સંગીતની ધૂન રણકી રહી હતી. ભુરિયા તે દિશામાં થરથરતા પગે આગળ વધ્યો, નીચે ઉતરતા સુધી તેને ચાર-પાંચ બીજી લાશ ઉપરથી ગુજરવું પડ્યું.... તેણે જહાજના ઉપરના ભાગેથી, એક ધારદાર લોહીથી લતપત ધારીયો હાથમાં લીધો હતો...

ગીતની ધૂન હવે સ્પષ્ટ સંભળાઈ રહી હતી. દરવાજો અંદરથી બંધ હતો. ભુરિયે હળવેકથી નોક કર્યો...

તેના હદયના ધબકારા બમણી ગતિથી ધડકી રહ્યા હતા. દરવાજો એક કડાકા સાથે ખુલ્યો, ભુરિયાએ ધારીયો ઉગામીને ઉભો હતો.

"આ શું કરી રહ્યો છે?"  આર્યને કીધું..

" આ બધું જોઈને મારી ફાટી રહી હતી..."

"આ બધું મેં જ કર્યું છે?"

"કોઈ કારણ?"

"હા મનની ખુશી...."

"તું પાગલ છે?"

"વિશ્વ પર રાજ કરવું એ મારું સપનું છે. તેની માટે હું કોઈ પણ હદે જવા તૈયાર છું.."

" આ જહાજ પરના લોકો તો આપણી મદદ માટે તૈયાર હતા તો પછી તેને કેમ માર્યા?"

"શું?શુ કામ? કેમ જેવા શબ્દો માટે આપણા વ્યવસાયમાં જગ્યા નથી..  આપણું કન્ટેનર પકડ્યું હતું ને? હવે ભારત જતા દરેક જહાજ પર હવે લોહીની હોળી રમાશે...."

આર્યને એક એક કરી, તમામ લાશોને દરિયામાં ઠલાવી રહ્યો હતો. જહાજ પરની તમામ લાશોએ જળ સમાધિ લઈ લીધા પછી, જહાજ રાબેતા મુજબની ગતિએ ચાલી રહ્યું હતું. આર્યન લાઈફ સેવિંગ જેકેટ  પહેરી લીધું. ભુરિયાને સમુદ્રમાં પાણીમાં ધક્કો મારી, જહાજ પર ઓઈલના કેટલાક કેનને ખોલી લાઈટર ફેંકતો સમુદ્રમાં કુદી ગયો.....

પાણીની બહાર આવી, તેની વિરુદ્ધ દિશામાં જઈ રહેલા જહાજ તરફ જોઈને તેણે કહ્યું."અલવિદા મેરે દોસ્ત..."

એક જબરદસ્ત ધડાકા સાથે આખું જહાજ આગમાં ગરકાવ થઈ ગયો...

ક્રમશ.