ચંદનગઢ નામનું ગામ હતું. ગામની પર્વતો આસપાસ ઘરેયલો રહેતો, ખૂબ હરિયાળો અને સમુદ્ર ગામ હતો. ગામની વસ્તી પંચરંગી હતી. ગામ ખૂબ સમુદ્ર અને ધનવાન હોવાના કારણે દૂરદૂરથી લોકો અહીં વેવશાય માટે આવતા તો કોઈ કોઈ અહીં નવા રોજગારની શોધમાં આવતા.ગામની થોડી જ નઝદીક બંદરગાહ આવેલું હતું. જેથી દેશ વિદેશમાં ખૂબ વેપાર થતું હતું. જેથી અહીં મોટોભાગે વેપારી પ્રજા રહેતી હતી. એક બ્રાહ્મણ કુટુંબ રહેવા માટે ગામડામાં આવ્યુ હતું. બ્રાહ્મણ સંસ્કૃતના જાણકાર હતા. જેથી તેઓ ને અહીં ગામના મંદિરમાં પૂજા કરવાનું કામ તરત મળી ગયું.કુટુંબમાં પૂજારી વસંતલાલ, તેની પત્ની અને તેનો બાર વર્ષનો બાળક, ગૌરવ. વસંતલાલની પત્ની, જાનકી દેવી ખૂબ ભક્તિભાવમાં શ્રધ્ધા ધરાવતી હતી. તે આસપાસ ગામડામાં સ્ત્રીઓને શાસ્ત્રો તથા વ્રતોનો મહિમા સમજાવતા. ટૂંક જ સમયમાં તેઓ ગામની અંદર દૂધમાં સાકળ ભળે તેમ ભળી ગયા હતા. તેમનો એક પુત્ર પણ હતો. ગૌરવને ઘરમાં સુહુ ચિંટુંના હુલામણા નામથી બોલાવતા હતા. ચિંટુને ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મળી ગયો. શાળા ગામમી બહાર નીકળ્યા, નદી પાર કરીને હતી.
ચિંટુ સ્વભાવે ખૂંબ શાંત અને ભણવામાં ખૂબ હોશિયાર હતો. જેથી શાળામાં પ્રવેશ મળતા જ તેના ઘણા બધા મિત્રો બની ગયા. જોતાજોતાં ચિંટુ શિક્ષકોનો પણ લાડકો થઈ ગયો. આ વાત અભિમન્યુ જેનો હુલામણું નામ બીટુ હતું. તેને ખટકી...
બીટુ ખૂબ જ એટીટ્યુંટવાળો હતો. તેના પિતા ગામના સરપંચ હતા. તેની ખૂબ ઉપર સુધી ઓળખાણ હતી. સાથે સાથે તેના પિતા શાળાના ટ્રસ્ટી પણ હતા. પૈસાની કોઈ કમી નોહતી,શાળાના શિક્ષકો પણ તેનાથી ખૂબ ડરતા હતા. જેથી બીટુ હમેશા શાળામાં પહેલો નંબર જ આવતો હતો. ભલે પછી તે કોઈ બીજો માર્ગ ઉપયોગમાં લઈને જ કેમ ના આવતો હોય...
ચિંટુંના બે મિત્રો ખાસ હતા.એક સિયા, અને એક આર્ય જે દરેક ક્ષણે ચિંટુંનો સાથ નિભાવતા .
સિયા ભણવામાં હોશિયાર હતી. આર્ય પણ ખૂબ બુદ્ધિશાળી હતો. જેથી ત્રણેની જોડી શિક્ષકોની પ્રિય જોડી હતી.
બીટુને આ વાત ખૂંચી, જેથી તે ચિંટુને એકલો પાડવા માટે,બીટુએ એક દિવસ સીધે સિધુ, સિયા અને આર્યને કહી દીધું, તમે ચિંટું સાથે નહિ ફરો પરિણામ સારૂ નહિ આવે! સિયા,આર્ય જાણતા હતા, સમુદ્રમાં રહી મગર સાથે વેર ન થઈ શકે, જેથી તે ચિંટુંને ઇગ્નોર કરવા લાગ્યા.
"સિયા, શુ થયું, કેમ મારાથી વાત નથી કરતા, કેમ મારાથી આટલા દૂર દૂર ભાગો છો?"
"એવું કંઈ નથી, ઉપર પરીક્ષા આવી રહી છે. અમે વાંચવામાં માટે બહુ જલ્દી નીકળી જઈએ છીએ. તું પણ પરીક્ષાઓની તૈયારીમાં લાગી જા તારા માટે સારૂ છે."
ચિંટું જાણતો હતો. વાત કઈ બીજી છે. કોઈ તો કારણ છે. સિયા ને આર્ય મારાથી વાત નથી કરી રહ્યા.પણ તે મજબૂર હતો કરી પણ શું શકવાનો?
બીટુ તેના પિતાનો ખૂબ ચાંગલો હતો. તેના પિતા તેની દરેક વાત માનતા. આવી જ એક સાંજે પિતાના સારા મૂળનો ફાયદો ઉપાડી , બીટુએ તેના પિતાને કહ્યુ. "પિતાજી ગામના મંદિરમાં જે વસંતલાલ મારાજ છે. તે ખૂબ જ ખરાબ છે.લાલચુ છે. તેને આપણે હટાવી દેવા જોઈએ.."
"પણ તે તો ખૂબ જ માયાળુ છે. સ્વભાવ ખૂબ સરળ છે."
"એ તો પિતાજી તમારી સામે, કારણે કે તમે જ આ ગામના કરતા હરતા છો. તમારાથી તો મીઠું જ રહેવું પડે ને?"
"એવું તે શું થયું બેટા કે આપણે તેને પૂજા માંથી હટાવા રહ્યા?"
"પિતાજી તમેને મારી ઉપર ભરોશો નથી?"
"ઠીક છે. બેટા તું કહે છે. તો હું તેને નોકરી માંથી હટાવી દઈશ...."
સરપંચ જાણતા હતા. કે મારાજમાં કોઈ ખોટ નથી. પણ એક વખત તેના પુત્રે કહી દીધું એટલે પતિ ગયું.
★
ચિંટુંમાં પરિવાર જાણે એક પછી એક તકલીફના પહાડો તૂટી પડ્યા.પરિસ્થિતિ બતથી બતર થઈ ગઈ, પિતાજી પાસેથી પૂજા છીનવાઈ ગઈ, શાળામાં પણ તે સાવ એકલો પડી ગયો. પરિણામ તે આવ્યું કે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી શકતો ન હતો. ઉપરથી તેની માતાની તબિયત પણ લથડવા લાગી, જેથી રાત રાત જાગી તે તેની સેવા કરતો...
"મમ્મી, મમ્મી આપણે ભગવાન ઉપર આટલો ભરોસો કરીએ છીએ. તેની પૂજા કરીએ છીએ, પિતાજી પણ તેની સેવામાં જ પોતાની જિંદગી વ્યતીત કરી દીધી હતી. તો આ ભગવાન આપણે આટલી તકલીફ કેમ આપે છે."
"ભગવાન આપણી પરીક્ષા લે છે. આપણે હસતા-હસતા તે પરીક્ષાઓ આપવાની જેથી ભગવાન આપણાથી ખુશ થાય ..."
"મમ્મી મેં સાંભળ્યું, ગણપતિજી આવે છે. શુ ગણપતિજી આપણા ઘરે આવશે?"
"હા ગણપતિજી આપણી ઘરે આવશે, અને તારાથી દોસ્તી પણ કરશે... પણ એક શરત પર.." મમ્મીએ કહ્યું.
"કેવી શરત મમ્મી?"
"ગણપતિજીને તેવા જ બાળકો ગમે છે. જે ભણવામાં ખૂબ હોશિયાર હોય છે.જે હમેશા માતા પિતાની સેવા કરે છે.જે ક્યારે પણ ખોટું ના બોલે, હમેશા સત્યના માર્ગે ચાલે, ગણપતિજી તેના જ મિત્ર બને...'
"મમ્મી મમ્મી મને કોઈ ગણપતિજીની વાર્તા સંભળાવને..."
"પછી ક્યારેક બેટા.."
"ના મમ્મી મારે અત્યારે જ સાંભળવી છે."
"ઠીક છે.
એક વખત કાર્તિકય જે ગણપતિજીના મોટા ભાઈ છે. કાર્તિકય અને ગણેશજી બને વચ્ચે શરત લાગી કે કોણ પેહલા પૃથ્વીની ચોસઠ પ્રદિક્ષણાઓ કરી આવે છે. જે પહેલો આવે તે જ સર્વશ્રેષ્ઠ ગણાશે.
ગણપતિજીને ખબર હતી. કે તે તો આખો દિવસ મોતી ચૂરના લાંડુંઓ ખાય છે. તેનો વાહન પણ મુશક રાજ છે. કાર્તિકય જ વિજય થશે તમે છતાં ગણેશજી હાર ન માન્યા, તેણે કાર્તિકય સાથે શરત લગાવી.. જેવી શરત લાગી, કાર્તિકેય મોર લઈને ઉડી ગયા. પૃથ્વીની પ્રદીક્ષિણા કરવા..
કાર્તિકય પૃથ્વીનો એક ચક્કર કાપીને આવ્યા, ત્યાં સુધી ગણેશજી ત્યાં જ ઉભા ઉભા વિચારી રહ્યા હતા.
એક એક કરી કાર્તિકય ત્રેસઠ ફેરા ફરી ચુક્યા હતા. ત્યાં સુધી ગણેશજી ત્યાં જ ઉભા હતા.
કઈક તો કરવું પડશે, હાર માને તે ગણેશ નહિ...
થોડીવાર પછી તેણે એક યુક્તિ સુજી, તેણે શિવજી અને પાર્વતીમાં ની આસપાસ એક... બે... ત્રણ... કરતા કરતા ચોસઠ ફેરા ફરીને ઉભા રહી ગયા..
જ્યારે કાર્તિકય આવીને કહ્યું.
"ગણેશ હું આ શરત જીતી ચુક્યો છું."
"નહિ કાર્તિકેય, હજુ નિર્ણય માં-પિતાજી કરશે..
માં-પિતાજી, શુ માતા-પિતાજી ચોસઠ પ્રદીક્ષિણ કરવી, તે પૃથ્વીની પ્રદીક્ષિણા કરવા બરાબર ન ગણાય?"
"શિવજીએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું. હા ગણાય..."
"તો તેનો અર્થ, એ થાય પિતાજી હું કાર્તિકયથી વહેલી પ્રદીક્ષિણા પૂર્ણ થઈ ગણાય?"
"જી પુત્ર,"
ગણેશજીની આ યુક્તિના કારણે જ શિવજીએ વર આપ્યું હતું. કે દરેક શુભ કાર્ય કર્યા પેહલા તમારી પૂજા થશે...."
"ગણેશજી તો ખૂબ બુદ્ધિશાળી હતા નહિ માતાજી..."
"હા ચિંટું,"માથાં પર હાથ ફરવી, માતાએ કહ્યુ.
બીજા દિવસે ગણેશ સ્થાપનાદિન હતું. ગણેશજીની નાની મૂર્તિ, ઘરના મંદિરમાં મુકવામાં આવી હતી. માતાએ સવાર સવારમાં જ ગણેશજી માટે મોદકનો પ્રસાદ ચડાવ્યો હતો.
ચિંટું સવારે વહેલો ઉઠી ગયો હતો. ઉઠી પૂજાઘરમાં આવી, બને હાથ જોડી માંથું જુકાવી, આંખોબંધ કરી " ગણેશજી તમે મારા ફ્રેન્ડ બનશો? તમે મારી મદદ કરશો, મારુ અહીં કોઈ પણ ફ્રેન્ડ નથી..."
પાછળથી અવાજ આવ્યો.
"હા...."
સત્ય હતું કે વહેમ ચિંટુ સમજી ન શક્યો. પાછળ જોયું તો..શરીરમાં એકદમ ગોળ મટોળ, સફેદ શર્ટ, બ્લુ પેન્ટમાં એક છોકરો ઉભો હતો.
"તારું નામ ચિંટું છે?"
"હા હું જ ચિંટું છું."
"મેં તારી શાળામાં પ્રવેશ લીધો છે.હું તારી જ ક્લાસમાં છું.
મારી પાસે છેલ્લા કેટલાક પાઠના નોટ્સ નથી. શુ તું મારી મદદ કરીશ.."
"જી કેમ નહિ...."
"શુક્રિયા ચિંટું,
મારુ નામ છે. ગણેશ છે."
"મૂર્તિ તરફ જોતા, તેણે કહ્યું, આ ગણેશ...."
"તું સમજે તે ગણેશ દોસ્ત..."
કેહતા બને ખૂબ હસ્યાં.
ગણેશ રોજ ચિંટુંને શાળા માટે ઘરેથી લેવા આવે, બંનેની મિત્રતા ખૂંબ ગાંઠ થઈ ગઈ...
એક રોજ, સિયા એને આર્ય પણ ચિંટુ પાસે આવ્યા...
"ચિંટુ અમને બંનેને માફ કર, અમે ડરી ગયા હતા. બીટુએ અમને ખૂબ ડરાવ્યાં ધમકાવ્યા હતા."
"હું જાણતો હતો. હું પણ નોહતો ઈછતો કે, બીટુ તમને મારા કારણે હેરાન કરે...."
"તેથી જ તું અમારો બેસ્ટ ફ્રેન્ડ છે." સિયાએ કહ્યુ.
"તમે અચાનક ફરી કેમ મારી પાસે આવ્યા, હજુ પણ બીટુ તમને ખૂબ હેરાન કરશે" ચિંટુએ કહ્યું.
"એમને ગણેશે સમજાવ્યું છે. કોઈ પણ પરિસ્થિતિમાં સાચા મિત્રનો સાથે છોડીને ન જવું જોઈએ...
અમારાથી ભૂલ થઈ ગઈ હતી.અમે તને એકલો છોડી દીધો, તે પણ ન વિચાર્યું કે તારા મન પર શુ અસર થશે? અમે બહુ સેલ્ફી છીએ, તું અમને માફ કરીશ ને, હવે અમે તને ક્યારે પણ છોડીને નહિ જઈએ... તારે અમેને બંનેને જે સજા આપવી હોય તે તું આપી શકે છે."
સિયા,આર્ય બને કરગરવા લાગયાં ગણેશ માથું ધુણાવી ચિંટુ તરફ જોયું.
"ઠીક છે. દોસ્ત તો પણ એક શરત પર મારા માટે રોજ પ્રસાદમાં મોદકના લડું લાવા પડશે..."
"તે બધું તો ઠીક, પણ બીટુ આપણે કઈ કરશે તો તેનાથી આપણે કોણ બચાવશે, આખું કલાસ તેનો મિત્ર છે. તેની ગેંગ પણ મોટી છે."સિયાએ કહ્યું.
બને હાથમાં મોદકના લડું હતા. મોઢું પણ ચાલી રહ્યું હતું. લડું ખાતા ખાતા જ ગણેશ કહ્યું.
"તેના માટે હું બેઠો છું...."
" થેન્ક યુ ગણેશ થેન્ક યુ સો મચ..."
★
મમ્મીની તબીયતમાં પણ સુધાર આવી રહ્યો હતો. પિતાજીએ મંદિરની પૂજા છુંટતા, મીઠાઈની દુકાન બનાવી હતી. જોત જોતામાં તે વ્યવસાયમાં પણ ખૂબ મુનાફો મળી રહ્યો હતો.તેની મીઠાઈ ખાવા આસપાસના ગામમાંથી પણ લોકો ઊમટતા, સવાર સાંજ તેમની દુકાનની બહાર લોકોની ભીડ રહેતી, દુકાન એટલી સારી ચાલતી હતી. કે તેણે કામ કરવા માટે લોકો રોક્યા હતા.
ચિંટુંનું જીવન ફરી પટડી પર આવી ગયું હતું. તેના જીવનમાં સુખ શાંતિ, ખુશાલી ફરી પાછી આવી ગઈ હતી. રોજ સવારે તે ગણેશજીની મૂર્તિ સામે જઈને દિલથી આભાર માનતો હતો.
હજુ પણ બધું ઓકેય નોહતું થયું. થોડો ઇશાબ ચૂકતે કરવાનો બાકી હતો.બીટુનો ઘમંડ ચકનાચૂર કરવાનો સમય હતો.
શાળામાં નિબંધ સ્પર્ધા હતી. વિષય હતું. મારા વ્હાલા ગણેશજી..
ટિક ટિક ટિક સમય નીકળી ગયો હતો. બીટુ સ્પર્ધા જીતવા માટે પેત્રાઓ કરી રહ્યો હતો. તેણે શિક્ષકને ખૂબ ડરાવ્યાં, જો મારો નંબર નહિ આવે તો, તમારી નોકરી છોડાવી દઈશ...
બીજી તરફ ચિંટું જાણે ગણેશજી ઉપર મહાકાવ્ય લખતો હોય, તેણે ગણેશજી પર સુંદર મજાનું નિબંધ લખ્યું. બીટુની રાજરમત આજે કામ ન આવી...તેણે જે ધાર્યું હતું. તેવું થયું નહિ, સ્પર્ધામાં ચિંટુ પહેલો નંબર આવ્યો..બીટુની પડતી અહીં જ શરૂ થઈ ગઈ હતી.
તેના પિતાનો હોદ્દો પણ જતો રહ્યો, તેની ઉપર ભ્રષ્ટાચારનાનો કેશ થયો. તેણે સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કર્યો. સરકારી જમીનોના ખોટા દસ્તાવેજ ઉભા કર્યા. ખેડૂતોની જમીન બરજબરી પૂર્વક સસ્તા ભાવે પડાવી, કંપનીઓને મોંઘા ભાવે વહેચી મુનાફો મેળવ્યો હતો. સફેદ જબામાં ખૂબ વિનમ્ર, શાંત સ્વભાવના લાગતા, હમેશા ધીમુંને મીઠું બોલતા બીટુના પિતાજીના સફેદ કુરતામાં હવે દાગ દેખાઇ રહ્યા હતા. જો બિલકુલ અચ્છે નહિ થે...
કોર્ટના હુકમથી તેની બધી સંપત્તિ સીલ કરવમાં આવી, તેનો ઘર પણ છીનવાઈ ગયો. તેના પિતાને જેલ થઈ, માતા સાથે બીટુ મંદિર પર રહેવા મજબૂર થઈ ગયો હતો.
ચિંટુ, તેની મમ્મી,તેના પપ્પા શિવજીના દર્શન કરવા માટે મંદિર પર આવ્યા હતા.જ્યાં બીટુ અને તેની માતા દયનીય અવસ્થામાં જોવા મળ્યા...
બીટુએ ચિંટુને જોતા જ પોતાનો ચહેરો ધાબારમાં છુપાવી દીધો. પણ ચિંટુ તેને દૂરથી જ ઓળખી ગયો હતો.
"શુ થયું બીટુ?"
બીટુ ચિંટુથી નજર ના મળવી શક્યો...
"મારા અભિમાનનું પરિણામ આજ થવાનું હતું. બધું જ લૂંટાઈ ગયું. અમે બરાબાદ થઈ ગયા. માફ કરજે દોસ્ત મેં તને ખૂબ યાતનો આપી છે. ખૂબ હેરાન કર્યો છે."
"બીટુ અમે તને ખૂબ મિસ કરીએ છીએ. તું કાલે મારી સાથે શાળાએ આવીશને?
પિતાજી આપણે આ બંનેને આપણા ઘેર લઈ જઈએ, આ લોકોના પણ આપણી ઉપર ઉપકાર છે. આજે આપણે જે છીએ તેના લીધે જ છીએ..."
ચિંટુના આ વહેવારની બીટુને કોઈ અપેક્ષા નોહતી. તેને પણ એવું હતું. તેના બીજા મિત્રોની જેમ ચિંટુ પણ તેનો માજાક ઉડાવશે, તેણે ચિંટુ ખૂબ હેરાન કર્યો હતો. પણ ચિંટુ દિલદાર હતો. તે બીટુને ઘરે પણ લઈ ગયો, તેણે નવા કપડાઓ પણ અપાવ્યા, મોદક પણ જમવા આપ્યા...
બીટુની આંખમાંથી આંશુઓ નીકળી ગયા.
"હું કેટલો રોંગ હતો. તું કેટલો પ્રેમાળ છે. તું કેટલો સારો છે. મેં તને આટઆટલો હેરાન કર્યો, તો પણ તે મને માફ કરી દીધો...."
" તું ગમેં તેવો છે. મારો મિત્ર છે.તું બધું ભૂલી જા.... બધું ઠીક થઈ જશે, ગણેશજી પર ભરોશો રાખ..."
★
"આજે ગણેશજીનો છેલ્લો દિવસ હતો. આજે ગણેશજીની મૂર્તિ પધારવા સમુદ્રમાં જવાનું છે." મમ્મીએ કહ્યુ.
"મમ્મી, ગણેશજીને વિદાય આપવી જરૂરી છે?"
"હા આપણે તેને વિદાય નહિ આપીએ તો તે આવતા વર્ષ પાછા કઈ રીતે આવશે?"
"મમ્મી, આવતા વર્ષે નહિ હું તો તેને એક સ્કેન્ડ પણ મારાથી દૂર થવા નહિ દઉં...."
"ચિંટું આપણે તેની ફકત મૂર્તિ તરાવીએ છીએ, તું જ્યારે પણ ગણેશજીને યાદ કરીશ તે તારી પાસે આવી જશે..."
ચિંટુ ખૂબ દુઃખી હતો. તેની આંખોમાં આશુ હતા. તેને ખબર હતી. તેનો મિત્ર ગણેશ જ ગણેશજી છે.
"ગણેશજી ગણેશજી.. ક્યાં છો?" ચિંટુ કહ્યુ. પણ કોઈ ન આવ્યું. અચાનક કઈ યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું." ગણેશ ગણેશ....."
ત્યાં જ ગણેશ સ્વયંમ તેની સામે આવી ગયા.
"મમ્મીએ સાચું કહ્યું.તમે જ મારા બેસ્ટ ફ્રેન્ડ છો. તમે મારા મિત્રોને મારા સુધી લાવ્યા, મમ્મીની તબિયત સુધારી, પિતાજીના વ્યવસાયમાં પણ મદદ કરી...થેન્ક યુ ગણેશ..."
"હું તારો જ નહીં, તે દરેક બાળકનો બેસ્ટ ફ્રેન્ડ છું. જે સાચું બોલે છે. તેમાં માતા-પીતાની સેવા કરે છે. ખૂબ મન લગાવીને ભણે છે. ક્યારે પણ ખોટું નથી કરતા....હું તમારી આસપાસ છું.
ચિંટુ તું મને વચન આપ... તું મારી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવીશ, તથા તારા મિત્રોને પણ એવું કરવાનું કહીશ...જેથી તમારી શ્રદ્ધા સમુદ્રી જીવોના મોતનું કરણ ન બને.. " કહેતા જ ગણેશજી ગાયબ થઈ ગયા.
આસપાસ ના તમામ ગામડાઓમાં નાની-નાની મૂર્તિઓ લોકો હાથમાં લઈને આવ્યા હતા. એક વિશાળ મૂર્તિની આસપાસ લોકો નાચી રહ્યા હતા.ગાઈ રહ્યા હતા.
"અગલે બરશ આના હૈ.... આના
હી હોગા.."
વિશાળ મૂર્તિને સમુદ્રમાં વિસર્જિત કરતા જ એક બાળ રૂપ, બહાર હવામાં દેખાઈ રહ્યો હતો. જાણે કહી રહ્યો હોય...
"તું મને જ્યારે પણ સાચા દિલથી યાદ કરીશ હું તારી પાસે હાજર થઈ જઈશ..."
ચિંટુ તેના બને હાથ હવામાં લેહરવી બાય બાય કરી રહ્યો હતો.
"આઈ લવ યુ ગણેશજી, આઈ મિસ યુ..સો સો મચ...
યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ...."
સમાપ્ત