ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 16 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 16

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા

પ્રકરણ -16

સ્વાતી અને સ્તવન બંન્ને આજે ખૂબ ખુશ હતાં સ્વાતીનો તો આનંદ સમાતો નહોતો. જ્યારથી અહીં આવવા નીકળ્યા ત્યારથી સતત સ્તવનને કંઇને કંઇ કહી રહી હતી. શીશમહલ પહોચ્યા પછી પણ એક ક્ષણ માટે સ્તવનનો હાથ છોડ્યો જ નહીં. સ્તવને કહ્યું "ઘણાં સમયથી હું તને અહીં લઇ આવવા માંગતો હતો પરંતુ કંઇને કંઇ વિધ્ન જ આવ્યા કર્યું હતું પરંતુ કુદરતે બરાબરા સાચાં સમયે આપણને અહીં આવવાનું મૂહૂર્ત કાઢી આપ્યું તને તો સ્વાતી ખબર જ છે કે શીશમહલ ખૂબ પ્રખ્યાત છે એની બનાવટની કારીગરી વાહ પોકારી જવાય એવી છે. સ્વાતી તને હું ખાસ કારણસર અહીં લાવવા માંગતો હતો. ચલો આજે આવીને મારી ઇચ્છા પુરી થઇ ગઇ. સ્વાતીએ પૂછ્યું અહીં આવવાનું ખાસ કારણ ?

સ્તવને ક્હ્યું "ધીરજ રાખો રાણી જેનાં માટે ખાસ હું અહીં લઇ આવ્યો છું એ તને ખબર પડીજ જશે ને ? પણ આજે સ્વાતી થોડો પ્રવાસીઓનો મારો ઓછો છે સારું છે એ પ્રમાણે પણ આપણે યોગ્ય સમયે આવ્યા છીએ એવું કહીને લૂચ્યું હસ્યો. સ્વાતીએ સ્તવનને કેડમાં ચૂટીં ખણીને કહ્યું બહુ બદમાશ થઇ ગયા છો આજે સ્તવને કહ્યું" હવે તો હું બધું જ થઇશ તારા માટે. આમ વાતો કરતાં કરતાં એ લોકો શીશમહેલમાં પ્રવેશ્યા. પ્રવાસીઓ ઘણાં ઓછાં હતાં બીજા બધાંજ સ્થાપત્ય અને મ્યુઝીયમ કરતાં અહીનો જોવા માટેનો સમય ગાળો ખૂબ ઓછો હતો.

સ્વાતી અને સ્તવન સીક્યુરીટીને બધુ સરળતાથી પસાર કરીને અંદર આવી ગયાં. ભલભલાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય એવું બેનમૂન કામ હતું. અંબર ફોર્ટમાં આવેલું રાજનસિંહે બનાવેલું શીશમહેલ જગપ્રખ્યાત છે. અફલાતૂન કારીગરી નકશી અને જાંબીયા કાચની સુંદર નકશીથી છત સજાયેલી છે. દિવાલોની ઉપર સુંદર દર્પણની નકશી છે બસ જોયાંજ કરો જોયાંજ કરો. નજર ફેરવો બધે કાચની કલાકારીજ પથરાયેલી છે.

સ્તવને પુરાતન શાસ્ત્ર ખોલતાં સ્વાતીને કહ્યું" તને બધી ખાસ ખબર જ હશે આ કિલ્લા અંગે સ્વાતી કહે બહુ જોયુ હશે પણ તમારા જેટલી મારી પાસે માહિતી નથી તમે કહોને પ્લીઝ મને સાંભળ્યા કરવાનુંજ મન થાય છે બીજા ગાઇડ કહે ત્યારે એ જાણે માહિતી આપતા હોય એવું લાગે અને તું મારો માણીગણ કહે ત્યારે એમાં પ્રચૂર જ્ઞાન સાથે જાણે બધા રહસ્ય જાણવા મળે છે. સ્તવને એને વધુ નજીક લાવતા કહે સ્વીટુ આ કિલ્લો રાજા મદનસિંહ પહેલાએ રાજ કર્યું અને પુસ્તકોનાં લીસ્ટમાં છે. અહીંનાં મોટાં કિલ્લાઓમાંનો એક છે. ચાર કિમિ. વિસ્તારમાં ૧૫ મી સદીમાં ચાલુ કરેલું. પછી કેટલી પેઢી સુધી આ બનતો રહ્યો. સ્વાતી અહીથી રસ્તાનો ગુપ્તમાર્ગ છે જે જયગઢ કિલ્લામાં જઇ બતાવે અને ટુરીસ્ટ અહીથી જાય છે પણ બસ ખાસ વાત એ છે કે અહીં એક ચમત્કારીક માર્બલમાં કંકારેલા પુષ્પ એ એને સ્પર્શ કરીને ચૂમવાથી તમારી માનેલી આશા પુરી થાય છે.

આ બધી વાત પુરત્વ અને ઇતિહાસની થઇ સ્વાતી કહે આપણે ટુરીસ્ટ બનીને આવ્યા હોઇએ ને એવું લાગે છે સ્તવને કહ્યું "ના બીલકુલ નહીં. હું તને અહીં ટુરીસ્ટની ભીડથી એક અલગજ જગ્યાએ લઇ જઊં છું ચાલ એમ કહી બધી ભીડથી દૂર સ્વાતીને હાથ પકડીને લઇ ગયો.

સુંદર કલાકૃતિ વાળા માર્બલનાં સ્થંભ વટાવતાં વટાવતાં સ્તવન સ્વાતીને એક સુંદર ખંડમાં લઇ આવ્યો. એ ખંડમાં ખાસ પ્રકાશ નહોતો એણે સ્વાતીને કહ્યું તું તારી આંખો બંધ કરી દે સ્વાતીએ લુચ્ચાઇ કરીને આંખો ખોલી તો સ્તવને બે હોઠોથી એની બંન્ને આંખોને ચુંબન કરીને કહ્યું બંધ રાખને આંખ જાન. સ્વાતી કહે આતો અંધારુ છે. આમાં કેમ આંખ બંધ કરાવે ? સ્તવને કહ્યું આ માટે તો લાવ્યો છું સ્વાતી કહે એય લૂચ્ચા એટલે ? સ્તવને હસતાં હસતાં કહ્યું પ્લીઝ બે મીનીટ પેસન્સ બેબી પ્લીઝ સ્વાતીએ કહ્યું "ઓકે મેરે માલિક ચલો સાચીજ બંધ કરું સ્તવને એની બેગમાંથી એક મીણબતી કાઢીને ખંડની મધ્યમાં રાખીને ઉભી કરી પ્રગટાવી આખાં હોલમાં પ્રકાશ ઝલહળી રહ્યો. આખો હોલ દર્પણ કાચની સજાવેલો હતો બેનમૂન નકશીકારી કરેલી હતી છત દિવાલો બધાંજ કાચ અને દર્પણની ડીઝાઇન આપણે ઝળહળી રહી હતી. એણે સ્વાતીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં દીર્ધ ચુંબન લીધાં પછી કહ્યું. હવે આંખો ખોલ સ્વાતીએ નટખટ સ્વરે કહ્યું અરે ચાર હું તો આંખ બંધ રાખું બસ તું આ તારાં હોઠનો સ્પર્શ ના હટાવ હું તે હજી હોઠ ધરીને તરસી ઉભી છું અને તે હટાવી લીધાં સ્તવને ફરીથી હોઠ પર હોઠ મૂકીને એટલી રસતરબોલ કરી દીધી કે બંન્ને પ્રેમસાગરમાં ખોવાઇ ગયાં.

સ્તવને એને તૃપ્ત કરીને કહ્યું એચ હવે આખો ખોલ જો ચારે તરફ દર્પણમાં મારી રૂપની રાણી મારી અપ્સરાજ દેખાય છે દરેક દર્પણમં મારી સ્વાતી જ મને દેખાય છે. સ્વાતીએ આંખો ખોલીને દશ્ય જોયું સ્તવને પ્રગટાવેલી એક મીણબતીનો પ્રકાશ પરાવર્તીત થઇને આખો ખંડ ઝળહળાવી દીધેલો અને દરેક દર્પણનાં કાચમાં એનો ચહેરો દેખાઇ રહેલો અનેક સેંકડો હજારો કાચની કારીગરીમાં એને એનો અને સ્તવનનો ચહેરો દેખાઇ રહેલો ક્ષણે આખાં ખંડમાં ફક્ત એ બંન્ને જ પ્રસરેલા હતાં સમાયેલાં હતાં. એ આખું દશ્ય જોઇને ગદગદ થઇ ગઇ. એણે સ્તવનને વળગીને ભીંસ દઇને આલીંગન આપી દીધું અને ક્યાંય સુધી સ્તવનને આલીંગન આપી રહી એણે સ્તવનને પ્રેમ કરતા કહ્યું "સ્તવન આજે તે મને સાચેજ એક ખૂબસૂરત સરપ્રાઇઝ આપી મને આશ્ચર્યમાં નાંખી દીધી. હું અહીં ઘણીવાર બધા મ્હેમાનો સાથે આવી છું. આ ડીઝાઇન આ નકશી આમેર કિલ્લાનો શીશમહેલ જોયો છે પણ આજે તે જે રીતે બતાવ્યો છે એવો ક્યારેય નહોતો જોયો નહોતો અનુભવ્યો.

સ્તવન આજે અહીં જાણે આપણો પવિત્ર ઓરા વસેલો છ જેમાં ફક્ત હું અને તું બંન્ને જ છીએ બીજું કોઇજ નહી જ્યાં જોવું છું ત્યાં બસ આપણે દેખાઇએ છીએ અને આ જ્યોતનો પ્રકાશ આ આપણા ઓરાનું જાણે પ્રેમતેજ છે. આજે તેં મને વધુજ બાવરી બનાવી દીધી. આ દશ્ય આ અનુભવ આ પ્રેમ અને આ ચુંબનની અનૂભૂતી હું ક્યારેય નહીં ભૂલૂ સ્તવન આ જીવ શરીરના ખોળીયા બદલશે પણ આ અનૂભુતીની યાદ કાયમજ મારા જીવમાં પરોવાયેલી રહેશે. સ્તવન આઇ લવ યુ લાઇક એનીથીંગ હું તને પ્રેમ કરીને બધુજ પામી ગઇ છું મને આજે જીવતાં મોક્ષનો અનુભવ થયો એવું લાગે છે સ્વાર્ગના સુઃખ કરતાં અધિક આનંદ મને મળ્યો છે. આજે તારી બર્થડેની આ રીટર્ન ગીફ્ટની હું ઋણી રહીશ લવ યુ વેરી મચ માય લવ કહીને સ્વાતીની આંખો પ્રેમભીની થઇને ઉભરાઇ ગઇ. ક્યાંય સુધી એ સ્તવનને વળગીને ઉભી રહી.

સ્તવન પણ સ્વાતીને આલીંગનમાં રાખીને પ્રેમ વરસાવતો રહ્યો. બંન્ને જણાંની આંખોમાં પ્રેમ અમૃત સમાં આંસુ વરસી રહેલાં બંન્ને જણાં આલીંગનમાં એકમેકને પ્રેમ અને હૂંક આપી રહેલાં સાચાં અર્થમાં જનમ જનમનાં સાથીજ બની રહ્યા મૌન વાચાએ એકમેકની આંખમાં આંખ પરોવી મોક્ષ સુધીની યાત્રામાં ફક્ત એક મેકનો સાથ બનાવી રાખવાનાં કોલ આપી રહ્યાં આજે શીશમહેલનો આ ખંડ બે આત્માઓનાં મિલનનું સાક્ષી બની રહ્યો અને જાણે આશીશ વચન આપી રહ્યો.

  • * * * *
  • સરયુએ ઘણી ગાઢી નીંદર લીધાં પછી જ્યારે આંખો ખોલી હતી પછી પાછી અવનીની આંખોમાં અધુરી છોડેલી વાતોને દોર પાછો સાંધી લેતાં ક્યારની એ એનાં ગત જન્મની વાત કહી રહી હતી અત્યારે એ એકદમ લાગણીશીલ અને સંવેદના પ્રચૂર લાગી રહી હતી એની આંખો ચોધાર આંસુઓથી રડી રહેલી. અવની અને આશા તથા નીરુબહેન ક્યારનાં એ ઊંધી ઉઠી ત્યારથી એને સતત સાંભળી રહેલા. અવની રેકોર્ડીંગ પણ કરી રહેલી. અત્યારે બધાનું ધ્યાન સરયુ તરફ જ હતું. અવની સરયુની વાતો સાંભળીને એ કલ્પનાઓમાં ડૂબી ગઇ હતી કે કેવો અમર પ્રેમ કર્યો છે આ છોકરીએ પછી ક્યાંથી એને શાંતિ મળે ? એનો પ્રેમ એને... અને એ આગળ વિચારે એ પહેલા સરયુએ બબડવાનું ચાલુ કર્યું હે સ્તવન તમે ક્યાં છો ? સ્તવન મને ખબર છે તમેજ મને અહીં બોલાવી છે આપણે શીશમહેલ મળ્યાં હતાં. મને બધુજ યાદ આવી રહ્યું છે. મે અને તમે એકમેકને વચન આપેલાં પ્રેમબંધનમાં બંધાયેલા સ્તવન સ્તવન કહીને એ પાછી મૂર્છા અવસ્થામાં સરી ગઇ.

    નીરુબહેન દોડીને બહાર ગયાં અને ડો.ઇદ્રીશને અને નવનીતરાયને રૂમમાંથી બોલાવ્યા. ડો.ઇદ્રીશે કહ્યું "શું થયું તમે લોકો તો સૂઇ ગયાં હતાં ને ? નીરુબહેન કહે એ ખૂબ સારી ગાઢ નીદ્રનમાં હતી પછી ઉઠયા પછી અવનીની આંખોમાં શું જોયું કે એણે પછી આગળ બોલવાનું ચાલુ કરેલું પછી એ કહેતાં કહેતાં બેભાન થઇ ગઇ હોય એવું લાગે છે. ડોક્ટર તમે જુઓને આ શું થઇ રહ્યું છે

    નવનીતરાય અને ડો.ઇદ્રીશ બંન્ને સરયુ પાસે આવ્યા અને અવનીને એસી જરા વધુ ઠંડક આપે એવું કરવા કીધું. સરયુની આંખો તપાસી અને પછી એને થોડી વાર જોઇ રહ્યા એમને પણ સરયુની તબીયત અને માસનિકતા એમનાં ભણતર અને અનુભવ કરતાં પણ બહાર લાગી. એમણે કહ્યું "થોડીવાર રાહ જોઇએ નહીતર એનાં માટે હું આગળ કઇ... એ કંઇ આગળ બોલે પહેલાજ સરયુએ સળવળાટ કર્યો અને એણે ધીમે રહીને આંખો ખોલી એણે નવનીતરાય નીરુબહેન લોકોને જોયાં પછી પાછી આંખો બંધ કરી દીધી. એ થોડી સ્વસ્થ થવા લાગી એણે ફરી આંખો બંધ રાખીને જ નીરુબહેનને કહ્યું "મંમી તમે લોકો અહી શું કરો છો ? આપણે ક્યાં આવ્યા છીએ ? નીરુબહેનની આંખોમાં અશ્રુ આવી ગયાં એણે સરયુનાં કપાળે હાથ ફેરવતાં કહ્યું દીકરા અમે તારી સાથેજ છીએ. તને શું થાય છે ? તને કેમ છે ? બેબી અમે તારી પાસેજ છીએ છેલ્લાં 3 દિવસથી…. તારી તબીયત હવે કેમ છે ? ડોકટર અંકલ પણ અમારી સાથે આવ્યા છે. સરયુએ આંખો ઊંચી કરીને બધાની સામે નજર કરી નવનીતરાય, ડો.ઇદ્રીશ, નીરુબહેન, અવની અને આશા એણે કહ્યું મને શું થયું છે ? તમે લોકો કેમ અહી આવ્યા ? અમારી તો ટુર છે અવની કહેને આ લોકોને મને સારુંજ છે. ક્યારેક મને ચક્કર આવી જાય એવું લાગે છે બાકી હું એકદમ ઓકેજ છું મંમી પપ્પા અંકલ તમે બધા પાછા જાવ મારે બધા જોડે જવાનું છે. હજી મારી ટુર પુરી નથી થઇ.

    થોડીવાર સરયું શાંત થઇ ગઇ. આમ સરયુ વારંવાર શાંત થાય સૂઇ જાય જ્યારે જમવાનું આવે જમીલે. દિનચર્યાઓ પતાવે. પાછી ગાઢં નીંદ્રામાં ઉતરી જાય. એની આંખો સૂજી ગયેલી આંખોમાં જાણે વરસોનો થાક ભરાયો હોય એવું લાગતું હતું જાણે કેટલીયે રાત્રીઓનો ઉજાગરો હોય અને નીંદર પુરી કરતી હોય એવું લાગે. અવની આશા, નીરુબહેન બધાંજ એનાં પ્રમાણે સૂતા જાગતાં બધું પરવારતાં એક પળ એને એકલી ન્હોતો મૂકતાં, ગઇ રાતે તો એ એકલી ઉભી થઇ ગઇ હતી અને બારી પાસે જઇને ઉભી રહી ગયેલી. નીરુબહેનની નજર પડી એમણે એને સમજાવી પાછી સુવાડી દીધી. સરયુ પાછી શાંત થઇ ગઇ હતી.

    ડો.ઇદ્રીશે બધાની સામે જોઇને કહ્યું મારો અનુભવ મને એવું કહે છે કે જ્યાં સુધી એનો આત્મા એને જે કહેવું છે અને કર્યું છે એ પુરુ નહીં કરે ત્યાં સુધી એનું મન શાંત નહીં થાય આપણે એને આપણી સતત દેખરેખ હેઠળ રાખી રહ્યા છીએ અને દીકરા અવની તમે લોકોએ ખૂબ સાચવ્યું છે હજી થોડું સાચવી લેજો. એનાં માટે ખૂબ જરુરી છે. નીરુબહેને કહ્યું "હા દીકરા તારા મંમી પપ્પા સાથે અમે વાત કરી લીધી છે એ લોકોએ કહ્યું તમે લોકો સાથે છો અમે નિશ્ચિંત છીએ અને અમે અવની સાથે વાત કરી લીધી છે. અવની કહે" મેં અને આશાએ બંન્ને એ અમારાં ઘરે વાત કરી લીધી છે કોઇ ચિંતા નથીજ બલ્કે અમારાં પેરેન્ટસ પણ અહીં આવવા કહે છે મેં હમણાં ના પાડી છે. પણ તમે આંટી ચિંતા ના કરશો. નવનીતરાયે કહ્યું "હું આજે ફરીથી તમારાં પેરન્ટસ સાથે વાત કરી લઇશ. રહી ટૂર પણ અત્યારે જેસલમેર છે એ લોકોએ બે દિવસ એક્સટેન્ડ કર્યા છે. પછી અહીં થઇનેજ પાછાં જશો.

    અવનિ અને આશા કહે અમે સંપૂર્ણ નિશ્ચિંત છીએ અને સરયુની સાથેજ રહીશું અને એને એકદમ ઓકે કરીને સાથે લઇનેજ જઇશું આમ કહેતાં કહેતાં અવનીની આંખમાંથી આંસુ સરી પડ્યાં એની સાથે આશા અને નીરુબહેન પણ પોતાની જાતને કાબૂ ના કરી શક્યા અને એલોકો પણ રડી પડ્યાં. ડો.ઇદ્રીશ અને નવનીતરાયે કહ્યું " તમે લોકો એની સામે આમ ઢીલા ના થાવ તમારી મજબૂતી ખૂબ જરૂરી છે. તમે માનસિક જેટલા મજબૂત હશો સરયુને સંભાળી શકશો. પ્લીઝ હું સમજી શકું છું આ પળ એવી છે કે... એમ કહેતાં કહેતાં નવનીતરાય પણ ઢીલા થઇ ગયાં અને ડૂમો દબાવી ચૂપ થઇ ગયાં. ડો.ઇદ્રીશે નવનીતરાયને આશ્વાસન આપતાં કહ્યું કોઇ ચિંતા ના કરશો બધુ સારું થશે આપણી દીકરી એકમદ સાજી નરવી કરીને લઇને જઇશું. ચાલો શાંત થઇ જાવ.

    સરયુને શાંત થયેલી જોઇને બધાએ થોડો હાશકારો કર્યો બધાં આડે પડખે થયાં. નીરુબહેનતો બેઠાં બેઠાં નીંદમાં સરી ગયાં નવનીતરાય અને ડો.ઇદ્રીશ અવનીને જરૂર પડે બોલાવી લેવાની તાકીદ કરીને એમનાં રૂમમં ગયાં.

    *******

    અવની સરયુની બાજુમાંજ સૂઇ રહી હતી. ઘણાં દિવસની ઊંઘ જાણે પુરી કરી રહેલી. સરયુની પણ જાણે નીંદર પુરી થઇ રહેલી. નીરુબહેનની આંખ ખૂલી એમણે કંઇક સળવાળનો એદાજ કર્યો એમણે ઉભા થઇને રૂમની લાઇટ ચાલુ કરી ઘડીયાળમાં જોયું તો રાતનાં 2.36 થયા હતા. એમણે બાજુમાં સુતેલી આશાને જોઇ એ ઘસઘસાટ સૂઇ રહી હતી એમણે અવની અને સરયુને જોયાં એ લોકે પણ સૂઇ રહેલાં પરંતુ....

    સરયુ સૂઇ રહેલી પણ તેનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહેલાં એ જાણે ખૂબ ખુશ હોય એવું લાગી રહેલું એનાં ચહેરાં પર આનંદ છવાયેલો હતો. એ મનોમન કંઇક બબડી રહી હોય એવું લાગ્યું અને ચહેરાં પર શાંતિ છવાયેલી હતી તેઓ સરયુની નજીક આવીને એનું નિરીક્ષણ કરવાં લાગ્યાં. એ સરયુનાં ચહેરાની લાગણીઓને સમજવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. ક્યારેક ક્યારેક સરયુ ખૂબ પીડામાં લાગે છે ક્યેરક ખૂબ આનંદમાં. આ છોકરી સાથે ગત જનમની યાદો આટલી બધી ગહેરી કેવી રીતે છે ? એનાં લીધે એ કેટલું પીડાઇ રહી છે. એ થોડીક ક્ષણોમાં જાણે કોઇ બીજી જીંદગી જીવી રહી છે.

    એમણે મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી મારી સરયુને સારુ કરી દો. એમને એક વિચાર ઝબક્યો. મનમાં કોઇ નિર્ણય કરીને તેઓ પાછાં પોતાનાં બેડ તરફ ગયાં અને ઓશીકું અઢેલીને વિચારોમાં પડ્યાં. એમને થયું આ ઉપચાર પણ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે.? તેઓ સવાર પડવાની રહા જોવા લાગ્યાં.

    **********

    સ્તવન, સ્તવન હું તમારા વિના નહીં જીવી શકું સરયુનાં હાવભાવ પછી એની વાચા ખુલ્વા માંડી અને અવની એક અક્ષર કાને પડતાં જ બેઠી થઇ ગઇ. સરયુ એનાં બેડમાં અર્ધઉભી થઇને એનાં હાથ લાંબા કરીને કોઇને જાણે બોલાવી રહી છે. અવનીને ખ્યાલ આવી ગયો કે સરયુએ અધૂરો મૂકેલો દોર સાંધ્યો છે. એણે એનું રેકોર્ડીંગ કરવાનું શરૂ કર્યું સરયુનાં ચહેરા પર પાછી પીડા જણાવા માંડી સરયુએ કહ્યું "સ્તવન હવે તમે મને મારાં ઘરેથી આવીને લઇ જાઓ અને હવે મારાથી વિરહ નહીં સહેવાય. સ્તવન કહ્યું" મારી થીસીસ સબમીટ થઇ જાય એટલે હું મારા પેરેન્ટસને અહીં લઇ આવીશ એમ પણ એ લોકોને મેં જે વર્ણન કર્યું છે જયપુર એટલે જોવા આવવાની ખૂબ ઇચ્છા છે ત્યારે ચોક્કસ તારાં ઘરે આવીને તારો હાથ માંગી લઇશ. સ્વાતીએ કહ્યું બસ હવે એ પળની હું રાહ જોઊ છું.

    સ્વાતી અને સ્તવન શીશમહેલ જોઇને ત્યાંથી એમની ફેવરીટ રેસ્ટોરન્ટમાં ગયાં ત્યાં સાથે ડીનર લીધું અને અંધારુ થવા આવેલું સ્તવને કહ્યું સ્વાતી હવે તારે ઘરે જવું જોઇએ. ચાલ આપણે તું તારું એક્ટીવા લઇ લે આજે હું છેક સુધી તારાં ઘરે તને મૂકી જઇશ હું તને ફોલો કરીશ. સ્વાતી ખુશ થઇ ગઇ ચાલો હું તમને લઇ જાઉ કાશ હુ મારાં ઘરે પણ લઇ જઇ શકત.

    સ્તવન કહે એક દીવસ કાયદેસર રંગેચંગે આવીશ તને લેવા અને તને પરણીને લઇ જઇશ. આમ વાતો કરતાં કરતાં સીટીપેલેસ આવી ગયાં ત્યાંથી સ્વાતીએ એક્ટીવા લીધું. અને સ્તવન એની પાછળ પાછળ ફોલો કરી રહ્યો. સ્વાતી વારે વારે મીરરમાંથી પાછળ જોઇ લેતી હતી અને સ્માઇલ આપી રહી હતી. આમ કરતાં સ્વાતી એનાં ઘરે આવી ગઇ ઘરથી થોડેક આગળ એણે એક્ટીવા ઉભું રાખ્યુ અને દૂરથી સ્તવને કોઠી બતાવીને કહ્યું સામે દેખાય એજ મારું ઘર સ્તવને જોયું મધ્યમ કક્ષાની ખૂબ સુંદર કોઠી હતી ચારે બાજુ વિશાળ બગીચો હતો. સ્વાતી સ્તવનની પાસે આવી એક્ટીવા બાજુ પર પાર્ક કરી સ્તવન પાસે આવીને સ્તવને એનાં હોઠ પર ચુંબન કર્યુ અને બંન્ને જણાં હસતાં હસતાં છુટાં પડ્યાં.

    નીરુબહેને સવારે નવનીતરાયને બોલાવીને કહ્યું "મારે તમારી સાથે વાત કરવી છે. નવનીતરાયે નીરુબહેનનાં ચિંતીત ચહેરાને જોતાં કહ્યું " શું થયુ શું વાત કરવી છે ? નીરુબહેનનાં આંખમાંથી આંસુની ધાર વહી રહી એમણે કહ્યું ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ છે ઠીક છે પરંતુ આવા કેસમાં મને એવો વિચાર આવે છે કે આપણે કોઇ તાંત્રિકને બતાવીએ આપણાં કુટુંબમાં કોઇ છેજ નહીં આપણ ને સલાહ આપે આપણ ને હૂંક મળે બીજા જે છે તે તમારો સ્વભાવથી દૂર રહે છે. મારી એકની એક છોકરી છે મારાં ગુરુજીની સલાહ લઇએ કોઇ તાંત્રિકને બોલાવીએ મને તો એવો વહેમ છે મારી દીકરી આટલી પીડાય છે અને આટલા દિવસથી આપણે જોવા જ કરીએ છીએ. ડો.ઇદ્રીશ સારવાર કરે છે અને એવું જ કહ્યા કરે છે અને માનસિક શાંતિ એને બોલવા દો અને દવા આપી સુવાડી દે છે આમ હું જોયા નહીં કરુ મારી છોકરી ગુમાવી દઇશ ભલે એ બાહોશ ડોકટર છે પણ આપણે આ પ્રયત્ન કરવો જોઇએ.

    નવનીતરાયે કહ્યું "આમ આપણે ભણેલા ગણેલા જઇને આમ અંધશ્રધ્ધાનાં રસ્તે ન જવું જોઇએ. નીરુબહેન કહે ભણેલા એટલાં જ ખોટાં આટલા સમયથી આપણી દીકરીને જોઇ જ રહ્યાં છીએ. હું તમને પૂછી નથી રહી જણાવી રહી છં હું મારી રીતે તપાસ કરીને તાત્કાલીક ગુરુજીને પૂછી એમનું માર્ગદર્શન લઉ છું હું રાહ નહીં જોઊં હવે. નવનીતરાય સાંભળી રહ્યા અને નીરુબહેન કહ્યા સાથે ફોનમાં નંબર લગાડી રહ્યા નવનીતરાયે ડો.ઇદ્રીશ સાથે વાત કરી કહ્યું કે નીરુ કોઇ ગુરુજીને બોલાવવા માંગે છે સરયુની હાલત એનાંથી જોવાતી નથી. ડો.ઇદ્રીશે કહ્યું "માંરા પર ભરોસો નથી ? નવનીતરાય કહે વાત ભરોસાની નથી ભાઇ તારાં પર સંપૂર્ણ ભરોસો છે એટલે તો આજ સુધી તે કહ્યું એજ કર્યુંને નવનીતરાય અને ડો.ઇદ્રીશ સાથે રહ્યાં એમાં થોડાં વધુ નીકટ આવી ગયાં હતાં. નવનીતરાયે દોસ્તીનાં દાવે તુંકારે જ બોલાવવા માંડેલાં આમેય એ એમનાંથી 9/10 વર્ષ નાનો હતો. ઇદ્રીશે કહ્યું "ભલે તમારી આસ્થાને માન આપતાં હું બીજું કાંઇ નથી કહેતો પરંતુ મારી સારવારમાં કોઇ ફેરફાર કે બંધ નહી થાય. એટલું સમજી લેજો તમે કે સરયુ મારી પણ દીકરી સમાન છે આજે હું તમને પાકો ભરોસો આપું છું કે સરયુનો એક વાળ વાંકો નહીં થવા દઊં. એ જે કંઇ બોલી રહી છે. બોલી લેવાદો એ શાંત થઇ જશે પછી સાચી સારવાર શરુ થઇ જશે. એને કંઇ પછી યાદ પણ નહીં આવે નહીં કોઇ પીડા હોય નવીજ જીંદગી એની શરૂ થઇ જશે.

    નવનીતરાયે ડો.ઇદ્રીશનો હાથ પકડી લેતાં કહ્યું મને પાકો ભરોસો છે મિત્ર પણ જ્યાં સંતાનની વાત આવે ત્યારે કોઇપણ માં એનું દર્દ પીડા નથી જોઇ શકતી ઠીક છે તું તારી સારવાર ચાલુ રાખ ભલે ગુરુજી આવી જતાં. આપણને એમની પણ હૂંફ રહેશે.

    નવનીતરાયે નીરુબહેનને પૂછ્યું શું થઇ વાત ? નીરુબહેન કહે તમે અહીં એક રુમ રીઝર્વ કરાવી લો અને એમની અહીં આવવાની એરટીકીટ કરાવી લો. ગુરુજી તરતજ આવવા તૈયાર થઇ ગયાં ઉપરથી મને વઢ આપી કે આટલા સમયથી આમ થઇ રહ્યું મને તમે જણાવતાં નથી ? મેં કહ્યું એમને પ્લીઝ તમે અહીં આવી જાવ હું તમારાં આવવાની બધી વ્યવસ્તા કરું છું તમે આવો પછી રૂબરૂ વાત કરીશ. તમે બધી એમની આવવા રહેવાની વ્યવસ્થા કરી લો. સાથે રહેલાં ઇદ્રીશ કહ્યું તમને વાંધો ના હોય તો એક સૂચન કરું ? આ છોકરીઓ ક્યારથી અહીં છે એ લોકોને પાછી મોકલી દો અને એમનાં પેરેન્ટસ ચિંતા કરતા હશે. અને મારે રઝીયા સાથે વાત થઇ ગઈ છે પણ અહીં આવવા માંગે છે રોજ મારે એની સાથે ફોન પર વાત થાય છે. રઝીયા પણ ભલે આવતી એ અવનીની સાથે રહેશ. નીરુબહેનને વાત ઠીક લાગી એમણે કહ્યું આ પારકી છોકરીઓ અહીંયા છે એ લોકોને ટુર કાલે પાછી જવાની એમની સાથે પાછી મોકલી દો રઝીયાબેન પણ ભલે આવતાં. નવનીતરાયે કહ્યું ભલે અને એમણે કહ્યું હું બધી વ્યવસ્થા કરું છું.

    નીરુબહેન ડો.ઇદ્રીશ સરયુનાં રૂમમાં ગયાં ત્યારે સરયુ પાછી શાંત થયેલી હતી ડો.ઇદ્રીશે અવનીને કહ્યું તુ બહાર આવ અને આશાને સરયુ પાસે બેસાડીને નીરુબહેન, ડો.ઇદ્રીશ અને અવની બાજુનાં રૂમમાં આવ્યાં. ડો.ઇદ્રીશ કહ્યું અવની બેટાં સરયુનું જે કંઇ રેકોર્ડીંગ છે એ મને પહેલેથી સંભળાવ અવનીએ કહ્યું બે ભાગ છે મારી પાસે પણ છે અને ડો.જોષીનાં ફોનમાં પણ છે તે. જોષીનું એ સાંજે આવે એટલે સાંભળી શકશે. અવનીએ એનાં ફોનમાં રેકર્ડ થયેલું સાંભળ્યું જે અડધેથી અત્યાર સુધીનું હતું પહેલાનું ડો.જોષી પાસેથી સાંભળી લેશે ડો.ઇદ્રીશે કહ્યું ભલે દીકરા તમે જાવ સરયુ પાસે. અને ડો.ઇદ્રીશે નીરુબહેનને કહ્યું એની કોઇ ઇચ્છા અધુરી છે એવું બતાવે છે અને અહીંની કોઇ જગ્યા એને.. ઠીક છે હમણાં કંઇ કહેવું વહેલુ ગણાશે પણ તમે ચિંતા ના કરશો બધું સારુ થઇ જશે આ છોકરીઓને પણ તમે જણાવી દેજો.

    નવનીતરાયે પરવીનને ફોન કર્યો "પરવીન કહે" હાશ હું કાગડોળે રાહ જોતી હતી તમારાં ફોનની નવનીતરાયે નીરુબહેન સાથે થયેલી વાત કીધી બધી ગુરુજીને ડીટેઇલ્સ આપીને કહ્યું એમનિ સુરતથી જ ઉપડતી ફલાઇટ છે જયપુરની એ રાતેજ બુક કરાવી લે સાથે રઝીયાબેનની કરાવવાની છે ડો.ઇદ્રીશનાં પત્નિની એમને પણ આવવું છે. તો અહીં સરયુની બે ફ્રેન્ડ્રસ છે એ લોકોને ટુર સાથે જ પાછી મોકલી દેવાય એમનાં પેરેન્ટસ ચિંતા કરશે. એનાં કરતાં….. પરવીન કહે અવની માની જશે ? પણ હું તમને એમ કહું છું મેં અહીં ઓફીસમં બધુ જ મેનેજ કરી લીધું છે હું પણ આવું છું હવે હું એકલી રહી ચિંતા કરતી નહીં બેસી રહું હું દીદી સાથે સરયુ સાથે રહીશ ભલે એની ફ્રેન્ડસ પાછી મોકલીએ પ્લીઝ મને ના ન પાડતાં નવનીતરાય કહે પણ તું.. પ્લીઝ સમજ નથી જરૂર એવી અને પરવીન કહે તમારે જે વિચારવું હોય વિચારજો અને દીદી પણ હું આવવાની જ હું બધાની વ્યવસ્થા કરુ છું અને બધાને સારી રીતે ત્યાં લઇ આવીશ મારી પાસે તમે મોકલેલ હોટલની બધી વિગત છેજે કેમકે મેં ત્યાં પેમેન્ટ નેટથી અમુક કરેલું છે એટલે ચિંતા ન કરશો હું આવવાનીજ છું હું બેબી પાસે રહીશ. કહીને નવનીતરાય શું જવાબ આપે છે સાંભળ્યા પહેલાંજ ફોન કાપી દીધો.

    બીજે દિવસે સવારે ગુરુજી બાલકનાથ, રઝીયા, પરવીન જયપુર આવી ગયાં. બધાને લેવા માટે હોટલની કારમાં નવનીતરાય આવી ગયેલા અને બધાને લઇને તેઓ હોટલ જવા રવાના થઇ ગયાં. નવનીતરાયે રસ્તામાં ગુરુજીને પુછ્યું કંઈ આગવડ નથી પડીને ગુરુજી ? ગુરુજીએ પરવીન તરફ ઇશારો કરતાં કહ્યું આ દીકરી એટલી કાળજી અને સગવડ સાથે અહીં લઇ આવી છે કે ક્યારે સફર પુરી થઇને પહોચી ગયા ખબર નથી પડી. રઝીયાએ પણ સંમતિસૂચક માથું હલાવું પરવીને કહ્યું "બાપજી મારી ફરજ છે. નવનીતરાય પરવીન સામે પ્રેમ અને ગોરવ અનુભવતા જોઇ રહ્યા.

    પ્રકરણ -16 સમાપ્ત

    સ્વાતી સ્તવન શીશમહલની મુલાકાત પછી વધુ એકમેકનાં બની રહ્યાં નીરુબહેને ગુરુજીને બોલાવી લીધાં સાથે રઝીયા અને પરવીન પણ આવી ગયાં. સરયુની માનસિક બીમારી છે કે કોઇ અગમ્ય સંબંધ છે એવી સારવાર અને ઉપાય શોધવા બંન્ને રીતે વિચાર કરવા લાગ્યા. સરયુ ને સ્તવનની હવે કેવી સ્થિતિ સરયુ કહે છે વાંચો પ્રકરણ આગળ આવતાં અંકે "