રહસ્ય (અંતિમ પ્રકરણ ) Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય (અંતિમ પ્રકરણ )

પૃથ્વી ઉપર રાત ન હોત તો? ન હોત તો, એવું વિચારતા જ વ્યાકુળ થઈ જવાય છે નહિ? માણસ,પશુ, પક્ષીઓ દુનિયાનો કોઈ જીવ દિવસ પછી રાત જંખે જ છે. પોતાની જાતને ફરી તરોતાજા કરવા, મીઠી ઊંઘમાં સરવા રાત જરૂરી છે. દરેક રાતની એક સવાર નક્કી હોય છે. તેવી જ એક સવારે સૂરજની પહેલી કિરણ બારીમાંથી ડોકિયું કરી, ઘરમાં આવી રહી હતી. ઘરની પાછળ ખુલ્લા ખેતરોમાંથી કોયલ, મોરના ટહુકાઓ સંભળાઈ રહ્યા હતા. મમ્મી આજકલ જગાડવા નથી આવતી. આવે પણ કયાંથી ? તે મને ઊઠાડી-ઉઠાડીને થાકી જાય, પણ હું ટસનો મસ ના થાઉં! આજકાલ તેણે નવો પેતરો અજમાવ્યો છે. રોજ સવારે આવી, મારા ઓરડાનો પંખો બંધ કરી જાય છે. ગરમીના કારણે, હું પથારીમાં પડખાઓ ફર્યા કરું. ઊંઘવું મારુ પ્રિય કામ છે પણ, ના જાણે કેમ આજે ઊંઘ નોહતી આવતી. ઘડિયાળમાં જોયું તો હજુ સાત ને ત્રીસ થઈ છે. મમ્મી હજુ ઓરડામાં આવી નોહતી... તે ફરતા પંખા ઉપરથી અજયે નોંધ્યું.

ફરીથી તેને પોતાનો ધાબળો ખેંચી મોઢા ઉપર ઓઢી ઊઘવાનો પ્રયત્ન કર્યો પણ કામયાબી મળી નહિ.

"બે યાર ઉંઘ કેમ નથી આવતી..."

તે પથારી પર બેઠો થઈ ગયો..

રાત્રે ઉંઘ સાથે સંકેલી મુકેલા વિચારોએ ફરી જોર પકડ્યું...

માથું ભારે થઈ ગયું હતું. આંખો ચોળતો, આળસ મરડતો , તે ઓરડાની બહાર નીકળ્યો...

ગાય ભેંસોને મમ્મી ચારો મૂકી રહી હતી. પિતાજી ભેંસોની દોવાઈ કરી રહ્યા હતા.

"સૂરજ આજે કઈ દિશામાંથી ઉગ્યો છે?"

પિતાજીની વાત સાંભળી ન સાંભળી, તે પોતાના જ વિચારોમાં ડૂબેલો હતો. ખરેખર તે સપનું હતું! તેને વિશ્વાસ નોહતો આવી રહ્યો. મહિનાઓ સુધી જે મેં કર્યું, રાજદીપ,મજીદ, પ્રિયા....

પ્રિયાનું નામ લેતા જ ફરી તે હતાશ થઈ ગયો.

" આ સપનું હોઇ જ ન શકે."

"શુ ના હોઈ શકે?" પિતાજીએ પૂછ્યું.

"કઈ નહિ, પપ્પા..."

"કઈ તો થયું છે તને.કાલે રાત્રે પણ, તું રાડ કરી ઉઠી ગયો હતો.અત્યાર પણ હું ને તારી મમ્મી ક્યારના જોઈએ છીએ તારું ધ્યાન નથી. તબિયત તો ઠીક છે ને?"

"હા પપ્પા બધું એકદમ ચકાચક...."કહેતા તે બે હાથ હવામાં ઉપર કરી.

"એક.... દો... તીન.. ચાર...

ચાર… તીન.. દો… એક..." બોલતા બોલતા કસરત કરી રહ્યો હતો.

***

"સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં જાય છે?" પપ્પાએ કહ્યું.

"કઈ નહિ પપ્પા‌.અહીં જ વિજય અને કલ્પેશને ત્યાં..."

પપ્પા કઈ ઊંડા વિચારોમાં સરી ગયા.

"હું જલ્દી આવી જઈશ..."કહેતા જ તે નીકળી ગયો"

ગામના પાદરે વડલા પાસે ફોન કાઢી નંબર ડાયલ કર્યા.

ફોન અસ્તિત્વમાં નોહતો. એટલે તેણે વિજયને ફોન કર્યો...

તેનો ફોન પણ અસ્તિત્વમાં નથી. એવુ કેમ? એક સાથે બને ટણપાઓ ફોન બંધ રાખીને બેઠા છે. કાલ રાત્રે ચેટ કરી ત્યાં સુધી બંનેના નંબર પણ મારામાં સેવ હતા. અત્યારે નંબર પણ સેવ નથી બતાવતા! સુતા હશે બને નમૂના! ત્યાં જઈને જ ઉઠાડી આવું બંનેને...

ગામડાનું સમુદ્ર અને સુખી વાળી-ઘોડી વાળા સમૃદ્ધ ખેડૂતનું ઘર હતું. મોટું વિશાળ આંગણું, પાકા મકાન,આંગણામાં વિવિધ વૃક્ષ, ફળ, ફૂલ, ગાયો-ભેંસો બાંધેલી હતી.

કલ્પેશની મમ્મી, ગાયો ભેંસોને નવડાવી રહ્યા હતા.

"માસી, કલ્પેશ ક્યાં છે?"

"કોણ કલ્પેશ?" સામેથી જવાબ આવ્યો.

"તમારો પુત્ર.કલ્પેશ.." અજયે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"અહીં કોઈ કલ્પેશ નથી રહેતો. તારી કાંઈક ભૂલ થાય છે." સાંભળતા જ તે દરવાજાની બહાર નીકળી ગયો. આ કઈ રીતે સંભવ છે. કલ્પેશની મમ્મીએ એવું કેમ કહ્યું અહીં કોઈ કલ્પેશ નથી રહેતો. તે દોડતો વિજયને ત્યાં ગયો, ત્યાંથી પણ તેને આજ પ્રકારના જવાબ મળ્યા! આ શું થઈ રહ્યું છે??વર્ષોથી આ જ ગામમાં રહેતા મારા પાકા ભાઈબંધોને એના માં-બાપ પણ નથી ઓળખતા.. ગામના જ એક બે મિત્રોને તેણે કલ્પેશ, વિજય વિશે પૂછ્યું, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓને તેમના અલકમલકના કારસ્તાનોને યાદ કરવાનું પ્રયત્ન કર્યો પણ અંતે શૂન્ય જ મળ્યું. ક્યાંક તે ટાપુ કલ્પેશ, વિજયના અસ્તિત્વને જ નથી ભરખી ગયું ને? મારે જ કોઈ રસ્તો શોધવો રહ્યો. આંખોમાં આંસુનું એક ટીપું પડ્યું, તેની સાક્ષીમાં જ જાણે તેણે તેના મિત્રોને શોધવાનું પ્રણ લીધુ!

"અંજાર જાઉં છું. મોડું વહેલું થઈ શકે છે. કામ ન પત્યું તો એ બે દિવસ પણ લાગી જશે" અજયે તેના પિતાને કહ્યુ.

"કેમ અચાનક દિકરા અંજાર જવાનું થયુ??"

પપ્પા સામે અચાનક વાતો ગુંથી તેણે કહ્યું.

"જલ્દી આવી જઈશ..." કહેતા તે ઘરેથી નીકળી પડ્યો. સમુદ્રના મોજાઓ ઉછાળા મારી રહ્યા હતા. ભરતીનો સમય હતો. જોરજોરથી ફૂંકાઇ રહેલા,પવનમાં લાઈનમાં ઉભેલા હજારો વહાણોના વાવટાઓ ફરકી રહ્યા હતા. સાથે સાથે મોટી લંગરોમાં બાંધેલા જહાજો હલી રહ્યા હતા. કેટકેટલા લોકો તેની ઉપર કામ કરી રહ્યા હતા. ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને અજયે પુછયું.

" અહીં કોઈ મજીદ નામનો યુવાન છે જે જહાજમાં નોકરી કરે છે. તેની પાસે એક નાનકડી બોટ પણ છે."

"હા અહીં ઘણા બધા મજીદ છે. તમને ક્યાં મજીદને મળવું છે?" તેણે જવાબ આપ્યો. બધા મજીદને મળ્યો પણ તે ના મળ્યો જેની અજયને શોધ હતી. નિરાશ થઈ તે પથ્થર પર બેસી વિશાળ સમુદ્રનો કિનારો જોતો રહ્યો. અહીંથી જ શરૂ થયેલી અમારી સફર, આર્મીના વસ્ત્રોના અમે પ્રોફેશનલ આર્મીમેન લાગતા હતા.

આર્મીમેનથી યાદ આવ્યું, સફરમાં અમારી સાથે કેપ્ટન રાજદીપ પણ હતા. તેની છાવણી પણ અહીં જ આસપાસ છે. છાવણી પાસે આવતા જ, બધી યાદો તાજા થઈ ગઈ, હસતા રમતા મસ્તીઓ કરતા તે ચેહરો ફરી આંખ સામે રમવા લાગ્યા..

ગેટ પાસે આવીને તેણે કહ્યું."કેપ્ટન રાજદીપને મળવું છે."

"અહીં કોઈ રાજદીપ નામની વ્યક્તિ નથી. તમારી કોઈ ભૂલ થતી હોય તેવું લાગે છે."

મનમાં જે તેણે જવાબ આપ્યો,ભૂલ થતી નથી, ભૂલ થઈ ગઈ. આ જવાબથી મને કોઈ આશ્ચર્ય નથી થયો,આજ સવારથી જ મને આવું વિચિત્ર સાંભળવાની આદત થઈ ગઈ છે. હવે મારે શું કરવું જોઈએ, ફરીથી તે ટાપુ ઉપર એકલા જવુ જોઈએ? ત્યાં પણ તે લોકો નહીં હોય તો! હવે ફક્ત પ્રિયાને શોધવાની બાકી છે. મણી તેની પાસે છે. તે પણ નહીં હોય તો! તેનું પણ કોઈ અસ્તિત્વ નહિ હોય તો? કઈ રીતે હું મારા મિત્રોને ફરી પાછા આ દુનિયામાં લઇ આવીશ...??

ગામના તે જ વડલા પાસે અજય બેઠો હતો. બધું જાણીતું હોવા છતાં અજાણ્યું લાગતું હતું. અહીં જ તેણે પ્રિયાને પહેલી વાર જોઈ હતી. પહેલી વારમાં જ બંનેની આંખો મળી, આવનાર ભવિષ્યની ભવિષ્યવાણી તો અહીંથી જ થઈ ચૂકી હતી. રસ્તેથી પસાર થતી, એક સ્ત્રીને પ્રિયાના ઘર વિશે પૂછ્યું.

" હા અહીં ગામના નાકા પાસે જ તેનું ઘર આવેલું છે."

"જી ધન્યવાદ " કહેતા તેના પગ પ્રિયા પાસે જવા ઉતાવળા થયા...

ઘર મોટું અને વિશાળ હતું. જાણે કોઈ સમુદ્ર ધનપતિનું ઘર હોય, દરવાજે ડોરબેલની સ્વીચ મૂકી હતી. પ્રિયાને જોવાની જિજ્ઞાસા હતી. દરવાજો ખુલે ત્યાં સુધી પણ તેનું મન રાહ જોઈ શકે તેમ ન હતું. દરવાજો મોટી ઉંમરના બા એ ખુલ્યો.

" શુ આ પ્રિયાનો ઘર છે?" અજયે પૂછ્યું.

"જી,પ્રિયાનું ઘર છે.તમે કોણ?"

આ લોકો પણ મને નથી ઓળખતા.કલ્પેશનો મિત્ર કહીશ તો કલ્પેશનો તો અત્યારે કોઈ અસ્તિત્વ જ નથી..

"બા, હું પાસેની કોલેજમાં જ ભણું છું. મારે પ્રોજેક્ટને લઈને તેનાથી ચર્ચા કરવી હતી. હું પાસેના જ ગામમાં રહું છું. શુ હું પ્રિયાને મળી શકું?"

"તે અમદાવાદ કોલેજ કરે છે.આજે સવારે જ નીકળી ગઈ..."

"ઓહ... શુ મને તેના નંબર મળી શકે?"

"હા.… કેમ નહિ!"

ફરી ગામના તે જ વડલા પાસે આવીને પ્રિયાને ફોન મળાવ્યો.

"કોણ અજય?"

ઘણા દિવસ પછી, પ્રિયાનો અવાજ સાંભળ્યો.કોણ અજય? શબ્દ સાંભળતા તેનો હ્દય હણાઇ ગયો. મિત્રોને તો ખોયા, હવે પ્રિયા પણ મને નથી ઓળખતી...

સામેથી ફરી આવાજ આવ્યો"કોણ અજય??"

"બહુ લાંબી વાત છે. મારે તને મળવું જરૂરી છે."

"મારું મળવું જરૂરી છે? કઈ રીતે? પહેલા તું મને કે, તારું મને મળવું કેમ જરૂરી છે? એ‌ પછી હું નક્કી કરું, કે તને મળવું કે નહીં!"

"તે પૌરાણિક શિવ મંદિર વિશે તો સાંભળ્યું હશે? ત્યાં કેટલાક સમય પહેલા કેટલાક ચાંચિયાઓ દેખાયા હતા. જેથી હું વિજય, તારા ફઇનો છોકરો કલ્પેશ, અમે તને મળવા આવ્યા હતા. તારા કહેવા પ્રમાણે, તારા પપ્પાના મિત્ર જુના ગાઈડને મળવા કચ્છના રણમાં ગયા હતા." અજયે કહ્યું.

"શુ સ્ટોરી છે!! છોકરીને ફસાવાની સારી રીત છે. હું તારી આ વાહિયાત વાત સાંભળી તને મળીશ એવુ તે માની લીધુ? સારી ઇન્ફોર્મેશન ભેગી કરી છે તે મારા વિશે.બીજી વખત ફોન ના કરતો નહિતર પોલીસ કંમ્પ્લેઇન કરીશ...." કહેતા કે તેણે ફોન મૂકી દીધો....

"તીખી મીરચી છે."

***

ગુજરાત યુનિવર્સિટીના ઝુલોજી ડિપાર્ટમેન્ટ સુધી તે આવી ગયો હતો. પાસે રહેલી ચાની એક ટફરીએ તે બેસીને પ્રિયાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં તે ત્યાં આવી ગઈ હતી. એંકલ સુધી જીન્સ, પ્લેન શર્ટ, હાથમાં આઈ ફોન એક્સમાં તે મોર્ડન લાગતી હતી. તેનો વ્યક્તિ ખૂબ આકર્ષિત લાગતો હતો. અજય પ્રિયાને અપલક જોતો રહ્યો.તેની સાથે તેની બે ફ્રેન્ડ હતી.

અજય મુંઝવણમાં હતો કે કઈ રીતે તે પ્રિયા સાથે વાત કરશે.. ત્યાં જ તેના ગળામાં પહેરેલી મણી દેખાણી, અમારા બંનેના સંબધની આ મણી સાક્ષી રહી છે.અજય રાહ જોઇને બેસી રહ્યો કે ક્યારે તેની ફ્રેન્ડ તેનાથી દૂર જાય! છેલ્લા સાત દિવસથી આજ નિત્યક્રમ ચાલુ હતો.અજય રોજ સવારે ત્યાં આવે,પ્રિયા ક્યારે એકલી પડે તેની રાહ જોઈને બેસી રહે.

ફાઇનલી,પ્રિયા આજે એકલી હતી. સીધું તે જઈને પૂછીશ તો તે મારા પર ભડકી જશે!અજય હિંમત કરી પ્રિયાની બાજુમાં બેઠો...

"હૈ.… માય સેલ્ફ અજય.."

"આઇમ પ્રિયા..." કહેતા તેની નજર ફરી તેના મોંઘા આઈ ફોનની સ્ક્રીન પર જતી રહી...

" તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં છો?"

"ઝુલોજી.." પ્રિયાએ કહ્યું.

"હું બોટનીમાં છું.સામે જ છે. અમારો ડિપાર્ટમેન્ટ.."

"તમને ક્યારેય જોયા નથી..." પ્રિયાએ પૂછયું.

"ન્યુ જોઇનિંગ..."

"ઓહ નાઈસ...કેવી લાગી કોલેજ..?."

"સુંદર... "

"ચા લેશો?" પ્રિયાએ અજયને કહ્યું.

"યાહ આફકોર્સ....

આજ રીતે મુલાકાતનો નિત્યક્રમ શરૂ થયો. ચા ના કપના કપ ખૂટવા લાગ્યા...

"તું જાદુમાં વિશ્વાસ કરે છે?" અજયે પૂછ્યું.

"જી નહિ, બિલકુલ નહિ! તું માને છે. આ બધી વસ્તુઓમાં ?"

"હું ફક્ત માનતો નથી.થોડો જાદુ જાણું પણ છું."

"ઓહ કમ કોન, હું હાથની સફાઈની વાત નથી કરતી..."પ્રિયાએ કહ્યું.

"હું પણ હાથની સફાની વાત નથી કરતો, રિયલ મૅજીકની વાત કરું છું. હું અત્યારે જ તને કરીને બતાવી શકું..."

"ઓહ અચ્છા, ચલ બતાવ..."

"તેના માટે તારે મને કંઈ આપવું પડશે, કોઈ કિંમતી વસ્તુ..." અજયના કહેતા જ તેણે પોતાનો આઈફોન અજયના હાથમાં મૂકી દીધો...

"આ નહિ, કોઈ ઘરેણું..."

ગળામાં પહેરેલ મણી ઉતારીને અજયના હાથમાં આપતા જ તે બોલી ઊઠી. "અજય આપણે અહીં શુ કરીએ છીએ??"

ફાઇનલી અજયે જે ધાર્યું હતું તે જ થયું. મણી ઉતરતા જ તેને બધું યાદ આવી ગયું. આ પણ એક મણીનું જાદુ કહી શકાય.

"બધાનું અસ્તિત્વ જોખમમાં છે.તું અને હું જ બચ્યા છીએ. તારા સુધી આ રીતે પોહચતા,મને મહિનો થવા આવ્યો,આપણે જલ્દીથી ત્યાં શિવમંદિર જવું જોઈએ..."

***

અમાવશની કાળી મેશ જેવી અંધારી રાત હતી. મારા અને પ્રિયાના ચાલવાથી સુકાઈ ગયેલા પર્ણો પર વિચિત્ર અવાજ ઉતપન્ન થતો હતો. દુશ્મન અમારી રાહ જોઇને જ બેઠા હતા. ચાંચિયાઓની આખી ફોજ અમારી ઉપર ગોળીબાર કરી રહી હતી. જેથી અમારે ટેકરીઓની પાછળ છુપાવું પડ્યું. કેપ્ટનની આજે ખૂબ જરૂર છે. આપણી મદદ માટે અહીં કોઈ નથી. ઘડિયાળ ફિટ રાત્રીના બારનો ટકોરો થતા જ મણીનો પ્રકાશ ખૂબ વધી ગયો. મણિના પ્રકાશમાં અમે જાણે અંજાઈ ગયા ગોળીબાર કરતા ચાંચિયાઓની તરફ મણીનો પ્રકાશ કરતા, બધા ચાંચિયાઓ ત્યાં જ મૂર્છિત થઈ ગયા હતા. પણ ના જાણે કેમ, અહીં ચાંચિયાઓ સિવાય કોઈ બીજાની ઉપસ્થિત પણ મેહશુસ કરી શકાતી હતી. કોઈ પ્રેત કોઈ ચુડેલ, કે ભટકતી આત્માઓ...

વાતવરણમાં ભંયકર અવાજો થઈ રહ્યા હતા. પોહચા હદયનો મનુષ્ય તો હાર્ડ એટેકથી મરી જાય! આટ આટલું જોયું, મેહશુસ કર્યું, તે એમને તોડી ન શકી તો હવે અમારું કોઈ વાળ સુધા વાંકો નહિ કરે!

મોઢું ફાળી, અઘરું અમારી તરફ વધી રહ્યું હતું.

"મારી ચિંતા નહિ કર, તું જલ્દી શિવમંદિરની અંદર જા..." અજયે કહ્યું.

કાળ જાણે આકાશમાં મંડરાઈ રહ્યો હતો. આકાશમાં કાળો ભમ્મર ઘાટા રંગનો ધુવાળો અંધારી રાતને વધુ અંધારી અને ગાઢ બનાવતું હતું. અંધારની પાછળ મોટી જટાધારી કોઈ આકૃતિ મારી તરફ વધી રહી હતી. તેનું આખુ શરીર ભભુતધી ભર્યાલું હતું. તેની લાલ આંખો અંગારાઓ જરતી હતી. હાથમાં એક હાડકું હતું. હવામાં ઈશારો કરતા, અજય હવામાં ઉંચાકાંઈ ગયો. હાડકું નીચું કરતા, તે જોરથી જમીન સાથે અથડાતા, લાલ રક્ત તેના માથાના ભાગથી ચહેરા તરફ વહી રહ્યું હતું. તે દર્દથી કરગરી ઉઠ્યો. તે ભભૂતધારી આટાલથી સંતુષ્ટ ન થયો હોય તેમ,એક વૃક્ષ થડથી ઉખાડી અજયની ઉપર ફેંક્યો! અજય મૂર્છિત હવામાં સરી પડ્યો! ફક્ત શ્વાસ ચાલુ હતો....

ફરી તે ભભુતધારીએ એક વિશાળ સિલાને હવામાં ઊંચકી...

પ્રિયાએ મણીની મંદિરમાં સ્થાપના કરી દીધી હતી. આસપાસ આવતા અવાજો, ફરતી આત્માઓ, ચાંચિયાઓ બધું અદ્રશ્ય થઈ ગયું. વાતાવરણમાં નીરવશાંતિ પ્રસરી વળી, જાણે અહીં કઈ થયું જ ન હોય! અજય મૂર્છિત હતો....

પ્રિયાએ તેના તરફ દોડ લગાવી..

"અજય, પ્રિયા......"

અંધારમાંથી આવી રહેલા, રાજદીપ,કલ્પેશ,વિજય, મજીદનો અવાજ સાંભળી પ્રિયાના કાન ચમક્યા! અજય પણ અવાજ સાંભળી ઉભો જ થઈ ગયો!

ખજાનો મળવાનું કોઈ ઉત્સાહ ઉમંગ બંનેમા દેખાણો નહિ, જેટલો આ લોકોના આવવાનો....

મંદિરની દીવાલો હલનચલન કરવા લાગી,જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય! કોઈ ગુપ્ત પ્રવેશ દ્વાર જે વષોથી અકળાઈને ખુલ્યો, જેનો કર્કશ અવાજ વાતવરણમાં ગુંજી ઉઠ્યો..

સમાપ્ત.