રહસ્ય:૨૪ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

રહસ્ય:૨૪

મણી અમારી સામે જ હતી. તેમાંથી નીકળતી પૂર્ણિમાંના ચાંદની જેવી રોશની જ્યારે બરફ ઉપર પડે, ત્યાર કેવો દ્રશ્ય રચાય? બરફમાંથી નીકળતી ઠંડી વરાળ ઉપર ઉઠે ત્યારે જાણે ચાંદની ચાંદ તરફ જઈ રહી હોય તેવો જ દ્રશ્ય અહી રચાયો હતો. મહેલના આ ભાગમાં દૂધ જેવી સફેદ રોશની ફેલાઈ હતી. જે આંખ ને જોવી ખૂબ ગમે તેવી હતી. બધા બરફની અંદર બનાવેલી સુરંગમાં પગ ફેલાવી બેઠા હતા.

"આપણે મહિનાઓથી જેને શોધી રહ્યા છીએ, તે મણી, આપણી બિલકુલ સામે છે. પણ આપણે કઈ જ નથી કરી શકતા! ક્યાર સુધી આમ હાથ પર હાથ ધરીને બેઠા રહેશું?" કલ્પેશ કહ્યું.

"હાથ પર હાથ ધરી નથી બેઠા...

વિચારી રહ્યા છીએ. આ કોઈ તારી કોઈ વિડીયો ગેમ નથી..કે હિરો કૂદીને મણી પકડી લે!" વિજયે કહ્યું.

અમારા શરીરની ઉષ્માથી, બર્ફીલી સપાટી પીગળવા લાગી હતી. રાજદીપે બેગમાંથી ચપ્પુ કાઢી, બરફની ઉપર ખાંચાઓ પાડી રહ્યો હતો.

"રાજદીપ, કેમ ખાંચાઓ પાડી રહ્યા છો?" મજીદે પૂછ્યું.

"કેમ કે આ બરફ પીગળી રહી છે. આપણે આપણું સંતુલન જાળવવા, સપાટી પર પકડ જમાવવા માટે આ જરૂરી છે."

ટીપ ટીપ કરી, અમે જ્યાં બેઠા હતા,ત્યાંથી બરફ પીગળી, નીચે તરફ જઇ રહી હતી. નીચે સાપ-વીંછીની સેના ફુફાંળા મારી રહી હતી. અજય ઉભો થઇને તે બોક્સ તરફ વધ્યો જેની ઉપર તે મહેલના નીચેથી ઉપરની તરફ આવ્યા હતા.

"ક્યાં જાય છે?"

"બોક્સ તરફ... બોક્સ ઉપર નીચે થઈ શકે છે, તો તે સાઈડમાં પણ જઈ શક્શે ને?"અજયે કહ્યું.

" હા તે વાત તો સાચી છે પણ હવે આપણી પાસે બસ એક જ ચાન્સ છે. આપણે તે બોક્સનો હવે લાસ્ટ ટાઈમ જ ઉપયોગમાં લઇ શકીશું...." રાજદીપે કહ્યું.

"આપણે તે બોક્સને મણીની દિશામાં લઈને જશું, તો પણ તેની પોહચથી બહુ દૂર રહી જશું...." અજયે કહ્યુ.

બધા ફરી બોક્સની ઉપર ગોઠવાઈ ગયા. બોક્સ પર" લેફ્ટ ટર્ન " બોલતા જ બોક્સ આગળ વઘ્યો.

બરફની નીચેથી ઉપર સુધીની દિવાલ તરફ વધી રહ્યો હતો.

"અજય, પ્રિયા, કલ્પેશ, જલ્દીથી અહીં આવી જાવ... "

આ બોક્સ, બરફને ચીરતો આગળ વધશે, તમે ત્યાં ઉભા નહિ રહી શકો....

અને થયું પણ તેવુ જ.બરફની દિવાલ ધરાશાહી થઈ ગઈ, નીચેની જમીનમાં બરફ જે રીતે ભૂકંપમાં પડેલી ઇમારતનો મલબો પડ્યો હોય તેમ ફલાઈ ગયો...

રાજદીપે બીજા બોક્સને આગળ વધવાનું કહ્યુ.

"અજય તને હવામાં લટકી રહેલા બરફના ટુકડા દેખાય છે?"

"હા દેખાય છે. આ કેવી રીતે સંભવ છે?"

બોક્સ આગળ વધી રહ્યો હતો. ત્યાં જ અચાનક જોરદાર ધમાકો થયો, અમે બધા હલી ગયા. અમારી જાત નીચે પડતા માંડ બચાવી શક્યા.

"બોક્સ ક્યાંક અથડાયો છે?" પ્રિયાએ કહ્યુ.

"પણ અહીં તો કઈ જ નથી. હવા સાથે કઈ રીતે કોઈ વસ્તુ અથડાઈ શકે?" રાજદીપે કહ્યુ.

"રાજદીપ તમેં કહ્યું હતું. તમને બરફના ટુકડાઓ હવામાં તરતા દેખાઈ રહ્યા હતા. હોઈ શકે અહીં કોઈ, અદ્રશ્ય વસ્તુ હશે, જે આપણે જોઈ ન શક્તા હોઈએ?" અજયે કહ્યુ.

રાજદીપે હાથ લંબાઈ જોયું....

"હા અહીં કઇ છે. કોઈ દિવાલ! કોઈ પગથિયાં જેવું!" રાજદીપે કહ્યુ.

"શુ તે ફકત અહીં પૂરતા જ મર્યાદિત છે કે પછી ઉપર તે મણી સુધી જાય છે?" પ્રિયાએ પુછ્યું.

"હું જોઉં છું." એમ કહેતા રાજદીપ તે અદ્રશ્ય પગથિયાંની ઉપર ઉભો રહી ગયો.

" મેજિક..… મેજિક.... મેજિક....

આઓ ... આઓ... આઓ.... બચ્ચો સે લેકે બુઢે, સબકો મનોરંજન દિખાયગા યહ કપુ...." કલ્પેશ મેળામાં આવતા જાદુગરોનો અવાજ કાઢી બોલી રહ્યો હતો.

"ટિકિટ… ટિકિટ… ટિકિટ.." અજય બોલ્યો.

"શુ ટિકિટ ટીકીટ?" કલ્પેશે કહ્યુ.

"તું જાદુ બતાવીશ તો કોઈ ટિકિટ લેવાવાળું પણ જોઈએ ને?" અજયે કહ્યું.

"ગાઇસ પગથિયાંઓ ખૂબ ઉપર સુધી છે. જેમ ઉપર જઈએ તેમ પગથિયાંઓ નાના થતા જાય છે."

"તમારી પાસે છેલ્લી દસ મિનિટ છે." તેવી આકાશવાણી થઈ, તે જ સમયે હવામાં આરપાર દેખાય તેવી પારદર્શક સેન્ડ ક્લોક દેખાઈ રહી હતી.

"તમે આગામી દસ મિનિટમાં આ મહેલની બહાર નહિ નીકળ્યા તો હંમેશ માટે અહીંથી બહાર નીકળવાના દરવાજા બંધ થઈ જશે, જ્યાં સુધી તમને લેવા માટે અહીં કોઈ બીજી વ્યક્તિ ન આવે"

બધા ઉપર તરફ જોઈ રહ્યા હતા.

"ફક્ત દશ મિનિટ..." અજયે રિપીટ કર્યું.

"ગાઈસ ત્યાં ઉપર સુધી બધાનું પોહચવું અસંભવ છે. જેમ ઉપર જઈએ તેમ પગથિયાંઓ નાના થતા જાય છે." રાજદીપે કહ્યુ.

"જે રીતે આપણે મટકી ફોડીયે નીચે એકથી વધુ જણા, ઉપર એક..એ રીતે આપણે ગોઠવાઈ એક બીજાના શરીરને અડકીને મણીને ટચ કરીશું.... શાયદ આપણે જાદુઈ માર્ગ વળે અહીંથી બહાર નીકળી શકીએ?" અજયે કહ્યુ.

બધાએ નક્કી કર્યું, કદ કાઠી અને વજન પ્રમાણે, ઉપર મોકલવામાં આવે...

પહેલા પ્રિયા, કલ્પેશ, મજીદ, વિજય, અજય, રાજદીપ... વારાફરથી પારદર્શક પગથિયાં શોધતા, ઉપર જશે....

જેમ જેમ પ્રિયા ઉપર જઈ રહી હતી તેમ ઘડિયાળમાંથી રેતી નીચે તરફ સરકી રહી હતી. બોક્સમાં હવે ભૂકંપના હળવા જાટકાઓ અનુભવી શકતા હતા.

"ગાઇસ સંભાળીને..." અજયે કહ્યુ.

પ્રિયા એકદમ મણી પાસે ઉભી હતી.ભૂકંપના જટકાઓ પારદર્શક દિવાલોમાં પણ અનુભવાતા હતા.

"જલ્દી કરો... બધા....ફટાફટ ઉપર તરફ વધો...." રાજદીપે કહ્યુ.

અજય બોક્સ મૂકી, પારદર્શક દિવાલ ઉપર ચડ્યો.એક જોરદાર ઝટકો આવ્યો, બધા પોતાના શરીરનો સંતુલન માંડ જાળવી શક્યા. બોક્સની ઉપર એક વિશાળ તિરાડ થઈ ગઈ....

"અજય ફાસ્ટ....." શબ્દ પૂરું કરે, ત્યાં જ તે બોક્સ જમીનની નીચે ધરાશાયી થઈ ગયો....

જાણે ભૂકંપમાં કોઈ ઇમારત...

રાજદીપ પારદર્શક દિવાર પકડી લટકી રહ્યો હતો.

"ગાઇસ ફાસ્ટ, બધા ઉપર જાવ... મારી ચિંતા નહિ કરો...."

પ્રિયા, કલ્પેશ, મજીદ, વિજય બધા એકબીજા ના શરીર પકડી લીધા હતા. બાકી હતા તો ફક્ત, અજય અને રાજદીપ...

રાજદીપ હવામાં લટકી રહ્યો હતો.

ભૂકંપના ફરી જોરદાર ઝટકામાં તેનો હાથ છૂટી ગયો...

"અજય તમે જતા રહો, મારી ચિંતા નહિ કરો... મને નથી લાગતું હું હવે ઉપર આવી શકું.... મારે લીધે તમે તમારો ભોગ ન આપો.."રાજદીપે કહ્યુ.

"નહિ... કેપ્ટન... એવું નહિ બોલો..." અજયે કહ્યુ.

ખૂબ ઓછી ક્ષણો બાકી રહી હતી.

"વિજય,હું ઉંધો માંથું કરું છું. તું મારા પગ પકડજે,હું જ્યારે કહું કે રેડી, તું પ્રિયાને મણી પકડવાનું કહેજે..."

મણીની ચમકથી તેની આસપાસ,પ્રિયા કલ્પેશ ને મજીદ જાણે અંધ થઈ ગયા હતા. પ્રિયા હવે અજયના એક ઇશારાની રાહ જોતી હતી. વિજય વિચિત્ર પોઝીશનમાં બેસી, ઉપર મજીદનો હાથ પકડી, નીચે અજયના પગ પકડી ગોઠવાઈ ગયો...

"રેડી..." અજયે કહ્યું.

એક ક્ષણ માટે રાજદીપનો હાથ પારદર્શક દિવાલથી છટકી ગયો હતો જે અજયે પકડી લીધો...

"કેપ્ટન હું સાથ નહિ છોડું...."

પ્રિયાએ મણીને હાથમાં પકડી લીધી.

અજય જોરજોરથી શ્વાસ લેતો હતો. આસપાસ અંધારું હતું. રાતે જીવડાઓનો અવાજ બારીની બહારથી આવી રહ્યો હતો. ઘડિયારમાં પોણા બે વાગ્યા હતા.

"કલ્પેશ..... વિજય..… પ્રી...."

"શુ થયું બેટા...??" પિતાજીએ ઓરડાની લાઈટો ચાલુ કરતા કહ્યુ.

તેના ઘરનો જ ઓરડો હતો. જ્યાં તે રોજ સૂતો તે જ પથારી હતી. જ્યાં તે રોજ સૂતો... તેમ છતાં તે આસપાસ વિચિત્ર નઝરે જોઈ રહયો હતો.

"કઈ નહિ પપ્પા, ખરાબ સપનું..." અજયે કહ્યુ.

તેના પિતાએ પાણીનો ગ્લાસ આપી... ઓરડાની લાઈટ બંધ કરી બહાર નીકળી ગયા.

અજયને અચાનક કઈ યાદ આવ્યું હોય તેમ પાસે પડેલા મોબાઈલની સ્ક્રીન જોઈ....

" ઓહ માય ગૉડ, આ કઈ રીતે સંભવ છે? હજુ અમે કાલે જ તે ચાંચિયાઓ ને મંદિર પાસે જોયા હતા. શુ આ એમ સપનું હતું?"

ક્રમશ...