Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-5

તુ મુસ્કુરાયે વજાહ મે બનું

ભાગ - 4

હેલ્લો.. હેલ્લો.. આમ સીટ છોડીને ક્યાં ચાલ્યા? પિક્ચર અભી ખતમ નહિ હુઈ દોસ્ત. તમને શું લાગે છે કે બસ બર્થડે ગિફ્ટ મળી ગયું અને બંને છુટા પડ્યા એટલે સ્ટૉરી ખતમ?, અરે આ કંઈ સ્માઇલવાળી છોકરીની સ્ટોરી નથી.

જેમ મુવીનો ક્લાઈમેક્સ આવે અને પછી આફ્ટર મુવીનો જે સીન આવે તે જ સમજીને સીટ પર બેઠા રહો યાર. આ છેલ્લો ભાગ જ છે પછી નવી મૂવી જોવાનો સમય કાઢી લેજો.

ભાગ-8

(પાંચ વર્ષ પછી)

મેઘા સવારમાં જાગે છે. તેને માથું ભારે ભારે લાગે છે. સુતા સુતા જ એ પોતાનો મોબાઈલમાં સમય જુએ છે તો નવ વાગી ગયા છે. મેઘા મનમાં જ બોલે છે, "ઉપ્સસ.. રાતનાં સુવામાં જ એટલું લેટ થઇ ગયું કે ઉઠવામાં નવ વાગી ગયા. થેન્ક ગૉડ સન્ડે છે આજ... " રોજની આદત મુજબ મેઘા સવારે છ વાગે જાગી જાય છે , અને આજ નવ વાગી ગયા અને એલાર્મ પણ ન વાગ્યું. ત્યાં મેઘાને યાદ આવ્યું કે આજ તો પોતે ઘરે એકલી જ છે. પરંતુ આટલું બધું અંધારું કેમ છે રૂમમાં? બધા જ પડદા બંધ... લાઈટ્સ પણ બંધ. મેઘા બેડ પર આળસ મરડીને આળસ ખંખેરે છે. બ્લેક કલરની સિલ્કની નાઈટીમાં એની મલાઈ જેવી કાયા શોભી રહી હતી(હોટ તો એ પહેલેથી જ છે). મેઘા આજ પણ 5 વર્ષ પહેલાં હતી એવી જ લાગતી હતી. બેડ પરથી નીચે ઉતરી પોતાના સૉફ્ટ સ્લીપર પહેરી એક ડગલું ચાલે છે. અને અચાનક જ એના પગ માં એક બોક્સ અથડાતાં તે અટકી જાય છે. તે નીચે નમી ને એ બોક્સ ઉઠાવે છે અને પછી લાઈટ્સ ઓન કરે છે.

પછી બોક્સ ખોલી ને જુએ છે. તો અંદર ગોલ્ડનો BILLU લખેલ જોઈન્ટ પેન્ડેડ ચૅઇન હતો.

મેઘાના ચહેરા પર એક અલગ જ સ્માઈલ આવી ગઈ.

મેઘા પોતાના ટ્રાયલરૂમમાં જઈ અરીસા સામે ઉભી રહી અને જાતે એ ચૅઇન પહેરીને પોતાને જ નિહાળવા લાગી. અને પેન્ડેડ સામે જોઈ પોતાના કાન પાછળ કાજળથી ટીકો કરી ને બોલી, "બીલ્લુને કોઈ ની નજર ન લાગે. "

(આ મેઘાનો રોજનો ક્રમ હતો. જ્યારે પણ એ તૈયાર થતી ત્યારે જાતે જ કાન પાછળ કાજલનો ટીકો કરી અને કહેતી કે, " બીલ્લુને કોઈની નજર ન લાગે. ")

પછી મેઘા કિચનમાં ગઈ પોતાના માટે ગ્રીન ટી બનાવી. અને પછી ટીપોઈ પર ગ્રીન ટીનો મગ મૂકી... હોલના પડદા ખોલ્યા. ટીવી ચાલુ કરી સોંગ્સની ચેનલ સેટ કરીને મેગેઝીન લઇ સોફા પર બેસીને ગ્રીન ટી પીવા લાગી. સાથે સાથે એની જીગર જાન બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકાને કોલ કરે છે.

"હેલો પિયુ... "

"હા સ્વીટુ બોલ"

"ક્યારે આવે છે તું ઘરે? આપણે આજ સ્કુલે જવાનું છે 4 થી 7 ફંકશન છે. યાદ છે ને તને?"

"યસ ડિયર આઇ રિમેમ્બર ઇટ આજે ચિલ્ડ્રન ડે છે”

"એન્ડ પિયા આઇ વોન્ટ ટુ સમ શોપિંગ... તો જો તું અત્યારે ફ્રી થઇ ગઈ હોય તો આવી જા. "

"હમમ ઓકે હમણાં થોડીવારમાં હાર્દિક ઑફિસ જાય એટલે હું ત્યાં આવી જઈશ અને ત્યાંથી જ આપણે સ્કુલ પર જતા રહીશું. "

"ઑકે ડિયર આવી જા અને હા બપોરે તારા માટે તારી ફેવરિટ સાબુદાણાની ખીચડી બનાવીશ. "

"ઓહ વાઉ... થેન્ક યુ સ્વીટુડી... ચાલ હું આવું હમણાં તું તૈયાર રે જે એટલે તરત શોપિંગ માટે નીકળી જઈએ"

"ઑકે બાય "

"બાય બેબી"

પછી શાવર લઇ તૈયાર થઈ.

મેઘાએ ગ્રે કલરની લોન્ગ કુર્તી નીચે બ્લેક પલાઝો પહેર્યો. વાળ તો હંમેશા ની જેમ છુટા જ હતા. માત્ર બે પિન થી પફ લઈ ને પિનઅપ કરેલું હતું. તેના વાળ થોડા થોડા કર્લ્સ અને બ્લેક, બ્રાઉન, ગોલ્ડન એમ મિક્સ શેડ્સ વાળા હતા... જે એના બ્રાઇટ ફેસ સાથે એકદમ મેચ કરતા હતા.

હાથમાં વુડન બેંગલ્સ, કાન માં બ્લેક કલરના મોટા સ્ટોન ની ઈયરિંગ્સ, કપાળ પર મેચિંગ બ્લેક બિંદી, આંખોમાં બ્લેક કાજલ અને આઈલાઈનર અને બ્રાઉન લિપસ્ટિક. આ કોઈ મેકઅપ નહોતો. મેઘાનું રૂટિન હતું.

તૈયાર થઈને પર્સ લઈને બહાર હોલમાં આવીને બેઠી ત્યાં થોડી વારમાં પ્રિયંકા આવી ગઈ. પ્રિયંકાએ આવી ને સીધુ મેઘા ને લોંગ ટાઈટ હગ કરી લીધું. ( પ્રિયંકાની આ આદત હતી. જ્યારે સુરત બંને એક સ્કૂલમાં સાથે જોબ કરતી ત્યારે પણ સવાર માં આવી ને પ્રિયંકા પેલું કામ મેઘાને હગ કરવાનું જ કરતી. પછી મેઘા કલાસમાં હોય સ્ટાફરૂમમાં કે પોર્ચમાં.... પેલા હગ પછી બીજું બધું. અને એ જ ક્રમ સાત વર્ષથી ચાલ્યો આવતો હતો. પ્રિયંકા કહેતી કે મેઘુડી બધા સાચું જ કહે છે, સાચે જ તારા હગમાં કંઇક જાદુ છે યાર, દુનિયાના બધા જ ટેન્શાન દૂર ભાગી જાય જ્યારે હું તને હગ કરું. અને બંને હસવા લાગે. અત્યારે મેઘા અને પ્રિયંકા અમદાવાદમાં સેટલ છે. અને સાથે જ એક સાયન્સ સ્કૂલમાં પ્રિયંકા ફિઝિકસ અને મેઘા કેમિસ્ટ્રીના વિઝીટ લેક્ચર આપવા જાય છે. )

પછી મેઘાએ કૉફી બનાવી અને બંને કૉફી પી ને મેઘાની સ્વિફ્ટ ડિઝાયર લઈને શોપિંગ માટે ગયા.

મેઘાએ અને પ્રિયંકાએ ઘર માટે થોડી ચીજવસ્તુ અને મેઘાએ ફેમિલીવાળા માટે કંઈક કંઈક વસ્તુ અને કપડાં, પોતાના માટે જ્વેલરી અને કોસ્મેટિક્સ જેવી નાની મોટી વસ્તુઓ ખરીદી.

બંને ઘરે પહોંચ્યા ત્યાં ઘડિયાળ એક વાગ્યાનો સમય બતાવી રહી હતી.

બંનેએ સાથે મળીને રસોઈ બનાવી. પ્રિયંકાને મેઘાના હાથની બનાવેલી સાબુદાણાની ખીચડી બહુ ભાવતી. બંનેએ વાતો કરતા કરતા લંચ પતાવ્યું ત્યાં સવા બે થઇ ગયા.

બંનેએ આજ ફંકશન હોવાથી સાડી પહેરવાનું નક્કી કરેલું હતું.

મેઘાએ કબાટમાંથી કોટનની સાડી કાઢી તો પ્રિયંકાએ તેને અટકાવતાં કહ્યું કે, " નો બેબી આજ આ ટિપિકલ સાડી નહીં પહેરવી. હમમ રુક... મને સિલેક્ટ કરવા દે. "

"પિયુ આપણે સ્કુલે જવાનું છે, ડફફર. "

પ્રિયંકાએ કબાટમાં સાડી શોધતા શોધતા જ બોલવાનું ચાલુ રાખ્યું, "હા તો શું થઈ ગયું. હું કહું એ જ પહેરીશ આજે તુ બકુડી. ફંકશન એટેન્ડ કરવા કરતા તારે એન્કરિંગ વધારે કરવાનું છે. બધાની નજર મારી જાનુડી પર હશે અને એના માટે બેસ્ટ રહેશે.... હમમ .... ધીસ વન... પરફેક્ટ... "

પ્રિયંકાએ એકદમ ઝેરી લીલા કલરની સિલ્કની પ્લેન સાડી સાથે ફુલ વર્ક કરેલું બ્લાઉઝ મેઘાના હાથમાં પકડાવ્યું.

"નાલાયક હું ત્યાં કોઈ ને ઈમ્પ્રેસ કરવા કે પટાવા નથી જતી. કે તું મને આ સાડી પહેરવા કહે છે. "

"અરે મારી જાન, તારે કોઈને ઈમ્પ્રેસ કરવાની જરૂર પણ નથી. બધા ઓલરેડી ઇમ્પ્રેસ્ડ જ છે. અને ખોટી બકવાસ ના કર છાની માની આ પહેરી લે. "

ઑકે બાબા, પહેરું છું. અને તું પણ હવે તૈયાર થા જલ્દી, પછી આડી આડી ના આવતી એઝ ઓલ્વેઝ, નકટી"

"એતો આવીશ જ, થાય એ કરી લે જે... "

"ચાંપલી"

"તું ચંપા"

બંને હસવા લાગી.

પ્રિયંકાએ જ્યોર્જટની ડાર્ક ચોકલેટ કલરની બાઉન્ડ્રી વર્કડ સાડી સાથે નેટનું બ્લાઉઝ અને મેઘાએ હેવી વર્કડ બ્લાઉઝ સાથે પ્લેઇન ઝેરી લીલા કલર ની સિલ્કની સાડી વેસ્ટર્ન સ્ટાઇલમાં પહેરી. (આપણે તો પેન્ટ પર ગમે તે શર્ટ ચાલે હો કોઈ અભિમાન નહિ!!!)

મેઘાએ પ્રિયંકાને બીજા રૂમમાં જઈને રેડી થવા કહ્યું... પણ એ જાય તો તો એનું નામ બદલવું પડે.

પ્રિયંકાને હંમેશાની જેમ સહન કરતા કરતા મેઘા તૈયાર થઈ. (એના આ મીઠા જગડામાં પણ બંન્નેનો પ્રેમ હતો)

મેઘાએ સ્ટીકની મદદથી મેસ્સી અંબોડો વાળ્યો હતો. જે એના કલરફૂલ હેરમાં બહુ મસ્ત લાગી રહ્યો હતો. મેઘાએ આજ ગ્લોસી ગ્રે શેડ વાળા લેન્સ પહેરેલા. જે એકદમ નૅચરલ અને ફ્રેશ લૂક આપતા હતા.

મેઘાએ બ્લેક લાઇનર સાથે લાઇટ મેટાલિક સ્મોકી ગ્રીન શૅડૉ સાથે કાજલ પણ ગ્રીન જ પસંદ કરી અને લિપસ્ટિક મૅટ બીટ મરૂન.

ગળામાં સિંગલ સેરનો ડાયમંડ નેકલેસ જેની ચમક જોતા જ ખૂબ કિંમતી લાગતો હતો(બીલ્લુ લખેલ ચૅઇન તો ખરા જ. કોણે આપ્યો હતો એ વિચારજો)... કાનમાં સિંગલ ડાયમંડની ઈયરિંગ્સ તેના નેકલેસ સાથે મેચ થતી હતી.

જમણા હાથમાં સિમ્પલ મૅટ ગ્રીન બેંગલ્સનો ચુડલો અને ડાબા હાથમાં નેકલેસ જેવું જ બ્રેસલેટ પહેર્યું. (આ સિવાય પણ મેઘા એ હાથમાં કંઈક પહેર્યું). મેઘા અરીસામાં જોઈને સાડીની પલેટ્સ સરખી કરતી હતી ત્યાં પ્રિયંકા એની સામે જોઇને બોલી, "હાયે... મજાલ છે આજ કોઈ નજર હટાવી શકે અમારી એન્કર પર થી ... "

"અને જો તારા પર નજર પડીને કોઈની તો બિચારા ડરી જશે. તું નહી સુધરેને... ?! સુરત હતા ત્યારે હતી એવીને એવી જ.. બેસ હવે હું તને રેડી કરી દઉં. અને હા, તારી જીભને છે ને થોડી વાર આરામ આપજે. નહીં તો હવે મારી ખાઈશ. "

"ઓકે મેમ"

પછી મેઘાએ પ્રિયંકાને રેડી કરી ત્યાં સાડા ત્રણ વાગી ગયા હતા. બંને પોતાના પર્સ લઇને સ્કુલે જવા નીકળી ગયા. 4 થી 7 સુધી ફંકશન એટેન્ડ કર્યા પછી બને ઘર તરફ રવાના થયા. મેઘાએ કહયુ, "પિયુ હાર્દિકને આજ ડે નાઈટ શિફ્ટ સાથે છે ને હું પણ ઘરે એકલી જ છું... એક કામ કર આજ તું અહીં જ રોકાઈ જા. આપણે નેકસ્ટ મિટિંગની થોડી પ્રિપ્રેશન કરી લઈએ. "

"હમમમમ ઠીક છે. ફાઈન. એમ જ કરું"

શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી સાત વાગતા જ ખાસ્સું અંધારું થઇ ગયું.

મેઘા ઘરની પાછળની સાઈડ કાર પાર્ક કરે છે. બંને પોતાના પર્સ લઇને બહાર આવે છે.

પ્રિયંકા, " ઓયે હું મારો ફોન તો ગાડી માં જ ભૂલી ગઇ, ચાવી આપ. "

"એક બચ્ચાની માં બની ગઈ પણ તું લબાડ જ રહી... લે"

"હા હો ભલે.... ", પ્રિયંકા.

મેઘા ચાવીનો ઘા પ્રિયંકા તરફ કરીને પોતે અને ઘરનો લોક ખોલે છે. અને લાઈટ્સ ચાલુ કરે છે. પણ લાઈટ્સ થતી નથી. અંધારું એમ જ રહે છે અને ઘરના મોટા હોલના એન્ટરસ ડોર (જ્યાં મેઘા ઉભી છે. )એની સામેની દીવાલ પર એક ચિત્ર ખડું થાય છે.

‎મેઘાના પગ ત્યાં જ થંભી જાય છે અને દરવાજો બંધ થાય છે.

1. સુરતની ચોપાટીમાં એક ધાબળીમાં સીટી સૂતી એટલું હસી રહી હતી બંને ગાલ એટલા ફૂલી ગયા કે આંખ ચીની જેવી લાગતી હતી.

2. સ્ટુડિયોમાં પાડેલોએ ફોટો જેમાં પાછળ ફૂલોના બગીચા વાળી દીવાલ હતી અને આગળ એક ફૂલના હિંડોળામાં કાનો બનીને હાથમાં વાંસળી રાખી મેઘા બેઠી હતી.

3. ધોરણ 4ની જોય એન્જોયના પ્રવાસમાં યુનિફોર્મમાં પણ સ્ટાઇલમાં ઉભવા વાળી આ એક જ છોકરી હતી. (જે એના સુપરવાઈઝર સરના શબ્દો હતા. )

ત્યાર પછી કૉલેજમાં કરેલી મિત્રો સાથેની ધમાલ, જુદા જુદા બધા દિવસોની ઉજવણી, કોલેજ પછી જૉબના દિવસોની હાઈલાઈટના ફોટોગ્રાફ્સ, જેમાં સ્ટેજ પર બ્લ્યુ લહેરિયાની સાડીમાં એકરિંગ કરતી મેઘા, વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનમાં સવારની વહેલી સવારે પાડેલો ફોટો, પ્રિયંકા, દિપાલી, જેની, મીરલ જોડે પાઘડીઓ વાળીને પોખરણ અને સમના રણમાં કરેલ ધમાચકડી, વિદ્યાર્થીઓએ મેઘા માટે બનાવેલા કાર્ડસ, તેમના માટે લખેલ લાગણીઓ ભરેલા પત્રો, વિદાય વખતે વિદ્યાર્થીઓ દ્વારા લવાયેલ કેક અને ગિફ્ટસ બધાના ફોટોગ્રાફ્સ આવ્યા.

ત્યાર પછી ફેમિલી સાથેના ખાટી મીઠી યાદોના ફોટોગ્રાફ્સ,

ખાસ કરીને તો વત્સલ સાથેની ધમાલના ક્લીકસ,

આ સિવાય ઘણા ફોટોગ્રાફ્સ એકદમ શાંત મ્યુઝિક સાથે બદલાતા રહ્યા....

મેઘા એને જોતી રહી અને ભીની આંખે હસતી રહી.... લાસ્ટ એક મેઘાનો રેન્ડમ ક્લીકડ ફોટોગ્રાફ આવે છે.... જેમાં મેઘા એકદમ ખુલીને હસી રહી હતી અને ત્યાં આ ફોટોગ્રાફ્સની હારમાળા અટકી અને મેઘાને બધું યાદ અપાવી ગઈ.... ફરીથી અંધારું છવાઈ ગયું. મેઘા ઉભી થવા જતી હતી ત્યાં જ એક સ્પોટ લાઇટ સોફા પર બેસેલા એક વ્યક્તિ પર પડી. સ્પોટ લાઇટ થતાં તે વ્યક્તિ ઉભો થઇ ને ધીમે ધીમે ચાલતાં બોલવા લાગ્યો. (કોણ હતું એ?!!)

એકલો ચાલતો હતો અને તું મળી ગઈ

જાણે, તરસ્યા રણમાં વરસાદ વરસી ગયો.

જિંદગી નીરસ બનતી હતી અને તું મળી ગઈ

જાણે, વસંતમાં કૂંપળો ફૂટવા લાગી.

હસવાનું ભૂલતો જતો હતો અને તું મળી ગઈ

જાણે, હસવાનું કારણ મળી ગયું.

દુનિયાથી કંટાળી ગયો હતો અને તું મળી ગયી

જાણે, દુનિયાના બધા જ રંગો ગમવા લાગ્યા.

તું કોણ છો?, શું છો?, ખબર ન હતી પણ તું મળી ગઈ

જાણે બાળપણની દોસ્ત છો તેવું લાગ્યું.

સારા જ કર્મ કર્યા હશે મેઘે જે તું મળી ગયી,

જાણે વરસાદને વરસવાનું સરનામું મળી ગયું..

તું મળી ગઈ એટલે જ તો હું જીવતો છું, આજ

નહિતર તો લાકડાને હલનચલન કરતા જોયું છે???

તેના શબ્દો પુરા થતા જ મેઘા આંખોમાં આંસુ અને ચહેરા પર મીઠી મુસ્કાન દોડીને એને ચીપકી ગઈ, "મેઘ.... . "

"હેપી બર્થ ડે બીલ્લુ... વિશ યુ મેની મેની હેપ્પી રિટર્નસ ઓફ ધીસ લવલી ડે માય ડિયરેસ્ટ વર્લ્ડ'સ બેસ્ટ વાઈફ એવર એવર... "મેહુલે મેઘાને પોતાની બાંહોમાં લઇને તેના કપાળ પર કિસ કરી.

"થેન્ક યુ સો મચ મેઘ.... થેન્ક્સ અ લોટ.... એવરીથિંગ ઇસ અનબિલીવેબલ યારરર!.... આ બધું!... ક્યારે... ?! કેવી રીતે.... ?!.. તું તો ઑફિસના કામથી મુંબઇ ગયો હતો ને... તો આ બધું.... ?!!!"

"રિલેક્સ બીલ્લુ જસ્ટ રિલેક્સ... હું અહી જ હતો ક્યાંય મુંબઈ નથી ગયો. પ્રિયંકાના ઘરે જ હતો. "

"અચ્છા તો એ ચાંપલી પણ શામેલ છે આમાં, એટલે જ એનો ફોન ગાડીમાં ભુલાઈ ગયો. "બંને હસવા લાગે છે.

"બસ તું આમ જ હસતી રેજે બિલાડી... આઈ લવ યુ મેઘા... "મેઘે ફરીથી મેઘાના ફોરહેડ પર કિસ કરી.

"આઈ લવ યુ ટુ યારરર... "

"મીષ્ટિ ઇસ ઑલ્સો લબ યુ મૈયા.... " પાછળથી એક મધ ટપકતું હોય એવો મીઠો કાલો ઘેલો અવાજ આવ્યો. અને મેઘાએ પાછળ ફરીને જોયું તો એના અને મેઘના પ્રેમની ફલશ્રુતિ એની અઢી વર્ષની દીકરી 'મીષ્ટિ' બ્લ્યૂ ટોપ અને વાઈટ શોર્ટીમાં દોડીને એની તરફ આવી રહી હતી. આવીને સીધી મેઘાને ગળે બાજી ગઈ.... "ઓહ માય બચ્ચા.... મૈયા ઇસ ઑલ્સો લવ યુ માય પ્રિન્સેસ", મેઘાએ મીષ્ટિને હેતથી ચૂમીને ગળે લગાવી લીધી.

મેહુલે નાટકીય ગુસ્સો કરતા કહ્યું, "હમમમમ બાબાને ભૂલી જાવ બંને... "

મેઘા અને મીષ્ટિએ મેહુલને પણ હગ કરી લીધું અને સાથે બોલ્યા, "વી લવ યુ બાબા.... "ત્રણેય હસી પડ્યા.

એટલામાં અંધારામાંથી એક (પ્રિયંકાનો)અવાજ આવ્યો, "જેણે મને ઓલવેઝ કમ્ફર્ટ ફિલ કરાવ્યું, એ મારી સ્વીટુડી... " મેઘા ઝબકી, એટલા માં બીજો (જેની નો)અવાજ, "જેને હંમેશા માહોલ બનાવી બધાને મોજ જ કરાવી.... એ અમારી મહેફિલની જાન.... "

ત્રીજો(દિપાલી નો) અવાજ, "જેને બચપનથી લઈને આજ સુધી ઓલવેઝ તૂફાની કારનામાં કરાવ્યા એ અમારી જાને જીગર અને મારી મની બેંક.... "

ચોથો (મીરલનો)અવાજ, "જેણે મને સાચા અર્થમાં હસતા શીખવ્યું એ અમારી બધાની પાગલ ક્યુટિ.... "

એટલાંમાં જ લાઈટ્સ ઓન થઈ.... અને એકસાથે બધા બોલ્યા "સરપ્રાઇઝ.... "અને બધી જ ફ્રેન્ડ્સ દોડીને આવીને મેઘાને ચોંટી ગઈ.... આખો હૉલ રેડ એન્ડ વાઈટ બ્લૂન્સ થઈ અને રેડ હાર્ટથી ડેકોરેટ હતો. તેની સાથે સુરત જોબ કરતી બધી જ ફ્રેન્ડ્સ તેના પતિ અને બાળકો સાથે હતા. પ્રિયંકા-હાર્દિક અને તેનો દીકરો પ્રિહાર્દ, દિપાલી-મયુર અને તેનો દીકરો દીપમ, જેની-હરદીપ અને તેની દીકરી નિરા, મીરલ-અખિલ અને એની દીકરી અમી, આ સિવાય મેઘાના ત્યારના સ્ટુડન્ટ્સ પણ હતાં જેમાંથી ઘણા સિંગલમાંથી ડબલ થઇ ગયા હતા. (એ પણ બાળકો સહિત)

બધાને જોઈને મેઘા તો અવાચક જ બની ગઈ. મેઘા માટે લાઈફની મોટામાં મોટી સરપ્રાઈઝ હતી.

મેઘા બધાને ગળે મળી. પ્રિયંકા તો અહીં જ હતી. પણ આ બાકીના મોટા ભાગના સુરત અને અમુક તો બીજા સીટીમાંથી આવ્યા હતા. મેઘા પોતાની ખુશી શબ્દોમાં વ્યક્ત નહોતી કરી શકતી.

બધાને મળ્યા પછી મેઘા એ મીણબત્તીઓ સળગાવી કેક કટ કરી.

બધાએ ડાન્સ કર્યા પછી ડિનર લીધું અને પછી બધા સ્ટુડન્ટસએ મેઘા સાથેની યાદોને વારાફરતી બધા સામે રજુ કરી. બધાએ ખૂબ જ એન્જોય કર્યું. પછી બધા સ્ટુડન્ટ્સ રજા લઈને નીકળ્યાં.

બધી ફ્રેન્ડ્સ અને એમના ફેમિલી આજ અહીં મેઘના ઘરે જ રોકવાના હતાં. સ્ટુડન્ટ્સના ગયા પછી બધાએ થોડીવાર વાતો કરી. અને પછી જેન્ટ્સ બધા બાર ગયા. અને ગર્લ્સ બધી પોત પોતાના બચ્ચા પાર્ટીને લઇને નવડાવીને સુવડાવામાં લાગી. મેઘ-મેઘાનું ઘર ખાસ્સું મોટું હતું. એટલે આરામથી બધા રહી શકે એમ હતા.

બચ્ચા પાર્ટી થોડીવાર ધમાલ મસ્તી કરીને પછી જીદ કરીને એક જ રૂમ, માં એક જ બેડ પર સુતા. એમની જીદ પુરી કરવા સિવાય કોઈ ઓપ્શન જ ન રહેવા દીધો એમની કાલી ઘેલી રિકવેસ્ટે.

એટલામાં બધા જેન્ટ્સ પણ આવી ગયા... અને સાથે નાસ્તો અને કોલડ્રિન્કસ પણ લાવ્યા. બધા કપલ નાઈટ ડ્રેસ પહેરીને મેઘ-મેઘાના બેડરૂમ સાથેના એટેચ ટેરેસ પર ગોઠવાયા. જ્યાં મેહુલે બોર્નફાયરની વ્યવસ્થા આગળથી જ કરી રાખેલી હતી. બધા વાતોના ગપાટા સાથે જૂની યાદોને વાગોળી રહ્યા હતાં. એટલામાં પ્રિયંકાએ કહ્યું, હેય ગાયઝ, લેટ્સ પ્લે લાઈક લિટલ ગેમ, બધાએ પોતપોતાના લાઈફ પાર્ટનર વિશે સારી વાત, ખરાબ વાત, કોઈ ફની વાત, તમારા માટે કોઈ સરપ્રાઈઝ આપી હોય, આવી અલગ અલગ વાતો વારાફરતી કરવાની. બધા અગ્રી થયાં. અને ગેમ સ્ટાર્ટ થઇ. બધાં ખૂબ હસ્યાં અને એન્જોય કર્યું. રાતનાં દોઢ વાગી ગયા કોઈને ખ્યાલ જ ન રહ્યો. એટલામાં દીપમ રડ્યો. એટલે દિપાલી કહે, "બસ હવે ચાલો, ઉભા થાવ બધા. દોઢ વાગી ગયા. " બધા ઉઠ્યા. મેઘા એ કહ્યું, "ઉપર બે અને અહીં બીજાબે બેડરૂમ ખાલી જ છે. તમે લોકો આરામથી સુઈ જાવ. બચ્ચા ભલે બધાં અહીં જ સુતા. ઊંચકશો તો એમની ઊંઘ બગડશે. "

હાર્દિકે મેઘાની વાત ન માનવા દીધી, "ના ના, મેઘા એવું કંઈ નથી કરવું, તમે લોકો પણ સવારના આમ ને આમ છો. તમે પણ આરામ કરો. બચ્ચા નું તો શું છે, ઉઠી જશે તો પાછા સુઈ જશે. એમાં શું ? ચાલો ભાઈઓ લઈ લો પોતપોતાના પાર્સલ ને"બધા હસવા લાગ્યાં.

બધા એની વાત સાથે સહમત હતાં. એટલે મેઘાની વાત કોઈએ ન માની અને બધા બાળકોને લઈને સુવા જતા રહ્યાં.

મેઘાએ મીષ્ટિને સરખી સુવડાવી અને ઓઢાડી બેડ પરથી ઉભી થઇને પાછળ ફરી ત્યાં પાછળથી મેહુલ અચાનક આવીને જાણી જોઈને અથડાયો. મેઘા પાછળની તરફ નમી ગઈ અને મેહુલે તેને કમરથી પકડી લીધી. બંનેની નજર એવી રીતે એક થઇ જાણે આજ પહેલી વાર મળ્યા હતા. મેઘાએ આંખો બંધ કરી લીધી. અને મેહુલે મેઘાને પોતાની તરફ ખેંચી લીધી. બંનેએ એકદમ ટાઈટ હગ કર્યું. મેઘાએ જાણે પોતાના શરીરનું સંતુલન ગુમાવી દીધું હોય એમ મેહુલની બાહુપાશમાં વિખરાઈ ગઈ. થોડી ક્ષણો પછી મેહુલે મેઘાના બંને ગાલ ખેંચ્યા અને ગાલ પાર બચકું ભર્યું. "આઉચ... મેઘ" મેઘાએ આંખો ખોલી અને મોં બનાવ્યું, મેહુલે હસતા હસતા મેઘાને બંને હાથે ઊંચકી લીધી. અને એના બેડરૂમ ટેરેસમાં રહેલા ઝુલા પર લઈ ગયો. મેઘા મેહુલને ટેકો આપીને બેઠી હતી. મેઘાના બંને હાથની આંગળીઓ મેહુલના એક હાથની આંગળીઓ સાથે રમતી હતી અને મેહુલનો બીજો હાથ મેઘાના માથા પર ફરતો હતો.

મેઘાએ મેહુલના કાન પાસે જઈ ધીમેથી કહ્યું, " મેઘ, આજથી પાંચ વર્ષ પહેલાં આ જ દિવસે તમે અચાનક જ મારા ઘરે તારા ફ્રેન્ડ જોડે આવી ચડેલા મારા પપ્પાને મળવા. એ પણ મને જાણ કર્યા વગર... અને.... ‘સીધી બાતનો બકવાસ, હેલો અંકલ, થોડીક પણ જરૂરી વાત કરવા માટે આવ્યો છું. આશા રાખું કે પહેલા મારી આખી વાત તમે સાંભળી લેશો. પછી તમે જે કહેશો એ સર આંખો પર. હું મેર મેહુલ, સી. એ. છું, અને લેખક પણ. અને આ લેખકને જ એક વર્ષ પહેલાં મેઘા અચાનક મળી ગયેલી. અંકલ હું મેઘાને પસંદ કરું છું અને એ પણ કરે છે પણ કહી નથી શકતી. એના ના કહેવાનું કારણ તો એ જ જાણે છે. પણ હું એની સાથે મેરેજ કરવા માગું છું. એના ભૂતકાળથી હું સારી રીતે વાકેફ છું. અને રના ભૂતકાળ થી મને કંઈ જ ફરક નથી પડતો. કારણ કે હું એને મારુ ભવિષ્ય બનાવા માંગુ છું, આપની મંજૂરીથી અને આપના આશીર્વાદ થી. જાણું છું કે મેઘાથી હું નાનો છું. પણ ક્યારેય અમારી વચ્ચે અમારી ઉંમર નો તફાવત નડયો નથી. અને મને વિશ્વાસ છે કે નડશે પણ નહીં. અંકલ, આજ હું અહીં આવ્યો એ જાણ મેઘાને પણ ન હતી.

હું જાણું છું કે તમારા જેટલો પ્રેમ તો નહીં જ કરતો હોવ હું મેઘાને, અને મેઘા પણ તમારાથી વધારે કોઈને નહિ કરતી હોય. એટલે જ આ જ સુધી પોતાની ફીલિંગ્સ કોઈ દિવસ મને નથી જણાવી.

અંકલ, હું કોઈ વાયદા કે મોટી વાતો કરી ને તમને ઈમ્પ્રેસ કરવા નથી આવ્યો. બસ એક વાત કહેવી હતી એ કહી દીધી.

બાકી આગળ તમારી મરજી વગર કંઈ નહીં થાય. "

"હા, તો સીધી જ વાત હોયને. એમાં કાંઈ ગોળ ગોળ વાતો કરવાનો મતલબ નથી હોતો. મારે જે કહેવું હતું એ મેં સીધું કહી દીધું. અને... "

"અને પપ્પા માની પણ ગયાં. હાહાહાહા.... કેટલી ડરી ગયેલી મેઘ હું ત્યારે યાર, પણ પપ્પા એ તો તરત તમારી બધી ડિટેઇલ પૂછી ને સીધી સિહોર પપ્પા જોડે વાત કરી લીધી. અને પપ્પાને તો પહેલેથી જ બાટલીમાં ઉતારીને આવેલા તમે, હાહાહાહા... "

"હા જાન, આ પપ્પા તો માની જ ગયા હતાં. બસ સુરત આવીને કાં તો આ પાર કાં તો પેલે પાર અને ઉતરી ગયા પાર. "

"મૅરેજ સુધી તો મને આ બધું સપનું જ લાગતું હતું, મેઘ. "

"હા સપનું જ હતું, જે સાચું થઈ ગયું બકુ, સાબિતી જો બેડ પર સુતી.. "

બંને હસવા લાગ્યા...

મેહુલ, "થેન્ક યુ જાન મારી લાઈફમાં આવવા માટે, એને જન્નત બનાવા માટે અને સ્પેશિયલ થેન્ક્સ ફોર મીષ્ટિ, આટલી પ્યારી ક્યુટ બેબી આપવા માટે. થેન્ક યુ સો મચ મેઘા, થેન્ક યુ સો મચ. તે મને હંમેશા બધી બાબતમાં સપોર્ટ કર્યો છે. અને જ્યાં જ્યાં મુંજાયો ત્યાં તે હંમેશા વિચારીને શાંતિથી સમજાવીને સાચી સલાહ આપી સાચો નિર્ણય લેવામાં મદદ કરી. ચાલો ઘરવાળી મોટી હોવાના ઘણા ફાયદા છે એતો સાબિત થઇ ગયું"

"હા તો હસબન્ડ નાનો હોવાના મને કોઈ ગેરફાયદા નથી થયાં. કદાચ કોઈ એવું વિચારતું હોય કે હસબન્ડ એની વાઈફ નાનો હોય તો એ કૅર નથી કરી શકતો, કે કમ્ફર્ટ નથી આપી શકતો. કે જરૂર પડ્યે એને પેમ્પર નથી કરી શકતો. તો એ બધા ખોટા છે. બિકોઝ મારા હબીએ તો મને ક્યારેય કોઈ જ વાર એવું ફિલ નથી થવા દીધું કે હું મોટી છું અને એ મારાથી નાના. ઑલવેઝ ફિલ કમ્ફર્ટેબલ વિથ યુ માય જાન. અને ઉલટા નું મારા બધા નાટક નખરા અને નાદાની સહન કરી છે તમે"મેઘા, એ સ્માઈલ સાથે ઉપર જોયું. અને બંને એ એકબીજાના હોઠ નો હોઠથી સ્પર્શ કર્યો.

"લવ યુ રાજા"

"લવ યુ ટૂ મારી રાની"

અને બંને એકબીજાની બાંહોમાં ખોવાઈ ગયા. કિસ તો….

(પફેક્ટ એન્ડ)

તો હાશ…હમમમ…આ હતું સરપ્રાઈઝ…મળ્યું છે કોઈને આવું સરપ્રાઈઝ???થેન્કયું બિલ્લુ. મિત્રો એક સવાલ હતો. હું કોઈ દિવસ મળ્યો નથી મેઘાને શું મારે મળવું જોઈએ કે નહીં?(લવ થઈ ગયો તો.. હાહાહા)

પૂર્ણવિરામ

સૌ વાંચકમિત્રોનો દિલથી આભાર. તમારા તરફથી જે ઉષ્માભર્યો પ્રેમ મળ્યો છે તેનો હું ઋણી છું. આ ઋણ ચૂકવી તો નહીં શકું પણ મારી શૈલીથી તમને સંપૂર્ણ મનોરંજન મળતું રહેશે તેની ચોક્કસ બાંહેધરી આપી શકું.

આગળ જ તમને ચોંકાવનારી એક સંપૂર્ણ થ્રિલ અને સપસ્પેન્સ સ્ટૉરી(સૉરી લવ સ્ટૉરી પણ) મળશે. ધાર્યાથી થોડીક અલગ. થોડી જુદી. તો બસ થોડી જ રાહ જુઓ. આભાર. હવે સીટ પરથી ઉભા થઇ શકો છો. ખતમ હો ગઈ ભાઈ. રિવ્યુ આપવાનું ના ભૂલતા જેથી કોઈને આ મૂવી જોવું હોય તો રિવ્યું પરથી જોઈ શકે.

- Mer mehul