Tu muskuraye vajaah me banu - 3 books and stories free download online pdf in Gujarati

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-3

તુ મુસ્કુરાયે વજાહ મે બનું

ભાગ-3

પ્રસ્તાવના

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો, મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી, હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી. લેખક કઈ વિચારતા નહિ, આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…. .

પાર્ટ-6

(મને સાંજે 9:22 pm મળ્યો હતો, મેં આ ભાગ સામેથી માંગ્યો હતો એટલે બાવીશ મિનિટ મોડો આપ્યો હતો અને એ મારી સજા હતી)

મેહુલની આંખોની પટ્ટી માત્ર ખોલવામાં આવી. મેહુલની સામે એકદમ અંધારું હતું. એટલામાં તેની સામે એક પ્રોજેક્ટર ચાલુ થયું.

:: સીન-1 ::

કોઈ ગામનું દ્રશ્ય હતું. જેમાં પાછલાં 2-3 વર્ષથી વરસાદ નહોતો પડ્યો એવું જણાઈ રહ્યું હતું અને અચાનક જ વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આવા વરસતા વરસાદમાં એક સ્ત્રી એક બાળકને જન્મ આપે છે. વરસાદ લાવનાર આ બાળકનું નામ'મેહુલ' રાખવામાં આવે છે.

તારીખ: 2/8/1998

સ્ક્રીન પર મેહુલનો બાળપણનો એક ફોટો આવે છે. ત્યારપછી મેહુલના તોફાન, કારનામા, સ્કૂલ-કોલેજની મસ્તીના કિસ્સાની હાઈલાઇટ્સ ઓડિયોમાં આવે છે. અને તેને લગતા ઇમેજિસ્ પ્રોજેક્ટર પર દેખાય છે. ત્યારબાદ મેહુલનો લેખક તરીકે માતૃભારતી સાથેનો સંબંધ પણ આ રીતે જ આવે છે અને માતૃભારતી પરની સફર કંઇક આ રીતે આવે છે.

:: સીન-2 ::

સ્ક્રીન પર એક ટાઇટલ તેના કવેરપેજ સાથે આવે છે. 'ભીંજાયેલો પ્રેમ'. અને પછી વરસાદ ચાલુ હોય એવો સીન આવે છે.

સ્ક્રીનની આગળ સ્ટેજ પર એક છોકરો આવે છે. જે રસ્તા પર વરસાદમાં કોફી પીતા પીતા કોઈની રાહ જોઈ રહ્યો હોય છે. એટલામાં એક છોકરી આવતી દેખાય છે. જેણે વાઈટ ડ્રેસ પહેરેલો હોય છે.

પેલો છોકરો બોલે છે, "રાહી... "

"મેહુલ, ચાલ વરસાદમાં પલળવા. "

"રાહી, તું બીમાર પડીશ. "

"અરે મેહુલ, નહિ પલળુ તો પણ બીમાર પડીશ. એના કરતાં પલળીને બીમાર પડવું સારું ને"

બંને વરસાદમાં ભીંજાય છે. થોડી વારમાં રાહી ધ્રુજવા લાગે છે. મેહુલ તેના ટીશર્ટ પરનો શર્ટ કાઢીને એને ઓઢાડે છે. બંનેની આંખો મળે છે અને બંને હગ કરી એકબીજાની હૂંફમાં ખોવાઈ જાય છે.

:: સીન-3 ::

સ્ક્રીન પર તે જ બુકના કવરપેજ સાથે ટાઇટલ આવે છે, 'અધૂરી લાગણીની પરિભાષા'. અને રાસ ગરબાનું મ્યુઝિક વાગે છે. આગળ સ્ટેજ પર એક છોકરો અને એક છોકરી એકબીજાના પગના તાલ સાથે સાથે આંખોના તાલ પણ મેળવીને રાસ લઇ રહ્યા છે.

:: સીન-4. ::

સ્ક્રીન પર ટાઇટલ આવે છે, 'ફીલિંગ્સ-જે સમજે છે પ્રેમની ભાષા'

એક છોકરી સ્કુલ યુનિફોર્મમાં ઉભી છે અને એક છોકરો આવીને કહે છે, "ફ્રેન્ડશીપ કરીશ?"

"માર ખાવો છે?"

પછીના દિવસે,

"ફ્રેન્ડશીપ કરીશ?"

"સરને કહી દઈશ"

તે પછીના દિવસે

"ફ્રેન્ડશીપ કરીશ?"

"સાચે જ સરને કહી દઈશ"

છોકરો ભાગી જાય છે.

:: સીન-5 ::

સ્ક્રીન પર લખેલું આવે છે એના જ કવરપેજ સાથે, 'લેટર ટુ માય વેલેન્ટાઈન'બેકગ્રાઉન્ડમાં એક રોમેન્ટિક મ્યુઝિક વાગી રહ્યું છે. સ્ટેજ પર એક છોકરો મંદ મંદ સ્માઈલ સાથે કંઈક લખી રહયો છે.

:: સીન-6 ::

એક જોરદાર મ્યુઝિક સાથે સ્ક્રીન પર કવરપેજ સાથે ટાઇટલ આવે છે, 'સફરમાં મળેલ હમસફર'બેકગ્રાઉન્ડમાં ટ્રેનનું સીન અને મ્યુઝિક આવે છે. સ્ટેજ પર એક છોકરો બર્થ પર બેઠેલો છે. સામે એક છોકરી આવે છે અને કહે છે, "આપ આપના ચરણ લેશો તો હું બેસી શકું મિસ્ટર.... "

છોકરો પગ હટાવી લે છે અને છોકરી ત્યાં બેસે છે.

થોડીવારમાં છોકરી કહે છે , "હાઈ”

"હેય”

"કંઈ વિચારતા હતા તમે?"

"હા, કે હું તમને ઓળખતો નથી અને તમે કૃપાદ્રષ્ટિ વરસાવતા જ જઇ રહ્યા છો... "

"એ તો... જસ્ટ એમ જ... "

"બાય ધ વૅ, મેહુલ... ફ્રોમ અહેમદાબાદ"

"જીંકલ... ફ્રોમ વડોદરા"

"તો હું એમ સમજુ કે તમે અહીં મારુ ધ્યાન હટાવવા માટે જ આવ્યા છો?!!!... "

"નૉટ બેડ.... ફ્લર્ટ કરવાનો સારો રસ્તો છે. "

"એ એ એ... કંટ્રોલ લેલા કંટ્રોલ.... આપણી વચ્ચે એવું કંઈ જ નહીં થાય"

"એ .... એ . . આ લેલા શુ હતું?"

"જેમ કંટ્રોલ મજનું કંટ્રોલ હતું ને એમ કંટ્રોલ લેલા કંટ્રોલ.... "બંને હસવા લાગે છે.

પછી સ્ક્રીન પર એક ઘરનું અને ત્યાર બાદ એક બેડરૂમનો સીન આવે છે. સ્ટેજ પર એક છોકરો એક છોકરીને કમરથી પકડીને ઉભો હોય છે.

"મેહુલ, તું પેલો છોકરો હશે જે છોકરી ને જોવા આવ્યો છે અને કિસ કરે છે. "

"અને તું પણ તો પેલી છોકરી જ હશે જીંકલ. . "

"હાહાહાહાહા... તો મિસ્ટર મેહુલ તમે કહેતા હતાને કે આપણી વચ્ચે એવું કંઈ જ નહીં થાય. "

"હા કીધું તો હતું પણ.... "

"તો હવે થઈ જ ગયું છે તો... પાકુંને કે છોકરો આવે તો રુદ્ર અને છોકરી આવે તો અંજલી નામ રાખીશું. !?"

"અરે... !બહુ જલ્દી છે ને કાંઈ... "એમ કહી ને મેહુલ જીંકલને નજીક ખેંચે છે અને બંને હસવા લાગે છે.

:: સીન-7 ::

ડબલ ધમાકા સાથે સ્ક્રીન પર ટાઇટલ આવે છે, 'સફરમાં મળેલ હમસફર ભાગ-2'.

એક ટેકરીનો સીન છે. ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે. સ્ટેજ પર એક બેન્ચ પર એક છોકરી વાઈટ ડ્રેસ અને એક છોકરો જોકર વાળું ટીશર્ટ પહેરીને બેસેલા છે.

છોકરી કહે છે, "બાય ધી વૅ મેહુલ, તારા ફ્રેન્ડ રવિને પણ મારા પર ક્રશ છે, શુ કરું? હા કહી દઉં?"

"અચ્છા એ લંગુરને અંગુર જોતા છે, મળવા દે આજ, કાલ એ તારી જોડે રક્ષાબંધન મનાવશે. "

"અરે ફીલિંગ્સ તો એને પણ છે તો એક ચાન્સ તો મળવો જોઈએ ને... "

“ઓકે, તું વાત કરી શકે છે. "મેહુલ ઉદાસ થતા કહે છે.

"મેહુલ, આઈ લવ યુ પાગલ... "

"આઈ લવ યુ ટુ યાર ઋતુ. . શા માટે ડરાવે છે યાર... "મેહુલ ઋતુના કપાળ પર કિસ કરે છે.

ઋતુ કહે છે, "મારા હોઠને આમ જ તરસતા છોડી દઈશ મેહુલ... ?"

મેહુલ ઋતુના ગાલ ખેંચીને હસવા લાગે છે અને ઉભો થઇ જાય છે અને કહે છે, "ઋતુ આજ હું બહુ ખુશ છું. આ બધું જ... આ વરસાદની બુંદો... આ પતંગિયા... આ ભીની માટીની સુગંધ.... તારો સ્પર્શ... તારી વાતો.... આ બધું જ હું મારી ડાયરીમાં સમાવી લેવા માંગુ છું.... બધું જ સમાવી લેવા માંગુ છું... "

ઋતુ પાછળથી આવીને મેહુલને ચીપકી જાય છે, "લે સમાઈ ગઈ તારામાં.... "

(સ્ક્રીન પર એક ક્લબનો સીન આવે છે. બેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું મ્યુઝિક ચાલુ છે. )

સ્ટેજ પર એક છોકરો એક છોકરીને એક હાથથી હાથમાં અને એક હાથથી કમર પકડીને ઉભો છે. બંને ડાન્સ કરી રહ્યા છે.

છોકરી કહે છે, " અરે વાહ... પહેલી મુલાકાતમાં હગ અને બીજી મુલાકાતમાં કમર?.... બહુ ફાસ્ટ છે હા મેહુલ તું.... "

"હમમમમ .... એવરેજ ચાર મુલાકાતમાં કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય. બટ રાધિકા માટે ત્રણ જ ઇનફ છે. એ હિસાબથી જોઈએ તો હા હું ફાસ્ટ છું"

"શું મતલબ ચાર મુલાકાત? અમે ગર્લ્સ જેના પર ટ્રસ્ટ કરીએ એના એક મુલાકાતમાં થઈ જઈએ... નહી તો સો મુલાકાતમાં પણ નહીં... "

તો હું શેમાં આવીશ? એક કે સો??

"પાગલ, હું તો પહેલી જ મુલાકાતમાં તારી થઈ ગઈ હતી. "

"સચ્ચી?"

"મુચ્ચી"

બંને હસવા લાગે છે...

લાસ્ટ સીન

(સ્ક્રીન પર એક ટ્રેનનું સીન આવે છે. )

સ્ટેજ પર એક છોકરો બર્થ પર બેસેલો છે. એક છોકરી આવે છે. જેને વાઈટ કલરનું ટોપ પહેરેલું છે જેમાં 'PATAKHA' લખેલું હોય છે. તેના પર તેને બ્લેક જેકેટ અને ફંકી બ્લુ જિન્સ પહેરેલું છે. તેના વાળમાં રેડ અને પિંક હાઈલાઇટ્સ કરેલી છે. એકદમ ગોરો ચહેરો અને તેના પર બ્રાઉન મૅટ લિપસ્ટિક... મેહુલની સામેની સીટ પર આવીને બેસે છે અને કહે છે, "મેર મેહુલ તમે જ?"

"હા... "

"હમમ... મેં તારી બંને નોવેલ વાંચી છે, ખૂબ જ સરસ લખે છે તું. "

"હમમ"

"ઓય શુ થયું? મી. વ્રાઇટરનો નો મૂડ નથી લાગતો વાત કરવાનો... નો પ્રોબ્લેમ. આપણી પાસે ઘણો ટાઈમ છે. પછી વાત... "

તે કાનમાં ઈયરફોન લગાવીને સોંગ સાંભળવા લાગે છે. મેહુલ તેના કાનમાંથી ઈયરફોન કાઢી નાખે છે અને કહે છે, "બસ હવે નાટક ન કર. મને ખબર છે એમાં કોઈ સોંગ નથી આવતા. બોલ શું કહેતી હતી?"

બંને હસવા લાગે છે.

"હા તો મેહુલ હું એમ કહેતી હતી કે યાર મારી પાસે મારો સ્વીટુ છે નહીં તો તને પ્રપોઝ કરવાનું વિચારતી હતી. "

"મને... ?? કેમ??"

"અરે યાર... લેખક છો... અને એ પણ પ્રેમ જેવા વિષય પર લખવા વાળો... તું જેને મળીશ એતો બહુ ખુશનસીબ છોકરી હશે. "

"એવું... ?"

"મેં કભી જુઠ નહીં બોલતી"

બંને હસવા લાગે છે.

"ઠીક છે ચાલ તને પ્રપોઝ તો નહી કરી શકું પણ એક હગ... !!!???"

"યા સ્યોર... "

બંને હગ કરવા જાય છે....

અચાનક જ મેહુલ પોતાના સોફા પરથી ઉભો થઈને દોડીને સ્ટેજ પર જઇને પેલી છોકરીને પોતે હગ કરી જાય છે અને બંને રડી પડે છે. આ છોકરી બીજું કોઈ નહીં પણ મેઘા જ હતી.

બંને હગ કરીને છુટ્ટા પડે છે અને મેઘા મેહુલના ગાલ પર હાથ રાખી ને કહે છે... "હેપ્પી બર્થડે મેઘ …કહ્યું હતું ને 12th પાર્ટના રિવ્યૂમાં કે મળીએ પાર્ટીમાં.... તો.... "... અને બધી જ લાઇટ્સ ઑન થાય છે અને આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે મેહુલ જ્યારે હૉલમાં નજર ફેરવે છે ત્યારે એ શૉક થઇ જાય છે. એની નજર સામે... બધા જ એક સાથે બોલે છે “સરપ્રાઈઝ……. ”

આખો હોલ જુદા જુદા લોકો થઈ ભરાયેલો હતો જેમાં, મેહુલના અન્ય મિત્રો સાથે તેના સિહોરના મિત્રોનો પણ સમાવેશ થતો હતો, આ ઉપરાંત માતૃભારતીના પોતાનું સામ્રાજ્ય ફેલાવી ચૂકેલા તેમજ નવા જ આવેલા લેખકો પણ આ પાર્ટીમાં સામેલ હતા. જેમાં પ્રવીણ પીઠડીયા, હિરેન કવાડ, હિરેન ભટ્ટ, , રૂપેશ ગોકાણી, પાર્થ ઘેલાણી, રાજ નકુમ અને કૃણાલ ઢાંકેચા હતા. મેહુલ આ બધાને એક સાથે જોઈને જાણે આભો જ બની ગયો હતો. આ ઊપરાંત મેહુલની સ્ટોરીના વાંચકો પણ એમાં સામેલ હતા જેમને સ્ટેજ પર વારાફરતી પરફોર્મ કર્યું હતું, . આ આશ્ચર્યની હજુ એને કળ વળી ન હતી ત્યાં જ એને બીજો જોરદાર ઝટકો લાગ્યો. જેની તો કળ વળવી પણ મુશ્કેલ હતી. એ પોતાની સગી આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે આ બધું શુ થઇ રહ્યું છે. એને કંઈ જ સમજાતું નહોતું કે આ બધું આમ અચાનક.... !! વોટ્સ ગોઇંગ ઓન યાર!!! તેની આંખમાં આંસુ હતા અને હોઠો પર સ્મિત.

તેની સામે તેના મમ્મી-પાપા, ભાઈ-ભાભી, દીદી-જીજુ, અને શ્લોક ઉભા હતા. તે દોડીને ગયો અને મમ્મી પાપાને પગે લાગ્યો. ભાઈને ભેટી પડ્યો. ભાભીએ વ્હાલથી ગાલ પર ટપલી મારી હાથ ફેરવ્યો. દીદીએ તેને ખીજવવા માટે એના ગાલ ખેંચ્યા તો મેહુલે દીદીનું નાક ખેંચ્યુ, બંને એ એકબીજાને બર્થડે વિશ કરી... અને બંને હસવા લાગ્યા. જીજુએ પણ મેહુલને હાથ મિલાવી વિશ કર્યું અને ગળે મળ્યા. શ્લોકને તો મેહુલે ઉંચકીને હવામાં ઉપર ઉછાળ્યો. શ્લોકના નિર્દોષ ખડખડાટ હાસ્યથી આખો હોલ ગુંજી ઉઠ્યો. . મેહુલના ચહેરા પર એક અવિસ્મરણીય મુસ્કાન હતી. જે ક્યારેય ઓછી ન થાય અને એ મુસ્કાનને કોઈ ની નજર ન લાગે એવી પ્રાર્થના કોઈ દૂર એક ખૂણામાં ઉભીને કરી રહ્યું હતું.

પછી આપણાં બાઘેશ્વરને એટલે કે મેહુલને બધા જ મહેમાનોએ એના જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ સાથે ગિફ્ટસ અને બૂકે પણ આપ્યાં. આ બધા વચ્ચે મેહુલની આંખો કંઇક શોધતી હતી. પણ જે એને જોવું હતું એ ક્યાંય મળતું ન હતું. એટલામાં એક મસ્ત મોટી કૅક આવી. જેમાં વચ્ચે મેહુલનો ફોટો અને તેના ફોટોની ફરતે તેની બધી જ સ્ટોરીના કવર પૅજના ફોટા હતા. કૅકસ એકદમ આકર્ષક હતી. મેહુલે પોતાના ફોનમાં કૅકનો ફોટો લીધો. મેહુલના મિત્રો એ પણ કૅકના ફોટો પાડ્યા. પછી મીણબત્તી બુજાવવા માટે સળગાવવી હતી. એ માટે એક વેઈટર આવ્યો. પણ મેહુલે તેમને કહ્યું કે, "તમે મીણબત્તી ખાલી લગાવી દો. એને સળગાવતા નહીં, મારા જન્મદિવસે હું પોતે મીણબત્તી સળગાવીશ, પણ એને બુજાવીશ નહીં. હું અંધકાર કરવામાં નહીં પણ ઉજાશ ફેલાવવામાં માનું છું. સો પ્લીઝ એવરિવન ડોન્ટ માઈન્ડ. બધાને મેહુલનો આ અલગ વિચાર ખૂબ જ ગમ્યો જે બધાએ તાળીઓથી વધાવી લીધો. અરે આ જ તો છે મેહુલની ખાસિયત... પછી લાઇટ્સ ઑફ થતા મેહુલે 20 મીણબત્તીઓ સળગાવી અને આખો હોલ મીણબત્તીના પ્રકાશ અને મેહુલના વ્યક્તિત્વના તેજથી ઝળહળી ઉઠ્યો.

લાઇટ્સ ઓન થઈ એવી જ મેહુલની આંખો ફરીથી કંઇક શોધવા લાગી. મિત્રોએ મેહુલને કૅક કટ કરવા કહ્યું, પરંતુ મેહુલને કંઈક ઘટતું હોય એવું લાગ્યું. મેહુલે પોતાનો મોબાઇલ કાઢ્યો અને કૉલ લગાવ્યો, " ક્યાં છે તું?, જ્યાં હોય ત્યાં થી જલ્દી હૉલમાં આવી જા. હું પછી જ કૅક કટ કરીશ. "

એટલામાં મેઘા આવતી દેખાઈ. તે તેની ફ્રેન્ડ્સની સાથે પાછળ જ ઉભી રહી ગઈ અને ભીની આંખે મેહુલ સામે જોઈ રહી હતી. મેહુલના ચહેરા પરની આ ખુશી જોવા માટે જ તો એને આ બધી જહેમત ઉઠાવી હતી... માત્ર આ એક સ્માઈલ માટે જ. એની આંખમાં ખુશીના આંસુ હતા. મેઘાને ત્યાં જ અટકી જતા જોઈ મેહુલ પોતે કૅકના ટેબલ પાસેથી પાછળ જઈને મેઘાનો હાથ પકડી આગળ લઇ આવ્યો. અત્યારે મેહુલ કેટલું કંટ્રોલ કરતો હતો એ એને જ ખબર હતી. મેહુલે તેની દીદી સાથે કૅક કટ કરી. બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતું હતું…. ”બાર બાર દિન એ આયે બાર બાર દિલ એ ગાયે…. તુમ જિયો હજારો સાલ યે મેરી હે આરઝૂ… હેપ્પી બર્થડે ટુ યુ”

બધાએ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને એકદમ ધબકતી કરી દીધી. મેહુલે તેના મમ્મી પપ્પાને કૅક ખવડાવી. પછી વારાફરતી તેના ફૅમેલીને અને મિત્રોને ખવડાવી. તે ફેમિલી પછી મેઘાને ખવડાવવા જતો હતો પણ મેઘા એ તેના મિત્રો ને આગળ કર્યા. હવે મેહુલે કોઈની સામે જોયા વગર કૅકનો પીસ લઇ મેઘા તરફ ગયો અને મેઘાને ખવડાવી. બંનેની આંખો ભીની હતી.... જાણે ઘણું બધુ કહેવા માંગતી હતી... મેહુલ કંઈક બોલવા જતો હતો ત્યાં મેઘા એ આંખના ઈશારે તેને રોક્યો. અને આંખો બંધ કરી સ્માઈલ આપી સમજાવી દીધું કે પછી શાંતીથી વાત કરીએ. મેહુલ પણ સ્માઈલ આપી બધા સાથે પાછો આવી ગયો. મેહુલના મમ્મી પાપાને કોઈ રિલેટિવસ્ ને ત્યાં ફંકશનમાં જવાનું હોવાથી એ બંને નીકળી ગયા.

ત્યારબાદ બધાએ પોતપોતાનું સ્થાન લીધું અને ફરીથી લાઇટ્સ ઑફ થઈ અને આજની પાર્ટીના હૉટ કપલ કહી શકાય એવા પ્રેય અને કુંજે સ્ટૅજ પર રૂસ્તમ મુવીની સોંગ ‘ઓ કરમ ખુદાયા હૈ, તું જે મેને જો પાયા હૈ, તુજ પે હી મરકે તો મુજે જીના આયા હૈ. ’ સોંગ પર રોમેન્ટિક ડાન્સ કર્યો. ત્યાર પછી અમી પટેલ જે મેહુલની સ્ટોરીની એક વાંચક અને મેહુલની ફેન છે. તેણે પોતાના હસબન્ડ સાથે ‘દિલ દી યા ગલ્લા’ પર ડાન્સ કર્યો... ડાન્સ જેવો પૂરો થયો એવી જ બધી લાઇટ્સ ઓન કરવામાં આવી.

બધાએ બંને કપલને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. મેહુલ તેના મિત્રો સાથે બેઠો હતો. અને મેઘા તેના ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે હતી. બધા પોતપોતાની રીતે સોફ્ટ ડ્રિંક્સ અને બિયર એન્જોય કરી રહ્યા હતા...

પાર્ટીમાં ઘણા કપલ્સ હતાં. એટલે ગોઠવણ મુજબ પહેલા કપલડાન્સ અને પછી રૉક ડાન્સ. બધા એકદમ બિન્દાસ થઈને ફ્લોર પર કપલડાન્સ કરતા હતા... જેમાં husband-wife, fionce-fioncy, gf-bf અને જે એકલા હતા એ as a friends જોડી બની ગયા અને ડાન્સ કરવા લાગ્યા.

મેઘા એની ફ્રેન્ડ્સ જોડે વાતો કરતી હતી ત્યાં કોઈ છોકરા એ મેઘાને ડાન્સ માટે પ્રપોઝ કર્યું. મેઘાએ તેની ડિમ્પલવાળી સ્માઈલ સાથે એક્સેપ્ટ કરી ડાન્સ ફ્લોર પર ગઈ. મેહુલે તેના ગ્રુપ સામે ધ્યાન જતા જોયું તો મેઘા ત્યાં ન હતી. તેને આજુબાજુ નજર ફેરવી. મેઘા કોઈ જોડે ડાન્સ કરી રહી હતી. મેહુલ ત્યાથી ઉભો થયો. મેઘા પાસે આવ્યો ત્યારે એની આંખમાં કંઈક અલગ જ ભાવ હતા પરંતુ પેલા છોકરા સામે સ્માઈલ કરી શાંતિથી કહ્યું, "પ્લીઝ મે આઈ?"

"યસ શ્યોર"

મેહુલે મેઘાનો હાથ હાથમાં લીધો. અને એક હાથ મેઘાની કમર પર રાખ્યો. મેઘાએ પણ પોતાનો હાથ મેહુલના ખભા પર રાખ્યો. ટ્રેક ચેન્જ થયો. સોંગ આવ્યું.... , બરેલી કી બર્ફીનું 'તું નઝમ નઝમ સા મેરે હોઠો પે ઠહરજા, મેં ખ્વાબ ખ્વાબ સા તેરી આંખો મેં જાંકું રે’હવે બેમાંથી એકપણને બોલવાની જરૂર ન હતી... બધો જ વહીવટ આંખોએ સંભાળ્યો હતો. મેઘા બસ મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી. મેહુલ બસ તેને જોઈ જ રહ્યો હતો. અને મનમાં તો બંને એકબીજા માટે સરખી જ પ્રાર્થના કરી રહ્યા હતા કે તે હંમેશા આમ જ હસતો રહે અને હસ્તી રહે.

થોડી વાર કપલ ડાન્સ કર્યો. ત્યાં રૉક મ્યુઝિક ચાલુ થયું. ‘મેં લડકી બ્યુટીફૂલ કર ગઈ ચૂલ’મેઘાનું ફેવરિટ સોંગ. મેઘાના પગ થિરકવા લાગ્યા... મેઘાની બધી ફ્રેન્ડ્સ પણ દોડીને આવી ગઈ અને મેહુલ પણ તેના મિત્રો સાથે જતો રહ્યો. હવે મેઘા પોતાના રંગમાં હતી. જ્યારે પણ ડીજે સોંગ્સ ચાલુ થતા, મેઘા બધું જ ભુલી જતી અને પોતાનામાં જ ખોવાઈ જતી અને મેહુલ આ મસ્તાની મેઘાને જોવામાં ખોવાઈ ગયો...

થોડીવારના રૉક ઍન્જોય પછી બધા થાક્યા એટલે પછી ફ્રેશ થઈને બધાએ ડિનર એન્જોય કર્યું અને ફરીથી મેહુલને બધા વિશ કરી છુટા પડ્યા. જતા જતા પ્રવિણ પીઠડીયાએ મેહુલ સાથે હાથ મિલાવતા કહ્યું કે, મેહુલ ભલે માતૃભારતીમાં ઑથર ઑફ ધ યરમાં હું top 50 માં પ્રથમ ક્રમે હોઉ, પણ સાચો બાદશાહ તો દોસ્ત તું જ છે, મેર મેહુલ જ છે અને ગળે મળી ગ્રેટ લાઈફ અહેડની શુભકામના આપી છુટા પડ્યા. મેહુલના બધા જ વાંચકોએ મેહુલને શુભકામનાઓ આપી અને મેહુલના મિત્રો અને ફેમિલી પણ મેહુલની રજા લઈને નીકળી ગયા.

મેહુલને હજુ અમદાવાદ જવાનું હોવાથી એને એના ફેમિલી જોડે જવાનું ન હતું. મેઘાની ફ્રેન્ડ્સ પણ મેઘા ની રજા લઇ ને નીકળી ગઈ. રાતના 10 વાગી ગયા હતા. મેઘા ફ્રેશ થવા માટે લેડીઝ રૂમમાં ગઈ અને મેહુલે તેના ગયા પછી અધૂરું કામ પૂરું કર્યું. ત્યારબાદ મેઘા અને મેહુલ પણ ત્યાંથી નીકળ્યા. મેઘા ફ્રેશ થવા ગઈ તે દરમિયાન મેહુલે મેઘાથી એક વાત છુપાવી હતી. જેનાથી મેઘા બિલકુલ અજાણ હતી. મેઘા એ કાર રેલવે સ્ટેશન તરફ વાળી. મેહુલે મેઘાથી છુપાવેલી વાત મેઘાને એક વાક્યમાં જ કહી નાંખી અને મેઘાને જાણે વિશ્વાસ ન થયો હોય સાંભળીને અને અચાનક જ જટકો લાગ્યો હોય એમ એને સજ્જડ બ્રેક મારી.

(ક્રમશઃ)

02-08-2018 નો એ દિવસ હતો. મારો જન્મદિવસ, મને અત્યાર સુધીના મળેલા ગિફ્ટમાં શ્રેષ્ઠ ગિફ્ટ. આ નૉવેલ તૈયાર કરવામાં તેણે બે મહિનાનો સમય લીધો એવું મને ત્રણ ઓગસ્ટે જાણવા મળ્યું. બીજી તારીખે મારે કંઈ બોલવાનું નોહતું, માત્ર જે ભાગ મળે તે વાંચવાનો.

હવે તો સરપ્રાઈઝ પણ પૂરું થઈ ગયું, મેહુલે એવું તો શું કહ્યું?, આઈ લવ યુ કહ્યું હશે??, મને નહિ ખબર આગળના ભાગમાં જોઈ લેજો.

-Mer Mehul

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED