Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-2

પ્રસ્તાવના

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી. લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..

ભાગ-2

તુ મુસ્કુરાયે વજાહ મે બનું

પાર્ટ-4

(મને બપોરે 03:04 વાગ્યે મળ્યો હતો)

ત્યાં મેહુલની વિન્ડો સાઈડ એક પાનની દુકાન હતી. મેઘાએ મેહુલને કહ્યું, “ બે ગોલ્ડફ્લૅક લઈ લે”મેહુલ આંખો ફાડીને મેઘા સામે જોવા લાગ્યો. મેઘાએ પ્રેમથી કહ્યું,"બાઘાની જેમ જુએ છે શું? લઈ લે જલ્દી,આઈ નૉ, યુ નિડ ઇટ ડાર્લિંગ”

"ના, મારે નથી પીવી. મને કોઈએ ના પાડી છે. "

"એ ચાપલી,ના વાળી થતી લઈ લે. કોઈએ એવું પણ કહ્યું છે કે ક્યારેક ન રહેવાય તો પી લેવાની. તો આજ પી લે હું કહું છું ને. ” મેઘાએ નકલી ગુસ્સો કરતા કહ્યું.

"શ્યોર?"

"100%"

"ઓકે"મેહુલે બે ગોલ્ડફ્લૅક અને એક સ્પ્રાઇટ લીધી. મેઘાએ નજીકમાં રહેલા ફ્લોરલપાર્ક બાજુ ગાડી વાળી અને ત્યાં થોડી વાર માટે બહાર ઉભા. મેહુલે સિગારેટ જલાવી એક-બે કશ લીધા અને મેઘાને ફોર્મલીટી માટે ઑફર કરી. મેઘાએ એના હાથમાંથી સિગારેટ લઈ લીધી અને કહ્યું ,"થેન્ક્સ, હવે તું બીજી જલાવી લે. "મેહુલ આંખો ફાડી એને જોયા કર્યો.

"આમ શું જુએ છે! સિગારેટ જ લીધી છે કઈ તારી કિડની નથી કાઢી લીધી. "

મેહુલે મેઘાનો કાન ખેંચ્યો અને કહ્યું,"ફીલિંગ્સ તો એવી જ આવી બિલાડી કે તે કિડની કાઢી લીધી હોય. ગજબ દાદાગીરી છે હા તારી. "

મેઘાએ આંખો નચાવીને કહ્યું,”હા હો વર્લ્ડ ફેમસ છે મારી દાદાગીરી,એટલે જો બકા તકલીફ તો રહેવાની જ. " બંને હસવા લાગ્યા. મેઘાએ કહ્યું,"મેહુલ, તારી બળે નહીં તો એક વાત કહું?"

મેહુલે નાક ફુલાવી ખોટી કાતર મારતા કહ્યું,"ના કહીશ તો તું શું મારી બાળ્યા વગરની રહેવાની છો?! કહી દે હવે ચાલ. "

"હમમ,હું અને સ્વીટુ અહીં અવારનવાર બેસવા માટે આવતા અને અમુક વખત તો સ્પેશિયલ અહીં સ્વીટ કોર્નની ચીઝવાળી ભેળ ખાવા માટે આવતા. જો તને પસંદ હોય તો આપણે ખાઈએ. સુરતમાં વર્લ્ડ ફેમસ છે. હાહાહા"

"અરે વાહ, કેમ નહીં,શ્યોર. "પછી મેઘાએ એ સ્ટોલવાળા આંટીને એક ડબલ ચીઝ બટરવાળી ભેળ બનાવવા કહ્યું. પછી મેહુલને કહ્યું,"ચાલ પૈસા આપ. "

મેહુલ મનમાં વિચારવા લાગ્યો,' સાંભળ્યું હતું કે અમદાવાદી કોઈનું કરી નાખવામાં બહુ માહિર હોય છે પણ આ કંઈ કમ નહીં લાગતી. રાત સુધીમાં આ સુરતીલાલી મને ખાલી કરી દેશે એવું લાગે છે. "

પછી બંનેએ ચીઝી સ્વીટ કોર્નભેળ ખાવાનું ચાલુ કર્યું. ખરેખર ખૂબ જ ટેસ્ટી હતી. મેહુલને પણ બહુ જ પસંદ આવી. પછી મેઘાએ મેહુલને કારની ચાવી આપી અને પોતે બાજુની સીટમાં ગોઠવાઈ. મેહુલે ગાડી સ્ટાર્ટ કરીને ટર્ન લઈ મેઘાના કહેવા મુજબ ડુમ્મસ બાજુ ગાડી વાળી. સોંગ ચાલુ થયા. ‘કશ્મીર મેં… તું કન્યા કુમારી,નૉર્થ સાઉથ કી મીટ ગઈ દેખો દુરી હી સારી. ”

મસ્તી અને વાતો કરતા કરતા ડુમ્મસ ક્યારે આવી ગયું એ બેમાંથી એકેયને ખ્યાલ જ ન રહ્યો. મેહુલે ગાડી પાર્ક કરી અને બંને ડુમ્મસના દરિયાની લહેરો તરફ ચાલતા થયા. વાતાવરણ વાદળછાયુ હોવાથી તાપ ન હતો એટલે મેઘાએ પોતાની હિલ્સ કાઢી નાખી અને દરિયાની રેતીમાં ઉઘાડા પગે ચાલવા લાગી. તેને જોઈ ને મેહુલના ચહેરા પર કંઈક અલગ જ સ્માઈલ આંટો મારી ગઈ. જે મેઘાએ નહોતી જોઈ. બપોરનો સમય હતો અને પાછો ગુરુ વાર એટલે માણસોની અવર જવર પણ નહિવત હતી. બાકી સુરતમાં શનિ-રવિ અને જાહેર રજાઓમાં તો કોઈ પબ્લિક પ્લેસ પર પગ મુકવાની જગ્યા ન મળે.

મેઘાએ પોતાની હિલ્સ હાથમાં ઊંચકેલી હતી. એ સંભાળવા જતા એનો મોબાઈલ એના હાથમાંથી પડી ગયો. મેઘા મોબાઈલ લેવા માટે નીચે બેઠી અને ઉભી થવા ગઈ ત્યાં અચાનક જ તેના માથા સાથે કંઈક અથડાયું. મેઘાએ ઉંચી નજર કરી તો મેહુલ આંખો મીંચીને એનું નાક અને કપાળ પકડીને એની સામે બેઠો હતો. પહેલા તો મેઘાને હસવું આવ્યું અને પછી મોબાઈલ અને હિલ્સ સાઈડમાં મૂકી મેહુલનું માથું દબાવવા લાગી. ,"મેઘ, બહુ વધારે તો નથી વાગ્યું ને બકા?" મેહુલ પલાંઠી વાળીને ત્યાં જ બેસી પડ્યો. એને સાચેમાં મેઘાનું માથું નાક પર જોરથી વાગ્યું હતું. મેઘા તેની સામે ઘૂંટણિયે બેસી ગઈ. અજાણતા જ મેઘા મેહુલની એકદમ જ નજીક આવી ગઈ હતી જે મેહુલને સાચવવામાં એના ધ્યાનમાં જ નહોતું રહ્યું. મેહુલે આંખ ખોલીને મેઘાની સામે જોયું અને બંને પોતપોતાની નશીલી આંખોના માલીક એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. જાણે આસપાસ બધું જ થંભી ગયું.

દરિયાની લહેરો પણ જાણે તેની આંખોના દરિયાની જેમ શાંત થઇ ગઈ. મેઘાનો એક હાથ મેહુલના કપાળ પર હતો અને બીજો મેહુલના ગાલ પર અને એ હાથ મેહુલે કાંડેથી પકડેલો હતો. કેટલીક ક્ષણો સુધી બંને એકબીજાને એમ જ તાકી રહ્યા. બે માંથી એકપણ આ મૌન તોડવા માટે તૈયાર ન હતા. કારણ કે હવે વાત કરવાનો વારો આંખોનો હતો.

મેઘાએ ના ચાહવા છતાં મૌન તોડ્યું અને કહયુ,"સૉરી યાર મેઘ,મારું ધ્યાન જ ન ગયું, હું ઉભી થવા ગઈ એમાં તને લાગી ગયું,”

"અરે ગાંડી,ઇટ્સ ઑકે આટલી બધી કેમ ગભરાય છે. આઈ એમ ફાઇન,પ્લીઝ યુ ડોન્ટ વરી”મેઘા પણ મેહુલની સામે પલાંઠી વાળીને બેસી ગઈ. એની આંખમાં પાણી આવી ગયા હતા એ મેહુલ જોઈ શકતો હતો. એને ફરીથી કહ્યું," અરે બીલ્લુ સાચે ગાંડી થઇ ગઇ છે કે શું!? નથી વાગ્યું મને એટલું બધું. એતો નાક પર વાગ્યું હતું એટલે કળ વળતા થોડી વાર લાગી. હવે નથી દુખતું. પ્લીઝ તું આમ ઉદાસ ન થા. મને આવી સૅડ સૅડ બીલ્લુ નથી ગમતી તને ખબર છે ને? ચાલ જલ્દીથી પેલી મસ્ત મોટી સ્માઈલ આપ. બીલ્લુ વાળી. "

મેઘા આંખો લૂછતી હસવા લાગી. મેહુલ ઉભો થયો અને મેઘાનો હાથ પકડી ઉભી કરી એ કહ્યું,"ચાલ હું પણ શૂઝ કાઢી નાખું આપણે આ ભીની ઠંડી રેતીનો સ્પર્શ સાથે મહેસુસ કરીએ. "

પોતાના જૂતા ત્યાં જ મૂકી પેન્ટને ઘૂંટણ સુધી ચડાવી બંને આગળ ચાલવા લાગ્યા. થોડું થોડું પાણી બંનેના પગને વારે વારે ભીના કરી જતું હતું. થોડીવાર ચાલ્યા પછી મેઘાએ કહ્યું,"ચાલ મેહુલ દરિયામાં થોડા અંદર જઈએ. "

"ના, ઓયે અહીં જ ઠીક છીએ. અંદર પલળવા નથી જવું. મારે હજુ આ કપડે અમદાવાદ પણ પહોંચવાનું છે. અને જો ભીના થશે તો ધૂળ પણ લાગશે અને ગંદા થશે. "

"ઍઝ યુ વિશ મી. મેઘ, મેં તો ચલી. " કહીને પોતાનો મોબાઈલ અને પર્સ મેહુલના હાથમાં આપી મેઘા દરિયામાં અંદર જવા લાગી. મેહુલે મેઘાનો ફોન પર્સમાં મૂકી દીધો. મેહુલ મેઘાને જોયા જ કર્યો. એના આ બિન્દાસ અંદાજને ફોનમાં કેપ્ચર કરવા લાગ્યો.

અત્યારે મેઘા એકદમ નાની છોકરી જેવી જ માસુમ લાગતી હતી. મેહુલને થતું હતું કે,'કાશ એ મેઘાને હંમેશ માટે આમ જ જોયા કરું. 'પણ એ શક્ય ન હતું. એટલે આ મોમેન્ટને એ જતી કરવા નહોતો ઇચ્છતો. મેહુલે આ બધી જ ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. તેણે પાણીથી રમતી મેઘાના ફોટા તો પાડ્યા જ સાથે વીડિયો પણ ઉતાર્યો. એ કોઈ બૉલીવુડની એક્ટ્રેસથી કમ નહોતી લાગતી.

ત્યાં અચાનક જ એક મોજું જોરથી……

***

પાર્ટ-5

(મને સાંજે 06:12 વાગ્યે મળ્યો હતો)

અચાનક જ એક મોજું જોરથી ફરી વળ્યું અને મેઘા દરિયામાં વધારે ઊંડે ધકેલવા લાગી. મેઘાને જાણે ચીસ પાડવાનો મોકો પણ ન મળ્યો. મેહુલ પોતાનો ફૉન અને પર્સ બધું દૂર ફેંકીને સીધો મેઘા તરફ દોડ્યો. મેઘા પોતાનું બેલેન્સ ગુમાવી ચુકી હતી. તે પાણીના જોરથી પાછળ નમી ગઈ અને તેનું માથું સીધુ પાણીમાં જતું હતું ત્યાં જ મેહુલે આવીને મેઘાનો હાથ પકડીને ખેંચી લીધી. બંને કમરથી ઉપર સુધીના પાણીમાં ઉભા હતા.

મેહુલ ડર મિશ્રિત ગુસ્સામાં મેઘાને કહેવા લાગ્યો, “કંઈ ભાન પડે કે નહીં. પોતાને સંભાળી નથી શકતી તો શું જરૂર હતી તારે આટલા ઊંડા પાણીમાં આવવાની! મારાથી હાથ ન પકડાયો હોત અને ડૂબી ગઈ હોત તો?!"

મેઘા તેની સામે જોતા ડરનું નાટક કરતા બોલી,"હા યાર મેઘ,ડૂબી ગઈ હોત તો?!મારા હેર ખરાબ થઇ જાત યાર. !"

હવે મેહુલને સાચે ગુસ્સો આવ્યો તેને મેઘાને બંને હાથે બાવડેથી પકડીને પોતાની તરફ ખેંચી અને બોલ્યો,"અહીં મારો જીવ તાળવે ચોંટી ગયો હતો અને તને તારા હેરની પડી છે. "મેહુલની આંખમાં આંસુ આવી ગયા.

મેઘાએ મેહુલની પકડ ઢીલી કર્યા વગર જ મેહુલ સામે જોઇને કહ્યું, “મેઘ,મને મારા હેરની નથી પડી. મને સંભાળવા વાળો તું છે એ મને ખબર હતી. જે મેઘ એની બીલ્લુની આંખમાં એક આંસુ પણ ન જોઈ શકે એ બીલ્લુને ડૂબવા કેમ દે?! મેઘ,સૉરી. હું સાચેમાં નહોતી ડૂબી. ઇટ વોઝ જસ્ટ પ્રેન્ક ટૂ બ્રિન્ગ યુ ઇન સી, આઈ એમ સૉરી” મેઘાએ પોતાના બંને કાન પકડ્યા.

મેહુલ ધૂંધવાયો,"સૉરી!?, વૉટ સોરી હા!?" તેને મેઘાને વધારે જોરમાં પકડી અને ખીજવાયો," તને ભાન પણ છે કે તારા આ પ્રેન્કમાં મને તારા સુધી પહોંચતા એક સેકન્ડમાં કેટલી કલાકો વીતી ગઈ હોય એવી લાગી... !? તને અંદાઝ પણ છે કે એક સેકન્ડમાં મને કેટલી વાર ભગવાન દેખાઈ ગયા. !? એક સેકન્ડમાં મારા ધબકારા કેટલી સ્પીડે વધી ગયા.. !? આ જો ... " એમ કહી પોતાની છાતી પર હાથ રખાવ્યો. મેહુલનું હૃદય જાણે એક મિનિટના બદલે એક સેકન્ડમાં 72 વાર ધડકતું હોય એટલી સ્પીડે ધડકતું મેઘાએ મહેસુસ કર્યું.

મેઘા કંઈ જ ન બોલી શકી,એ નીચું જોઈ ગઈ. ત્યાં જ અચાનક વીજળી નો જોરદાર કડાકો થયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

મેહુલ બોલ્યો,"લે હવે નહી થતા તારા હેર ખરાબ?!"

મેઘાએ ઉંચુ જોયું. મેહુલે એની સામે જોયું તો મેઘા રડતી હતી. મેહુલે કંઈ જ બોલ્યા વગર મેઘાને પોતાની તરફ ખેંચીને એકદમ ટાઈટ હગ કરી લીધું. મેઘા હિબકે હિબકે રડી પડી. મેહુલ પણ રડવા લાગ્યો. એને મેઘાને માથે હાથ ફેરવ્યો અને તેના ફૉરહેડ પર એક કિસ કરી. બંને કેટલીય મિનિટો સુધી એમ જ એક બીજાને હૂંફ આપતા હગ કરીને ઉભા રહ્યા. બેમાંથી એકેયને અલગ થવાનું મન નહોતું થતું.

આખરે મેહુલે મેઘાના ગાલ પકડી અને કહ્યું," બીલ્લુ બસ ચાલ જોઈએ હવે,બીમાર પડીશ પાછી. "

બંને અલગ થયા અને પાછી મેહુલે મેઘાના ફૉરહેડ પર એક કિસ કરી. મેઘાના ફૅસ પર એ જ એક બિલિયન ડૉલરવાળી ડિમ્પી સ્માઈલ આવી ગઈ. મેઘા પાછી મેહુલને ચીપકી ગઈ.

મેહુલ હસવા લાગ્યો,"બીલ્લુ.... બીલ્લુ.... સાવ પાગલ" એમ કહીને તેને મેઘાને પોતાના બંને હાથે ઉંચકી લિધીને ચાલવા લાગ્યો.

મેઘા રાડો પાડવા લાગી," એ ડોબા... તું પાડીશ મને,ઉતાર નીચે યાર.... "

મેહુલે ઇશારામાં ના પાડી અને દરિયાની બહાર સુધી એવી જ રીતે લઈને આવ્યો. બંને એકબીજા સામે જોઇને હસતા હતા. બહાર આવતા જ મેઘાનું ધ્યાન તેના પર્સ અને મેહુલના ફોન પર પડ્યુંએ મેહુલના હાથમાંથી કુદી ગઈ અને સીધી પર્સ અને મોબાઈલ તરફ દોડી. બંને વસ્તુ હાથમાં લઈને મેહુલ સામે દયામણી નજરે જોવા લાગી. પર્સ તો લેધરનું હતું એટલે એમાં કોઈ જ વાંધો ન આવ્યો હતો. એતો ઉપરથી જ ભીનું થયું હતું પણ મેહુલ નો મોબાઈલ. !!??

મેહુલ મેઘા સામે જોઇને હસવા લાગ્યો," એ બિલાડી પાછી નહી રડવા લાગતી. વૉટર પ્રુફ છે મારો ફોન ડોન્ટ વરી બકુ. "

"હાશશશશશ... થેન્ક ગોડ. ",બોલતી મેઘા ત્યાં જ પલાંઠી વાળીને બેસી ગઈ.

"એ આળસુની પીર,પાછી ક્યાં બેસી ગઈ ચાલ ઉભી થા જલ્દી,મને ઠંડી લાગે છે. ચાલ કોફી પીવા જઈએ. "

"ઓકે બોસ,ચાલો" કહીને મેઘા મેહુલનો હાથ પકડીને ઉભી થઇ. બંને આગળ ચાલીને પોતપોતાના જૂતા લઈને ચાલતા થયા.

વરસાદ તો બંધ થઈ ગયો હતો પણ ઠંડો પવન બહુ હતો. મેહુલ અને મેઘા બંને ધ્રુજતા હતા. મેહુલ મેઘાની સામે જોઇને બોલ્યો," જા જા હજુ જા... દરિયાની વચ્ચે, બહુ ચસ્કો હતોને. હવે કેમ ધ્રુજે છે. ! તારા લીધે હું પણ આખો પલળી ગયો. આમાં મારી તો વાટ લાગી જશે. !"

"બસ બસ હવે બહુ ટોન્ટ મારવાની જરૂર નહી. અને રડવાનું બંધ કર. તું કંઈ નમણી નાર નથી કે તારી વાટ લાગી જાય. "

બંને એકબીજા સામે ખોટી ખોટી કાતર મારી રહ્યા હતા. બંને ગાડી પાસે પહોંચ્યા ત્યાં મેઘાએ મેહુલ સામે જોઈ ને કીધું," બહુ ઠંડી લાગે છે ને તને!? ચલ... ,ચલ કોને મેં"

મેહુલ તો હેબતાઈ જ ગયો કે અને અચાનક શું થયું!આના મગજમાં પાણી ભરાઈ ગયું કે શું!?

"એ... એ એ.... શું બોલે છે તું... ?"

"ના તું ચલ"

"અરે.... નહી લાગતી મને ઠંડી બસ. "

મેઘા જોર જોર થી હસવા લાગી. મેહુલના હાવભાવ તો જોયા જેવા હતા. મેઘાએ મેહુલ પાસે જઈને એના ગાલ પર ટપલી મારી અને કહયુ,"હટ, ફટ્ટુ. "

મેઘાએ ગાડી ખોલીને એમાંથી એક બૅગ આપી અને પોતાની એક બેગ ડીક્કીમાં હતી તેમાંથી ટુવાલ આપ્યો અને કહ્યું, “અહીં આ જે ઝૂંપડા જેવું દેખાય છે ને, ત્યાં જઈને ચેન્જ કરી લે. ત્યાં કોઈ લેડિઝ કે જેન્સ્ટ્સ હશે એ ને ચાર્જ આપી દેજે. ”

મેહુલે બેગ ખોલીને જોયું તો એમાં ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું જીન્સ હતું. મેહુલે આશ્ર્ચર્ય સાથે મેઘા સામે જોયું તો મેઘા હસવા લાગી. મેહુલે કહ્યું," બિલ્લુ આ... " મેઘાએ તેને વચ્ચે થઈ જ અટકાવતા કહ્યું, ‘ એ બધું પછી અત્યારે તું પેલા ચેન્જ કરી આવ. નહિ તો વધારે ઠંડી ચડી જશે. ”

એ મેઘા સામે માત્ર જોઈને સ્માઈલ જ કરી શક્યો. મેઘાએ પણ સ્માઈલ આપતા કહ્યું, "પાગલ,ગૉ નાઉ. "

મેહુલને આવતો જોઈ મેઘાએ આંખ મારતાં કહ્યું," હાયયય…. માલ લાગે છે હા બાકી, વેઇટ હું પણ ચેન્જ કરી આવું. "

મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું," અરે યાર સાથે જ અવાય ને... એકના ચાર્જમાં બંને ચેન્જ કરી લેત. ખોટા ડબલ પૈસા ન આપવા પડત. શું યાર તું પણ... ”

"અચ્છા જી, હવે બીજીવાર પૈસા આપવા જ છે તો ચાલ સાથે.. ચાલ", એમ કરીને મેઘા મેહુલને ખેંચવા લાગી.

"ઓયે ના, જા તું... હું મજાક કરતો હતો યાર"

"તો મેં કોનસા સીરીયસ થી?!",એમ કહી મેઘાએ આંખ મિચકારી,"ફટ્ટુ... હાહાહાહા.... તને શું લાગ્યું હું સાચે તને સાથે લઈ જાત એમ... જા જા.... "

"હા હવે જા ને, ચાપલી. "

મેઘા ચાલતી થઇ ત્યાં મેહુલે કહ્યું,"સાંભળ બકુ, પ્લીઝ ડોન્ટ માઈન્ડ પણ હું તારી સાથે આવું છું. "

"વૉટ??!!. વાય!!!?? "

મેહુલે મેઘાના માથામાં ટપલી મારતા કહ્યું,"એ ડોબી, એવા એક્સપ્રેશન ના આપ. તારી સાથે આવું છું મતલબ હું ત્યાં બહાર ઉભો રહીશ. ત્યાં કોઈ લેડિઝ નથી. એટલે તારે એકલા નથી જવું ચાલ. " મેઘા મેહુલ સામે મટકું પણ માર્યા વગર એકદમ અલગ જ નજરથી જોઈ રહી. મેઘાની તેની આગળ ચાલવા લાગ્યો. મેઘા એને પાછળથી જોતી જ રહી અને સ્માઈલ કરતી રહી.

મેઘાએ આજ પહેલીવાર પોતાનો ટુવાલ કોઈ જોડે શૅર કર્યો હતો અને એ પણ સ્વેચ્છાએ. મેઘા કપડાં બદલાવીને બહાર નીકળી. કોઈ જ મેકઅપ નહીં, કોઈ જ શણગાર નહીં.

વાઈટ સેન્ડો પર બ્લેક લેધરનું જેકેટ પહેર્યું અને નીચે ઘેરવાળું લોન્ગ લાલ મરૂન સ્કર્ટ પહેર્યું. મેહુલ અપલક નજરે તેનું આ સાચું રૂપ જોયા જ કર્યો અને મનમાં જ વિચારવા લાગ્યો આને શી જરૂર કોઈ મેકઅપની?!

"ચલે?!"

"યા... "

બંને ગાડી પાસે આવ્યા અને આ વખતે પણ ડ્રાઇવિંગ મેહુલે જ સંભાળ્યું. FMમાં સોન્ગસ્ ચાલુ થયા.

‘તેરી શર્ટ દા મેં બટન સોનિયા,બાલો કા તેરી મેં હાયે કલીપ હો ગયા.

ચાંદ સે ભી જ્યાદા સોણા મુખડા, દેખતે હી દિલ યે સ્લીપ હો ગયા. ’

મેઘાએ પર્સમાંથી લિપ ગ્લોઝ અને કાજલ કાઢીને લગાવ્યા અને વિન્ડો ખોલીને વાળ સુકવ્યા. પછી બંને ત્યાં થઈ CCD માં કૉફી પીવા માટે ગયા. ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં વરસાદ ધીમો ધીમો ફરીથી ચાલુ થઈ ગયો હતો. બંનેએ હૉટ કૉફી પીધી પછી કંઈક ઠંડી ઉડી. ઘડિયાળમાં જોયું તો સાડા છ વાગી ગયા હતા. મેહુલની ટ્રેન રાતે 11 વાગ્યાની હતી એટલે તેમની પાસે હજુ ઘણો ટાઈમ હતો.

બંનેએ મૂવી જોવા જવાનું નક્કી કર્યું. મુવીનો શૉ જોયો તો 2 કલાક અને અઢી કલાક પછીનો હતો. બાકી એ પહેલાંના મૂવીમાં કંઈ લેવાનું નહોતું. એટલે બંને થોડીવાર શાંતીથી બેઠા,કોફી પતાવી અને પછી મેઘાએ કહ્યું," મેહુલ એક કામ કરીએ તો? મને બહુ ભૂખ લાગી છે યાર, પહેલા ક્યાંક સારી રરેસ્ટોરન્માં જઇને જમી લઈએ પછી મૂવી જોવા જઈશું. "

"ઑકે બેબી,એઝ યુ સૅ”

"ધેન લેટ્સ ગો” બંને ત્યાંથી નીકળી સીધા પરવત પાટિયા સાઈડ આવી ગયા કેમકે તેમને મૂવી માટે પણ ત્યાં નજીકમાં જ આવેલ મૉલમાં જવાનું હતું.

મેઘાએ કહ્યું ,"ચાલ અહીં ક્રોસ રોડ રેસ્ટોરન્ટ જ નજીક પડશે ત્યાં જ જતા રહીએ. "

"હમમ, ઓકે"

ગાડી નીચે પાર્ક કરીને બંને ફર્સ્ટ ફ્લોર પર ગયા. ત્યાં પહોંચ્યા ત્યાં મેઘાને કોઈનો કોલ આવ્યો. મેઘાએ મેહુલને કહ્યું,"મેહુલ જસ્ટ પાંચ મિનિટ્સ પ્લીઝ, તું અંદર જઈને ફ્રેશ થા ત્યાં હું આવું જ છું. "

"ઑકે બીલ્લુ,કમ ફાસ્ટ" મેહુલ હૉલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો ત્યાં જ અચાનક જ તેની સામે અંધારું છવાઈ ગયું અને તેની આંખો પર અને મોં પર કોઈ પટ્ટી મારીને મેહુલનો હાથ પકડી એને ત્યાંથી બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યો. મેહુલે છૂટવાની ઘણી કોશિશ કરી પણ એની સામે બે કરતા વધારે વ્યક્તિ હોવાથી મેહુલના પ્રયત્નો કામ ન લાગ્યા. મેઘા બહાર ફોન પર વાત કરવામાં એટલી ખોવાઈ ગઈ કે આ બનાવ પર તેનું ધ્યાન જ ન ગયું. મેહુલના મોં પર પટ્ટી હોવાથી એ મેઘાને બૂમ પણ ન પાડી શક્યો. એને ત્યાં એક સોફા પર બેસાડી દેવામાં આવ્યો. અને પછી ખાલી એની આંખોની જ પટ્ટી ખોલવામાં આવી.

(ક્રમશઃ)

કોણ હશે એ લોકો જે મેહુલને આવી રીતે પકડી ગયા?, શું મેઘાને જાણ થશે કે મેહુલ આવી રીતે કિડનેપ થયો છે અને આ નૉવેલ મોકલનાર વ્યક્તિ કોણ હશે?, આમ નૉવેલ મોકલવાનું કારણ શું હશે? બધા જ સવાલના જવાબ મળશે આગળના ભાગોમાં. ત્યાં સુધી વિચારતા રહો શું થશે.

-Mer Mehul