ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 13

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા

પ્રકરણ -13

અબ્દુલ અને નરેશ સીક્યુરીટી સાથે સીટી પેલેસમાં બીજાં વિદ્યાર્થીઓને સાચવી રહેલાં એમને બે વાર ચા-પાણી નાસ્તો કરાવી દીધો છે. અબ્દુલની ધીરજ ખુટી રહી હતી. એને એજ વિચાર આવતાં હતાં કે સરયુને શું થયું હશે ? મળી તો ક્યારે મળી ક્યાં મળી ? એનું શું હશે ? એ એકલી ક્યાં ચાલી ગઇ કેમ ચાલી ગઇ ? માલિકને જાણ કરું વિચારીને ડો.ઇદ્રીશને ફોન કર્યો. ડો.ઇદ્રીશનાં ફોનમાં સ્ક્રીન પર અબ્દુલનુ નામ આવ્યું એણે સમય સૂચકતા વાપરીને ફોન કટ કર્યો અને ફોન જ સ્વીચ ઓફ કરી દીધો.

અબ્દુલે વિચાર્યું માલિક ફોન ઉપાડતાં નથી અને હવે પછી સ્વીચ ઓફ કરી દીધો ? અહીં આટલી અગત્યની ઘટના ઘટી ગઇ અને માલિક... કેમ આવું કર્યું મારે શું ? એને થયું ચાલો આટલો બધો સમય થઇ ગયો. પ્રોફેસર સરને ફોન કરું એણે તુરંત પ્રો.પીનાકીનને ફોન કર્યો. "સર ઘણો સમય થઇ ગયો અમે લોકો અહીં તમારી રાહ જોઇ રહ્યા છીએ અને બીજા છોકરાઓ અહીં તહી ભટકીને કંટાળ્યા છે અને સરયુ બેબીના સમાચાર શું છે. મળી શું કહે છે કેમ ક્યાં ગઇ હતી ? પ્રો.પીનાકીને એની વાત કાપતાં કહ્યું" હાં સરયુ મળી ગઇ છે અને ઓકે છે. જો અબ્દુલ સાંભળ તમે લોકો વિદ્યાર્થીઓને લઇને આપણી હોટલ પહોંચી જાવ. હમણાં આગળ ટુર નહીં થાય બાકીની વાત પછી કરીશું એટલે છોકરાઓ ઠરીઠામ થાય.

અબ્દુલે કહ્યું "ભલે સર અને ફોન કાપ્યો. એણે જોરથી હાથ પછાડયો ફર્શ પર, અરે યાર મારે બધુજ જાણવું હતું ના પ્રોફેસર સરે કહ્યું ના માલિક ફોન ઉઠાવે હવે મારે શું? કહીને એણે નરેશની મદદથી બધાને સાથે લઇને હોટલ પર જવાનું નક્કી કર્યું અને આ તરફ નવનીતરાય, ડો.ઇદ્રીશ અને નીરુબહેન જયપુર એરપોર્ટ ઉતર્યા."

નવનીતરાય હજી એરપોર્ટ પર એમની ફલાઇટ લેન્ડ થઇને તરતજ ફોનની રીંગ વાગી, એમણે જોયું પરવીનનો ફોન છે. તરતજ ઉપાડ્યો અને થોડાં દૂર જઇને વાત કરી. "હાં સ્વીટબેબી બોલ પણ એમનાં બોલવામાં જોશ નહોતો. પરવીન પામી ગઇ એણે કહ્યું "સર હું સમજું છું તમને ખૂબ ચિંતા છે. તમે જયપુર પહોચી ગયા?. તમે સરયુને મળીને પછી તરત જ ફોન કરીને કહેજો એને કેમ છે પ્લીઝ ખુદા ગવાહ જ્યારથી સરયુનું જાણ્યું છે મેં પાણી સુધ્ધાં નથી પીધું સર પ્લીઝ હું રાહ જોઇશ, નવનીતરાયે કહ્યું " અરે બેબી તું કેમ આમ કરે ? આમ ના કર તારી તબીયત ખરાબ થશે હું સરયુને મળીને તુરંત તને ફોન કરીશ કોઇ ચિંતા ના કર. હું જણાવીશજ તને એમ કહી ફોન કાપ્યો. દૂરથી પણ નીરુબહેનને અંદાજ આવીજ ગયેલો પરવીનનો ફોન છે અને એ પણ સરયુ અંગે જ હશે. પરવીનને સારી રીતે ઓળખતાં હતાં. પણ પોતાનો અધિકાર છીનવવાનો ખૂબ રોષ હતો એમણે ના જોયા જેવું કરીને બધાં સાથે એરપોર્ટની બહાર નીકળ્યા.

સરયુ અસ્ખલિત રીતે બોલી રહી હતી. ડો.જોષી રેકર્ડ કરી રહેલાં. આશા અને અવની આશ્ચર્ય સાથે કોઇ અગમનીગમની પરીની વાર્તા સાંભળી રહ્યાં હોય એમ સાંભળી રહેલાં. પ્રો.પીનાકીનનાં ફોન પર રીંગ આવી અને એ એકદમ ઉભા થઇને આગળ બાજુમાં ઉભા રહ્યાં નવનીતરાયનો ફોન હતો એ લોકો જયપુર પહોંચી ગયાં હતાં, નવનીતરાયે ડો.ઇન્દ્રીશને ફોન આપ્યો. ડો.ઇદ્રીશે પ્રો.પીનાકીનને કહ્યું" શું છે હાલત એ કેમ છે ? પ્રો.પીનાકીને કહ્યું એ તો એની દુનિયામાં જ છે એની ગત જન્મની વાતો કરી રહી હોય એવું લાગે છે. મને એવો એહસાસ થાય છે સાંભળીને કે.... ડો.ઇદ્રીશે વાત કાપતા કહ્યું "હું હવે ત્યાં પહોચું જ છું પછી શાંતિથી વાત કરીએ પણ ખાસ મારે એ કહેવાનું છે કે એને તમે અટકાવતાં નહીં. બોલવા દેજો અને રેકોર્ડીંગ કરજો ખૂબ જરૂરી છે. પ્રો.પીનાકીને કહ્યું ડો.જોષી હાજર છે અને રેકર્ડ કરી રહ્યા છે અને સતત એમનાં નિરીક્ષણમાં જ સરયું છે. ડો.ઇદ્રીશ કહે ઓકે અમે પહોચીયે છીએ."

પ્રો.પીનાકીને કહ્યું નવનીતરાયને ફોન આપો ને નવનીતરાયે ફોન લીધો પ્રો.પીનાકીન કહે "સર અમે અહીં સીટીપેલેસમાં જ છીએ એમાં મહેલની પાછળનાં ભાગમાં વિશાળ ગાર્ડનના પાછળનાં ભાગમાં મહાદેવનું મંદિર છે ત્યાં છીએ અને ચીફ સીક્યુરીટી ઓફીસર સૌરભસિંહને તમે આવવાનાં છો એ જાણ છે એ તમને લઇ આવશે હું સૌરભસિંહનો નંબર પણ તમને મોકલું છું તમે વાત કરી શકો આમ કહી પ્રો.પીનાકીને ફોન મૂક્યો."

પ્રો.જોષી રેકર્ડ કરી રહ્યા હતાં સાથે સાથે એમની નજર સતત સરયુને જોઇ રહી હતી એમણે ઓબ્ઝર્વ કર્યું કે જેમ જેમ સરયુ વાતોમાં આગળ વધી રહી હતી તેમ તેમ એનો ચ્હેરો તાણમુક્ત થઇ રહેલો એનાં ચહેરા ઉપર ભય, ઉચાટની જગ્યાએ શાંતિ જણાતી હતી. એમણે પ્રો.પીનાકીનને કહ્યું મારાં ફોનમાં રેકર્ડીંગ ચાલે છે પરંતુ ફોનમાં બેટરી ખુબ ઓછી રહી છે ગમે ત્યારે ફોન બંધ થશે. અવનીએ તુરંતજ કહ્યું કે મારાં ફોનમાં કરી લઉ છુ હું રેકોર્ડીંગ ચાલુ કરુ છુ મારો ફોન ફુલ ચાર્જ છે. અને મારી પાસે ફોન બેંક પણ છે. ડો.જોષીએ કહ્યું ઓકે ચાલો હું બંધ કરું તમે ચાલુ કરો. આમ અવનીનાં ફોનમાં રેકર્ડીંગ ચાલુ કર્યું સરયું ક્યારેક સતત બોલતી રહેતી કયારેક થોડાંક સમય માટે શાંત થઇ જતી.

સરયું છેલ્લી પાંચ મીનીટથી શાંત થઇ ગઇ. જાણે ઊંડી નીંદ્રામાં હોય એમ સૂઇ રહી હતી. હવે એનાં ચહેરાં ઉપર કોઇ હાવભાવ જ નહોતાં. એ શાંત થઇ ગઇ હતી. પ્રો.પીનાકીન અને પ્રો.નલીનીએ વાતો કરી અંદર અંદર કે સરયુનાં પિતા-માતાં અને ડો.ઇદ્રીશ જયપુર આવી ગયાં છે હવે એમને થોડી નિશ્ચિતંતા આવી છે એનાં પેરેન્ટસની સાથે હોય એટલે ચિંતા ઓછી થાય એ લોકોને જે નિર્ણય લેવો પડે એ લઇ શકે. ડો.જોષીએ કહ્યું હું પણ અહીં એ લોકોની મદદ કરી શકું તમે થોડું જોજો હું મારાં ઘરે અને કલીનીક પર વાત કરી લઊં પછી હું અહીંજ છું એ લોકો ને જાણ કરી દઊં ડો.જોષી થોડાં આઘા પાછા થયાં અને એમનાં ફોનથી વાત કરવા લાગ્યાં.

થોડીવાર શાંત થયા પછી સરયુમાં સળવળાટ થયો અને એણે ધીમે રહીને આખો ખોલી પણ એની દ્રષ્ટિ કોઇપર નહોતી પડી રહી એ ઉપરની તરફ જોઇ રહેલી અને સ્થિર થઇ ગઇ હતી. અચાનક એનો ચહેરો રડમસ થઇ ગયો એ બોલી સ્તવન મને કંઇજ ગમી નથી રહ્યું મને એકલી મૂકીને તમે કેમ જતાં રહ્યા ? સ્તવન સ્તવન એમ મનોમન બોલી રહેલી. સ્તવન આ તહેવાર મને તહેવાર નથી લાગી રહ્યો જાણે ફૂલોમાંથી સુવાસ જતી રહી હોય એમ મારાંમાંથી બધી ખુશી અને આનંદ છીનવાઇ ગયો છે. એ મનોમન આમ વિચારમાં પડી ગઇ હતી. તાઉજીએ કહ્યું "અરે દીકરા સ્વાતી તમે કેમ આટલા ઉદાસ થઇ ગયા ? આજે તો દિવાળીનાં અવસરે જુઓ બધાંજ અહીં ભેગા થયાં છે. અરે તારી ભાવતી બધીજ મીઠાઇ મંગાવી છે. તારાં કાકીબાએ કેટલી વાનગીઓ બનાવી છે. કેન્દ્રસ્થાને રહેલી સ્વાતી ઉપર બધાની નજર હતી.

સ્વાતીએ મન શાંત કરી પરિસ્થિતિ કાબૂમાં લેતાં કહ્યું" તાઉજી ના હુ ખૂબ ખુશ છું. એમ કહી તાઉજીને ગળે વળગીને વ્હાલ કર્યું અને વાત બદલી લીધી. તાઉજીએ કહ્યું ચાલો પહેલાં મારી પરિને જમાડી દો પછી આપણે રોશની જોવા જઇએ.

બીજાં દિવસે સવારે સ્તવન ઘરે પહોંચી ગયો ઘરમાં તો ખુશહાલી છવાઇ ગઇ. માંતા પિતા બન્ને સ્તવનની કાગનાં ડોળે રાહ જોઇ રહેલાં ક્યારે સ્તવન આવે. દિવાળીનો દિવસ ઊગીને આથમી પણ ગયો પરંતુ નવવર્ષનાં પરોઢે સ્તવન ઘરે આવી ગયો. આવીને તુરત માંને પગે પડી ગયો. માંએ વ્હાલથી ગળે વળગાવી દીધો. કપાળે ચૂમી ભરીને ખૂબ આશિષ આપ્યા. માંએ કહ્યું "દીકરા તું તો ખૂબ પાતળો થઇ ગયો છે કંઇ ખાય છે કે નહીં ? હવે કેટલો સમય આમ રહેવાનું છે. આ બહારનું ખાવાનું શરીરમાં દેખાતું જ નથી. સુરેશચંદ્ર માં દિકરાનાં સંવાદ સાંભળી રહ્યાં હતાં અને માંનું વાત્સલ્ય નિહાળી રહ્યાં હતાં.

સ્તવન માંની વાત સાંભળી માં ને કહ્યું "અરે એવોને એવો તો છું પણ તારાં હાથ જેવી રસોઇ થોડી હોય માં ? પણ તોય ઘણું સારું છે કોઇ અગવડ નથી. પછી પિતા સુરેશચંદ્રને પગે લાગ્યો. પિતાએ પણ છાતી એ વળગાડી ખભો થાબડ્યો. મારો મરદ દીકરો છે એ બધુજ સહી જાય પચાવી જાય. હવે તો એ પુખ્ત થઇ ગયો છે. હવે શું ચિંતા કરવાની ? બસ હવે એની પ્રગતિ જોવાની અને સદાય આશીર્વાદ આપવાનાં માંની આંખમાં વળી પાછા દીકરાને નજેર જોતાં હર્ષનાં અને વત્સ્લ્યનાં આંસુ આવી ગયાં. સાડીનાં છેડાથી આંસુ લૂછતાં લૂછતાં બોલ્યાં હવે તો એનું ધ્યાન રાખવા વાળી હું લઇ આવવાની છું પછી મારે ચિંતા જ નથી. સુરેશચંદ્ર હસતાં હસતાં કહે એ વાત સાચી પણ પહેલાં એને ભણી લેવા દો અને એનાં પગે ઉભો રહેવા દો એ સ્થિર થાય એટલે એ મંગળકાર્ય પહેલું કરીશું."

સ્તવને કહ્યું "મને થોડો થાક ખાવા દો હાશ કરવા દો માં એ બધી બહુ વાર છે પહેલાં મને સેટ થવા દો. ચાલો માં સરસ મજાની ચા મૂકો હું ન્હાઇને આવું છું ઘણાં સમયે તમારાં હાથની ચા પીશ. માં એ કહ્યું" હાં દીકાર ચાલ તું નાહી ધોઇ પરવાર હું તારાં ચા નાસ્તાની તૈયારી કરું. સુરેશચંદ્રએ હસ્તાં હસતાં આજનું અખબાર હાથમાં લીધું.

સ્તવન બેગ પોતાનાં રૂમમાં મૂકીને ન્હાવા જવાની તૈયારી કરવા લાગ્યો અને ફોન પર નોટીફીકેશન ટોન આવ્યો. એણે જોયું તો સ્વાતીનો મેસેજ છે "તમે પહોંચી ગયા ? મને મેસેજ પણ ના કર્યો સ્તવન મને તમારાં વિના બિલકુલ નથી ગમી રહ્યું. મોડી રાત સુધી તાઉજીનાં ઘરે હતાં રાત્રે ઘરે આવી. આજે સવારથી મારી કઝીન તનુશ્રી પણ અહીં રહેવા આવવાની છે. મારી મામાની દીકરી. દર વેકેશનમાં ક્યાં તો એ રહેવા આવે ક્યાં હું જઊ છું. મામા મામી અહી મંમી પપ્પાને મળવા આવશે એને લઇને અને એ અહીં રોકાશે. એ મારી ખાસ સખી જેવી છે. અમે લોકો હમઉમ્ર છીએ અને અમારે બને છે પણ ખૂબ સ્તવન સમય આવ્યો હું તમારી ઓળખાણ કરાવીશ હવે બહુ લખવુ પડશે પછી ફોન પર વાત કરીશું લવ યું સ્ત્વન એનો મેસેજ વાચીને મલકાયો એણે જવાબમાં લખ્યું. હમણાં થોડી વાર પહેલાંજ ઘરે પહોંચ્યો છું હું લખવાનો જ હતો પણ મને એમ કે રાજકુંવરી સૂતા હશે ખોટી ઉઠી જશે મારાં મેસેજથી એટલે પછી કરું એવું વિચારેલું સ્વાતી માય ડાર્લીંગ લવ યુ ખૂબ મીસ કરું છું. પણ મંમી પપ્પા ખુબ ખુશ છે. એમની ખુશી જોઇને ખૂબ સારું લાગે છે પછી ફોન પર વાત કરીશ. હું નાહી લઉં પહેલાં બાય. કહી મેસેજ પુરો કર્યો અને ન્હાવાં માટે ગયો.

ન્હાઇ ધોઇ પરવારીને સ્ત્વન મંમી પપ્પા સાથે બેઠો ઘણાં સમયે ત્રણે જણાં આમ સાથે બેઠાં હતાં ચા પીવાયા પછી પપ્પાએ પ્રશ્ન કર્યો, દીકરા કેવું ચાલે છે ? તારો અભ્યાસ સંશોધન ? અને તારી થીસીસ કેટલી લખાઈ છે તે જે વિષય પસંદ કર્યો છે એની માહિતી મળી રહી છે ને ત્યાં તો ખૂબ બધાં મ્હેલો-મ્યુઝીયમ અને ઐતિહાસીક વાતો ભરી પડી છે. રાજસ્થાન તે પસંદ કર્યું છે તે ખૂબ સારું કર્યુ છે. સાંસ્કૃતિ વારસો, પ્રસિદ્ધ ઇમારતો અને છૂપા કૌટુંબિક રહસ્યો ભર્યા પડ્યા છે. ઉદેપુર, જયપુર, જેસલમેર બધાં જ ખૂબ સરસ છે. તારું પુરુ થવા આવે ત્યારે અમે લોકો ત્યાં આવીશું તારી સાથે ફરીશું તું હોઇશ તો બધીજ જગ્યાઓ જવાશે અને જોવાશે. મેં રાજસ્થાનનાં કલ્ચર એ લોકોનાં રીતરીવાજ સંસ્કૃતિ સ્થાપત્યો વિશે ઘણું સાંભળ્યું છે અને થોડો ઘણો અભ્યાસ છે. પરંતુ ક્યાંય જવાતું નથી. ઘણાં સમય પહેલાં અમારી કોર્પોરેશન તરફથી એક ટ્રીપ હતી એમાં ઉદેપુર શ્રીનાથજી ગયેલાં એ પણ ગયા એવા આવી ગયેલા ત્યારે અમે નાથદ્વારા દર્શન કરી એક રાત-દિવસ ઉદેપુર રહ્યાં હતાં અને હાં અને નાથદ્વારાથી લગભગ 60 કિ.મી. દુર અમે એક જગ્યાએ ગયાં હતાં અત્યારે એનુ નામ ખાસ યાદ નથી ઘણા વર્ષો થઇ ગયેલાં આ વાતને ત્યાં ભૃગુસંહિતાથી જન્મોજન્મનું ભવિષ્ય જોઇ આપતાં રાજસ્થાની બ્રાહણો છે કે ઉપર નામ છે પણ યાદ નથી આવતું અને જયપુર પાસે જ લગભગ 100 કિમી દૂર એક ગામ છે. એમનાં ગુરુનો આશ્રમ છે ત્યાં પણ જોવાય છે. ઠીક છે યાદ આવ્યું અચાનક કીધું."

સ્તવનને ખૂબ રસ પડ્યો એણે એનાં પપ્પાને કહ્યું "પાપા યાદ કરોને નામ શું હતું ? મને રસ પડ્યો છે. પુરાત્વની શોધખોળમાં આવા કોઇ પોઇન્ટ યાદ આવે અને થીસીસમાં ઉલ્લેખ કરું તો ખૂબ રસપ્રદ બની રહેશે. એનાં પપ્પાએ કહ્યુ" બહુ વરસો થયાં દીકરા અત્યારે કશું યાદ નથી પણ યાદ આવશે જરૃરથી કહીશ. એ સમયે એવું સાંભળેલુ કે એ મહારાજ જે બોલે આંખમીચીને આપણે લખી લેવાનું તમારે તમારી જન્મ કુંડલી હાથ કે કંઇજ બતાવવાનું નહી. તમને જુએ અથવા જેનું ભવિષ્ય જોવાનું હોય એની તસ્વીર એટલે કે ફોટો જોઇએ તો થોડીક ક્ષણો એ તસ્વીર સમક્ષ જોઇ રહે પછી બસ બોલવા માંડે તમારી રાશી કઇ તમારાં નામનો પ્રથમ અક્ષર, તમારો ગત જન્મ, આવનાર જન્મ બધુ જ કહી દેતાં. સાચું ખોટું ઇશ્વરને ખબર...

સ્તવને કહ્યું યાદ આવે કહેજો મને પાપા શીલાબહેન કહે જરૃરથી કહેશે દીકરા ચાલ આજે થોડો આરામ કરી લે પછી દર્શને જઇ આવીએ અને ભાવતું ભોજન છે કેટલાય સમય પછી ઘરનું ભોજન જમીશ.

સ્તવનનાં પાપા કહે અરે યાદ આવ્યું ? સ્તવન કહે શું નામ? ના ના દીકરા કે એ સમયે મેં કાગળમાં બધું લખી લીધેલું તારું મારું અને તારી મંમીનું બધું મે લખીને એ કાગળ કોઇ ડાયરીમાં મૂકેલાં છે. નવરાશે શોધીશ. સ્તવને કહ્યું “વાહ પપ્પા આ તમે ખૂબ જબરદસ્ત સમાચાર આપ્યા. પ્લીઝ શોધી નાંખજો ભૂલ્યા વિનાંજ અને પાપા બને તો હું પાછો જાઉ પ્હેલાંજ એનાં પાપાએ કહ્યું "હાં દીકરા હું શોધી લઇશ. પણ આટલા ઉતાવળો કેમ થાય ? નસીબમાં જે હોયને એ થઇને જ રહે છે. કોઇ બદલી ના શકે આપણે બ્રાહ્મણ રહ્યા એટલે આવી બધી શ્રધ્ધા પણ ઘણી.

સ્તવને કહ્યું "પાપા દરેક શ્રધ્ધા આસ્થાનો એક ચોક્કસ આધાર હોય છે. એનાં વિના શક્ય નથી અને એ આસ્થાનાં આધારે જ ધીરજ રાખવા મન મજબૂર થાય છે. મેં અનુભવ્યું છે પાપા... કે તમારી આસ્થાનો આધાર કોઇ અગમ્ય છે એ તમને બળ આપે છે એમાં ધીરજ કેળવાયા પછી એ આધારથી જોયેલી ઇચ્છા માનેલી ઇચ્છા એનાં યોગ્ય સમયે પૂર્ણ થાય છે જ.

શીલાબહેન બોલ્યાં આપણો દીકરો તો ઘણી સારી સારી મોટી મોટી વાતો કરે છે. બેટાં આવું બધું ક્યાં શીખી આવ્યો ? અમને તો એટલી જ ખબર છે કે અમારી આસ્થાનો આધાર તુંજ અને તારાં સુખ માટે બધીજ આસ્થા ધીરજ ધરીને બેઠાં છીએ.

સ્તવને એની મંમીને વ્હાલ કરતાં કહ્યું "માં હુ મોટાં ભાગનો સમય સંસ્કૃતિ અને સ્થાપત્યનાં અભ્યાસ અને સંશોધનમાં વિતાવું છું. કંડારાયેલી પત્થરની મૂર્તિઓમાં એટલો પરોવાઇ જઊં છું કે મને થોડાં સમય પછી બધી જ જીવીત લાગે છે જાણે એમાં પ્રાણ પુરાય છે અને મારી સાથે વાતો કરે છે. હું અભ્યાસ સુધી સીમિત નથી રહી શકતો અને એમાં પરોવાયા પછી જાણે સંવાદ સર્જાય છે અને મારા માટે એ પ્રતિમાં સાક્ષાત થઇ જાય છે. "

સાચું માનશો ઘણીવાર તો હું એ પ્રતિમાઓને પૂછી લઉં છું કે તમારી કથા તમારો ઇતિહાસ શું છે કહોને અને એમનાં સંવાદ એમનાં અહેસાસથી જાણે મને બધુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. હું એ બધુ જ પછી કાગળમાં ઉતારી લઉં છું. મે જોયું છે કે ઘણી જગ્યાઓએ મેં આવી રીતે મને થતાં અગમ્ય જ્ઞાનથી મેં લખી લીધું હોય એ પાછળથી બીજા ગ્રંથોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. એ પ્રતિમા પછી કોઇ રાજાની કોઇ ઇશ્વરનાં સ્વરૃપની કોઇ રાણી કે રાજકુવંરી હું બધા સાથે આમ સંવાદ સ્થાપી શકું છું. અને એમાં એટલો પરોવાઇને ઊંડો ઉતરી જઉં છું કે મને ના સમય કે ભૂખ તરસનું ભાન રહે છે.

સ્તવનનાં પિતાએ કહ્યું "અરે મારાં દીકરા સ્તવન તું તો ઋષિમુનીઓ જેવી સમાધીની વાત કરે છે. અરે આતો છે રસ્તો પરમાર્થનો આત્મસાક્ષત્કારનો કોઇ સ્વાર્થ કે કોઇ લોભ મદ મોહ લાલસા ચિતા કરવામાં આવતી તપસ્યા જ છે. ખૂબ આનંદ થયો આજ રસ્તે આગળ વધજે. આવી સમાધીઓનાં નીચોડથી તને જે જ્ઞાન મળે છે તે કદાચ આખા પુરાત્વખાતા પાસે આવી સમૃધ્ધ માહિતી નહીં હોય. સુરેશચંદ્ર ઉઠીને સ્તવનને વળગી ગયાં એમની આંખમાંથી હર્ષનાં આંસુ છલકાઇ ગયાં બોલી ઉઠ્યાં મારાં દીકરા આજે મને તેં ખૂબ ગૌરવ આપ્યું છે. હું તારો શિષ્ય બની જાઉં એવો ભાવ જાગે છે. અને સ્તવનને ખૂબ વ્હાલનાં જોરે ભેટી પડ્યાં.

સ્તવને કહ્યું "એવું કાંઇ નથી પાપા પણ બસ હવે આ મારી પધ્ધતિ થઇ ગઇ છે. ખાલી પ્રતિમાઓ નહીં પાપા મને દરેક જ સ્થાપત્ય, પત્થર, વનસ્પતિ, અરે કણ કણમાં એ લોકો સાથે તાર સાંધીને સંવાદ કરવાની ફાવટ આવી ગઇ છે. માં કહે છે ને દીકરા કણ કણમાં ઇશ્વરનો વાસ છે બસ એજ એજ એહસાસ હું કરું છું માં એ પણ સ્તવને ખૂબ વ્હાલ કર્યું અને આર્શીવાદ આપવા અને બલૈયા લીધાં અને એની નજર ઉતારી લીધી.

***

"સ્તવન તમારે ગયાને પાંચ દિવસ થઇ ગયાં" સ્વાતીએ ફોનમાં સ્તવનને કહ્યું" હવે તમે પાછાં આવી જાવ બધા તહેવાર આમજ તમારાં વિના પસાર થઇ ગયાં મારી કઝીન તનુશ્રી આવી છે એટલે સમય નીકળી ગયો પરંતુ મારો જીવતો પળ પળ બસ તમારાંમાં હતો. તમે એવા મળી ગયાં કે બીજું જીવવાનું જ જાણે હું ભૂલી ગઇ છું ક્યારે આવો છો ?

સ્તવને કહ્યું સ્વાતી હું આવતી કાલે રાત્રે નીકળી જઇશ ટ્રેઇનમાં ત્યાં આવવા એટલે પરમ દિવસે સવારે ત્યાં પ્હોચી જઇશ. અહીં મંમી પપ્પાને ખૂબ સારું લાગ્યું તહેવારમાં હું પણ મારાં કાકીને વિગેરેને મળ્યો મારાં દોસ્તો ને મળ્યો સમય પસાર થઇ ગયો મેં તને પણ સમય આપ્યો તું તહેવાર બધાં સાથે માણી શકે. પણ હવે મને તને મળવાની તાલાવેલી છે. સારું છે આપણે રોજ રાત્રે એકવાર વાત કરી લેતાં. આખાં દિવસની વાત થઇ જતી મેં તને બધું કહ્યું જ છે પણ હવે હુ આવી જઇશ.

આવતી કાલે સવારે અમે અમારાં કુળદેવી દેવતાનો દર્શન કરવા જવાનાં છીએ અને રાત્રે પાછાં આવવાં ટ્રેઇનમાં બેસી જવાનો એક ખાસ વાત છે તેને જણાવવા પરંતુ એ આવીને રૂબરૂમાં જ કહીશ. સ્વાતી કહે "કહોને કેમ તડપાવો પ્લીઝ શું છે કહોને સ્તવન ના હું આવીને કહીશ. એટલામાં સ્વાતીની કઝીન તનુશ્રી પાછળથી આવી કહે" અરે મેડમ કોની સાથે વાત ચાલે છે આમ ગૂપચૂપ સ્તવને એનો અવાજ સાંભળી ફોન કાપ્યો. સ્વાતીએ ફોન કાપી દેતાં કહ્યું કંઇ નહીં મારી સહેલી સાથે ચાલ આપણે બાકીની બાજી પુરી કરીએ એમ કહી ચોપાટ રમવા જતા રહ્યાં.

સ્તવનનો ફોન પુરો થયો જોરથી એનાં પપ્પાએ કહ્યું બેટા મને નામ યાદ આવી ગયું કાંકરોલી ગામ હતું એ જયપુર પાસે જે ગામ હતું એ યાદ નથી આવતું અને તારી બેગ તું આજે જ તૈયાર કરી લેજે હાં અને નવા કપડાં લીધાં છે એ મૂકવા ભૂલતો નહીં. તારી મંમીએ બધાં નાસ્તા વિગેરે બનાવીને ડબ્બા ભર્યા છે. ઉંચકી લઇ જવા પડશે. અને હસવાં લાગ્યા સ્તવન કહે ઓ માં ત્યાં બધું જ મળે છે. "માં એ કહ્યું" મારાં હાથનું નહી ને વળી આ બધું ઘરે જ બનાવ્યું છે અને તારી પસંદગીનું જ સ્તવને કહ્યું ભલે."

સ્તવન રાત્રીની ટ્રેઇનમાં જયપુર જવા માટે બેસી ગયો અને પાછો જયપુર અને સ્વાતીનાં વિચારોમાં ખોવાઇ ગયો નવા પ્લાન બનાવવા લાગ્યો.

"સ્તવન તું તો ઘરેથી બધું ગણું લઇ આવ્યો છું ને કાંઇ આ વખતે? દેવધરકાકાએ સામાન જોઇને કહ્યું" સ્તવને જવાબ આપ્યો અરે કાકા આ વખતે દિવાળી હતી એટલે માંએ જુદી જુદી જાતનો ઘણો નાસ્તો બનાવેલો. એટલે બધોજ બાંધી આપેલો. બધાં સામાનમાંથી સ્તવને એક મોટો ડબ્બો કાઢ્યો અને દેવધરકાકાનાં હાથમાં મૂકી કહ્યું "કાકા આ તમારા માટે માંએ મોકલ્યો છે અમારો ગુજરાતી શુધ્ધ ઘીનો મગસ, દેવધર કાકા બે ઘડી સામે જોઇ રહ્યાં પછી ગળગળા અવાજે બોલ્યા ? "ના દીકરા મારે શું કરવાનો તારે જરૂર બધી. સ્તવને કહ્યું ના કાકા આ ચવાય એવો અરે મોંમા મૂકશો ઓગળી જશે એવો છે અને અમારા ગુજરાતીઓ જેવો મીઠો છે. એણે ડબ્બા ખોલી એમાંથી એક ટુકડો કાઢીને એમનાં બોખાં મોઢાંમાં મૂકી દીધો. મોં માં પડતાં જ એમણે સ્વાદ પારખીને કહ્યું" વાહ દીકરા સાચેજ ખૂબ સરસ છે. ઠીક છે જો તારો રૂમ મેં તૈયાર કરાવી લીધો છે. અને બાઇએ રસોઇ પણ કરી લીધી છે. તું શાંતિથી પરવારીને જમી લેજે."

દેવધરકાકા જયપુરમાં એમનું વડીલો પાર્જીત મકાન હતું બે વર્ષ પહેલાંજ એમનાં પત્નિ ગૂજરી ગયેલાં દીકરી પરણાવેલી છે. એ જેસલમેર રહે છે. ત્યાં એમને પત્થરનો ધંધો છે ક્યારેક આવે જ્યા એમનો એક દીકરો પરદેશ છે. કોઇ સારો સંસ્કારી પરીવાર હોય તો બે રૂમ ભાડે આપે છે. આવકની જરૂરત નથી પરંતુ એમને વસ્તી લાગે એટલે આપે છે. એક ઉદેપુરનું જોડું રહેલું હતું એ ખાલી કરીને ગયું પછી કોઇને રૂમ આપ્યો નહોતો પરંતુ કોલેજનાં એમનાં મિત્રની ભલામણથી સ્તવનને આપ્યો એને મળ્યા પછી એનેજ રૂમ આપી દીધા એને બે રૂમની જરૂર નહોતી તોય બીજો રૂમ બીજાને ના આપ્યો આ સ્તવનને આપી દીધો.

થોડો સમય સ્તવન એમની સાથે રહ્યાં પછી એમણે અનુભવ્યુ બ્રાહ્મણનું ખોળયુ છે છોકરો સંસ્કારી, વિનમ્ર ઘણો છે કોઇ ખોટી ટેવો કે કાંઇ નથી અને ખૂબ હળીભળી ગયો. એ બાઇક ચાલાવતા હવે એ સ્તવનને પણ આપવા લાગ્યા શરૂઆતમાં સ્તવન એનાં પણ પૈસા ચૂકવતો હવે તો એમણે એનાં પૈસા લેવા ના પાડી કહે તું જ ચલાવ, ચલાવવાથી બાઇક સારી રહે છે. પેટ્રોલ તારે પુરાવવાનું કહી હંસી લેતાં.

સ્તવન આવી ગયો છે એ સ્તવનનાં મેસેજથી સ્વાતીને ખબર પડી ગઇ. એની આખી દીનચર્યા જ જાણે બદલાઇ ગઇ એનાં પગમાં જોર આવી ગયું જાણે ઉછળતી કૂદતી રહેતી અને આનંદમાં ગીતો ગાવા લાગી માં એ પૂછ્યું "બેટાં તમે તો એકદમજ આમ બદલાઇ ગયાં અત્યાર સુધી મોં પર હાસ્ય ન્હોતું આવતું આમ અચાનક કેમ આવો ફેરફાર? સ્વાતીએ કહ્યું કંઇ નહી માં હવે રજા પૂરી થશે કોલેજમાં બધાને મળવાનું થશે ખૂબ ગમશે. વેકેશનમાં મારો સમય જ નહોતો જતો. એટલું સારું થયું તનુશ્રી હતી એટલે સારું લાગ્યું મારી સાથે રહી ત્યાં ઘરમાં કોઇ હોતુંજ નથી ખૂબ કંટાળી જઉ છું.

માંએ હસતાં હસતાં કહ્યું કંઇ નહીં સમય આવે તારાં વિવાહ કરી દઇશું પછી કોઇ ફરીયાદ જ નહીં રહે. સ્વાતી કહ્યું "છોડો માં તમે તો કાયમ આવી જ વાત લાવી દો બસ માં... હજી વાર છે કહીને તૈયાર થવા એનાં રૂમમાં જતી રહી.

સ્વાતી પેલેસ બહાર એક્ટીવા પાર્ક કરતી હતીને ત્યાંજ સ્તવનની બાઇકનો અવાજ એણે સાંભળ્યો. એણે સ્તવનને કહ્યું" હું એક્ટીવા પાર્ક કરી લઊં તમે બાઇક ચાલુ જ રાખો આપણે ક્યાંક સીધા બહારજ જવાનું છે. અને હા મહાશય તમને ત્યારે દંડ પણ લાગુ પડશે. આટલો સમય મને વિરહમાં રીબાવી એનો એટલે બધુ સામટું વસૂલ થશે. "

સ્તવનતો કઈ બોલ્યો જ નહી. એણે બાઇકને બંધ કરી બાઇક પરજ બેસી રહ્યો. એક પણ શબ્દ બોલ્યા વિનાજ એકી નજરે ટગર ટગર સ્વાતીને જ જોતો રહ્યો એક પલક ના ઝલકી અને એને આંખોમાં ઉતારીને પી જ રહ્યો.

સ્વાતીએ નજીક આવીને ચપટી મારી કહ્યું "સ્તવન તમે ક્યાં ખોવાયા ? સ્તવન કહે તારામાં સ્વાતી એ શરમતાં કહ્યું ચલો લુચ્ચા બાઇક સ્ટાર્ટ કરો હું કહું ત્યાં લઇ લો... અને પેલેસ ઓફીસમાંથી બે આંખો એ લોકોને જોઇ રહી હતી મદનસિંહની...

પ્રકરણ-13 સમાપ્ત

સરયુ બોલી રહી છે અસ્ખલિત રીતે.... નવનીતરાય નીરુબહેન ડો.ઇદ્રીશ જયપુર આવી ગયા છે. સ્તવન ઘરે જઇને પાછો આવી ગયો છે. હવે ડો.ઇદ્રીશ શું ઉપચાર કરશે. સરયુને કેવી રીતે શાંત કરશે ? આગળ શું કરશે વાંચો, "ઉજળી પ્રીતનાં પડછાયા કાળા" અંક આગળ"