એક કદમ પ્રેમ તરફ – 11
( આગળના ભાગમાં આપણે જોયુ કે વિવાન જ્યારે લંડનમાં એક ફ્રેન્ડની પાર્ટીમાં જાય છે ત્યારે એમિલી ત્યાં મળે છે અને તે વિવાન સમક્ષ તેના પ્રેમનો એકરાર કરે છે, ફ્રેન્ડશીપ ડે પર બધા વૃદ્ધાશ્રમ જઈને સેલિબ્રેટ કરે છે, ત્યારે વિધિના ઘરેથી અરજન્ટ કોલ આવે છે… જો તમે આગળના પાર્ટ ના વાંચ્યા હોય તો પાર્ટ 1 થી 10 જરૂર વાંચજો )
હવે આગળ….
વિધિ સતત રડયે જાય છે, સાહિલ તેની બાજુમાં બેસીને તેને શાંત કરવાના પ્રયત્નો કરે છે છતાં વિધિનું રડવાનું ચાલુ જ હોય છે, થોડીવારમાં મોહિની પણ વિવાન સાથે ત્યાં આવે છે અને સાહિલને પૂછે છે,”કેમ તે મને જલ્દી કોલેજ બોલાવી અને વિધિ તું કેમ રડે છે?”
“વિધિ કઇ કહેતી નથી અને રડયે જ જાય છે એટલે તો તને બોલાવી છે” સાહિલ ચિંતિત સ્વરે કહે છે.
મોહિની વિધિ તરફ ફરીને વિધિને પૂછે છે,” શું થયું વિધિ?? કેમ રડે છે તું???”
મોહિનીનો સવાલ સાંભળી વિધિ વધુ રડવા લાગે છે, મોહિની પાણીની બોટલ આપી વિધિને પાણી પીવરાવે છે અને તેને શાંત પડવા કહે છે, વિધિ ધીમા ધીમા હીબકાં ભરતી થોડી શાંત પડે છે એટલે મોહિની ફરીથી તેને પૂછે છે,”શું થયું? કેમ રડતી હતી?”
વિધિ તેને આગલા દિવસની વાત કરતા કહે છે,”કાલે મને જલ્દી ઘરે બોલાવી ત્યારે મને છોકરો જોવા આવ્યો હતો, મારે હમણાં લગ્ન નથી કરવા.” આટલું કહીને તે ફરીથી રડવા લાગે છે.
“વિધિ રડવાનું બંધ કર અને વ્યવસ્થિત વાત કર” સાહિલ ઉદાસીનતા સાથે કહે છે.
“કાલે હું ઘરે ગઈ ત્યારે બધી તૈયારી ચાલતી હતી, મને મમ્મીએ તૈયાર થઈ જવાનું કીધું, પપ્પાએ કહ્યું કે તેમના એક મિત્રના રિલેટિવનો છોકરો અમેરિકાથી આવ્યો છે અને મને જોવા આવે છે, જો તેને હું પસંદ પડી જઇશ તો તે એક મહીંના પછી આવશે અને મેરેજ કરી લેશે.”
“પણ તું તારા પપ્પાને સમજાવ કે સ્ટડી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તારે મેરેજ નથી કરવા…” વિવાન વિધિને કહે છે.
“…..અને એમ પણ તું અને સાહિલ એકબીજા સાથે કમિટેડ છો તો તું ઘરે આ વાત કહી દે” મોહિની પણ વિધિને કહે છે.
“ પણ હું કેવી રીતે કઈ શકીશ? અને ઘરે નહીં માને તો? પપ્પાને એ છોકરો ગમી ગયો છે, એ અમેરિકામાં સેટલ છે..”
“તારે વાત તો કરવી જ પડશે ને પછી પણ, તો અત્યારે જ કરી દે, આઈ એમ ઓલવેઝ વિથ યુ…” સાહિલ વિધિનો હાથ તેના હાથમાં લઈને કહે છે.
“હા…અમે પણ તારી સાથે જ છીએ…” મોહિની અને વિવાન પણ વિધિને કહે છે.
***
“વિધિ…. અહીં આવ તો…” વિધિના પપ્પા વિધિને બોલાવે છે.
“હા… બોલો પપ્પા..”
“ છોકરાનો જવાબ આવી ગયો છે, તું તેને પસંદ પડી છે તો તારો શું વિચાર છે?”
વિધિ થોડી અવઢવમાં મુકાઈ જાય છે કે કઈ રીતે વાતની શરૂઆત કરવી, આખરે તે હિંમત કરીને વાત કરવાની શરૂઆત કરે છે,“ પપ્પા… મારે તમને એક વાત કહેવી છે..”
“બોલ…”
“પપ્પા મારે હમણાં લગ્ન નથી કરવા..”
“પણ તે સારો છોકરો છે તને વાંધો શું છે, અને તારે ભણવું જ છે ને તો એ તને આગળ ભણવા માટે છુટ્ટી જ આપે છે..”
“પણ મારે એની સાથે લગ્ન નથી કરવા, હું કોઈ બીજાને પ્રેમ કરું છું..”
વિધિની વાત સાંભળી તેના મમ્મી પણ દોડી આવે છે, તે પણ વિધિને પૂછવા લાગે છે,” કોને પ્રેમ કરે છે? કોણ છે એ છોકરો? કોણે તને ફસાવી છે?”
“મને કોઈએ નથી ફસાવી, એ પણ સારો છોકરો છે, મારી સાથે જ કોલેજમાં છે.”
“એ જે પણ હોય તે, તારા લગ્ન મેં પસંદ કરેલા છોકરા સાથે જ થશે… એ છોકરાને મળવાનું બંધ કરી દેજે..” વિધિના પપ્પા સત્તાવાહી અવાજે તેમનો નિર્ણય સંભળાવી દે છે.
“પણ તમે એકવાર તેને મળી તો લ્યો…” વિધિ વિનંતી કરતા કહે છે.
“મારે કોઈને મળવું નથી…” વિધિના પપ્પા તેમના નિર્ણય પર અડગ રહે છે.
વિધિ રડતા રડતા તેના રૂમમાં જતી રહે છે, તે ઓશિકામાં તેનું મ્હોં છુપાવીને રડવા લાગે છે, તે કલાક સુધી એમ જ રડતી રહે છે, તેના મમ્મી તેને જમવા માટે બોલાવે છે પણ તે જમવા પણ નથી જતી.
રડી લીધા પછી વિધિ સાહિલને કોલ લગાવે છે અને ઘરે જે પણ થયું તે રડતા રડતા બધી વાત જણાવે છે.
“વિધિ પ્લીઝ… તું રડ નહીં બકુ, આપણે કોઈને કોઈ રસ્તો શોધી લઈશું… આપણે કાલે કોલેજ પર મળીને શાંતિથી આ વિશે વિચારીશું… હવે રડતી નહીં…”
“તું જ કે હું રડું નહીં તો શું કરું??”
“કઇ જ નહીં…તું અત્યારે શાંત થઈ જા..તે જમી લીધું??”
“ના….મને ભૂખ નથી..”
“જો બકુ તું જમીશ નહીં તો બીમાર થઈ જઈશ, પ્લીઝ તને મારી કસમ…તું જમી લે અને આરામથી સુઈ જજે..”
“સારું કાલે મળીએ”
વિધિ ફોન મૂકીને જમવા જાય છે ત્યારે તેને તેના મમ્મી-પપ્પાની વાતો સંભળાય છે તેઓ અમેરિકા વાળા છોકરા જય વિશે વાતો કરતા હોય છે.
તે જમીને બહાર આવે છે ત્યારે તેના પપ્પા તેને કહે છે,”કાલે જય તને ફરી મળવા આવવાનો છે, કોલેજથી વહેલી આવી જજે..”
વિધિ કઇ બોલ્યા વગર ચૂપચાપ તેના રૂમમાં જતી રહે છે, તે મોહિનીને ફોન કરીને વહેલા કોલેજ આવવા જણાવી દે છે.
બીજા દિવસે કોલેજમાં વિધિ મોહિનીને બધી વાત જણાવે છે,”મેં ઘરે વાત કરી પણ કઇ ફાયદો ના થયો, પપ્પા મારા લગ્ન એ જય સાથે જ કરાવવા માંગે છે, તેમણે તો સાહિલને મળવાની પણ ના પાડી દીધી, અને આજે એ જય ફરી મને મળવા આવવાનો છે.”
વિધિની વાત સાંભળી બધા વિચારવા લાગે છે કે હવે શું કરશું? થોડીવાર સુધી બધા એમ જ બેસી રહે છે કે અચાનક મોહિની કહે છે,”મારી પાસે એક પ્લાન છે, વિધિ તું એ જયને મળી લે.”
“પણ તું શું કરવાની છે, તારો પ્લાન શું છે??” બધા એકસાથે મોહિનીને પૂછે છે.
મોહિની દરેકને તેનો પ્લાન સમજાવે છે……
(ક્રમશઃ)
ફ્રેન્ડસ, શું થશે આગળ? વિધિના લગ્ન જય સાથે થઈ જશે? વિધિના પપ્પા વિધિની વાત માનશે કે નહીં?? શું હશે મોહિનીનો પ્લાન???
આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ…..
આપના પ્રતિભાવ મારા માટે મૂલ્યવાન છે તો સ્ટોરી વાંચીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો..
Thank you.
- Gopi kukadiya