મકાન નં.13 - ભાગ - 6 Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મકાન નં.13 - ભાગ - 6

ગયા પ્રકરણ માં આપણે જોયું કે પંકજ ને પોતાની ભૂલ નો પસ્તાવો હતો. તે અજય ની આત્મા ની મુકિત માટે મદદ કરવા તૈયાર થાય છે. ઍના અને રાહુલ એકબીજા ની નજીક આવી ગયા હોય છે. અજય ની આત્મા રાહુલ ને ઈજા પહોંચાડે છે. રાહુલ, ઍના, ગીતા અને પંકજ બેઝમેન્ટ માં જાય છે. અચાનક બેઝમેન્ટ નો બલ્બ ફુટી જાય છે અને ગીતા ની ચીસ સંભળાઈ છે.હવે આગળ....

***

ઍના અને રાહુલ બેઝમેન્ટ માં પહોચ્યા તો ત્યાં અંધારું હોય છે. રાહુલ પોતાના મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરે છે અને બંને બેઝમેન્ટ માં નીચે જાય છે. ત્યાં નીચે ગીતા બેભાન થઈ ગઈ હોય છે. પંકજ તેને હોશ માં લાવવાની કોશિશ કરી રહૃાો હોય છે.

રાહુલ અને પંકજ ગીતા ને હૉલ માં લઇ આવે છે. રાહુલ પંકજ ને પુછે છે," શું થયું ? ગીતા કેવી રીતે બેહોશ થઈ ?"

પંકજ બોલ્યો," તમે લોકો ગયા પછી હું બધો સામાન જોઈ રહ્યો હતો. ગીતા પેલા અરીસા પાસે ઉભી હતી. અચાનક બલ્બ ફૂટી ગયો અને અંધારું થઈ ગયું. તે સાથે ગીતા ની ચીસ સંભળાઈ. મેં ટોચૅ ચાલુ કરીને જોયું તો ગીતા બેભાન હતી.એને હોશ માં લાવી રહૃાો ત્યાં તમે લોકો આવી ગયા."

ઍના ગીતા ના ચહેરા પર પાણી છાંટે છે. ઍના હોશ માં આવે છે. તે બહુ ગભરાઈ ગઈ હોય છે. તે ઍના ને ભેટી ને રડવા લાગે છે. ઍના તેને શાંત કરે છે અને પાણી પીવડાવે છે. થોડી વાર રહી ગીતા બોલે છે," હું તે અરીસા સામે ઉભી હતી. અચાનક મને તે અરીસા માં મારી પાછળ કોઈ ઉભું હોય તેવું દેખાયું . મેં પાછળ ફરીને જોયું તો કોઈ નહોતુ.મે ફરી અરીસા માં જોયુ તો મારા પ્રતિબિંબ ને બદલે મને અજય નો ભયંકર ચહેરો દેખાયો. તેનો અડધો ચહેરો લોહી થી ભરેલો હતો. એક જ આંખ થી તે ગુસ્સામાં જોઈ રહ્યો હતો. તેને જોઈને હું ગભરાઈ ગઈ. હું પંકજ ને બોલાવું તેની પેલા તો અરીસા માં થી એક હાથ બહાર આવ્યો. તે ચામડી વગર નો લોહી અને માંસ થી ભરેલો હાથ હતો અને તેના લાંબા અને તીક્ષ્ણ નખ હતા. તે મારી ગરદન તરફ આગળ વધતો હતો. મારી ચીસ નીકળી ગઈ અને તે સાથે બલ્બ ફુટી ગયો. ચારે તરફ અંધારું થઈ ગયું અને તે સાથે હું ભય ને લીધે બેભાન થઈ ગઈ."

બધા ગીતા ની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. ઍના બોલી," મને પણ તે અરીસા માં જ પહેલી વાર અજય દેખાયો હતો. આપણે તે અરીસા પાસે જ તપાસ કરીએ ત્યાં જ કશું મળી આવશે."

ઍના ગીતા તરફ ફરતા બોલી ," તુ ઠીક તો છે ને. !! તું અહીં જ રહે . અમે ત્રણ જણા જ બેઝમેન્ટ માં જઈએ છીએ."

ગીતા બોલી," નહીં હું આવું છું. હવે હું ઠીક છું. "

ચારેય જણા ફરી બેઝમેન્ટ માં જાય છે. ઍના બેઝમેન્ટ માં ચારે તરફ મીણબત્તી સળગાવે છે. રાહુલ અને પંકજ ભેગા થઈ અરીસા ને ખસેડે છે. આદમકદ ના અરીસા પાછળ એક દરવાજો હોય છે. તેના પર તાળું મારેલું હોય છે. બેઝમેન્ટ માં એક હથોડી હોય છે. ઍના તે રાહુલ ને આપે છે. રાહુલ હથોડી ની મદદથી તાળું તોડી નાખે છે. જેવો દરવાજો ખુલ્લે છે એવો હવા નો જોરદાર ઝાપટો બહાર આવે છે અને તે સાથે ભયંકર વાસ આવવા લાગે છે. બધી મીણબત્તીઓ એકઝાટકે બુઝાઈ જાય છે.

ચારેય જણા ગભરાઈ જાય છે.‌બધા ના ધબકારા વધી ગયેલા હોય છે. રાહુલ ટોચૅ ચાલુ કરે છે. ઍના ને કહે છે," તું અને ગીતા બહાર જ રહો. હું અને પંકજ અંદર જઈએ છીએ."

ઍના મક્કમતાથી કહે છે," ના આપણે ચારેય ભેગા જ અંદર જઈશું. આપણે એકબીજા ની સાથે જ રહીશું તો કોઈ ને નુકસાન નહીં પહોંચે."

ચારેય જણા મોઢા પર રુમાલ મુકી ટોચૅ ચાલુ કરી અંદર ગયા. અંદર ના રૂમ માં ચારેબાજુ કરોળિયા ના જાળાં બાઝેલા હોય છે. મોટા મોટા બકસા પડેલા હોય છે.

અચાનક ગીતા ના પગ પાસેથી કશું પસાર થઈ જાય છે. તે ચીસ પાડી ઉઠે છે અને તેની ટોચૅ હાથ માંથી પડી જાય છે. ઍના ટોચૅ થી તે તરફ જુએ છે તો ઉંદર હોય છે. ઍના કહે છે," ઉંદર છે."

ગીતા ટોચૅ લેવા નીચે ઝૂકે છે તો ત્યાં ખુણા માં એક હાથ નો કંકાલ પડેલો હોય છે.તેના પર એક ઉદર બેસી ને તેને ચાટી રહ્યો હોય છે. આ દશ્ય જોઈ ગીતા છળી ઉઠે છે. તે ટોચૅ લઈ ઉભી થાય છે અને ગભરાઈ ને કહે છે," ત્યાં હાથ પડેલો છે." ઍના, રાહુલ અને પંકજ તે તરફ જુએ છે. ઍના ને તે હાથ ના કંકાલ પાસે એક ઘડિયાળ દેખાય છે. તે જોઈ ઍના બોલી ઉઠે છે," આ ઘડિયાળ મેં અજય ને આપી હતી તે જ છે. આ હાથ અજય નો છે." આ બોલતા તેની આંખ ભીની થઈ જાય છે.

રાહુલ કહે છે," અજય ની લાશ પણ અહીં જ કશે હશે."

ત્યાં જ એક બકસા માંથી અવાજ આવવા લાગ્યો. કોઈ બકાસા માં અંદર થી પછાડતુ હોય એવો અવાજ આવવા લાગ્યો. ગીતા ડરી ગઈ અને તેણે ઍના નો હાથ પકડી લીધો. ચારેય જણા બકસા તરફ ચાલવા લાગ્યા. જેવા તે લોકો બકસા પાસે પહોંચ્યા અવાજ બંધ થઈ ગયો.

ચારેય જણા પરસેવા થી રેબઝેબ ગભરાઈ ને ઉભા હોય છે. એકદમ શાંતિ હોય છે. ત્યાં ફરી થી બકસા માંથી કોઈ અંદર થી પછાડતુ હોય એવો અવાજ આવે છે. રાહુલ હિંમત કરી ને ધીમે થી બકસો ખોલે છે. બકસા ની અંદર જોઈને ચારેય ને કમકમાટી છુટી જાય છે. અંદર એક કંકાલ પડેલો હોય છે. જેના પર જીવાત લાગેલી હોય છે.‌કંકાલ પર એક શટૅ અને પેન્ટ પણ હોય છે. જે ઠેકઠેકાણે થી ફાટેલા અને સુક્કા લોહી ના ડાધા થી ભરેલા હોય છે. બહુ જ ભયંકર વાસ આવી રહી હોય છે. ઍના અને ગીતા ને ઉબકા આવવા લાગે છે. તે બે જણા મોં પર હાથ મૂકી દોડતા રુમ ની બહાર નીકળી જાય છે.

રાહુલ અને પંકજ ની હાલત ખરાબ હોય છે. રાહુલ તરત બકસો બંધ કરી નાખે છે. જેવા ઍના અને ગીતા રુમની બહાર નીકળી જાય છે તેવો દરવાજો બંધ થઈ જાય છે. રુમ ની અંદર તેજ હવા વહેવા લાગે છે. રાહુલ અને પંકજ હજી કશું સમજે તે પહેલા જોર થી ધક્કો બંને ને લાગે છે. બંને દુર જઈને પડકાય છે. ટોચૅ હાથ માંથી પડી જતાં બંધ થઈ જાય છે અને રુમ માં અંધારું થઈ જાય છે. પંકજ કળ વળતાં ઉભો થાય છે. ભય ના લીધે તેનુ આખુ શરીર કાંપતુ હોય છે.

તે બૂમ પાડે છે," રાહુલ, તુ ક્યા છે?" પણ કોઈ જવાબ આવતો નથી. એકદમ શાંતિ હોય છે. તે ફરી બૂમ પાડે છે," રાહુલ "

તે સાથે તેની પાછળ પગલાં નો " ધબ્બ ધબ્બ" આવે છે. પંકજ પોતાના ખિસ્સા ફંફોસે છે અને તે એક લાઇટર બહાર કાઢે છે અને તેને ચાલુ કરી ને પાછળ ફરીને જૂએ છે પણ કોઇ હોતું નથી.

પંકજ ના ધબકારા વધી ગયા હોય છે. તે ગભરાઈ ને ઉભો હોય છે. ત્યાં અચાનક તેના ખભા પર એક હાથ પાછળ થી આવે છે. પંકજ " રાહુલ " કહીને પાછળ ફરે છે તો તેના હોશ ઉડી જાય છે. લાઇટર ના પ્રકાશ માં તેને પોતાની સામે અજય દેખાય છે. તેનો અડધો ચહેરો લોહી થી લથપથ હોય છે. તેની એક જ આંખ હોય છે જે અંગારા જેવી લાલ હોય છે.તે વિચિત્ર રીતે પંકજ સામે હસતો હોય છે જેના લીધે તેના તીક્ષ્ણ લાંબા દાંત ભયંકર દેખાતા હોય છે.

પંકજ ભય ના લીધે લાઇટર બંધ કરી ભાગે છે પણ તેનો પગ ખેંચાય છે અને તે જોર થી જમીન પર પછડાય છે. પંકજ લાઇટર ચાલુ કરી આજુબાજુ જોએ છે તો તેને ટોચૅ મળી આવે છે. તે ટોચૅ ચાલુ કરે છે અને સામે જુએ છે તો વિકરાળ હાસ્ય કરતો અજય ઉભો હોય છે.

અજય ઘોઘરા અવાજે બોલે છે," પંકજ,તારા દોસ્ત ને મુકીને ક્યાં જાય છે?"

પંકજ રડતા રડતા કહે છે," મને માફ કરી દે અજય. હું કાયર થઈને ત્યારે ભાગી ગયો . તારી મદદ પણ ના કરી."

અજય તેના એક હાથ થી પંકજ ની ગરદન પકડી હવા માં ઉંચો કરે છે અને ગુસ્સા માં બોલે છે," તને ખબર છે જ્યારે મને તે લોકો બેઝમેન્ટ માં લઈ ગયા ત્યારે હજી પણ મારો શ્વાસ ચાલતો હતો. તું ભાગીને જતો રહ્યો પણ મદદ લઈને પાછો પણ ના આવ્યો. તું કોઈ ની મદદ લઈને આવ્યો હોત તો કદાચ હું બચી પણ જાત."

અજય પંકજ ને પેલા બકસા પાસે લઈ જઈ પટકે છે અને કહે છે," આ બકસા માં ધુટાય ધુટાય ને મારું મૃત્યુ થયું ."

પંકજ હાથ જોડીને બોલે છે," મને માફ કરી દે , દોસ્ત. "

અજય વિકરાળ હાસ્ય કરે છે અને બોલે છે," તારા મોઢે દોસ્ત શબ્દ સારો નથી લાગતો.પણ જા મેં તને માફ કયૉ. "

પંકજ રાજી થઈ ને બોલે છે," ખરેખર?"

અજય કુટિલ હસતાં કહે છે," હા પણ તને સજા તો જરૂર આપીશ. એવી સજા કે તુ જીવનભર યાદ રાખીશ."

પંકજ કશું સમજે તે પહેલા એક હાથ હવામાં આવે છે જેના હાથમાં કુહાડી હોય છે તે પંકજ નો એક હાથ કોણી સુધી કાપી નાખે છે.

પંકજ ની દદૅનાક ચીસ અને અજય નુ વિકરાળ હાસ્ય આખા રુમ માં ગુંજી ઉઠે છે.

ઍના અને ગીતા દરવાજો ખોલવા ખુબ કોશિશ કરે છે પણ દરવાજો ખુલતો નથી. બન્ને જણા ખુબ ગભરાઈ ગયા હોય છે. ત્યાં પંકજ ની ચીસ સંભળાઈ છે. ઍના અને ગીતા એકબીજા સામે જોવે છે.

અચાનક રુમ નો દરવાજો ખોલી જાય છે.અંદર એકદમ અંધારું હોય છે અને પંકજ નો રડવાનો અને કણસવાનો અવાજ આવતો હોય છે. ઍના અને ગીતા ટોચૅ ચાલુ કરી અંદર જાય છે.

રુમ ની અંદર તેમને ખુણા માં પંકજ બેઠેલો દેખાય છે. તે લોહીલુહાણ હોય છે. તેનો હાથ બાજુ માં કપાયેલો હોય છે. તેની આવી હાલત જોઈ બન્ને છોકરી ઓ ની ચીસ નીકળી જાય છે. બન્ને જણા પંકજ પાસે જાય છે.

પંકજ અધૅબેભાન અવસ્થામાં હોય છે. ઍના ગીતા ને કહે છે," તને ગાડી ચલાવતા આવડે છે ને ?"

ગીતા કહે છે," હા"

ઍના કહે છે," તું પંકજ ની ગાડી માં પંકજ ને લઈને હોસ્પિટલ જલ્દી જા."

ગીતા બોલી ," તું એકલી અહીં રહીશ?"

ઍના બોલી," મારે હજી રાહુલ ને શોધવાનો છે. તું મારી ચિંતા ન કર . જલદી પંકજ ને લઈને જા."

બન્ને જણા પંકજ ને સહારો આપી બેઝમેન્ટ ની બહાર લઈ આવે છે. ઍના એક મોટો જાડો ટુવાલ પંકજ ના કાંડા પર બાંધી દે છે. બન્ને ભેગા થઈ પંકજ ને ગાડી માં બેસાડે છે અને ગીતા પંકજ ના ખિસ્સા માંથી ચાવી કાઢી ગાડી ચાલું કરે છે અને હોસ્પિટલ તરફ જવા દે છે.

ઍના ઘર માં આવે છે ત્યારે હૉલ થી કરી બેઝમેન્ટ સુધી બધે લોહી ના ટીપાં પડેલા હોય છે. ઍના ને રાહુલ ની બહુ ચિંતા થતી હોય છે. તે ટોચૅ લઈ ફરી બેઝમેન્ટ માં જાય છે. તે મન માં નક્કી કરે છે,"તે રાહુલ ને કશું નહીં થવા દે. અજયની આત્મા ને મુકિત અપાવી ને રહેશે."

ઍના બેઝમેન્ટ માં રાખેલી મીણબત્તીઓ બધી રુમ માં લઈ જઈ સળગાવે છે. તે બુમ પાડી ને કહે છે," અજય, તારી ઈરછા હોય તે મને કહે . હું તે પુરી કરીશ. પણ રાહુલ ને છોડી દે."

કશી હલચલ થતી નથી. ફરી ઍના કહે છે," pls અજય બહુ થઈ ગયું. તને શું જોઈએ છે ? બોલ."

ત્યાં ઍના ના કાન માં પાછળ થી અવાજ આવે છે," તું " ઍના ચોંકી ને પાછળ જુએ છે તો કોઈ હોતું નથી.

ઍના ગુસ્સે થઈને કહે છે," મારી સામે આવીને વાત કર. આપણી દોસ્તી ની ખાતર જે હોય તે સ્પષ્ટ કહે."

થોડી વાર એકદમ શાંતિ રહે છે. અચાનક તેજ હવા વહેવા લાગે છે અને બધી મીણબત્તીઓ બુઝાઈ જાય છે. ઍના ટોચૅ ચાલુ કરે છે તો તેની સામે અજય ઉભો હોય છે. ઍના તેના ભયાનક સ્વરૂપ થી પહેલા ડરી જાય છે પણ પછી મન મજબૂત કરી ને તેને પુછે છે," અજય તને શું જોઈએ છે? ને રાહુલ ક્યાં છે ? તું તેને કેમ નુકસાન પહોંચાડે છે?"

અજય બોલ્યો," પહેલા તું આ ક્રોસ કાઢી નાખ. પછી જ હું વાત કરીશ"

ઍના પોતાના ગળામાંથી ક્રોસ કાઢી જમીન પર રાખી દે છે. ટોચૅ પણ જમીન પર મુકી દે છે. ટોચૅ ના પ્રકાશ માં અજય નું સ્વરૂપ ભયાનક લાગી રહ્યું હોય છે.

અજય બોલે છે," તુ રાહુલ ની નજીક રહે છે તે મને ગમતું નથી."

ઍના નવાઈ થી બોલે છે," પણ કેમ?"

અજય પોતાનો હાથ ઍના તરફ લંબાવી તેના ગાલ પર મુકે છે. ઍના ડરતી નથી તે અજય ની સામે જ જોઈ રાખે છે.

અજય પોતાના ધોધરા અવાજ માં કહે છે," મને તુ જોઈએ છે. હું તને પ્રેમ કરું છું. આ ૪ વર્ષ થી હું તારી જ રાહ જોઈ રહૃાો હતો. મેં નાનપણ થી તને ચાહી છે. મેં સપનું જોયું હતું કે આપણે મેરેજ કરીને આ ઘર માં સાથે રહીશું ."

ઍના આ સાંભળી ડઘાઈ જાય છે. તે પાછળ ખસી જાય છે. તે બોલે છે," અજય , મેં તને હંમેશા સારા દોસ્ત તરીકે જોયો છે. મને તારા માટે એવી લાગણી ક્યારેય નથી આવી."

અજય ની આંખ માં ગુસ્સો ઉતરી આવે છે. તે ઍના નું જડબું પોતાના હાથ થી પકડી ગુસ્સા થી કહે છે," તને પહેલા રાહુલ માટે પ્રેમ છે?"

ઍના અજય ની આંખ માં જોઈ મક્કમતાથી બોલે છે," હા, હું રાહુલ ને ચાહું છું."

અજય ને વધારે ગુસ્સો આવે છે તે બુમ પાડી ને કહે છે," તારું સપનું પૂરું કરવા હું ખોટા રસ્તે ગયો. દિવસ રાત એક કરી કાળી મજૂરી કરી રુપિયા ભેગા કયૉ તારા માટે આ ઘર લેવા. તને અને આન્ટી ને સાંજે અહીં લાવી ને સરપ્રાઈઝ આપવાનો હતો.

ઍના આંખો ભીની થઈ જાય છે તે આંસુ લુછી બોલે છે," હું તારી ગલત કમાણી થી ખરીદેલા ઘર માં ક્યારેય પણ ન રહેત. મારું સપનું હતું મહેનત ની કમાણી થી ઘર ખરીદવાનું . તે તારો પ્રોમિસ પણ તોડી નાખ્યો. મેં તને હંમેશા કહ્યું હતું કે ખોટા રસ્તે ન જઈશ."

અજય ઍના નો હાથ પકડી બોલ્યો," તારા માટે જ ખોટા રસ્તે ગયો હતો.

ઍના એ કહૃાું," હું તને પ્રેમ નથી કરતી. તું મારો સૌથી સારો દોસ્ત છે અને હંમેશા રહીશ."

અજય ગુસ્સામાં બોલે છે," તું મારી સાથે નહીં આવે તો હું રાહુલ ને મારી નાખીશ."

ઍના ગભરાઈ ને બોલે છે," pls, તેને કઈ ન કરીશ. હું તારી સાથે આવીશ. બસ એક છેલ્લી વાર તેને મળી લેવા દે. ક્યાં છે રાહુલ ?"

ત્યાં એક ખુણામાં રહેલો કબાટ ખુલ્લે છે અને તેમાં થી રાહુલ બેભાન હાલતમાં જમીન પર પડે છે. ઍના દોડીને રાહુલ પાસે પહોંચી જાય છે તેનું માથું ખોળામાં લઈને તે રડી પડે છે. તે રાહુલ ને ભાન માં લાવવાની કોશિશ કરે છે. રાહુલ થોડી વાર રહી ભાન માં આવે છે. તેના માથા માં થી લોહી વહેતું હોય છે.

ઍના બોલે છે," રાહુલ તું ઠીક છે ને?"

રાહુલ કહે છે," હા હું ઠીક છું. તું તો બરાબર છે ને?" એમ કહી તે તેના ગાલ પર હાથ રાખે છે.

અજય તે જોઈ શકતો નથી તે રાહુલ ને ધક્કો મારીને ઍના થી દુર કરી દે છે. ઍના ને કહે છે," ચાલ ઍના હવે જવાનો ટાઈમ થઈ ગયો."

જેવી ઍના ઉભી થવા જાય છે રાહુલ તેનો હાથ પકડી લે છે અને કહે છે," ઍના મને છોડીને ન જઈશ."

અજય ને બહુ ગુસ્સો આવે છે તે રાહુલ ને ગરદન માંથી પકડી ને ઉંચો કરે છે. ઍના આ જોઈ ગભરાઈ જાય છે તે અજય ને કહે છે," pls ,તેને છોડી દે. હું તારી સાથે જ આવીશ."

ઍના રડતા રડતા કહે છે. અજય રાહુલ ને નીચે પટકી દે છે. ઍના રાહુલ તરફ જોઈ કહે છે," રાહુલ, હુ ભલે તારી સાથે ન રહું પણ મારો પ્રેમ હંમેશા તારી સાથે રહેશે. હું તને ખોવા નથી ઈચ્છતી એટલે હું જાઉં છું. તારુ ધ્યાન રાખજે."

એમ કહી ઍના રડતા રડતા જવા લાગે છે. રાહુલ ઉભો થઇ શકે તે હાલત માં નથી હોતો તે જમીન પર સુતા જ હાથ લંબાવી ઍના ને કહે છે," pls મને છોડીને ન જઈશ."

ઍના રાહુલ સામે ન જોતાં આગળ ચાલવા લાગે છે. તે અજય ને કહે છે," અજય ,તું મારો દોસ્ત છે અને હંમેશા રહીશ.પણ મારા દિલ માં હમેશા રાહુલ રહેશે. હું તારી સાથે રહું એના થી તને શાંતિ મળતી હોય તો હું તે કરવા તૈયાર છું. હું મારા દોસ્ત ની આવી હાલત ન જોઈ શકું."

અજય ઍના ની આંખો માં જુએ છે તો તેને લાચારી અને દુઃખ દેખાય છે. તેને નાનપણ થી લઈને યુવાની સુધી ઍના સાથે વિતાવેલો સમય યાદ આવે છે.

તે ઍના તરફ ફરીને કહે છે," ઍના નાનપણ થી મેં તારી ખુશી ઈરછે છે. તારી ખુશી જો રાહુલ સાથે હોય તો હું તમારા બંને વરચે નહીં આવું. હું જાઉં છું હંમેશા માટે. એક વસ્તુ તને આપવા માગું છું ત્યાં પહેલા બકસા માં મારા કંકાલ સાથે એક રીંગ હશે જે મેં તારા માટે લીધે હતી. તે સાંજે હું તે રીંગ તને પહેરાવી હું તને મારી લાગણી કહેવાનો હતો. તું તે વીંટી પહેરજે તો મને બહુ ખુશી થશે."

ઍના ની આંખો માં આંસુ આવી જાય છે.

આમ કહી અજય ઍના ના ગાલ પર હાથ રાખે છે અને કહે છે," તું અને રાહુલ આ જ ઘર માં રહેજો તો મને બહુ ખુશી મળશે." તેજ પ્રકાશ નું પુંજ થાય છે અને અજય તેમાં વિલિન થઈ જાય છે.

ઍના ત્યાં જમીન પર બેસી ને રડવા લાગે છે. તે આંસુ લુછી તે બકસા પાસે જાય છે અને તેમાંથી તેને એક રીંગ મળે છે તે પહેરી લે છે અને બોલે છે," અજય તું હંમેશા મારો બેસ્ટ ફ્રેન્ડ રહીશ. આ રીંગ હંમેશા મારી સાથે રહેશે તે આપણી દોસ્તી ની નિશાની છે."

ઍના રાહુલ પાસે જાય છે અને તેને ભેટીને રડી પડે છે.

***

૪ વર્ષ પછી

પંકજ તે રાત ના સમયસર સારવાર થી બચી જાય છે અને તેનો એક હાથ કાયમ માટે જતો રહે છે. તે હંમેશા માટે દુબઈ જતો રહે છે. ગીતા ના મેરેજ થઈ જાય છે અને તે બીજા શહેર માં રહેવા જતી રહે છે.

ઍના અને રાહુલ અજય ના અસ્થિ અને તેની વસ્તુઓને ને હરિદ્વાર માં તારવી આવે છે અને તે બેઝમેન્ટને કાયમી માટે બંધ કરી દે છે. બંને જણા મેરેજ કરીને તે જ ઘર માં રહેતા હોય છે.

ઍના બગીચામાં નવો રોપો વાવતી હોય છે.ઍના એ ગુલાબી સાડી પહેરી હોય છે અને પહેલા કરતા તેનું શરીર ભરાયેલું હોય છે.તે પહેલા થી પણ વધારે સુંદર લાગતી હોય છે. તેના ગળા માં ક્રોસ અને બંને હાથ માં રીંગ પહેરેલી હોય છે.‌જમણા હાથ માં અજય એ આપેલી રીંગ હોય છે જે એની અને અજય ની દોસ્તી ની નિશાની છે અને ડાબા હાથ માં રાહુલ એ પહેરાવેલી રીંગ હોય છે જે તેના અને રાહુલ ના પ્રેમ ની નિશાની છે.

ત્યાં પાછળ થી " ઍના " એવો અવાજ આવે છે. ઍના ચોંકી ને કહે છે," અજય તુફાન ન કરીશ"

એક ત્રણ વર્ષ નો છોકરો ઍના સામે જોઈને હસે છે અને કહે છે," મેં મમ્મી ને ડરાવી દીધી." તે રાહુલ અને ઍના નું બાળક હોય છે જેનું નામ તેમણે અજય રાખ્યું હોય છે.

ઍના હાથ સાફ કરીને બોલે છે," ઉભો રહે બદમાશ." તે અજય પાછળ દોડે છે. ત્યાં રાહુલ આવી અજય ને પકડી લે છે અને ત્રણેય જણા હસતા હસતા ઘર માં જાય છે.

(સમાપ્ત)

***

મકાન નં ૧૩ અહીં પૂર્ણ થાય છે. તમને આ સ્ટોરી કેવી લાગી તે જરૂર થી જણાવજો.