Makan no 13 - 4 books and stories free download online pdf in Gujarati

મકાન નં.13 - ભાગ - 4

ગયા પ્રકરણ માં જોયું કે બેઝમેન્ટ માં ઍના ને પોતાના નાનપણ નો મિત્ર અજય દેખાય છે. તેનો ભયંકર દેખાવ જોઈને ઍના બેભાન થઈ જાય છે. ઍના ને રાહુલ અને ગીતા હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં ઍના પોતાના અને અજય ની દોસ્તી,તેનું દુબઈ જવું, ભારત પાછા આવ્યા પછી ગાયબ થઈ જવાની વાત કરે છે. હવે આગળ...

***

‍ સાંજ ઢળી ગઈ. અંધકાર ના ઓળા ઉતરી આવ્યા. ગીતા એ હોસ્પિટલ ના રુમ ની લાઈટ ચાલુ કરી. બધા પોતપોતાના વિચારો માં ખોવાયેલા હોય છે. રુમ માં નીરવ શાંતિ હોય છે. રાહુલ તેના થોડા કામ માટે બહાર ગયો હોય છે. ત્યાં ગીતા ના મમ્મી ટીફીન લઈ ને આવે છે. તેના મમ્મી ટીફીન ગીતા ને આપે છે અને ઍના પાસે જઈને બેસે છે અને કહે છે," કેમ છે તને ?"

ઍના સ્મિત સાથે કહે છે," સારું છે આંટી. તમને બધા ને મેં હેરાન કયૉ"

ગીતા ના મમ્મી ઍના ના કપાળ પર હાથ રાખી બોલ્યા," ના હવે તુ પણ મારી દીકરી જેવી જ છૉ. થોડા દિવસ અમારી સાથે રહે. થોડું વાતાવરણ બદલાશે તો સારું રહેશે. આમ પણ ગીતા ના પપ્પા બહાર ગામ ગયા છે. અમે મા દીકરી એકલા જ છીએ."

ગીતા એ તેના મમ્મી ને એમ જ કહ્યું હતું કે ઍના કમજોરી ના લીધે બેભાન થઈ ગઈ. પૂરી વાત કરી ન હતી.

ગીતા ઍના ને જમવાની થાળી આપતા કહે છે," હા, ચાલ ને થોડા દિવસ મારી સાથે રહેજે"

ઍના બોલી," ના, હમણાં નહીં. પછી કોઈ વાર આવીશ.મને હમણાં બીજા ઘણા કામ પૂરાં કરવાના છે. તે ઘરે જઈને જ થશે."

ગીતા સમજી ગઈ કે ઍના શેની વાત કરે છે એટલે તેણે બહુ આગ્રહ ન કર્યો. ગીતા અને ઍના એ જમી લીધું.

ઍના એ ગીતા ને કહ્યું," ગીતુ, તું હવે ઘરે જા. આંટી પણ એકલા છે. મારી તબિયત હવે સારી છે."

ગીતા ના મમ્મી બોલ્યા," વાંધો નહીં ઍના. ગીતા ભલે અહીં રાત ના રોકાય. " ગીતા ના મમ્મી જાણતા હોય છે કે ઍના નું આ દુનિયામાં કોઈ નથી એટલે તેમને ઍના માટે વિશેષ લાગણી આવતી હોય છે.

ઍના ભાવુક થઈને બોલે છે," હું કેટલું હેરાન કરીશ તમને લોકો ને!! "

ગીતા ના મમ્મી ઍના ના માથે હાથ રાખી બોલ્યા," તું એકલી નથી. અમે તારી સાથે જ છીએ"

ત્યાં રાહુલ આવી જાય છે. ગીતા રાહુલ અને તેના મમ્મી નો એકબીજા થી પરિચય કરાવે છે. રાહુલ ગીતા ને કહે છે," તમે ઘરે જાવ. હું અહીં હોસ્પિટલમાં રોકાઈ જાવ છું."

ઍના રાહુલ ને કહે છે," તું ચિંતા ન કર. ઘરે જા. હું હવે એકદમ ઠીક છું "

રાહુલ ઍના ની આંખો માં જોઈને બોલ્યો," તું મને તારો દોસ્ત માને છે ને તો બસ હવે આગળ ન બોલતી."

ઍના કંઈ આગળ બોલી શકતી નથી. ગીતા ના મમ્મી ને પણ રાહુલ ની આંખો માં પ્રમાણિકતા દેખાય છે એટલે તે રાહુલ ને હોસ્પિટલમાં રોકાવા હા પાડે છે. ગીતા જતા જતા ઍના ના કાન માં કહે છે," હેન્ડસમ છે. જોડી જામશે" ઍના ગીતા સામે આંખો કાઢે છે અને ગીતા આંખ મારીને જતી રહે છે.

રાહુલ ત્યાં ઍના ની બેડ પાસે પડેલી ખુરશી પર બેસે છે. બંને થોડી વાર ચુપચાપ બેસે છે. રાહુલ ઍના ની સામે થોડી થોડી વારે જોઈ રહ્યો હોય છે. આખરે ઍના બોલે છે," Thank u Rahul. મારા લીધે તારે હેરાન થવું પડ્યું"

રાહુલ ઍના ને કહે છે," Don't say this.આપણે હવે દોસ્ત છીએ. હું તો બહુ ખુશ છું કે આજ ની રાત મને બહુ સુંદર છોકરી ની કંપની મળશે" રાહુલ રમતિયાળ સ્મિત કરતાં બોલે છે.

ઍના રાહુલ ના હાથ પર ચુટી ભરતા કહે છે," બહુ હોશિયારી ન મારીશ"

ઍના અને રાહુલ મોડી રાત સુધી એકબીજા સાથે વાતો કરે છે. રાહુલ ત્યાં રુમ માં એક બીજો બૅડ ખાલી હોવાથી ત્યાં સુઈ જાય છે. ઍના પણ સુઈ જાય છે.

રાત ના અચાનક ઍના ની ઉંધ ઉડી જાય છે. તેનો એવો આભાસ થાય છે કે કોઈ તેને બોલાવી રહૃા હોય પણ કોઇ હોતું નથી. રુમમાં એકદમ શાંતિ હોય છે. રાહુલ સુતો હોય છે પણ તેને ઠંડી લાગતી હોય છે. ઍના આ જુએ છે અને તે તેની પાસે રહેલી વધારાની ચાદર તેને ઓઢાડી દે છે. રાહુલ નો ચહેરો બહુ માસુમ લાગતો હોય છે. ઍના તેની સામે બે ઘડી જોવે રાખે છે. તેના દિલ માં રાહુલ માટે કંઈક અલગ ફીલ થાય છે. ત્યાં રુમ ની બારી જોર થી પછડાય છે. ઍના નું ધ્યાન તુટે છે. તે બાથરૂમ માં જાય છે. તે બાથરૂમ માં રહેલા અરીસા સામે ઉભી હોય છે. તે પોતાનો ચહેરો પાણીથી ધોઈ રહી ત્યાં તેને અરીસા માં પોતાની પાછળ અજય ઉભેલો દેખાય છે. તે ચોંકી ને પાછળ જૂએ છે તો કોઇ હોતું નથી.

તે ફરી અરીસા માં જુએ છે તો તેને ફરી પોતાની પાછળ અજય ઉભેલો દેખાય છે. તેની એક બાજુ નો ચહેરો ચામડી વગર નો માંસ અને લોહી થી ભરેલો હોય છે અને બીજી તરફ નો ચહેરો એકદમ બરાબર હોય છે. તે " અજય " કહીને તેને બોલાવે છે. તે પાછળ ફરી તેના તરફ જોઈ છે.

એક તરફ ઍના ને અજય ના આ રૂપ થી ડર લાગતો હોય છે અને બીજી તરફ તેને અજય ની આવી હાલત માટે દુઃખ થઇ રહૃાું હોય છે. તે અજય ને પુછે છે," તારી આવી હાલત કેમ થઈ ? શું થયું તારી સાથે ? "

અજય કંઈ બોલતો નથી. પોતાનો એક હાથ ઍના ના ગાલ તરફ લંબાવે છે. ઍના ભય ની મારી આંખો બંધ કરી દે છે. ત્યાં રાહુલ બાથરૂમ નો દરવાજો પછાડે છે અને પુછે છે," તું ઠીક છે ને ઍના ?"

અજય હાથ પાછો ખેંચી લે છે અને ગુસ્સા ભરી નજરે જોઈ ગાયબ થઈ જાય છે. ઍના ભયથી કાંપતી હોય છે. તે દરવાજો ખોલી નાખે છે અને રાહુલ ને ભેટી પડે છે અને રડવા લાગે છે.

રાહુલ એક પળ માટે ચોંકી જાય છે અને પછી ઍના ને શાંત કરાવતા પુછે છે," શું થયું ઍના ?"

ઍના કઈ જવાબ આપતી નથી. ઍના થોડી વાર રહી રાહુલ થી અલગ થાય છે અને સંકોચ સાથે કહે છે," sorry'

રાહુલ કહે છે," અરે વાંધો નહીં.પણ થયું શું ?"

"અજય અહીં આવ્યો હતો" એમ કહી ઍના ફરી બાથરૂમ માં જાય છે અને ત્યાં અરીસા સામે જોઈ ચોંકી જાય છે. તે રાહુલ ને બુમ પાડી બોલાવે છે.

રાહુલ અંદર આવી અરીસા માં જુએ છે. અરીસા પર લાલ અક્ષરો થી લખેલું હોય છે," પકંજ શમૉ"

ઍના કહે છે," આ કોણ હશે ?" રાહુલ જવાબ આપે છે," અત્યારે તો રાત બહુ થઈ ગઈ છે. આપણે કાલે સવારે આ વિશે વાત કરીશું"

બન્ને જણા સુઈ જાય છે પણ ઍના ને ઉંધ નથી આવતી. તેને અજય નું ભયાનક રુપ જ દેખાતું હોય છે.

સવાર ના ગીતા બંને માટે ચા અને નાસ્તો લઈને આવી. ચા નાસ્તો કરતા ઍના એ રાત ના બનેલી ઘટના ગીતા ને કહી. ગીતા એ કહ્યું," હવે આપણે આ પકંજ શમૉ ની તલાશ કરવી પડશે "

ઍના એ કહ્યું," આપણે નહીં.ફક્ત હું તલાશ કરીશ. હું તમારા બે ને મુશ્કેલી માં મુકવા માગતી નથી."

રાહુલ બોલ્યો," અમે તારા મિત્રો છીએ. તને એકલી નહીં મુકીએ. આપણે સાથે મળીને આ ગુથિ ઉકેલીશુ. સાચી વાત ને ગીતા ?

ગીતા એ રાહુલ ને તાળી દેતા કહ્યું," હા, સાચી વાત છે રાહુલ ની "

ઍના એ કહ્યું," સારું બસ. હવે તમારે લોકો એ જોબ પર નથી જવું. ગીતા,તુ સર ને મારી લીવ માટે કહી દેજે.હુ કાલ થી ઓફિસ આવીશ."

ત્યાં ડોક્ટર આવે છે અને ઍના ને તપાસી ડિસ્ચાજૅ આપી દે છે. ગીતા ઓફિસ જતી રહે છે. રાહુલ ઍના ને પોતાની કાર માં ઘરે લઈ જાય છે. ઍના ઘરે આવે છે તો હૉલ માં બઘું એકદમ વ્યવસ્થિત હોય છે. તે રાહુલ સામે પ્રશ્નાનાથૅ ભાવે જોવે છે. રાહુલ હસતા કહે છે," કાલે મારા નોકર પાસે બઘું ઠીક કરાવી લીધું "

ઍના બોલે છે," તું યાર કેટલું કરીશ મારા માટે. મારા લીધે તુ ફસાઈ ગયો "

રાહુલ બોલે છે," ના હવે. એવું ન વિચારીશ. એક વાત કહું તારી સાથે મને સારું લાગે છે. I like you. " એમ કહી રાહુલ ઍના ની આંખો માં જોવા લાગ્યો.

ઍના રાહુલ ની આંખો માં જોતા બોલી," આ વાક્ય તે કેટલી છોકરીઓ ને કહ્યું છે?"

રાહુલ ઍના નો હાથ પકડી ને બોલ્યો," તારા સિવાય કોઈ ને નથી કહ્યું. મારી સ્ત્રી મિત્રો ઘણી છે પણ તારી સાથે જે ફીલ થાય છે તેવું કોઇ સાથે ફીલ થયું નથી. મને ખબર છે કે અત્યારે તારા માટે અજય ના મૌત નું રહસ્ય જાણવું જરૂરી છે. મને ખબર છે કે અત્યારે હજી આ વાત નો રાઈટ ટાઈમ નથી. પણ એટલું કહીશ કે હું હંમેશા તારી સાથે છું."

ઍના ને રાહુલ ની આંખો માં પોતાના માટે પ્રેમ દેખાયો. ઍના ની આંખો ભીની થઈ ગઈ પણ તે ઉતાવળ કરવા નહોતી માંગતી એટલે તેણે પોતાનો હાથ છોડાવી કહ્યું," તારે ઑફિસ જવાનું મોડું થતું હશે "

રાહુલ બોલ્યો," તારી એક અમાનત મારી પાસે છે."

શું ?

રાહુલ એ ખિસ્સામાંથી ક્રોસ કાઢી ને ઍના ને આપ્યો અને કહ્યું," મને કાલે હૉલ માંથી મળ્યું હતું." ઍના ક્રોસ જોઈને ખુશ થઈ.

તે બોલી," Thank u so much "

" Take care" એમ કહી રાહુલ જતો રહ્યો.

ઍના એ ક્રોસ પહેરી લીધો. તેને અજય ના જ વિચારો આવતા હતા. આખી બપોર વિચાર કયૉ પછી તેણે અજય ના શેઠ પાસે જવાનું નક્કી કર્યું. તે પોતાની સ્કૂટી લઈને અજય ના શેઠ ની ઓફિસે પહોંચી ગઈ. મનુભાઈ મહેતા એમનું નામ હોય છે. તે બહુ સાલસ સ્વભાવના છે. તે ઍના ને ઓળખી જાય છે અને આવકાર આપે છે.

ઍના ઔપચારિક વાતો કરી પછી સીધી મુદ્દા ની વાત પુછે છે,

" શું તમે પંકજ શમૉ ને ઓળખો છો?"

શેઠ થોડી વાર તો વિચાર માં પડી જાય છે પછી અચાનક યાદ આવતા કહે છે," હા, આ પકંજ અજય સાથે જ દુબઈ માં હતો. બન્ને સારા મિત્રો બની ગયા હતા. બંને સાથે જ ભારત આવ્યા હતા. પણ પછી બંને નો કોઈ પતો નથી. પણ મેં બે દિવસ પહેલા પંકજ ને બજાર માં જોયો હતો.

ઍના તરત બોલી," તમારી પાસે તેના ઘર નો એડ્રેસ છે ?"

મનુભાઈ બોલ્યા," હા છે. હું તને આપું. કોઈ ગંભીર વાત છે?"

ઍના બોલી," મને થયું કે કદાચ તે અજય વિશે કશું જાણતો હોય."

ઍના એ પૂરી વાત ન કરતા કહ્યું.

મનુભાઈ બોલ્યા," હા તે કદાચ કશું જાણતો હોય. તને કોઈ મદદ ની જરૂર હોય તો કહેજે."

" હા ચોક્કસ કહીશ. તમારો આભાર " એમ કહી ઍના એડ્રેસ લઈ નીકળી ગઈ.

રસ્તામાં તેણે ગીતા અને રાહુલ ને ફોન કરી બધી વાત જણાવી અને પંકજ ના ઘરે આવવા કહ્યું.

ત્રણેય જણા પંકજ ના ઘર પાસે ભેગા થયા. તે લોકો એ નક્કી કર્યું કે ધીમે ધીમે કળ થી પંકજ પાસે થી વાત કઢાવી. કદાચ તે અજય ના ખુન પાછળ જવાબદાર પણ હોઈ શકે છે.

ઍના એ પંકજ ના ઘર ની ડોરબેલ વગાડી. થોડી વાર રહીને દરવાજો ખુલ્યો. સામે ઉભેલી વ્યક્તિ ને જોઈને ઍના ચોંકી ગઈ. તે પેલો જ પંકજ હતો જેને તેણે અજય ના ઘરે જોયો હતો.

પંકજ ઍના ને જોઈને થોડો ગભરાઈ ગયો. ઍના તેને ઓળખી ગઈ અને તેનો કોલર પકડતા ગુસ્સામાં કહ્યું," તે જ અજય ની હત્યા કરી છે !!! બોલ સાચું બોલ. અજય જોડે તે શું કર્યું ? શું કામ તેને માર્યા ?"

પંકજ પોતાને છોડાવતા કહે છે," મેં કંઇ જ નથી કર્યું." રાહુલ અને ગીતા ઍના ને શાંત કરે છે.

રાહુલ બોલ્યો," તમે તો અજય ના દોસ્ત છો. તો તમને ખબર જ હશે કે અજય સાથે શું થયું ? પ્લીઝ અમને પૂરી વાત જણાવો."

પંકજ કહે છે," તમે લોકો અંદર આવો હું તમને પૂરી વાત કહુ છુ"

ઍના ને હજી પણ પંકજ પર શંકા હોય છે. પંકજ ઍના ને કહે છે," તમે પહેલા મારી વાત સાંભળી લો. મેં કંઈ પણ કર્યું નથી "

બધા સોફા પર બેસી જાય છે. થોડી વાર રહી પંકજ બોલે છે,

" તે દિવસે અજય ના ઘરે મેં ઍના માટે ખરાબ કમેન્ટ કરી હતી એટલે અજયે મારી સાથે દોસ્તી તોડી નાખી. ત્યાર પછી અમે લોકો દુબઈ માં મળ્યા હતા. હું પણ ત્યાં જ કામ કરતો હતો જ્યાં અજય કામ કરતો હતો. મેં અજય પાસે સાચા દિલથી માફી માંગી. અજયે પણ મને માફ કરી દીધો. અમે સારા મિત્રો બની ગયા. અજય હંમેશા કહેતો," મારું એક જ સપનું છે. ઍના માટે એક ઘર લઉ" તે માટે અજય ખુબ મહેનત કરતો પણ તો પણ ઘર લઈ શકે તેટલા રુપિયા ભેગા કરવા અધરી વાત હતી. ત્યાં એક દિવસ અજય શકીલ ના સંપર્ક માં આવ્યો. તે ડોન સાથે જોડાયેલો હતો અને ગેરકાનૂની કામ કરતો હતો. તેણે અજય ને પણ લલચાવાની કોશિશ કરી. અજય રુપિયા ની લાલચ માં તેની સાથે જોડાય ગયો. તેને બસ એક જ ઘુન હતી કે ઍના માટે ઘર લેવું. ડોન પણ અજય ના કામ થી ખુશ હતો. મેં તેને સમજાવાની કોશિશ કરી પણ તે દર વખતે કહેતો કે," બસ હું એટલા રુપિયા કમાઈ લઉં કે ઘર લઈ શકું પછી આ કામ છોડી દઈશ." તેણે એટલા રુપિયા ભેગા પણ કરી લીધા. તેણે ડોન ને કહી દીધું કે તે આ કામ છોડી રહૃાો છે અને હંમેશા માટે ભારત જઈ રહૃાો છે. ડોન ને તેને છુટો પણ કરી દીધો.

રાહુલ બોલ્યો," પછી શું થયું ?"

પંકજ ઉદાસ થઈને બોલ્યો," ગેરકાનૂની ધંધા માં તમે આવી તો પોતાની મરજી થી જાવ છૉ પણ પોતાની મરજી થી નીકળી શકતા નથી. અજય ડોન ના ઘણા રાજ જાણતો હતો એટલે ડોન એ કેટલાક ગુંડાઓ ને અજય ને મારવા માટે મોકલ્યા હતા. હું અજય કરતા વહેલો ભારત આવી ગયો હતો. મેં નંદનવન સોસાયટી નું મકાન નં ૧૩ પસંદ કર્યું. અજય જ્યારે ભારત આવ્યો ત્યારે તેને પણ આ મકાન પસંદ આવ્યું. એણે આ મકાન ખરીદી લીધું. તે ઍના અને તેના મમ્મી ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. એટલે અમે બંને ભેગા મળીને મકાન ને શણગાર્યુ. તે દિવસે અજય બહુ ખુશ હતો પણ કોને ખબર હતી કે તે દિવસ તેનો કાળ બનીને આવશે. હજી પણ તે દિવસ યાદ આવે છે તો કમકમાટી આવી જાય છે."

ઍના ની આંખો ભીની થઈ ગઈ તે રુધાયેલા અવાજે બોલી," શું થયું હતું તે દિવસે ?"

પંકજ બોલ્યો," સાંજે અજય ઍના અને તેના મમ્મી ને લેવા ગયો અને હું ફેશ થવા બાથરૂમ માં ગયો. હું બાથરૂમ માં હતો ત્યાં મને અવાજ આવ્યો. મેં દરવાજો ખોલી જોયું તો કેટલાક ગુંડાઓ એ અજય ને પકડ્યો હતો અને અજય ને મારી રહ્યા હતા. અજય તેમના થી બચવાની કોશિશ કરી રહૃાો અને બરાબર ની ટક્કર આપી રહ્યો. અજય એક હતો અને તે ત્રણ હતા તો પણ અજય તેમને પહોંચી ગયો હતો. અજય ના ખડતલ શરીર સામે તે લોકો ટકી ન શક્યા પણ અચાનક એક ગુંડો ગાડૅન માંથી કુહાડી લઈ આવ્યો અને ગુસ્સા માં અજય નો એક હાથ કાપી નાખ્યો. અજય ની દદૅ ભરી ચીસ આખા ઘર માં ગુંજી ઉઠી. અજય દદૅ થી ચીસો પાડતો જમીન પર પડી ગયો. પેલા લોકો બહુ ક્રુર હતા અને તે લોકો એ દારુ ની બોટલ કાઢી ને દારુ પીધો. દારુ પી ને વધારે ક્રુરતા થી અજય ને મારવા લાગ્યા. અજય ને તેમણે બહુ ક્રુરતા થી મારી નાખ્યો. પછી તેની લાશ ને બેઝમેન્ટ માં ઢસડીને લઈ ગયા. આખો હૉલ લોહી થી ભરેલો હતો. બહુ ભયંકર રાત હતી."

ઍના ની આંખો માં આંસુ આવી ગયાં તે લુછીને ગુસ્સામાં પંકજ ને પુછ્યુ," તું ત્યાં બાથરૂમ માં આ બધું જોતો ઉભો હતો. અજય ની મદદ કરવા ન ગયો ?"

પંકજ મોઢું નીચું કરી રડવા લાગ્યો," હું બહુ ડરી ગયો હતો. મારી હિંમત ન થઈ બહાર નીકળવાની."

ઍના ઉભી થઇ અને પંકજ પાસે ગઈ અને તેને જોર થી એક તમાચો મારી દીધો.," કાયર, તે હિંમત કરી હોત તો આજે અજય જીવતો હોત

તું દોસ્ત કહેવડાવવા ને લાયક પણ નથી."

પંકજ રડતા રડતા બોલ્યો," હું બહુ ડરી ગયો હતો. જેવા તે લોકો અજય ની લાશ ને લઈને બેઝમેન્ટ માં ગયા હું ત્યાંથી ભાગી ગયો. પછી હું બીજા દિવસે તો દુબઈ પાછો જતો રહ્યો. તે લોકો એ અજય ની લાશ નું શું કર્યું તે મને ખબર નથી. તે ઘર પણ પહેલા ડોન એ પડાવી લીધું. પણ તે સુખે થી ત્યાં રહી ન શક્યો. તે એક દિવસ સવારે વિચિત્ર રીતે મરેલો તે ઘર માંથી મળ્યો હતો. એવી જ હાલત પેલા ત્રણ ગુંડાઓ ની થઈ."

રાહુલ એ પુછ્યુ," તને આ બધું કેવી રીતે ખબર છે ?"

પંકજ બોલ્યો," હું દુબઈ હતો પણ આ મકાન માં કોન રહે છે તે બધી ખબર રાખતો હતો. મને લાગે છે કે અજય ની આત્મા હજી પણ તે મકાન માં ભટકે છે. તેણે જ બદલો લીધો છે. "

ગીતા બોલી," હા તેની આત્મા એ જ અમને તારા સુધી પહોંચાડયા છે." એમ કહી અજય ની વાત કરી.

પંકજ ઍના પાસે ગયો અને હાથ જોડીને કહ્યું," હું બહુ શરમિંદા છું કે જ્યારે મારા મિત્ર ને મારી જરુર હતી ત્યારે હું ભાગી ગયો. સાચું કહું તો તે રાત પછી મને ક્યારેય સરખી ઉંધ નથી આવી. મને અજય ની ચીસો જ સંભળાયા કરે છે. પણ હું તમારા લોકો ની સાથે છું. અજયની આત્મા ની શાંતિ માટે જે બનશે તે કરીશું. "

ગીતા બોલી," અજય એ પોતાનો બદલો લઈ લીધો છે તો પછી હજી પણ તેની આત્મા કેમ ભટકે છે ?"

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED