મકાન નં.13 - ભાગ - 1 Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મકાન નં.13 - ભાગ - 1

ઍના આજે બહુ ખુશ હતી. આજે કેટલા વર્ષો પછી એનું પોતાનું ઘર લેવાનું સ્વપ્ન સાકાર થયું હતું. ઍના ના પપ્પા તે નાની હતી ત્યારે જ મરી ગયા હતા. ઍના ને તેની મમ્મી એ જ ઉછેરી ને મોટી કરી હતી. એના ભણવામાં હોશિયાર હતી અને તેને સારી નોકરી પણ મળી ગઈ. પણ તેના મમ્મી લાંબુ ન જીવી શક્યા અને એક બીમારી માં મરી ગયા.

ઍના સાવ એકલી પડી ગઈ. પણ એને ભગવાન પર બહુ જ શ્રદ્ધા હતી. તે દર શુક્રવારે ચચૅ જતી. તેનામાં હિંમત પણ બહુ હતી. તેણે પોતાની જિંદગી હિંમતભેર અને સ્વમાન ભેર જીવવાનું નક્કી કર્યું. નાનપણ થી ભાડાં ના ઘર માં રહેતી ઍના નું એક સ્વપ્નું હતું કે પોતાનું એક ઘર હોય જેને તે પોતાની મરજી થી શણગારે અને જ્યાં તે એકાંત અને શાંતિ થી રહી શકે.

ઍના એકાંતપ્રિય અને પ્રકૃતિ પ્રેમી હતી. તેને શોરગુલ બિલકુલ પસંદ ન હતું. તે કેટલાય સમય થી પોતાના પગારમાંથી બચત કરી રહી હતી જેથી તે પોતાનું ઘર લઈ શકે. આમ તો તેનો પગાર સારો હતો પણ શહેરમાં મકાન લેવું બહુ અધરું હતું. ૨૪ વર્ષ ની ઍના પોતાનું સ્વપ્ન સાકાર કરવા બહુ પ્રયત્ન કરતી હતી.

આજે એને પોતાના સ્વપ્ન નું ઘર અંતે મળી ગયું. શહેર થી થોડે દૂર સોસાયટી માં તેને એક ઘર મળી ગયું. ત્યાં હજી બહુ જણા રહેવા ન હતા આવ્યા. બે માળ નું મકાન એને ધણા સસ્તા ભાવે મળી ગયું. ત્યાં એક ગાડૅન પણ હતું. આજુબાજુ નીરવ શાંતિ અને એકાંત હતું. એક કપલ ત્યાં થી દુર એક ઘર માં રહેતું હતું. ઍના ને મકાન જોતાંવેંત ગમી જાય છે અને ભાવ પણ ઓછા હોવાથી તે બહુ વિચાર ન કરતા તે મકાન ખરીદી લીધું.

ઍના મીઠાઈ નો બોક્સ લઈ ઓફિસ આવે છે અને તેની ખાસ ફ્રેન્ડ ગીતા ને મોં મીઠું કરાવતા કહે છે," ગીતુ ,Finally મને મારુ સપનાનું ઘર મળી ગયું "

ગીતા ખુશ થતા કહે છે," વાહ, congrats, કંઈ બાજુ મળ્યું ઘર ?

ઍના હસીને કહે છે," શહેર થી થોડે દૂર હમણાં નવી સોસાયટી નંદનવન થઈ છે. એમાં મકાન નં ૧૩ મને મળી ગયું છે.

ગીતા થોડી ચિંતા સાથે બોલે છે," ઍના મેં તે મકાન વિશે ઘણી વાતો સાંભળી છે. તે મકાન અપશકુનિયાળ કહેવાય છે. તારી પેલા પણ ૨_૩ જણા ત્યાં રહેવા ગયા હતા પણ કોઈ બહુ ટાઈમ ત્યાં રહી નથી શકતું. કહેવાય છે ત્યાં કોઈ ની આત્મા છે જે કોઈ ને રહેવા નથી દેતી."

ઍના જોર થી હસે છે અને કહે છે," હું આ બઘી વાત માં માનતી નથી. મને મારા પ્રભુ પર શ્રદ્ધા છે. " ઍના પોતાના ગળામાં પહેરેલા ક્રોસ ને હાથ માં લઈને કહે છે ," મારી સાથે આ છે ત્યાં સુધી કોઇ મારું કંઈ ન બગાડી શકે."

ગીતા કહે છે," તો પણ ઍના શહેર થી દૂર આવી જગ્યાએ રહેવા જવાની શી જરૂર છે ?"

ઍના કહે છે," ગીતુ, તું તો મને ઓળખે છે. મને શાંતિ અને એકાંત ગમે છે અને આ મકાન માં તે મને મળશે. આજે સાંજે હું તને તે મકાન જોવા લઈ જઈશ."

ગીતા ગભરાતી હોય છે પણ પોતાની ફ્રેન્ડ માટે આવવા તૈયાર થાય છે. તે કહે છે," ભલે હું આવીશ"

સાંજે ઓફિસ માં થી છુટતા બંને ને મોડું થઈ જાય છે. બન્ને મકાન જોવા માટે જાય છે. ઍના ની સ્કુટી પર બંને જણા મકાન જોવા જાય છે.

તે લોકો નંદનવન સોસાયટીમાં પહોંચે છે ત્યારે અંધારું થવા આવ્યું હોય છે. ઠંડો પવન વહી રહ્યો હોય છે. આજુબાજુ જંગલ હોવાથી જીવાત અને મરછરોનો અવાજ આવતો હોય છે.

ઍના જ્યારે મકાન નં ૧૩ પાસે સ્કુટી ઉભી રાખે છે ત્યારે અંધકાર માં ડૂબેલો તે મકાન ભયંકર લાગતો હોય છે. ગીતા ને થોડો ડર લાગે છે. તે ઍના નો હાથ પકડે છે. ઍના તેને કહે છે," ડર નહીં. હું છું ને. ચાલ અંદર જઈએ."

ઍના ગીતા ને લઈને અંદર જાય છે. ઍના પાસે મકાન ની ચાવી હોય છે. ઓફિસીયલી તે મકાન ની હવે માલિક છે. તેણે મકાન નું પેમેન્ટ પણ કરી દીધું હતું. જેવી તે મકાન ખોલે છે તેવો પવન નો ઝાપટો આવે છે અને વિચિત્ર વાસ આવવા લાગે છે.

ગીતા કહે છે," આ શેની વાસ આવે છે?"

ઍના કહે છે," આ તો બંધ મકાન હોવાથી આવી વાસ આવે છે." ઍના લાઈટ ચાલુ કરે છે. અને કહે છે," આ ડ્રોઈંગ રૂમ છે. પેલી બાજુ કીચન છે. આ તરફ દરવાજો છે ત્યાં નીચે બેઝમેન્ટ છે. ઉપર બે રુમ છે."

ગીતા ઘર જોતા કહે છે," તને આવી સુની જગ્યાએ કેમ રહેવું છે ?‌તને અહીં એકલા રહેતા ડર નહીં લાગે ?

ઍના કહે છે," ના મને તો આમ પણ એકાંત પસંદ છે. મને આ મકાન જોતા જ ગમી ગયું હતું. હવે એને હું મારું સપનાનું ઘર બનાવીશ. "

ગીતા કહે છે," ઠીક છે. જેવી તારી ઈચ્છા "

ગીતા ઘર જોતી હોય છે પણ એને સતત એવું લાગતું હોય છે કે કોઈ તે લોકો ની સાથે છે. એને એક નેગેટિવ એનર્જી ફીલ થતી હોય છે.

ઍના કહે છે ," હું જરા વૉશરુમ જઈ આવું"

ઍના વૉશરુમ જાય છે. ગીતા ઘર જોતી હોય છે. ત્યાં એને બેઝમેન્ટ માંથી કશો અવાજ આવે છે. તે બેઝમેન્ટ ના દરવાજા પર કાન લગાડે છે તો એને એક બહુ તીણો અવાજ સંભળાય છે.," ચાલી જા અહીંથી " ઘર માં નીરવ શાંતિ હોય છે અને તે અવાજ સ્પષ્ટ પણે સંભળાતો હોય છે. ગીતા દરવાજા પર કાન લગાડીને અવાજ સાંભળતી હોય છે. ત્યાં દરવાજા માંથી એક લોહી થી લથપથ માંસ ના લોચા વાળો હાથ બહાર નીકળે છે. તે ગીતા નું ગળું પકડી દબાવે છે. ગીતા ની આંખો ભય થી બહાર આવી જાય છે. તે ચીસ પાડવા માગતી હોય છે. પણ અવાજ બહાર નથી આવતો. તે પોતાની જાતને બચાવવા વલખાં મારે છે. પણ હાથ ની પકડ મજબૂત હોય છે.

ત્યાં ઍના નો અવાજ આવે છે ," ક્યાં છૉ ગીતુ?" ઍના ગીતા તરફ આવતી હોય છે ત્યાં હાથ ગીતા ને છોડી દે છે અને અંદર જતો રહે છે. ગીતા ભય ની મારી કાંપતી હોય છે. તેને ખાંસી આવતી હોય છે. ઍના એની આવી હાલત જોઈ ગભરાય છે. તે બોલે છે," શું થયું ?"

ગીતા તેની કોઈ વાત નો જવાબ નથી આપતી અને તેનો હાથ પકડી ઘર ની બહાર લઈ જાય છે. ઘર ની બહાર આવ્યા પછી ગીતા ને થોડી રાહત થાય છે. તે ઍના ને કહે છે ," મને ઘર જવું છે. તુ મને ઘર લઈ જા"

પણ થયું શું ? ઍના ચિંતા થી પૂછે છે.

તું ઘરે લઈ જા. પછી વાત કરીશ.

ઠીક છે. હું ઘર લૉક કરી આવું.

રસ્તામાં ગીતા રડતા રડતા બધી વાત કરે છે. તે પરસેવા થી રેબઝેબ હોય છે અને બહુ ગભરાયેલી હોય છે.

તેની વાત સાંભળી ઍના વિચાર માં પડી જાય છે. તે ગીતા ને આશ્વાસન આપે છે. ગીતા ને તેના ઘરે ઉતારી તે કહે છે," તું ચિંતા ન કરજે.‌આપણે કાલે આ વિશે વાત કરીશું."

ગીતા કહે છે," તને મારી વાતો માં વિશ્વાસ નથી?"

એવું નથી. કાલે આ વિશે વાત કરીશું.

ઍના આખી રાત આ વિશે વિચાર કરે છે અને કશો નિણર્ય કયૉ. બીજે દિવસે ઍના ઑફિસ ગઈ ત્યારે ગીતા ન હતી આવી. સાંજે ઍના ગીતા ના ઘરે ગઈ. ગીતા ના મમ્મી તેનુ સ્વાગત કર્યું અને કહ્યું ," સારું થયું તું આવી ગઈ. કાલ સાંજે ગીતા આવી ત્યાર થી તે બીમાર છે. તું તેના રૂમ માં જા. હું તમારા માટે નાસ્તો લઈ આવું "

ઍના ગીતા ના રુમ માં જાય છે. ગીતા સુતી હોય છે. ઍના તેની પાસે બેસે છે અને થોડી વારમાં ગીતા આંખો ખોલે છે.

કેમ છે તબિયત ? ઍના પૂછે છે.

સારી છે. pls ,તું તે મકાન માં રહેવા ન જઈશ.

મેં રાત આખી વિચાર કર્યો. મેં પૂરી પેમેન્ટ પણ મકાન ની કરી નાખી છે. હું ત્યાં રહેવા જઈશ. જો મને કશો ખરાબ અનુભવ થશે તો પછી જોયું જશે પણ મારે તે મકાન માં રહેવું છે.

તું પાગલ થઇ ગઈ છો. મારી સાથે આવું થયું છતાં તને ત્યાં જ રહેવું છે.

મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. મારુ ભાડાં નું ઘર ખાલી કરવાનું છે અને મારા બધા રુપિયા મેં આ મકાન ખરીદવા મા આપી દીધા છે.‌ તું ચિંતા ન કર. મને પ્રભુ પર શ્રદ્ધા છે કોઈ કશું ખરાબ મારી સાથે નહીં કરે.

તને જ્યારે પણ એવું લાગે કે ત્યાં તારા થી નહીં રહેવાય ત્યારે અહીં આવી જજે. આ ઘર ના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. તારુ ધ્યાન રાખજે.

હા ગીતુ

પછી શનિવારે ઍના તે મકાન માં શિફ્ટ થઈ ગઈ. આખો દિવસ સામાન ગોઠવવામાં નીકળી ગયો.‌સાજે થાકી ગયેલી ઍના નહાવા માટે બાથરૂમ માં ગઈ. ઉપર ના બૅડરુમ માં મોટું બાથરુમ છે. તેમાં શાનદાર બાથટબ પણ છે. ઍના બાથરોબ પહેરી બાથરૂમ માં ગઈ. જેણે પણ બાથરૂમ બનાવ્યું હતું તેણે દિલ દઈને બનાવ્યું હતું. એક તરફ આદમ કદ નો આયનો છે. એની બાજુમાં વૉશબેસીગ અને તેના પર નાનો કબાટ જેમાં તમે જરુરી વસ્તુઓ રાખી શકો. કબાટ ના દરવાજા માં પણ નાનો અરીસો છે. એના થી થોડે દૂર ટોઈલેટ સીટ છે.

બીજી તરફ લાંબો બાથટબ છે. બાથરૂમ માં ગીઝર પણ ફીટ કરેલું હતું. ઍના હુંફાળા પાણી થી બાથટબ ભરે છે. પછી પોતાનો બાથરોબ ખોલે છે. તેનું સુંદર શરીર આદમકદ ના આયના માં સ્પષ્ટ દેખાય છે. તેની માંજરી આંખો, ખભા સુધી ના વાળ, ગુલાબી હોઠ, રુપાળી ત્વચા, સપ્રમાણ શરીર સુંદર લાગી રહ્યા. તે બાથટબ માં જાય છે અને આંખો બંધ કરી પોતાનું શરીર ઢીલું મૂકી દે છે. એકદમ નીરવ શાંતિ હોય છે. ઍના પોતાના વિચારો માં ખોવાઈ ગયેલી હોય છે. ત્યાં તેના કાન માં અવાજ આવે છે. એકદમ તીણો અવાજ આવે છે. ઍના ઍના કહીને કોઈ તેને બોલાવતું હોય છે.

તે એકદમ આંખ ખોલીને જોઈ છે તો કોઈ નથી હોતું. તેને થાય છે કે તેનો વહેમ છે. તે ફરી આંખો બંધ કરે છે. ત્યાં તેના પગ પાસે થી એક હાથ નીકળે છે. એવો જ લોહી અને માસ થી ભરેલો તે ઍના નો પગ પકડી ને ખેંચે છે. ઍના ઝબકી ને આંખો ખોલે છે. પણ કંઈ નથી હોતું. તે થોડી ડરી જાય છે. પ્રભુ નું નામ લઈ તે બાથટબ માં થી બહાર આવી જાય છે. તેણે ક્રોસ ગળા માં થી કાઢી નાખ્યો હતો તે પહેરી લે છે. શરીર પર ટુવાલ લપેટી ને અરીસા પાસે આવે છે તો તે ચોંકી જાય છે.

અરીસા પર પાણી થી લખેલું હોય છે

‌welcome to my home