મકાન નં ૧૩ પાટૅ ૨ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

  • સિંદબાદની સાત સફરો - 7

    7. આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આ...

  • નિતુ - પ્રકરણ 48

    નિતુ : ૪૮ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુએ અચાનક ટકોર કરી અને બો...

  • ચમકતી આંખો

    હું એક કેમિકલ પ્લાન્ટમાં કામ કરું છું, એ જ રોજીંદુ કામ. પરંત...

  • ફરે તે ફરફરે - 34

    "આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન &nbs...

શ્રેણી
શેયર કરો

મકાન નં ૧૩ પાટૅ ૨

    ઍના આ વાંચી ચોંકી ગઈ. તેણે વિચાર્યું કે ," નક્કી આ ઘર માં કંઈક છે. જે કોઈ ને અહીં રહેવા નથી દેતું. હું આ ઘર ના રહૃસ્ય ને જાણીને રહીશ " ઍના નાનપણ થી હિંમત વાળી છે. મન થી પણ તે મક્કમ છે. તે પ્રભુ નું નામ લેતા લેતા તૈયાર થઈ બાથરૂમ માંથી બહાર આવે છે.
         ઍના ને જમવાની ખાસ ઈરછા ન હોવાથી તે હલકો ફૂલકો નાસ્તો કરી લે છે. રાત ના તે બધા બારી અને બારણા બરાબર બંધ કરે છે. પોતાના રૂમમાં ચારેબાજુ  દીવાલ પર ક્રોસ લગાવી દે છે.  પોતાના ગળામાં પણ ક્રોસ પહેરેલો રાખે છે. પથારી માં સૂતી વખતે તે પ્રભુ ને પ્રાર્થના કરે છે. ઍના ને  આખા દિવસ નો થાક તો હોય છે પણ મનમાં કશું થશે કે નહીં ? તે જાણવાની જિજ્ઞાસા અને ભય હોય છે. ૧૨ વાગ્યા સુધી ઍના જાગે છે પણ બધું શાંત હોય છે.
        આખા ઘર માં નિરવ શાંતિ હોય છે. ખાલી બહારે  તમરાઓ નો અવાજ આવતો હોય છે. અંતે થાકેલી ઍના નિદ્રા માં સરી પડે છે. રાત્રે ૩ વાગ્યે ગાઢ નિદ્રામાં સૂતેલી ઍના ને તીણો અવાજ આવે છે. કોઈ તેને " ઍના ઍના" કહી ને બોલાવતુ હોય છે. ઍના ઝબકી ને જાગી જાય છે. નાઈટ લેમ્પના ઝાંખા પ્રકાશ માં તે રુમ માં નજર કરે છે તો બધું શાંત હોય છે . એકદમ નીરવ શાંતિ હોય છે. ત્યાં અચાનક રૂમ ની બારી ખૂલી જાય છે અને જોર થી પછડાવા લાગે છે. પવન નો જોરદાર ઝાપટો અંદર આવી જાય છે. ઍના ના કપાળે પરસેવા ના ટીપાં બાઝી જાય છે. તે હિંમત કરી પોતાના બૅડ પર થી ઉભી થાય છે. અને ધીમે ધીમે બારી પાસે આવે છે . બારી જોર થી પછડાતી હોય છે . ઍના બારી ના બે દરવાજા ને પકડે છે અને બહાર નજર કરે છે . બધું શાંત હોય છે. ઍના બારી ને બંધ કરી સ્ટોપર લગાવી દે છે.
             ત્યાં અચાનક પાછળથી એક અવાજ એના કાન પાસે આવે છે." ઍના..." અને તે ગભરાઈ ને પાછળ જોઈએ છે તો કોઈ નથી હોતું.
  તેના ધબકારા વધી જાય છે. થોડી વાર બધું શાંત હોય છે ત્યાં અચાનક ધીમે ધીમે રૂમ નો દરવાજો ખુલે છે. ઍના હીંમત કરીને પૂછે છે," કોણ છે?" પણ કોઈ જવાબ નથી આવતો.
        દરવાજો આખો ખુલ્લી જાય છે. અને ફશૅ પર લાલ રંગ ના પગલાં ની છાપ પડે છે. કોઈ ના ચાલવાનો અવાજ પણ આવે છે. ઍના મન મક્કમ કરીને પગલાં ની દીશા માં ચાલવા લાગે છે. ઘુંટણ સુધી ની ગુલાબી નાઈટી અને પગ માં સાદા સ્લીપર પહેરેલી ઍના હાથ માં ગળા માં પહેરેલો ક્રોસ પકડી પ્રભુ નું નામ લેતા પગલાં ની દીશા માં જાય છે.
        લાલ રંગ ના પગલાં બૅડરૂમ માં થી બહાર નીકળી સીડી તરફ જાય છે અને નીચે જવા લાગે છે. ઍના પણ પગલાં ની દીશા માં સીડી ઉતરી નીચે આવે છે. જેમ જેમ પગલાં આગળ વધતા જતા હોય છે પાછળ ના પગલાં અદ્શ્ય થઈ જતાં હોય છે. કોઈ ના ચાલવાનો ધબ્બ ધબ્બ અવાજ આવતો હોય છે. ઍના કોઈ અજ્ઞાત શક્તિ થી ખેંચાઈ ને પગલાં ની પાછળ આવતી હોય છે.
    અંતે પગલાં બેઝમેન્ટ ના દરવાજે આવી ને અદશ્ય થઈ જાય છે. ઍના જોઈએ છે તો બેઝમેન્ટ ના દરવાજા પર તાળું હોય છે. ઍના વિચારે છે કે આ બેઝમેન્ટ માં જ રહસ્ય છે. આની ચાવી શોધીને જોવું પડશે. રાત બહુ હોવાથી ઍના અત્યારે રીસ્ક લેવા નહોતી ઇરછતી. તે સવાર ના ચાવી શોધવાનું વિચારે છે. તે ત્યાં હૉલ માં રાખેલા સોફા પર બેસી જાય છે. પણ પછી કશી ગરબડ થતી નથી. એટલે ઍના ત્યાં જ સુઈ જાય છે.
         સવારે મોડે થી ઍના ની આંખો ખુલે છે. એનું માથું ભારે હોય છે. ઍના નાહીને ફ્રેશ થઈ આવે છે. તે પોતાના માટે ચા અને નાસ્તો બનાવે છે. ચા નાસ્તો કર્યો પછી તે ઘર ની ચાવી ઓનો ગુચ્છો લે છે ને તેમાં થી એક પછી એક ચાવી બેઝમેન્ટ ના તાળા માં નાખે છે.અંતે એક ચાવી થી તાળું ખોલી જાય છે. ઍના ના ધબકારા વધી જાય છે. તે હળવે થી દરવાજા ખોલે છે તો હવાનો તેજ  ઝાપટો આવે છે અને વિચિત્ર પ્રકારની વાસ પણ આવવા લાગે છે.
        ત્યાં દાદરા હોય છે જે નીચે તરફ જતા હોય છે. લાઈટ ન હોવાથી
કશું સ્પષ્ટ દેખાતું નથી. ઍના ટૉચ લઈને આવે છે. તે હજી પણ અવઢવ માં હોય છે કે નીચે જવું કે નહીં. અંતે તે મન મક્કમ કરે છે અને પ્રભુ નું નામ લઈને જેવો આગળ કદમ વધારે છે ત્યાં ડૉરબેલ વાગે છે.
         ઍના વિચારે છે કે અત્યારે કોણ હશે ? તે બેઝમેન્ટ નો દરવાજો બંધ કરી દે છે અને મેઈન ડોર ખોલવા જાય છે. જેવો તે દરવાજો ખોલે છે ત્યાં એક બહુ હૅન્ડસમ છોકરો ઊભો હોય છે.
        " Hi , હું રાહુલ છું . તમારી પાસે ના ઘર માં કાલે જ શિફ્ટ થયો . તમારો નવો પાડોશી" રાહુલ હસીને કહી પોતાનો હાથ આગળ કરે છે.
     ઍના હાથ મિલાવતા કહે છે," હું ઍના. પ્લીઝ અંદર આવો."
રાહુલ જેવો અંદર આવવા જાય છે એવો એનો પગ લપસે છે અને દરવાજા ની ધાર તેના કપાળ માં લાગે છે. ત્યાંથી લોહી નીકળવા લાગે છે. ઍના ગભરાઈ ને કહે છે," R u ok? "
        રાહુલ કપાળ પર પોતાનો રૂમાલ દબાવી કહે છે," હા હું બરાબર છું. ખબર નહીં અચાનક મને એમ લાગ્યું કે કોઈ એ મારો પગ ખેંચ્યો . હું પડતા પડતા બચી ગયો."
   ઍના ને આશ્વર્ય થાય છે. તે કહે છે," તમે અંદર આવો . હું તમને દવા આપું ."
  રાહુલ ઘર માં આવે છે અને સોફા પર બેસે છે. ઍના દવા લેવા અંદર જાય છે. રાહુલ ઘર નું બારીકાઈથી નિરીક્ષણ કરતો હોય છે . ત્યાં તેને એવો અહેસાસ થાય છે કે કોઈ એની પાછળ ઉભુ છે.‌તે પાછળ ફરીને જોઇ છે તો કોઈ નથી હોતું. ઍના દવા લઈને આવે છે. રાહુલ ને આપે છે.
     રાહુલ ને પોતાની જાતે કપાળ પર દવા લગાવવાનું ફાવતું નથી. તેને મુંઝાતો જોઈ ઍના હસીને કહે છે," લાવો હું તમને દવા લગાવી દઉં"
     રાહુલ હસીને જવાબ આપે છે," તો બહુ સારું રહેશે"
ઍના  રાહુલ ના કપાળ પર ના જખમ ને સાફ કરે છે અને દવા લગાવી પટ્ટી કરતી હોય છે. રાહુલ એકધારો એને જ જોતો હોય છે. ઍના એ ગ્રીન કલર નું ફોક પહેરું હોય છે જેમાંથી તેના શરીર ના વળાંકો અદભૂત દેખાતા હોય છે. તાજા ધોયેલા વાળ, ગુલાબી હોઠ, રૂપાળો ચહેરો અને ચહેરા પર છલકાતી નિદોર્ષતા રાહુલ ને આકર્ષિત કરી રહ્યા હોય છે.
        ઍના રાહુલ સામે જોઈએ છે તો રાહુલ નજર ફેરવી લે છે. ઍના મન માં હસે છે. પટ્ટી થઈ ગયા પછી રાહુલ કહે છે

Thank u  . આજે સાંજે મેં મારા ઘરે એક નાનકડું get together રાખ્યું છે. તમારે ચોક્કસ આવવાનું છે. મેં આજુબાજુ ના બધા ને invite કયૉ છે. તો એ બહાને બધા સાથે ઓળખાણ થાય.

હા હું કોશિશ કરીશ .

પ્લીઝ તમારે આવાનું છે . તમે આવશો તો મને ગમશે.

ok. તમે આ શહેર માં નવા આવ્યા છો?

નાનપણ અહીં જ વીતયુ હતું. પછી પપ્પા ની બદલી થતાં બીજા શહેર માં રહેવાનું થયું . હવે તકદીર ફરી અહીં લઈ આવી છે. જોબ માં મારી ટ્રાન્સફર અહીં થતાં પાછા આ શહેર માં આવાનું થયું.

Good. કોણ છે તમારી ફેમિલી માં ?

હું એકલો જ છું. મારા મમ્મી-પપ્પા કાર એકિસડન્ટ માં મને છોડીને જતા રહ્યા. ત્યાર થી એકલો જ છું. મને નવા મિત્રો બનાવાનો શોખ છે. તમારી ફેમિલી માં કોણ છે?

હું એકલી જ છું.

તો પણ તમે આ ઘર માં રહેવાની હિંમત કરી. મેં આ ઘર વિશે ધણી વાતો સાંભળી છે. રાહુલ એ આશ્ર્ચર્ય સાથે કહૃાું.

હા શું તમે આત્મા અને ભૂત માં માનો છો ? ઍના એ પૂછ્યું

મેં એવા કિસ્સા સાંભળ્યા છે પણ હજી કોઈ અનુભવ થયો નથી. મારી નજીક ના એક મિત્ર સાથે એક કિસ્સો એવો બની ગયો છે. એટલે મને આ બધા રહસ્યો માં રસ પડે છે.

મને પણ આ ઘર નું રહસ્ય સુલઝાવુ છે. મને આ ઘર બહુ આકર્ષિત કરે છે એટલે જ મેં અહીં રહેવાનું નક્કી કર્યું.

મને પણ કશું અલગ ફીલ થાય છે આ ઘર માં. તમારી હિંમત ને હું દાદ દઉં છું. તમને મારી જરૂર પડે ત્યારે ચોક્કસ કહેજો. રાહુલ ઍના ની આંખો માં જોતા કહે છે

હા sure . ઍના પણ એની આંખો માં જોઈને જવાબ આપે છે.બને થોડી વાર એકબીજા ની આંખો માં જૂએ રાખે છે. ત્યાં અચાનક બારી હવા ના લીધે પછળાય છે અને બંને નું ધ્યાન તુટે છે.

ઍના હસીને કહે છે," હું તમને પુછવાનું જ ભુલી ગઈ. શું લેશો તમે ચા કે કોફી?

રાહુલ સ્મિત સાથે કહે છે," બસ એક પ્રોમિસ લઈશ કે તમે સાંજે મારા ઘરે આવશો.

ઍના કહે છે," પ્રોમિસ નહીં કરું પણ બનશે તો ચોક્કસ આવીશ.

રાહુલ  કહે છે," હું તમારી રાહ જોઈશ. Bye."

ઍના કહે છે," Bye"

  ઍના  રાહુલ ના ગયા પછી દરવાજો બંધ કરે છે. તે રાહુલ ના વિચારો માં ખોવાઈ જાય છે. તેને રાહુલ ની આંખો માં પ્રમાણિકતા અને વિશ્વાસ દેખાય છે. એને મન માં એક અલગ પ્રકારની લાગણી રાહુલ માટે થાય છે. તે વિચારે છે કે સાંજે તે રાહુલ ના ઘરે જશે.

   અચાનક ઍના ના ફોન ની રીંગ વાગે છે. ઍના પોતાના વિચારો માંથી બહાર આવે છે. ફોન લે છે તો ગીતા નો ફોન હોય છે.

હા બોલ ગીતુ

ઍના બધું બરાબર છે ?

અત્યારે તો છે.‌ તારી તબિયત કેમ છે?

હું બરાબર છું. ચાલ શોપિંગ કરવા જઈએ. કલાક પછી સીટી પ્લાઝા મૉલ પાસે  આવી જા.

ok .

   ઍના ફોન મુકે છે અને વિચારે છે કે હવે પછી નિરાંતે બેઝમેન્ટ માં જઈશ. ઍના તૈયાર થઈ જાય છે. બ્લુ જીન્સ અને રેડ ટોપ , ખભા સુધી ના ખુલ્લા વાળ અને ગોગલ્સ ઍના મોડલ થી કમ નહોતી લાગતી. ઍના તેનું બ્લેક પસૅ ખભે ભરાવી ઘર ની બહાર જવા નીકળી ત્યાં જ ઍના નુ ટોપ દરવાજા પાસે ની ખીલી માં ભરાયું જાણે કોઈ ઍના ને રોકી રહ્યું હોય. ઍના એ ધીમે થી ટોપ ખીલી માંથી કાઢ્યું અને ઘર ને બંધ કરી જતી રહી.

     ગીતા શોપિંગ મોલ ની બહાર એની રાહ જોઈ રહી. ઍના પોતાની સ્કૂટી પર ત્યાં આવે છે. બન્ને શોપિંગ પછી લંચ લેવા હોટલ માં જાય છે.હોટલ માં જમતા જમતા ઍના રાત ની વાત અને રાહુલ સાથે ની મુલાકાત વિશે કહે છે.

ગીતા ગુસ્સે થઈ ને કહે છે," R u mad ? તું એકલી ન જઈશ તે બેઝમેન્ટ માં . તને ડર નથી લાગતો ?

ઍના એ કહ્યું," તું શાત થા. ડર તો લાગે છે. પણ મને આ ઘર નું રહસ્ય સુલઝાવુ છે. મને આ ઘર પોતાની તરફ ખેંચે છે. તે ઘર માં જે કોઇ પણ છે તે મને તકલીફ નથી આપવા માગતું . મને કંઈક કહેવા માગે છે એવું મને લાગે છે.

ગીતા કહે છે," તો પણ એકલી કોઈ ખતરો ન લઈશ. આ રાહુલ કેવો છે ? "

ઍના પુછે છે," કેવો છે એટલે ? એક મુલાકાતમાં થોડી બહુ ખબર પડે. મને  જેન્ટલમેન લાગ્યો.

ગીતા આંખ મારતા પૂછે છે" ,દેખાવ માં હેન્ડસમ છે?"

ઍના આંખો કાઢતા કહે છે" બસ હવે બહુ ચાપલી ન થા"

ગીતા થોડી ગંભીર થઈ કહે છે," મજાક નથી કરતી પણ તું સાંજે ત્યાં રાહુલ ના ઘરે જઈ આવજે. તને ત્યાં કોઈ ઓળખાણ વાળું હોવું જોઈએ . જેથી તું ક્યારેક મુશ્કેલી માં મદદ લઈ શકે. હું તો છું પણ બહુ દૂર છું.

ઍના ગીતા ના ગાલ પર ટપલી મારે છે અને કહે છે," હા મારી મા , તું ચિંતા ન કર . હું ધ્યાન રાખીશ.

પછી બંને મુવી જોવા જાય છે. સાંજે ઍના ગીતા ને તેના ઘર મુકી સીધી રાહુલ ના ઘરે જાય છે. રાહુલ ઍના ને જોઈને તેને આવકાર આપે છે
," Thank u so much for coming"
રાહુલ ઍના ને બધા મહેમાનો સાથે ઓળખાણ કરાવે છે. ૧૦-૧૨ જણા આવ્યા હોય છે. બધા મહેમાન અંદરોઅંદર ગુસપુસ કરતાં હોય છે કે આ જ છોકરી મકાન નં ૧૩ માં રહેવા આવી છે. ઍના આ નોટીસ કરે છે પણ બહુ ધ્યાન નથી આપતી.
        રાહુલ નું ઘર સુંદર હોય છે. રાહુલ એ તેને સારી રીતે ઈન્ટિરિયર કર્યું હોય છે. લાઈટ મ્યુઝિક વાગતુ હોય છે. મહેમાનો માટે હળવા નાસ્તો અને cold drink ની વ્યવસ્થા હોય છે. રાહુલ ઍના ને પોતાનું ઘર બતાવે છે . ઍના પ્રશંસા કરતા કહે છે," તમારુ ઘર બહુ સુંદર છે."
રાહુલ ઍના ની સામે જોઈને કહે છે," તમારા કરતાં ઓછું સુંદર છે."
ઍના રાહુલ ની સામે હસીને કહે છે," એવું ?!!"
      બન્ને એકબીજા ની સામે જોતા હોય છે ત્યાં કોઈ રાહુલ ને બોલાવે છે રાહુલ " excuse me " કહી જતો રહે છે.
       ઍના ઘર ને જોતી હોય છે ત્યાં તેના ખભા પર કોઈ હાથ મુકે છે ઍના ચોંકી ને પાછળ જોઈએ છે તો એક વયોવૃદ્ધ માજી હોય છે
, બેટા, મારું નામ લક્ષ્મી શર્મા છે. તું મકાન નં ૧૩ માં રહે છે ?

ઍના કહે છે," હા માજી"

બેટા , તું તારું ધ્યાન રાખજે. તારુ મન મને સાફ લાગે છે. તું ભગવાન નો વિશ્વાસ કરજે. ઈ ઘર માં કોઈ સુખે થી નથી રહૃાું.
ત્યાં તે માજી નો દીકરો આવે છે અને તેમને લઈ જાય છે અને જતા જતા કહે છે," મારી મમ્મી ઉંમર ના લીધે ગમે તેમ બોલે છે. મન પર ન લેતા.
    " વાંધો નહીં " એમ ઍના કહે છે પણ મન માં એને ધણા વિચારો આવે છે.
ઍના નું મન નથી લાગતું . તે રાહુલ ને કહે છે ," હું બહુ થાકી ગઈ છું . હવે ઘરે જઈશ"
રાહુલ તેને રોકવાની કોશિશ કરે છે પણ ઍના ના પાડે છે. રાહુલ ઍના ને ગેટ સુધી મુકવા આવે છે.ઍના નો હાથ પકડી તે કહે છે," તમે એકલા નથી. હું તમને જયારે પણ જરૂર હશે ત્યારે આવીશ. મેં સાંભળ્યું અંદર બધા શું વાતો કરતા હતા . હું તમારી સાથે છું. "

ઍના  લાગણીશીલ થઈ જાય છે તે કહે છે," Thank u Rahul. હવે આપણે મિત્રો છીએ તો એકબીજાને તું કહીશું.

ok.  પછી બંને એકબીજાના મોબાઇલ નંબર લે છે અને ઍના સ્કૂટી લઈને ઘર જતી રહે છે.

   ઍના ઘર પહોંચે છે ત્યારે અંધકાર માં ડૂબેલુ ઘર ભયંકર લાગતું હોય છે. ઠંડો પવન વહી રહૃાો હોય છે.
   ઍના ઘર ખોલીને જેવી લાઈટ ચાલુ કરે છે તેવી ઘર ની હાલત જોઈ ચોંકી જાય છે. ઘર માં બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય છે. સોફા ઉંધા પડેલા હોય છે. ફ્લાવર વાઝ તુટી ગયો હોય છે. બધી વસ્તુઓ વીખરેલી પડી હોય છે. જેવી ઍના ઘર માં કદમ મુકે છે તેમ દરવાજો પોતાની રીતે બંધ થઈ જાય છે. ઍના ની ચીસ.  નીકળી જાય છે. ઍના ગભરાઈ ને દરવાજો ખોલવા પ્રયત્ન કરે છે પણ દરવાજો નથી ખુલતો. હૉલ ની લાઈટ ચાલુ બંધ થવા લાગે છે. અચાનક લાઈટ જતી રહે છે. ઍના પસૅ માંથી ફોન કાઢી ફોન ની લાઈટ ચાલુ કરે છે . એકદમ નીરવ શાંતિ હોય છે. ઍના ફોન ની લાઈટ માં ચારેબાજુ જોઈએ છે તો કોઈ નથી હોતું.
          ત્યાં ઍના ની પાછળ થી તેના કાન માં  અવાજ આવે છે," ઍના"
ઍના ડરી જાય છે અને સોફા સાથે અથડાય પડી જાય છે . તેનો ક્રોસ તેના ગળા માં થી નીકળી જાય છે. ઍના હજી ઉભી થવાની કોશિશ કરે એની પેલા હવા માં એક હાથ ઉડતો આવે છે. તે ચામડી વગર નો લોહી અને માસ થી ભરેલો હાથ જોઈ ઍના ની ચીસ નીકળી જાય છે. તે હાથ ઍના નો પગ પકડી ઢસડી ને લઈ જાય છે. ઍના પોતાને છોડાવાની કોશિશ કરે છે પણ કોઇ અજબ શક્તિ તેને ખેંચી જાય છે. તેને હાથ બેઝમેન્ટ માં લઇ જાય છે . બેઝમેન્ટ નો દરવાજો બંધ થઈ જાય છે. ઍના ની ચીસ આખા ઘર માં ગુંજી ઉઠે છે.

                 ********************