રૂહ સાથે ઈશ્ક ૧૩ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક ૧૩

રૂહ સાથે ઈશ્ક..

(૧૩)

રાહુલ ની મદદ થી સ્વાતિ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી અને તપન દેસાઈ ની હત્યા કરે છે. આ હત્યા બાદ એ રાખી ને પણ મોત ની ઘાટ ઉતારી મૂકે છે. પોતાની અને સ્વાતિ ની વાત હર્ષ અને સાગર સાંભળી જતાં એમને બધું સત્ય જણાવવા માટે રાહુલ સ્વાતિ ની રજા માગે છે.. જે સ્વાતિ આપી પણ દે છે.. માલવીકા નવાં સ્ટાફ માં સમીર પટેલ અને આસ્થા અગ્રવાલ ની ભરતી કરે છે. સ્વાતિ રાહુલ સાથે જીવવા માલવીકા ને જીવતી છોડવાનું વિચારે છે.. હવે વાંચો આગળ

***

સાંજ નું જમવાનું પતાવીને રાહુલ પોતાની રૂમ પર આવે છે.. જ્યાં સાગર અને હર્ષ પણ હાજર હોય છે.. એ બંને ની તરફ જોઈને રાહુલ કહે છે..

"તમે પુછતાં હતાં ને કે હું ત્યાં ભોજનાલય માં કોની સાથે વાત કરી રહ્યો છું.. ? તો તમને આજે હું એ બધું જ જણાવીશ જે સાંભળ્યાં પછી શાયદ એવું બને કે તમે મારી વાત પર ભરોસો ના પણ કરી શકો.. પણ હું અક્ષરશઃ સત્ય જ કહીશ.. "

"અરે અમને ખબર છે યાર કે તું ખોટું ક્યારેય ના બોલે.. હા બોલ.. "સાગરે કહ્યું.

"રાહુલે ત્યારબાદ હર્ષ અને સાગર ને બધું જણાવી દીધું.. કે આ હોસ્ટેલમાં શું ખેલ ચાલી રહ્યો છે.. જેની ખબર પડતાં એક વર્ષ પહેલાં સ્વાતિ અને પવન નામનાં સ્ટુડન્ટની હત્યા કરવામાં આવી.. સ્વાતિ ની આત્મા ને શાંતિ ના મળતાં એ બદલો લેવા પાછી આવી.. પણ પ્રોફેસર બુચ ની હત્યા પછી એને ભોજનાલય માં કેદ કરી દેવામાં આવી.

જ્યાંથી પોતે સ્વાતિ ને કઈ રીતે મુક્ત કરી અને સ્વાતિ એ ત્યારબાદ લાલજી અને તપન દેસાઈ ની હત્યા કરી એ પણ જણાવી દીધું.. રાખી મેડમ પણ આ બધામાં સામેલ હતાં અને પોતાને શારીરિક સંબંધ બાંધવા જ બોલાવ્યો હતો.. ત્યાં પણ યોગ્ય સમયે સ્વાતિ એ આવી એમને પણ મોત ને ઘાટ ઉતારી દીધાં.. "

રાહુલ ની વાત સાંભળી સાગર અને હર્ષ નાં મોં ખુલ્લાં જ રહી ગયાં.. એ બંને ને રાહુલ ની વાત પર વિશ્વાસ કરવો કે નહીં એજ સમજ નહોતું આવતું.. આખરે સાગરે પૂછ્યું.

"દોસ્ત તો આપણે પોલીસ માં જાણ કરવી જોઈએ.. આ બધાં હોસ્ટેલમાં ચાલતાં ગોરખધંધા વિશે.. "

"ના યાર.. એવું કરીશું તો સ્વાતિ એનો બદલો નહીં લઈ શકે.. અને હું સ્વાતિ ને વધુ તડપતી નથી જોઈ શકતો.. "રાહુલ બોલ્યો.

"ભાઈ તારી વાત પરથી તો એવું લાગે છે કે તું સ્વાતિ પ્રત્યે ગજબ નું આકર્ષણ ધરાવે છે.. ભાઈ તું એને પ્રેમ તો નથી કરવા લાગ્યો ને.. ?"હર્ષે કહ્યું.

હર્ષ ની વાત સાંભળી રાહુલ થોડો સમય ચૂપ રહ્યો પછી બોલ્યો..

"હા હું અને સ્વાતિ એકબીજા ને અનહદ પ્રેમ કરીએ છીએ.. ખબર છે મને કે એક જીવિત વ્યક્તિ અને પ્રેતાત્મા વચ્ચે પ્રીત શક્ય નથી.. છતાંપણ મારા માટે એ બધી વાત નું મહત્વ નથી કે ભવિષ્ય માં શું થશે અને શું નહીં.. પણ અત્યારે જ્યાંસુધી શક્ય છે ત્યાંસુધી અમે બંને સાથે રહેવા માંગીએ છીએ.. "

રાહુલ ની વાત સાંભળતાં જ સાગરે અને હર્ષે એને ગળે લગાડીને કહ્યું..

"વાહ દોસ્ત.. તારો સ્વાતિ પ્રત્યે નો પ્રેમ જોઈ તારા માટે દિલ માં માન ઓર ભી વધી ગયું.. અમે તો અત્યાર સુધી પ્રેમ માં સેક્સ ને જ મહત્વ આપતાં હતાં જ્યારે તું એક રૂહ સાથે ઈશ્ક કરી બેઠો.. અને એને ખરા દિલ થી નિભાવે પણ છે.. "

"તો અમારી મુલાકાત નહીં કરાવે તારી સ્વાતિ જોડે.. ?"સાગરે હસતાં હસતાં કહ્યું.

"કેમ નહીં.. સ્વાતિ એ જ મને કહ્યું હતું કે તારા દોસ્તો ને તું બધું જણાવી દે.. હું હમણાં જ એને અહીં બોલાવું.. "આટલું કહી રાહુલે પોતાની આંખો મીંચી દીધી અને સ્વાતિ ને યાદ કરી..

થોડીવારમાં તો રૂમ ના બારી બારણાં આમ તેમ અથડાવા લાગ્યાં.. રૂમ ની લાઈટ પણ ચાલુ બંધ થવા લાગી અને એક જોરદાર પવન બારીમાં થઈને રૂમમાં પ્રવેશ્યો.. હર્ષ અને સાગર બતાવતાં નહોતાં પણ થોડાં ડરી જરૂર ગયાં હતાં.

થોડી જ ક્ષણો માં એ બંને એ જોયું કે એક માનવાકૃતિ રાહુલ ની સમીપ ઉભી છે.. એ યુવતી નો ચહેરો ખૂબ જ સુંદર અને મનમોહક હતો.. રાહુલ ની પસંદ ખરેખર જોરદાર હતી.. આટલો માસુમ ચહેરો ધરાવતી આ યુવતી પર સામુહિક બળાત્કાર જેવું જઘન કૃત્ય કરી એની હત્યા કરી દેવામાં આવી એ વાત સાગર અને હર્ષ ને અંદર સુધી દુઃખી કરી ગઈ હતી.

"કેમ છો તમે બંને. ?"સાગર અને હર્ષ સામે જોઈ સ્વાતિ એ સસ્મિત પૂછ્યું.

"મજામાં.. "હર્ષે બંને વતી જવાબ આપ્યો.

"તમારી જોડી સરસ લાગે હો.. "સાગરે રાહુલ અને સ્વાતિ ને ઉદ્દેશીને કહ્યું.

"આભાર "સ્વાતિ એ કહ્યું.

"તમારા બંને નો પ્રેમ જોઈ અમે પણ નક્કી કર્યું કે હું નિત્યાને અને આ સાગર દિવ્યા ને લગ્ન માટે પ્રપોઝ કરીશું.. અમારે પણ હવે સાચો પ્રેમ કરવો છે.. "હર્ષે કહ્યું.

"ખૂબ સરસ.. આમ પણ પ્રેમ એ બે આત્મા નું મિલન છે.. બાકી બે દેહ મળવાથી પ્રેમ ના થાય.. અને તમે પણ તમારી જીંદગી માં કોઈક ને પ્રેમ કરો તો એને નિભાવવો જરૂરી છે.. જેમ તમારો આ દોસ્ત નિભાવી રહ્યો છે.. "રાહુલ તરફ જોઈ સ્વાતિ એ હર્ષ અને સાગર ને કહ્યું.

"પોતાનાં વ્યવહાર અને સ્ટડી માં તો આ અમારો આદર્શ હતો જ પણ પ્રેમ કઈ રીતે કરવો એમાંપણ રાહુલ અમારાં માટે એક રોલ મોડલ બની ગયો છે.. "સાગરે કહ્યું.

"હા હવે વધુ પાણી ચડાવવાની જરૂર નથી.. "સાગર તરફ જોઈ રાહુલે હસતાં હસતાં કહ્યું.

થોડો સમય અહીં તહીં ની વાતો કર્યાં બાદ સ્વાતિ એ રાહુલ નાં રૂમમાંથી વિદાય લીધી.. સાગર અને હર્ષ એને મળીને ખૂબ ખુશ હતાં..

***

સ્વાતિ જોડે હર્ષ અને સાગર ની મુલાકાત થયે હવે દસેક દિવસ વીતી ગયાં હતાં.. હર્ષ અને સાગરે પણ નિત્યા અને દિવ્યા ને પોતાનાં દિલ ની વાત જણાવી દીધી અને એ બંને એ પણ પળ નો વિલંબ કર્યા વગર એમની વાત નો સહર્ષ સ્વીકાર પણ કરી લીધો.

સ્વાતિ પણ રાહુલ ની સાથે ખૂબ ખુશ હતી.. પ્રિન્સિપાલ કેશવ આર્ય અને માલવીકા જોડે બદલો લેવાનું પણ એ ભૂલી ગઈ હતી.. પણ કહ્યું છે ને તમારી નિયતી એ તમારાં માટે જે નક્કી કર્યું હોય એજ થાય..

સમીર પટેલ અને આસ્થા અગ્રવાલ ને પણ માલવીકા એ ધીરે ધીરે પોતાની સાથે ભેળવવામાં સફળતા મેળવી દીધી હતી.. હજુ એ બંને ને પોતે કોલેજ નાં યુવક યુવતીઓની સેક્સ કલીપ બનાવી ઓનલાઈન માર્કેટ માં ઊંચા ભાવે વેંચી મારે છે એવું માલવીકા એ નહોતું જણાવ્યું..

માલવીકા એ સમીર અને આસ્થા બંને ને અલગ અલગ મળીને જણાવ્યું કે આ કોલેજ માં સ્ટુડન્ટ વચ્ચે રોમાન્સ ચાલે છે અને અંદરોઅંદર એ લોકો ઘણી વાર ફીઝીકલ રિલેશન પણ બાંધે છે.. એ લોકો પોતાની રીતે એન્જોય કરે એમાં કોલેજ પ્રસાશન ને કોઈ વાંધો નથી.. આ બધું જણાવ્યા પછી માલવીકા ને ખાત્રી હતી કે સમીર અને આસ્થા ની જાતીય ઈચ્છાઓ આ બધું સાંભળી ચોક્કસ પ્રજ્વલ્લિત થઈ હશે.. હવે એ સમય ની રાહ જોવાની હતી કે ક્યારે એ બંને પોતાની ઈચ્છા રજૂ કરે છે.

માલવીકા ને હંમેશા પોતાની બુદ્ધિશક્તિ ઉપર અભિમાન હતું.. એવું નહોતું કે એ બુઢ્ઢા કેશવ આર્ય ને પ્રેમ કરતી હતી.. પણ એને પોતે કેટલાય સપના જોયાં હતાં.. જ્યાં સુધી પહોંચવા કેશવ આર્ય નો પગથિયાં તરીકે ઉપયોગ કરવો જરૂરી હતો.. એ પોતેપણ ઘણાં યુવકો જોડે કેશવ આર્ય ની જાણ બહાર શારીરિક સંબંધ બનાવતી અને પોતાની વાસના સંતોષતી હતી.

તપન દેસાઈ,લાલજી અને રાખી ની મોત નો જાણે માલવીકા પર કોઈપણ પ્રકારનો માનસિક ફરક નહોતો જ પડ્યો.. ઉપરથી તપન અને રાખી આજકાલ પેયમેન્ટ વધુ માંગી રહ્યાં હતાં.. એટલે એ પોતાની રીતે જ રસ્તામાંથી નીકળી ગયાં એ વાત આમ તો એને એકરીતે આનંદ જ આપી રહી હતી.

માલવીકા એક સાંજે એકલી કેશવ આર્ય ની કેબિન માં બેઠી બેઠી વાઈન નો ગ્લાસ ભરી ને ડ્રિન્ક કરી રહી હતી.. કેશવ આર્ય સમીર અને આસ્થા ની સાથે જોગિંગ પર ગયાં હતાં.. વયોવૃદ્ધ સુમન શાસ્ત્રી પણ કોલેજ માં સ્ટુડન્ટ ને ભણાવતાં પણ એમનાથી પોતાને કોઈ જોખમ નહોતું કે એમનાથી પોતાનાં ધંધા માં કોઈ ફાયદો પણ નહોતો.. છતાં કોઈને શક ના પડે કે કોલેજમાં ફક્ત યંગ પ્રોફેસર ની જ ભરતી કરવામાં આવે છે એટલે સુમન શાસ્ત્રી ને પણ પ્રોફેસર ની જોબ આપવામાં આવી હતી.

માલવીકા એ ડ્રીંક પીતાં પીતાં જ કોમ્પ્યુટર ઓન કર્યું અને કોલેજ કેમ્પસ માં લગાવેલાં CCTV ફૂટેજ ચેક કરવા લાગી.. આવું એ ક્યારેક ક્યારેક કરતી રહેતી.. ચેકીંગ માં પહેલાં તો માલવીકા ને બધું યોગ્ય જ લાગ્યું.. અચાનક એને કંઈક સૂઝ્યું એટલે એને રાખી ની મોત થઈ એ રાત ની હોસ્ટેલ નાં ગ્રાઉન્ડ ફ્લોર ની ફૂટેજ ચેક કરી.. કેમકે માલવીકા ને લાલજી, તપન દેસાઈ પછી આમ રાખી નું આમ મરવું થોડું ખટકી રહ્યું હતું.

માલવીકા એ જોયું તો રાત નાં નવ વાગ્યાં પહેલાં રાહુલ દાદર પરથી નીચે આવ્યો અને રાખી નાં રૂમ તરફ જઈને આગળ વધ્યો.. રાખી નો દરવાજો એને નોક કર્યો.. થોડીવાર માં દરવાજો ખુલ્યો અને એ અંદર પ્રવેશ્યો.. પછી દરવાજો બંધ થઈ ગયો..

"રાહુલ રાતે રાખી નાં રૂમ માં.. કેમ.. ?"આવું બબડતાં બબડતાં આશ્ચર્ય સાથે માલવીકા આખો ગ્લાસ એક ઘૂંટ માં ગટગટાવી ગઈ.. અને પછી માઉસ વડે CCTV ફૂટેજ ને સ્પીડ માં આગળ વધારી.

માલવીકા એ જોયું કે રાહુલ લગભગ રાતે સાડા બાર વાગે રાખી ની રૂમ માંથી નીકળ્યો અને ફટાફટ દાદર ચડી ગયો.. આ બધું જોઈ માલવીકા નાં મન માં એક ઝબકારો થયો અને એને લાલજી નું કૂતરાં નાં હુમલા થી મૃત્યુ થયું એ દિવસ ની CCTV ફૂટેજ ચાલુ કરી.. માલવીકા એ જોયું તો એ દિવસે રાતે રાહુલ પહેલાં લાલજી ને મળ્યો અને પછી ભોજનાલય તરફ ગયો.. અને થોડીવાર માં લાલજી પણ એની પાછળ પાછળ ભોજનાલય ની તરફ ગયો.

લાલજી પર હુમલો થતાં આખી હોસ્ટેલ બહાર આવી પણ ભોજનાલય માં રહેલો રાહુલ એ હુમલા ની જગ્યા થી વધુ નજીક હોવા છતાં ના આવ્યો.. એ વાત નું એને નર્યું આશ્ચર્ય થયું.

"નક્કી આ રાહુલ કંઈક તો જાણે છે આ બધી ખુની ઘટનાઓ વિશે.. અથવા તો એનો જ હાથ છે આ ખુની ખેલ ની પાછળ.. "માલવીકા સ્વગત બોલી.

ત્યારબાદ માલવીકા એ તપન ની મોત થઈ એ રાત ની ફૂટેજ પણ માલવીકા એ ચાલુ કરી અને એની ધારણા મુજબ એ દિવસે જ્યારે તપન દેસાઈ એ ઉપરથી પડી આત્મહત્યા કરી અને બધાં લોકો અવાજ થી બહાર દોડી આવ્યાં ત્યારે રાહુલ હળવાં પગલે તપન ની રૂમ માં ઘૂસ્યો અને પોતાની શર્ટ નીચે કંઈક છુપાવી ને ઉપર ની તરફ દાદર ચડીને નીકળી ગયો.. !!

"ત્રણેય ઘટનાઓ વખતે રાહુલ ની હાજરી પરથી એ વાત તો પુરવાર થઈ ગઈ કે એ આ ત્રણેય ઘટનાઓ વિશે કંઈક તો જાણે છે અથવા તો એ પોતે જ આ બધી ઘટનાઓને અંજામ આપી રહ્યો છે.. પણ કેમ.. રાહુલ ને એ લોકો જોડે શું દુશ્મની હતી.. ?"પોતાને જ સવાલ કરતી હોય એમ માલવીકા બોલી.

માલવીકા પોતાનાં મગજ ને આ બધું જોયાં પછી જોર આપી રહી હતી ત્યાં દરવાજો ખુલવાનાં અવાજના લીધે એનું ધ્યાન તૂટ્યું.. . કેશવ આર્ય જોગિંગ પરથી પાછા આવી ગયાં હતાં.

"હેલ્લો... ડાર્લિંગ.. "આવતાં જ માલવીકા નાં ગાલ ને ચૂમીને કેશવ આર્ય એ કહ્યું.

"Hello.. "માલવીકા એ કહ્યું.

"Hey.. ડિયર.. કેમ તારો ચહેરો આજે બહુ ચિંતિત લાગે છે.. ?"માલવીકા નાં ચહેરાનું ઉડી ગયેલું નૂર જોઈ કેશવ આર્ય એ કહ્યું.

"હું તમને કંઈક બતાવવા માંગુ છું.. જે જોયાં પછી શાયદ તમારી પણ ચિંતા વધી જશે એ પાકું છે.. "

"શું બતાવવું છે જાનેમન.. ?"કેશવ આર્ય એ માલવીકા ને ગળે લગાડી કહ્યું.

કેશવ આર્ય ને ધક્કો મારી પોતાનાથી અળગા કરી માલવીકા થોડાં ગુસ્સામાં બોલી "શું દરેક સમય મસ્તી ના મૂડ માં રહો છો.. આ વાત મસ્તી માં લેવાય એવી તો સહેજ પણ નથી.. "

માલવીકા નાં અવાજ માં રહેલ ગંભીરતા સમજી ને કેશવ આર્ય ચૂપચાપ માલવીકા ની નજીક જઈને ઉભા રહ્યાં એટલે માલવીકા એ એક પછી એક બધી જ ઘટનાઓ વખતની CCTV ફૂટેજ પ્રિન્સિપાલ કેશવ આર્ય ને બતાવી.. જે ફાટી આંખે એ જોઈ રહ્યાં.. બધાં વીડિયો બતાવી દીધાં પછી માલવીકા એ કેશવ આર્ય સામે જોઈને પૂછ્યું.

"શું સમજાયું તમને આ બધું જોઈને.. ?"

"શું સમજવાનું હોય.. આ છોકરો જ આ બધી ઘટનાઓ પાછળ સામેલ છે.. પણ કઈ રીતે.. અને કેમ એ શોધવું આપણા માટે જરૂરી છે.. "પ્રિન્સિપાલ કેશવ આર્ય એ કહ્યું.

"પોલીસ ને આ CCTV ફૂટેજ બતાવીએ તો.. એ લોકો રાહુલ ની પૂછતાજ કરી બધું સત્ય એની જોડેથી બહાર કઢાવી લેશે.. "માલવીકા બોલી.

"ના સ્વીટહાર્ટ.. એવું કરવા જતાં ક્યાંક એવું પણ બને કે આપણું પણ સત્ય એમનાં હાથે ચડી જાય.. એટલે પોલીસ ને આ મામલામાં નાંખવી યોગ્ય નથી.. આ કોલેજ માં હવે પોલીસ કોઈકાળે આવવી ના જોઈએ" કેશવ આર્ય એ ઘણું વિચાર્યા બાદ કહ્યું.

"તો પછી આપણે શું કરીશું.. કોઈ બીજો રસ્તો છે.. ?"માલવીકા એ પૂછ્યું.

"CCTV ફૂટેજ પરથી એટલી ખબર પડે છે કે આ છોકરો રોજ રાતે ભોજનાલય માં જાય છે અને સવારે પાછો આવે છે.. મને આ બધું જોઈને લાગે છે.. "આટલું બોલી કેશવ આર્ય અટકી ગયાં.

"કેમ અટકી ગયાં.. ક્યાંક તમે એવું તો નથી વિચારી રહ્યાં ને કે પેલી સ્વાતિ ની આત્મા સાથે રાહુલ ને કંઈક સંબંધ છે.. ?"માલવીકા એ નવાઈ સાથે પૂછ્યું.

"હા હું એવું જ વિચારું છું.. બાકી એ રોજ આમ ભોજનાલય માં રાતે સુવા ના જાય.. અને ત્રણેય આકસ્મિક મોત ની ઘટના સાથે રાહુલ નું સંકળાવું એ ખાલી માત્ર સંયોગ તો ના જ હોય.. અને એવાં ત્રણેય માણસો જે કોઈને કોઈ રીતે સ્વાતિ ની મોત સાથે જોડાયેલાં હતાં"કેશવ આર્ય એ કહ્યું.

"હા તમારી વાત માં દમ તો છે.. પણ આપણે બધું કઈ રીતે જાણીશું.. કે સાચેમાં રાહુલ કોઈ નાં કહેવાથી આમ કરે છે કે પછી આ બધાં પાછળ એનો એકલાનો જ હાથ છે.. "માલવીકા એ કહ્યું.

"તો રાહુલ આ બધી ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે કે નહીં એ જાણવાનો એક રસ્તો છે.. એ છે રાતે જેવો રાહુલ ભોજનાલય તરફ જાય એવો જ ચોરી છુપી થી એનો પીછો કરવો.. અને સત્ય જાણવાની કોશિશ કરવી.. "કેશવ આર્ય એ કહ્યું.

"સારું તો એ જવાબદારી મારી.. હું આજે રાતે જ બધી માહિતી મેળવવાનો ટ્રાય કરું.. "માલવીકા એ કહ્યું.

"આજે રહેવા દે.. હું કાલ થી ત્રણ દિવસ માટે એક કામ ના સિલસીલા માં બહાર જાઉં છું તો આજની રાત"આંખ મારી માલવીકા ને પોતાની તરફ ખેંચી કેશવ આર્ય એ કહ્યું.

"સારું તો હું કાલે જઈશ અને સત્ય શું છે એ જાણતી આવીશ.. આજ ની રાત તમારા નામ.. "આટલું કહી માલવીકા કેશવ આર્ય ની નજીક સરકી.

"Ok dear.. but please take care.. "માલવીકા તરફ જોઈ કેશવ આર્ય એ કહ્યું અને પછી એને પોતાની આગોશ માં સમાવી લીધી.

માલવીકા જ્યાં બેસી હતી ત્યાં એક નાનકડી માઈક્રો ચિપ લગાડેલું હતું.. જેમાંથી થઈને માલવીકા અને કેશવ આર્ય વચ્ચે ની બધી વાતો કોઈ સુધી પહોંચી રહી હતી.. માલવીકા અને કેશવ આર્ય ની વાત સાંભળીને એ વ્યક્તિ લુચ્ચાઈભર્યું હસી.. એને પણ કેટલાંય સવાલો નાં જવાબ જોઈતા હતાં જેવાં કે આ કોલેજમાં શું ચાલી રહ્યું હતું.. ? અને સ્વાતિ કોણ હતી અને એની આત્મા ની વાત કેટલા અંશે સાચી હતી.. ?? જે હવે ટૂંક સમયમાં મળી જવાનાં હતાં એ વાત નક્કી હતી. !!

***

TO BE CONTINUED..

રાહુલ અને સ્વાતિ ની સચ્ચાઈ જાણ્યાં પછી કેશવ આર્ય અને માલવીકા શું કરવાનાં હતાં.. ? સ્વાતિ કઈ રીતે કેશવ આર્ય જોડે બદલો લેવાનો હતો.. ?? રાહુલ અને સ્વાતિ ની લવસ્ટોરી નું શું થશે.. ?? માલવીકા અને કેશવ આર્ય ની વાતો કોણ સાંભળી રહ્યું હતું? આ સવલો નાં જવાબ આગલાં સપ્તાહે.. વાંચતા રહો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ.. .

માતૃભારતી પર તમે મારી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો.. આ સિવાય ટૂંક સમયમાં બદલાની અને પ્રેમ ની અદભુત કહાની સમાન સુંદર નવલકથા ડણક:A STORY OF REVANGE પણ આપ સર્વે માટે ટૂંક સમયમાં આવશે.. આભાર!!!

-દિશા. આર. પટેલ