ઉજળી પ્રિતનાં પડછાયાં કાળાં
પ્રકરણ -11
સ્વાતી સીટી પેલેસમાં પ્રવેશ કરે છે ત્યારે સ્તવન એની રાહ જોઇ રહ્યો હોય છે. દૂરથી આવતી સ્વાતીને જોઇને એવું રુવું રુવું આનંદીત થઇ રહ્યું. એની આંખોમાં ચમક આવી ગઇ એણે એનાં પગને અટકાવ્યા એને દોડીને એને મળવાનું મન થઇ આવ્યું પણ અધીરા મનને કાબૂ કરીને એની લચકાવી મદમસ્ત ચાલને નીહાળી રહ્યો. એને ધીમે પગલે આવતી જોઇ રહ્યો. સ્વાતીએ પણ દૂરથી સ્તવનને જોઇ લીધો એનાં હોઠ પર આનંદનું હાસ્ય આવી ગયું. આંખો એને જ નીહાળી રહી હતી એની ચાલમાં થોડી ગતિ આવી ગઇ એ ક્યારે સ્તવન પાસે પહોંચી જાય એજ વિચારવા લાગી. વિશાળ હોલને ઓળંગી સ્તવન તરફ આગળ વધી રહી છે આજે એને આ હોલ વધુ વિશાળ અને દૂરી વાળો લાગી રહ્યો છે.
સ્તવનની આંખો એને આવકારી રહી છે. સ્વાતી સાવ જ નજીક આવી ગઇ. સ્તવનની આંખોમાં આંખો પરોવી ઉભી રહી ગઇ. સ્તવન એને જે રીતે નીહાળી રહેલો એનો ચહેરો લાલ થઇ ગયો શરમથી આંખો નીચે ઝુકી ગઇ. સ્તવનનાં મુખમાંથી શાયરી નીકળી ગઇ “ઝુક્તી આંખોમાં મે પ્રેમની શરમ જોઇ છે. શરમમાં પરોવાયેલી મર્યાદા જોઇ છે. સુંદરતા તારી મારી આંખમાં સમાઇને છે. આજે મારાં
પ્રેમસાગરને તારી આંખમાં બાંધતા જોઇ છે.
ઝુક્તી આંખોમાં મેં પ્રેમની શરમ જોઇ છે.
શરમમાં પરોવાયેલી મેં મર્યાદા જોઇ છે.
સુંદરતાં તારી મારી આંખોમાં સમાઇ ગઇ છે.
મારાં પ્રેમ સાગરને તારી આંખમાં બાંધતા જોઇ છે.
સ્વાતીએ આંખો ઊંચી કરતાં કહ્યું "મારાં કવિરાજ તમે ક્યારે આવ્યા ? હું મોડી તો નથી પહોંચીને કે રાહ તો નથી જોવરાનીને ? સ્તવને ટીખળ કતાં કહ્યું" તારું મોડું પહોંચવું પણ મને મંજૂર છે કેમ કે ત્યાં સુધી હું તારા માટે વધુ ઝૂરીશ વધુ તડપીશ. રાહ જોવરાવીને વધુને વધુ તું મને તારામાં પરોવીશ કારણ કે મન બસ હવે તારામાંજ જીવતું વિચારતું થઇ ગયું છે. સ્વાતીએ કહ્યું "હું તમને બોલવામાં પહોંચી જ નહીં વળું. હવે અહીંજ ઉભા રહીશું તો કોઇ આપણું ચિત્ર દોરશે એનાં કરતા ચલો પ્રથમ મુલાકાત વાળી અટારીમાં જઇએ એ જગ્યા હવે મને ખૂબ પસંદ છે કારણ કે ત્યાં આપણી પ્રથમ મુલાકાત થઇ હતી. સ્તવને કહ્યું " એ અટારી મને વધુ એટલે પસંદ છે કેમ કે એ જગ્યાએથી સીટી મહેલની બધીજ અટારીઓની કારીગરી અને કોતરણી કામ એની સુંદરતા દેખાય છે. બીજું ખાસ કે ત્યાંથી બગીચો અને બગીચામાં આવેલું મહાદેવનું દેવાલય દેખાય છે અને ત્યાંથી મને પ્રકૃતિ અને સ્થાપત્યનો સમન્વય દેખાય છે. હવે એક નજરાણું એમાં ઉમેરાયું કે ત્યાં એક સુંદર કન્યાનો મેળાપ થયો છે.
સ્વાતીએ કહ્યું "સમજી ગઇ ચાલો હવે એનાં વર્ણન કર્યા વિના ત્યાંજ પહોંચી જઇએ. અને બંન્ને જણાં ત્યાં પહોચી ગયા... સરયુ એનાં સબકોન્સીયસ એટલે કે એનાં મનની એવી અગોચર અવસ્થામાં હતી અને ગત જન્મની વાત એકધારી અટક્યા વિના અવની, ડોકટર જોશી અને પ્રો.પીનાકીન, પ્રો.નલીનીને સંભળાવી રહી હતી. એની નજર સામે તો માત્ર અવની હતી પરંતુ આજુબાજુ ઉભેલા આ લોકો પણ સાંભળી રહેલાં. સરયુની આંખ એક જ દિશામાં સ્થિર હતી એની આંખોમાં જાણે યાદોનો દરીયો ધૂંધવાતો હતો એ જેમ જેમ કહી રહી હતી તેમ તેમ એનો ચહેરો શાંત થતો જતો હતો. અવની ખૂબ શાંત ચિત્તે છતાં ખૂબ આશ્રર્ય સાથે આ બધું સાંભળી રહી હતી એની આંખો મટક્યા વિના સતત સરયુને જોઇ રહી હતી અને સાંભળી રહી હતી પ્રો.પીનાકીન અને પ્રો.નલીની પણ એકબીજા સામે જોઇ આશ્ચર્ય અનુભવી રહેલાં ડો.જોષી સાંભળવા સાથે આખી વાતો રેકર્ડ કરી રહેલાં.
સરયુએ કહ્યું "અમારી આ બીજી મુલાકાત હતી એ ખૂબ યાદગાર બની ગઇ. અમે અટારીમાં પહોચી ગયા. સ્તવન મારી સામે જોયાં કરતો હતો. જાણે મને દીલમાં ઉતારી રહેલો મને અહેસાસ હતો કે એ મને અપાર પ્રેમથી જોઇ રહ્યો છે. સ્તવને કહ્યું "સ્વાતી ગઇકાલની યાદ આજે પણ હજી તાજી છે જાણે છૂટા પડ્યાજ નથી સાથે જ હતાં. એ દિવસ આપણે બંન્ને આવ્યા છતાં અહીં મળી શક્યા નહીં અને બજારમાં ભલે મળેલાં પરંતુ અમારી આ જગ્યાએ આ બીજી મુલાકાત હતી. મને એને સાંભળવો ખૂબ ગમતો સ્તવને કહ્યું “સ્વાતી હું વડોદરા કોલેજનો સ્ટુડન્ટ છું અને આ સાલ મારો અભ્યાસ પુરો થઇ જશે. અત્યારથી મને એક કંપનીની ઓફર છે એ કંપની આવા સ્થાપત્યનાં સંશોધન પર કામ કરી રહી છે. પણ સાચું કહું સ્વાતી આવી અદભૂત કળાકારી અને સ્થાપત્ય જોઇ એની અંદરને અંદર ઊંડા ઉતરવાની જાણે હવે ટેવ પડી ગઇ છે. પહેલાનાં સ્થાપકો અને નિપુણ મૂર્તિકારો કેવા હશે એમની કલ્પનાઓ એમણે કેવી પત્થરમાં કંડારીને સાકાર કરી છે. આ તો માનવીનાં હાથે કંડારાયેલો કુદરતનો કરીશ્મા છે. સ્વાતી તમને પણ કુદરતે એવાં ઘડયાં છે કે જાણે આમાંનીજ કોઇ સુંદર મૂર્તિમાં પ્રાણ પુરાયો છે અને તમે પ્રગટ થયા છો. સ્વાતી શરમાઇને કહે એતો તમારો મારાં માટેનો પ્રેમ છે. સ્તવન મને એ ખૂબ નવાઇ લાગે છે કે આમ માત્ર આટલી ટૂંકી મુલાકાતમાં આપણે ... તમે પહલ નથી કરતાં પરંતુ હું આજે આ.. એમ કહીને એ બગીચા તરફ દોડી ગઇ. સ્તવન પાછળ ખેંચાયો અને બંન્ને મહાદેવનાં મંદિરમાં આવી પહોંચ્યા સ્વાતી એ કહ્યું આ ઇશ્વરની સાક્ષીએ કહું છું કે હું તમને પ્રેમ કરું છું. પછી શરમાઇ ગઇ. સ્તવને કહ્યું તમે મારાં દીલની વાત કહી દીધી. હું પણ તમને પ્રથમ નજરે જ પ્રેમ કરતો થઇ ગયો હતો. કબૂલાત આજે કરી.
સ્વાતી અને સ્તવન મહાદેવ સમક્ષ ઉભા રહ્તાં એમનાં ચરણોમાં દર્શન કરીને બહાર આવ્યા સત્વને કહ્યું "સ્વાતી મને એવું લાગે છે આજે મારી જીંદગીનો ખૂબ પવિત્ર અને આનંદનો દિવસ છે. મારી બધીજ પુણ્યઇ આજે જાણે ફળી ગઇ છે. સ્વાતી કહે મને મારાં મહાદેવ મળી ગયાં અને એ પ્રેમાવેશ થઇ ગઇ અને સ્તવનને સ્પર્શ કરવા ગઇ. સ્તવને કહ્યું, સ્વાતી સાચી વાત છે અપણે એકમેકરને મળી ગયાં પરંતુ હજી એસ પવિત્ર મર્યાદાની રેખા છે. જે હું કાયમ જાળવીશ. ચાલ આજનાં દિવસે મારે તને એક ખૂબ અગત્યની વાત કરવી છે. અને એણે સ્વાતીતે કહ્યું ચલ મારી સાથે એમ કહીને પાછો મહેલની એક અટારી પર લઇ આવ્યો.
સ્વાતી હું તને એક વાત કહું જે તને અજબગજબ લાગશે થોડાં વખતથી હું અહીં જયપુરનાં સ્થાપ્તયનાં અભ્યાસ કરવા આવ્યો છું અને મારાં છેલ્લા વર્ષમાં મારે કોઇપણ એક વિષયમાં નિપુણતા બતાવાની હોય છે એટલે કે સ્પેશીયલાઝેશન આમ તો મને પુરાત્વ વિષયો એની શોધખોળ એનો ઇતિહાસ વિગેરે જાણવામાં ખૂબ રસ આ અભ્યાસ સાથે સાથે મારામાં કોઇ અગોચર સૂક્ષ્મ શક્તિ હોય એમ હું કોઇ સ્થાપત્ય કે પૌરાણીક મૂર્તિ જોઉં તો એનાં ઉંડા વિચારોમાં જતો રહુ છું એટલુ મનન એટલો અભ્યાસ કરું કે જાણે મારામાં એ પાત્ર જીવીત થઇ જાય. અહીં જો આ આખી ઝરૂખાની ડીઝાઇન છે અને એની બાજુમાં જો આ યુવાન કન્યા કેટલી સુંદર છે એને પત્થરમાંથી એવી રીતે કંડારી છે કે જાણે હમણાં બોલશે અને તમારી મુલાકાત થઇ ત્યારે હું આ મારી ખૂબ ગમતી પ્રતિમાં પાસે જ ઊભો હતો અને તમને જોયા તમે બોલ્યાં.
સ્વાતીને સ્તવને કહ્યું તમે જે રીતે પહેલી નજરે પ્રથમ મુલાકાતે મને મળ્યા એકબીજાની નજરો મળી અને પ્રથમ દર્શીય પ્રેમ થઇ ગયો એ આ પ્રતિમાંથી જ જાણે તમે પ્રગટ થયાં.
સ્વાતીએ કહ્યું તમારો પ્રેમ અને લગાવ એટલો પવિત્ર અને અભ્યાસક છે કે હું ચુંબકની જેમ ખેંચાઇ આવી અને એકરાર કરી બેઠી. સ્તવન તમે મળ્યા છો તમે જે છો એ હવે મારાં દીલનાં રાજા છો મારા સપનોનાં રાજકુમાર જે સાક્ષાત મળી ગયા છો. હવે એક પળ આ જીવ તમારાં વિનાં નહીં જીવે. હું હવે કાયમ માટે તમારી થઇ ગઇ છું. આ જન્મ અને આ જન્મ પછી પણ જે જન્મો કે પછી કંઈ પણ હોય હું મોક્ષ પછી પણ તમારો સાથ નહીં છોડું એ આ જીવનું વચન છે અને આ પ્રતિમાં આ મહાદેવ બધાંજ સાક્ષી. આ મહેલમાં વહેતો પવન, આ ધરતી, આ સૂરજ, આ ખળ ખળ વહેતુ જળ. આ સમસ્ત બ્રહ્માંડ એવું સાક્ષી આ તમારી સ્વાતી ફક્ત હવે તમારી છે આ તન રાખ થાય પછી પણ હું તમારી જ.
સ્તવને કહ્યું "મને પ્રથમ નજરે જ એહસાસ થઇ ગયેલો કે મને મારો પ્રેમ આજે સંપૂર્ણ મળી ગયો. અહીં કે તહી જ્યાં ક્યાંય પણ હું કલ્પનાઓ કરુ કે પ્રતિમાઓ જોઇ પણ મારી કલ્પના કરતાં પણ વધુ સુંદર મને મારી પ્રિયતમાં મળી ગઇ. આજે મારું જીવવુ જ જાણે સાર્થક થઇ ગયું. મારાં આ બધાં અભ્યાસમાં હુ બધી પ્રતિમા જોતો એમને મનમાં ઉતારતો એમાંથી કલ્પનાઓનાં પ્રદેશમાં વિહાર કરતો મને પાછો વિશ્વાસ કે મારો પ્રેમ એટલો પ્રબળ છે કે હું પ્રતિમામાં પ્રાણ પુરી શકું અને એજ થયું. મારી સ્વાતી આજે હું ખુબ ખુશ છું હું સદાય તારો સાથ નિભાવીશ. આ જન્મ કે જન્મો જન્મ કે મૃત્યુ કે મોક્ષ કોઇ પણ સ્થિતિમાં તારો જ સાથ હશે કોઇ મને તારાથી જુદુ નહીં કરી શકે મારું વચન છે હું કાયમ તારી રાહમાં હોઇશ તું ક્યારે મારાંમાં આવીને સમાઇ જાય એજ ઇચ્છતો હોઇશ. સ્વાતી ચાલ આજે મહાદેવનાં દેવાલયમાં ત્યાં માંબાબાની સાક્ષીમાં એકમેકને વચન આપીએ કે ક્યારેય જુદા નહીં થઇએ ક્યારેય નહીં.
સ્વાતીએ કહ્યું "ચાલો સ્તવન દર્શન તો કર્યા પણ હવે વચનમાં બંધાઇને એકજીવ થઇ જઇએ ચાલો અનેરો અવસર આપનાં જીવનનો લ્હાવો લઇ લઇએ અને જન્મોજન્મનાં બંધનમાં બંધાઇ જઇએ. સ્વાતી અને સ્તવન એકમેકનાં હાથમાં હાથ પરોવીને મહાદેવનાં દેવાલય તરફ જઇ રહ્યાં.
સ્વાતી અને સ્તવન દેવાલયમાં આવી પહોંચ્યા અને માં-બાબાનાં ચરણોમાં સાંષ્ટાંગ નમસ્કાર કરીને એકમેકનાં હાથમાં હાથ પરોવી નમસ્કારની મુદ્દા કરી આંખો બંધ કરીને માબાબાને સમર્પિત થયા અને એમની સાક્ષીમાં જન્મોજન્મનાં સાથનાં વચન આપ્યા. સ્વાતી સ્તવનનો હાથહાથમાં લઇને બોલી મેં તમને વચનથી બાંધ્યાં છે હું બંધાઇ છું તમે મારો હાથ મારો સાથ ક્યારેય ના છોડશો.
સ્તવને કહ્યું "હું માબાબાની સાક્ષીમાં વચન આપું છુ હું તારો સાથ ક્યારેય નહીં છોડું યોગ્ય સમયે તારો હાથ માંગવા તારાં માતાપિતા પાસે પણ આવીશ. હું બ્રાહ્મણ જીવ છું. એક રજપુતાની ને રાણી બનાવીને લાવીશ. મને ખબર છે કે બહુ સરળ નહી ઉતરે અહીં જે હું રાજસ્થાની રીતરીવાજ, સંસ્કૃતિ સંસ્કાર ખૂબ નાજુક આમ ખૂબ ચૂસ્ત છે પરંતુ આગળ જે સામે આવે સાથે રહીને સામનો કરીશું ક્યારેય સાથ નહીં છોડીએ.
સ્વાતીએ કહ્યું "એક વાર તમારો હાથ પકડ્યો એ પકડ્યો હવે સામે જે આવશે એ હું કોઇ વિચાર નથી જ કરતી હું તમને અહીં માંબાબા સામે સંપૂર્ણ સમર્પિત થઇ ગઇ હવે મને તમારાથી કોઇ સમાજ સંસ્કાર, રીતરીવાજ કંઇ જુદી નહીં કરી શકે એ મારું અટલ વચન છે. સ્તવને સ્વાતીનો હાથ ખૂબ પ્રેમથી હાથમાં લીધો અને હળવેથી એનાં ચહેરાને પ્રેમથી ચૂમી લીધો. સ્વાતીનો ચહેરો શરમલાજ થી લાલ લાલ થઇ ગયો અને એ સત્વનની બાહોમાં સમાઇ ગઇ.
સ્વાતી અને સ્તવન બન્ને પ્રથમ સ્પર્શે ખૂબ જ આનંદમાં આવી ગયાં એને સ્તવને ચીબુક પર ચુંબન કરી ખૂબ ભીંસ આપીને બાહોમાં પરોવી દીધી. બંન્ને જણાની આંખો આનંદમાં બંધ થઇ ગઇ બંન્ને એકબીજાની બાહોમાં પરોવાઇને કંઇક જુદી જ દુનિયામાં ખોવાઇ ગયાં સમય જાણે સ્થિર થઇ ગયો. વહેતો પવન એમને સ્પર્શીને જાણે આશિષ આપી રહ્યો માંબાબાની હાજરી સ્વયં સાક્ષી બની ગઇ અને બંન્ને જીવોને આશીર્વાદ આપી રહી.
ઘણાં સમયની પ્રેમ સમાધી પછી સ્વાતી સ્તવનથી છુટી પડીને કહે સ્તવન ઘણું મોડું થઇ ગયું છે. મારે ઘરે જવું પડશે. સ્તવન કહે હાં ઘણો સમય થઇ ગયો છે. ચાલ આપણે ફરી ફરી મળવાં માટે છુટા પડીએ એમ કહી બંન્ને એકબીજાનાં હાથમાં હાથ પરોવીને બગીચામાંથી મહેલ પસાર કરતાં બહાર નીકળી રહ્યાં અને મહેલમાં બે આંખો ક્યારની એ લોકોને જોઇ રહી હતી....
***
આજે સ્વાતી અને સ્તવન મહેલની બહાર જ મળી ગયા સ્વાતી એકટીવા પાર્ક કર્યું અને સ્તવનને બાઇક લઇને આવતો જોયો એ રોકાઇ ગઇ. સ્તવને ચાલુ બાઇક જ પૂછ્યું આજે વહેલી આવી ગઇ ? કોલેજ નથી ગઇ ? હું એવું વિચારી વહેલો આવી ગયેલો કે તું આવે ત્યાં સુધી થોડું કામ મારે નીપટાવવાનું હતું થોડાં ફોટાં લેવાના હતાં પણ કંઇ નહીં સારું થયું તું વહેલી આવી ગઇ. સ્વાતી બોલી આજે કોલેજમાં કાંઇ ખાસ પીરીયડ નહોતા એટલે અહીં જ આવી ગઇ. તમે ના આવ્યા હોત તો અહીં ઓફીસમાં બેસીને ટાઇમપાસ કરત પાપા પણ આજે અહીંજ આવવાનાં છે.
સ્તવને કહ્યું "સ્વાતી ચાલ આપણે મારે બીજા પણ ફોટાં પાડવાનાં છે ત્યાં જઇએ ચાલ આવીને બેસીજા પાછળ. સ્વાતી કહે પણ ક્યાં જાવનું છે એ તો કહો. સ્તવને કહ્યું "તમે જોયાં કરો ને હું એવી સરસ જગ્યાએ લઇ જઉં છું જે મારું બીજું ખાસ સ્ટેશન છે અને એ પહેલાં બીજી બે જગ્યાએ જઇશું પછી છેલ્લે ખાસ જગ્યાએ જઇશું. સ્વાતી કહે "હું તો આ પાછળ બેસી ગઇ હવે તમારે મને જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જાવ હું બસ તમારે જ આશરે. એમ કહીને ખડખડાટ હસી પડી. સ્તવન એક આંચકા સાથે એક્ષીલેટર આપી બાઇક દોડાવી. સ્વાતીનાં હાથ આપો આપ સ્તવનની કમર ફરતે વીંટાઇ ગયાં. સ્તવને કહ્યું આપણે પહેલાં જંતરમંતર જઇશું. ત્યાં મારે થોડાં ફોટાં લેવાના છે અને બાઇક જંતરમંતર તરફ દોડી રહી છે. બંન્ને પ્રેમી પંખીડાં બાઇક પર સવાર થઇને એકમેકનાં તનની હૂંફનો આનંદ લઇ રહ્યા છે. સ્તવનને વળગી સ્વાતીએ કહ્યું "સ્તવન આ સફર આ બસ ચાલુ જ રાખો આનો અંત જ ના આવે. મારે ક્યાંય જવું નથી બસ આમ તમારી સાથે ફર્યાજ કરવું છે. સ્તવને કહ્યું "હવે આપણી સફર શરૂ થઇ જ ચૂકી છે હવે અટકશે જ નહીં.
સીટીપેલેસનાં સ્ટાફ રૂમમાં મંદનસિંહ આંટામારી રહ્યો છે આમે સ્વાતીનાં પિતા પૃથ્વીરાજસિંહ આવવાનાં હતાં. એ આઘો પાછો જઇ રહેલો પૃથ્વીરાજસિંહનાં હાથ નીચે એ બધી પ્રોપર્ટીને જોઇ રહેલો એનું કામ સુપરવાઇઝ કરવાનું હતું. હજી પૃથ્વીરાજસિંહ આવ્યા નહોતાં અને વધું અકળામણ એ હતી કે સ્વાતી હજી આવી નહોતી અને ગઇ કાલે પેલા સ્ટુડન્ટ સાથે સ્વાતીને મહાદેવ અને મહેલમાં એવી રીતે ફરતી જોઇ હતી કે એને આખા શરીરમાં ઝાળ બળી ગઇ હતી એને થયું પેલો વિદ્યાર્થી અહીં આવે છે એને જ પાઠ ભણાવી દઊં. પરંતુ એ પણ કાયદેસર પરમીટ સાથે અહીં અભ્યાસ માટે આવેલ છે. કંઇક તો કરવું પડશે એમ કહીને વિચારી રહેલો ત્યાંજ પૃથ્વીરાજસિંહ આવી ગયાં. મદનસિહ દોડીને એમની પાસે ગયો અને કહ્યું "સર તમે કહેલાં હતાં એ બધી જગ્યાઓ સાફ થઇ ગઇ છે અને રીપેરીંગ કરવાનું હતું એ થઇ ગયું છે. પૃથ્વીરાજસિંહ કહે અરે મદન મને ઓફીસમાં આવવા દે પછી વાત કરીશું. એમ પુરા દમામ સાથે ઓફીસમાં આવ્યાં મદનને થયું મારી બીજી અકળામણ ભૂલ કરાવી બેસસે એમ વિચારી શાંત થઇ ગયો. થોડીવાર પછી એણે પૃથ્વીરાજસિંહને સાઇટનાં બીજા ફોટાં બતાવીને રિપોર્ટ. પૃથ્વીરાજસિંહએ જોઇ લીધું અને પછી કહ્યું મારે આજે મહારાજા સાથે મીટીંગ છે. એટલે હું જય મહેલ જઊં છું. બીજી વાતોકાલે કરીશું એમ કહીને મદનને કોઇ બીજો સમય આપ્યા વિના જ આવ્યા હતાં એવાં જ પાછાં થવા નીકળી ગયાં મદન મનમાં સમસમી રહ્યો કંઇ બોલી જ ના શક્યો. એણે ફાઇલો ઠેકાણે મૂકીને મહેલમાં ચકારે નજર કરી શોધવા નીકળી ગયો. એણે સ્વાતી નું એકટીવા જોયેલુ હતું અને એ અંદર તરફ જવા લાગ્યો સ્વાતીને શોધવા.
સ્વાતી અને સ્તવન જંતરમંતર પહોચી ગયા સ્તવન પાસે તો પરમીટ હતી જ અને સ્વાતીતો અવારનવાર પિતાજી સાથે આવેલી એટલે સીક્યુરીટીવાળા જાણતાં જ હતાં પરંતુ સ્વાતીને સ્તવન સાથે જોઇને થોડાં આશ્ચર્ય પામ્યા પણ કોઇ પંચાતમાં ના પડ્યાં સ્ત્વને કહ્યું મને આ જગ્યા પણ ખૂબ ગમે છે. કેટલાં દીર્ધદ્રષ્ટા માણસો હતાં પહેલાનાં કે કળા અને વિજ્ઞાનનો કેવો સુંદર સમન્વય કર્યો છે. સ્વાતીએ કહ્યું હા મને પણ ખૂબ ગમે છે. આ બધી જ જગ્યાઓ પરંતુ હવે તો મને વધુ તારામાં જ રસ છે. તું બધું જોયા કર, ફોટાં પાડ્યા કર હું તો તને જ નિરખતી રહીશ.
સ્તવને એને જરૂરી હતાં બધાંજ ફોટોગ્રાફ્સ લીધા બધાં અને પછી એણે સ્વાતીનાં ફોટાં લીધાં અને પછી બંન્ને જણાંએ સાથે ઉભા રહીને જુદી જુદી સ્ટાઇલમાં સેલ્ફી લીધી. સ્તવને કહ્યું આજે ઘણાં સમય પછી રાત્રે પણ તારાં દીદાર કરીને સૂઇ શકીશ. સ્વાતી કહે એમ ફોટામાં જોઇને જ દીદાર કરશો. તમે તો મારાં મન હૃદયમાં વસો છો હું તો કાયમ તમને મારી પાપણે રાખું છું. સદાય નીરખતી રહું છું.
સ્તવને વ્હાલથી સ્વાતીને ચૂમી લીધી સ્વાતીએ ખોટો છણકો કરતાં કહ્યું એય સ્તવન અહીં ધ્યાન રાખો આજુબાજુ બધાં સીક્યુરીટીવાળા ફરે છે. સીસીટીવી કેમેરા છે અહીં રાજસ્થાન ક્લચરમાં છુટ છાટ નથી હોતી અહીં મર્યાદામાં પ્રેમ પ્રગટ થાય છે અને બેશુમાર પ્રેમ કરવામાં આવે છે.
સ્તવને કહ્યું "સોરી ફરી ધ્યાન રાખીશ. હાં તમારી વાત સાચી છે અને આ મર્યાદા સંસ્કારની પરિસિમાં મને ખૂબ ગમે છે હું ખૂબ માન આપું છું. સાચું કહું તો મને તમારાં રીતરીવાજ મર્યાદા વસ્ત્ર પરીધાન શૃંગાર, ઘરેણાં, સ્થાપત્ય, તહેવાર ઊજવણી, મોજશોખ બધું જ ખુબ ગમે છે. અહીં અભ્યાસ અને સંશોધન કરતાં કરતાં પ્રેમમાં જ પડી ગયો છું પછી તો તમારા જેવી સુંદર રાજકુમારી મળી ગઇ મારાં તો ભાગ્ય ખૂલી ગયાં છે. સામે જ તમને અને તમારાં કલ્ચરને ખૂબ માન અને પ્રેમ આપું છું. એમાંય તમારો રાજસ્થાની પરંપરાગત ડાન્સ નૃત્યશૈલી ખૂબ ગમે છે. અહીં એનાં શો પણ મેં જોયા છે.
સ્વાતીએ કહ્યું હુ તમને લાઇવ કરીને .. બતાવીશ પછી ? સ્તવનતો ખૂબ જ ખુશ થઇ ગયો સાચે જ ? સ્વાતી મને ખૂબ ગમશે. સ્વાતી કહે સ્કૂલનાં અભ્યાસ ગાળા દરમ્યાન હું બધામાં ભાગ લેતી અને સ્ટેજ શો પણ કરેલા છે જ્યારે મહારાજ ઘરાનામાં કોઇ ફંક્શન હતું હું ખૂબ નાની હતી ત્યારે મેં નૃત્ય કરેલું એ સમયે મહારાજ સાહેબે જે ભેટ આપેલી હજી સાચવીને રાખી છે.
સ્તવન કહે તમે તો છુપા રુસ્તમ નીકળ્યાં ક્યારેક હું તમારો ડાન્સ જોઇશ અને શીખીશ સ્વાતી કહે આગે આગે દેખો હોતા હૈ ક્યાં ? શૈશવમાં નૃત્ય અને ગીત સંગીત બધામાં ભાગ લીધો છે શીખી છું. ક્યારેક એવો મૂડ આવશે તો એ પણ સંભળાવીશ.
સ્તવન સ્વાતીની એકદમ નજીક આવીને એની આંખોમાં જોવા લાગ્યો પછી આમન્યાનુ ભાન થતાં એણે સ્વાતીને કહ્યું ચલો હવે આગળ ખાસ જગ્યાએ મારી ખૂબ ગમતી જગ્યાએ લઇ જઉં. હું એ જગ્યાનું ત્યાં જઇને વર્ણન કરીશ. એમ કહી સ્તવન બાઇક પર બેસી ગયો અને પાછળ સ્વાતી અને સ્તવને બાઇક સ્ટાર્ટ કરી,
એટલામાં સ્વાતીનો મોબાઇલ વાગ્યો એણે સ્કીન પર જોયું પાપાનો ફોન હતો એણે સ્તવનને બાઇક અટકાવવા કહ્યું. બાઇક રોકી સ્તવને કહ્યું શું થયું ? સ્વાતી કહે પાપાનો ફોન છે હું વાત કરી લઉ. સ્તવને ઇશારામાં હા પાડી. સ્વાતીએ ફોન ઉપાડ્યો "હા પાપા બોલો પાપા" પૃથ્વીરાજસિંહે કહ્યું"દીકરા તમે ક્યાં છો ?"
હું અહી આવી મીટીગંમાં ગયેલો ત્યાંથી પાછો આવી ગયો તમારું સ્કુટર અહીં પાર્ક થયેલું છે. એટલે પૂછવા ફોન કર્યો. સ્વાતીએ થોડુ વિચારી કહ્યું પાપા હું મારી સહેલી સાથે બજારમાં આવી છું. એનાં સ્કુટર પર હમણાં આવું જ છું. પૃથ્વીરાજસિંહે કહ્યું "ઓકે ચલો તમે આવી જાવ હું તમારી અહી રાહ જોઉ છું. કહીને ફોન કાપી નાંખ્યો સ્વાતીએ સ્તવનને કહ્યું" સ્તવન આગળ હવે પછી જઇશું. તમે મને રીક્ષામાં બેસાડી દો તમારું કામ નિપટાડી દો હું સીટીપેલેસ ઓફીસ જાઉં પાપા ત્યાં મારી રાહ જોવે છે.
સ્તવને કહ્યું "ઓહ એમ વાત છે. કંઇ નહીં હું તમને પેલસ ઓફીસ ડ્રોપ કરી દઊં છું કામ અહીં જંતરમંતર જ હતું ત્યાં તો હું તમને લઇ જવા માટે જ વળતો હતો. ફરીવાર જઇશું ક્યારેક અત્યારે આપણે પાછા ફરી જઇએ. અને બંન્ને જણાં પેલેસ ઓફીસ પાછા આવવા નીકળી ગયાં.
સ્વાતીએ પેલેસ ઓફીસ નજીક આવતાં કહ્યું બસ અહીં ઉતારી દો હું અહીથી ચાલી જઇશ પાપા ત્યાં જ છે. હમણાં આપણું આમ સાથે જવું હિતાવહ નથી. સત્વને કહ્યું "ભલે તમે નિશ્ચિંત થઇને જાવ હું અહીથી પાછો વળી જાઉ છું. ફરી મળીશું. સ્વાતીએ ક્યું હું તમને મેસેજ કરીશ. લવયુ કહી બંન્ને છુટા પડ્યં.
સ્વાતી બાઇક પરથી ઉતરીને ધીમે ધીમે સ્તવનનાં જ વિચારો કરતી ઓફીસ તરફ ગઇ.
પૃથ્વીરાજસિંહે સ્વાતીને જોઇને આનંદ સાથે ક્હયું આવી ગયા દીકરા ? ક્યાં જઇ આવ્યાં શું ખરીદી આવ્યા સ્વાતીએ આજ્ઞાંકિતની જેમ જવાબ આપ્યો. ના પિતાજી મારે કાંઇ નહોતું લેવાનું મારી સહેલીને લેવાનું હતું તહેવાર ચાલે છે તો એને થોડી ખરીદી હતી કરી આવ્યા. એ અહી મને મૂકી ગઇ પૃથ્વીરાજસિંહે ક્યું હાં તમારુ સ્કુટર જોયું એટલે મે મદનસંહને પુછ્યું કે તમે ક્યાં ગયા છો અહીં સ્કૂટર મૂકીને એણે ક્યું મને ખબર નથી મેં ખાલી સ્કૂટર જ જોયું છે ઠીક છે ચલો દીકરા આપણે સાથેજ બજારમાં થઇને ઘરે જઇએ. સ્કુટરની ચાવી આપી દો આ લોકો ઘરે પહોંચાડી દેશે. સ્વાતી એ કહ્યું "આપણે શું લઇને જવાનું છે ? પૃથ્વીરાજસિંહ કહયું બજારમાંથી તારી ભાવતી બધીજ મીઠાઇ અને બીજા વ્યંજન લઇને ઘરે જઇએ કહ્યું તમારુ ભાવતું અને પસંદગીનું લેતા જવાય."
મદનસિંહ ક્યારનો બંન્ને બાપ દીકરીનો સંવાદ સાંભળી રહેલો અને વાતોને વાગોળી અંદાજ બાંધી રહેલો કે અહીં સ્કૂટર પાર્ક કરીને સ્વાતી ક્યાં અને કોની સાથે ગઇ હતી ? એની સહેલીઓ સાથે જ ગઇ હતી કે ....?? મદનસિંહની કોઇ ઓકાત નહોતી કે સ્વાતીને પૂછી શકે. એની જાત કુટુંબ કોઇ રીતે સ્વાતીને લાયક નહોતું છતાં એ મનોમન ખૂબ પસંદ કરતો. જાતે રાજપુત હતો પરંતુ ઉતરતી જ્ઞાતિનો ગણાતો. અહીં સુપરવાઇઝર તરીકે નોકરી કરે. સ્વાતી અવરનવાર એનાં પિતાજી સાથે આવતી એ જોતો. અને સ્વાતીની સુંદરતા જ એવી હતી કે કોઇ પણ એને દીલ આપી દે. પરંતુ મદનસિંહ પોતાની જગ્યા બરોબર જાણતો હતો એટલે ક્યારેય કોઇ હિંમત અત્યાર સુધી કરી નહોતી બસ એ સ્વાતી અહીં આવે ત્યારે એને ફોલો કર્યા કરતો એની ખૂબ કાળજી લેતો.
પૃથ્વીરાજસિંહ અને સ્વાતી એમની કારમાં સ્કૂટરની ચાવી આપીને નીકળી ગયાં. આ બાજુ સ્તવન દૂરથી સ્વાતીને એનાં પિતાની સાથે જતી જોઇ રહ્યો.
***
નવનીતરાય. ડો.ઇદ્રીશ અને નીરુબહેન મુંબઇ એરપો`ર્ટ પહોચી ગયાં સુરત થી જયપુર ફક્ત એકજ ફલાઇટ હતી સાંજની એટલે ત્વરીત નિર્ણય લીધો મુંબઇથી જયપુર જવાનો અને ત્યાંથી જયપુર જવાથી ફલાઇટની ફ્રીકવનસી ઘણી હતી. એ પ્રમાણે જ પરવીને બુકીંગ કરાવી લીધેલું ડ્રાઇવરને પાછા જવાનુ કહીને ત્રણે જણાં ચેક ઇન કરીને ફલાઇટમાં બેસવા માટે ક્યુમાં ઉભા રહી ગયાં નીરુબહેનનં ચહેરાં પર ચિંતા દેખાઈ રહી હતી.
***
સ્વાતીનાં ફોનની રીંગ વાગી એણે ફોન ઉપાડ્યો અને સામેથી જે કહ્યું એ સાંભળી આશ્ચર્ય પામી ગઇ એણે કહ્યું ભલે હું એજ રીતેજ તૈયાર થઇને આવું છું. અને આજે... એમ કહી એ અટકી ગઇ અને જવા માટે તૈયાર થવા ગઇ.
પ્રકરણ -11 સંપૂર્ણ
સરયુંને એનાં ગત જન્મની યાદ પાછી તાજી થઇ છે એ એની ખાસ મિત્ર અવનીને બધુજ વિગતવાર કહી રહી છે. જાણે થોડાં સમયમાં એક આખી જીંદગી કહી દેવાની હોય, વાંચો રસપ્રચર નવલકથા ઉજળી પ્રીતનાં પડછાયા કાળા આવતાં અંકે....