વિશ્વાસ પર ચાલતી એક દુકાન…. Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ પર ચાલતી એક દુકાન….

માનવીનું નિર્માણ તેના વિશ્વાસથી થાય છે, માનવીનો પોતાની જાતમાં જેવો વિશ્વાસ હોય છે તે તેવો જ બનતો હોય છે. કહેવાય છેને કે, વિશ્વાસ સાથે વ્યક્તિ દુનીયાની કોઇ પણ મુશ્કેલી સામે લડી વિજય મેળવી શકે છે. આવી જ ઘટના સ્વયમ અને દ્રષ્ટીના જીવનમાં બની હતી.

સ્વયમ મૂળ અમદાવાદનો રહેવાશી હતો. સ્વયમનો પરિવાર વર્ષોથી અમદાવાદમાં જ રહેતો હતો. તેનું સ્કૂલિંગ અને કોલેજનો સમય પણ અમદાવાદમાં જ વિત્યો હતો. અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરી સ્વયમ કલેક્ટર કચેરીમાં ભૂસ્તર વૈજ્ઞાાનીક તરીકે નોકરી પર પણ લાગી ગયો હતો. દરમિયાન તેના લગ્ન પણ અમદાવાદની દ્રષ્ટી સાથે જ થયા હતા. એક દિવસ સ્યવમ ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં એક ખાખી કવર હતું. જેમાં તેની બદલેનો હુકમ હતો. તેને ઘરે જઇ ઉદાસ સ્વરે પરિવારજનો સમક્ષ પોતાની બદલી વડોદરા થયાના સમાચાર કહ્યા. ત્યારે સ્વયમના પિતા સવજીભાઇએ તેને એટલું જ કહ્યું કે બેટા નોકરી ગમે ત્યાં કરે પ્રમાણીકતાથી કરજે.

બદલીના હુકમ અનુસાર સ્વયમે વડોદરા ભૂસ્તર વૈજ્ઞાાનીક તરીકેનો ચાર્જ બીજા દિવસે જ સંભાળી લીધો હતો. વડોદરામાં એક ઘર ભાડે લેવામાં તેને એક મહિનાનો સમય નિકળી ગયો. એક એ મહિનો સ્વયમ રોજ અમદાવાદથી વડોદરા અપડાઉન કરતો હતો. એક મહિના પછી તેને શહેરના ન્યુ કારેલીબાગ વિસ્તારમાં ઘર ભાડે રાખ્યું. ઘર ભાડે રાખતાની સાથે જ દ્રષ્ટીને પણ તે વડોદરા લઇ આવ્યો હતો. અંદાજે ૬ મહિના જેટલો સમયે સ્વયમ તેની નોકરીમાં અને દ્રષ્ટી તેનું ઘર ગોઠવવામાં વ્યસ્ત થઇ ગયા હતા.

૬ મહિના જેટલો સમય વિતાવ્યા બાદ સ્વયમ અને દ્રષ્ટી પોતાનું અમદાવાદનું રૂટીન વડોદરામાં સેટ કરી શક્યા હતા. સ્વયમ નોકરી પરથી ઘરે આવે એટલે જમીને રોજ સ્વયમ અને દ્રષ્ટી ચાલવા નિકળે. રવિવારની જાહેર રજા હતી, દ્રષ્ટીએ સ્વયમને કહ્યું કે બહુ દિવસ થયા ફિલ્મ નથી જોઇ. નજીકમાં જ થિયેટર હોય બન્ને જણાએ ચાલતા જવાનો નિર્ણય કર્યો. સ્વયમ અને દ્રષ્ટ્રી સાંજના સમયે ચાલતા ચાલતા થિયેટર તરફ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની નજર એક દુકાન પર પડી. દુકાનમાં તાજા શાકભાજી અને ફળો પડયા હતા. પરંતુ દુકાનમાં કોઇ દુકાનદાર ન હતો. તેના સ્થાને એક બોર્ડ મુકેલું હતું.
બોર્ડ પુર લખ્યું હતું કે, મારા ઘરમાં હું અને મારા માતા બન્ને જણા જ રહીએ છીએ. મારી માતા ખુબ જ બીમાર છે. તેની સારવાર કરનાર કોઇ નથી. જેથી આપને જે શાકભાજી કે ફળો ગમે તે જાતે જ તોલીને લઇ શકો છો. દરેક શાકભાજી અને ફળો પર તેમના ભાવ લગાવેલો જ છે. આપ તોલ પ્રમાણે રૂપિયા મુકી દેશો. જો આપની પાસે રૂપિયા ન હોય તો પણ કોઇ વાંધો નહીં આપ શાકભાજી અને ફળો લઇ શકો છો. બોર્ડની પાસે એક પથ્થર નીચે રૂપિયાનો ઢગલો હતો. આ જોઇ સ્વયમ અને દ્રષ્ટી પણ ચોંકી ઉઠયા હતા. તે દિવસે તેમની પાસે સમય ન હતો જેથી તેઓ આગળ વધી ગયા. ફિલ્મ જોઇ પરત આવ્યા પણ ફિલ્મના ગીતો અને ડાયલોગ નહીં પણ પેલી દુકાનમાં મૂકેલું બોર્ડ જ યાદ આવતું હતું.
દુકાન સ્વયમ અને દ્રષ્ટીના ઘરની નજીક જ હતી. જેથી તેમને નક્કી કર્યુ કે આપણે આ દુકાનેથી જ શાકભાજી અને ફળો લાવવાના. બીજા દિવસથી સ્વયમ અથવા તો દ્રષ્ટી બન્નેમાંથી જેને સમય મળે તે દુકાન પર જઇ શાકભાજી અને ફળો લાવવા લાગ્યા પણ તેમને કોઇ દુકાનદાર મળતો નહીં. એક દિવસ સ્વયમ અને દ્રષ્ટી ઘરેથી નક્કી કે આજે તો કંઇ પણ થાય દુકાનદારને મળ્યા વિના આવવુ જ નથી. તે દિવસે સ્વયમ અને દ્રષ્ટી દુકાનમાંથી શાકભાજી ખરીદી ને તેની બહાર જ બેસી રહ્યા હતા. લોકો આવતા અને ખરીદી કરી વજન પ્રમાણે રૂપિયા પથ્થર નીચે મુકીને જતાં રહેતા હતા. એટલામાં અંદાજે ૪૫થી ૫૦ વર્ષનો એક વ્યક્તિ દુકાન તરફ આવતો દેખાયો. તે વ્યક્તિ દુકાનમાં ગયો અને પથ્થર નીચે મુકેલા રૂપિયા લઇ ગણ્યા વિના જ તેના થેલામાં મુકી દીધા અને દુકાન બંધ કરવાની શરૂઆત કરી.
સ્વયમ અને દ્રષ્ટી તે વ્યક્તિને જોઇ જ રહ્યા હતા. સ્વયમ અને દ્રષ્ટીએ તેની પાછળ તેના ઘરે જઇ વાત કરવાનો નિર્ણય કર્યો. દુકાનદાર ફટાફટ દુકાન બંધ કરી ચાલતો ચાલતો તેના ઘર તરફ જવા નિકળ્યો હતો. અંદાજે ૩૦ મિનિટ જેટલો સમય ચાલ્યા પછી તે તેના ઘરે પહોંચ્યો હતો.
તે વ્યક્તિ જે ઘરમાં ગયો હતો તે ઘરમાં જઇ સ્વયમ અને દ્રષ્ટીએ દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું અમે અંદર આવી શકીએ છીએ. દુકાનદારને ઘરે આવેલા અજાણ્યા લોકોને જોઇ અચંબો તો થયો પણ તેને હસતા મોંઢે બન્ને આવકાર આપ્યો. સ્વયમ અને દ્રષ્ટી ઘરમાં પ્રવેશ્યા. ઘરમાં એક ખાટલા પર બીમાર હાલતમાં એક માજી દેખાયા. તેની બાજુમાં બે ખુરશી અને એક ટેબલ પડેલું હતું. દુકાનદારે તેમને ખુરશી પર બેસવાનું કહ્યું. બન્ને જણા ખુરશી પણ બેઠા અને દુકાનદાર બન્ને માટે સ્ટીલના ગ્લાસમાં પાણી લઇને આવ્યો. પાણી પીતા પીતા જ સ્વયમે દુકાનદારને પોતાની અને દ્રષ્ટીને ઓળખાણ આપી. અંતે સ્વયમે દુકાનદારને તેની દુકાનમાં લગાવેલા બોર્ડ વિષે પુછયું.
તેના જવાબમાં એ દુકાનદારે એક ઉંડો શ્વાસ લીધો અને વાત કહેવાની શરૂઆત કરી. વાત અંદાજે પાચેક વર્ષ પહેલાની છે. મારી માતાની તબીયત ખુબ જ ખરાબ થઇ. હું તેને દવાખાને લઇ ગયો ત્યાથી દવા આપી અને આરામ કરવાની સલાહ આપી હતી. જેથી તે કોઇ કામ કરી શકે તેમ ન હતી. મારે જ ઘરના બધા કામ કરવા પડતા હતા. હું ઘર પણ સાચવતો અને દુકાન પર ચલાવતો હતો. પરંતુ ધીમે ધીમે મારી માતાની તબીયત વધારે બગડવા લાગી. તેને લકવાની પણ અસર થઇ ગઇ હતી. હવે તે પથારીમાંથી ઊભી શકે તેમ ન હતી. જેથી હું દુકાન અને ઘર બન્ને ને સાચવી શકુ તેમ ન હતો. હવે પ્રશ્ન એ હતો કે દુકાન ન ચાલે તો ઘર કેવી રીતે ચાલે. ત્યારે મારી માતાએ મને કહ્યું કે, સવારે જા અને દુકાન ખોલીને આ બોર્ડ લગાવીને પાછો આવતો રહેજે. ત્યારે મને થયું કે આ દુનિયામાં લોકો સામે ઊભા હોય તો પણ કેટલીક વખત રૂપિયા આપતા નથી તો દુકાનદાર વિનાની દુકાનની શું હાલત થશે. પણ માતાએ કહ્યું કે, ચિંતા ન કર બેટા જે આપણું છે તે કોઇ લઇ જવાનું નથી અને જે લઇ જશે તે ક્યારે પણ આપણું નથી જ રહેવાનું.
તે દિવસને આજે ત્રણ વર્ષ વિતી ગયા, હું રોજ સવારે ૧૧ વાગે દુકાને જઉં છું. સાફ સફાઇ કરી દુકાનને નવા શાકભાજી અને ફળોથી સજાવીને મારી બેસવાની જગ્યાએ બોર્ડ લગાવીને પાછો ઘરે આવી જવું છું. રોજ રાતે ૯ વાગ્યે દુકાન બંધ કરવા જઉં ત્યારે મળવા કરતાં વધારે જ રકમ હોય છે. કેટલીક વખત તો જમવાના ડબ્બા પણ હોય છે, જેના પર લખ્યું હોય છે તમારી માતા માટે. કેટલીક વખત તો ડોક્ટરના કાર્ડ પણ પડેલા જોવા મળે છે. જેની પાછળ લખ્યુ હોય છે અડધી રાતે પણ જરૂર પડે ફોન કરજો હું આવી જઇશ. તે દિવસથી મારી દુકાન મારી માતાના આ વિશ્વાસ પર જ ચાલી રહી છે.
આ સાંભળતા જ સ્વયમ અને દ્રષ્ટીને પણ વિશ્વાસમાં વિશ્વાસ આવી ગયો હતો.