નાઈટ મર્ડર-5 Prinkesh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાઈટ મર્ડર-5

(૨૧)
નાઈટ મર્ડર – 5 
----------------------
PRINKESH PATEL
----------------------
સુપારીના બેભાન હાલતમાં મળ્યા બાદ તેને આઈસિયુમા દાખલ કરવામાં આવ્યો , શહેરના જાણીતા ડો.રોય  તેમની સારવાર કરી રહ્યાં હતા. ડૉ .રોય જયારે તેમની સારવાર કરી રહ્યાં હતા ત્યારે તેમને ઘણી નવી અને હેરાન કરી મુકે તેવી માહીતી જાણવા મળી ! જો કે ડો.રોયે તેમની પુરી ટીમને આ માહીતી કોઈ પણ સંજોગોમાં લીક ન થાય  અને ખાનગી વાત કોઈ પુછે તો તેમને ન જણાવવા સુચન કર્યુ હતું.   
આ સારવાર બાદ સુપારીને બેભાન અવસ્થામાં જ બીજા ઓપરેશન રુમમાં લઈ જવામાં આવ્યો  જયાં તેની પુરા શરીરનુ અને ચહેરાનું ચેકઅપ થયું. અને તે દરમિયાન જ ડો.રોય અને તેમના સાથીઓને બીજી આશ્રર્ય પમાડે તેવી વાત જાણવા મળી ! જો કે તે દરમિયાન જ સુપારી વળી પાછો જાગ્રત અવસ્થામાં આવી ચુક્યો હતો , તેથી પુરી ડોકટરની ટીમ પરેશાન થઈ ગઈ હતી ! જો તે વળી ભાગવાની કોશીશ કરે કે  કંઈક ન કરવાનું કરી બેસે તો ? તે પહેલા જ ડો.રોયે તેના દાબા હાથ પર ઈજેકસન મારી દીધું  જેથી સુપારી પુરી રીતે જાગ્રત થાય તે પહેલા જ બેહોશ થઈ ગયો ! હવે , આરામ થી ડો.રોય તેમનું હાથે આવેલું કામ કરી શકે તેમ હતાં. 
રાણાસાબ હોસ્પીટલમાં  આવે તે પહેલા જ ડો.રોય  સુપારીનાં તમામ મેડીકલ રેપોર્ટ તૈયાર કરી ચુકયાં હતા. તે ઉપરાંત તેમને જે નવીન વાત જાણવા મળી તેમની પણ તમામે તમામ નોંધ લઈ ચુક્યાં હતા! જેથી રાણાસાબને તપાસ કરવામાં સરળતા રહે, જો કે સુપારી હજુ બેભાન અવસ્થમાં જ હતો પણ થોડાક કલાકો માં જ તેનું જાગ્રત થવાનું સંભવ હતુ કેમ કે તેને આપેલો ઈજેકસન નો ડોજ લો લેવેલ નો હતો !
હવે સુપારી એન્ડ કંપનીની બધી પોલ ત્યારે જ ખુલી શકે તેમ હતી જયારે સુપારી પોતે બેભાન અવસ્થા માંથી બહાર આવે અને પોલીસ કસ્ટડીમાં ગવાહી આપે ! રાણાસાબ હવે કોઈ પણ સંજોગોમાં સુપારીની ખબર કાઠવા આવી શકે તેમ હતાં. જો કે તે પેલો કેસ પતી જાય પછી જ આવી શકે , કેમ કે તેઓ એક વાર હાથમાં લીધેલું કામ કોઈ પણ સંજોગોમાં પુરુ કરીને જ રહેતાં. 

(22)
પ્રાઈવેટ રુમ ,
એપલ હોસ્પીટલ 
રાણાસાબ અને ડૉ.રોય વચ્ચે વાતચીત થઈ રહી હતી.રાણાસાબ ખુબ જ ગંભીર મુદ્રામાં બેઠા હતા અને વાત સાંભળી રહ્યાં હતા. જેમ જેમ વાતચીત આગળ વધી રહી હ્તી તેમ તેમ રાણાસાબનો ચહેરો વધુને વધુ નીસ્તેજ અને ભાવહીન થઈ રહ્યો હતો ! ડો.રોય પોતે રીપોટની તમામે તમામ હકીકત તેમને નીસંકોચ જણાવી રહ્યાં હતા. જો કે આ બધુ સાંભળવું તેમના માટે અકલ્પનીય અને અસંભવ લાગે તેવું હતુ .   
 થોડીવાત આગળ વધી તે પહેલા જ રાણાસાબ ખુડસી પરથી  ત્વરીત ઉભાં થયા અને હચમચી ગયાં હોય તેમ બોલ્યાં :
“યે.......  બીલકુલ નહીં હો સકતા.....  ડૉકટર ! ”
“દેખીયે રાણાસાબ મુજે માલુમ હે યે આપ કી સોચ સે ભી બહાર હે લેકીન મેને અભી જો બાત બતાઈ વહી પુરી તરહ સે સચ હે .” 
પણ તમામ સાચી વાત સમજીને હવે રાણાસાબ સાવ ભાવવિભોર થઈ રહ્યાં હ્તા. તેમની ગણતરી જ ન હતી કે આવું કંઈક બનશે! પણ ચહેરો પરનો ભાવ બદલીને  કંઈક વીચારીને બોલ્યાં :
”તો આપ યે કહેના ચાહતે હે કી યે અસલ મે સુપારી હે હી નહી.........  ? ”
“જી , જનાબ મે આપ કો કબ સે યહી કે રહા હું....  !”
“તો આપ કા મતલબ હે કી દરસલ યે ઉસ્કા કોપી હે ... જીસકે ચહરે પે પ્લાસટીક સર્જેરી કર કે ચહરે કા હુલયા બદલ દીયા ગયા હે ...! ”
 “જી, જનાબ આપને બીલકુલ સહી કહાં...! ” ડો. રોય પોતાના હાથમાં રીપોર્ટ લઈ બોલ્યાં “યે રહે વો સબ રીપોર્ટ  જીસમે ઈસ ઈંસાન કી સારી સચ્ચાઈ મોજુદ હે.” 
રાણાસાબે તે તમામ રીપોર્ટ લીધાં અને  ખુબ જ સુક્ષ્મ અવલોકન કર્યુ !તે હવે તમામ વાતથી માહીતીગાર થઈ ચુકયાં હતા અને તેમના ચહેરા પર જે કડચલી પડી હતી તે હવે , ધીમે ધીમે સહજ મુદ્રામાં બદલાઈ ગઈ હતી ! 
“ક્યાં અભી મે સુપારી સે બાત કર સક્તા હું....... મેરા મતલબ ઉસ બેહરુપીયે સે ...! ”
“નો ! ”
“ક્યુ?”
“કયુ...કી  અભી મેને ઉસ્કો ઈંજેકસન દીયા હે ઈસલીયે વો સો રહા હે !  ”
“અછ્છા....અ ! ”
“જબ થોદી દેર બાદ વો હોશ મે આ જાયે તબ આપ ઉસ્સે બાત કર સકતે હે , ઠીક હે ?”
“જી, કોઈ બાત નહી ડૉ... ! ”
“....... દેખીયે મે આપકો બતા દુંગા કી કબ આપ ઉસ્સે મીલ સકતે હે ”
“એક બાર ઉસ્કો હોસ મે આને દો ફીર મે ઉસ્સે દીખાદુંગા કી સુપારી સુપારી હે ઓર વો.... વો ઓર કોઈ ઓર હે ! ”
“જેસા આપ ઠીક સમજે ,જનાબ!”
“ઓર ... ”
હજુ રાણાસાબ કંઈ વધારે બોલે તે પહેલા જ એક નર્સ દોડતી દોડતી આવી ડો. રોય અને રાણાસાબની રુમમાં! તેને જોઈને જ લાગ્તું હતુ કે તેને સાચું ભુત જ જોયું હ્સે ! તેની આંખો એકદમ આશ્રર્યનાં ભાવ સાથે બહાર આવી ગઈ હતી અને ચહેરો એકદમ ફીક્કો પડે ગયો હતો ! 
આ જોઈને તે બંને એક્સાથે બોલી ઉઠાં !
“ક્યાં હુવા નર્સ..................... ? ”
“વો..........વો .......“
“યે વો ..વો ક્યાં લગા રખા હે ઓર કુછ બોલો ?”
“વો સુપારી .... ” 
“ક્યાં હુવા સુપારી કો ...? ” રાણાસાબ ત્વરીત બોલ્યાં. 
“જબ મે ઉસે દેખને ગઈ તો ........ વો મર ચુકાં થા ... ! ”
“ક્યા બક રહી હો તુ..............મ ? ”
(ક્રમશ:)
(હવે , તમે મને pchhatraya243@gmail.com પર વાર્તાના  આગળનાં ભાગમાં શું બનશે તે જણાવી શકો છો . )
AUTHOR :- PRINKESH PATEL 
Contact me  : pchhatraya243@gmail.com