ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 9

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા

પ્રકરણ -9

સરયુ બીજા બધાં સાથે સીટીપેલેસ જોવા માટે ઉતરી અને ગાઇડે હવે સીટીપેલેસ માટે બોલવાનું શરૂ કર્યું બધા ટોળા વળીને રસપૂર્વક સાંભળી રહ્યા હતાં ધીમે ધીમે આગળ વધતાં સીટી પેલેસનાં ભવ્ય પ્રવેશથી શરૂ કરી બધાં અંદર ગયા. ધીમે ધીમે મહેલની ભવ્યતા નજર આવી રહી હતી. દિવાલો અને મહેલનાં થાંભલાઓ પરની કારીગરી અદભૂત દેખાઇ રહી હતી. લાલ અને ગુલાબી જોધપુરી-બંસીપહાડપુર અને ધોલપુરી પથ્થરોનું કાર્વીગ અજબની કહાની કહી રહ્યું હતું વિશાળ મહેલમાં દીવાલ ઉપર મયુર પંખોની અજબ કારીગરી હતી બધાં એ જોવામાં ખોવાયા અને સરયુ કયારે એ ટોળામાંથી અલોપ થઇ ગઇ કોઇને ખબર જ ના પડી.

કોઇની નજર સરયુ પર ના પડી અવની પણ બધા ટોળા સાથે આશાનાં ખભા ઉપર હાથ મુકીને ચાલી રહી હતી બધાં જાણે સ્થાપત્યનાં અંદભૂત નશામાં હતા. અને પ્રો.નલીનીને એબ્દુલે કહ્યું મેડમ સરયુબેબી દેખાતા નથી. અબ્દુલ ક્યારનો સરયુને નજરોમાં કેદ કરીને ચાલ્તો હતો. પરંતુ વિશાળ હોલમાં આવતાં એ પણ બધુ જોવા પ્રેરાયો અને ક્યારે સરયુ ગૂમ થઇ એને પણ ખબર ના પડી. પ્રો. નલીનીએ ચીસવાળા અવાજે અવનીને પૂછ્યું. અવની સરયુ ક્યાં ? અવનીએ કહ્યું "આ રહી... પણ એણે જોયું એનો હાથ તો આશાનાં ખભે હતો અને એ બે ઘડી બઘવાઇ ગઇ એ બોલી સરયુ મારી બાજુમાં તો હતી ક્યાં ગઇ ? એણે ચારે તરફ નજરો કરી. આખા ટોળામાં બૂમાબૂમ થઇ ગઇ અબ્દુલ, પ્રો.પીનાકીન, પ્રો.નલીની અવની આશા બધાંજ ચારોતરફ જોવા લાગ્યા અને એક ખંડમાંથી બીજા ખંડ સુધી દોડા દોડી ચાલી સરયુ ક્યાંય નજર ના આવી સાથે રહેલો ગાઇડ અને અબ્દુલ છેક મુખ્ય પ્રવેશદ્વાર સુધી જઇ આવ્યા. ક્યાંય સરયુનો પત્તો નહોતો.

પ્રો.પીનાકીન અને પ્રો.નલીની ખૂબ ગભરાયા બધાએ મહેલ સીક્યુરીટીને જાણ કરી. એ લોકો તુરંત શોધવાનાં કામે ભાગ્યા ત્યાંના ચીફ સીક્યુરીટી સૌરભ સિંહે કહ્યું તમે કોઇ ચિંતા ના કરશો આખા મહેલમાં સીસી ટીવી કેમેરા છે અને અહીં અંદર આવ્યા પછી બહાર નીકળી જવું આસાન નથી. વળી એકલી છોકરીનો જીવ છે ક્યાંક આટલામાં હશે કે આગળ નીકળી ગઇ હશે તમે નિશ્ચિંત રહો અહીંના બધાં જ ઓફીસર હરકતમાં આવી ગયા છે અને અમે બધાને વોકીટોકીથી જાણ કરી દીધી વળી સમય પણ વધારે થયો નથી. અવનીએ તો રીતસર રડવાનું જ ચાલુ કર્યું અને એ અને આશા બંન્ને એક સીક્યુરીટી ઓફીસની મદદ લઇને મહેલમાં બધે શોધવાનું શરૂ કર્યું દરેક ખંડ, માળ ફર્યા પણ ક્યાંય સરયુ જોવા ના મળી. અટારો અગાશીઓ બધુ જોવાઇ ગયું.

પ્રો. પીનાકીન અને ચીફ સૌરભસિંહ સાથે સાથે હતાં. સોરભ સિંહ બધાની પાસેથી માહિતી લેતાં હતાં પણ ક્યાંય સરયુનાં સગડ નહોતાં. ઓફીસર પણ ચિંતામાં પડી ગયો કે આ શું 5-10 મીનીટનાં અંતરાલમાં એક વ્યક્તિ ક્યાં ગુમ થાય ?

પ્રો.નલીનીનો ચહેરો સાવ ઉતરી ગયેલો. એમને ખૂબ જ ચિંતા થવા લાગી હતી એમણે પ્રો.પીનાકીનને કહ્યું " શું કરવું છે ?, મારી ધીરજ નથી રહેતી હવે સરને જાણ કરવી છે ? મને અંદરને અંદર વહેમ હતો જ કે આ છોકરી સંઘ પાર નહી પાડવા દે. અને એવું થયુંજ પ્રો.પીનાકીને કહ્યું " ના હમણા નહીં પ્લીઝ તમે ધીરજ રાખો. સીક્યુરીટી ઓફીસર એ આશ્વાસન આપ્યુ છે. એમને થોડો સમયતો આપવો પડશે ને નહીંતર પછી વિચારીશું.

કોલેજનાં છોકરાઓમાં પ્રો.નલીનીએ એક ખંડમાં બધાને બેસાડી દીધા અને બધાની ફરીથી પ્રેઝન્સ લીધી એમાં અવની અને આશા પણ સીક્યુરીટી ઓફીસર સાથે તપાસમાં ગઇ હતી કારણકે સરયુને અવની જ સારી રીતે જાણે અને પ્રેમથી કંઇ પણ એની સાથે કરી શકે સમજાવી શકે. એને સાથ આપવા સાથે આશા ગઇ હતી. બધાનાં મોઢાં પર ચિંતા અને વિષાદ છવાઇ ગયાં હતાં. અને આખી ટુરની મજા આજે હવાઇ ગઇ હતી જાણે હવે શું થવાનું છે ?

અબ્દુલ ત્યાંથી આઘો પાછો થઇને તરતજ ડો.ઇદ્રીશને ફોન કર્યો અને એક જ રીંગમાં ડો.ઇદ્રીશે ફોન ઉપાડ્યો એમણે તરત પૂછ્યું શું સમાચાર છે ? અબ્દુલે કહ્યું" માલિક બેબી અચાનકજ ગુમ થઇ ગઇ છે અમે અહીં સીટીપેલેસ આવેલા અને થોડીવારમાંજ બેબી ગૂમ છે બધાં અહીં શોધી રહ્યાં છે પણ હજી સુધી પત્તો નથી લાગ્યો અહીંની સીક્યુરીટી બધે તપાસી રહી છે. બધાં જ અહીં ખૂબ ચિંતામાં છે પ્રો.નલીની તો હવે રડી રહ્યા છે. ડો.ઇદ્રીશ થોડીવાર શાંત રહીને બોલ્યા "મને વ્હેમ હતો જ કે આ કંઇક રંગ હવે બતાવશે જ. અબ્દુલે કહ્યું." એટલે માલિક ? તમને ખબર હતી કે બેબી ભાગી જશે ? ડો.ઇદ્રીશ કડક અવાજે કહ્યું ના ડફોળ તું તારુ કામ કર અને જે કંઇ થાય એનો મને પૂરો રીપોર્ટ આપજે અને એવું કહી ફોન કાપી નાંખ્યો."

અવની આશા સીક્યુરીટી ઓફીસર સાથે એક એક ખંડ અને અટારી અગાશી કાળજીપૂર્વક ચેક કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં. સીક્યુરીટી ઓફીસર થોડી થોડીવારે એનાં અધિકારીને રીપોર્ટ આપી રહેલો. આશા અને અવની બેબાકળા થઇને સરયુ.. સરયુ નાં નામની બૂમો પાડીને બોલાવી રહેલાં પરંતુ એમનો અવાજ પડઘા સાથે પાછો આવી જતો હતો અવની ખૂબ જ ગભરાયેલી હતી એને સરયુની ખૂબ ચિંતા થઇ રહી હતી. એને સરયુ માટે ખાસ લાગણી થઇ ગઇ હતી એકપળ હું તને એકલી નહીં મૂકૂં તને સદાય સાથ આપીશ તારી કાળજી લઇશ એવું વચન આપેલું એને સરયુ સાથેની બધી વાતો યાદ આવી રહી હતી. એની આંખમાંથી અવિરત અશ્રુધાર ચાલી રહી હતી એ અને આશા હીબકાં ભરતાં જાણે દોડી રહેલા. પેલાં ઓફીસરે સાંત્વન આપતાં કહ્યું "તમે રડો નહીં ચિંતા ના કરો આ મહેલમાંથી કોઇ ક્યાંય નહીં જઇ શકે તમારી સખી મળી જ જશે.

મહેલનો ભાગ જોયા પછી એક દાદર બગીચા તરફ જતો હતો. અવનીએ કહ્યું" ઓફીસર આપણે અહીંથી નીચે ઉતરીને બગીચા તરફ જઇએ મહેલમાં તો ક્યાંય નથી વળી બીજા તમારાં ઓફીસર તરફથી પણ કોઇ મળ્યાનો સંદેશ નથી. ઓફીસરે કહ્યું"પણ મીસ ત્યાં કાંઇ જોવાતું નથી ત્યાં કોઇ જતું નથી ત્યાં ના હોય અવની કહે ના હું મારી મિત્રને ઓળખું છું અને મારું દીલ કહે છે એ બાજુ જોવા જવા અંગે ઓફીસરે કહ્યું" ભલે આપણે એ તરફ જઇએ હું મારાં સરને જાણ કરું અને બીજા ઓફીસર સ્ટાફને પણ પાછળ બગીચા તરફ આવવા સૂચના આપી દઉં.

ઓફીસરે સરને રીપોર્ટ કર્યો કે એ લોકો બગીચા તરફ જાય છે ચીફે કહ્યું "ત્યાં ક્યાં હોય ? ત્યાંતો એક જીર્ણ દેવાલય સિવાય કાંઇ નથી ત્યાં જઇને શું કરશો ? ઓફીસર કહે આ એમની મિત્રનો ખાસ આગ્રહ છે ત્યાં જઇને જોવા અંગે તો આપ જોવા ત્યાં આવો અમે એ તરફ જઇએ છીએ. ચીફે કહ્યું "ઓકે ત્યાં જાવ હું બીજા ઓફીસર સાથે એ તરફ આવું છું.

આશા અને અવનીતો ઓફીસર વાત કરે ત્યાં સુધીમાં દાદર ઉતરીને બગીચામાં આવી ગયાં. ખૂબ મોટો વિશાળ બગીચો હતો ત્યાં જુદા જુદા સ્ટાઇલમાં ફુવારા, ફૂલોની ક્યારીઓ અવનવા વૃક્ષો અને મોટાં માડાની હારમાળા હતી વિશાળ સુંદર જાળવણી કરેલી બગીચાની લોન વચ્ચે વચ્ચે પત્થરનાં સુંદર રસ્તાઓ બનાવેલા હતાં. ઘણાં વૃક્ષોને અલગ અલગ આકારમાં સુદ્ઢ રીતે કાપેલા હતાં. એટલે મોર, હાથી એવાં આકારનાં વૃક્ષો આકર્ષક લાગી રહેલાં. શીતળ પવન વાઇ રહેલો. અને અહીં આવતા અવની આશાને કંઇક એવું લાગુ કે સરયુ અહીં જ આવી હોવી જોઇ. અવની આશા ધીમે ધીમે પત્થરની પગ દંડીથી આવતાં આવતાં મોટાં વિશાળ વૃક્ષોની હારમાળાની સાથમાં ચાલી રહેલાં દૂર એક દેવાલય જેવું દેખાતું ત્યાં કોઇ હોય એવું લાગતું અવનીએ એ તરફ દ્રષ્ટિ નાંખતાંજ બૂમ પડાઇ ગઇ સરયું..... સરયું..

અવની અને આશા બંન્નેએ એ તરફ એક્કી સાથે જોયું પછી પેલો ઓફીસર પણ સાવધાન થયો એણે પણ દ્રષ્ટિ કરી જોયું ત્યાં કોઇ માનવ આકાર દેખાય છે. હજી ખાસ્સું દૂર હતું પણ કોઇ છે એ ચોક્કસ માલુમ પડતું હતું.

અવની અને આશાએ તો હવે રીતસર દોડવાનું જ ચાલુ કર્યું. અને એમની પાછળ પેલો ઓફીસર પણ દોડવા મજબૂર થયો. જેમ જેમ પેલો માનવ આકાર નજીક આવતો ગયો એમ અવનીનો વિશ્વાસ વધતો જ ગયો એને પાકો ભરોસો થઇ ગયો કે આ સરયુ છે. એ લોકો દોડતાં દોડતાં સરયુ જ્યાં હતી ત્યાં પહોચ્યાં. આશા અને અવનીનો શ્વાસતો ઘાંચીની ઘાણીનાં બળદની જેમ ફૂટતો હતો. સરયુને જોઈને અવનીતો જોરથી રડી જ ઉઠી. એણે જોયું તો સરયુ અહીં મંદિરના વચ્ચેનાં મંડપ ચોકમાં બેભાન પડી હતી.

મહેલનાં બગીચામાં એક ખૂણે ચારે કોર મોટાં વૃક્ષોની મધ્યમાં આ જૂનૂ દેવાલય હતું એમાં મહાદેવનું મંદિર જે ખૂબ જ જીર્ણ અવસ્તામાં હતું એની બાંધણી અને સ્થાપત્ય ખૂબ સરસ હતું પણ ક્યાંય સાફસૂફી નહ્તી ફક્ત ભગવાનનાં ગર્ભગૃહમાં ચોખ્ખાઇ હતી. ત્યાં ક્યાંય ધૂળ પણ જોવા નહોતી મળતી ગર્ભગૃહ ભાગ જ્યાં ભગવાન મહાદેવનું લીંગ સ્વરૂપ ઉપર નાગદેવ-એની ઉપર લટકાવેલી સુંદર જળાધરી અને સામેનાં ગોખમા માં પાર્વતીની મૂર્તિ અને આગળ પ્રવેશની આજુબાજુ ભગવાન ગણેશ અને મહાબલી હનુમાનજીની મૂર્તિઓ હતી. આશ્ચર્યજનક વાત એ હતી કે મંદિરનો પ્રવેશ અને વચ્ચેનાં મંડપ ખંડનો ભાગ ધૂળ કચરાવાળો અને જ્યાં ત્યાં કરોળીયાનાં જાળાં હતાં ક્યાંય સ્વચ્છતા ન્હોતી જ્યાં સરયુ બેભાન અવસ્થામાં પડી હતી. અને અંદરનો ભાગ એકદમ સ્વચ્છ હતો જાણે હમણાંજ કચરોવાળી પોતું કરીને સ્વચ્છ કર્યું હોય.

અવની તો સરયુને જોઇને ઝડપથી એની પાસે ગઇ અને રડતાં રડતાં સરયુને ઉઠાડવાનો પ્રયાસ કરવા લાગી બોલી "એય સરયુ ઉઠને શું થયું તને ? તું અહીં કેમ આવી ? કેવી રીતે આવી ? તું તો મારી બાજુમાં હતી ? ઉઠ સરયુ ઉઠ કેમ ચિંતા કરાવે. તારાં પાપા મમ્મીને શું જવાબ આપશું ? મેં તને વચન આપ્યુ છે સાથ આપવાનું કહેને શું વાત છે ? મને કહે તું પ્લીઝ ઉઠ... પણ સરયુનો કોઇ જ પ્રતિભાવ નહોતો. ઓફીસરે બહાર જઇને ફુવારાનાં કૂંડમાંથી પાણી લાવી આપ્યું અને સરયુ ઉપર છંટકાવ કરવા લાગ્યો. અવની એને ખોળામાં લઇને ઉઠાડી રહી હતી. વારે વારે પુકારી રહી હતી. ક્યાંય સુધી સરયું રીસપોન્સ નથી આપી રહી હવે બધાને ચિંતા થઇ ગઇ. ઓફીસરે કહ્યું" હું ચીફને પહેલાં ફોન કરું અને તાત્કાલીક ડોકટર સાથે અહીં આવવા કહ્યું. અહીં મહેલમાં જ ડોક્ટર મળી રહેશે. એણે તુરંતજ બહાર જઇને ચીફને ફોન કર્યો અને સરયુ મળી ગઇ અને એ બેભાન અવસ્થામાં છે એ જાણ કરી તાત્કાલીક ડોક્ટર સાથે આવવા જણાવ્યું.

ચીફ ઓફીસર સૌરભસિંહ વાત સાંભળી ચિંતામાં પડી ગયાં. એમનું પડેલુ મોં જોઇ પ્રો. પીનાકેને કહ્યું “ શું થયું ઓફીસર સરયુની ભાળ મળી ? સૌરભસિંહ કહ્યું હા સરયુ મળી ગઇ છે પરંતુ એ બેભાન અવસ્થામાં મળી છે. અહીંથી તાત્કાલીક ડોક્ટરને લઇને જવું પડશે પ્રો.પીનાકીનની આંખમાં પણ આંસુ આવી ગયા "એમણે સૌરભસિંહને કહ્યું" અમારી મદદ કરો, ડોકટરને બોલાવી લો અમને એની પાસે લઇ જાવ, પ્રો.નલીની પણ સાંભળી રહેલાં એમનું તો બોલવાનું તો બંધ જ થઇ ગયું. એ ડુસકાં જ લઇ રહેલાં અને અમણે સરયુ પાસે પહેલાં જવાની વાત કરી.

ચીફ ઓફીસર સૌરભસિંહે તાત્કાલીક ફોન કરીને ડોકટરને હાજર થવા કહ્યું અહીની સ્પેશીયલ ડ્યુટીમાં છે એ ડોક્ટરને બોલાવી લીધાં અને પાછુ ઓફીસર સાથે વોકીટોકીથી વાત કરીને કહ્યું અમે ડોકટરને લઇને બધાં ત્યાં આવીએ છીએ. અબ્દુલથી રહેવાયુ નહીં અને આવી સ્થિતિમાં પણ ડાહ્યો થયો કે સર અહીં બધાં મોબાઇલ ધરાવે છે તો વોકીટોકી ? ઓફીસરે ક્યું મહેલનાં અમુક ભાગમાં ટાવર નથી પકડાતો એટલે વૈકલ્પીક વ્યવસ્થા છે અને તું અહીં બધાં વિદ્યાર્થીઓ સાથે બેસ. બધાને ચા નાસ્તો આપો. અમે જઇને આવીએ છીએ. અબ્દુલ કહે પણ મારે પણ ત્યાં આવવું છે. પ્રો.પીનાકીન અને પ્રો. નલીની બંન્ને એક સાથે બોલી ઉઠ્યાં “ત્યાં તારું શું કામ છે ? અહીં તારી ડ્યુટી પર રહે અહીં બીજા પણ વિદ્યાર્થીઓ છે એમનો ખ્યાલ રાખો અને એ લોકોને ચા-નાસ્તો આપો અમે જઇને આવીએ છીએ અને પછી બીજી સૂચના આપીશું. અબ્દુલની મનની મનમાં રહી ગઇ. પ્રો. પીનાકીન અને પ્રો.નલીની ચીફ સૌરભસિંહ સાથે સરયું હતી ત્યાં જવા નીકળી ગયાં.....

અવની સતત સરયુને ભાનમાં લાવવા અને ઉઠાવવા પ્રયત્ન કરી રહી હતી. સરયુનું માથું અવનીનાં ખોળામાં હતું અને અવની એનાં માથે હાથ ફેરવીને ઉઠાડી રહી હતી. થોડા વખતનાં પ્રયત્ન પછી સરયુનાં શરીરમાં સળવળાટ થયાં. અવનીની આંખમાં એ જોતાં આંસુ આવી ગયા સરયુની અર્ધખુલ્લી આંખમાં પણ પાણી ફરી વળ્યાં. એણે એક નજર અવની તરફ કરી પછી મહાદેવ તરફ જોઇને કહ્યું " અવી એ ક્યાં ગયો ? ક્યાં છે ? અવી મને બધું જ યાદ આવી ગયું. અવી એ હમણાં અહીંજ હતો મારી પાસે એણે મને જોઇ, મારો હાથ પકડ્યો મને કીધું" કેમ તે આવવામાં આટલી વાર કરી તું કેમ આટલી મોડી આવી અને એણે.. એણે મને અવી એ ક્યાં છે !

આશ્ચર્યચિકિત થવાનો વારો અવનીનો હતો એણે પૂછ્યું કોણ ? તું કોની વાત કરે છે સુરુ ? અહીં તો કોઇ નથી. આપણે અહીં જયપુરમાં છે સીટીપેલેસ જોવા આવ્યા છીએ. જો આ આશા આપણે અહીં ટુરમાં આવ્યા છીએ. સીક્યુરીટી ઓફીસરને સરયુને ભાનમાં આવેલી જોઇ તુરંતજ ચીફને સમાચાર આપ્યા કે સર છોકરી ભાનમાં આવી ગઇ છે પણ કોઇ ભેદભરમ જેવી વાતો કરે છે. ચીફે કહ્યું કંઇ નહીં ચાલો વિધ્ન અને ચિંતા ટળી ગઇ છોકરી ભાનમાં આવી ગઇ. અમે ત્યાં પહોચ્યાજ છીએ.

અવનીએ સરયુને થોડું પાણી આપ્યું અને સ્વસ્થ કરી સરયુ એ અવનીની સામે જોયા કર્યું અવી મને મારી મંઝીલ મળી ગઇ હવે મને કોઇ ચિંતા ફીકર કોઇ તકલીફ નથીજ. હું મારાં મુકામે પહોંચી ગઇ છું. અવની કહે "તું શું વાત કરે છે ? આ બધી તું પહેલાં સ્વસ્થ થા અને જો બધાં ચિંતા કરે છે.

એટલામાં ચીફ ઓફીસર સૌરભસિંહ સાથે. પ્રો.પીનાકીન, પ્રો.નલીની આવી પહોંચ્યા પ્રો.નલીની દોડીને સરયુ પાસે આવ્યાને બોલ્યા દીકરા કેમ છે તને ? શું થયેલું ? તું અહીં કેવી રીતે આવી ? અમે બધાં ક્યારનાં ચિંતા કરીએ. ચાલ હવે ડોક્ટર અંકલ ચેક કરીલે છે તને સાથે આવેલા ડોકટરે સરયુને તપાસીને કહ્યું" આમ તો બધુ નોર્મલ છે પણ... કોઇ સાઈક્રિયાટિસ અને બતાવવા જેવું લાગે આમ ગ્રુપ છોડીને એકલી એ અહીં આવી અને બેભાન થઇ ગઇ મને.. પછી ચુપ થઇ ગયાં અને પ્રો.પીનાકીનને બાજુમાં બોલાવીને કહ્યું કે મને આ છોકરીમાં સપ્લીટ પર્સનાલીટીનો કેસ લાગે તમે પેરેન્ટસને જાણ કરીને આગળ ટ્રીટમેન્ટ કરાવો હું આમાં ખાસ મદદ નહીં કરી શકું.

પ્રો.પીનાકીનનાં મુખ પર ચિંતાની રેખાઓ આવી અને એમણે સરયુની સામે જોયું એટલામાં સરયુએ અવનીનાં ગળે હાથ વીંટાળી દીધો અને કહે" અવી મને મદદ કર મારે અહીંથી આમ ખાલી હાથે પાછા નથી જવું. મેં અહીંયા જ બધુ મેળવેલું અને પછી ભાગ્ય અને અવનીએ એને કહ્યું" હું તારાં સાથમાં જ છું સદાય બોલ તારે શું કહેવું છે. તું જરાય ચિંતા ના કર તું મને કહે હું સાંભળું છું સરયુ કંઇ બોલ્યા વિના ડુસકા દેતી રડી પડી. પાછી બેશુદ્ધ થઇ ગઇ. પ્રો.પીનાકીને પ્રો.નલીનીને કહ્યું "હવે આપણે એના પેરન્ટસને વાત કરવી જ પડશે હવે કોઇ ચાન્સ ના લેવાય. નહીંતર આપણું આવી બને આપણી જવાબદારી છે. પ્રો.નલીની કહે હું ક્યારની એ તો બોલ્યા કરું છું કે હવે વાત આપણાં હાથમાં નથી રહી. હવે બાજી આપણાં હાથમાથી નીકળી ગઇ છે.

પ્રો. પીનાકીને તુરંત જ નવનીતરાયને ફોન કર્યો. અને પહેલીજ રીંગે નવીનતરાયે ફોન ઉપાડ્યો. અને પ્રો.પીનાકીન કંઇજ બોલે એ પહેલાંજ પૂછ્યું. શું થયું મારી સરયુને ? પ્રો. પીનાકીને હવે સમય અને વાત ચોર્યા વિના કહ્યું સરયુની સ્થિતિ સારી નથી એ વારે વારે અહીં બેભાન થઇ જાય છે અને પછી ઉદેપુરથી શરૂ કરીને અત્યાર સુધીની બધી જ વાત કરી."

નવનીતરાયનો પિત્તો ગયો "તમે લોકો અત્યાર સુધી મને કહેતાં કેમ નથી ? તમે શું સમજો છો ? મારી દીકરીને કંઇ થઇ જશે તો ? પ્રો.પીનાકીનની જીભ લથડવા માંડી એમણે સ્વ બચાવમાં કહ્યું "સર સર એવું નથી પણ હાલત આટલી નાજુક નહોતી અત્યાર સુધી એમજ કહેતી કે મને બૂરા સ્વપ્ન આવે છે પણ અહીં આવ્યા પછી અમારાથી ક્યારે છૂટી પડી અને અહીં આવી ગઇ અને બેભાન થઇ સર સોરી પણ અમે તેની પૂરી કાળજી લઇ રહ્યાં છીએ અને અહીંના લોકલ ડોક્ટરનો પણ સમ્પર્ક કરીને અમને પણ તાત્કાલીક બોલાવ્યા છે. તેઓએ સરયુને તપાસી છે તેઓ અહીં જ છે. નવનીતરાયે તરતજ બીજી આગળવાત કર્યો વિના કહ્યું "તમે ડોક્ટરને ફોન આપો હું એમની સાથે વાત કરું. પ્રો.પીનાકીને ફોન તુરંત ડોક્ટરને થમાવ્યો ડોકટરે વાત કરતા કહ્યું હાંજી હું ડોક્ટર જોષી બોલું છું. નવનીતરાયે કહ્યું" સર મારી દિકરીને કેમ છે ! એને શું થયું છે ? સારવાર ચાલુ કરી ? એક સામટાં પ્રશ્નો પૂછી લીધાં ડોક્ટર જોષીએ કહ્યું "સર એ શારીરિક રીતે એકદમ નોર્મલ છે પંરતુ એ માનસિક .... એટલે કે મારો મતલબ કે કોઇ માનસિક આઘાત કે કોઇ જૂની યાદોથી પીડાય છે કંઇક એવું એનાં મનમાં છે કે એ કહવા માંગે છે અહીં એ એની મિત્ર સાથે હમણાં વાત કરતાં કરતાં પાછી બેહોશ થઇ ગઇ. તમે નિશ્ચિંત રહો હું જે થઇ શકે એ બધી જ કાળજી લઇ રહ્યો છું. અને ખાસ વાત એ છે કે એને મનોચિકિત્સકની જરૂર છે, નવનીતરાયે દીકરીની હાલતને ધ્યાનમાં રાખી કહ્યું" સર તમે મારી દીકરીનું ધ્યાન રાખજો અને એની ઓલરેડી સારવાર ચાલુ જ છે. હું અમારાં સાઈક્રિયાટિસ ડોક્ટરનો સંપર્ક તાત્કાલિત કરીને પાછો ફોન કરું છું આપ એનું ધ્યાન રાખજો કહી ફોન મૂક્યો નવનીતરાયે પાછો તરતજ ફોન જોડી પ્રો.પીનાકીનને કહ્યું સોરી મેં ફોન કાપ્યો પણ ખાસ એ વાત છે કે તમે સરયુની વાત કોઇ ઉથામશૉ નહીં હું અહીં ડો.ઇદ્રીશનો સંપર્ક કરીને પાછો ફોન કરું છું.

નવનીતરાયે તુરંત ડો.ઇદ્રીશને ફોન લગાવ્યો. ડો.ઇદ્રીશનાં મોબાઇલ પર શેઠ નવનીતરાયનું નામ વાંચી મલકાયો અને તુરંત ફોન ઉપાડીને વાત કરી, નવનીતરાયે ગભરાયેલા સ્વરે ડો.ઇદ્રીશને સરયુની બધીજ વાત કરી. ડો.ઇદ્રીશને એકદમ ગળાગળા સ્વરે કહ્યું "ડોક્ટર મારી દીકરીની જીંદગી તમારાં હાથમાં છે હું તમને વિનંતી કરુ છું. તમે કંઇ ઇલાજ કરો મારી દીકરી ખૂબ પીડાય છે એને શું પ્રોબ્લેમ છે ? આમને આમ એ ક્યાંક.... હું મારી દીકરી ગુમાવીના બેસું ? ડો.ઇદ્રીશ બે સેકન્ડ માટે મૌન થઇ ગયાં બે સકેન્ડ પણ નવનીતરાયને અકળાવી ગઇ. એ બોલ્યા બોલો ઇદ્રીશ શું વિચારો છો ? હું અને તમે તાત્કાલીક પ્રથમ ફલાઇટમાં જયપુર જઇએ. અહીંથી હું ટીકીટ બુક કરાવી લઊં અહીંથી મુંબઇ અને મુંબઇ થી જયપુર જવું પડશે."

ડો.ઇદ્રીશ નવનીતરાયને સાંત્વન આપતાં કહ્યું "તમે ચિંતા ના કરો પહેલાં તો તમે જે માહિતી આપી એ ડોક્ટર સાથે મારી વાત કરાવો અને આપણી ટીકીટ કરાવી લો આપણે તાત્કાલીક ત્યાં પહોચી જઇએ."

નવનીતરાયે સમય બગાડ્યા વિના તુરંત પ્રો.પીનાકીનનો સંપર્ક સાંધ્યો અને ફોન કરીને કહ્યું કે ડો.જોષી સાથે વાત કરાવો અને હું કોન્ફરન્સ કોલ કરાવીને અહીં ડો.ઇદ્રીશ સાથે વાત કરાવું છું. પ્રો.પીનાકીન એ કહ્યું "હાં સર હું ડો.જોષીને આપું છું. નવનીતરાયે કોન્ફરન્સ કરીને ડો.ઇદ્રીશને પણ વાતમાં જોડ્યા."

ડો.ઇદ્રીશ, ડો.જોષી સાથે વાત કરતાં કહ્યું "ડો.જોષી હું ડો.ઇદ્રીશ વાત કરું છું હું સરયુનો કેસ જોઇ રહ્યો છું અને મારી સારવાર ચાલી રહી છે. ત્યાં શું થઇ ગયું એનો આખો રીપોર્ટ આપો. ડો. જોષીએ પ્રો.પીનાકીન પાસેથી મેળવેલી માહિતી અને અહીં સરયુ સાથે જે થયું એ બધુંજ વિગતવાર જણાવ્યું ડો.ઇદ્રીશે કહ્યું કે અત્યારે સરયુને કેમ છે ? ડો.જોષી એ કહ્યું એ અત્યારે પાછી ભાનમાં આવી છે અને કંઇ ન સમજાય એવી વાતો કરે છે. ડો.ઇદ્રીશ કહ્યુ ડો.જોષી અમે અહીંથી ત્યાં આવવા નીકળી રહ્યા છીએ પરંતુ તમે ત્યાં સુધી સરયુની કાળજી લેજો. બીજી કે એને જે પ્રીસ્ક્રાઇબ કરેલી દવાઓ જણાવી. ડો.ઇદ્રીશે ડો.જોષીને કહ્યુ "ડોકટર એક ખાસ વાત તમે સરયુ જે કંઇ કહે એ શાંતિથી સાંભળજો એને રોકવા પ્રયત્ન ના કરશો એનાં મનમાં દીલમાં જે કંઇ વાત છે એ કાઢવા દેજો કોઇ પણ રીતે એ રીલેક્ષ થાય એ ધ્યાન રાખજો.

ડો.ઇદ્રીશે વધુ ઉમેરતાં કહ્યું "એની ખાસ સહેલીઓની સાથે છે તો એને ખાસ સૂચના આપો કે એ જે કંઇ કહે એ શાંતિથી સાંભળે માનવા લાયક હોય કે ના હોય એ જે કંઇ બોલે એ તમે રેકોર્ડ કરી લેજો જે જાણવાથી પણ હું એની સારવાર એ પ્રમાણે વિચારી શકું. અને પછી રાત્રે સૂવા સમયે મેં તમને કહી છે એ મેડીસીન કોફી સાથે આપી દેજો. અને કંઇ પણ જરૂર પડે મારો આ મોબાઇલ નંબર છે મારો તાત્કાલીક સંપર્ક કરશો. તમારે કંઇ પૂછવું છે ?

ડો.જોષીએ ક્હ્યું "ના હું સમજી ગયો છું તમારી સૂચના પ્રમાણે અહીં કાળજી લેવાશે તમે આવો પછી બીજી વાત કરીશું અને તમારા આવવાનાં સમય દરમ્યાન કંઇ પણ જરૂર પડી હું આપનો તાત્કાલીક સંપર્ક કરીશ.

એટલામાં કોન્ફરન્સમાં રેહલાં નવનીતરાયે કહ્યું ડો.જોષી મારી તમને રીકવેસ્ટ છે તમે મારી દીકરીની સતત કાળજી લેજો તમારી જે ફી હશે મળી જશે પરંતુ એકપળ એવી ના જાય કે એને અને બોલતાં બોલતાં નવનીતરાયથી ડૂસકું નંખાઇ ગયું. ડો.જોષીએ કહ્યું "સર તમે બિલકુલ નિશ્ચિત રહેજો અહીં એ એકલી નથી અમે ખૂબ કાળજી લઈશું બીજું કે ડો.ઇદ્રીશનાં સંપર્કમાં હું સતત રહીશ તમારાં લોકોનાં આવવા સમય સુધી કંઇજ નહીં થાય એની ખાત્રી આપું છું.

કોન્ફરન્સમાં રહેલાં ડો.ઇદ્રીશે નવનીતરાયનું ડૂસ્કુ સાંભળી નવનીતરાયની આ નવી ઓળખ જાણી આ માણસ આમ આટલો જાડી ચામડીનો છે પણ હૃદય ખૂબ નાજુક છે. ડો.ઇદ્રીશને પણ આજે સરયુ માટે કંઇક લાગણીસભર વિચાર આવી ગયાં. મારી દીકરી હોત તો એ પણ અત્યારે આટલીજ ઉંમરની હોત... બધી વાત થયા પછી નવનીતરાયે ડો.ઇદ્રીશને કહ્યું “ હું બુકીંગ કરાવું છું અને અહીથી નીકળતાં તમને લેતો જાઉ છું તમે તૈયાર રહેજો અને નવનીતરાયે ફોન મૂક્યો”.

ડો.જોષીએ ફોન પૂરો થયા પછી પ્રો.પીનાકીન અને પ્રો.નલીની ને કહ્યું કે સરયુ જે કંઇ કહે શાંતિથી સાંભળજો અને વધુને વધુ એ મનની વાતો કરે એવો પ્રયત્ન કરજો અને એની ફેન્ડ છે ને એને સુચનાં આપો કે એની પાસે ખૂબ વાતો કરે એની દરેક વાતને સપોર્ટ કરે અને એને સાંભળે એ કેવી પણ વાત કરે પણ એને અટકાવવી નહીં બસ સાંભળ્યાં કરો અને વાત રેકોર્ડ કરો.

પ્રો.નલીનીએ અવનીને સૂચના આપીને કહ્યું સમજાવ્યું સરયુ પાછી સ્વસ્થ થવા પ્રયત્ન કરવા લાગી પરંતુ જાણે કોઇ બીજી દુનિયામાં જ હતી એણે અવનીને કહ્યું અવની સાંભળ....

પ્રકરણ - 9 સમાપ્ત

જયપુર આવ્યા પછી સરયુ જાણે એની દુનિયામાં આવી ગઇ હતી એને હવે કોઈ અગોચર યાદો યાદ આવી રહી હતી એ સીટીપેલેસનાં બગીચામાં આવેલા મહાદેવમાં આવી બેશુધ્ધ થાય છે. હોંશમાં આવે છે પરંતુ એની ખાસ મિત્રને એવી વાતો કરે છે કે સાંભળનારા બધાં અવાક રહી ગયા, રસપ્રયચુર પ્રકરણો આગળ વાંચતા રહો. ઉજળી પ્રીતનાં પડછાયાકાળાનાં આગળ પ્રકરણ.