Devil - EK Shaitan -19 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૧૯

ડેવિલ : એક શૈતાન

ભાગ-૧૯

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અલગ અલગ શૈતાની શક્તિ ધરાવતા બે લોકો ને અર્જુન મોત ના ઘાટ ઉતારી મૂકે છે-બિનવારસી હાલત માં મળેલી કારની ડેકીમાં મળેલ કુતરા ની લાશ ની કોઈ દ્વારા ચોરી થાય છે-બિરવા અર્જુન ની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરે છે-અર્જુન ને બીજો એક રહસ્યમયી લેટર મળે છે-હવે વાંચો આગળ...

પોતાના હાથ માં રહેલો લેટર અર્જુન ઘણી વાર વાંચી જાય છે પણ એનો કોઈ અર્થ નીકળતો નથી..છતાંપણ અર્જુન ને ખબર હોય છે કે પોતાને ડેવિલ કહેતો એ ખુની માસ્ટર માઈન્ડ આ લેટર દ્વારા પોતાને કંઈક તો જણાવવા માંગે છે પણ શું??

"દ્વાપર યુગ ના કૌરવો અને પાંડવો નો હવે રાધાનગરમાં થનારા હુમલાઓ સાથે શું સંદર્ભ..??પણ આ લેટર આ વાતની સાબિતી આપે છે કે હવે રાધાનગર માં ફરીવાર પહેલાં ની માફક મોત નો નગ્ન નાચ રમવામાં આવશે."મનોમન આ વાત નું અર્જુન વારંવાર રટણ કરે છે..

મોટા માં મોટા કેસ ચપટી વગાડતા સોલ્વ કરી દેનારો અર્જુન અત્યારે આ ડેવિલ સામે પોતાની જાત ને લાચાર અને બિચારી મહેસુસ કરી રહ્યો હતો..આ ડેવિલ ના લીધે જ પોતાના બે જુનિયર કોન્સ્ટેબલ મૃત્યુ પામ્યા અને બે સિનિયર કોન્સ્ટેબલ મોત ના મુખ માં જતા જતા બચ્યા..આ ઉપરાંત પોતાના શૈતાની દિમાગ ના લીધે આ ડેવિલે ઘણા નિર્દોષ લોકો નો ભોગ લીધો હતો જેમાં પોતાની મદદ કરવા માંગતા ભારતીબેન પણ હતા..આ બધું વિચારતા અર્જુન નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો..જો એ ડેવિલ અત્યારે અર્જુનની સામે આવી જાય તો એની આત્મા પણ દયા ની ભીખ માંગે એવો હાલ એનો અર્જુન કરી નાંખે પણ હાથ માં આવવાનું તો દૂર રહ્યું એના હાથ ની ફિંગરપ્રિન્ટ પણ હજુ મળી નહોતી.

વધારે ના સૂઝતા અર્જુન કોલ કરી બિરવા ને પોલીસ સ્ટેશન આવવા માટે કહે છે..બિરવા એની આ લેટર ના લખાણ નો કોયડો ઉકેલવામાં મદદ કરશે એવી અર્જુન ને આશા હોય છે..અર્જુન બોલાવે અને બિરવા ના આવે એવું તો બનતું હશે એમ કહી બિરવા અર્જુન ને મળવા થોડીવાર માં તો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે.

કેબીન ખોલીને અંદર આવેલી બિરવા ને જોઈને અર્જુન તો જાણે કોઈ બીજી દુનિયા માં ખોવાઈ ગયો..આજે બિરવા એ સ્લીવલેસ આસમાની રંગની ટીશર્ટ પહેરી હતી જેમાંથી એના ઉભારો નો આકાર સ્પષ્ટ પણે આંખે ઉડીને વળગે એમ દેખાઈ રહ્યો હતો..આ ઉપરાંત એના બંને ઉભારો વચ્ચે નો પ્રદેશ પણ ટીશર્ટ ની બહાર નજરે પડતો હતો..!!

નીચે જીન્સ ની શોર્ટ ચડ્ડી માં એના વેક્સ કરેલા નાજુક પગ કોઈને પણ પોતાની તરફ આકર્ષવા માટે કાફી હતા..જીન્સ ની એ શોર્ટ ચડ્ડી પણ એટલી ટાઈટ હતી કે બિરવા ના પૃષ્ઠભાગ પણ અર્જુન નું ધ્યાન ખેંચી રહ્યા હતા..એવું નહોતું કે બિરવા ક્યારેય અર્જુન સામે આ રીતે આવી નહોતી પણ ગઈકાલ રાતે પીનલ જોડે રતિક્રીડા ન થવાથી અત્યારે અર્જુન ના જાતીય આવેગો એના કન્ટ્રોલ માંથી જાણે સરકી ગયા હોય એમ લાગી રહ્યું હતું.

અર્જુન નું પોતાની તરફ આમ ફાટી આંખે દેખવું બિરવા ના મન ને અજબ ની ખુશી આપી રહ્યું હતું..એક ભમરો જેમ ફુલ ના રસ થી આકર્ષાઈ એની તરફ ખેંચાઈ ને આવે એમ હવે અર્જુન એની મોહજાળ માં ફસાઈ જ ગયો છે એવું અનુમાન લગાવી બિરવા અર્જુન ની પાસે ગઈ અને એના ગાલ પર હાથ ફેરવીને બોલી..

"ક્યારેય કોઈ હોટ એન્ડ સેક્સિ છોકરી નથી જોઈ કે શું??કેમ મારી સામે આમ જોવે છે?"

"અરે ..ના..ના..એવું એવું કંઈ નહીં પણ રાધાનગર માં બનતી ઘટનાઓ વિશે વિચારતો હતો"પોતાની જાત ને મહાપરાણે કન્ટ્રોલ કરી અર્જુને કહ્યું.પીનલ ના યુવાન દેહ ની માદક ખુશ્બુ અત્યારે અર્જુન ના નાક થી એના મગજ ને કોઈ ભીની લાગણી થી ભરી રહી હતી.

"મને તારા ઈરાદા ઠીક નથી લાગતા"હસતા હસતા બિરવા એ કીધું.

બિરવા ના આ શબ્દો અર્જુન ને પીનલ ની યાદ અપાવી ગયા..ઘણીવાર જ્યારે પોતાની આંખો માં પ્રણયસુખ ની ઈચ્છા ને પીનલ પામી જતી ત્યારે આવું જ બોલતી..

"હા હવે બહુ નખરા ના કરીશ..મારે તારી મદદ ની જરૂર છે.."અર્જુને કહ્યું.

"તમારા માટે તો જીવ પણ હાજર છે મારી જાન.."આંખ મીંચકારીને બિરવા એ કહ્યું.

બિરવા ના ધાર્યા પ્રમાણે જ અર્જુન ની હાલત બગડી રહી હતી..અર્જુન ની આંખો માં હવે પોતાને જોઈને બદલાઈ રહેલા ભાવ ને બિરવા પામી ગઈ હતી પણ એ હજુ વધુ અર્જુન ને તડપાવા માંગતી હતી જેટલી એ તડપી હતી અર્જુન ના બાહો ની ગરમી ને પામવા માટે..એટલે બિરવા એ વાત ને ઠેકાણે લાવતા કહ્યું.

"હા બોલ તું કંઈક લેટર ના લખાણ ની વાત કરતો હતો.."બિરવા એ અર્જુન ને કહ્યું.

"હા યાર..મેં તને કીધું હતું ને કે આ બધી ઘટનાઓ પાછળ એક શાતિર દિમાગ ધરાવતો ખૂબ જ બુદ્ધિશાળી માણસ છે..દરેક વખતે એ મને ચેલેન્જ ફેંકતો હોય એમ એક રહસ્યમયી લેટર મોકલાવે છે..આ વખતે પણ એવો જ એક લેટર આવ્યો છે પણ હું આ વખતે પણ એનું લખાણ ઉકેલવામાં અસમર્થ છું..!!

"હું વાંચી શકું એ લેટર..?"બિરવા એ અર્જુન ની તરફ જોઈને કહ્યું.

અર્જુને લેટર બિરવા ને આપ્યો બિરવા એ લેટર વાંચ્યો અને અર્જુન ને પાછો આપી ને કહ્યું..

"અર્જુન તારી વાત તો સાચી છે..જે પણ છે બહુ હોંશિયાર છે..પોતાના હાથ ના લખાણ થી પોતે પકડાઈ ના જાય એ માટે ટાઈપિંગ થી લખાણ.. આટલું બધું ગૂંચવડા ભર્યું લખવું છતાં દરેક વખતે એનો કોઈ ચોક્કસ અર્થ નીકળવો..!"બિરવા એ કહ્યું.

"હા એવું જ છે..પ્રથમ લેટર નો ભેદ તો હજુ ઉકેલાયો નથી પણ બીજા લેટર મુજબ પહેલો હુમલો જ્યારે થયો એ અમે કોઈ હિંસક પશુ નો હુમલો ગણતા હતા પણ સત્ય બીજું છે એવું લેટર માં જણાવી એ ડેવિલ જણાવવા માંગતો હતો કે અમે ખોટા રસ્તે છીએ" અર્જુને કહ્યું.

"ત્રીજો લેટર જેમાં તારા બીજા ઘર નો ઉલ્લેખ કરી પોલીસ સ્ટેશન પર હુમલો થયો..ચોથો લેટર દર્શાવતો હતો કે સૂર્ય આથમતો નથી એટલે નિખિલ ના દૈત્ય સ્વરૂપ ના અંત પછી એ આ ખુની ખેલ રાધાનગર માં ચાલુ જ રહેશે" બિરવા એ કહ્યું.

"હા બિરવા એમજ..આની પહેલા નો રામ અને હનુમાનજી વાળો લેટર મળ્યા પછી નાયક પર હુમલો થયો ..એનો મતલબ કે ડેવિલ એક એવી વ્યક્તિ છે જે મને પહેલા થી ચેતવે છે પણ પોતાના પ્લાનિંગ મુજબ દરેક ઘટના ને અંજામ આપે છે"અર્જુને ચિંતા મિશ્રિત સુર માં કીધું.

"આ લેટર પરથી એ તો ખબર પડી કે જ્યાં સુધી ડેવિલ કોણ છે એ ખબર નહીં પડે ત્યાં સુધી રાધાનગર માં એક પછી એક નવી નવી ઘટનાઓ ની હારમાળા સર્જાવાની જ છે.." બિરવા એ પોતાની આંગળી ઓ ને કપાળ પર ફેરવતા ફેરવતા કીધું.

"એટલે જ મારે તારી મદદ જોઈએ છે..તું કોઈપણ રીતે આ લખાણ નો ભેદ શું છે એ જણાવી શકે તો ભવિષ્ય માં બનતા હુમલાઓ ને રોકી શકાય.." અર્જુને કહ્યું.

"સારું હું આ લખાણ નો કોયડો ઉકેલવાનો પ્રયાસ કરી જોઉં..જેવી કંઈ નિષ્કર્ષ પર પહોંચું એવી તને જાણ કરીશ..!!"બિરવા એ મક્કમ અવાજે કહ્યું..

"Thanks મારી ઢીંગલી"અર્જુને બિરવા ના નાક ને પકડીને ખેંચીને કહ્યું.

"એ અર્જુન દુઃખે છે યાર..."બિરવા એ અર્જુન ની છાતી માં ધીરે ધીરે મુક્કા મારતા કહ્યું.

"સોરી ..સોરી.."એમ કહી અર્જુને બિરવા ની ફરતે પોતાના હાથ વીંટાળી દીધા.

બિરવા ને તો એવું હતું કે અર્જુન હંમેશા એને પોતાની બાહુપાશ માં જકડી રાખે પણ અર્જુને પોતે અત્યારે પોલીસ સ્ટેશનમાં છે એનું ભાન થતાં તાત્કાલિક પોતાના બિરવાની ફરતે વીંટાળેલા હાથ દુર કરી લીધા..

"હવે અહીં બોલાવી ખરી તો ઘરે મુકવા કોણ આવશે?"બિરવા એ પ્રશ્નસુચક દ્રષ્ટિએ અર્જુન સામે જોઇને કહ્યું.

"તું એક્ટિવા લઈને નથી આવી..?"અર્જુને સવાલ કર્યો..

"ના..હું બહાર બજાર માં હતી તો રીક્ષા કરી સીધી અહીં પહોંચી"બિરવા હાથે કરી ઝુઠું બોલી..એ પાછળ નું કારણ હતું કે એની ઈચ્છા અર્જુન જોડે લિફ્ટ માંગી એના બુલેટ ની પાછળ બેસી એના સ્પર્શ નો અહેસાસ કરવાની હતી.

"સારું ચલ હું તને ઘર સુધી ડ્રોપ કરી દઉં.."અર્જુને કહ્યું.આટલું કહી બિરવા ની સાથે અર્જુન બહાર જઇ બુલેટ ચાલુ કરી એને બેસાડી ને નીકળી પડે છે.એવું નહોતું અર્જુન પ્રથમવાર બિરવાને લિફ્ટ આપી રહ્યો હતો પણ આજે ખબર નહીં કેમ અર્જુન ને પણ અત્યારે બિરવા ને લિફ્ટ આપવાની વાત થી આનંદ થઈ રહ્યો હતો.

રસ્તા માં વારંવાર અર્જુન બુલેટ ની બ્રેક મારી રહ્યો હતો..અર્જુન જાણી જોઈને આ કરી રહ્યો હતો એ બિરવા સમજી ગઈ હતી..બુલેટ ની દરેક બ્રેક ની સાથે એના ઉભારો નો અર્જુન ને સ્પર્શ કરાવી ને અત્યારે એ પરમ સુખ ની કામના માં હવા માં ઉડી રહી હતી.જ્યારે બિરવા ના સ્તન પ્રદેશ નો સ્પર્શ અર્જુન ને પોતાની પીઠ પર મહેસુસ થતો ત્યારે એના આખા શરીર માંથી એક કંપારી પસાર થઈ જતી.

બિરવાને એના ઘરે ડ્રોપ કર્યા બાદ પાછા વળતા અર્જુન મન માં વિચારતો હતો કે

"કેમ હું બિરવા પ્રત્યે આકર્ષાઈ રહ્યો છું..??કેમ એનો નાજુક દેહ મને એની અંદર ખોવાઈ જવા મજબુર કરી રહ્યો છે??આજે મારાથી ભૂલ થઈ ગઈ છે જે હવે ફરીવાર નહીં બને એવા મક્કમ નિર્ધાર સાથે અર્જુન પોલીસ સ્ટેશન પાછો વળે છે.

***

બિરવા વિશે ના પોતાના વિચારો ને બ્રેક મારી હવે અર્જુન પોતાના વિચારો ની ગતિ ને ડેવિલ હકીકત માં છે કોણ એ સવાલ નો જવાબ શોધવા તરફ પાછી વાળે છે.

કુરુક્ષેત્ર ના યુદ્ધ ના મેદાન માં દિશાશુન્ય અવસ્થા માં પહોંચેલા અર્જુન ની મદદે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હાજર હોય છે પણ પોતાને તો જાતે જ આ પરિસ્થિતિ નો સામનો કરવાનો છે એવું નક્કી કરી અર્જુન એક કાગળ હાથ માં લઇ અત્યાર સુધી બનેલી દરેક ઘટનાઓ ને વિગતવાર નોંધી લે છે.

અર્જુને બધી વિગતો નોંધી ને એકવાર વાંચી જોઈ પણ કોઈપણ ઘટનાનો એકબીજા સાથે દુર દુર સુધી કોઈપણ પ્રકાર નો કોઈ સંબંધ નજર માં ના આવ્યો.

પણ એક બે મુદ્દા અર્જુન નું ધ્યાન દોરી રહ્યા હતા..પહેલો મુદ્દો તો એ હતો કે નિખિલ અને આરઝુ ની લાશ ના બ્લડ સેમ્પલ અને DNA વચ્ચે ગજબ ની સામ્યતા હતી..અને બીજી વસ્તુ અર્જુને એ જોઈ કે બંને ની લાશ ને એમના મૃત્યુ ના કોઈ ચોક્કસ સમય ની અંદર કબરમાંથી બહાર કાઢવામાં આવી હશે..!!

અર્જુને મારબોલો સિગરેટ નું પેકેટ કાઢ્યું અને એક સિગરેટ સળગાવી અને પાછું પોતાનું વિગતવાર લખેલું વાંચવાનું શરૂ કર્યું.".હવે આ બધી વાત ની કોઈ ખૂટતી કડી હોય તો એ હતું ભારતીબેન ના હાથ પર નું લખાણ v.a ૬/૧૧/૧૪ ...જો એ લખાણ નો કોયડો ઉકેલી લેવામાં આવે તો ડેવિલ અને પોતાના વચ્ચે નું અંતર જરૂર ઘટી જશે.." મન માં ચાલી રહેલા આવા વિચારો ને અટકાવીને થોડીવાર પછી અર્જુન જાવેદ ને અંદર બોલાવે છે અને પૂછે છે..

"બિનવારસી હાલતમાં આપણ ને મળેલી કારમાં ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા તપાસ કરવામાં આવી??

"હા સર..ફોરેન્સિક ટીમ માં બે મેમ્બર આવ્યા હતા એમને કાર નો ખૂણે ખૂણો તપાસ કરી જોઈ પણ કોઈપણ પ્રકાર ની હાથ ની છાપ એમને મળી નથી.."જાવેદે પોતાના ચહેરા પર ઉગેલી દાઢી માં હાથ ફેરવતાં કહ્યું.

"કુતરા ની ડેડબોડી ની ચોરી વખતે ઘાયલ થયેલા ચોકીદાર નું બયાન પણ આવી ગયું..એને કીધું કે એની જ્યારે રાત્રે થોડીવાર માટે આંખ લાગી ગઈ ત્યારે કોઈએ અચાનક પાછળ થી જોરદાર ઘા કર્યો અને એ બેભાન થઈ ગયો"અર્જુને જણાવ્યું.

"હા સર..એ વિશે મને ખબર છે..ત્યાં પણ આપણ ને નિરાશા જ હાથ લાગી છે" હતાશ વદને જાવેદે કહ્યું.

"જાવેદ કંઈ ખબર પડતી નથી.ક્યાંથી તપાસ શરૂ કરવી એ વિશે હું કોઈપણ પ્રકાર નો નિર્ણય લઈ નથી શકતો" અર્જુને લાચાર અવાજે જાવેદ ને કહ્યું.

"સર..તમારી દશા આવી હોય તો અમારું તો એ વિશે વિચારવાનું શું જોર.."જાવેદે કહ્યું..એના શબ્દો માં પણ હતાશા નો ભાવ સ્પષ્ટ વર્તાતો હતો.

"જાવેદ ફરીવાર એકવાર પહેલાં ની જેવો જ લેટર આવ્યો છે."અર્જુન બોલ્યો.

"હા સર..હું આવ્યો ત્યારે જ વિનાયકે કહ્યું કે એક કવર આવ્યું છે..જેના પર કોઈ એડ્રેસ નથી એટલે હું સમજી ગયો કે તમારા માટે એ ભેદી કવર માં કોઈ લેટર આવ્યો હશે.."જાવેદે કહ્યું.

"હા જાવેદ..આ વખતે પણ એમાં લખેલું કંઈ સમજાતું નથી પણ લેટર મળ્યા પછી એતો સમજી જ શકાય કે ફરીવાર પહેલાં ની જેમ મોત નું તાંડવ રાધાનગર શહેર ને એની ઝપટ માં અવશ્ય લેવાનું"અર્જુને ચિંતાયુક્ત સ્વરે કહ્યું.

"તમારી વાત સાચી છે..પણ એ માટે આપણે અત્યાર થી સતર્ક થઈ જવું જોઈએ..જેથી બનનારી કોઈ અઘટિત ઘટનના ને બન્યા પહેલા જ રોકી શકાય" જાવેદે કહ્યું.

"યુ આર રાઈટ..જાવેદ...આજે રાતે પહેલાં ની માફક લાગી જઈએ પુરી તાકાત થી આ શહેર ને ફરતે સુરક્ષાચક્ર બનાવી ને શહેર ને સુરક્ષિત કરવાની મુહીમ માં.." અર્જુને ખુરશી માંથી ઉભા થઈને પોતાની ટોપી પહેરતાં કીધું.

"યસ સર.."જાવેદે પણ ઉભા થઇ અર્જુન ને સલામી આપી અદબભેર કહ્યું..!!

***

લેટર મળ્યા ને પાંચેક દિવસ જેટલો સમય પસાર થઈ ગયો હતો..અર્જુન ની સાથે સર્વ પોલીસ દળ ની ચાંપતી નજર હેઠળ અત્યારે રાધાનગર ના લોકો પોતાની જાત ને સુરક્ષિત મહેસુસ કરી રહ્યાં હતાં.

નાયક પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ પાછો ડ્યૂટી પર જોઈન થઈ ગયો હતો..નાયક ને ડ્યૂટી પર પાછો જોઈને અર્જુન અને બીજા પોલીસકર્મીઓ ખૂબ ખુશ જણાતાં હતા.દરેક પોલીસ કર્મી પુરી નિષ્ઠા થી અને હિંમત થી કોઈપણ પ્રકાર ની આવનારી પરિસ્થિતિ નો સામનો કરવા પોતાની જાત ને સુસજ્જ કરી ને પોતાની ફરજ નિભાવતો હતો.

અર્જુન ને અત્યારે એવું લાગી રહ્યું હતું કે બધી પરિસ્થિતિ પોતાના નિયંત્રણ માં છે પણ સાથેસાથે એને ખબર હતી કે શત્રુ કોઈ પણ વેશે, કોઈપણ સમયે ,બમણી તાકાત થી હુમલો કરી શકે છે..રાત ના સમયે આંખ નું મટકું માર્યા વગર હથિયારો અને પવિત્ર જળ સાથે પોતાના સ્ટાફ ના દરેક પોલીસકર્મી ને ડ્યૂટી કરવાનું સૂચન અર્જુન દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉનાળો ધીરે ધીરે આવી રહ્યો હતો જેના લીધે વાતાવરણ માં થઇ રહેલા પલટાવ ની અસર ના લીધે દિવસ અને રાત દરમિયાન નું તાપમાન એકંદરે હૂંફાળું બન્યું હતું..લોકો હવે રાત્રી ના સમયે છત ની અગાશી પર કે ઘર ના આંગણા માં સુતા હતા એટલે પહેલાં કરતા રાત્રી નો અંધકાર વધુ ભયાનક નહોતો લાગતો.

થોડા દિવસ પછી સાંજ ના છ વાગવા આવ્યા હતા અર્જુન પોતાની રોજ ની ટેવ મુજબ પીનલ ને લાયબ્રેરી થી પીક અપ કરવા માટે આવ્યો હતો..પીનલ ને ચોથો મહિનો પૂરો થવા આવ્યો હોવાથી કોઈપણ પ્રકાર નું રિસ્ક નહીં લેવાનું ડોકટર દ્વારા જણાવામાં આવ્યું હતું એટલે અર્જુન હવે પીનલ ને જીપ માં જ લઈ જતો કેમકે બુલેટ પર કોઈવાર ધક્કો લાગવાથી બાળક ના મિસ કરેજ ની સમસ્યા પણ આવી શકે છે.

સામે થી પીનલ આવતી દેખાઈ..પીનલ ના ચહેરા પર ની ખુશી અને એનું સૌંદર્ય અર્જુન આંખો માં ભરી લેવા માંગતો હતો..પીનલ ધીરે ધીરે ડગ માંડતી અર્જુન ની તરફ આવી રહી હતી..ચોથો મહિનો હોવાથી પીનલ ના પેટ પર એની અસર દેખાઈ રહી હતી..પાસે આવીને પીનલે કહ્યું.

"આવી ગયા મારા અભિમન્યુ ના પિતા જી"

"ઓહ..તો તે નક્કી પણ કરી દીધું કે બાબો જ આવશે અને એનું નામ પણ રાખી દીધું.."અર્જુને હસતા મોઢે પીનલ ને ગળે લગાવતાં કીધું.

"હા હું એની મમ્મી છું તો મારો હક તો બને ને મારા સંતાન નું નામ શું રાખવું એ નક્કી કરવાનું તો" પીનલે કહ્યું.

"હા પણ એ સંતાન પુત્રી પણ હોઈ શકે ને?"અર્જુને કહ્યું.

"હા એતો ભગવાન ની જે ઈચ્છા હશે એ પ્રાપ્ત થશે પણ મારી ઈચ્છા છે કે બિલકુલ તમારા જેવો જ દીકરો થાય..અર્જુન નો દીકરો અભિમન્યુ"પીનલે સસ્મિત કહ્યું.

"હા પણ મારે તારા જેવી ક્યૂટ દીકરી જોઈએ...હવે જોઈએ ભગવાન કોનું માને છે મમ્મી નું કે પપ્પાનું.."અર્જુને પણ હસતા હસતા કહ્યું.

એજ સમયે અર્જુન ના મોબાઈલ ની રિંગ વાગી..અર્જુને જોયું તો નમ્બર પોલીસ સ્ટેશન નો હતો..અત્યારે પોલીસ સ્ટેશન માંથી ફોન..??એમ વિચારી અર્જુને કોલ રિસીવ કર્યો..

"હેલ્લો.. અર્જુન બોલું..કોણ?"

"સાહેબ હું જાની બોલું.હમણાં પોલિસ સ્ટેશન ના નમ્બર પર નવસર્જન હોસ્પિટલમાં થી કોલ આવ્યો હતો.."જાની નો ઘોઘરો અવાજ અર્જુન ના કાને પડ્યો.

"નવસર્જન હોસ્પિટલ તો નકુલ દેશમુખ ની છે ને??અને શું કીધું કોલ માં?"અર્જુને ઉપરાઉપરી બે સવાલો પૂછી લીધા.

"હા સર..એજ નવસર્જન હોસ્પિટલ.. ત્યાંથી ડો.દેશમુખ ના રેસપ્સનિસ્ટ મંદાકિની નો ફોન હતો.."જાની એ કહ્યું.

"શું કીધું મંદાકિની એ..પહેલાં એ જણાવ"અર્જુને કહ્યું.

"નકુલ દેશમુખ નું ખુન થઈ ગયું છે.."જાની એ ઘટસ્ફોટ કર્યો.

"વોટ..નકુલ દેશમુખ નું ખુન...ઓહ માય ગોડ..તું જાણે છે નકુલ દેશમુખ વિશે.."અર્જુને આવેશ માં આવી ઉંચા અવાજે કહ્યું.

"હા સર એમના વિશે ઘણું સાંભળ્યું છે..એમની ગણના દેશ ના અગ્રીમ ચિકિત્સકો માં થાય છે.."જાની એ કહ્યું.

"હા એ ઉપરાંત ડોકટર દેશમુખ હમણાં જ હાવર્ડ યુનિવર્સિટીમાં પોતાના કેન્સર વિશે ના શોધખોળ ના લીધે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.. જાની તમે ત્યાં પહોંચો હું તારી ભાભી ને ઘરે ડ્રોપ કરી ને ત્યાં પહોંચું જ છું..મારા આવ્યા પહેલાં કોઈ વસ્તુ ને હાથ ના અડાડતા..ડોકટર નકુલ દેશમુખ ના મોત નો પડઘો આખા દેશ માં પડશે એટલે આ વખતે થોડીપણ ભુલ થવી ના જોઈએ"અર્જુને આટલું કહી કોલ કટ કર્યો..

પંદર મિનિટ માં પીનલને ઘરે ડ્રોપ કરી અર્જુન નીકળી પડ્યો નવસર્જન હોસ્પિટલ તરફ...

***

To be continued.....

કોણ હતું ડોકટર નકુલ દેશમુખ ના મોત ની પાછળ? કુતરા ની ડેડબોડી ની ચોરી નો ડેવિલ જોડે કોઈ સંબંધ હશે? ડેવિલ સુધી અર્જુન પહોંચી શકશે કે નહીં? લેટર ના લખાણ નો અર્થ શું હતો? બિરવા ના અર્જુન પ્રત્યે ના પ્રેમ નો શું અંજામ આવશે?? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન. નવો ભાગ આવતા સપ્તાહે..આ નોવેલ અંગેના આપના અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો..

ઓથર:- જતીન. આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED