ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 13 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 13

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૧૩

આશિષ ચૌધરી

પ્રિયંકા મેમે એક પાનામાં મુહુર્તનાં ડાયલોગ કાઢીને આપ્યા અને મેક અપની ટીમ રૂપાનાં ચહેરા પર ફાઉંડેશનનો મેક અપ લગાડવા માટે કટિબધ્ધ થયું. અરિસા સામે રૂપા ઉપર થતો અત્યાચાર પરિ જોઇ શકી. પણ મેક અપ મેન અને કેમેરામેન અભિનયની દુનીયામાં પહેલે પગલે મા નું કામ કરતા હોય છે .

પ્રોજેક્ટ ૨૯માં રૂપા રાધા બની હોય છે અને ડાયલોગ ચાર લાઇન લાંબો હોય છે. વાસ્તવિકતામાં પ્રિયંકા મેમ ની જિંદગીમાં તેમને પહેલી સફળતા મળેલી તેની ખુશી અભિવ્યક્ત કરવાનાં ડાયલોગ બોલવાનો છે. ફાઉંડેશન સુકાઇ ગયા પછી બીજો લેપ કેમેરામાં ઉજાસ લાવવા માટે હોય છે તે જાડું થર ચહેરાને ભરાવદાર અને ઘાટીલો બનાવતા હોય છે.સવારનાં વાગ્યાથી ચાલુ થયેલ મેક અપ સાડા બારે સુકાઇને તૈયાર થયો ત્યારે ફોટોગ્રાફર તરીકે પરિ પહેલી વાર બોલી..”રૂપા તારા ચહેરાને પબ્લીક ચુમી ના લે તો મને કહેજે.. ફોટો અક્ષરભાઇ જોશે તો કહેશે શું મારી રૂપા છે?

પ્રિયંકા મેમે આવીને સંતોષ ભરેલી નજરે મેકઅપમેન ને કહ્યું ચહેરો રોજ લાવજે અને રૂપાને પુછ્યું ડાયલોગ તૈયાર છે ને? જરા એક વાર બોલને?

રૂપા પુછ્યુંસહજ રીતે બોલું કે કથામાં જે ખુશી છે તે દર્શાવતી કહું?”

ત્રણ ચાર રીતે બોલી જો..ડાયરેક્ટર તને સમજાવશે.”

પણ મેમ તમે છોને મારા ડાયરેક્ટર?

હું તો ફાઇનલ સ્ક્રીન એડીટ કરીશ ત્યારે આવીશ. અત્યારે તો મારો જુનિયર હશે..તે મલકી ને બોલી.

શૉટ શરૂ થયો ત્યારે જાનકી અને મેઘા બંને હાજર હતા.

જાનકી ઉપર નજર નાખતા રૂપા બોલી. “ મા પહેલા તબક્કાની જીત તારી દેન છે .તને હું શું કહું !હું કેટલી ખુશ છું મારી માવડીહું ફીલ્મ સ્ટાર બની ગઈ તારી ધીરજને લીધે બની છું.” આસિસ્ટંટ ડાયરેક્ટરે તેને રોકી અને કહ્યું અવાજ્માં ભાવ નથી.. સીધે સીધું બોલવાનું નથી.. ભાવ ઉમેરો.. આનંદનો ઉમળકો આવવો જોઇએ..

બીજો શોટ લેવાયો.. વખતે પરિ પણ પંડીત સાથે ઉભી હતી. જાનકીને નજીક ઉભી રાખી પ્રિયંકામેમ કહેરૂપા તું જાનકી સાથે વાત કરતી હોય તેં ભાવ સાથે બોલ.”.

મા પહેલા તબક્કાની જીત તારી દેન છે .તને હું શું કહું. હું કેટલી ખુશ છું મારી માવડીહું ફીલ્મ સ્ટાર બની ગઈ તારી ધીરજને લીધે બની છું.”

પ્રિયંકા બોલીકટ કટલખાણને ફરીથી વાંચ રૂપા વાક્યમાં અલ્પ વિરામ ચિન્હ મુકેલ છે ત્યાં અટકવાનું પણ અલ્પ અને પૂર્ણ વિરામ છે ત્યાં શ્વાસ ફરી લેવાય તેટલું અટકવાનું અને અલ્પવિરામ કરતા બમણું અટકવાનું.”

કટ કટ

કટ કટ

કટ કટ

છઠ્ઠા પ્રયત્ને શૉટ .કે. થયો

ખાસ વધાઇ આપવા પ્રિયંકા દોડી.. અભિનંદન રૂપા.. તારો અભિનેત્રી તરીકે જન્મ જલ્દી થયો.. મને તારી પાસેથી આશા હતી. તને ખબર છે મારો પહેલો શૉટ ૩૨ ટ્રાયલે થયો હતો..

બધા આનંદમાં હતાં. જાનકી દીકરીને મળતી શાબાશીઓ ને માણતી હતી.

શૉટ પરિનાં અને શૉટ પંડીતનાં લેબમાં ચકાસાયા.. ચોથો પરિનો શૉટ સ્વિકારાયો..ત્યારે ફરીથી ખૂબ આનંદ થયો..બંને નવોદિતો સ્ક્રીન ટેસ્ટ્માં આગળ રહ્યાપહેલા અને બીજા શૉટ વચ્ચે ૧૫ મિનિટનો બ્રેક હતો.. આમંત્રિતોને ચા કૉફી અપાયા અને ફીલ્મનું નામ અપાયુંપ્રેમ દિવાની રાધા”.

સમચાર સાથે મોટું બજેટ ઍડવર્ટાઈઝ માટે ફળવાયું. અને ભારતનાં ફીલ્મી મેગેઝીનો માં રૂપા, અલય અને પરિ ઝબકશે.પી આરડીવીઝને ફેસબુક ઇંસ્ટાગ્રામ અને વ્હૉટ્સઅપ ઉપર ફેન ક્લબ ખોલી પણ એક્સેસ પ્રિયંકા મેમ પાસે હતો.. પરિ અને પંડીતે લીધેલા જુદા જુદા ફોટા ક્રમશઃ મુકાવાનાં હતા. અને રોજનાં આંકડા અને કોમેંટ ઉપર એક સ્ટાફ ભારત થી જવાબ આપવાનો હતો.

પરિને તે ગમ્યું નહોતું પણ પ્રિયંકા મેડમ કહે છે પ્રમોશન ઍડવર્ટાઈનો ભાગ છે. તમને તે જાણવાની અને લોકોની દિવાનગી જાણવાની જરૂર નથી. પ્રસિધ્ધિ નો નશો શરાબનાં નશા જેવો છે. હમણા તો કામ કરવું જરૂરી છે. ડીપ્લોમાં પુરુ થાય અને પિક્ચર રીલીઝ થાય અને સફળ થાય પછી આમેય તમને ફીલ્મ સાગરમાં તરતા મુકી દેવાનાં છે ડૂબો કે તરો…”

પરિ કહેમેમ તમે અમને બીવડાવો છો?”

ના સાચું કહું છું

મેમ મને સમજ ના પડી.” રૂપા પણ ટહુકો કર્યો.

જુઓ તમને ટ્રેઇનીંગ અપાવું છું તે મારું તમારા ઉપર રોકાણ છે. મને ખબર છે તમે બંને સરસ કામ કરો છો. પછી તમારું કામ જોઇને તમારા માર્કેટ્માં ભાવ બોલાશે. તે વખતે હું પણ તમને રાખીશ તો માર્કેટ ભાવે..તમારા ભાવો માર્કેટની સફળતા પ્રમાણે મળશે. એક સરસ વ્યવસ્થા છે. સતત શ્રેષ્ઠ કામ આપતા રહો અને માર્કૅટ્માં ટકી રહો.”

એનો અર્થ એવો પણ થયોને કોઈ કારણ સર નબળા પડો તો ફેંકાઇ પણ જાવને?” પરિ કહ્યું.

હા. પણ એવું વિચારવાને બદલે દરેક ફીલ્મ એક નવી તક છે અને તે તક નવી નવી આવકો ઉભી કરે છે. ફીલ્મ માં એવું અદભુત કામ કરો કે બીજી ફીલ્મમાં તમારી માંગ ઉભી થાય. અત્યારે પ્રોજેક્ટ ૨૯ માં મનથી કામ કરોકે આગળનાં પ્રોજેક્ટ માટે તમારી તારીખો હું અત્યાર થી લઈ લઉં. સમય આવશે તે કળા પણ તમે શીખી જશો .પ્રાણ. શત્રઘ્ન સિંહા, અને મહેમૂદ એમની અદાકારીથી મુખ્ય હીરો કરતા પણ વધુ લોક પ્રિય થયા કારણ કે તેમના અભિનયમાં વૈવિધ્ય હતું.

રૂપા વિચારમાં પડી ગઈ. પ્રિયંકા મેમ પણ એક એવીજ કલાકાર છે કે જેણે અભિનય ઉપરાંત નૃત્ય કલા ડ્યરેક્શન અને નિર્માણ નાં ક્ષેત્રે કામ કર્યુ અને સફળતા હાંસલ કરી.

પોતાની રીતે તે પણ ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો થી વાકેફ રહી તેનાં ખર્ચોને નિયંત્રિત કરે છે. હજી તો આજે પહેલો શૉટ થયો પણપ્રેમ દિવાની રાધાનું માર્કેટીંગ અત્યાર થી કરવા માંડ્યું. નખરા કરતી અને ટાઇમનાં અખાડા દુર કરવા મેન્યુ સ્ક્રીપ્ટમાં તે કલાકાર ને અમેરિકા રાખીને લાંબા શુટીંગો તરત પુરા કરતી.. બધુ તે તેની કારકિર્દિમાં શીખી. તે ખૂબજ નિયમિત હતી..તેથી પદ્મજાની જેમ અભિનેત્રી તરીકે ઘણાં લાંબા સમય સુધી કામ કર્યુ. ચરિત્ર અભિનેત્રી થતા પહેલા નિર્માણ માં ઝંપલાવ્યું જેમાં પ્રોજેક્ટ ૨૬ અને ૨૭માં પૈસા ખોયા..૨૮ રીલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે રાહ જોબાને બદલે પ્રોજેક્ટ ૨૯ શરૂ થઇ ગયું.પ્રોજેક્ટ ૨૬ અને ૨૭માં આશિષ ચૌહાણની નાદુરસ્ત તબિયતે શુટીંગમાં બીન જરૂરી સમય લંબાવેલ..

રૂપાનાં મનમાં આશિષજી વિશે વિચાર ભમ્યા કરતો હતો તે પ્રશ્ન અત્યારે તેણે પ્રિયંકાને પુછ્યો. “મેમ આશિષ ચૌધરી વિશે મને કહોને?”

જાનકી પાછા ફરતા જ્વેલરી ડીસ્ટ્રિક્ટ્માં રોકાઇ રાઇબરેલીનાં સોની પ્રબોધ શર્માને ત્યાં દાગીનાની ખરાઈ કરાવવા જવું હતું. તેના મનમાં શંકાનો એક વિચાર હતો તેનું નિરાકરણ કરવું હતું.

ગોલ્ડન પેલેસમાં ચોથા માળે સરસ મઝાનો શૉ રૂમ હતો.

પ્રમોદે તેમને આવકારતા કહ્યુંબોલો બેન હું શું સેવા કરુ?”

મારે એક ખરાઇ કરાવવાની છે.” કહીને મેઘાનો અને પદ્મજાનો દાગીનો તેમને આપ્યો.

પ્રમોદે સોનાને ચકાસવાનાં પથ્થર ઉપર ઘસરકો કરી બધા દાગીના પરત કરતાં કહ્યું દાગીના પ્યોર સોનાનાં છે. વેચવા હોય તો ઘડતર બાદ કરી ૫૦૦૦૦ ડોલર આપી શકીશ. આવો દાગીનો અહીં તો મળતો નથી. રાજા રજ્વાડા ભારતમાં આવો દાગીનો બનાવતા હતા. મહારાષ્ટ્રિયન નક્શી કામ એટલું સુંદર છે કે જાણે પહેરનારનું રૂપ દસ ગણું વધી જાય.”

આભાર કહેતા સંતુષ્ઠ નજરે જાનકી બહાર નીકળી.

પરાણે પરણ કહેનાર એકદમ મહેરબાન થઈ જાય ત્યારે મા શંકાશીલ બને તે સ્વાભાવિક છે. તેને રામાવતારે કરેલી ટીપ્પણી યાદ આવી.. જેણે પોતાની ભૂલ સુધારવા પહેલ કરી હોય તે કાચું કોઈ કામ કરે નહીં. પણ આપણી ઓકાત કરતા વધુ છે તે વાત કહ્યા વીના કહી દીધી. આપણે એમના વટ વહેવાર પણ આજ રીતે કરવા પડશે..દાખલા તરીકે પરિ નાં વિવાહ.