ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 10 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 10

પ્રકરણ ૧૦

પ્રોજેક્ટ ૨૯

પ્રિયંકા થોડી ક્ષણ મેઘાનાં જવાબ થી હેબતાઇ ગઈ. પણ ફરીથી વાતનું અનુસંધાન લેતા કહ્યુંમને ખબર છે કદાચ તમે મનોરંજન ફીલ્ડનાં દુષણો થી વાકેફ છો પણ તેના કરતા વધુ ફીલ્ડનાં સદગુણો થી અજાણ છો. મારી માની અત્રે હું ત્રીજી પેઢી છું. મારા નાના ફીલ્મ પ્રોડ્યુસર હતા. મા સફળ અભિનેત્રી હતા. હું પ્રગતિનાં પંથે છુ. ફીલ્ડમાં જે મળે છે તે અઢળક મળે છે.તેને પચાવવાની ક્ષમતા પેઢી દર પેઢી બદલાય છે. મારા બંને ભાઇઓ કોંપ્યુટર ફીલ્ડમાં છે જ્યારે હું ટેલેંટ ખોળી તેને તક આપવામાં માનું છું આજનાં જમાનામાં ખાલી ગ્રેજ્યુઍટ થવા કરતા ગમતા ફીલ્ડમાં કેરીઅર બનાવવી અગત્યની છે હું માનું છું તેને માટે માબાપે પણ ખુલ્લા મને નવી તકો સમજવી જોઇએ.વળી ફોટોજનીક ચહેરો હોવો અને કેમેરા સામે ઉભા રહી ને બોલતા આવડવું સામાન્ય ગ્રેજ્યુઅએશન જેવું છે.

મને તુમ મેરે ગીતમાં બે ખૂબીઓ દેખાઈ અને તે કારણે પંડીતને મારી સાથે લાવી. એક તો પહેલી નજરે પ્રિયતમ સામે ગવાતા ગીતમાં ચહેરાનાં ભાવો ઉત્તમ હતા અને વીડિયો લેનાર ની સમજ.. ચાલુ પ્રસંગે અક્ષર અને રૂપાને શબ્દો પ્રમાણે ક્યારે કવર કરવા તે સમજ અદભુત હતા. પરિ તે સહજ રીતે સમજે છે. મને ખુબી પણ પંડીતે સમજાવી.

અત્યાર સુધી શાંત બેઠેલ સદાશિવે પ્રિયંકાની વાત બીરદાવતા કહ્યુંએક્દમ સાચી વાત પ્રિયંકા. એને ફોટોગ્રાફીની સુઝ કહેવાય..ફોટોગ્રાફર જેટલું વધું કામ શુટ કરતી વખતે ધ્યાન થી કરે તેટલા ઓછા રીટેક્સ થાય અને એટલું જલ્દી કામ પુરુ થાય..

મેઘા કહેપરિ એમના ઉપર પડી છે.ફોટોગ્રાફી શોખની કરે છે.

જાનકી કહેરૂપાનું પણ એવું છે પ્રસંગની જરુરિયાત પ્રમાણે નૃત્ય કરે છે

પ્રિયંકા કહે હું એડીટીંગનાં મારા શોખને આગળ લઈ જવા પ્રોડક્શનમાં જવા વિચારી રહેલ છું.મને બે પ્રતિભાવંત કલાકારો ગીતે આપ્યા છે.એક મારી નાની બેન પરિ અને બીજી મારી ભાભી રૂપાતમારો કોલેજ નો અભ્યાસ રોક્યા સિવાય એક પ્રયોગ હું કરવા માંગુ છું જેનું પરિણામ તમે જાતે યુ ટ્યુબ ઉપર જોજો.

એટલે?” રામ અવતારે તે સમયે ઘરમાં દાખલ થતા પુછ્યુ.

એટલે એક પ્રયોગ કે જેમાં અજ્ઞાત દર્શકો ઉપર નિર્ણય છોડવાનો.” પ્રિયંકાએ રામ અવતારને સમજાવતા કહ્યું

અવાજમાં કડકાઈ લાવતારૂપાનું ભણતર પુરુ થયા પછી બધું વિચારીશું.”

સદાશિવે વાતને હાથમાં લેતા કહ્યુંરામ અવતારજી આવો આવો પ્રિયંકાજીએ તમે હતા નહીં ત્યારે વાત એટલે કે તેમનો કોલેજનો અભ્યાસ રોક્યા સિવાય એક પ્રયોગ તેઓ કરવા માંગે છે.”

જાનકીએવાત જરા વિસ્તારથી સમજાવોને? કે જેથી રૂપાનાં પપ્પા પણ નિર્ણ્યાત્મક ક્ષણે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે..”

પ્રિયંકા અને પદ્મજાને રામ અવતાર નામથી જાણતા હતા. અને તે વાતો જાનકી પાસેથી તેમને સાંભળી હતી. અને પોલીસ કોંસ્ટબલ તરીકે ફીલ્મ ઇંડસ્ટ્રીની માઠી ઇમેજ તેનાં મનમાં હતી. તેથી તરત તે સતર્ક થઈ ગયો હતો.

પ્રિયંકા કહેફિલ્મ ઇંડસ્ટ્રીનાં માઠા પ્રસંગોને કારણે તે કુખ્યાત છે પણ હું અત્યારે એવા કેટલાય સારા પ્રસંગો ટાંકી શકું કે જેમા ફીલ્મ ઇંડસ્ટ્રીએ ઘણું સારુ કામ કર્યુ છે. સૌથી મોટું કામ કોમી એકતાનું છે અસંખ્ય કાબેલ માણસોને રોજી રોટી અને કારકીર્દી આપી છે મેં પરિ અને રૂપાની ઘરે બનાવેલી ફીલ્મ જોઇ. મને રૂપાનાં ભાવો ખૂબ ગમ્યા. અને ફીલ્મ લેનાર ફોટોગ્રાફરની કલા ખૂબ ગમી.કોલેજમાં ભણતા બંને નવોદિતોને તક આપવાનાં હેતૂ થી પંડીતને મેં ફીલ્મ બતાવી ત્યારે તેની વાત હતી કાચા હીરા છે બંને. પાસ પડશે તો દીપી ઉઠશે બંને. તે હેતૂથી આપની પરવાનગી હોય તો તેમના પ્રોફાઇલ બનાવવા અને કેલેંડર કંપની માં તે પ્રોફાઇલ મોકલ્વાની વાત મેં વિચારી હતી અને એક વધુ સ્ક્રીન ટેસ્ટ કરવો છે જનાદેશ મુજબ..

જાનકીને રસ પડ્યો એટલે કહેજનાદેશ મુજબએટલે?

નિયત સમય મુજબ બે વીડિયો સરખામણી માટે મુકીને કયો વીડિયો સારો છે તે અભિપ્રાય માંગવાનો અને તે સ્પર્ધા માં જે અનુમાન મળે તે સરખામણી માટે જાણકારી આપવાની. રૂપાળી કન્યાનાં બાપ પાસે ફીલ્મ માં કામ કરાવવાની હા પડાવવી કામ ખૂબ અઘરું હોય છે તે જાણતી પ્રિયંકાએ છેલ્લેતમારી મરજી કહીનેએમ છોડી દીધું પણ મેઘાને પરિની પણ ચિંતા હતી તેથી તે બોલી.ફોટોગ્રાફી તો પડદા પાછળનું કામ છે જ્યારે અભિનય તો પડદા ઉપરનું કામ છે.પ્રિયંકા બોલીકામ કોઈ નાનું કે મોટું નથી હતું અને વળતર મુજબ કામને તોલનારા લાંબે ગાળે ખોટા પડે છે.”

સદાશિવે પ્રિયંકાનાં કામને વખાણતા કહ્યુંતકને ઓળખવી અડધું કામ પત્યાની નિશાની છે. હું તેમાં ભવિષ્યમાં તકલીફ પડશે એમ કરીને તેને ખોવી એને મુર્ખામી કહું છુ, અમેરિકામાં ભારતની જેમ ગ્રેડ્જ્યુએટ થયા પછી કારકીર્દી શોધતા નથી. જ્યારે તક મળે ત્યારે સક્રિય થવું જોઇએ.”

એટલે તમે માનો છો કે બંને દીકરીઓ કામ કરવું જોઇએ?” રામ અવતારે સદાશિવને સીધોજ પ્રશ્ન પુછ્યો.તેનો જવાબ સદાશિવે માથુ હલાવી હકારમાં આપ્યો. પદ્મજા હજી ચર્ચામાં જોડાયા નહોંતાતેમણે જાનકી સામે જોઇને કહ્યું. મારી ૪૯ વર્ષની કારકીર્દી માં હુ એક વાત શીખી છું કામ જ્યારે કરતા હોઈએ ત્યારે તે શ્રેષ્ઠ કેવી રીતે કરી શકાય તેના ઉપર ધ્યાન હોવું જોઇએ. ડાયરેક્ટર્ર રોલ જે આપ્યો હોય તેમાં હ્રદય થી ખુંપી જવું . જેટલા રીટેક થાય તે મહદ અંશે ગેરસમજ વધારે હોય છે તેથી ડાયરેક્ટર કહે તે વાત ધ્યાનથી સાંભળી સમજી ટેક આપવા તૈયાર થવું. બધી નાની નાની વાતો છે પણ કામ કરતી વખતે કામ કરનારા સફળ થતાજ હોય છે.

સદાશિવ કહે કેપહેલું કામ પહેલા કરવું અને તે કામ કરતી વખતે કામ પુરુ થયા પછીનાં પરિણામોનાં વિચારો નકામા. “

રામ અવતારે જાનકી સામે જોયું અને કહે.. “સદાશિવભાઈ તેમની દીકરીને તાલિમ આપવાનાં મત માં હોય તો આપણો ડર અસ્થાને છે. છોકરી કંઇક નવું ભણવાની છે અને ભણતર લોસ એંજેલસ છે તેથી શક્ય છે યુનિવર્સલ સ્ટૂડીયો છે તેથી શક્ય છે. અને હજી તો પાશેરામાં પહેલી પૂણી છે.”

જાનકી સમજી શકતી હતી કે ભારતનું તેનું જ્ઞાન સાચુ હતું અને અમેરિકન વાતો તેની રીતે સાચી છે.તેણે કહ્યુંપરિ અને રૂપા નાં કામમાં એકજ વાત સરખી હતી અને તે બંને ફીલ્મ ઈંડસ્ટ્રીમાં કારકીર્દી બનાવવા જઈ રહ્યા છે. પણ મારો ખચકાટ વાતનો વધું છે કે પરિ કેમેરાની પાછળ કામ કરવાની જ્યારે રૂપા કેમેરાની સામે.”

પ્રિયંકાબેને કહ્યુંતેજ પ્રમાણે બંનેની કારકીર્દી પણ જુદી થવાની. પણ હજી તો દિલ્હી દુર છે. આપણ ને જનાદેશ મળવો જરૂરી છે. તમારા સૌની જાણકારી સાથે પ્રોજેક્ટ ૨૯ હું શરૂ કરું છું. મેઘાબેને ત્યાં ટહુકો કર્યો.ઘડીયાળ સાત બતાવે છે અને સારું ભોજનનું મુહુર્ત પતાવી સાડા સાતે શુભ ચોઘડીયું છે. આપણે ભોજન પૂર્ણ કરતા કરતા શું કામ આજે કરીયે છે તે સમજી લઈએ.

પ્રિયંકાએ હકારમાં માથુ હલાવ્યું એટલે સૌ ભોજન માટે રસોડા તરફ વળ્યા. ત્યાં બધું હલકું અને ભારે ભોજન હાજર હતું. રસ્તામાં પૂજાનો રૂમ આવતો હતો ગણપતિબાપાને વંદન કરી તેમના મોદક્નો પ્રસાદ માથે ચઢાવીને સૌ ભોજન ટેબલ ઉપર બેઠા.

અક્ષરનો ફોન આવ્યો ત્યારે પરિએ આજની ચર્ચાનો ટૂંક સાર આપી વીડિયો ફોન ટીવી ઉપર જોડી ને ચેટ શરૂ કરી.

પ્રિયંકા ફોઈ બહુ બહુ આભાર.. નવી કારકિર્દી માટે પરિ અને રૂપાને તૈયાર કરી.”

રૂપા થોડીક સંકોચાઇ આટલા બધાની હાજરીમાં અક્ષર સાથે વાત કરતાપણ તેનો ફોન આવ્યો તે ગમ્યું. અક્ષર કહેપરિ અને રૂપા બંનેને મારા અભિનંદન! મારે આવતી કાલે મોટૂં પ્રેઝંટેશન છે છતા ટાઇમ કહોતો તે વખતે હાજર રહીશ.

મેઘાબેને ટહુકો કર્યોચાલ તારી ભાવતી લીલવાની કચોરી બની છે.”

તે મારા વતી પદ્મજા ફોઇને ખવડાવજો. અને સાડા સાતે શુટીંગ વખતે ફોન કરીશું કહી ને ફોન મુકાઈ ગયો.

સાડા સાતે બધા વડીલો ને પગે લાગ્યા પછી પ્રોજેક્ટ ૨૯ ની ચર્ચા શરૂ થઈ.

તેમા શક્ય જોખમો અને ફાયદાની ચર્ચા કરતા પ્રિયંકા બેન બોલ્યા પ્રોજેક્ટ ૨૯ મારું સ્વપ્નું છે. પ્રોજેક્ટ હીરોઇન પ્રધાન પ્રોજેકટ છે અને મમ્મીની મૂડી આમા લાગશે. જનાદેશ બંને માટે મંગાશે કોંપ્યુટર પરથી ટીવી માં નવરંગ ફીલ્મનું ગીતતુમ મેરે મૈ તેરીની સંધ્યા દેખાતી હતી અને પરિ અને રૂપાને તે એક વખત બતાડી. ટેક લેવાનાં હતા. કેમેરા પંડીત અને પરિ સાથે શુટ કરવાનાં હતા.ઘરનાં બધા સાથે ફોન પર અક્ષર પણ હતો.

જ્યારે શુટીંગ શરૂ થયું ત્યારે અક્ષરની સામે જોતા રૂપાએ કહ્યું તુમ મેરે મૈ તેરી.. અને બંને કેમેરા રોલ થવા માંડ્યા..

સાત મિનિટ એક પણ કટ વિના શુટીંગ પતી ગયું ત્યારે સૌએ બંને કલાકારોને વધાવી લીધા.યુ ટ્યુબ ઉપર કલાક્માં તે મુકાઇ પણ ગયું.