Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નીંગ પોઈન્ટ ઈન એલ.એ. - પ્રકરણ-2

પ્રકરણ ૨

છટકું

મેઘાનાં ઓચિંતા ટર્નથી જાનકી હેબતાઈ તો ગઈ. તેનામાં રહેલી મા હવે તેને જંપવા દેતી ન હતી. રામશરણ જાનકીનું પડેલું મો જોઈને સમજી ગયો કે કોઇક ગંભીર વાત છે.વીસ વર્ષનાં દાંપત્ય જીવનમાં એટલું તો તે શીખ્યો હતો કે જાનકી રસ્તો કાઢી લીધા પછી જ તેને વાત કરશે. હમણાં તો ભારેલ અગ્નિ છે અને તે સળગી રહી છે.

“જાનુ! એકલી એકલી ગુંચવાયા ન કરીશ હું ડ્યુટી ઉપરથી પણ વાત કરી શકીશ.”કહીને તે પોલિસ સ્ટેશન ગયો, તેનું કસાયેલ શરીર અને સીનિયર કોંસ્ટબલ તરીકે ભુરો ડ્રેસ તેને જચતો હતો.લોસ એંજેલસનું આ પોલિસ સ્ટેશન બહુ સક્રિય નહોંતું.

મેઘા એમ કંઈ લાભ લેવા દે તેમ નહોંતી. અક્ષર તો તેમનું સ્વપ્ન હતું અને કોલ્હાપુરનો બાંકો જુવાનીયો જ્યારે ડોક્ટર થઈને પ્રેક્ટીસ શરુ કરશે ત્યારે ભાવિ જીવન કેટલું સુખમય હશે તે કલ્પના હતી. પણ આ ઉત્તરપ્રદેશી ભૈયણનો હુમલો કલ્પના બહાર હતો. તેને તો મહારાષ્ટ્રિયન વહુ જ લાવવી હતી. પણ આ જુવાનીયાઓ આવી ભુલો કેમ કરતા હશે? પરી સાથે તેની મૈત્રીનો જાનકી લાભ લેવા જતી હતી.

જાનકી હજી પણ સમજી શકતી નહોંતી કે આ છટકુ છે કે સાચે જ ઓફર. રૂપાનું ભણવાનું હજી બાકી છે અને પુરુષને તે ખમી શકે તેવી હોંશિયારી તેનામાં હજી આવી નહોંતી. વળી અક્ષરને ભણાવી શકે તેવી નાણાકીય ક્ષમતા પણ રામશરણની નથી. રહી રહી ને તે નિષ્કર્ષ પર આવી રહી હતી આ બધુ પાંચ વર્ષ પછી શક્ય છે. અને તે પાંચ વર્ષ તેની પાસે નથી.

વકીલ રેડ્ડીને વાત કરી જોઇઍ એમ વિચારીને એણે ફોન લગાડ્યો..

“ઉંમરને ધ્યાનમાં લઈ કેસ થોડો વહેલો થઈ ગયો છે. સદાશીવ પણ ફોટોગ્રાફ્રર છે તે આપણી ટ્રિક સમજી ગયો છે અને એવી ૬ માણસો સાથે રૂપાને વળોટતી વળતી ઇ મેલ મને મોકલી છે.”જાનકી એ રડતા રડતા કહ્યું

“પહેલા તો આ રડવાનું બંધ કરો “ રેડ્ડી સહેજ ખીજવાઇ ને બોલ્યો.

“ હા પણ ત્યાંથી વાત અટકતી નથી મેઘા એ મને એમ પણ કહ્યું કે તમે કેસ પાછો ખેંચી લો તો રૂપાનાં લગ્ન અક્ષર સાથે કરાવી દઈશ તમે એની મેડિકલ તાલિમનો ખર્ચ ભોગવજો.”

“રામશરણ શું કહે છે?”

“મેં આપને પહેલા ફોન કર્યો છે”

“તમારે તે નિર્ણય ક્યારે લેવાનો છે”

“જલ્દી”

“ શું તમને ભરોસો છે તે છોકરી ને સુખી કરશે?”

“ પહેલો અવાજ તો ના જ છે આટલા વધેલા વેર સાથે”

“તો?”

“કેસ તો તરત પાછો લઈ લેવાય પણ તેમનો પછીનો વાર શું હોઈ શકે તેની ચિંતા કરું છું.”

રામ અવતાર સાથે વાત કરાવો કોન્ફરન્સ કોલ ઉપર. તેમનો મત જાણવો જરુરી છે.

ભલે હું તમને તેમની સાથે વાત કરાવુ. “

“ તમારો બીજો અવાજ શું કહે છે.”

“બીજો અવાજ જોખમી છે પણ પાંચ વર્ષ રાહ જોઇ રૂપા પુખ્ત થાય પછી વિચારવાની વાત આવે છે.”

“ભલે હવે રામ અવતારની સાથે કોન્ફરન્સ કોલ લગાડો.”

રામ અવતાર જાનકીનાં ફોનની રાહ જોતો જ હતો.જાનકી એ વાત શરુ કરતા કહ્યું. “મારી સાથે ફોન ઉપર રેડ્ડી સાહેબ છે. સવારે મેઘાને મેં ફોન કર્યો ત્યારે તેની શરત હતી કે કેસ પાછો ખેંચી લો અને રૂપા સાથે અક્ષરનાં લગ્ન.

“શું? અક્ષરનાં લગ્ન?”

“હા રામ અવતારજી આ તો આપણું જ કહેલું આપણને પાછુ આપે છે”

“એક વધુ શરત છે અને તે અક્ષરનું ભણતર આપણે માથે છે.

“શું?”

“હા, આ તો છટકું છે. આપણી પાસે કોઇ છુટકો નથી” રામ અવતાર બોલ્યો.

રેડ્ડી કહે “તમને કાયદાકીય સલાહ આપું?”

“હા”

“અસીલ તરીકે તમારો રાઈટ છે.તમે મને વકીલ તરીકે તેમના વકીલ સાથે વાત કરવા કહો. આ વાત ફોન ઉપર નહીં લેખિત આપે જો લેખિત આપે તો તમે બંધાઇ જાવ તમારે રૂપાનાં લગ્ન કરાવવા જ પડે. પણ તેમનો વકીલ આ મૌખિક ગુનાને અક્ષર દેહ નહીં આપે.”

“તો રસ્તો શું?”

“ ગભરાયા વિના તેમને ફોન કરો. ફરીથી રુબરુ મળો અને આ બધી ચર્ચાઓને તેમની જાણકારીમાં ટેપ કરો.”

રામ અવતાર કહે” હું પોલિસ ડ્રેસમાં આ વાતોમાં પડીશ તો મને તકલીફ થઈ શકે.”

ઑડીયો કરવાનો છે તેથી યુનિફોર્મની ચિંતા ના કરો.

આ બાજુ વકીલ રાજન શૌરી મેઘા અને સદાશિવ ઉપર ગુસ્સે થતો હતો. કોઇ પણ કાર્ય વકીલને અંધારામાં રાખીને ના કરો. કોર્ટ્માં મેટર સબજ્યુડીશ થઈ જતા વાર ન લાગે. ખાસ તો વિડીયો બનાવી સામેવાળી પાર્ટીને ધમકાવી ના શકાય.

મેઘા કહે કોઇ લપડાક મારે ત્યારે વકીલને પુછવા ના જવાય કે હું મારુ તેને? એ તો તરત જ હાથ ઉઠી જાય.

“ છતા તમને વોર્ન કરું છું. ડોક્ટરે આપેલી દવા પેશન્ટ લે તો તેનું દર્દ કાબુમાં આવે. તેવું જ છે તમે ન્યાય હાથમાં ન લો તો સારું. રેડ્ડીનો ફોન આવ્યો હતો તમે જે મૌખિક કહ્યું છે તેને લેખિત કરવાનું કહે છે. આવતી કાલે કોર્ટમાં મળીને તેઓ પણ કેસ ખેંચી લેવા માટે જરુરી કાગળો કરશે.”

મેઘા અને સદાશિવનાં મોં પર વિજયનું સ્મિત હતું..

રાજન શૌરી આ લેખિત આપવાનાં મતમાં નહોંતો કારણ કે પહેલી વિડીયો મોકલી ત્યારે તે મોકલવાનો વિરોધી હતો. હવે આ પણ તે ભુલને લેખીત રીતે કોર્ટમાં કરવાનો મતલબ ગુનો કરીને ગુનો કર્યાની સાબિતિ આપવાની.રેડ્ડી કાયદાની રાહે ચાલીને સમાધાન કરવાની વાત ઉપર જોર મુકતો હતો. વળી રૂપા અંડર એજ છે તે નબળાઇ પણ કેસ ન ખેંચવા માટેનું સબળ કારણ હતું. વળી અક્ષર તો મોટો છે તેથી આવા દસ્તાવેજ ઉપર તેની પણ સહી જોઇએ..જે કાલે આવી શકે તેમ નહોંતો.તેથી ચર્ચા ફોન ઉપર ટેપ થશે તેની બે કોપી બંને વકીલોને અપાશે.

આ બધુ કામ કૉર્ટમાં કરવાનું ફક્ત કારણ એક જ હતું મેઘા કાલે ઉઠીને ફરી ન જાય. કાયદાકિય રીતે આ નબળુ કામ છે પણ ન મામા કરતા કાણો મામો સારો વાળો હાલ છે.

બીજે દિવસે કોર્ટમાં ૧૧ નાં ટકોરે કોન્ફરન્સ ફોન ઉપર નોટરીની હાજરીમાં કોલ થયો સાન એંટોનીયોથી અક્ષય ને લેવાયો અને ટેપ રેકોર્ડર શરુ થયું નોટરી એ પોતાની ઓળખાણ આપી અને સૌ હાજર વ્યક્તિઓની નોંધ લેવાઈ. પાંચ વર્ષ પછી થનારા લગ્નની નોંધ લેવાઇ અને તે વાતમાં બધી મૌખિક વાતો લેખિત માં લખાઈ અને તે ઘટના નાં ઉલ્લંઘન બદલ નાણાકિય દંડની જોગવાઇ રખાઈ. અને એક ફરજીયાત શરત રખાઈ અને તે ભણવામાં વિઘ્ન ન પડે તેથી બંને વર-વધુને મળવાની છુટ ન અપાઇ. આ સમગ્ર લખાણમાં ફિલ્મ અને અભદ્ર વિડીયોની મનાઈ ફરમાવી.

ચર્ચામાં વડીલોની હાજરીમાં વર્ષમાં ૧૨ વખત મળવાની છૂટ અપાઈ. ફોન ઉપર કે ઇંટરનેટ ઉપર પણ મનાઇ ફરમાવાઇ. હાજર હતા તેમની લેખિત મંજુરી લેવાઇ અને અક્ષયની મૌખિક મંજુરી લેવાઇ અને અઠવાડીયામાં એણે પણ સાઈન કરી મોકલ્વાનું નક્કી થયુ.

મેઘાએ ઘણી શરતો સામે વાંધો લીધો પણ ચાર કલાક્ને અંતે પહેલો વિડીયો કોન્ટ્રાક્ટ થયો. નોટરીનાં સહીં સિક્કા થયા પછી નોટરી એ રામ અવતારને અને સદાશિવને તેમની કોપી આપી.

આ કાયદાકિય લખાણ પછી જાનકીને હાશ થઈ.પણ રામ અવતારની ફડક શરુ થઈ. ખર્ચ પેટે દર મહીને પાંચ હજાર ભરવાનાં હતા અને તે પણ પાંચ વર્ષ...

***