ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 6 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 6

પ્રકરણ .

રૂપલી રાધા

પછીનાં શુક્રવારે અક્ષર લોસ એંજેલસ રાતે વાગ્યે પહોંચ્યો. ગોઠવણ કર્યા પ્રમાણે પરિ ફોન કરીને રૂપાને જણાવી દીધું કે તેનો સાહ્યબો આવી ગયો છે. તે ફોન ઉપર ફેસ ટાઇમ કરવામાંગે છે તું તારો મોબાઇલ ચાલુ કર.

પપ્પા અને મમ્મીને સાથે રાખીને ફેસટાઇમ શરૂ કર્યુ સામે અક્ષર, પરિ અને મેઘા હતા. એક મેકની ખબર પુછી. નોર્મલ ડ્રેસમાં પણ રૂપા રૂપાળી દેખાતી હતી. જાનકી વાત શરૂ કરી.. મેઘાબહેન રૂપાને આપે આવકારી અને દીકરી બનાવી તે વાતનો બહુ આભાર. અક્ષર ભાઇ તું કેમ છે?

અક્ષર કંઇ બોલે તે પહેલા મેઘા કહ્યું આવતી કાલે સવારે તમને સૌને પ્રીત ભોજન માટે આમંત્રણ આપવા માટે હું અને પરિ ફેસ ટાઈમમાં આવ્યા છે. રામ અવતારભાઇ આપ પણ રૂપા અને જાનકી સાથે પધારજો.

અમે પણ આપને સૌને સાંજનું આમંત્રણ આપીયે છે અને જમણવાર કર્યા પછી આઇસક્રીમ પાર્લરમાં પણ સાથે જઈશું. બે એક મિનીટ્માં વડીલો પોત પોતાના કામે લાગી ગયા ગયા અને પ્રેમી પંખીડાઓ એકલા પડ્યા.

રૂપા સ્માઈલ કરતા ટહુકો કર્યોહાય સાહ્યબા..તું ભણતો હતો કે મને યાદ કર્યા કરતો હતો?”

અક્ષર પણ મલક્યો. “દિવસે ભણવાનું અને રાત્રે સુતા પહેલા બે પાંચ મીનીટ તને યાદ કરતો હતો.”

અને ફરી થી અક્ષર હસ્યો.જાણે રૂપાને ચીડવતો હોય તેમ..

રૂપા થોડીક ગુસ્સે થતા બોલીબસ આટલી મારી વેલ્યુ? બે પાંચ મિનીટ?.”

મારે તો ભણવાનું ને અને તું તો યાર બહુ મોંઘી..તને મેલ આપ્યો ફોન નંબર આપ્યો પણ તુ તો કશુ કરે.. કમસે કમ રાત્રે ફોન ઉપર પણ પપ્પી તો આપી શકેને?”

બધુ હું ૨૧ની થઉ પછી. અત્યારે તો જોવાનું અને યાદ કરવાનું. ખબર છે ને આપણે કોંટ્રાક્ટ પ્રમાણે રહેવાનું અને મનથી ભણવાનું

માથે હાથ મુકીને અક્ષરે બીચારા હોવાની એક્ટીં કરીયાર તુ મોટી કેમ થઈ ગઈ. ૧૩- ૧૪ની હતી ત્યારે કેવું તરત કહ્યું માની જતી હતી…”

ત્યારે હું નાની હતી અને તુ લુચ્ચો..”

મારાથી તો આજે પણ તું નાની છે ને?”

પણ તુ હવે ચાલાક અને લુચ્ચો બન્ને છે.”

તું પણ હવે પાક્કી થઈ ગઈ

તારે કારણે તો..મને ટાઈમ પાસ બનાવી દીધી હતીને તેં? એતો થોડી બુધ્ધી ગુગલે આપી અને થોડી સમજ તારા ઇનકારે..મારી પાસેથી બધુ લેવા તૈયાર..પણ તારી વાત આવી અને તું આપવા કશું તૈયાર નહીં બરોબરને?”

ના યાર તું હવે તો મળવા અને માણવા જેવી થઈ અને તું મને પાંચ વર્ષનો કોંટ્રાક્ટ બતાવે છે?”

શું કરું સાહ્યબા તેં એક વખત જાત બતાવી છે ને? અને પોતાનો મત ખરો કરવા જુદા છોકરાઓ સાથે મને સંડોવી પણ હતીને?”.

પણ હવે તેનું શુ?”

કાલે મળીયે ત્યારે તેની સજા વિચારશું

સજા અને મજા બંને પણ અત્યારે તો તને અને મને બંને ને સજા.”

શાની સજા?”

ફેસ ટાઇમમાં મળવાની સજા છે ને. એક ગામમાં છીએ. એકાદ માઇલ દુર છીએ પણ સમયે મળતા નથી તે સજા છે ને?”

હકારત્મક થતા અક્ષરે સમજદારી બતાવી.” રુપલી તુ માને છેને તે આપણા બંને માટે સારું છે તો સારું છે.. અને મિલન અને મઝા કરવા તો આખી જિંદગી પડી છે.ઉતાવળા અને બહાવરા થવાનો સમય નથી જઃ.”

મારો સાહ્યબો કેવો ડાહ્યો છે?” કહી ખૂબ ગમ્યાની સંજ્ઞા કરી.

રૂપલી રાધા એક વાત તને પુછું?”

માથુ હકારમાં ડોલાવતા રૂપાએ જવાબ આપ્યો.

તું મને સમજણી થયા પછી કેટલું ચાહે છે?”

બહું

બે હાથ પહોળા કરી ને બતાવને?”

રૂપાએ બે હાથ પહોળા કર્યા અને અક્ષર બોલ્યોઆટલું ?” અને તેનાથી વધુ હાથ પહોળા કરીને અક્ષરે બતાવ્યા.

રૂપા ત્યારે બોલીતેં પહોળા કરેલા હાથની વચ્ચે તારા હૈયામાં હું વસું છું મારા સાહ્યબા

અક્ષર મનમાં ને મનમાં બોલ્યોહુ પણ તેજ રીતે વસું છું તારે હૈયે રૂપારાણીપછી વ્યક્ત રીતે બોલ્યો- તારા યૌવન પાછળ તો તે હૈયુ છે.જે મારું છે.”

શબ્દોમાં રહેલ ગર્ભાર્થને સમજ્યા પછી રૂપા થોડી બગડી

વાત માં તેના યૌવન નો ઉલ્લેખ આવતા રૂપા સંકોચાઇ , મલકી અને છણકો કર્યોબદમાશ તું બહું ખરાબ છે!”

બીજે દિવસે સુંદર સાડીમાં મહારાષ્ટ્રીયન પહેરવેશમાં તૈયાર થઇ ત્રણે જણાં મિઠાઈ અને ભેટ લઈ સમય સર ૧૧ વાગે પહોંચ્યા.તેમના ઘરમાં મહેમાનોની ચહલ પહલ હતી. નજીકનાં મિત્રો અને સગા વહાલાને તેમણે બોલાવ્યા હતા. ગોરમહારાજ્ની પણ હાજરી હતી. ગણપતિનાં ફોટાને ફુલોથી સજાવ્યો હતો અને સામે બે બાજોઠ હતા,સદાશિવ તાંબે પણ પહારાષ્ટ્રિયન ડ્રેસમાં હાજર હતા પરિએ ફરી થી નાનકડું માઈક હાથમાં લઈ મરાઠી ભાષામાં એક સ્વાગત ગીત ગાઇમાઝી ભાભીને આવકારી. ગોર મહારાજે મંત્રોચ્ચાર કરીને બંને નો વિવાહ જાહેર કર્યો. ફોટા પડાવ્યા અને વર વહુને વધાઇઓનાં ગીતો ગવાયા

મેઘાએ તેમનાં ઓળખાળ વાળાઓમાં સૌને પરિચય કરાવ્યો.

સદાશિવ તાંબે અને તેમનું મિત્ર મંડળ પણ હાજર હતું. વાત જાહેર થતી હતી પરિ, અક્ષર અને મેઘા પણ ખુશ ખુશાલ હતા.ઇંડીઆમાં સમાચાર વહેતા થઈ ગયા હતા. રામ અવતાર અને જાનકી માટે એક વધુ પ્રયત્ન મેઘાએ કરી શંકા નિર્મૂળ કરી નાખી હતી. બંને ઘરનો પહેલો પ્રસંગ હતો જે ધામધુમથી ઉજવાશે પણ હાલ તો રૂપા રૂપા કરીને મેઘા પણ ગાંડી થઇ હતી અને તેમના સગા વ્હાલામાં પણ ઘેલું કર્યુ હતું.

મેઘાએ અક્ષર અને રૂપાને આરામ કરવા ઉપર રુમ માં મોકલ્યા ત્યારે જાનકી મેઘાને પુછ્યુઆટલી બધી ધમાલ કરવાના છો તે ખબર હોતતો થોડાક વહેલા આવ્યા હોત.”

.ત્યારે મેઘા કહેઅમારા લોકો માટે જરૂરી હતું.. આતો અમારું પ્રાયશ્ચીત અને કમીટ મેંટ હતું જેથી રૂપાનાં માત પિતા તરીકે તમને પણ હાશ થાયને?.

સદા શીવે એક પરબીડીયામાં ૨૦૦૦૦ ડોલર રામ અવતારને આપ્યા અને ગઈ ગુજરી જલ્દી થી ભુલી જવા વિનંતી કરી. જાનકી એજ ૨૦૦૦૦નાં કવરમાં એક હજાર એક ડોલર ઉમેરી અક્ષરને હાથમાં આપ્યું અને કહ્યું તું પણ આજથી અમારો દીકરો છે તેથી વિવાહ પસંગે શુભાશિષ છે.

નીચે જમણ વાર ચાલતો હતો જાનકી અને રામ અવતાર પણ થાક્યા હતા ત્યારે પરિ ઉપર જઈને વરઘોડીયાને બોલાવી લાવી અને ટકોર પણ કરી અક્ષર સહેજ વ્યવસ્થિત થઇને નીચે આવજે લીપસ્ટીકનાં ડાઘા છે.

અક્ષર ત્યારે હળવા અવાજે બોલ્યો તો સજાની મજા છે.રૂપા હળવી ટકોરને ગંભિર બનાવતા બોલી આજનાં દિવસે જવા દીધો છે બાકી એને પણ ખબર છે હું કરડતી બિલાડી છું

અક્ષર સાંભળી ને હસ્યો લુચ્ચુ લુચ્ચુ હસ્યો અને તૈયાર થવા બાથરૂમ માં ગયો. રૂપાને ખબર નહોતી અને તેના હોંઠ ગાલ પર ઘસીને પરાણે બકી અક્ષરે લીધી હતી. પરિ ત્યાં આવી ગઈ અને પ્રયત્ન નિષ્ફળ ગયો.. જો કે રૂપા પ્રકારનાં હુમલા માટે તૈયાર નહોતી. પરિ ઢંઢેરો ના પીટે તે રીતે તે પણ તૈયાર થઈ.

થોડાંક સમય પછી અક્ષરની ધમાલને તે પણ માણતી હતી.