Zomato - Startup Success Stories Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Zomato - Startup Success Stories

Zomato Startup

Rupen Patel

ભારતીયોને ઓનલાઇન ફુડ ડીલીવરી માટેનો ચટકો લગાડનાર Zomato ના ફાઉન્ડર દીપિન્દર ગોયલ અને પંકજ ચડ્ડા

ભારતીયોને ઓનલાઇન ફુડ ડીલીવરી માટેનો ચટકો લગાડનાર Zomato ના ફાઉન્ડર દીપિન્દર ગોયલ અને પંકજ ચડ્ડા છે. આ બંનેએ ઝોમાટો નામનું ઓનલાઇન ફુડ ડીલીવરી પ્લેટફોર્મ ઉભુ કરી ઘરે બેઠા હોટલ, રેસ્ટોરંટ વિશેની ઇન્ફોર્મેશન અને તેમના ફુડના રીવ્યુ જાણવા માટે તથા સારામાં સારી રેસ્ટોરંટનું ફુડ ઓનલાઇન મંગાવવાનો નવો ટ્રેન્ડ શરુ કર્યો છે.

ભારતમાં પહેલા બહુ જ ઓછી હોટલ અને રેસ્ટોરંટ ફોન પર ઓર્ડર લઇ કસ્ટમરને ઘરે, ઓફિસે ડિલીવરી કરતાં હતાં. તે હોટલ, રેસ્ટોરંટને ડીલીવરી કરવામાં ઘણી તકલીફ પડતી અને પોસાતું પણ ન હતું. ઝોમાટો ના આવવાના કારણે જે હોટલ અને રેસ્ટોરંટને પોતાનો વ્યાપ વધારવો છે અને વધુને વધુ કસ્ટમર સુધી પહોંચવું છે તેમના માટે સરળ અને લાભકારક બન્યું છે. ઝોમાટોએ કસ્ટમર્સમાં મોટો ક્રેઝ ઉભો કર્યો છે અને હોટલ, રેસ્ટોરંટ નો બિઝનેસ પણ વધારી આપ્યો છે.

દીપિન્દર ગોયલે આઈઆઈટી દિલ્હીથી મેથેમેટિક્સ અને કમ્પ્યુટિંગમાં ઇન્ટિગ્રેટેડ માસ્ટર ડીગ્રી મેળવી છે. દીપિન્દરે ગ્રેજ્યુએટ થયા પછી નવી દિલ્હીમાં બેઇન એન્ડ કંપની સાથે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કેરીયરની શરુ કરી હતી. દીપિન્દરે તેની કંપનીના કેન્ટીનમાં તેના સાથી મિત્રોને ફુડ માટે લાઇનમાં રોજ ઉભા રહેતા જોઇ તેના મનમાં વિચાર સળવળી ઉઠતો. તેઓ આ પ્રોબ્લમનું સોલ્યુશન લાવવા ઘણું વિચારતા હતા. તે જયારે જયારે-જયારે આ લાઇન જોતો ને તેને વિચાર આવતો કે એવું તો શું કરી શકાય કે જેનાથી આ લાઇનમાં ઉભા રહેવાની માથાકુટમાંથી બહાર નીકળી શકાય.

તેમણે જોયું કે તેના સાથી મિત્રો લંચ ટાઇમમાં ફુડ મેનુ મેળવવા લાઇનમાં ઉભા રહેતા અને ફુડ સિલેકટ કરવામાં કન્ફયુઝ થતાં હતાં. તેમને પોતાને પણ આ લાઇનમાં ઉભુ રહેવું પડતું અને લંચ ટાઇમનો મોટાભાગનો સમય ફુડ મેનુ મેળવવા અને ફુડ સિલેકટ કરવામાં જ પુરો થઇ જતો તેમણે જોયો. આ સમસ્યાને સોલ્વ કરવા દિપેન્દરે ઘણું વિચાર્યુ અને તેમને એકવાર વિચાર આવ્યો કે જો આ મેનુઝને ઓનલાઇન ઍક્સેસ કરી શકીએ તો આ લાઇનમાં ઉભા રહેવાનો અને ફુડ સિલેકટ કરવાનો સમય બચી શકે. ફુડ સિલેકટ કરવામાં ટાઇમ બગાડવા કરતાં ફુડ જમવામાં વધુ ટાઇમ યુઝ કરી શકાય તેવો વિચાર આવ્યો. તેમણે તેમની કેન્ટીનના મેનુને સ્કેન કરીને તેમના સાથી મિત્રો માટે ઓફિસના દરેક કોમ્પયુટર પર દેખી શકાય તેવી રીતે મુકી દીધો.

દિપેન્દરે બેઇન એન્ડ કંપનીના તેમના સાથીઓને કેન્ટીનમાં લાઇનોમાં ઉભા રહેલા જોયા બાદ ઑનલાઇન રેસ્ટોરન્ટ ઇન્ફોર્મેશન સર્વિસનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યુ કે રેસ્ટોરંટનું મેનુ કાર્ડ, ફુડ ડીશના ફોટોગ્રાફ, ફુડ વિશેની ઇન્ફર્મેશન, રેસ્ટોરંટ વિશેની ઇન્ફરમેશન, કોન્ટેકટ નંબર, એડ્રેસ, રેસ્ટોરંટ નું ડાયરેકશન, રેસ્ટોરંટ ના રીવ્યુ અને રેટીંગ જો કસ્ટમરને ઓનલાઇન ઘરબેઠા જાણવા મળી જાય તો તે ઘરેથી નિકળતા પહેલા કયાં જવું તે સરળતાથી ફાઇનલ કરી શકે.

કોઇ એક વ્યકતિએ જે તે રેસ્ટોરંટની લીધેલી વિઝીટ, તેમણે કરેલું ફુડનું રીવ્યુ, રેસ્ટોરંટનું રેટીંગ, તેમણે આપેલી ઇન્ફોર્મેશન બીજાઓ માટે ઑનલાઇન રેસ્ટોરન્ટ ઇન્ફોર્મેશન સર્વિસની મદદથી ઉપયોગ બની રહેશે તેવો તેમને વિચાર આવ્યો. તેમના આ વિચારને અમલમાં લાવવા તેમણે ખુબ મહેનત કરી.

26 જાન્યુઆરી 2008 ના રોજ દીપિન્દર ગોયલે ઑનલાઇન રેસ્ટોરન્ટ ઇન્ફોર્મેશન સર્વિસ Foodiebay નામથી શરૂ કરી. આ દિવસે તેમનો જન્મદિવસ હતો. તેમનો આઇડીયા સારો હતો પણ તેને અમલમાં લાવવો તેમના માટે અઘરો હતો. તેમને શરુઆતમાં તેમના આ કોન્સેપ્ટને એપ્લાય કરવામાં ઘણી તકલીફ પડી. શરુઆતના દિવસોમાં તેઓ તેમની પત્ની સાથે અલગ અલગ રેસ્ટોરંટમાં જઇ મેનુ ઘરે લઇ આવતાં અને તેને સ્કેન કરી કોમ્પયુટરમાં ડેટા ભેગો કરતાં. તે ડેટાને વેબસાઈટ પર અપલોડ કરતાં અને લોકો જોઇ શકે તે માટે ઘણી મહેનત કરતાં.

શરુઆતમાં તેમની વેબસાઇટ Foodiebay પર રોજના માત્ર 2 કે 3 યુઝર્સ આવતાં. દીપિન્દર એક દિવસ લંચ ટાઇમમાં પંકજ સાથે હતાં અને દિપિન્દર તેમની વેબસાઇટ પરનો ટ્રાફિક ચેક કરતાં હતાં. તે પંકજે જોયુ અને પંકજે તેના વિશે પુછપરછ કરી. તે બંને વચ્ચે વેબસાઇટ વિશે વાત થઇ અને દિપિન્દરે પંકજને ઓછા ટ્રાફિકની વાત કરી અને કહ્યુ આટલી બધી મહેનત કરવા છતાં બહુ ઓછા લોકો વેબસાઈટ પર આવી ઇન્ફરમેશન યુઝ કરે છે. દિપિન્દરની આ વાત સાંભળી પંકજે વેબસાઇટ પર કંઇક સેટીંગમાં ફેરફાર કરતાં ટ્રાફિક ડબલ થઇ ગયો. તે પછી તે બંને વચ્ચે દોસ્તી વધી અને વેબસાઇટની વધુ ને વધુ ચર્ચાઓ શરુ થઇ. તે પછી વેબસાઇટ પર રોજ ટ્રાફિક વધતો જતો હતો અને દિપિન્દરની મહેનત કામે લાગી હોય તેવું લાગતું હતું.

દિપિન્દરે એક દિવસ પંકજ ને તેમની સાથે આ Foodiebay વેબસાઇટ ના પ્રોજેક્ટમાં જોડાવા કહ્યુ અને 10 જુલાઇ 2008 ના રોજ પંકજ ચડ્ડા પણ દિપિન્દરની સાથે Foodiebay માં જોડાઇ ગયા. તેમને તેમની આ ઓનલાઇન સર્વિસ માટે સારા કર્મચારીઓ, એક્ષપર્ટની જરુર હતી અને તે બધા સરળતાથી મલે તેમ ન હતાં. તેઓએ ઘણી મહેનત કરી તેમની ટીમ બનાવી. તેમણે સારામાં સારા એક્ષપર્ટની ટીમને તેમની સાથે જોડી છે. બંનેએ તેમના આ આઇડીયા પર કામ કરવા તેમની બેઇન એન્ડ કંપનીની સારા એવી સેલરીની જોબ છોડી દીધી.

તેેઓને તેમની Foodiebay ઑનલાઇન રેસ્ટોરન્ટ ઇન્ફોર્મેશન સર્વિસ માટે ડેટા ભેગો કરવામાં અને તેને સેફલી સેવ કરવામાં ઘણી મહેનત પડી. શરુઆતમાં તેમણે જે સીટીમાં સર્વિસ શરુ કરવા માંગતા હતા તે શહેરની દરેક ગલી અને રોડ પરની બધી રેસ્ટોરંટ નો ડેટા મેળવી અપડેટ કર્યો. યુઝર્સને વધુને વધુ રેસ્ટોરંટ ની ઇન્ફરમેશન મળી રહે તે માટે વધુને વધુ ડેટા એકત્ર કરતા હતાં.

તેમણે તેમની બ્રાંડને ભવિષ્યમાં મજબુત બ્રાંડ બનાવવા માટે બહુ લાંબુ વિચાર્યુ. દિપિન્દર અને પંકજ એક દિવસ કોઇ કેફેમાં ગયા અને ત્યાં તે બંનેને વેબસાઇટનું નામ બદલવાનો વિચાર આવ્યો અને ત્યાં તેમણે નામ બદલવાની જાહેરાત કરી. તેઓ Foodiebay નામમાં આગળ જઇને ebay નામ સાથે કોઇ કન્ફયુઝન ના થાય તે માટે થઇને પણ વિચારતાં હતાં. તેઓ આગળ જઇને "Ebay" સાથે બ્રાંડના નામને લઇને કોઈ પણ ડીસ્પ્યુટ ટાળવા માટે થઇને પણ Foodiebay નામ બદલવા માંગતા હતાં.

દિપિન્દર અને પંકજે 2010 ના અંતમાં Foodiebay વેબસાઇટનું નામ બદલીને Zomato રાખવાનું નક્કી કર્યું. તેઓએ તેમની બ્રાંડનું નામ શોર્ટ અને લોકોને યાદ રહે તેવું અને ફુડના નામને ભળતું નામ રાખવાનો વિચાર્યું. તેઓને ઝોમાટો નામ રાખવાનો વિચાર ટોમાટો નામના નાટક પરથી આવ્યો.

વર્ષ 2011 સુધીમાં ઝોમાટોએ તેમની સર્વિસ બેંગલુરુ, પૂણે, ચેન્નાઇ, હૈદરાબાદ અને અમદાવાદમાં લોન્ચ કરી હતી. તેમણે સ્માર્ટફોન એપ્લીકેશન લોંચ કરી હતી. સપ્ટેમ્બર 2012 માં તેેમણે ઝોમાટોને વર્લ્ડના બીજા દેશો સુધી પહોંચાડવા માટેનું વિચાર્યું અને આયોજન કર્યું. તેઓએ અરબ અમીરાત, શ્રીલંકા, કતાર, યુનાઇટેડ કિંગડમ, ફિલિપાઇન્સ અને દક્ષિણ આફ્રિકામાં તેમની સર્વિસનું વિસ્તરણ કર્યું. વર્ષ 2013 માં કંપનીએ તેમની સર્વિસ નું વિસ્તરણ ન્યુઝીલેન્ડ, તુર્કી, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયામાં વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન્સ બનાવીને કર્યું. આ દેશોમાં તેમણે જે તે દેશોના યુઝર્સ માટે તેમની ભાષા ટર્કિશ, બ્રાઝિલ અને અંગ્રેજીમાં એપ એકસેસ કરવાની સગવડ ઉપલબ્ધ કરાવી. એપ્રિલ 2014 માં તેમની સર્વિસ પોર્ટુગલમાં શરુ થઇ. તેમની સર્વિસ હાલમાં ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત 23 દેશોમાં કાર્યરત છે. આમ ઝોમાટોએ વિશ્વના ઘણા બધા દેશોને તેમની સર્વિસ પુરી પાડી છે અને હજુ અન્ય દેશોમાં સર્વિસ શરુ કરી ગ્લોબલ માર્કેટમાં છવાઇ જવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વર્લ્ડની સારામાં સારી નાની અને મોટી હોટલ અને રેસ્ટોરંટની ઇન્ફરમેશન તેમના યુઝર્સ સુધી પહોંચાડવા મહેનત કરી રહ્યા છે. ઝોમાટોની ટીમ સતત નવી નવી રેસ્ટોરંટને તેમની સાથે જોડવા તેમના સંપર્કમાં રહે છે.

દર મહિને વર્લ્ડના 4 મિલીયનથી પણ વધુ યુઝર્સ ઝોમાટોના પ્લેટફોર્મ પર આવે છે અને ડાઇનિંગ આઉટ, ઓનલાઇન ડિલિવરીની સર્વિસ યુઝ કરે છે. ઝોમાટો પરથી અડધી રાતે પણ યુઝર્સ ઓનલાઇન ફુડ ઓર્ડર કરી ડીલીવરી મેળવી સંતોષ મેળવે છે.

કંપનીએ મે 2012 માં સિટીબેંક સાથે મળીને "સિટીબેંક ઝોમાટો રેસ્ટોરન્ટ ગાઇડ" નામની વેબસાઈટનું પ્રિન્ટ વર્ઝન પણ લોન્ચ કર્યુ હતું પરંતુ તે થોડા સમય પછી બંધ કરવામાં આવ્યું હતું.

તેમના આ આઇડીયાથી રેસ્ટોરંટ અને ફુડ કસ્ટમર વચ્ચે એક જરુરીયાતનો સેતુ રચાયો છે. રેસ્ટોરંટને નવા નવા કસ્ટમર મળી રહે છે અને તેનો બિઝનેસ વધે છે. જયારે કસ્ટમરને વધુ ને વધુ રેસ્ટોરંટ વિશે ઓનલાઇન જાણવાનો અને ગમે ત્યારે ઓનલાઇન ફુડ ઓર્ડર કરી ડીલીવરી કરવાનો આનંદ મળે છે. ઝોમાટો પોતાની તરફથી કસ્ટમરને ઘણી બધી ઓફર અને પ્રોમો કોડ ઓફર કરી ઝોમાટો પરથી ઓર્ડર કરવા ઉત્સાહિત કરે છે. કસ્ટમર્સ પણ નવી નવી ઓફરનો લાભ લેવા માટે થઇને ઝોમાટોની વધુને વધુ સર્વિસ યુઝ કરે છે.

10 જુલાઇ 2018 એ તેમની કંપનીએ 10 વર્ષ પુરા કર્યા. આ 10 વર્ષમાં વાનકુવરથી ઓકલેન્ડ સુધી ના 24 દેશોના 10,000 શહેરોમાં લાખો યુઝર્સ ક્યાં અને શું ખાવાનું છે તે નક્કી કરવા માટે દરરોજ Zomato ના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

Zomato કંપનીએ રેવન્યુ ઉભી કરવા બહુ મહેનત કરી છે. તેઓએ અલગ અલગ પ્લાન અને સર્વિસ થકી રેવન્યુ વધે તેવા પ્રયાસો કર્યા છે. નાણાકીય વર્ષ 2018 માં ઝોમાટો એ 74 મિલીયન ડોલરની રેવન્યુ ઉભી કરી છે. ગયા વર્ષ કરતાં તેમણે રેવન્યુમાં 45% ની વૃદ્ધિ કરી છે. દીપિન્દર ગોયલ અને ઝોમાટોની ટીમે વધુ રેવન્યુ જનરેટ કરવા ઝોમાટો ગોલ્ડ અને ઝોમાટો ટ્રીટ જેવા બે સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામ્સ રેગ્યુલર કસ્ટમર માટે મુકયા છે. આ બે સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામ્સથી કંપનીને માર્ચ 31, 2018 સુધી 280k + સક્રિય વપરાશકર્તા સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. ઝોમાટો ના ઝોમાટો ગોલ્ડ અને ઝોમાટો ટ્રીટ પ્લાનથી તેમના યુઝર્સ અને તેમની સાથે જોડાયેલ રેસ્ટોરંટ ઓનર્સને પણ ઘણો ફાયદો છે. આ પ્લાનથી તેમની રેવન્યુ અને પ્રોફિટમાં પણ વધારો થયો છે.

વર્ષ 2016-17 ના નાણાકીય વર્ષ માટે ઝોમાટોએ તેના નુકસાન 34% ટકા ઘટાડીને 389 કરોડનો કર્યો હતો, જે અગાઉના વર્ષ 2015-16માં 590.1 કરોડનો હતો. સપ્ટેમ્બર 2017 માં ઝોમાટો કંપનીએ એવો જાહેર કર્યુ હતું કે કંપની હાલમાં 24 દેશોમાં નફાકારક બની છે. અગાઉના વર્ષોમાં કંપની નુકશાનમાં ચાલી રહી હતી.

ઝોમાટો હોટલ અને રેસ્ટોરંટ ની એડવર્ટાઇઝ કરીને પણ રેવન્યુ જનરેટ કરી રહી છે. કંપનીને લગભગ 15000 હોટલ અને રેસ્ટોરંટની એડવર્ટાઇઝ મળી છે. રેવન્યુ જનરેટ કરવા કંપની માટે આ બેસ્ટ ઓપ્શન છે.

દિપીન્દર અને તેમની ટીમે ઝોમાટોમાં પાટનર મેળવવા બહુ મહેનત કરી છે અને વર્લ્ડના ઘણા ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર પણ કર્યા છે. 2017 સુધી ઝોમાટો કંપની નુકશાનમાં હતી પણ તેની રેવન્યુ સતત વધવાને કારણે ઘણા ઇન્વેસ્ટરને આ કંપનીમાં ઇનવેસ્ટ કરવામાં રસ પડયો છે. આવનાર વર્ષોમાં ઝોમાટો પ્રોફિટેબલ કંપની બનશે તેવી ધારણાઓ વચ્ચે વર્ષ 2010 થી 13 ની વચ્ચે તેમણે Zomato માંથી 57.9 ટકા હિસ્સો "ઇન્ફો એજ ઇન્ડિયા" ને આપી આશરે 16.7 મિલિયન ડોલર ઊભા કર્યા હતા. નવેમ્બર 2013 માં, તે સેક્વોઆ કેપિટલ અને ઇન્ફો એજથી વધારાની યુએસ $ 37 મિલિયન ઊભા કર્યા હતાં. એપ્રિલ 2015 માં ઝેમાટો માટે ઈન્ફો એજ, વી કેપિટલ અને સેક્વોઇઆ કેપિટલની આગેવાની હેઠળ 50 મિલિયન ડોલર નું ફંડીગ મેળવ્યું. સપ્ટેમ્બર 2015 માં કંપનીએ ટેમાસેકની આગેવાની હેઠળ અન્ય 60 કરોડ ડોલર ઊભા કર્યા.

ઝોમાટો કંપનીના ફાઉન્ડરો એ નાની મોટી કેટલીક કંપની ખરીદવા તૈયારીઓ કરી હતી. તેઓએ તેમની કંપનીને અનુરુપ અને જરુરી હોય તેવી કંપનીઓ ખરીદવા કેટલીક કંપનીઓ સાથે વાટાઘાટો કરી હતી. જુલાઈ 2014 માં તેમણે Menu-mania કંપની ખરીદી. ઝોમાટો એ અંદાજિત $ 60 મિલિયન માં સિએટલ સ્થિત Urbanspoon હસ્તગત કરી હતી. તે પછી કંપનીએ Mekanist નું હસ્તાંતરણ કર્યું. એપ્રિલ 2015 માં ઝોમાટોએ દિલ્હીની સ્ટાર્ટઅપ કંપની મેપલગ્રાફને હસ્તગત કરી. તે પછી કંપનીએ યુએસ સ્થિત ટેબલ રીઝર્વેશન અને રેસ્ટોરાં મેનેજમેન્ટ પ્લેટફોર્મ નેક્સટેબલ પણ હસ્તગત કરી હતી.

4 જૂન 2015 ના રોજ ઝોમાટોની વેબસાઇ હૅક થઇ હતી, જેમાં 62.5 મિલિયન વપરાશકર્તાઓની માહિતી લીક થઈ હતી. હેક થયાના 48 કલાકમાં આ ઇશ્યુને સોલ્વ કરી લીધો હતો. 18 મે 2017 ના રોજ ઝોમાટોનો ડેટા ફરીથી હેક થયો હતો અને 17 મિલિયન જેટલા એકાઉન્ટ્સનો ડેટા લીક થયો હતો.

31 મી માર્ચ 2018 માં પંકજે ઝોમાટોની સક્રિય ભૂમિકામાંથી નિવ્રુત્તિ લઇ લીધી પણ તેઓ ઝામોટોનો એક અગત્યનો ભાગ બની રહીને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સેવા આપતા રહેશે.

ઝોમાટો કંપનીમાં 24 દેશોમાં 2000 થી વધુ એમ્પ્લોયીની ટીમ છે, જે સતત કસ્ટમરને સારી સર્વિસ માટે કામ કરી રહ્યા છે. ઝોમાટોની ટીમમાં દીપિન્દર ગોયલ, ગૌરવ ગુપ્તા, આક્રુતિ ચોપરા, ગુંજન પાટીદાર, મ્રુગુલ રિબેરીઓ, રોહિન થાંપી, સ્ટીવન મુરે, બેચરા હડદાદ, પ્રમોદ રાવ, ઓયટુન કેલેપૉવર, નૈના શાહની, પ્રમોદ દીક્ષીત, દામીની સ્વાહીની, તોશીત ભરારા, અક્ષત ગોયલ, રાહુલ ગંજુ ની એક્ષપર્ટ ટીમ છે.

દિપિન્દરને જયારે સલાહ લેવાની જરૂર પડે ત્યારે તેઓ તેમની પત્ની કંચન જોશીની સલાહ લેવાનું પસંદ કરે છે. તેમના પત્ની દિલ્હીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી માં પીએચડી કરી છે અને દિલ્હી યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર છે. તેમની પત્ની કંચને કૉર્પોરેટ સેટ-અપમાં ક્યારેય કામ કર્યું નથી પણ તેમના પ્રોબ્લમમાં યોગ્ય સલાહ તેમને મળી રહે છે.

પંકજના ગયા પછી દિપિન્દર અને તેમની ટીમ ઝોમાટો ને વધુને વધુ યુઝર્સ સર્વિસ આપવા મહેનત કરી રહ્યા છે. હમણાં સુધી ઝોમાટો સ્ટાટઅપ કંપની હતી પણ હવે ભારતની ગલીએ ગલીએ સર્વિસ પુરી પાડી ઝોમાટો ફેમસ થઇ ગઇ છે. દરેક શહેરમાં ઝોમાટોની ડેટા કલેક્શન ટીમ દરરોજ દરેક શહેરોની શેરીઓમાં ફરે છે અને ડેટા એકત્રિત કરે છે. રોડ પર લાલ ટીશર્ટમાં ઝોમાટોના ડીલીવરી બોય નજરે પડતા લોકો ઝોમાટો કંપનીને અને તેની સર્વિસને ઓળખતા થઇ ગયા છે અને આ જ કારણે રોજેરોજ નવા નવા કસ્ટમર અને રેસ્ટોરંટ ઝોમાટો સાથે જોડાઇ રહ્યા છે. ઝોમાટોની એડ માઉથ ટુ માઉથ થવા લાગી છે. હજુ બહુ ઓછી કંમ્પલેઇન ઝોમાટોની સર્વિસને લગતી જાણવામાં આવી છે. ઝોમાટોની રનર્સ ટીમ કે જે ફુડ ડીલીવરી કરે છે તેમની ઝડપી અને યોગ્ય ડીલીવરી જ કંપનીનું નામ વધારી રહી છે.

દિપીન્દર ગોયલના કેટલાંક સુવિચારો પણ દરેકે સમજવા જેવા છે , "એક સમયે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો, ક્યારેય સામૂહિક ધ્યેયની દૃષ્ટિ ગુમાવશો નહીં અને તેને તમારો શ્રેષ્ઠ શોટ આપો." "કોઈપણ બિઝનેસ વિચાર માટેનો મુખ્ય નિયમ એ છે કે તમારે વર્લ્ડ કલાસ ઉત્પાદન બનાવવા જોઈએ." "એક સારો વ્યાપાર વિચાર સારો છે, પરંતુ તમે તે વિચાર સાથે શું કરી શકો છો ખરેખર અર્થ માન્ય રાખે છે."

ભારતમાં ઝોમાટો ની મજબુત હરીફાઈ ઉબર ઇટ્સ અને સ્વિગ્ગી સાથે થઇ રહી છે, પણ ભારતીયો હંમેશા ઓનલાઇન ફુડ ઓર્ડર એપ્લીકેશન અને એપ ભારતમાં સૌ પહેલા લોંચ કરવા બદલ યાદ રાખશે.

***