તારા જવાબની જોવાતી રાહ Harshika Suthar Harshi True Living દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા જવાબની જોવાતી રાહ

તારા જવાબની જોવાતી રાહ

પ્રિય બહેન,

મારા થી નાની હોવા છતાં તારી ઉંચાઈ નો ફાયદો ઉઠાવી ગઈ કદી ન ઉતારી શકું વું ઋણ મારા માથે ચડાવતી ગઈ, તું નથી મારી પાસે પણ તારી સાથે વિતાવેલી ક્ષણો મારી આંખ ના નેત્રપટલ પર સંતાકુકડી રમ્યા કરે છે,ક્યારેય ભૂલી નહિ શકું હું તે કાળમુખો દિવસ દિવાળી વખત ની અગિયારસનો, એ પોસ્ટર તો મેં જ બનાવ્યું હતું એ મારે જ ચોટાડવાનું હતું, ન તું ગઈ હોત ન આ વાયર ના વીજ તણા ચમકારા તારા પર ત્રાટકત ને તું મારાથી દૂર થાત, તને યાદ છે? આપડે સાથે બેસીને જોતા એ ક્રિકેટ આઇપિએલ અને વલ્ડ કપની મેચો,આજેય મારો ફેવરીટ ખિલાડી જીરોમાં જ આઉટ થાય છે પણ મને ચીડવતી તું કઈ બોલાતી જ નથી, સ્પર્શતા તારા ચિત્ર ને કઇક વિચિત્ર લાગતું હમણા જાણે તું બોલશે, સાંભળ કહું છું જાતું, મને એકલી મૂકી ને તું કયા સંસાર માં ચાલી ગઈ છું,તું સુખમાં છે કે દુ:ખમાં એક ઈશારો તો કર, આજે પણ પહેલા ની જેમ જ સીરીઅલો ના ભાગ જોવાના રહી જાય છે જે તું કહી ને સંભળાવતી હતી એ સીરીઅલો તો હજુય ચાલે છે પણ જોવામાં મન નથી લાગતું એક વરસ પણ વીતી ગયું પણ એક દિવસ પણ એવો નથી ગયો કે મેં તને યાદ ન કરી હોય, એ હકીકત એ અનુભવ એતો હું અને મારી કલમ જ જાણે છે,મને ખબર નથીં કે હું એ સદમો કેવી રીતે સહન કરી ગઈ એક તું જ હતી જે મારી કવિતા, વારતા ઓ સંlભળાતી હતી,અત્યારે પણ ઘણl સંભાળે છે પણ તારી જેમ કોઈ ભૂલો નથી સુધારતું, સાથે રમતા, ભણતાં, વાંચતા, લખતા શિયાળા માં તાપણું કરી મોડે સુધી જાગતા, તું તારા સ્કુલ ની વાતો કહેતી ને હું મારા કોલેજની વાતો કરતી, યાદ છે? તને એકવાર મેં ટીવી નું રીમોટ સંતાડી દીધેલું અને તે મારી ડાયરી સંતાડેલી, આજે આ ડાયરી માં બસ તારાજ સંસ્મરણો ચીતરવાનું મન થાય છે આજેય જાવ છું પાવાગઢ ના ડુંગરે ફરવા જે પથ્થર પર અપડે આપડા નામ ચીતર્યા હતા તે પત્થરો ય એમાનુ મૌન નથી તોડતા પાવાગઢથી સવથી પહેલા નીચે ઉતરવા ની રેસ માં હંમેશા તું જીતી જતી, અત્યારે હું જીતી ને ય હારી જાવ છું, રાત્રી પડે અંધકાર માં તારા અજવાળા મારી આંખોને અંજાઈ દે છે અને ત્યારે, મારા હૃદય નો દર્દ ભર્યો દરિયો આંસુ બની ને ઉભરાઈ જાય છે, જગત માં કોઈ આવું કામ નથી જે મેં તારા વગર કર્યું હોય, જગત માં કઈ આવી વાત છે જે માં તને ન કરી હોય, મારી આંખો સામે જ તારી અંતિમવીધિઓ, બેસણું વગેરે પત્યાં છે પણ છતાય મન માનવા તૈયાર નથી કે તું હવે આ દુનિયા માં નથી જયારે તું સાથે હતી ત્યારે તારા સાથ થી તારા હાથ થી દિલ ને દિલાસો મળતો હતો હવે ક્યાં જવું અંધકાર માં કોઈ રસ્તો જડતો નથી, કેમ? એટલું જ ભાગ્ય લઈને આવી હતી તું, મને કઈ વધુ જીવવું હતું તારી સાથે પણ કઈ ન મળ્યું બસ પુષ્પો જ મળ્યા તારી ઉપર નાખવા માટે, ખબર છે મને મારા આ પત્ર નો જવાબ મને ક્યારેય નથી મળવાનો છતાં જોવાતી રાહ રહેશે વહાલી, તારા માટે મારા હૃદય થી નીકડેલી આ કવિતા તારા ગયા ના બીજા જ દિવસે સૂજેલી આ તને કવ છું

મૂકી ને મને એકલી .....મુકીને મને એકલી, ગઈ દુ:ખમાં કે ગઈ સુખમાં?કયા સંસારમાં એક તો ઈશારો કર .......રાત્રી પડે અંધકાર માં તારા અજવાળા અંજાઈ દે,દર્દ માં દિલ નો એ દરિયો અશ્રુ બની ઉભરાય દે, જગત માં કયું એવું કામ છે તારા વગર જે હું કરૂ,જગત માં કઈ એવી વાત છે કહ્યા વગર જે હું રહું, આંખો સમક્ષે તું જલી પણ મન નથી તે માનતુ,રડે છે તારી યાદ માં બીજું કઈ નથી તે જાણતું, તારા સાથથી તારા હાથથી દિલ ને દિલાસો મળતો હતો,હવે ક્યાં જવું અંધકાર માં કોઈ રસ્તો જડતો નથી,સ્પર્શતા તારા ચિત્ર ને કઈક વિચિત્ર લાગતું, હમણા જાણે તું બોલશે સાંભળ કહું છું જાગ તું,ભાગ્ય લઈને આટલું આવી હતી શું ગોતવા, ન મળ્યું બીજું કઈ મને પુષ્પો મળ્યા બસ નાંખવા, યમ બનીને ત્રાટક્યા વીજ તણા ચમકારા કઈ, હાથ તારો પકડી ને તારી વેદના હું જાણી ગઈ,કઈ કરું તે પહેલા તું તરીયા માં સમાઈ ગઈ,

હું તેની પાસે જ હોવા છતાં તેને બચાવવા માટે કઈ ના કરી શકી તે વાત નો અફસોસ મને હંમેશા રહેશે, મારા જીવનની અવિસ્મરણીય સત્ય ઘટના છે,અને

પ્રકૃતિ નો નિયમ છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે,પરંતુ જયારે આપણી સાથે આવું કઈ બને ત્યારે આપણે બેબાકળા બની જઈએ છીએ અને ઘણી વાર એમ પણ થાય કે કેમ ભગવાને મારી સાથે આવુ કર્યું દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ નથી પણ અમુક સમયે નીરુતર રહેવું વધુ યોગ્ય હોય છે,બીજું તો સમય દરેક વ્યક્તિ ને મુર્ખ કે મહાન બનાવી દે છે, જીવન મરણ તો સંસારનો નિયમ છે, આપણે એ જ સંસારમાં રહીએ છીએ, આથી આવા અકસ્માતે કે અચાનક આપણા થી દુર થયેલા વ્યક્તિને ભૂલી તો ના જ શકાય પણ તેની સાથે વિતાવેલી સારી યાદો, ખુશી ના દિવસો ને વીણી ને મગજ ની એક ખૂણે સાચવી રાખવા જોઈએ, આજે પણ મારી પ્રિય બહેન મને રક્ષાબંધન ના દિવસે બહુ સાંભળે છે, અમે ત્રણ બહેનો રક્ષાબંધનના દિવસે વહેલા ઉઠતા નવા કપડા પહેરતા અને મારા બે નાના ભાઈઓને રાખડી બાંધતા પછી મનગમતું જમવાનું બનાવતા, સાથે બેસીને જમતા, એતો ખરું જ પણ અમે પાંચ ભાઈ બહેનો નું ટોળું ખુબજ મોજ મસ્તી કરતા, જયારે અત્યારે મોટી બહેનના લગ્ન થઇ ગયા છે મારાથી નાની બહેન તો મારાથી ઘણે દુર ચાલી ગઇ, જેને મળવું સપનાં સિવાય ક્યાય શક્ય નથી,બંને ભાઈ ભણવા માં મસ્ત છે, કેહેવા માટે તો ઘણા મારા છે પણ કોઈ નથી પણ છતાં મને મારી જીંદગી સાથે કોઈ ફરિયાદ નથી.અમારા પાંચના અવાજ થી ગુંજતા ઘર માં હવે ક્યારેક જ ખલેલ પહોંચે છે,હવે તો જયારે ટીવી જોતી હોવ ત્યારે જો કોઈ સેડસોંગ વાગતું હોય તો લાગે જાણે મારા માટે જ બનાવાયું છે, હું એમ નથી કહેતી કે હુ દુઃખી છું, પણ જીવન માં આવતા આવા ઉતાર ચડાવ થી અસંતુષ્ટ છું, અને દુઃખ એ વાત નું છે કે હું તેને બચાવી ના શકી, તેણે મને જીવનદાન કર્યું

આ મારાં જીવનની સત્ય ઘટના છે જે હું એક પત્ર ના રૂપે મારી બહેન ને સમર્પિત કરુ છું હું મારા લેખો અને વાર્તાઓ માતૃભારતી સાથે વહેચવાનું પસંદ કરું છું, તેમજ માતૃભારતી ના ઘણા લેખકોને વાંચું પણ છું,