મનની ભાવના વિચારોની જયંતી-ભાગ૪
……………………..પરી તેની સખીનો દેહ હાથમાં લઇ કૃદન્ત કરવા લાગી ધીરે ધીરે અંધારું થવા લાગ્યું,ધીરે ધીરે સમય વીતતો ગયો અર્ધ્રાત્રી થઈ પરીએ જોયું કે તેની સખીનું રુદય હજી ધબકે છે તે સહેજ શાંત થઇ આંસું લૂછ્યા,આજુબાજુ જોયું સર્વત્ર અંધકાર છવાઈ રહ્યો હતો તેણે તે દેહ જેમતેમ હાથ માં જકડ્યો અને ઉભી થઇ અને ચાલવા લાગી,જેમ આગળ ગઇ તેમ વધુ ને વધુ સન્નાટો છવાતો ગયો હવે તો તેના ચાલવાથી જમીન પર કચડતા પાંદડા નો અવાજ ય તેને ડરાવા લાગ્યો,અને તેવામાં પડછાયા રૂપી ભૂતો ના ટોળાએ તેને ઘેરી લીધી…………………
ક્રમશઃ
અને હાથમાંથી તે સખીનો દેહ જમીનપર પટકાઈ ગયો અને પરીએ એના હાથે પોતાનું મોં ડાબી આંખો મીચી દીધી, અને તેના રુદય માંથી બસ એકજ પ્રાથના નીકળી કે કોઈ રીતે હું આ ભૂતો થી બચી જાવ અને તેના રુદય માંથી નીકળેલી આ પ્રાથના ફળી,અચાનક ઘોર અંધકારે ઉજાશ છવાઈ ગયો અને તેની સામે રહેલા વૃક્ષ માંથી એક દેવી પ્રગટ થઇ અને પરીએ આંખો ખોલી ઉંચી નજર કરી તે દેવીએ પરીને ભૂતોના ટોળાથી બચાવી અને કહ્યું “હું માયાદેવી છેલ્લા કેટલાય વર્ષાથી આ વૃક્ષ માં એક શ્રાપ ના ભોગે કેદ હતી,બસ એક બલીના અભાવે તે મને આ બલી ચડાવીને મુક્તિ અપાવી છે બોલ હું તારી શી મદદ કરું” આ સાંભળી પરીના દિલ માં ત્રાડ પડી તેને નીચે નજર કરી. તેની સખી ના નીચે પડી ગયેલા શરીરને જોયું તો તેના આશ્ચર્યનો પાર ના રહ્યો, જયારે તે ભૂતોના ટોળાએ પરીને ઘેરી લીધી હતી ત્યારે તેના હાથમાંથી છુટી ગયેલ સખીનો દેહ જમીન પર પટકાયો ત્યારે તેનું મસ્તક એક સહેજ મોટા પત્થર પર પટકાયું અને તેની બલી આ માયાદેવીને ચડી ગઈ. પરી તેના મસ્તક નીચે હાથ લગાવ્યો ત્યારે તેના હાથ રક્તથી લથપથ થઇ ગયા
પરીએ માયાદેવી સામે તેને જીવિત કરવા માંગણી કરી,પરંતુ તેના સિવાય બધી ઈચ્છા પૂરી કરવા દેવીએ જણાવ્યું.તેટલામાં સવાર થાવામાંહતું સૂર્ય ના ઝીણાં કિરણો રસ્તો શોધી પ્રસરવા લાગ્યા આથી માયાદેવીએ કહ્યું, ” મારે જવું પડશે પણ હા, તારી વિકટ પરિસ્થિતિમાં મને યાદ કરજે હું તરત જ અંધકાર ઓઢીને આવી જઈશ.”આમ કહી દેવી અદ્રશ્ય થઇ ગઇ પરી પરતો મુશીબતો નો પહાડ તૂટી પડ્યો. આ સમયે પીછાસ્ત્રની શક્તિ પણ વ્યર્થ હતી.હવે પરીને શું કરવું ના કરવું કઈ સમજાતું ના હતું.
માયાદેવી ના અદ્રશ્ય થઇ ગયા બાદ હવે પરીને શું કરવું તે સમજાતું ન હતું તેણી તેની સખીના શરીર પાસે બેસીને વિલાપ કરવા લાગી પરંતુ હવે તેમ કરવાથી કઈ સવરે તેમ ન હતું. ઘણો સમય વીતી ગયો
આ તરફ રાજા મનોરથ,પેલો આત્મા અને રાજાના શિપાહિયો તે જંગલ તરફ આવ્યા, અહીં વિરપરી તેની સખી ના શરીરને હાથમાં પકડી વિલાપ કરી રહી હતી.અચાનક તેના કાને કોઈ ભય જનક અવાજ ની આહટે દસ્તક આપી, તેણે પાછું વળીને જોયું તો એક, ભૂખથી તડપતો શિકાર ની ખોજ માં ભટકતો વાઘ ઊભો હતો, જેના દાંત અતિ તિક્ષ્ણ હતા તેના કાળા હોઠ પરથી સ્વાદિષ્ટ ભોજન ખાવાની તલપ હતી ત્યાંથી લાળ ટપકી રહી હતી , આથી વિરપરી ડરી ગઇ તેને શું કરવું તે સમજાતું ન હતું તે અનાયાશે તેની સખીના શરીર ને છોડીને ત્યાંથી વાઘ ના નજરમાં ન આવે તે રીતે છુપાઈ ગઇ . પરંતુ વાઘ તેની સખીના શરીર ને ભાળી ગયો. અને વિરપરી ની આંખો સામે તેણે તે શરીરને પોતાનો ખોરાક બનાવી લીધો. વિરપરી ને ખુબજ દુઃખ થયું પણ તે કઈ કરી શકી નહિ. તેટલામાં આ તરફ આવી રહેલા રાજા મનોરથની ની નજર તે વાઘ પર પડી તેમણે તરતજ તેમના સાથીઓને સાવધાન કર્યા અને કહ્યું તે પોતે આ વાઘનો શિકાર કરી ને પરત ફરે ત્યાં સુધી બધા ત્યાં જ ઉભા રહે, આમ કહી રાજા તીર કામઠું લઈને એક ઝાડની ઓથે છુપાયા ત્યાંથી તેમણે વાઘને પોતાનો નિશાનો બનાવ્યો. પરંતુ વાઘના સદભાગ્યે અને પરી ના દુર્ભાગ્યે તે તીર રસ્તો શોધી પોતાના લક્ષ્ય ને ચીરતું પરી ના ડાબા ખભા પર ચુભી ગયું અને વિરપરી ત્યાજ ઢળી પડી રાજાએ બીજી વાર નિશાન તાક્યું અને વાઘનો શિકાર કર્યો. પછી તેઓ વિરપરી જ્યાં પડી હતી ત્યાં આવ્યા તેમણે વિરપરીને હાથમાં પકડી, તેના ખભા માં ચૂંભાયેલું તીર કાઢ્યું ....
જેમને વિરપરીની સખી ની બલી ચઢી હતી તે માયાદેવી ઉત્ત્પન થયા , તેમણે જોયું કે વિરપરી જમીન પર ઢળેલી પડી છે અને રાજા મનોરથ ના હાથ માં તે રક્ત વાળું તીર, આથી માયાદેવી ને લાગ્યું કે રાજાએ પરીને જાણી જોઇને મારી હશે આથી માયાદેવીએ રાજાના પ્રાણ હરી લીધા અને પરીના એ ઘાનું નિરાકરણ કરી જીવન દાન આપ્યું પરી ભાન માં આવી તે પરિસ્થીતીયો થી અવગત થઇ તેણે માયાદેવી ને કહ્યું કે તે રાજા ને પણ જીવનદાન આપે પરંતુ માયાદેએ કહ્યું “ તે મને બલી ચઢાવી તેના બદલા માં મેં તારો એક વાર જીવ બચાવ્યો હવે મારી જવાબદારી પૂર્ણ થઇ હવે હું કઈ ના કરી શકું ,મેં કહ્યું હતું તે પ્રમાણે મેં તારી એકવાર મદદ કરી દીધી છે આમ કહી માયાદેવી અદ્રશ્ય થઇ ગયા.
હવે વિરપરી ખુબજ દુઃખ અનુભવી રહી હતી તેટલામાં રાજાનો સેનાપતિ અંતરાજ શિપાહીઓ અને તેની સાથે પેલો આત્મા ,રાજાને શોધતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાની હત્યા ના ગુનાહ માં પરી ને બંધી બનાવી લીધી અને પરીને જેલ માં બંધ કરી દીધી
સેનાપતિ અંતરાજ મનોમન ઘણો ખુશ થયો. તે કેટલાય સમય થી રાજા બનવાનાં સપના સેવી રહ્યો હતો હવે અંતરાજ નું સપનું સાકાર થવામાં હતું , તેનો એક નાનો ભાઈ પણ હતો તેનું નામ હતું રાર્નવ,તે અંતરાજ થી તદ્દન વિરુદ્ધ વિચાર નો હતો તે હમેશા રાજા મનોરથ નું ભલું ઈચ્છતો હતો અને આ જ કારણે તેનું અંતરાજ સાથે ન હતું બનતું.પરંતુ અંતરાજ નું નસીબ જોર માં હતું , મનોરથ રાજાના મૃત્યું બાદ તેને રાજા બનાવી દેવામાં આવ્યો.આથી તેણે વિરપરીને રાજાની હત્યા ના જુર્મ માં ઉંમર કેદ ની સજા સંભળાવી
અંતરાજનો અંત કે સમર્પણ
અંતરાજે વિરપરીને કાળ કોઠરીમાં બંધ કરી દીધી. અને રાજા મનોરથ ના દેહાંત બાદ તે પોતે રાજા બની ગયો હતો. હવે અંતરાજ ઘણો ખુશ હતો,અંતરાજના આવા ઈરાદા ની ખબર તેના રાર્નવ પહેલેથી જ હતી, તે તેને ઘણીવાર વાર સમજાવવા નો પ્રયત્ન કરતો પણ અંતરાજ હંમેશા તેનું ધાર્યું જ કરતો.
હવે રાજા અંતરાજના દરબારના એક નર્તકીનો પ્રવેશ થાય છે, તેણી ખુબજ રૂપવાન અને ચતુર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનારી સ્ત્રી હતી. તેણે રાજા ને પડકાર આપતા કહ્યું રાજા જો મને તમારા રાજ્યની કોઈ પણ સ્ત્રી નૃત્ય માં હરાવશે. તો આ ઘડો ભરેલું ધન, અને મને ક્યારેય કોઈએ હરાવી નથી તેની સાક્ષી પૂરતા મારા આ ઘૂંઘરું હું તમને આપીશ. અને જો હુ જીતી તો હું જે માંગું એ તમારે આપવું પડશે. અંતરાજ હાર માને તેમ ન હતો તેણે આ વિશે રાર્નવની સલાહ માની. રાર્નવે અંતરાજને કહ્યું ““આ નર્તકી ઘણા બધાં રાજ્યો માંથી જીતીને આવી છે, આથી આને હરાવવા માટે કોઈ સ્વર્ગ ની અપ્શરા તુલ્ય સ્ત્રી ની જરૂર પડશે કે જે નૃત્ય નો પ્રકાર કોઈએ ક્યારેય જોયો ન હોય તેમજ કઈક વિશેષતા હોય”
આ સાંભળી અંતરાજ ના મગજ માં એક જ સ્ત્રી મોખરે તરી આવી ,એ હતી વિરપરી, તે તરતજ તેની પાસે ગયો અને કહ્યું “ વિરપરી તું તો પરિસ્તાનથી આવી છું, ત્યાનું નૃત્ય તો નવીન જ હશે, તું આ નર્તકી સાથે નૃત્ય કર અને અમને વિજયી બનાવ જો તેમ થશે તો હું તને મુક્ત કરી દઈશ.” વિરપરી એ અંતરાજની વાત માની આમ પણ તેને અહિયાંથી મુક્તિનો બીજો કોઈ માર્ગ દેખાતો ન હતો.અને આમ પરી અને પેલી નર્તકી સાથેની સ્પર્ધાની શરૂઆત થઇ અને વિરપરી ના નૃત્યએ બધાંને ચકીત કરી દીધાં. અને અંતે તે નર્તકીએ હાર માની લીધી.નર્તકી એ તેના કહ્યા મુજબ તેના અતિ પ્રિય ઘૂંઘરું,અને ઘડો ભરેલ સોના ચાંદી ના ઘરેણાં રાજા અંતરાજને સોપી દીધાં.
હવે વિરપરી ને હતું કે અંતરાજ તેને મુક્ત કરી દેશે પરંતુ, અંતરાજે તેમ ના કર્યું, એ તેના વચનો થી ફરી ગયો, વિરપરીને નિરાશા મળી.અંતરાજે કહ્યું ‘આવું અદ્ભૂત નૃત્ય તો હું રોજ જોવાનું પસંદ કરીશ.હું તને મુક્ત તો કરું પણ તારે અહિયાં જ રહેવું પડશે’ વિરપરી આ વાત થી અશમર્થ થઇ આથી રાજા એ તેને ફરી જેલ માં બંધ કરી દીધી. હવે પરી ને કઈ માર્ગ દેખાતો ન હતો.
હવે પરી તેના ભાગ્ય ને આશરે હતી, તેવા માં રાજા અંતરાજ ના દરબારમાં એક ખુબજ જ્ઞાની એવા જ્યોતિષી નું આગમન થયું અત્યાર સુધી તેની કહેલી બધીજ ભવિષ્યવાણી સત્ય સાબિત થઇ હતી. આથી બધેજ આ જ્યોતિષી નું ખુબજ માન હતું અંતરાજે તેનું ભવિષ્ય જાણવા માટે તેમને આમંત્રિત કર્યા હતા. આ જ્યોતિષે અંતરાજ ના મસ્તક પરની રેખાઓ નું નિરીક્ષણ કરતા કહ્યું કે“રાજા અંતરાજ ,મને જણાવતા ખુબ જ દુઃખ થાય છે પરંતુ આપની મસ્તક અને હસ્ત રેખાઓ પરથી જણાય છે કે ખુબજ ટુંક સમયમાં આપનું મૃત્યુ થવાનું છે” આટલું સાંભળતા જ અંતરાજ ના પગ નીચે થી જમીન સરકી ગઇ,અને આખો દરબાર સ્તબ્ધ થઇ ગયો, પોતાનું ભવિષ્ય જાણવા ઉત્સુક અંતરાજે જ્યોતિષ ના હાથ માંથી તેના હાથ પાછા ખેચી લીધા અને તેના અંગ વસ્ત્રથી હાથ સાફ કરીને બોલ્યો “ હે આચાર્ય આ તમે શું કહી રહ્યા છો, આપણી કોઈ ભૂલ થતી લાગે છે મહેરબાની કરીને આપ ફરીથી હાથની રેખાઓનું નિરીક્ષણ કરો, મારો ઉત્ત્તમ સમય તો હવે શરૂ થયો છે .............