Aelyuminati books and stories free download online pdf in Gujarati

એલ્યૂમીનાટી

એલ્યૂમીનાટી

અનિકેત આજે પણ સિદ્ધાર્થ ને મળવા ગયો. પણ, સિદ્ધાર્થ એ આજે પણ એને જોયા વગર નીકળી ગયો. અનિકેત ને ખુબ દુઃખ થયું. છેલ્લા એક વર્ષ થી સિદ્ધાર્થ નો સ્વભાવ બદલાઈ ગયો હતો. ના કોઈ ને મળતો હતો, ના કંઈ બોલતો હતો, ના તો કંઈ કહેતો હતો. મંદિર માં પણ જવાનું એને બંધ કરી દીધું હતું. શુ થયું ?? કેમ થયું ? શુ છે એના મગજ માં ?? શુ ચાલી રહ્યું છે ?? કોઈ ને કંઈ ખબર પડતી નહોતી. એના માં બાપ પણ ચિંતિત હતા. પણ કોઈ કંઈક કરી શકે એમ નહોતું.

સિદ્ધાર્થ હવે ફક્ત દાનવો અને પિશાચો ને જ માનતો હતો. ધર્મ ભગવાન બધું બકવાસ છે. જો ભગવાન જેવું કંઈક હોત તો શુ આ દુનિયા માં આટલા દુઃખ હોત ???. આપણે સારા છે એ આપણી મુર્ખામી છે. હકીકત માં આપણે ખરાબ બની જઈએ તો જે વસ્તુ જોવે એ મળી શકે છે. આ દુનિયામાં ફક્ત બુરી શક્તિ નું જ અસ્તિત્વ છે. એને એવું લાગતું હતું. એ પોતાના જુના ફ્રેન્ડ છોડીને હવે નવા ફ્રેન્ડ બનાવી રહ્યો હતો જે ફક્ત એના વિષે જ દાનવો જ માનતા હોઈ.

એના માં બાપ એને એકવાર ડૉક્ટર પાસે લઇ ગયા. ત્યાંથી પણ એ જતો રહ્યો. આખો દિવસ કમ્પ્યુટર માં બેસી ને શુ કરતો રહેતો હતો ?? કોઈ ને કંઈ ખબર પડતી નહોતી. એક વાર અચાનક એને કહ્યું એને કંઈક જવું છે?? પણ એકલા ?? માં બાપ ઘણી ના પાડી છતાં પણ એ જીદ કરી ને જતો રહ્યો ક્યાં ?? કેમ ?? કંઈ જગ્યા પર ??? કંઈ જ ખબર નહોતી. આ બાજુ અનિકેત એના ઘરે આવ્યો એને ખબર પડી કે સિદ્ધાર્થ બહાર ગયો છે. આ જાણ થતા જ એને એના વિષે એના માં બાપ એના વર્તન વિષે પૂછ્યું ?? કંઈ જ ખબર ના પડતા અનિકેત એનું કમ્પ્યુટર પર ચેક કર્યું અનિકેત એક આઈટી એક્સપર્ટ હતો. થોડી વાર એને ખબર પડી ગઈ વાત શુ છે ? હકીકત માં સિદ્ધાર્થ એલ્યૂમીનાટી નો મેમ્બર બની ચુક્યો હતો.

શુ હતું આ એલ્યૂમીનાટી ?? શુ છે આ ?? કોઈ ક્રિમીનલ એકટીવીટી કે પછી કોઈ જાસૂસી સંસ્થા ??? કે પછી કોઈ બ્લુ વેલ જેવી ગેમ ?? અનિકેત આના વિષે શોધ કરવાનું ચાલુ કર્યું..એક મિત્ર તરીકે ની સાચી ફરજ બજાવાની સામે આવી ચુક્યો છે. એ જાણી ચુક્યો હતો. એલ્યૂમીનાટી હકીકત માં એક સિક્રેટ ( ગોપનીયતા ) વાલી સંસ્થા હતી જેને એ એડમ વિષપૂત એ ૧૭ મી સદી માં બનાવી હતી. જેનો ભગવાન હતો લુસીફર એટલે કે દાનવો નો રાજા, ભગવાન થી વિપરીત આ સંસ્થા દાનવો ની પૂજા કરતી હતી. એ માનતી હતી કે જો પોતાની આત્મા ને લુસિફર ને અર્પણ કરશુ તો આ દુનિયા માં આપણે જે જોવે તે મળી શકે છે ? આ સંસ્થા ને ૧૫ વર્ષ પછી ઓફિશ્યલી બંધ તો કરી દીધી પણ છતાં સેક્રેટલી આ સંસ્થા એ પોતાનું કામ ચાલુ રાખ્યું. ૨૦ મી સદી માં એની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી જે લોકો ને ભ્રમિત કરી રહી હતી. હાથ માં ત્રિકોણ ની સાઈન એ એનો સિમ્બોલ હતો. આ બધું જાણી ને અનિકેત ડરી ગયો. પોતાનો ફ્રેન્ડ આવા રસ્તા પર ચડી ગયો છે એ જાણી એને આઘાત લાગ્યો. પણ એને બીજો આઘાત લાગવાનો બાકી હતો. એને ખબર પડી કે સિદ્ધાર્થ હકીકત માં ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ માં ગયો હતો. જે હકીકત માં એલ્યૂમીનાટી નું હેડકોટર્સ હતું. એ ત્યાં કેમ ગયો ? અને ત્યાં શુ કામ હતું ?. એ અનિકેત ને સમજ માં આવતું નહોતું. એને આજે હવે એક પ્લાન બનાવ્યો જેની સિદ્ધાર્થ ને ખબર નહોતી

થોડાક દિવસો માં સિદ્ધાર્થ ઘરે આવ્યો. સિદ્ધાર્થ જયારે ઘરે આવ્યો તો એને જોયું કે,, ઘર નો માહોલ થોડો અલગ હતો. એને લાગ્યું કે લોકો બોલશે ??? પણ કોઈ એને બોલ્યું જ નહિ. એને જાણે એના હાલ પર છોડી દીધો. ખુબ અલગ લાગ્યું એને,,, એ બહાર નીકળી ગયો. એના ફ્રેન્ડ સાથે મસ્તી કરવા દારૂ પીવા, માસ ખાવા, પાછા આવતી વખતે એને જોયું કે,, અનિકેત અમુક ગરીબ લોકો ને ખાવાનું ખવડાવી રહ્યો હતો. એને ખુબ ગમ્યું પણ એના ફ્રેન્ડ ને આ બધું ગમતું નહોતું.

થોડાક દિવસ પછી એના ફ્રેન્ડ ઘરે પાર્ટી રાખી હતી. જેમાં એ લોકો એ જીવતી બકરી ને લઇ આવ્યા હતા. એને કાપી ને એ લોકો પકાવી ખાવાના હતા. એની સાથે મરઘી અને દારૂ પણ લાવ્યા હતા. પહેલા એ લોકો એ બકરી ને ખુબ જોર કરી ને દારૂ પિવાડયો પછી એના જોર જોર થી મારવા લાગ્યા. પછી બકરી અને મરઘી ને જીવતી જ કઢાઈ માં નાખી ને પકાવવા લાગ્યા એની ચીસો અને એના અવાજ થી એ લોકો ને પાશવી આનંદ આવતો હતો સિદ્ધાર્થ આ બધું જોઈ શકતો નહોતો. પણ નીકળવા કોઈ એને દેતું નહોતું પછી એ લોકો એ એક વેશ્યા ને બોલાવી એને એનો ડાન્સ ચાલુ કર્યો. પણ અચાનક ક્યાંથી પોલીસે આવી ગઈ. અને સિદ્ધાર્થ એના ફ્રેંડ્સ ને પકડી ને લઇ ગઈ.

પોલીસે વિવિધ ગુના હેઠળ સિદ્ધાર્થ અને એના ફ્રેન્ડ ને જેલ માં પુરી નાખ્યા. જેમાં એનિમલ એક્ટ નો પણ કાયદો હતો. ગંભીર ગુના માં સિદ્ધાર્થ ખુબ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અને ત્યાં અચાનક, એને અનિકેત આવતા દેખાયો. હકીકત માં,, અનિકેતે જ પોલીસે ને ઇન્ફોર્મ કર્યું હતું. આ પાર્ટી વિષે.. અનિકેત ને આ પાર્ટી વિષે ખબર પડી ગઈ હતી કેમ કે, અનિકેતે સિદ્ધાર્થ નો ટેલિફોને હેક કરી દીધો હતો. અને એની પાછળ એ પોતે નજર રાખી ને બેઠો હતો. પોલીસે ઓફિસર ને પણ વિવિધ કામ માટે અનિકેત ની જરૂર પડતી હતી. અનિકેત આઈટી એક્સપર્ટ હોવાથી પોલીસે એની બોલાવતી હતી. પોતાની લાગવગ લાગવી એને સિદ્ધાર્થ ને છોડાવી દીધો,, પણ, હજી સિદ્ધાર્થ કઈ બોલે એની પહેલા અનિકેત ત્યાંથી જતો રહ્યો.

થોડાક દિવસો પછી એને જોયું કે અમુક એના ફ્રેંડ્સ જે ભાગી ગયા હતા એ અનિકેત ને મારતા હતા એની બાઇક ને તોડી રહ્યા હતા. સિદ્ધાર્થ આ ના જોવાયું એને આ લોકો ને અટકાવ્યા મારી મારી ને બધાને ભગાવી દીધા સિદ્ધાર્થ પછી રડી પડ્યો. એના ફ્રેન્ડ ને કઈ રીતે માફી માંગવી એ એને સમજાતું નહોતું.

ત્યારે અનિકેત એની પાસે આવ્યો અને એને કીધું ચાલ મારી સાથે ''' સિદ્ધાર્થ એને લઇ ને એ મંદિર ગયો. તેનું શાંત વાતવરણ અને પગલાં પર બેઠેલા ગરીબો ને અપાતું દાન, મંદિર માં ચાલતી આરતી, ઘંટ, નાના નાના બાળકો થી વેંચતા પ્રસાદ, તેમજ લોકો હૃદય માં રહેલી ભક્તિ નો ભાવ, આ બધું જોઈ ને એનું મન પ્રફુલ્લિત થઇ ગયું. એને આજે પોતાના આત્મા માં રહેલા પરમાત્મા ના દર્શન થયા.

પછી અનિકેત એને પૂછ્યું બોલ સિદ્ધાર્થ સુખ આનંદ આ મંદિર માં છે કે દારૂ પીવામાં, માસુમ એવા પ્રાણી ને મારવામાં છે કે ગરીબ ને દાન આપવામાં, ચોરી કરવામાં છે કે કોઈ ને માફી આપવામાં, સત્ય માં છે કે અસત્ય માં, આજે તારી આંખો જ કહી રહી છે,, શુ સાચું છે શુ નહિ ?. માણસ પોતાના કર્મો જાતે જ લઇ ને આવે છે એ ભોગવાનું પોતાને જ છે એના થી કોઈ દાનવ કે દેવ બચાવી નહિ શકે. ખાલી તારો દ્રષ્ટિકોણ બદલાવી શકે છે. આજે તુજ નક્કી કરી લે, દાનવ ના પક્ષે રહી ને આ જિંદગી માં ખોટી સફળતા પામી ને દુઃખી રહેવું છે કે પછી જે કર્મો માં લખ્યું છે એને હસતા હસતા ભગવાન પાર શ્રદ્ધા રાખી ને જીવવું છે..

સિદ્ધાર્થ આ સાંભળી ચોધાર આંસુ એ રડી પડ્યો. પોતે કેટલી મોટી ભૂલ કરી એનો આજે એને અહેસાસ થયો.એ કઈ બોલી ના શક્યો ??. બસ ખાલી અનિકેત ભેટી ને ઘણા વખત સુધી રડતો રહ્યો સાચું સુખ ખોટા કદમ પર નહિ પણ મેહનત થી અને નિષ્ઠા પૂર્વક મળેલી નાની એવી સફળતા માં છે. પોતાના ભગવાન અને માં બાપ ને દુઃખી કરી ને સાચા મિત્ર નો સાથ છોડીને પોતે કેટલી મોટી ભૂલ કરી એનો આજે એને પસ્તાવો થતો હતો. આજે સાચા અર્થ માં એને મિત્રતા નો અને ભગવાન પર નો ભરશો કાયમ થયો. જિંદગી માં બીજી વાર આવા ખોટા રસ્તા પર નહિ જવાના એને સોગંધ લીધા. અનિકેત આજે પોતાના દોસ્ત ને સાચી દિશા માં વળાવનો આનંદ થયો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED