ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 22 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 22

પ્રકરણ ૨૨

યુનાઇટેડ સ્ટેટ્સનો નવો નાગરિક

એજ દિવસે પૂરા અમેરિકાએ કેપ્ટન નિકોલ અને પ્રમુખ બાર્બીકેન વચ્ચે શું થયું તેના રહસ્યોદ્ઘાટન અંગે સાંભળ્યું. એ દિવસથી માઈકલ આરડન એક દિવસ પણ શાંતિથી બેસી રહ્યો નહીં. સમગ્ર દેશના વિવિધ વિભાગોએ તેને કોઇપણ પ્રકારના વિરામ કે અંત વગર હેરાન કર્યો. કેટલાબધા લોકોને એ મળ્યો જેની કોઇપણ પ્રકારે ગણના કરવી શક્ય ન હતી, તે તમામ માટે ‘મળવા જેવો માણસ’ બની ગયો હતો. આ પ્રકારનું સન્માન કોઈને પણ ઉદ્ધત બનાવી શકે છે; પરંતુ તેણે પોતાની જાતને શાંતિથી સાંભળી લીધી અને પોતાને તેણે આનંદની અર્ધમદહોશીમાં મોકલી દીધો.

તેના પર તમામ પ્રકારના પ્રતિનિધિમંડળો જેને તેના પર રીતસરનો હુમલો કર્યો હતો તેમાંથી ‘ધ લ્યુનેટીક્સ’ એ ન ભૂલ્યા કે ચન્દ્ર પર ચડાઈ કરનારા ભવિષ્યના આ આક્રમણકારના તેઓ કેટલા આભારી છે. એક દિવસ અમેરિકામાં રહેલા અસંખ્ય ગરીબોમાંથી કેટલાક તેને મળવા આવ્યા અને તેને વિનંતી કરી કે તેઓ તેની સાથે ચન્દ્ર પર જાય અને બાદમાં તેની સાથેજ પોતાના વતન પરત થાય.

ચન્દ્ર પર રહેલા મિત્રોને સંદેશા પહોંચાડવાની કેટલાક લોકોની વિનંતીને નકાર્યા બાદ બાર્બીકેન બોલ્યા, “માત્રને માત્ર ભ્રાંતિ! તમે ચન્દ્ર પર ભિન્ન પ્રકારના પ્રભાવમાં વિશ્વાસ કરો છો?”

“ભાગ્યેજ!”

“હું પણ, ઇતિહાસમાં કેટલીક નોંધપાત્ર ઘટનાઓ નોંધાઈ હોવા છતાં. ઉદાહરણ તરીકે 1693ના રોગચાળા દરમ્યાન, ગ્રહણના સમયે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. સુવર ગ્રહણ સમયે કાયમ બેભાન થઇ જાય છે. ચાર્લ્સ પંચમ વર્ષ 1399માં છ વાર સાજા થઈને ફરીથી બીમાર પડી ગયા હતા, ક્યારેક એમનેમ તો ક્યારેક પૂનમના દિવસે. ગોલે અવલોકન કર્યું હતું કે ગાંડા માણસો તેમના ગાંડપણમાં દરેક મહીને બે વાર પ્રવેશે છે, એક વખત મહિનાની શરૂઆતમાં અને બીજીવાર પૂનમની રાત્રીએ. હકીકત એ છે કે તાવ, અનિન્દ્રા અને અન્ય માનવીય બીમારીઓ અંગે થયેલા અસંખ્ય અવલોકનો એ સાબિત કરે છે કે ચન્દ્ર માનવી પર કોઈ અકળ અસર જરૂર કરતો હોય છે.”

“પરંતુ કેવી રીતે અને શા માટે?” બાર્બીકેને પૂછ્યું.

“હું તમને એ જ જવાબ આપી શકું જે આર્ગોએ પ્લુટાર્ચ પાસેથી મેળવ્યો હતો, જે નવ સદી જુનો છે. કદાચ એ વાતોમાં સત્યનો અભાવ પણ છે.”

એક સેલિબ્રિટીને પડતી તમામ તકલીફો માઈકલ આરડન તેના વિજયના અવસરે અનુભવી ચૂક્યો હતો. તમામ પ્રકારના મનોરંજનના મેનેજરો તેને પ્રસ્તુત કરવા માંગતા હતા. બાર્નમે તેને તેના શો માટે સમગ્ર અમેરિકાની યાત્રા કરવા માટે એક મિલિયન ડોલર્સની ઓફર કરી હતી. તેના દરેક પ્રકારના ફોટોગ્રાફ્સ જેમાં તે જુદાજુદા પ્રકારની અંગભંગીમાઓ દર્શાવતો હોય તે વેંચાવા લાગ્યા. અત્યંત ટૂંકા ગાળામાં તેની અડધા મિલિયનથી પણ વધારે કોપીઓ વેંચાઈ ગઈ.

માત્ર પુરુષોજ નહીં પરંતુ મહિલાઓ પણ તેના વખાણ કરી રહી હતી. તે જો અહીં રહેવા માટે તૈયાર હોત તો તેણે અસંખ્યવાર લગ્ન કરવા પડ્યા હોત એવી હાલત થઇ ગઈ હતી. ઉંમરલાયક નોકરાણીઓ જે ચાલીસ કે તેનાથી મોટી ઉંમરની હતી અને જેમનું જીવન સુકાઈ ગયું હતું તેઓ તેના ફોટોગ્રાફને દિવસ અને રાત નિહાળ્યા કરતી હતી. હજારોની સંખ્યામાં આવી સ્ત્રીઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી, તેની સાથે ચન્દ્ર પર જવાની શરત મુકવામાં આવી હોત તો પણ. જો કે તેની ફ્રાન્કો-અમેરિકનની નવી જાતી ચન્દ્ર પર શરુ કરવાનો કોઈજ ઈરાદો ન હતો.

આથી તેણે એ તમામ વિનંતીઓનો અસ્વીકાર કર્યો.

આ તમામ પ્રકારના શરમજનક દેખાવોમાંથી તે જેવો નવરો પડ્યો, તે પોતાના મિત્રોની સાથે કોલમ્બિયાડની મુલાકાતે ઉપડ્યો. તે પોતાના અવલોકનથી અત્યંત સન્માન પામ્યો અને તેને ચન્દ્રના ક્ષેત્રમાં મોકલનાર આ રાક્ષસી મશીનના તળીયે જઈ ચડ્યો. અહીં જે ટી મેટ્સનની દરખાસ્ત વિષે જણાવવું જરૂરી છે. જ્યારે ગન ક્લબના આ સેક્રેટરીએ જાણ્યું કે બાર્બીકેન અને નિકોલે માઈકલ આરડનની દરખાસ્તનો સ્વીકાર કર્યો છે ત્યારે તેણે તેમની સાથે જોડાઈ જવાનું નક્કી કરી લીધું હતું અને આ ચાર વ્યક્તિઓ સાથે એક ગર્વ પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. જેથી એક દિવસ તેનું નામ પણ મુસાફરોની યાદીમાં સામેલ થઇ જાય. બાર્બીકેનને તેને ના પાડતી વખતે દુઃખ થયું, તેને તેમણે બરોબર સમજાવ્યો કે તોપના ગોળામાં આટલા બધા લોકો નહીં સમાઈ શકે. મેટ્સન, નિરાશ થઈને માઈકલ આરડનને શોધવા લાગ્યો જેણે તેને પોતાનો વિચાર પડતો મુકવા સમજાવી લીધો, અને વગર વિચારે એક કે બે દલીલો પણ કરી દીધી.

“જુઓ વડીલ,” તેણે કહ્યું, “હું જે કહું તે માટે ખોટું ન લગાડતા, પણ સાચું કહું તો, આપણી બંને વચ્ચેની જ વાત છે, તમે ચન્દ્ર પર જવા માટે અયોગ્ય છો!”

“અયોગ્ય” તેણે બહાદુરીથી નકારાત્મક ચીસ પાડી.

“જી, મારા મિત્ર! જરા કલ્પના કરો કે તમે ત્યાંના કોઈ રહેવાસીને મળો છો! શું તમે તેમને એજ ઉદાસીનતા આપશો જે અહીં ચાલી રહી છે? તેમને એવું શીખવાડશો કે યુદ્ધ શું છે, તેમને એવી માહિતી આપશો કે આપણે આપણો મોટો સમય એકબીજાનું ભક્ષણ કરવામાં, હાથ પગ તોડવામાં વિતાવીયે છીએ? અને એ પણ એવા ગોળા પર જે કરોડો લોકોને સમાવી લેવા માટે સક્ષમ છે અને જે ખરેખર વીસ કરોડ લોકોને સમાવી રહી છે? શા માટે મારા લાખેણા મિત્ર, અમારે તમને દૂર રાખવા જ પડશે!”

“તો પણ, જો તમે ત્યાં ટુકડાઓમાં પહોંચશો તો તમે પણ મારી જેમ જ સંપૂર્ણ નહીં જ હોવ.”

“કોઈ પ્રશ્ન જ નથી,” માઈકલ આરડને જવાબ આપ્યો; “પરંતુ એવું નહીં થાય.”

હકીકતમાં 18મી ઓક્ટોબરે થયેલા તૈયારી માટેના પરીક્ષણનું પરિણામ ખુબ સારું આવ્યું અને સફળતા માટેની આશાઓ ખુબ વધી ગઈ. બાર્બીકેનની ગોળો છૂટતી વખતે લાગનારા ધક્કાની કલ્પનાનો ઉકેલ લાવવા માટે તેમણે 38 ઇંચનો મોર્ટાર પેન્સકોલાના શસ્ત્રાગારમાંથી મેળવ્યો. તેને તેમણે હિલ્સબોરોના કિનારે ગોઠવ્યો જેથી શેલ સમુદ્રમાં પડે અને જેથી ધક્કો ન લાગે. આ પદાર્થને છૂટતી વખતે પડનારા ધક્કાની અસર ઓછી કરવા માટે લાવવામાં આવ્યો હતો નહીં કે તેના પરત આવવા માટે.

આ જિજ્ઞાસુ સંશોધન માટે એક બોદો ગોળો બનાવવામાં આવ્યો હતો. એક ઇલાસ્ટીક પર જાડું પેડીંગ ખેંચીને બાંધવામાં આવ્યું હતું, જે શ્રેષ્ઠ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું હતું જેની બહારની બાજુ લાઈનીંગ કરવામાં આવ્યું હતું. તે અત્યંત કુશળતાથી બનાવવામાં આવેલા માળા જેવું હતું.

“મારા માટે અહીં જગ્યા નથી તે કેટલી ક્ષોભજનક બાબત છે,” જે ટી મેટ્સને તેની ઉંચાઈ આ સાહસમાં તેને ભાગ લેવાથી રોકી રહી હોવાની હતાશા વ્યક્ત કરી.

આ ગોળાની અંદર એક મોટી બિલાડી અને એક ખિસકોલી જે, જે ટી મેટ્સનની હતી તેને બંધ કરવામાં આવી હતી અને તેને તે ખુબ પ્રેમ કરતો હતો. તેઓ તેને ખૂબ પ્યારા લાગતા હતા, પરંતુ અત્યારે સવાલ એવો હતો કે કેવી રીતે આ પ્રાણીઓ જેમને ચક્કર આવવાની શક્યતાઓ સૌથી ઓછી હતી તે આ પ્રાયોગિક સફરે કેવી રીતે જશે.

મોર્ટારમાં 160 પાઉન્ડ પાઉડર લગાવ્યો હતો અને શેલને ચેમ્બરમાં લગાવવામાં આવ્યો હતો. જ્યારે તેને છોડવામાં આવે ગોળો અત્યંત તેજ ગતિએ, જેને તેજસ્વી પારબોલા તરીકે ઓળખવામાં આવ્યો હતો, તે લગભગ એક હાજર ફીટની ઉંચાઈ હાંસલ કરે અને બાદમાં સન્માનભેર એન્કર ખાતે થોભેલા વહાણોની વચ્ચે જઈને પડે.

એક ઘડી પણ ગુમાવ્યા વગર આ દિશામાં એક નાની બોટ દોડાવવામાં આવે અને કેટલાક ડાઈવર્સ પાણીમાં ડૂબકી મારે અને શેલમાં લગાવવામાં આવેલા હાથામાં દોરડા બાંધી દે. પ્રાણીઓને અંદર મુકવામાં અને બાદમાં આ વિશાળ પીંજરાને ખોલવા વચ્ચે પાંચ મિનીટથી પણ વધારે સમય ન જવો જોઈએ એમ પણ નક્કી કરવામાં આવ્યું.

આરડન, બાર્બીકેન, મેટ્સન અને નિકોલ બોટ પર હાજર હતા અને સમજી શકાય તે રીતે અહીં ચાલી રહેલી પ્રવૃત્તિમાં મદદ કરી રહ્યા હતા. ગોળો હજી ખોલવામાં જ આવ્યો હતો અને બિલાડી અંદરથી કુદી પડી, થોડી ઘવાયેલી પરંતુ પુરેપુરી જીવંત અને આ હવાઈ મુસાફરીમાં તેને કોઈ તકલીફ પડી હોય એવું જરાય એ લાગવા દેતી ન હતી. ખિસકોલીનો કોઈજ અતોપતો ન હતો. છેવટે સત્ય બહાર આવ્યું કે બિલાડી તેના સહમુસાફરનું ભોજન કરી ચુકી હતી!

જે ટી મેટ્સન બિચારી ખિસકોલીના જવાથી અત્યંત દુઃખી થયો અને તેને વિજ્ઞાનના શહીદ તરીકે જાહેર કરવાની તેણે દરખાસ્ત મૂકી.

આ પરીક્ષણ બાદ તમામ ચિંતાઓ, ડર ચાલ્યા ગયા. ઉલટું, બાર્બીકેનના ગોળાને વધુ યોગ્ય બનાવવાના પ્રયાસને બળ મળ્યું અને કોઇપણ પ્રકારના ધક્કાને ગોળો સહન કરી લેશે તે વાત નિશ્ચિત બની. બસ હવે પ્રવાસ કર્યા સિવાય બીજું કશું જ બાકી ન હતું.

બે દિવસ બાદ માઈકલ આરડનને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરફથી એક સંદેશો મળ્યો, એક એવું સન્માન જે તેના માટે ખાસ સમજી શકાય એમ હતું.

“પોતાના સાથી નાગરિકોના ઉદાહરણનું અનુસરણ કર્યા બાદ, સરકાર, માર્કસ દ લા ફાયેટને ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના નાગરિક’ તરીકેની ઉપાધી આપે છે.”

***