Sahdev Joshi books and stories free download online pdf in Gujarati

સહદેવ જોશી

વાનપ્રસ્થે થી સંન્યસ્ત તરફ વળ

વિજય શાહ

વધતી ઉંમર સાથે સહદેવ જોશીમાં જમાનાનું એક વધુ ડહાપણ ઉમેરાઇ ગયું અને તેમને હવે ૭૦ થયા એટલે જમાનાને હું જે જોઇ શકું તે અને વિચારી શકું તેજ સાચુ. બાકી બધા મારા જેવું કોઇ જોઇ ન શકે અને વિચારી પણ ના શકે. રાધાને આ નહીં ગમે..સહદેવ જોશીનાં મતે ગમે તેમ તો તે બે વર્ષે નાની છે અને આમેય બૈરાની બુધ્ધી પાનીએ..

કાગડો જેમ એક ડાળી પર બેઠો અને તે ડાળ તુટી પડે ત્યારે જ્ઞાન થયું કે મારું વજન વધી ગયું કે ડાળી પણ તુટી ગઈ.કદાચ એને જ તેનો મોટો દીકરો કહેતો બાપા હવે મોટી ઉંમરે તમારી બુધ્ધી નાઠી

તે દિવસે તે બોલ્યા રાધા મારી સાથે ૫૫ વરસોથી રહે છે રોજનું અચ્છેર ધાન ખાય તો તો આજ દિન સુધી કેટલું ધાન ખાઈ ગઈ? અને પાછી મને કહે છે મને તમે આજ દિન સુધી કોઇ સુખ જ ના આપ્યુ? વરસની પાંચ સાદી સાડી લેખે પણ ગણીયે ને તો ૪૦ વરસની ૨૦૦ સાડીઓ થાય અને એક સાડીનાં સરેરાશ લઘુત્તમ ૧૦૦૦ રુપિયા લેખે પણ ગણીયે તો બે લાખ રુપિયા તો કપડાનાં થાય.. માથે બ્લાઉઝ અંડ્રવેર બ્રા જેવા બીજા કેટલાય ખર્ચા ગણીયે તો આખી જિંદગીનો મોટામાં મોટો ખર્ચો તો તેં મને કરાવ્યો છે અને પાછી ડાહી થઈને પુછે છે તેં મને શું સુખ આપ્યું? સ્ટેટસ, કાર અને શોખોનાં નામે ફર્નીચર, મકાન અને જાતજાતનાં તારા શોખોને પોષ્યા તેનો ખર્ચો વળી આ ધાન્ય અને કપડા કરતા બમણોજ તો વળી.

વિવેકાનંદ તો ડાહ્યા હતા કે લગ્નની ચોરીમાંથી જ પાછા વળી ગયા અને આ બધી ઝંઝટોમાંથી બચી ગયા. પણ હું વંશ અને સંસારનાં ચક્કર માં ફસાઈ ને તારાજ થઈ ગયો. તારા બાપા ડાહ્યા હતા અને કન્યાદાન કરી ચુક્યા બાકી તેમણે આખી જિંદગી આ ખર્ચો ઉપાડ્યો હોત તો ખબર પડત કે બે ટાઇમ ધાન ખાવાની કેટલી મોટી ઇમોશનલ સજા તેમની છોકરી આપે છે.

રાધાનાં પપ્પા જાણે પશ્ચાદભુમાં થી બોલ્યા “ મારી દીકરી તો ડાહી છે પણ આ તમારા ઘરવાળાઓએ તેને બગાડી છે...”

“ બગાડી એટલે કેટ્લી બધી બગાડી છે. મને કાયમ હુકમો કરે છે મારી ભુલો કાઢી ને કહે કે હું કહું તેમ જ કરવાનુ. એમ તો કંઈ ચાલતું હોય?”

પશ્ચાદભુમાંથી ચહેરો બદલાય છે અને રાધાનાં સાસુમા એટલેકે મારી બા બોલે છે “ કહ્યું હતુને કે એને માથે ચઢતા વાર નહી લાગે. તો હવે ભોગવ.”

સહદેવ જોશી મુછો આમળતા બોલે છે “ ભોગવે છે મારી બલારાત...એ તો હું જ્યાં સુધી સીધો ત્યાં સુધી સીધો. બહુ ટેં ટેં કરશેને તો લુહારનો એક જ ઘા અને બે કકડા..આતો ઠીક છે હું મોમાં મગ ભરીને બેઠો છું કારણ કે હું માનું છું કે મેં એને ક્યારેક કહ્યુ હતું “હમ તો તેરે આશિક હૈ સદિયો પુરાને” તે હજી આજે પણ સાચું છે. ૫૫ વર્ષ જિંદગીનાં એક ધાર્યા તેણે પણ મને આપ્યા છે તે ઘણી મોટી વાત છે...પણ હવે પાછૂ માંગે છે તે રીત ખોટી છે. આટલો બધો ધીક્કાર..નફ્ફટાઇની પણ એક હદ હોય..જેમ તું મને ઓળખી ગઈ છે તેમ શું મને તારા નખરા નથી સમજાતા?

દીકરાની વક્રોક્તિ જાણે સમજાય છે એ સીધી રીતે કહે છે બાપા હવે ઘરડા થયા તમારા દિ’ પુરા થયા અને રાધાડી તું પણ તારા દીકરાની વાદે ચઢી મને કોરાણે મુકવા માંડી છે ને? બસ બે વરસ પછી તું પણ મારી પંગતે બેસવાની છે. આ હાથ પગ નહીં ચાલેને ત્યારે વહુ પણ તને પુછ્યા વગર ઘર ચલાવશે ને ત્યારે ...હવે સહદેવ જોશીનો ગુસ્સો દીકરા અને વહુ તરફ ફરવા માંડ્યો

જરા પણ ઠરવા નથી દેતા એ ત્રણેય જણા.હું તો હવે વસુકી ગયેલી ગાય..દુધ નથી દેતો અને ટોપલે બંધ ખાવા જોઇએ છે અને પાછા રોગ પણ એટલા બધા આ ઉંમરે કે આંગળીનાં વેઢે ગણાય નહીં.

ત્યાં રાધા ચાનો કપ લઈને આવી.સહ્દેવ જોશી ને આ વાતનું આશ્ચર્ય તો થયું. ત્યાં નાના પૌત્રે બા ને પુછ્યુ “ બા તમને કેવી રીતે ખબર પડી ગઈ કે દાદા ગુસ્સે થયા છે?”

“જોને છાપુ વાંચવાનો ડૉળ કરે છે પણ છાપુ તો ઉંધુ પકડ્યુ છે. આજે જ્યારે હું બબડતી હતી ત્યારે એમનું મોં જોવા જેવું હતું જોજે હવે ચા પીશે અને ગુસ્સો બધો પીગળી જશે.”

પાંચેક મીનીટ પછી વિચાર ધારા બદલાઈ ગઈ.

આખી જિંદગી તારી રાધાએ શું કર્યુ તે તો જો જરા. તારા બંને છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા અને લાયક બનાવ્યા તે તો જરી જો. ખર્ચાઓનો હિસાબ કરે છે પણ તે રોકાણોને દસ ગણા કરી દુઝતી ગાય કરી તે તો જોં. નાનો ડેંટીસ્ટ અને મોટો ઇંસ્ટ્રુમેંટ એંજીનીયર બન્યો.અને તે બધાનો જશ તને આપ્યો.. કહેવાય સહદેવ જોશી નાં દીકરા એટલે મોરનાં ઇંડા..ચીતરવાજ ના પડે. કોઇ એમ કહે છે કેળવ્યા રાધાબેને..અને આ બધુ શક્ય કેમ બન્યું? તેં ક્યારેય તેના વહીવટમાં ડખા નહોંતા કર્યાને?

તો હવે શાનો ડખા કરે છે?

મને તરત જ ઉછાળો માર્યો..તે વખતે મારી પાસે સમય જ ક્યાં હતો ડખા કરવાનો? હવે સમય જ સમય છેને?

હ્રદય તરત બોલ્યું એટલે હવે ડખા કરવાનાં?

ડખા તો તું કરેછે છોકરાવને ઉંચા કરવામાં તું મને નીચો કરીદે છે તે સમજાય છે?

તું જરા મૌન થઈ જાને? હ્રદયની જગ્યાએ રાધા બોલતી હોય તેવું સહદેવ જોશી ને લાગ્યું.

મારે હવે સદાને માટે મૌન થઈ જવું છે. મને રુસણું લીધું ત્યારે હ્રદય જલતું રહ્યું થોડા સમય બાદ બોલ્યું આ સરતા સંસારે રત થવાને બદલે નિરપેક્ષ થઈને આવતા ભવનું જો. જરા ધરમ ધ્યાન કર અને તારા વર્તન થી રાધાને પણ સમજાવ..કે તેણે પણ ઉપર ઉઠવું રહ્યું...આપણે તો હવે આ ધુંસરી ઉતારવાની છે. છોકરાવ પોતાના સંસારે સ્થિર છે. આપણે વાનપ્રસ્થાને થી સંન્યાસ્તે જવાનો સમય છે.

નાની વહુ બોલી “ બા તમે સાચા છો. દાદાનો ગુસ્સો ઉતરી ગયો તમારા ચા આપવાનાં પ્રયોગ થી.”

રાધા કહે” મારી જીભડી જ એવી કછારી છે કે બોલવા બેસે તો કાતરની જેમ બધું વેતરી નાખે. અને પછી બળ બળ કરું. મારે એમનું માન સાચવવું છે અને સચવાવડાવું છે પણ આ નિવૃત્ત થયા પછી કોણ જાણે કેમ તેઓ પણ ખુબ બદલાઇ ગયા છે.”

સહદેવ જોશી ત્યારે બોલ્યા “ રાધા..હું વાનપ્રસ્થાને થી સંન્યાસ્તે જવાનો રસ્તો પકડી શક્યો છું પણ તું હજી એજ સંસારે સરી રહી છું. હવે મારી જેમ તું પણ સંસારેથી પાછી વળ. બહુ ઓછો સમય છે આપણી પાસે જ્યારે આત્માને હળવા કરી ઉર્ધ્વ ગામી બનાવવાનો. અને તારી ચા એ મને એજ પ્રશ્ન પુછ્યો..તમારું રીસાવું તે શું છે? માન માટેની માંગણી તે શું છે? અને તારી ચાહત એ શું છે? મન નાં ઉધામા. તે તો મને એ જ લખ ચોરાશીનાં ફેરામાં ફરી તાણે છે. અને હું શાંત થઈ ગયો. હલકાશ મેળવવા આત્માએ જેનો ત્યાગ કરવાનો છે તેમાં હું ફરીથી સપડાતો જતો હતો. ચાલ સખી પાછી વળ. અને તું પણ વાનપ્રસ્થે થી સંન્યસ્ત તરફ વળ..મારા પ્રતિ સ્નેહ ને આત્મ ઉધ્ધાર તરફ વળ

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED