Adhinayak - 24 books and stories free download online pdf in Gujarati

અધિનાયક દ્રશ્ય 24 Political thriller

દ્રશ્ય: - 24

- નવા દિવસની સવારે સુરતમાં ધડાકો કર્યો, સોશીયલ મિડીયા માં એક ઓડિયો વાઇરલ થઇ ગયો.

- “મણિયારસાહેબ! આ જુઓ! આ ગજેરા તો આપણાં ધાર્યા કરતાં પણ વધારે ઝડપી નિકળ્યો..” તૌકિરના બંગલાએ આવતાં જ ડો પારડીવાળા બોલી ઉઠ્યા, હાથમાં મોબાઇલ લઇને સોફા પર બેસીને નાસ્તો કરતાં શ્રીમાન ઋષિકેશ મણિયાર પાસે ઉભા રહી ગયા.

“વિનયભાઇ! તમારો દિકરો મર્યો છેને તમે મોબાઇલ લઇને ફરી રહ્યાં છો? થોડી તો શરમ રાખો!” શ્રીમાન મણિયાર હસતા-હસતા બોલ્યા.

“આ સમય મજાકનો નથી રહ્યો, મણિયારસાહેબ! આ ઓડિયો સાંભળો અને કહો કે કોણે ત્યાં વિભીષણ પેસી ગયો છે, શ્રીમાન ગજેરાને ત્યાં કે અહિં?”

“એવું તે શું છે?” શ્રીમાન મણિયાર બોલી ઉઠ્યા, ડો વિનય પારડીવાળાએ મોબાઇલમાં ઓડિયો ચાલુ કર્યો.

***

- “હેલો! ડોક્ટર!”

“તને કેટલીવાર કહ્યું કે મને કોલ ન કર! કોઇએ ટેપ કરી લીધુંને તો તને તો કોઇ વાંધો નહીં આવે! પણ મારી આબરૂ..”

“અરે! ડોક્ટર! આવા કામ જેને આબરૂ હોય તે કરે?”

“કામ શું હતું એ બોલ!”

“કાર્તિક માલેગાવ રવાના થઇ ગયો છે, ફટાકડી પોતાની સીરીયલનું શુટીંગ કરવાની છે, દારૂડીયો કદાચ એક-બે દિવસમાં પોતાની બહેનને મળવા આવશે! લંગડો તો ગાંધિનગર ગયો છે, બે દિવસ તો ત્યાં રોકાશે જ! તો હિટલર ઘરે એકલી હશે. બોસને કહો તો કહી દઉ કે હલ્લો બોલાવી દે!”

“તારો આ જ વાંધો! સમજ્યા-જાણ્યાં-વિચાર્યા વગર કુદી પડીએ તો લગડો મગર બનીને આપણને ભરખી જાય!” થોડીવાર અટકીને, “જો! કાર્તિકને ફટાકડીની પાછળ જવા દે! એનો આશિક પણ મળવા આવશે જ! એ ધ્યાન રાખશે કે એ દારૂડીયોની નજરમાં ન આવે! આપણા માટે એ જ ફાયદાકારક રહેશે!” ફરીથી અટકીને, “પછી શું યોજના છે?”

“જેવો એ દારૂડીયો સુરત જવા નિકળશે એટલે એ વિરાગને મળવા બોલાવશે, આ બાજૂ લંગડો સુરત આવી ગયો હશે તો હિટલરને મળશે, તેને અકસ્માતના ન્યુઝ મળશે, એટલે લંગડો હિટલરને તપાસ કરવા મોકલશે, ત્યાં આપણી છોકરી સાથે ઝઘડો થશે, આપણાં માણસો ત્યાં પહોંચીને આ હિટલરને પકડી જાશે, પછી હું લંગડાને ત્યાં હલ્લો બોલાવીશ!”

“યાદ રાખજે, તારે માત્ર બીજી ઓક્ટોબર 1997ના દસ્તાવેજ લેવાના છે, બાકી કોઇ પેપરને હાથ લગાવવાનો નથી, સમજી ગયો?”

“અરે! ડોક્ટર સાહેબ! એ કાંઇ કહેવાનું હોય? અમારે મરવુ છે કે શું?”

“તું સમજી ગયો એટલે બસ! હવે મને કોલ નહીં કરતો! કામ હશે તો હું બોસને જાણ કરીશ!” ઓડિયો અટક્યો, શ્રીમાન મણિયાર અને ડો પારડીવાળા એક બીજાને જોઇ રહ્યા.

“ગજેરાને આપણાં યોજના ની ખબર હતી? જો ખબર હતી તો આ થવા દિધું શા માટે?”

“હવે એ વિચારો કે શું કરવું છે? મને તો આ છોકરી પર પહેલેથી જ શંકા હતી, મેં તો તમને કહ્યું હતું કે આ છોકરીને સાથે ન રાખો! પણ નહીં તમને તો પોતાના સિવાય કોઇનું સંભળાય છે ક્યાં?” ડો પારડીવાળાએ શ્રીમાન મણિયાર પર ઠિકરુ ફોડ્યુ.

“બસ! આ સમય દોષારોપણ કરવાનો નથી, જો આ ટેપિંગ આપણાં યોજના શરૂ થયાંની પહેલાં થયું હતું તો હવે એક જ રસ્તો છે આપણી પાસે!” શ્રીમાન મણિયાર દાંત કચકચાવીને બોલ્યા.

“ક્યો રસ્તો?” ડો પારડીવાળાના મનમાં કોઇ રસ્તો નહોતો દેખાતો.

“છેલ્લીવાર એ દસ્તાવેજ મેળવી લઇએ અથવા ગજેરા પરીવારનો ધ એન્ડ!” શ્રીમાન મણિયારનો છેલ્લો વિચાર! ડો પારડીવાળા સ્તબ્ધ!

***

- અલબત, શ્રીમાન મણિયારનો યોજના અમલી બને એ પહેલાં પુલીસે અફરોઝ સટ્ટાના અડાઓમાં છાપામારી શરૂ કરી, અફરોઝના માણસો જે હવે તૌકિરના ઇશારે કામ કરતાં હતા તે ફટાફટ પુલીસના ઝબ્બે થવા લાગ્યા, હથીયારો-ખંડણી કરેલી રકમ મોટેપાયે પુલીસને હાથ લાગી, જોકે, તૌકિર ભાગી જવામાં સફળ રહ્યો, એ જ રીતે ડો પારડીવાળાને ત્યાં પુલીસ સાથે ઇન્કમ ટેક્ષના દરોડા પડ્યા. તૌકિરની માફક ડો વિનય પારડીવાળા પણ ભાગી જવામાં સફળ રહ્યા.

- યશનિલને અંતે સારવાર કરીને હોસ્પીટલમાંથી રજા અપાઇ.

“ધૃતિ ક્યાં છે? એ ન આવી? તેણીને ખબર છેને કે મને રજા આપી દિધી છે? આટલા દિવસોમાં મને મળવા પણ ન આવી, મારાથી નારાજ છે? તેણી સુરક્ષિત તો છેને?અને પપ્પા!..” યશનિલ કાખઘોડી સાથે ઓરડોની બહાર નિકળ્યો, ચાલવામાં હજુ તકલીફ થતી હોય તેમ લંગડાતો હતો, તેને મળવા તમન્ના જ આવી હતી, યશનિલને ચાલવામાં મદદ કરી રહી હતી.

“એ તારી જ બહેન છે મને તો કાંઇ કહેવાની નથી કે તેણી ક્યારે આવશે કે ક્યાં જશે? એટલે તને લેવા આવી છું, ધનરાજ મેન્સન મુંકી જઇશ, શ્રીમાન ગેજેરાનો હજુ પતો મળ્યો નથી..” તમન્નાના અવાજમા ફરીયાદ હતી, યશનિલ જોઇ રહ્યો, “જુએ છે શું? ચાલ હવે!” તમન્ના વઢી, યશનિલ ચાલવા લાગ્યો, બન્ને પરીસર આવ્યાં, ધીમે-ધીમે સીડી વાટે નીચે ઉતરતાં હતાં, બીજો માળ જનરલ વોર્ડ હતો, સીડી પાસે એક માજી બાકડો પર બેઠા હતાં, યશનિલ માજી તરફ ચાલવા લાગ્યો, માજી યશને નજીક આવતા જોઇ રહી, યશને તકલીફ હોવા છતાં નીચે નમીને ઘુંટણે વળ્યો, માજીએ યશના ગાલ પર વ્હાલથી હાથ ફેરવ્યો, યશનિલ વાતો કરવા લાગ્યો, તમન્ના એ જોઇને આશ્ચર્ય પામી, પણ, સાથે-સાથે તેણીના ચહેરા પર સ્મિત લહેરાઇ ગયું. ત્યાં તેણીનો મોબાઇલ રણકી ઉઠ્યો, સ્ક્રિન પર બોસ ઉપસી આવ્યું.

“મારી સાથે યશનિલ છે, એ તો સારુ કે એ કોઇ સાથે વાત કરી રહ્યો છે. જો તેની હાજરીમાં તમારો કોલ આવ્યો હોત તો હું અત્યારે જ પકડાઇ જાત! હું અત્યારે સંતાઇશ નહીં, મારે બદલો લેવો છે, એટલે જ હું તેને તેના ઘરે નથી લઇ જતી, આજે યશનિલ ગજેરાનો છેલ્લો દિવસ છે, આજે તેના પરીવારના કારણે મારો પરીવાર વેરવિખેર થયો છે, હવે શ્રીમાન ગજેરા તેના હાથે યશનિલની અંત્યેષ્ઠી કરશે. આ માટે મારે ગમે તે રસ્તે જવું પડે તે રસ્તે જઇશ!” તમન્નાના ચહેરે નફરત દેખાઇ આવતી હતી.

“ગમે તે રસ્તે એટલે આપણે તો ચૌરાંશી તરફ જતાં રસ્તે જ જવાનું છેને?” અચાનક પાછળથી અવાજ આવતા તમન્ના ભડકી ગઇ, પાછળ વળીને જોયું તો યશનિલ ઊભો હતો. હાથમાથી મોબાઇલ પડી ગયો, યશનિલ તે જોઇ રહેતો નજીક આવ્યો, તમન્ના આંખો ફાડતી જોઇ રહી, તેણીનો ચહેરો પરસેવે ન્હાય રહ્યો, શ્વાસોચ્છ્વાસ વધી ગયાં, “એક પ્રશ્નમાં આટલી ગભરામણ?”

“ના-ના!” તમન્નાની જીભ થોથવાઇ, “આ તો અસીલનો કોલ હતો, ન્યાય મેળવવા તો ગમે તે રસ્તે જવું પડે.” યશનિલ તેણીને જોઇ રહ્યો, તમન્ના નજરો ચોરવા લાગી.

“આ લે! પાણી!” યશનિલના હાથમાં પાણીની બોટલ હતી, તમન્નાએ બોટલ હાથમાં લઇને પાણી પીવા લાગી, પછી તેણીને શાંતિ વળી.

“ચાલો! જઇએ?” યશનિલે પૂછ્યું, જોકે તમન્ના જવાબ આપે એ પહેલાં યશનિલ આગળ ચાલવા લાગ્યો, તમન્ના બે-ત્રણ ડગલાં ભર્યા ન ભર્યાં આંખો ચકરાવા લાગી, કશું દેખાતું બંધ થઇ ગયું. યશનિલ પણ બે-ત્રણ દેખાવા લાગ્યા, યશનિલ હાથ લાંબો કરતો લાગ્યો, શરીરનું સંતુલન ન રહેતાં તમન્ના ત્યાં જ જમીન પર પટકાઇ ગઇ.

***

- “એમાં આભાર કહેવાની જરૂર નથી, કમિશ્નરસાહેબ! આ તમારું કામ હતુ જે મારે કરવું પડ્યું, તમે તો હજુ રીપોટ્સની રાહ જોવામાથી ઉંચા આવી રહ્યાં નથી, તૌકિર સાથે અમારે કોઇ દુશ્મની નથી, હાં! ડો પારડીવાળા પકડાઇ એ જરૂરી છે તો જ મારા પપ્પા ક્યાં છે એ ભાળ મળશે, મમ્મીને ક્યાં છુપાવી છે એ તો તૌકિર જ જણાવી દેશે, હજું તમારે વિરાગના મોતના રહસ્યને ઉકેલવાનું બાકી છે. ભલે ત્યારે કોઇ જાણકારી મળશે તો હું તમને જાણ કરીશ.” બપોરે ટીવી પર ન્યુઝ જોઇને કમિશ્નર સાહેબ સાથે વાત કરીને ધૃતિને નિરાંત થઇ, “પપ્પાનો કોઇ જવાબ નથી, એવી યોજના બતાવી કે કિડનેપર્સ ક્લિન બોલ્ડ થઇ ગયાં. બસ! હવે મમ્મીની ભાળ મળી જાય! પપ્પાને કોલ કરીને જાણ કરી દઉ!” ધૃતિએ શ્રીમાન ગજેરાને કોલ કર્યો પણ, સપંર્ક ન થયો, ધૃતિને ધ્રાસ્કો પડ્યો, ઓહ માય ગોડ! પપ્પા તો એકલાં છે ક્યાક તેમની સાથે? ધૃતિ હજુ વિચારી રહી હતી ત્યાં સભાખંડના મુખ્ય દરવાજાથી કોઇના આવવાનો અવાજ આવવા લાગ્યો, ધૃતિએ નજર કરી હાથમા ગન લઇને ધૃતિને જોતો આવતો હતો, ધૃતિને જોતાં તેના મોઢે લાળ ટપકી રહી હતી, ધૃતિ તો તેને જોતા જ ઉભી થઇ ગઇ, તેણીના આંખોને વિશ્વાસ ન આવતો હોય તેમ જોઇ રહી અને બોલી ઉઠી, “વિરાગ! તું?”

“યેસ! ડાર્લિંગ! તારા પ્રેંમે મને મોત સાથે લડીને પાછો જીવતો કર્યો.” સામે વિરાગ ઊભો હતો, એ જ ટૂંકા સ્ટાઈલિશ વાળ. લુચ્ચો આછી દાઢી-મુંછ વાળો સુંદર ચહેરો. ઊચો એકવડિયા બાંધા પર કાળુ સુટ અને ધૃતિ પર હવસભરી નજર!

“પ્રેમ અને તારા જેવા _____ સાથે...” ધૃતિએ ગાળ બોલી પણ તેની કોઇ અસર ન થઇ હોય તેમ વિરાગ જોર-જોરથી હસવા લાગ્યો, ધૃતિની નજીક આવવા લાગ્યો, ધૃતિ પાછળ ખસવા લાગી, પણ, પાછળ સોફા હોવાથી સોફામાં પટકાઇ ગઇ, વિરાગ સોફાની નજીક આવી ધૃતિની પાસે પગ મુકીને ધૃતિ તરફ નમ્યો, જેવો તે નમવા ગયો કે ધૃતિએ તેના ઘુટણે લાત મારી, વિરાગને લાત લાગતા ભો ભેગો થઇ ગયો, ધૃતિં હસવા લાગી. ધૃતિના હસતા જ વિરાગ ઊભો થઇને ધૃતિને એવો લાફો માર્યો કે ધૃતિ ફરીથી સોફામાં પટકાઇ ગઇ અને વિરાગે નમીને તેણીના કપાળે ગન તાકી દિધી.

“આટલી પછડાટ ખાધા પછી પણ તારી અક્કડ ન ગઇ! એક સારા સમાચાર આપુ? કદાચ તારી અક્કડ જતી રહે!” વિરાગ બોલ્યો, ધૃતિ માટે હવે ચાલાકી કરવી મુશ્કેલ હતી, એટલે તેણી ચુપ રહી, “મેં તારા ભાઇ અને તારી માંને ભગવાનને ઘરે મોકલી દિધા છે.”

“શું? તે મારી મમ્મી..” ધૃતિ હજુ બોલે તે પહેલાં વિરાગે તેણીના શર્ટના કોલરને પકડીને પોતાની તરફ ખેંચી.

“અને બચ્ચો તારો બાપ! જો તે મારૂ કહ્યું ન માન્યું તો એ જીવનો જશે, માત્ર તારા કારણે!”

“મારા બાપે તારા જેવા નમકહરામને હથેળીમાં રાખ્યો, યશનિલ કરતાં તને વધારે દિકરો માન્યો, આ ઘરમાં તને સર્વોપરી હક્ક આપ્યો, આજે તારા કારણે મારો ભાઇ અને મારા માઁ જીવના ગયા અને તને હજુ મારા બાપ પર દાઝ છે, શા માટે આટલું મોટું કાવતરુ કર્યું તે વિરાગ! શા માટે?”

“કારણકે તારા બાપને કારણે મારી માઁ મરી! એ પણ કોમી રમખાણોમાં! તારા બાપે પુરા સુરતમાં જ્યારે કોમી રમખાણોનો દાવાનળ ફેલાવ્યો હતો, ત્યારે મારી માઁને વિધર્મીઓએ જીવતી સળગાવી હતી, જ્યારે મારો બાપ ન્યાય માંગવા ગયો ત્યારે તારા બાપે હડધુત કરીને આ જ ઘરની બહાર કાઢી મુક્યો હતો, એ તો જરૂર પડી એટલે નફ્ફટની માફક મારા બાપ પાસે આવ્યો, એટલું જ નહીં તારા બાપે મારા પરીવારને રસ્તે લાવી દિધો હતો, અમારી દાદાની ફેક્ટરી હડપી લીધી હતી, એટલે જ પપ્પાએ મને કેરટેકર તરીકે મોકલ્યો હતો, હું તારા બાપનો વિશ્વાસ જીતીને તમારી વચ્ચે ભાગ પાડતો ગયો, લાગ જોઇને મે જ આ કાવતરું રચ્યુ, પણ, મને ક્યાં ખબર હતી કે તારો બાપ અમારા કરતાં બે ડગલા આગળ નીકળશે, તેણે ક્યારે એ ટેપ કરી લીધું એ અમારી ધ્યાનમાં ન રહ્યું,” વિરાગે જે કથની કહી તે ધૃતિના વિશ્વાસની બહાર હતી, “તને ખબર છે ધૃ! આ ઘરમાં મને તું જ એક ગમતી હતી, વિચાર્યું કે તું મારી બાહોમાં આવીને મને બધા દુખ ભુલાવી દઇશ, પણ, ના! તું તો તારા બાપ જેવી જ નાલાયક નિકળી, મારા પ્રપોઝલનો તે લાફો મારીને જવાબ આપ્યો.”

“લાફો જ મારુને! અડધી રાતે મારા ઓરડોમાં આવીને તું મને જબરદસ્તીથી હાં કહેવડાવવા ઇચ્છતો હતો, એને પ્રપોઝલ ન કહેવાય, વિરાગ! એને છેડતી કહેવાય, મેં શું ખોટું કહ્યું તને કે તે બાપ-દિકરી વચ્ચે દરાર લાવી?” ધૃતિએ ધક્કો મારીને વિરાગના હાથથી કોલર છોડાવ્યો, થોડી દુર ખસી, “તું નસ-નસથી ખોટો છે વિરાગ! મને તો તારી આ વાત પણ એક બ્હાનું લાગે છે!”

“ધૃ.....તિ!” વિરાગ ધૃતિ તરફ ધસી ગયો, ધૃતિ તેનાથી દુર ભાગવા લાગી, વિરાગે તેણીના પગમા ગોળી મારી, ધૃતિને જમણાં પગે ગોળી વાગતા જ જમીન પર ફસડાઇ પડી, પગથી લોહી નિકળવા લાગ્યું, જ્યાં ગોળી વાગી ત્યાં અસહ્ય દુખાવા થવા લાગ્યો, ધૃતિ એ પગ પર હાથ દબાવીને સરકવા લાગી, પણ, પગ ઘસાતો જાતો હતો, વિરાગ ધીમે-ધીમે ધુતિ તરફ આવતો જાય અને ધૃતિ ધીમે-ધીમે ધસડાતી જાય! રાડ્યો પાડતી જાય, વિરાગ રાક્ષસી હસતો જાય.

“ધૃતિ અત્યાર સુધી તો તને પ્રેમ કરવાનું જ વિચાર્યું, પણ હવે લાગે છે કે તને મારી મર્દાનગી દેખાડવી પડશે.” ધુતિ ધસડાતી ગઇ, પણ, છેલ્લે સીડી આવી ગઇ, ધૃતિ સીડીમાં ધસડાવા ગઇ પણ પગ છોલાતા આંખે તમ્મર ચડી ગઇ, અંધારા આવી ગયાં. ત્યાં સુધીમાં વિરાગ ધૃતિની ખુબ નજીક આવી ગયો હતો. ગનનો એક તરફ ઘા કર્યો, ધૃતિ તરફ નમ્યો, ધૃતિ પર લપેટાઇ જવાની તૈયારીમાં હતો, ધૃતિના બન્ને હાથ પકડ્યા, ઊભો થઇને ધૃતિને સીડીથી ફર્શ પર ધસડી ગયો, ધૃતિ હવે ભાનમાં આવે તેમ લાગતું ન હોવા છતાં વિરાગ કોઇ જોખમ ન લેતો માંગતો હોવાથી આજુબાજુ નજર કરવા લાગ્યો, ચારેતરફ દોડ લગાવી જેથી ધૃતિને બાંધી શકાય, અચાનક તેને યાદ આવ્યું કે પાછળ વરંડામાં કપડા સુકવાતા હશે, વિરાગ ત્યા ગયો, વરંડામાં બંધાયેલી દોરીઓ ખેંચ મારીને તોડી, પાછો સભાખંડ આવ્યો, પણ આ શું?

- વિરાગ જેવો સભાખંડમાં આવ્યો ત્યારે તેણે જોયેલો નજારાથી સ્તબ્ધ થઇ ગયો, ધૃતિ તો ફર્શ પર હતી જ નહીં, પણ, વ્હિલચેરીસ્ટ શ્રીમાન ગજેરા પોતાના પરીવાર સાથે હા! પોતાના પરીવાર સાથે હતા, ધર્મિષ્ઠાબહેન અને યશનિલ સાથે ધૃતિ ઊભી હતી. “ડીજીકાકા? તું જીવતો કેમ છે?”

“વિરાગ તું એ વાત કેમ ભુલી ગયો કે જ્યાં સુધી મારા દુશ્મનો જીવતા રહેશે ત્યાં સુધી મારો વાળ વાંકો નથી થવાનો!” વ્હિલ ફેરવતા-ફેરવતા વિરાગ પાસે આવ્યા, વિરાગ ખુન્નસમાં જોઇ રહ્યો, શ્રીમાન ગજેરા જેવા નજીક આવ્યા કે વિરાગે તેનો કાટલો પકડી લીધો, યશનિલ એ જોતાં તેમની વચ્ચે આવતો જ હતો કે, “નહીં યશ! આ મારૂ કશું નહીં બગાડી શકે, અરે જે મરી ગયેલ અફરોઝ સટ્ટાનો મુખોટું પહેરીને આપણને બરબાદ કરવાના સપનાં જોતો હોય એવો કાયર માણસ મારુ ક્યારેય કશું નહીં બગાડી શકે! એમ આઈ રાઈટ? શ્રીમાન પારડીવાળા? કે અફરોઝ સટ્ટાં?”

“તને કઇરીતે ખબર કે હુ?...” વિરાગની પકડ ઢીલી થઇ ગઇ.

“હજુ તો કેટલાય સવાલ છે વિરાગ! જે મેં આપમેળે ઉકેલી લીધા છે અને હું તમામ સવાલોના જવાબ આપીશ, ભલે તે સવાલ ઊભા કર્યાં હોય, સૌથી પહેલા તો તું જીવિત કેમ છે? જો તું મર્યો નથી તો અંત્યેષ્ઠી કોની થઇ? ધર્મિષ્ઠા અપહ્યત હતી તો છુટ્ટી કઇ રીતે? તું તો ક્યારેય આ હદે વિચારી ન શકે તો તને આ કરાવનાર ભેજું કોણ છે?” શ્રીમાન ગજેરાએ જ સવાલ કર્યાં.

“હું જ કહું છું. યાદ છે એ દિવસ જ્યારે આપણે ઓપન કેબિનેટ પુરી કરીને સ્વર્ગસ્થ નવિન પટેલના ઘરે રોકાયા હતા, વાતોમાં વાતોમાં સ્વ. નવિનભાઇએ બીજી ઓક્ટોબર 1997નો ઉલ્લેખ કર્યો હતો, સ્વ. નવિનભાઇના ઘરેથી આવતા હતા ત્યારે એ દસ્તાવેજ અંગે જાણવાની તે જીદ કરી હતી, ત્યારે જ મેં તેને મારૂં સપનુ પુરુ કરવાની ચાવી કહી હતી, ત્યારે મેં તારો ચહેરો વાચી લીધો હતો, જ્યારે પણ તું કોઇ વસ્તું પામવાનું નક્કી કરી રહ્યો હોય છે ત્યારે તું તારી આ ચશ્માની ફ્રેમને કારણ વગર સાફ કરવામાં લાગી જાય છે ત્યારે હું હસી પડ્યો હતો, મને ખ્યાલ આવી જ ગયો હતો કે તારા મનમાં કંઇક તો ચાલી રહ્યું છે, પણ મને એ ખબર ન હતી કે તું આટલી જલ્દી એપ્લાય કરી દઇશ. પણ, તારી આ ઉતાવળ જ તને નડી ગઇ. મારા પર એટેક કરાવ્યુ, ધર્મિષ્ઠાનું અપહરણ-યશની સાથે ઝઘડવુ વગેરે-વગેરે! હું હોસ્પીટલમાં પટકાયો. ધૃતિ મને હોસ્પિટલથી ઉંભરેટ ફાર્મ ખસેડી ગઇ ત્યારે બેઠા-બેઠા મેં મારા માણસોને દોડાવ્યા, ધૃતિએ મને કહ્યું કે તેણીનું અપહરણ કરીને અફરોઝ સટ્ટાએ બીજી ઓક્ટોબર 1997ના દસ્તાવેજ માંગ્યા, ત્યારે જ મને સૌથી પહેલો વિચાર તારો આવ્યો, ક્યાંક વિરાગ જ અફરોઝ સટ્ટા નથીને? કારણકે તારા સિવાય માત્ર ધર્મિષ્ઠા જ હતી જેને આ દસ્તાવેજનો ખ્યાલ હતો, તારો બાપ મારા વિરૂદ્ધ કેસ કરવા થનગની રહ્યો હતો, યશનિલને તારો હત્યારો ખપાવી દેવા માટે બીચારા વાનાણીની કમિશ્નર સાહેબને ફરિયાદ કરી, પણ એ બેવકુફને ખબર ન હતી કે છ મહિના અગાઉ મેં આપણાં છ એટલે કે અમે ચાર અને તમે બેના મોબાઇલ નંબર ગમે ત્યારે ટ્રેસ થઇ શકે એ મોડ પર મુકી દિધાં હતા, કારણકે યશનિલની આયેદિન ફરિયાદ આવતી રહેતી અને ધૃતિની મને ચિંતા સતત રહેતી, ભાનમાં આવતા જ અને ધૃતિ સાથે વાત કરીને મેં કમિશ્નર પાસે ટ્રેસ કરેલા કોલની રીપોર્ટ માંગી, જેમાં આ ઓડિયો વાઈરલ કરીને તમારા ગઢમાં કાંગરા ખેરવી નાખ્યા. અને મને ખબર હતી કે આ ઓડિયો વાઇરલ થતાં જ તું અહિં ચોક્કસ આવીશ એ ભુલીને કે દુનિયા સામે તું મરી ગયો છે,”

“..પણ આ યશનિલ જીવતો કેમ છે? તમન્નાને તો મેં કહ્યુ હતુ કે.”

“બધા તારી માફક ખુટલ જ ન હોય, વિરાગ પારડીવાળા!” યશનિલની પાછળથી આગળ આવીને તમન્ના બોલી ઉઠી. વિરાગ પાસે આવી, વિરાગ તેને નફરતથી જોઇ રહ્યો, “મારા પરીવાર સાથે જે થયું એ ખોટું હતું પણ તે મને બદલાની લાલચ આપીને મારો માત્ર પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો, હું એ ભૂલી ગઇ કે જે ધનરાજ અંકલનો ન થયો એ અમારો શું થવાનો? એટલે મેં તારી સઘળી હકિકત જણાવી દિધી, રહી વાત મારા બદલાની તો એ સમય આવશે ત્યારે લેવાઇ જશે, હમેંશા ઇટનો જવાબ પથ્થરથી આપવો જરૂરી નથી હોતો, ક્યારેક પ્રેમથી પણ આપીને બદલો પુરો કરી શકાય, પણ, તને વાત નહીં સમજાય! તારે તો માત્ર ગજેરા પરીવારની સંપત્તિ હડપવી જો હતી.”

“તમે બધા એકના એક જ છો, હવે હું તમને કોઇને નહીં છોડું! સારૂ થયું કે બધા એકઠ્ઠા થઇ ગયાં.” વિરાગ આજૂબાજૂ નજર કરતો ગન શોધવા લાગ્યો, ત્યાં તેની નજર સીડી પાસે ફેકેલી ગન દેખાઇ, તે તરફ દોડ્યો તો પાછળથી યશનિલ દોડીને વિરાગ પર કુદ્યો, વિરાગને પાડીને તેની માથે ચડી બેઠો, બન્ને હાથાપાઇ કરવા લાગ્યા, ધૃતિ કે તમન્ના વચ્ચે પડવા જતી હતી ત્યારે શ્રીમાન ગજેરાએ જ રોકી રાખી.

“સ્ટોપ ઇટ, આઈ સે સ્ટોપ ઇટ!” પીઆઈ વાનાણી ખાખી ગણવેશમાં આવીને ગયાં, શ્રીમાન ગજેરા સહિત સૌની નજર પીઆઈ સાથે આવેલા શ્રીમાન ઋષિકેષ મણિયાર પર ગઇ, જમાદારો આ બન્ને વચ્ચે પડીને જૂદા કર્યાં, વિરાગને પકડ્યો. પુલીસ એમની સાથે-સાથે ડો પારડીવાળા અને તૌકિરને પણ પકડ્યો હતો.

“ઋષિ! તું છે આ બધાનો સુત્રધાર?” ધર્મિષ્ઠાબહેન પોતાના ભાઇને જોઇને ડઘાઇ ગયાં, શ્રીમાન મણિયાર પાસે ઊભા રહી ગયાં, “તે આ બધું પૈસા માટે કર્યુ? શરમ આવવી જોઇએ તને! તે તારી બહેનનું અપહરણ કરાવ્યુ, ધનરાજને મારવાની કોશિષ કરી એ પણ માત્ર પૈસા માટે?”

“કોઇ સંબંધ ઊભા કરવાની જરૂર નથી! હું તમને કોઇને પણ ઓળખતો નથી, હું આવ્યો હતો માત્ર આ વિરાગને મદદ કરવા! એણે પોતાની માઁની હત્યાનો બદલો લેવો હતો એટલે મેં તેને મદદ કરી! પણ, તેની બુદ્ધિ ઊણી ઉતરી, એને કદાચ ખ્યાલ ન હતો કે એ ગજેરા સામે પડ્યો છે.” શ્રીમાન મણિયારના ચહેરે કોઇ અફસોસ ન હતો. પણ, દોષનો ટોપલો વિરાગ પર જરૂર ઢોળ્યો.

“આભાર! શ્રીમાન મણિયાર! ક્યારેક તો તમને મારી શક્તિઓનો અંદાજો આવ્યો, પણ, તમારે આટલી તકલીફ ઉઠાવવાની જરૂર શા માટે હતી? તમે કહ્યું હોત તો તમે જે માગ્યું હોત તે સાળા સમજીને આપી દેત!” શ્રીમાન ગજેરા જરાપણ આશ્ચર્ય ન પામ્યા હોય તેમ શ્રીમાન મણિયાર પાસે આવ્યા, શ્રીમાન મણિયાર એકીટશે જોઇ રહ્યા.

“ભીખ નહોતી જોઇતી, શ્રીમાન ગજેરા! આ મકાન જ્યાં તું રહે છે, આ જાહોજલાલી જે તું ભોગવે છે એ બધી મારી અને મારા પિતા ગોવર્ધનલાલ મણિયારની મહેનતનું પરીણામ છે, તેના પર અમારો હક્ક છે,”

“તારી અને પપ્પાની મહેનત છે તો એમાં મારો કોઇ હક્ક નથી, શ્રીમાન મણિયાર? મેં પપ્પાની સંપત્તિમાં મારો હક્ક શો માંગ્યો હું તો તારાથી આટલી દુર થઇ ગઇ? હવે તું આ સંપતિ લેવા માંગે છે?”

“વાત સંપતિની નથી, શ્રીમાનs. ગજેરા! હક્કની છે, જે તમારા પતિએ હડપી લીધો છે, શ્રીમાન ગજેરા! આજે તું બચેલો છે તો એ પણ આ શ્રીમતિ ગજેરાની ખુમારીને કારણે! બાકી તું તો શહેર છોડીને ભાગી ગયો હતો, તું તો કાયર છો, પાછળથી વાર કરવો એ જ તારી અસલિયત છે, પણ, તારા પ્રેમના નાટકમાં અંધ થયેલી ધર્મિ ક્યારેય તારી અસલિયત ન ઓળખી શકી. અરે! જે હજારો લોકોની મોતને માટે જવાબદાર હોય! સેંકડો લોકોને બેઘર કરવાને જવાબદાર હોય, અનેક બાળકોના માથે માઁ-બાપરૂપી છત્ર ઊજાડવાનો દોષી હોય, અનેક બહેન-દિકરીઓની આબરૂ લુટાવવાને માટે જવાબદાર હોય એ ક્યારેય નિર્દોષ ન હોય શકે, તું નિર્દોષ નથી, આ ધર્મિષ્ઠા! જે તારો સત્તર વર્ષથી સાથ આપી રહી છે, આ યશ ને ધૃતિ જે તારી જાહોજાહલીને આળોટે છે એ ત્રણેય તારા ગુનામાં એટલા જ ભાગીદાર છે. આ વિરાગને મેં એ માટે જ તારી બીજી ઓક્ટોબર 1997ના દસ્તાવેજ હડપવા તૈયાર કર્યો હતો, જેથી તને તારા કર્યાની સજા મળે. તે મારી બહેનને અમારાથી અલગ કરી નાખી, શાંતિથી તો તને ક્યારેય બેસવા નહીં દઉ! ભલે તે આ રમત વ્હેલી પુરી કરી નાખી, બટ! એ ન સમજતો કે પુલીસ મને પકડી લેશે તો તું નિરાંત પામીશ, પુલીસ મારુ કશું નહીં બગાડી શકે! જેલથી હું આરામથી છુટી જઇશ અને પાછો પણ આવીશ, તને બરબાદ કરવા!” શ્રીમાન મણિયારના શબ્દોમાં-નજરોમાં શ્રીમાન ગજેરા તરફથી ભારોભાર નફરત છલકી રહી હતી. શ્રીમાન ગજેરા ચુપચાપ જોઇ રહ્યા.

“ડોન્ટ થિંક! ગેઇમ ઇસ ઓવર! આ રમત ત્યારે જ ખતમ થશે જ્યારે આપણા બન્નેમાથી કોઇ એક મરશે, તારા કે મારા છેલ્લા શ્વાસ સુધી ચાલશે, જે વ્હેલું મરશે ત્યાં જ ગેઇમ પુર્ણ થાશે. નોટ ગુડ ડેઝ ફોર યુ! હું પાછો ચોક્કસ આવીશ તને બરબાદ કરવા!” પુલીસ શ્રીમાન મણિયાર સહિત ત્રણેયને લઇ ગઇ.

“હની! આ બધું તે ઉકેલ્યું કઇ રીતે?” ધર્મિષ્ઠાબહેન બોલી ઉઠ્યા, શ્રીમાન ગજેરા મરક-મરક હસવા લાગ્યા.

***

- જાફરીચાચા આવ્યા ત્યારથી આરામ કરી રહ્યા હતા. છ-સાત કલાક વહી ગઇ હશે. યુવરાજ ભજીયા હાઉસેથી કામ કરીને આવ્યો હતો. સાંજનું ભોજન તેની સેલ મોકલાવી દેવામાં આવ્યું હતું. જમ્યા બાદ યુવરાજ વાંચી રહ્યો હતો. જાફરીચાચાએ વાંચનનો અમુલ્ય ખજાનો ઊભો કર્યો હતો. કેટલાંક જાફરીચાચાની હસ્તલિખીત નોટો પણ હતી.

“પાણી! પાણી!” અચાનક જાફરીચાચા કણસવા લાગ્યા. વાચતો યુવરાજ ઊભો થયો. માટલેથી પ્યાલો ભરીને ખાટલા પાસે આવ્યો.

“ચાચા આ લ્યો પાણી..” યુવરાજને જાણે બોલવાની તક મળી હોય તેમ તેવા ઉત્સાહથી બોલી ઉઠ્યો. જાણે કેટલાય દિવસથી પોતાનો અવાજ સાંભળ્યો ન હોય તેમ એક સમયે તો યુવરાજ ખુદ ભડકી ગયો. જોકે પોતે જ પોતાના પર હસવા લાગ્યો. ચાચા ઉભા થવા માંગતા હતા. પણ અશક્તિને કારણે ઉભા થઇ શકતા ન હતા. યુવરાજે નમીને ચાચાને ઉભા થવામાં મદદ કરી. ચાચા માંડ બેઠા થયાં. યુવરાજે પ્યાલો આપ્યો.

“યા અલ્લાહ! પરવરદિગાર!” ચાચા બોલી ઉઠ્યા. તેમના અવાજમાં ઉંમર અને થાક સ્પષ્ટ દેખાય આવતો હતો. યુવરાજ પાસે પ્યાલો લીધો પણ હાથ ખુબ ધ્રુજતા હોવાને કારણે પ્યાલો છલકાતો હતો. યુવરાજ નમીને ચાચાના હાથ પર હાથ મુક્યા. પ્યાલો સ્થિર થયો. ચાચાએ પ્યાલો મોઢે લગાડ્યો. પાણી પીને પાછા લંબાવ્યા.

“વાહ! ભાઇ! વાહ...” અચાનક સળીયા આગળ કોઇ ઉભા રહીને બોલ્યુ. યુવરાજે નજર કરી તો શાહિર તેની સાગરીતો સાથે હસી રહ્યો હતો, “બહુત અચ્છી ખાતીર કર રહા હૈં બુઢે કી કરો. ઔર કરો! ____ કી! મરનેવાલે કી સભી ખ્વાઇશ પુરી કરને સે ઉસકી આત્મા સુકુન મિલતા હૈ..” સાહિર બોલ્યો.પણ યુવરાજે તેના પર ધ્યાન આપ્યા વગર વાંચવા લાગ્યો, “કરી લે! તું પણ નખરા કરી લે! તને શું લાગે છે તારામાં ત્રેવડ છે, આ ખખડી ગયેલા ડોસાને બચાવવાની? તારા શું ત્રેવડ હોય? આ મારા સડકછાપ _____ બે મારશેને તો તું તો ચંદ પળમાં મરી જાઇશ. સાલો કરોડીમલ!” યુવરાજને ઉશ્કેરવાનો નિરર્થક પ્રયાસમાં લાગ્યો હતો શાહિર! પણ યુવરાજ મક્કમ મને જવાબ આપતો ન હતો.

“જવા દેને! શાહિર! આ માયકાંગળો શું કરી લેવાનો? જે કરવું હશે એ આપણે કરી લઇશું? આ ડોસો તો તારા હાથે જ મરવાનો છે. ચાલ! ચાલ!” એક સાથીએ શાહિરને વાળ્યો. શાહિર યુવરાજને જોઇ રહ્યો. પછી સાથીઓ સાથે ચાલતો ગયો. સામેની સેલમાં ઠઠ્ઠા-મશ્કરી શરૂ થઇ.

- જાફરીચાચા આવ્યા પછી જાણે તેની સેવામાં લાગી ગયો યુવરાજ! જોકે, આ સેવકને જાફરીચાચા ઓળખી ન શક્યા. એક તો ઉંમરને કારણે વધારે સમય આરામ કરતા અને બીજું યુવરાજ પોતે જ બોલતો નહીં. ચુપચાપ સેવા કર્યે જતો.

“રાજુ! એ રાજુ!” એક બપોરે યુવરાજ કામે ગયો ત્યારે જાફરીચાચા પોતાના ખાટલે બેઠા થયા. આજુબાજુ કોઇ ન દેખાતા રાજુને પુકારી ઉઠ્યા. રાજુ જમાદાર પહેરીદારીમાં હતો. ચાચાનો અવાજ આવતા જ દરવાજે તાળું ખોલ્યુ અને અંદર ગયો.

“ચાચા! શું થયું? કાંઇ જોઇએ છે?”

“પાણી” ચાચા બોલ્યાં. રાજુએ માટલેથી પાણી આપ્યુ. ચાચાએ પાણી પીધુ. રાજુએ પ્યાલો માટલે મુંક્યો, “રાજુ! હું બીમાર હતો. ત્યારે અસ્પતાલથી આવ્યો ત્યારે મારી સેવા કોણ કરી રહ્યું હતું? મને ઠીક ન હોવાને હું સુતો રહેતો. પણ. મને લાગતું કે કોઇ સ્વજન મારી પડખે છે. કોણ છે એ છોકરો જે મારી સેવા કરવા માટે દરરોજ આ કોટડીમાં આવે છે?”

“ચાચા!..” રાજુ હસ્યો, “એ તમારી સેવા તો કરે છે, પણ, બહારનો માણસ નથી, એ તમારી સાથે જ રહે છે, કેદીની જેમ જ!”

“શું? એ છોકરો અને કેદી?” જોરથી બોલવા ગયા તો ચાચાને ઉંધરસ આવવા લાગી, રાજુએ પીઠ પર હાથ ફેરવીને ઉંધરસ ઓછી કરવા લાગ્યો, “પણ. સ્વાભાવે તો ભલો લાગે છે. કેટલી સેવા કરે છે મારી! એ પણ સાવ મુંગે મોઢે! એ છોકરો શું ગુનેગાર હોવાનો? કોણ છે એ છોકરો? મને એનો ચહેરો જાણીતો લાગી રહ્યો છે. જાણે કે કોઇ સ્વજન હોય!” જાફરીચાચા ઉંધરસ ખાતા બોલ્યા.

“ચાચા! તમને તો સ્વજન લાગે જ ને! એ તમારો સ્વજન જ છે, ભલે ધર્મ અલગ હોય! પણ. તમારી પાછલી જિદંગીમાં તમારા સ્વજન કરતાં પણ વધારે હતો એ અને એનો પરીવાર!”

“રાજુ! મને ખબર છે કે તને સમય પસાર કરવા માટે વાતો બનાવવાની આદત છે, પણ મને હવે જાણવાની ઉત્સુકતા વધી રહી છે. મહેરબાની કરીને મારા સબ્રનો ઇમ્તિહાન ન લે! આ બુઢાને હેરાન ન કર! મારા ભાઇ!” ચાચા મજાકમાં બોલ્યા. રાજુ ચાચાને જોઇ રહ્યો. પણ. એ અસમંજસમાં હતો. ચાચા ખાટલે બેઠા હતાં. ધીમેકથી ઉંચું મોઢું કરીને રાજુ સામે જોયું. “શું થયું? રાજુ! લાગે છે આજે તારે આ બુઢાનું ઇમ્તિહાન લેવું છે? આ બુઢો હવે થોડું જ જીવવાનો છે. શું કામ ડોસાને પરેશાન કરી રહ્યો છે?”

“ચાચા! તમારી પરીક્ષા હું શું કામ લઉ? તમે તો જિદંગીની મોટામાં મોટી પરીક્ષા જીતી ગયાં છો, પણ મને...” રાજુ ગભરાઇ રહ્યો હતો.

“અરે! બેટા! તેમા ઘબરાઇ શું રહ્યો છે? જે હશે એ આજે નહિ તો કાલે સામે આવશે જ! આજનું મૌત કાલ પર ટળવાનું તો નથી. હું ઇન્તેજાર કરી શકું. મૌત નહિ.” જાફરીચાચા પોતાની જ મજાક કરવા લાગ્યા. રાજુ જોકે વધારે ગભરાઇ ગયો, “બોલ! બેટા! કોણ છે એ છોકરો?”

“ચાચા!” રાજુએ મુઠ્ઠી વાળીને 2-3 વાર ઉંડા શ્વાસ લીધાં. આંખો બંધ કરી ગયો, “ચાચા! એ છોકરો... બીજો કોઇ નહીં. પણ. એક સમયના તમારા મિત્ર અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી દેવરાજસાહેબનો એ દિકરો છે યુવરાજ! યુવરાજ રાવળ!” રાજુ બોલી ગયો.

“કોણ છે? મને સંભળાયું નઇ!” ચાચાએ પુછ્યું, રાજુ માટે કફોડી સ્થિતી થઇ, નીચે નમ્યો, ચાચાની કાન પાસે આવ્યો.

“ચાચા! એ યુવરાજ રાવળ છે. દેવરાજ રાવળનો દિકરો...” રાજુ તો ધીમેથી બોલ્યો. પણ. જાણે કાનમાં યુવરાજ શબ્દ અનેકગણો મોટો સંભળાયો હોય તેમ ચાચા ધ્રુજી ગયા. આંખો પહોળી થઇ ગઇ. કપાળની ભ્રુકૂતિઓ ખેંચાઇ ગઇ.

“યુવરાજ! મારા દેવરાજસાહેબનો યુવરાજ....” ચાચા તો ખુશ થઇ ગયા. આજુબાજુ જોઇ રહ્યા. “ક્યા છે મારો યુવરાજ...? રાજુ! ક્યા યુવરાજ? મારો યુવરાજ!..” ચાચામાં જાણે નવચેતન આવી ગયું હોય તેમ ખુશીના માર્યા ઉભા થવા ગયા અને રાજુના ધ્યાનમાં આવે તે પહેલા જ ચાચા ખાટલા પર ઢળી પડ્યાં.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED