ખૂની - 2 Het Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની - 2

ખૂની -

ખુબ ખુબ આભાર વાંચક મિત્રો મારી લખેલી સ્ટોરી નો પહેલો ભાગ વાચ્યો અને પસંદ કર્યો તે બદલ. લખાણ માં ભૂલ જોવા મળે છે એવું મારા એક વાચક મિત્ર એ કહેલું આભાર મિત્રો. આજ રીતે જો તમને પણ કોઈ મારી સ્ટોરી વિશે કઈ કહેવા માંગતા હોય કે સ્ટોરી માં કઈ વધુ ઉમેરવા માંગતા હોય તો જરૂર જણાવજો મારા whotsapp number પર +918141782960

***

પહેલા ભાગ ના અંતમાં આપે વાંચ્યું જેલર જીદ કરે છે રાજુની પાછલી જિંદગી વિષે જાણવા રાજુ ને કહેછે કે મને તારો મોટો ભાઈ સમજી વાત કહી શકે છે. રાજુ નું મન તો ન હતું. છતાં જેલર સામે જોઈ મોઢું હલાવ્યું અને ધીમા અવાજે બોલ્યો “ સાહેબ કહેતા જીબ નથી ઉપડતી પણ છતાં કહું છું.”

હસતો ખેલતો મારો નાનો પરિવાર જેમાં મારા માં બાપ અને મારી નાની બે બહેનો શાંતિથી રહેતા હતા. આજથી લગ ભગ દોઢ વર્ષ પહેલા ની વાત છે. મારી ઉમર ૨૪ વર્ષ હતી અને મારા પિતાજી એ એમના નાનપણ ના મિત્ર કાનજી ભાઈ ની દીકરી સાથે મારા લગ્ન કરવા નું નક્કી કર્યું. મારા પિતાજી ને મારા પર પૂરો ભરોસો હતો કે એ જેની સાથે પરણવાનું કહેશે એ માની જ લઈશ આથી જ નાનપણ મા જ સગાઇ કરાવેલ. સાહેબ નસીબ તો જોવો મારા હું ચાર ચોપડી ભણેલો અંને એ છોરી બારમું ભણી હજી આગળ ભણતી હતી.... મને એ વાત પચતી ન હતી કે આ ભણેલી ગણેલી છોરી મારી સાથે લગ્ન કરશે? હું અને મારો ભાઈ બન્ને છોકરી જોવા બાજુના ગામ ગયા મારા પિતાજીના મિત્ર ના ઘરે “” અરે રાજુ તારી ફાઈલ વાંચી મેં પણ એમાં તો તારે ખાલી બે નાની બહેનો વિશે માહિતી આપેલી છે તો આ ભાઈ ?જેલર સાહેબે અચરજ પામતા કહયું “” હા સાહેબ મારે બે બહેનોજ છે. આતો મારા કાકા નો છોકરો મારો ભાઈ છે જે થોડું વધારે ભણેલો છે તો એને સાથે લઇ ગયેલો. છોકરી જોઈ અમે પાછા આવ્યા ઘરે મારા ભાઈએ મારી માં ને જાણ કરી કે મને છોકરી પસંદ છે.બસ વિચાર મનમાં આવતો કે એ તો મને પસંદ નહિજ કરે હું સીધો સાદો અને એ મોર્ડન.

બીજા દિવસે કાનજી ભાઈએ સમાચાર મોકલ્યા કે એમની દીકરીને હું પસંદ છુ. થોડીવાર એ સાંભળી વિશ્વાસ જ ના થયો કે આ હકીકત છે કે હું સપનું જોવું છું. મારી નાની બહેન બહુ મસ્તી ખોર છે એને આવીને મને ટાપલી મારી ત્યારે સમજાયું કે હકીકત માં એ છોકરી એ મને પસંદ કર્યો છે. જેલર સાહેબ એ દિવસ આજે પણ ભૂલી નથી શકિયો મારી ૨૬ વર્ષ ની ઉમર માં પહેલી વાર એટલો ખુશ હતો એ દિવસે. સાથે સાથે એ પણ સમાચાર આપેલા કે બે દિવસ પછી લગ્ન ની તારીખ પાક્કી કરવા મળીશું

જેલર : રાજુ એ તો કહે કે તારી પત્ની નું નામ શું છે ?

રાજુ : શું છે નહી સાહેબ શું હતું એમ કહો

જેલર: એટલે મતલબ કે તે તારી પત્ની નેજ.... તો બીજું ખૂન તારા ભાઈ નું ?? રાજુ એવું તો શું થયું કે બન્ને ને મારી નાખ્યા.

રાજુ ઉદાસ થઇ ગયો જેલર રાજુની સામે એક ધારું જોઈ રહેલા અચાનક જેલર ઉભા થઈને જેલની બહાર જાય છે.આખો દિવસ રાજુની વાતો સાંભળવા માં જતો રહયો સાંજ પડી અને જેલર બદલાયા બહાદુર સિંગ ઘરે જવા નીકળે છે એટલામાં પાછળ થી રાજુ જેલર બહાદુર સિંગ ને બોલાવે છે “સાહેબ મારી એક મદદ કારશો ’’ જેલર : હા હા બોલ મારાથી બનતી મદદ જરૂર કરીશ.

રાજુ : મારે મારા માં બાપ ને મળવું છે

જેલર : સારું....પ્રયત્ન કરું છું એટલું કહીને જેલર એના ઘરે જવા નીકળી જાય છે.

રાજુ ઉદાસ થઈને એક ખૂણા માં જઈને બેસી જાય છે બીજો દિવસ આજે બહાદુર સિંગ રજા ઉપર હતા રાજુ એમની રાહ જોતો રહયો પણ બહાદુર સિંગ ના આવ્યા તો રાજુ એની પથારીમાં જઈને સુઈ જાય છે. થોડીવાર પછી બીજા જેલર આવે છે રાજુ એમને બહાદુર સિંગ વિશે પૂછે છે બીજા જેલર સીધીરીતે જવાબ ના આપીયો રાજુ નિરાશ થઇ જાયછે. ત્રીજા દિવસે બહાદુર સિંગ સવારે આવે છે સીધા રાજુને મળે છે.

રાજુ : સાહેબ કાલે નોહતા આવ્યા બધું ઠીક તો છેને ?

જેલર : હા બધું ઠીક છે. મારી નાની દીકરી ની તબિયત ઠીક ન હતી માટે રજા પર હતો..... હવે ઠીક છે.

હું રજા પર હતો પણ મન તો આહીયાજ હતું તારી વાત મા

રાજુ : સાહેબ પહેલા મને એમ કહો મારા માં બાપ મને મળવા કયારે આવવાના છે ?

જેલર : ચિંતા ના કર બહુજ જલ્દી જ આવાના છે મેં સંદેશો મોકલીયો છે.

રાજુ : આભાર સાહેબ

એ દિવસે જેલર ને થોડું કામ વધારે હોવાને કારણે રાજુની પૂરી વાત ન સાંભળી શક્યા બીજે દિવસે રાજુને મળવા એના માં બાપ આવે છે. બહાદુર સિંગ એમણે રાજુ ને મળવાની પરવાનગી આપે છે અને સાથે એ પણ રહે છે.

રાજુને જોઇને એની માં રડવા લાગે છે.

રાજુના પિતાજી : કેમ રડે છે તું ના રડ તનેતો ગર્વ હોવો જોઈએ કે રાજુ આપણો દીકરો છે.

આ સાંભળી જેલર વિચાર માં પડી ગયા મનમાં અલગ અલગ ઘણા વિચારો દોડવા લાગ્યા

.......વધુ આવતા ભાગ મા