KHUNI-4 books and stories free download online pdf in Gujarati

ખૂની -૪

હુ અને રાજુ બંને કાજલને મળવા તેની ની કોલેજ જવા નીકળ્યા રસ્તામાં રાજુ ના મનમાં ઘણા વિચારો આવતા અને મને કહેતો ભાવલા કેમ કાજલ આને મળવા ગઈહસે ?  શું કાજલ આપણી મદદ કરી રહી છે ? કઇ સમજાતું નથી શુ થઈ રહિયું છે આ વાતો વાતો મા કોલેજ પહોંચી ગયા ત્યાં જઈને ખબર પડી કે કાજલ થોડા દિવસો થી કોલેજ નથી આવી આ વાત સાંભળી મને અને રાજુ બંને ને જટકો લાગ્યો  મે સાથે સાથે મનોજ વિશે પણ પૂછી લીધું એ પણ એટલાજ દિવસ થી કોલેજ નથી આવેલો .   
હવે તો મને પણ શંકા  થવા લાગી કે સાચેજ  મનોજ અને કાજલ ભાભી વચ્ચે કઇ ???
હુ બોલું એ પહેલાં રાજુ બોલ્યો ભાવલા  કૈક તો લોચો છે મે કહ્યુ ચાલ આપણે ઘરે જૈયે સાંજે ભાભી આવે એટલે એમને પૂછી લઈશું 
અમે બન્ને ઘરે પાછા આવ્યા મારા ઘરે હુ રાજુને લઈ ગયો ત્યાં ઘરના બધા બેઠા હતા અમે પણ ત્યા જઈને બેઠા એટલા માં ખબર પડી કે બાજુના ગામથી ફરી એક છોકરી ગુમ થઈ છે નવાઈની વાત તો એ હતી કે પોલિશ કંપલેન કરવા છતાં પોલિશ હાથ પર હાથ ધરી બેસી રહી હતી  ફરિયાદ નોંધાવી પણ એના પર કોઇજ પ્રતિક્રિયા નહતી પોલીસની  જાણે કઈ થયું ન હોય તેમ વાતાવરણ હતું પોલિશ સ્ટેશનમા  . અમે વાતો કરતા હતા એટલામાં મનોજ અને કાજલ ને આવતા જોયા હુ અને રાજુ રાજુના ઘરે જવા નીકળ્યા કાજલ જેમ કઈ થયું જ નહોય તેમ વર્તન કરતી હતી રાજુ ગુસ્સામાં કાજલ તરફ જાયછે પણ મે એને રોક્યો અમે પાછા બહાર આવ્યા 
રાજુ: ભાવલાં કેમ મને રોક્યો 
ભાવેશ: જો રાજુ અત્યારે કાઇપાં જાણ્યા વગર કહિજ ના બોલાય માટે કાલે આપણે એની પાછળ જઈશું અને જોઈશું કે ક્યાં જાયછે 
રાજુ : ના ભાવલાં ના રોકિસ મને.આજે સત્ય જાણીનેજ રહીશ.
ભાવેશ : હા તારી વાત સાચી છે પણ શું ખબર બહેન વિશે કઇ જાણવા મળી જાય તો માટે કહું છું આપણે કાલે એ બન્ને ની પાછળ જઈશું   પરિસ્થિતિ સમજ રાજુ. 
કાજલ અને મનોજ છૂટા પડયા અને કાજલ એમ પણ બોલી ચાલ મનોજ ત્યારે કાલે મળીયે કૉલેજમાં …
આટલું બોલી મનોજ અને કાજલ છુટ્ટા પડ્યા કાજલ ઘરે ગઈ અને હું અને રાજુ પાછા મારા ખેતરમાં એકાંત જગ્યા યે બેઠા અને મનોજ અને કાજલના આ વર્તન વિશે વાત કરીએ છીએ એટલામાં રાજુ બોલ્યો : ભાવલા આપણે આજથીજ નજર રાખીએ બન્ને પર કંઇક જાણવા મળે તો ?
 ભાવેશ: હા એ વાત સાચી. ચાલ તું તારા ઘરે જા હું મનોજ  ના ઘરે જાઉં છું .
અમે બન્ને ત્યાં થી છૂટા પડયા અને કાલે સવારે કાજલ અને મનોજ પાછળ જવાનું નક્કી કર્યું .
અમને ઘરે થી કંઈપણ જાણવા નમળ્યું બીજા દિવસે હું અને રાજુ એમની પાછળ જવા સવારે વહેલા  પહેલે થી બસ સ્ટોપ પર સંતાઈ ગયા સવારની પહેલી બસ આવવાની થોડી વાર હતી .એટલામાં કાજલ અને મનોજ સામેથી આવતા જોયા અને “બસ” પણ આવી ગઇ બન્ને બસમાં બેસે છે અને અમે બસની પાછળ થઈને બસ ઉપર ચડી જઈએ છીએ  અને બસ સહેર તરફ નીકળી પડી  કદાચ શહેર આવવાની વાર હતી અને બસ થોભી ગઇ .પણ ત્યાં તે લોકો ન ઉતર્યા થોડી વારમાં કોલેજ પણ આવી અને બન્ને કૉલેજ ના ગેટ ની પાસે ઉતર્યા અમે પણ એમની થોડે દૂર જઈને નીચે ઉતર્યા એ બન્ને કૉલેજ ની અંદર જવાની જગ્યાએ એક કાર આવી તેમાં બેસી નીકળી ગયા .
રાજુ : ભાવલા હવે શું કરીશું આમની પાછળ કેમ જઈશું ?
ભાવેશ: એક કામ કરીએ આપણે ટેક્સી કરી લઈએ 
રાજુ: સારું એમ કરીએ 
અડધો કલાક થયો પણ અમને ટેક્સી ના  મળી અને મનોજ અને કાજલ ગયેલા એ કાર સામેથી આવતા જોઈ મે એને ઉભી રાખી  એ ટેક્સી હતી અમે તેમાં બેસી ગયા અને ડ્રાઈવર ને કહ્યું તે આના પહેલા ની સવારી ને જીયા ઉતર્યા ત્યાં અમારે જવાનું છે 
ડ્રાઈવર: ના ભાઈ ત્યાં હુ નહિ આવું .માફ કરશો તમે મારી ટેક્સી માંથી ઉત્તરી જાવ .
રાજુ :પણ કેમ ?
ડ્રાઈવર : કોઈ કારણ નથી બસ એમજ મારે ત્યાં ફરીવાર નથી જવું બસ .
ભાવેશ: એક  કામ કર ભાડું વધારે લઈ લેજે .
ડ્રાઈવર :સારું પણ એક સરત પર આવું .
ભાવેશ:હા બોલ શું સરત છે તારી .
ડ્રાઈવર:હુ તમને તે જગ્યા થી થોડે દૂર ઉતરીસ ચાલશે ?
રાજુ : હા ભાઈ હા ચાલશે તું જલ્દી ત્યાં અમને પહોંચાડ.
ડ્રાઈવર :હા સાહેબ ચાલો ત્યારે.
અમને તે ટેક્સી વાળો સુમસાન જગ્યાએ ઉતારે છે અને જંગલ તરફ ઈશારો કરે છે અને કહેછે સાચવીને જજો ..
અમે જંગલ તરફ ચાલતા થયા ત્યાં મને એક વ્યક્તિ આવતા દેખાયો અમે છૂપાઈ ગયા .થોડો નજીક આવતા હુ એ વ્યક્તિ ને ઓળખી ગયો …
ભાવેશ: રાજુ આને તો હુ ઓળખું છું .
રાજુ : કોણ છે આ ?
ભાવેશ : આપડા બાજુના ગામમાં રહે છે આખો દિવસ જૂગાર અને નસામાં રહે છે અને કામ ચોર એટલો છે કે એ એની પત્ની પાસે કામ કરાવે છે એ વ્યક્તિ અહીંયા શું કરે છે અને રાજુ  આશ્ચર્ય તો એ વાત નું છે કે કાલે જે ગામ માંથી છોકરી ખોવાઈ તેજ ગામનો આ વ્યક્તિ છે .રાજુ કે ના કે આવિયક્તી પણ ભાભી અને મનોજ સાથે મળેલો લાગે છે.
રાજુ :હા મને પણ એવુજ લાગે છે .
અમે એને આગળ જવા દીધો અમે એની પાછળ પાછળ ચાલતા થયા  . અમને સામે એક મકાન દેખાયું જે બહુ જૂનું હતું .પેલો વ્યક્તિ તે મકાન ની અંદર જાય છે .અમે બહાર સંતાયેલા રહીએ છીએ . એટલામાં અંદરથી જોર જોર થી જગડવાં નો અવાજ આવવા લાગ્યો ...
રાજુ: ભાવલા આ તો મનોજ નો અવાજ છે 
ભાવેશ:હા યાર..
મનોજ અંદર ગયેલા પેલા માણસ ને ધમકાવતો હતો  કદાચ એ પાછો નસો કરીને આયો હતો . અમે અંદર જવા પ્રયત્ન કરતા હતા એટલામાં ત્યાં બે વિદેશી અને સાથે એક લોકલ ગુંડો આવતા જોયા અમે તેમનો પીછો કરીને અંદર ગયા અને અંદર જતાં અમારી આંખો ફાટી ગઈ અમે સંતાઈને જોયું કે ત્યાં પાંચ છોકરીઓ બેભાન અવસ્થા માં હતી એમાં એક રાજુ ની બહેન પણ હતી .. મનોજ અને કાજલ પણ ત્યાં ઉભા હતા પેલા બે વિદેશી અંદરો અંદર વાતો કરતા હતા જે અમારી સમજ બારની હતી ..અમને એટલું સમજાયું કે આલોકો આ બધી છોકરીઓ ને થોડાજ સમય માં અહીંથી બહાર લઈ જવાના છે .  
મનોજ અને કાજલ પણ અંદરો અંદર વાતો કરતા સાંભળ્યું કે કાલે તો આપણે પણ આઝાદ એક નવી જિંદગી નવી જગ્યા પર સરું કરી શું. .
રાજુ ને બહુ ગુસ્સો આવ્યો એ બહાર નીકળી એમની પાસે જવા નોજ હતો એટલામાં ત્યાં એક  વકીલ જેવો લાગતો વ્યક્તિ અંદર આવ્યો અને કોઈ પેપર પેલા વિદેશી ને આપ્યા અને વિદેશી એ તેને બે બંડલ પૈસાના આપ્યા ત્યાં જ મનોજ પણ પેલા વિદેશી ને ઈશારો કર્યો પૈસા માટે મનોજ ને પણ વિદેશી એ એક સુટકેસ આપી થોડીજ વારમાં ત્યાં એક ગાડી આવી .
મનોજે પેલા બાજુના ગામ વાળા વ્યક્તિ ને માલ ગાડીમાં ભરી દે એમ કહ્યું  ..
મને અને રાજુ ને કઈ સમજાતું નહતું  અમે પોલિશ પાસે મદદ માગવા પણ નોહતા જઈ શકે તેમ કારણ કે તે પણ મળેલી હતી આમને અમારે કઇ પણ કરી બધી છોકરીઓ ને બચાવી હતી .ત્યાં રાજુને મને કહ્યું કે આપને કાજલ,મનોજને અહિયાં બંધ કરી જેવીજ ગાડી છોકરીઓ ને લઈને બહાર જાય કે તરત એની પાછળ જઈશું તેમને બચાવવા કાજલ અને મનોજ નુ પછી વિચારીશું . મને પણ એ વાત યોગ્ય લાગી જેવાજ પેલા વિદેશી જવા માટે નીકળ્યા અમે તે મકાન ને બહાર થી બધ કરી દીધું અને પેલો બાજુના ગામ વાળા વ્યક્તિ ને વિદેશી દારૂ અને રૂપિયા ની લાલચ આપી ને  ધ્યાન રાખવા બેસાડી દીધો કે મનોજ અને કાજલ બહાર ના આવે માટે .
અમારા માટે સારી વાત એ હતી કે પેલા વિદેશી અલગ ગાડીમાં હતા અને છોકરીઓ પણ અલગ ગાડીમાં હતી અને ચિંતાની વાત એ હતી કે છોકરીઓ સાથે પેલો લોકલ ગુંડો દેસી તમંચા સાથે હતો .પેલા વિદેશી ની ગાડી પહેલા ચાલતી થઈ અને છોકરીઓની ગાડી પાછી અમે તેનો ફાયદો ઉઠાવી જંગલ બહાર ગાડી નીકળે એ પહેલાંજ છોકરીઓની ગાડી મે રોકી અને રાજુ જાડ પાછળ સંતાઈ ગયો ગાડી નો કાચ ખોલી પેલા ગુંડા એ પૂછ્યું કેમ ગાડી રોકી તે મે કહ્ય ભાઈ ગાડીમાં પંચર લાગે છે માટે થયું કે તમને જણાવું ..
આ ગાડી ઉભેલી જોઈ વિદેશિની ગાડી આગળ ઉભી રાખી
પેલો ગુંડો નીચે ઉતર્યો તમંચા સાથે રાજુ પાછળ થી આવી તેના માથાના ભાગે જોરથી લાકડું મારે છે અને મે પેલા ડ્રાઈવરને ઉતારીને ધીબી નાખ્યો .. આજોઈને વિદેશી ગાડી માંથી ઉતરી ને અમારી તરફ ડરતા ડરતા આવતા જણાય છે એમને મને પૈસા દેખાડે છે રાજુ એમના પર પેલા તમંચા થી ફાયરિંગ કરે છે પેલા ડરીને ગાડીમાં બેસી ભાગી જાય છે .
છોકરીઓ હજી પણ બેભાન અવસ્થા માજ હતી . રાજુ એ મને કહ્યું ભાવલાં તું આબધી છોકરીઓ ને લઈને આજ ગાડીમાં આપણા ગામ લઇજા હુ આવું પેલા બે નફ્ફટ ને પાઠ ભણાવીને પણ હું ના માન્યો રાજુએ મને સમજાવ્યો કે ડ્રાયવર પર મને ભરોસો નથી આથી માનવુંડ્યું .
હુ બધી છોકરીઓને લઈને ગામ માં સરકારી દવાખાને લઈને આવ્યો ત્યાં ખબર પડી કે બધી છોકરીઓને બેભાન કરવાની દવા વધારે માત્રા માં આપવામાં આવી છે ..કદાચ બેત્રણ કલાક પછી ભાનમાં આવી જશે .
ગામ માં વાત ખબર પડી કે તરત આખું ગામ દવાખાને ઉમટી. પડ્યું 
મને હવે એક ચિંતા હતી રાજુની મારા ગામ ના થોડા વ્યક્તિ ને લઈને હું રાજુ પાસે જવા નીકળ્યો પણ રાજુ અમને સામે થી આવતા દેખાયો અમે રાજુ તરફ ગયા રાજુ બોલી શકે તે હાલત માં નહતો અમે તેને તેના ઘરે લઈ ગયા થોડી વાર પછી રાજુ બોલ્યો બેન અને બાકીની છોકરીઓ કેમ છે ..
મે કહ્યુ બેન અને બધી છોકરીઓ થોડાજ કલાક માં ભાન માં આવી જશે તું બોલ રાજુ ત્યાં શું થયું પેલા બે ક્યાં છે 
રાજુ બોલ્યો ભાવલા એમને નવી જગ્યા એ પોહચાડી દીધા ...
આટલું બોલી અવાચક થઈ ગયો ...
ત્યાજ દવાખાને થી સમાચાર આવ્યા કે બધી છોકરીઓ માંથી એક છોકરીને ભાન આવી છે ..ગામના સરપંચ  પોલીસ સ્ટેશન જવા મને અને રાજુ ને કહિયું અને રાજુ માની પણ ગયો .મે રાજુ ને સમજાવ્યો રાજુ પોલીસ પણ મળેલી છે .. સરપંચ કેમ આમ બોલે છે આ નરાધમ ને સજા તો મડવિજ જોઈએ જાઓ અત્યારેજ એ લોકો પર ફરિયાદ કરીને આવો ... કદાચ સરપંચ ને કઈ ખબર નહતી કે આબધા પાછળ એમનાજ ગામના બે વ્યક્તિ હતા સરપંચ ને બધી વાત મે કરી ...હુ સરપંચ અને રાજુ સરપંચ ના ઘરે બેઠા હતા .  રાજુ ને  ત્યાં શું થયું મારા ગયા પછી મે પૂછ્યુ 
રાજુ:હુ પેલા ઘર તરફ ગયો ત્યાં જોયું તો પેલો માણસ જેને આપને ચોંકી કરવા રાખેલો તે ત્યાજ બેભાન થઈને પડેલો કદાચ વધારે દારૂ પી ગયો હોય તેમ લાગતું હતું  અંદર ગયો તો  મનોજ અને કાજલ સામે બેઠેલા જોયો મને કાજલ જોઈને નાટક કરવા લાગી જાણે એને પણ પરાણે  રાખવામા આવી હોય મનોજ કંઇક ના બોલ્યો. અને ભાગવા પ્રયત્ન કર્યો પણ મેં સામે તમંચો દેખાડ્યો જેથી બન્ને ઉભા રહ્યા એમની પાછળ મારું ધ્યાન ગયું તો એક રૂમ માં થી બહુજ દુર્ગંધ આવતી હતી મે તે દરવાજો ખોલવા મનોજને કહ્યું મનોજે તે દરવાજો ખોલ્યો અને ત્યાં મે જે જોયું મારા પગ નીચે થી જમીન સરકી ગઈ . ત્યાં નાની ફૂલ જેવી છોકરીઓ ના ટુકડા પડેલા એકદમ નિર્દય તાથી  ટુકડા કર્યા હોય તેમ લાગ્યું આ જોઈને મારાથી ના રહેવાયું મનોજને ત્યાજ ગોળી મારી દીધી કાજલ ને મારવા જતો હતો ત્યાં ગોળી પતિ ગઈ કાજલ મારા પગ પકડી કગરવા લાગી પણ હું પેલી ફૂલ જેવી માસૂમ પડેલી છોકરીઓ નો ચહેરો મારી આંખો ની સામે હતો ધડ થી અલગ એ ચહેરો જોઈ મારું લોહી ઉકળવા લાગ્યું ત્યા બાજુમાં પડેલા તીક્ષણ હથિયારથી કાજલને ત્યાજ વધેરી નાખી .....
અમે બેઠા હતા ત્યાંજ પોલિશ આવી સરપંચ ના ઘરે જેમ પહેલેથીજ એલોકો જાણતા હોય તેમ રાજુએ પોતાનો ગુનો સ્વિકારી લીધો .
જેલર સાહેબ પોલીસ પણ જાણે ડરેલા એમ લાગતું હતું રાજુ એમની સાથે જીપ માં બેસીને પોલીસને હવાલે થઇ ગયો .પછી ની વાત તો તમને ખબરજ છે તેને સજા પણ થઈ ગઈ ફાસીની . જેલર સાહેબ જો રાજુ એ આ પગલું ના ભર્યું હોય તો એ નફ્ફટ લોકો તરત જેલમાંથી છૂટી જાય અને પાછુ આવીજ રીતે નિર્દોષ છોકરીઓ નો વ્યપાર ધમધમવા માંડત એની પાસે બીજો કોઈજ રસ્તો નોહતો  આવું કરવા સિવાય .
જેલર: ખરેખર બહાદૂર છે રાજુ હુ એની સજા તો માફ નહિ કરાઇ શકુ પણ આ ઘટના પાછળ જેટલા વ્યક્તિ છે બધાને સજા જરૂર અપાવીશ .જેલર પાછા તેમના ઘરે આવે છે .
નિર્ધારત સમયે રાજુને ફાંસી આપવામાં આવે છે આખું કિસાનપુર શોક ના  વાતાવરણ ફેલાઈ ગયું  .
કદાચ ક્યારેય પણ ગામના લોકો રાજુને ભૂલી નહિ શકે .

બીજા રસપ્રદ વિકલ્પો