Khuni - 1 books and stories free download online pdf in Gujarati

ખૂની - 1

ખૂની

મુજરિમ રાજુ ને દફા ૩૦૨ મુજબ એક મહિના પછી ફાસી ની સજા કરવામાં આવે છે. આટલું કહી જજસાહેબે કલમ નો પોઈન્ટ તોડી નાખીયો અને મુજરિમ રાજુને જેલમાં પૂર્વા મા આવીયો.

સજા જાહેર થયા પછીનો પહેલો દિવસ રાજુનો જેલમાં. મો પર થોડો પણ ડર કે ચિંતા ન હતી. આ જોઈને જેલર રાજુને પૂછે છે. અરે કેવો માણસ છે તું ખબર છે તને કે તને એક મહિના પછી ફાસી આપવાની છે તો પણ તારા મો પર થોડો પણ ભય નથી. રાજુ જેલરની વાત સાંભળી થોડું મલકાયો અંને જવાબ ન આપીયો. આ જોઈને જેલર ના રહી સકિયો અને ફરી પૂછયું. “કમાલ છે અલીલ્યા તું પાગલ થઇ ગયો છે” આટલું કહીને જેલર એના કામ માં મગ્ન થઇ ગયો. એ દિવસ આખો દિવસ રાજુ જેલ માં શાંત રહયો એક પણ શબ્દ ન બોલિયો. જેલર રાઉન્ડ મારીને પાછો આવીયો અને જોયું તો મુજરિમ રાજુ હજી એમનામ ઉભો છે. આજોઈને જેલર ને એની પાછલી જીંદગી વિશે જાણવા ની ઈચ્છા થઇ. પણ જેલર નો ઘરે જવાનો ટાઇમ થઈગયો જતા જતા રાજુ નો સામાન જે એના ઘરે થી પોલીશ ને મળેલો તપાસ કરિયો કદાચ કઈ જાણવા મળે રાજુ વિશે ? એટલામાં એક સફેદ રૂમાલ માં થોડા કાગળ જોયા એ વધારે ચેક કરીયાં વગર જેલર એ એની સાથે ઘરે લઇ જાય છે.

રસ્તામાં ઘણા વિચારો આવે શું હશે આમાં? એના વિશે કઈ જાણવા મળશે કે નહી ? એટલામાં પોલીસ ક્વાટર આવી જાય છે.

જેલર બહાદુર સિંગ એની નાની ફેમેલી સાથે રહેતો ખુબ રહેમ દિલ માણસ એના પરિવાર માં એ એની પત્ની એની છોકરી હતા.

જેલર પોતાનું રોજિંદુ કામ પતાવી રૂમ માં જાય છે અને પેલા કાગળ ખોલે છે.એટલામાં એની છોકરી રૂમ માં આવે છે.” અરે બેટા આવ આવ સુ થયું કઈ કામ હતું ?

ના “પા” કઈ કામ ન હતું પણ આસુ લાવીયા છો તને મારે પણ જોવું છે જેલર બેટા આ એક મુજરિમ ના સામાન માંથી થોડા કાગળ મળિયા જે વાચવા માટે લાવિયો છું.

પણ “પા” આજ પહેલા તમે આરીતે કોઈ સમાન નથી લાવેલા તો આજે કેમ ?

જેલર : બેટા કોઈપણ સબુત આરીતે ઘરે ન લાવી સકાય છતાં પણ આજે હું લાવિયો છુ

પણ “પા” આ તો ખોટું કહેવાય

હા બેટા તું સાચું કહે છે પણ મારું મન એવું કહેછે કે આ મુજરિમ નીર્દોસ છે ખબર નહિ કેમ પણ એનો ચહેરો નીર્દોસ લાગી રહયો છે માટે એના વિશે જાણવાની ઈચ્છા થઇ. સારું “પા “ એટલું કહીને એ ચાલી ગઈ. જેલર રૂમાલ ખોલે છે.અંદર એકદમ ખરાબ રાઈટીંગ માં ઘણું લખેલું. પહેલા તો બધા કાગળ નંબર પ્રમાણે ગોઠવિયા પહેલા પન્ના માં લખેલું મારા જીવન વિશે હું લખવાનું ચાલુ કરું છું “એક એક પળ દિવસ ના અંત માં હું લખીસ “ અક્ષર એટલા ખરાબ હતા કે વાંચવામાં બહુ તકલીફ પડી છતાં જેલર આગળ વાંચે છે.

પહેલો દિવસ લખવાનો આજે મારી “માં” સવારે ઉઠાડવા આવી ઉઠવાનો કોઈજ ઈરાદો ન હતો પણ બાપુજી ખેતર એકલા ગયેલા જેથી મારે એમની મદદ માટે જવાનું છે. માં “ચા” લઈને મને આપવા આવી મોટો કટોરો ભરીને મેં ચા પીધી.......

જેલર આટલું વાચતા વાચતા સુઈગયા સવારે નાહી ધોઈને જેલ આવિયા અને આવીને પહેલા નાઇટ માં રહેલા જેલર પાસે આવ્યા અને કહયું કેદી નંબર ૧૪૦ નો સમાન મારા પાસે છે જો કોઈ તપાસ માટે જરૂર પડે તો મને જણાવ જો હું આપીશ.

રાત્રી માં રહેલો જેલર : પણ બહાદુર ભાઈ આરીત્તે સામાન તમે ન રાખી શકો મને તમારા પર પૂરો વિશ્વાસ છે પણ આ ગેર કાઈદ્દેસર છે આમ તો તમારી નોકરી ખતરામાં પડશે. હા હું જાણું છું માટે જ એ કાગળ હું પાછા લઈને આવીયો છું આહીયાજ એ વાચીશ તો બરોબર હો બહાદુર ભાઈ ચાલો તો હું જાઉં આટલું બોલી રાત્રી માં રહેલો જેલર ઘરે જાય છે.

બહાદુરસિહ રાઉન્ડ પતાવીને જલ્દ્દીથી પાછા આવી રાજુ ને મળવા જેલમાં અંદર જાય છે.

રાજુ: કેમ સાહેબ

જેલર અચરજ પામતા અલ્યા તું બોલે પણ છે એમ

રાજુ : હા હો સાહેબ બોલું છું

જેલર : એક વાત કે તું કેટલું ભણેલો છે ?( રાત્રે વાંચવામ પડેલી તકલીફ અક્ષરો ને કારણે માટે પૂછવું પડયું)

રાજુ : ચાર ચોપડી

જેલર ના મનમાં વિચાર આવીયો એની ફાઈલ જોવાનો ત્યાથી બાહર આવી કેદી નંબર ૧૪૦ ની ફાઈલ મંગાવી એની ડીટેઇલ વાચી નામ : રાજુ ભાઈ ઉમર : ૨૬ વર્ષ ગામ : કિસાન પુર જુર્મ : બે વિયક્તિ ના ખૂન

રાજુ ના પરિવાર માં રાજુ એની “માં” એના બાપુજી એની બે બહેનો છે. રાજુ એક ખેડૂત નો દીકરો છે એના વિશે ગામ માં કોઈને પણ પૂછો સારુજ બોલે. ઘર ની પરીસ્થિતિ ખરાબ હોવાને કારણે એ આગળ ભણી ના કરી સકિયો. આબધી માહિતી જોયા પછી જેલર બહાદુર સિહ વિચારતા રહયા આટલો સીધો છોકરો આટલી ઉમર માં આરસ્તે ?

જેલર પાછા રાજુ પાસે ગયા વાત કરવી છે મારે તારી સાથે

રાજુ: હા બોલો સાહેબ

જેલર : તારા વિશે બદ્ધુજ જણાવ મને તારા પેલા લખેલા કાગળ વંચાય તેમ નથી બહુ પ્રયત્ન કરિયો છતાં વધારે ના વાચી સકિયો.

રાજુ: સાહેબ મને તો સજા થઇ ગઈ હવે જાણીને સુકરસો બીજું કે મને સજા મંજુર પણ છે.

જેલર : હા ખબર છે મને છતાં જાણવા માંગુછું એક જેલર નઈ પણ મોટો ભાઈ સમજી મને કે સુ થયું હતું કેમ આવું કરવું કર્યું તે

રાજુ: સાહેબ જવાદો હું ફરી એ વાત યાદ કરવા નથી માંગતો

જેલર : સારું પણ એતો કે એ કોણ હતું જે ને તે મોત ને ઘાટ ઉતારીય

રાજુ: કાજલ અને મનોજ

જેલર: નામ તો હું પણ જાણું છું પણ સબંધ સુ છે તારે મ્મૃતક સાથે

રાજુ: સાહેબ સબંધ નું ખૂન તો એક વર્ષ પહેલા જ થઇ ગયું તું બસ લાગણી હતી જે નું ખૂન મેં કર્યું

જેલર : જો રાજુ આરીતે ગોળ ગોળ વાત ના કર મને કાંઈજ નથી સમજાતું કઈક સમજાય એમ બોલ

રાજુ: આટલી જીદ કરો છો તો કહું છું.......

(વધુ આવતા ભાગ માં.......)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED