ખૂની - 3 Het Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની - 3

પાછલા ભાગ માં વાચ્યુ કે રાજુને મળવા માટે એના માં બાપ આવે છે. રાજુની માં રાજુને જોઇને રડવા લાગે છે. આં જોઇને રાજુના પિતાજી એની માં ને કહે છે કે શા માટે રડે છે તનેતો ગર્વ હોવો જોઈએ કે રાજુ આપણો દીકરો છે.

આ જોઈને જેલર વિચારમાં પડી જાય છે.અને વિચારે છે કે આ લોકો અહિયાથી જાય એટલે તરતજ વાત કરું કે શું થયું હતું કેમ… કેમ એના માં-બાપ ને ગર્વ છે એક ખૂની દીકરા પર ? આજે ભલે રાત રોકાવું પડે પણ આજે પૂરી વાત જાણીનેજ રહીશ. આમ પણ એના પિતાજી ની વાત સાંભળી ને મારું મન વધારે વિચલિત થઇ ગયું છે. ખબર નહિ કેમ ચિંતા કરું છુ આની હું!

મળવાનો સમય પૂરો થયો રાજુના માં-બાપ ઢીલા મોઢે ઘરે જવા માટે નીકળે છે.

જેલર રાજુ પાસે જાય છે અને જેલર કઈ બોલે એ પહેલાજ રાજુ રડવા લાગે છે.

રાજુ શાંત થા રડીસ નહિ.

રાજુ: સાહેબ મારા ગયા પછી મારા માં-બાપ નું શું થશે એ વિચારીને ચિંતા થાય છે.

જેલર :જો રાજુ ચિંતા ન કર બધું ઠીક થઇ જશે અને વધારે ના વિચારીસ (જેલર ને લાગ્યું કે આ સમયે રાજુને કઈ પૂછવું યોગ્ય નથી આથી રાજુને એકલો છોડી હું ઘરે જાઉં ) જેલર ઘરે જવા નીકળી જાય છે.

ફાંસી ના દિવસો નજીક આવતા જાય છે. રાજુને મરવા કરતા એના માવતર ની વધારે ચિંતા સતાવતી હતી. જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે એમ એમ રાજુની પહેરેદારી પણ વધી જાય છે એની જેલની બહાર બે પહેરેદાર તૈનાત કરવામાં આવ્યા.

આજે ફરી જેલર રજા પર હતા.

રાજુ : અરે ભાઈ આજે જેલર કેમ નથી દેખાતા ?

બહાર ઉભેલા પહેરેદાર: તારે શું કામ છે એમનું ?

રાજુ: ના મારે કઈ કામ નથી બસ એમજ પૂછ્યું (કદાચ પાછી એમની દીકરી ની તબિયત ખરાબ હશે મનમાં વિચાર આવ્યો)

જેલર સવારે વહેલા ઉઠીને કિસાનપુર જવા માટે નીકળી પડે છે.જેલરને કોઈપણ સંજોગે રાજુની હકીકત જાણવી હતી. સવારના કદાચ ૧૧ વાગ્યા હતા જેલર ગામમાં પહોચ્યા અને ચોરે બેઠેલા વડીલોને રાજુના ઘરનો રસ્તો પૂછયો.સામે ઉભેલા એક યુવાન જેલરને રાજુનું ઘર દેખાડવા સાથે જાય છે.

જેલર: નામ શું છે તારું ?

ભાવેશ (પેલા યુવાને કહયું ) તમે કોણ આજ પહેલા તમને જોયા નથી આ ગામકે રાજુના ઘરે.

જેલર : હું બાજુના સહેર થી આવ્યો છુ રાજુ વિશે જાણવા માટે .

ભાવેશ :પણ ભાઈ રાજુ તો જેલમાં છે.

જેલર: હા હું જાણું છુ. હું એજ જેલ નો જેલર છુ

એટલામાં રાજુનું ઘર આવી જાય છે. રાજુની માં સામે બેઠેલા જોઈ એમને મળે છે.

રાજુની માં : આવો આવો સાહેબ કેમ ઘરે આવું પડયું ? શું રાજુની સજા માફ થઇ ગઈ ? મારો દીકરો કેમ છે. એનેજ તમને મોકલીયા હશે . બોલોને સાહેબ કેમ બોલતા નથી.

જેલર રાજુની માં ની હાલત જોઇને કોઈ પણ વાત પૂછવી યોગ્ય ન લાગી કારણ કે દીકરાની યાદમા ઘેલી બની ગયેલી એ સ્ત્રી ને જોઈ જેલર ની આંખ ભરાઈ ગઈ.

જેલર: ના ના એવું કહીજ નથી તમે શાંત થાઓ. એટલું બોલી જેલર સામે પડેલા ખાટલા પર બેસે છે. સાથે આવેલ ભાવેશ પણ તીયાજ હતો.

જેલર : ભાવેશ શું તું મને રાજુ વિશે જણાવીશ ?

ભાવેશ : એક કામ કરો ચાલો તમે મારા ઘરે બધી વાતો તિયાંજ કરીશું

જેલર ને ભાવેશ એના ઘરે લઇ જાય છે

ભાવેશ : લો સાહેબ પાણી

જેલર પાણી પીવેછે. અને જેલર કંઈપણ પૂછે એ પહેલાજ ભાવેશ બોલ્યો સાહેબ હું અને રાજુ સાથે મોટા થયા એ મને એની બધી વાત કરતો અને હું મારી બધી વાત એને કરતો

જેલર : મને એમ કહે કે એવું તો સુ થયું કે તારા મિત્ર રાજુને આવું કરવું પડ્યું ?

ભાવેશ : રાજુ ના લગ્ન થયા પછી ની વાત છે. ઘટના ના એક મહિના પહેલા હું અને રાજુ સાથે ખેતર ગયેલા.રાજુ ઉદાસ અને બેચેન લાગતો હતો . મને કઈ કહેવા માંગતો પણ બોલી ના સકતો મેં સામેથી જ પૂછી લીધું “શું થયું છે તને કેમ આમ ઢીલા મોઢે ચાલે છે તબિયત તો ઠીક છે ને ” ભાભી સાથે જગડો થયો કે શું ? રાજુએ જવાબ ના આપીયો થોડી વાર શાંતિથી ચાલ્યા એટલામાં ખેતર આવી ગયું અમારા ખેતર બાજુ બાજુ છે . રાજુ ના ખેતર ફરતે મોટા મોટા લીમડા ,જાંબુડા ,અને નીલગીરી ના જાડ છે.

લીમડા નીચે બેઠા એટલામાં રાજુ નું મૌન તૂટયું

રાજુ : ભાવલા હું મોટી મુશ્કેલીમાં છું કોઈજ રસ્તો નથી સુજતો શું કરું નથી સમજાતું

ભાવેશ : પણ થયું શું એતો કે ?

રાજુ : તારી ભાભી અને મનોજ પહેલેથીજ એક બીજાને ઓળખે છે.

ભાવેશ : કઈ રીતે ? અને આ વાત તને મનોજે નોહોતી કરી ?

રાજુ: ના પણ એટલું કહેલું કે એ સાથે કોલેજ માં ભણતા હતા.

ભાવેશ : અરે રાજુ એમાં શું સાથે ભણતા હશે અને કદાચ વધારે ઓળખાણ નહિ હોય માટે તને નહી કીધું હોય તું ખોટી ચિંતા કરે છે. એક કામ કર તું ભાભી નેજ પૂછી જો હકીકત શું છે.

એક વાત કે મને શું તને એવું લાગે છે કે કાજલ ભાભી અને મનોજ ની વચ્ચે કઈ સબંધ................

રાજુ : કઈ સમજાતું નથી.

ભાવેશ : તો ?

રાજુ : એ સાથે કોલેજ તો જાય છે પણ પોહોચતા નથી આબાબતે મેં કાજલને પૂછયું તો એને કહ્યું અમે એક સામાજિક સંસ્થા માં સેવા કરીએ છીએ ગામડે ગામડે જઈને હું અને મનોજ ભાઈ

ભાવેશ : હા તો એમાં ખોટું શું છે સારીજ વાત છે ને

રાજુ : વાત સાચી તારી પણ કઈ ખોટું થઇ રહયું હોય એમ લાગે છે

ભાવેશ : અરે ચિંતા ના કર તું વિચારે એવું નહી હોય

અમે વાતો કરતા હતા એટલામાં રાજુના પડોસી સામેથી આવતા જોયા અને રાજુને બોલાવતા હતા હું અને રાજુ સામે ચાલીને ગયા

રાજુ: શું થયું? દુલા કાકા

દુલા કાકા : જલ્દી ઘરે ચાલ તારી નાની બહેન મળતી નથી

રાજુ : અરે કાકા એની એની બહેનપણી સાથે રખડવા ગઈ હશે આવી જશે

દુલા કાકા : એ બધી મને નથી ખબર તું ઘરે જા બસ અત્યારેજ

સાહેબ હું ને રાજુ ઘરે પાછા જવા ચાલતા થયા રાજુ થોડો ચિંતા માં હતોજ અને ઉપરથી આ બીજી ઉપાધી આવી પડી

જેલર : પછી શું થયું? એની બહેન મળી ગાઈને....

ભાવેશ : અમે ઘરે પોહોચીયા રાજુની માં ને પૂછ્યું કે શું થયું પણ એની માં એક દમ અવાચક બની બેસી ગયેલી ઘરમાં એની નાની બહેન દેખાતી ન હતી રાજુને પણ ચિંતા થવા લાગી .એના પિતાજી ઘરે ન હતા એ ગામ લોકો સાથે પોલીશ કમ્પ્લેન કરવા ગયા હતા. ભાભી પણ ઘરમાં નહતા એ કદાચ એ સંસ્થા ના કામ થી બહાર ગયેલા. અમે પણ રાજુની બહેનને ગોતવા નીકળી ગયા એટલામાં સામે એના પિતાજી અને ગામના અમુક લોકો સાથે આવતા જોયા એમાં ગામના સરપંચ પણ હતા આવીને એમણે જણાવ્યું કે પોલીશે ફરિયાદ નોધવાની ના પાડી કારણકે વિયાક્તિના ખોવાયાના ૨૪ કલાક પછી જ ફરિયાદ નોધાય માટે ફરિયાદ કરીય વગર પાછા આવિયા છીએ.

આખો દિવસ વીતી ગયો પણ રાજુની બહેન નો કોઈજ પતો ન હતો સાંજ ના સમયે કાજલ અને મનોજ આવે છે રાજુ એમને બધી વાત જણાવે છે.૨૪ કલાક થઇ ગયા ગામના સરપંચ અને રાજુ ના પિતાજી પાછા પોલીશ થાને જાય છે પોલીશ કમ્પ્લેન નોધી લેછે અને રાજુની બહેનનો ફોટો પણ લે છે.

ગુમ થયાને પાચ દિવસ વીતીગયા છતાં કોઈજ પતો કે સમાચાર ન મળિયા છેવટે હું અને રાજુ એની બહેન ને ગોતવા નીકળી ગયા અને પૂછ-પરસ ની શરૂવાત એની બહેનપણી ના ઘરથી કરી એની બહેનપણી એ જણાવ્યું કે એ અમે કાલે મળીયા ત્યારે એની પાસે બહુ બધા પૈસા હતા અને નવા કપડા લેવા છે બહુ બધા એવું પણ કહેતી હતી. મેં પૂછ્યું કે આટલા બધા પૈસ કયાથી આવિયા તો મને જવાબ ના આપીયો.

હું અને રાજુ ત્યાથી નીકળી બીજે તપાસ કરવા જૈયે છીએ સાંજ પડે છે તો પણ કોઈજ પતો લાગતો નથી રાજુની બહેનનો પોલીશ તરફથી પણ કોઈ ખબર નહતી.

બીજો દિવસ બપોર આસપાસ અને અમને સમાચાર માળિયા કે કાલે પૂછ-પરસ કરવા ગયેલા એ છોકરી પણ સવારથી મળતી ન હતી. પાછા હું અને રાજુ તેના ઘરે ગયા એના પડોસી ના જણાવ્યા પ્રમાણે સવારે રાજુના ઘરના (કાજલ) સાથે વાત કરતા જોયેલી એને અને પછી એ એકલી બહાર જતી રહી…

***