Fari madish ne - 2 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશ ને.. ! - 2

એણે પાછળ ફરીને જોયું. હોઠ મલકાવ્યા અને જતી રહી...પ્રિયાંશે ગઇકાલે શ્રુતિ સાથે થયેલી મુલાકાતની યાદોને અમન સાથે શેરકરતાં કહ્યું. અમન પ્રિયાંશનો જેટલો નજીકનો મિત્ર હતો એટલો જ એ વિશ્વનીય પણ હતો.

માન્યું કે એ તને ગમી ગઈ. ગુડ. બલ્કે વેરી ગુડ...અમન ચહેરો ગંભીર રાખી બોલ્યો, “પણ બોસ, આખી વાતચીતમાં ક્યાંય ન તો તે નંબર લીધા કે ન તો કોઈ મેઈલ આઈ ડી, એડ્રેસ કે કાંઈ પણ...

મને એમ હતું કે બરોડા પહોચીને એને મારા દિલની વાત પણ કહી દઇશ અને જો એ આપે તો નંબર પણ...વાક્ય અધૂરું જ રહ્યું.

મતલબ કે...અમનનો અવાજ ઊંચો થયો, “એ જઈ રહી હતી ને તું બસ જોઈ જ રહ્યો..!?

મને પણ એ વાતનો થોડોઘણો તો અફસોસ છે...ઢીલા અવાજે પ્રિયાંશથી બોલી જવાયું.

અફસોસ...?” અમનના શબ્દો હોઠે આવીને અટકી ગયા, “ભગવાન ન કરે ક્યાંક આખી જિંદગી ન કરવો પડે...

હવે શ્રુતિભાભી સુધી પહોંચવાનો રસ્તો વિચાર્યો છ??”

શ્રુતિભાભીસાંભળી પ્રિયાંશના હોઠના ખૂણા મલકયા, “એ જ વિચારું છું...

અલ્યા, એમાં વિચારવાનું ન હોય ...અમનએ નિરાશા ખંખેરતા કહ્યું, “એને શોધવા આકાશ પાતાળ એક કરી દેવાનું હોય.

પણ શોધવી ક્યાં..? શરૂઆત ક્યાંથી કરવી..?” પ્રિયાંશ હજુ અસમંજસમાં હતો.

લો કાર લો બાત...અમનએ હસીને કહ્યું, “પહેલા એની કોલેજથી શરૂ કરીએ. ત્યાં એના ડિપાર્ટમેંટ પર જઈ તપાસ કરીએ કે આવું કોઈ અહિયાં ભણે છે કે કે?”

હા, એમ કરીએ...પ્રિયાંશના દિમાગમાં આ રસ્તો ઉચિત લાગ્યો પણ તરત એક પ્રશ્ન થયો, “પણ સીધેસીધી તપાસ કેમ ચલાવવી...?”

હા, એ પણ છે. કોઈને થોડું એમ કહેવાય કે મારા દોસ્તારને લવ એટ ફર્સ્ટ સાઈટથયો છે પણ છોકરી ખોવાઈ ગઈ છે. તો તમે કોઈ મદદ કરી શકશો..?” અમનને મજાક સૂઝી.

શું તુંય પણ...?” પ્રિયાંશ ચીડાયો, “”આ કાંઇ મજાકનો સમય છ?”

જો દોસ્ત, જેમ પ્રેમ થવાનો પણ કોઈ ફિક્સ્ડ સમય ન હોય એમ મજાકનું પણ એવું જ હોય. અને રહી વાત કોલેજે જઈને તપાસ કરવાની તો...

પ્રિયાંશ આગળનું વાક્ય સાંભળવા અધીરો થઈ ગયો.

તો એ થઈ જશે.. અમને વાક્ય પૂરું કર્યું.

***

વી.એમ. કોલેજના કેમ્પસમાં પ્રિયાન્શની બાઇક ઊભી રહી. બાઇક પાર્ક કરી બેઉ સીધા વોચમેન પાસે પહોચ્યા. અમનએ વોચમેને સિવિલ એન્જીનિયરીંગના ડિપાર્ટમેન્ટનો રસ્તો પૂછ્યો. દેખાવ ઉપરથી બેઉ જણ ટપોરીજેવા નહોતા લાગતાં એટલે વોચમેનએ વિંગ તરફનો રસ્તો ચીંધ્યો.

બે ત્રણ ડિપાર્ટમેંટ પસાર કરી, બંને વિંગમાં પહોચ્યા. ડિપાર્ટમેંટ ઓફ સિવિલ એન્જીનિયરીંગના બોર્ડ પર એક આશાવાદી નજર નાખીને એ અંદર પ્રવેશ્યો. મન તો કહેતું હતું કે એની શોધ પૂરી થશે. અમનને બહાર ઊભા રહીને રાહ જોવાનું ઠીક લાગ્યું.

ઓફિસમાં પહોચીને જોયું કે ક્લાર્ક કશા કામમાં વ્યસ્ત હતો.

એકસકયુઝ મી...

કોમ્પ્યુટરમાં માથું ઘૂસડીને બેઠેલા કલાર્કે ચશ્મામાંથી પ્રિયાંશ સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

એક નાનકડું કામ હતું...પ્રિયાંશ મનમાં વાક્યો ગોઠવી રહ્યો હતો.

હા, બોલોને...કલાર્કે ચશ્મા ઠીક કર્યા.

એક છોકરી છે અહિયાં...સિવિલમાં...પ્રિયાંશ અચકાતાં અચકાતાં બોલ્યો.

છોકરીશબ્દ સાંભળતા જ પેલો ભડકી ઉઠ્યો. આંખમાં તીખાશ તરી આવી.

અરેરે...તમે વિચારો છો એવું કઈ નથી. એક્ચ્યુલી, ગઇકાલે હું મારા અસાઇન્મેંટ્સ બસમાં ભૂલી ગયો હતો. અને એ છોકરી બાજુમાં બેઠેલી હતી. કદાચ એમને મળ્યા હોય એવું બની શકે. વાતવાતમાં મને એ અહી સિવિલ એંજિનિયરિંગમા ભણે છે એવું જાણવા મળ્યું. તો મારે એમને મળવું હતું...પ્રિયાંશે આખી વાત શાંતિથી સમજાવી, જૂઠનું મહોરું પહેરાવીને. પણ આ એક જ રસ્તો હતો...

હં...પેલાને વિશ્વાસ બેઠો હોય એવું લાગ્યું, “શું નામ કીધું તમ?”

શ્રુતિ...શ્રુતિ શેઠ...પ્રિયાંશ હોશભેર બોલ્યો.

અહિયાં એવું કોઈ નથી...થોડીવાર વિચાર કરીને ખાતરીથી બોલ્યો, “પાકકું, કોઈ નથી આ નામનું...

પ્રિયાંશના પેટમાં ફાળ પડી.

તમારી ભૂલ તો નથી થતી ન? એકવાર રજીસ્ટરમાં જોઈ લો ને...પ્રિયાંશ આજીજીભર્યા સ્વરે કહ્યું.

અરે, એક વાર કીધું ને...ક્લાર્ક ગુસ્સે થઈ ગયો, “મારે તમારાં એસાઇન્મેન્ટ્સનું અથાણું નથી બનાવવું. નથી કોઈ શ્રુતિ અહિયાં...

સોરી.. કહીને વીલા મોંએ એ બહાર નીકળી ગયો.

***

તારો નંખાયેલો ચહેરો જોયો ત્યાં જ મને સમજાઈ ગયું કે કોઈ મરી ગયાના સમાચાર છે.બંને વી.એમ.કોલેજના કેમ્પસ ગાર્ડનમાં બેઠા હતા.

પણ પ્રિયાંશયા, શ્રુતિ તો અહિયાં જ ભણે છે તો પેલાએ એવું કેમ કીધું કે શ્રુતિ અહિયાં નથ?!”

મને શું ખબર ??પ્રિયાંશના શબ્દોમાં ગુસ્સો હતો, “મને તો એમ છે કે સાલ્લો ખોટું બોલ્યો હશે !!

બંને ચર્ચાએ વળગ્યા હતા પણ એ લોકો શ્રુતિને એવી જગ્યાએ શોધી રહ્યા હતાં જ્યાં એ હતી જ નહીં ! શ્રુતિએ પ્રિયાંશને સિવિલ એંજિનિયરિંગનું નહીં, પણ કોમ્પ્યુટર એંજિનિયરિંગનું કહ્યું હતું, જે વાત પ્રિયાંશના દિમાગમાંથી મળ્યા એ દિવસે જ નીકળી ચૂકી હતી !!!

એક કામ કરીએ...અમનને નવો રસ્તો સૂઝયો, “પ્રણાલીની ઘણી બધી ફ્રેંડ્સ અહિયાં સિવિલ એંજિનિયરિંગમાં ભણે છે. એને પૂછી જોઈએ. કાંઈક મદદ મળે તો...

પ્રણાલી અમનની ગર્લફ્રેંડ હતી. પણ અમન એ વાત સારી રીતે જાણતો હતો કે પ્રિયાંશ પ્રણાલી પાસે મદદ નહીં લે.

અને બીજો રસ્તો પણ છે...અમન રસ્તાઓ શોધવામાં એક્સપર્ટ હતો. એકેય રસ્તો શ્રુતિ સુધી પહોચશે કે નહીં એની તો ખુદને ખબર નહોતી.

આપણે એને સોશ્યલ મીડિયા પર શોધીએ. અત્યારે જે જુઓ એ બધા જ ફેસબુક પર મળી જાય. આઈ હોપ કે એ ફેસબુક યુઝ કરતી હોય !અમનને હસીને કહ્યું.

બની શકે...પ્રિયાંશને એના શબ્દોમાં આશા દેખાઈ.

પ્રિયાંશે એના સ્માર્ટફોનમા ફેસબુક લૉગ ઇન કરી, સર્ચબોક્સમાં શ્રુતિ શેઠટાઈપ કર્યું.

અને એ સાથે જ સ્ક્રીન પર સંખ્યાબંધ શ્રુતિઓ પથરાઈ ગઈ. પ્રિયાંશ ગૂંચવાઈ ગયો. એ ધીમેધીમે લિસ્ટ સ્ક્રોલ કરતો ગયો. પણ એકેય પ્રોફાઇલ પીકચરમાં શ્રુતિની ઝલક નહોતી. વળી, બધા મળીને કુલ 35થી વધુ શ્રુતિ શેઠનામના ફેસબુક આઈ ડી હતા. બધાની ડિટેલ્સ ચેક કરવી..? એક એક મેસેજીસ મોકલવા..? કે રિકવેસ્ટ મોકલવી..? પ્રિયાંશને કશું સમજાતું નહોતું.

શું થયું યાર..?” સ્માર્ટફોનની સ્ક્રીન સામે એકધારી નજર ચોંટાડીને બેઠેલા પ્રિયાંશને જોઇ અમનથી પૂછાઇ ગયું.

અમન, ફેસબુક પર તો 35થી વધુ શ્રુતિ શેઠછે. આમાં મારાવાળી કઈ છે એ કેમ શોધવું ??”

ઑ બાપ રે...અમનના આશ્ચર્યનો પાર ન રહ્યો, “મને તો એમ કે બે-ચાર હશે. આ તો...

પ્રિયાંશ કશું બોલ્યા વગર બેઠો રહયો.

અરે, તું જરાય નિરાશ થાતો નહીં. ઉપરવાળા પર વિશ્વાસ રાખ. જો તારી ચાહત સાચી હશે તો તને એ જરૂર મળશે. અને કોને કીધું આપણે કોશિશ મૂકી દીધી..? આખી દુનિયા ફેંદી નાખીશું ક્યાંક તો હશે ને !!

અમનના શબ્દોએ પ્રિયાંશમાં નવી આશાનો સંચાર કર્યો. બંને જવા માટે ઊભા થયાં.

એ સવાલ હજુ પણ પ્રિયાંશના હૃદયમાં ગુંજ્યા કરતો હતો, “ફરી મળીશ ને..?”

***

એ દિવસે રવિવાર હતો.

પ્રિયાંશ પોતાના રૂમમાં ભરાઈને બેઠો હતો. બહાર નીકળવાનો આજે એને જરા પણ મૂડ નહોતો. શ્રુતિ મળી એને દોઢ મહિનો થવા આવ્યો હતો. પણ જાણે એ હજુ ગઇકાલે જ મળી હોય એમ એની યાદો દિમાગમાં તાજી હતી.

પિયુ...એક ટહુકો પ્રિયાંશના કાને પડ્યો. અવાજ મમ્મીનો હતો. ઘરમાં બધા પ્રિયાંશને વહાલથી પિયુબોલાવતા. શું કરે છે..?”

બસ એમ જ. સર્ફિંગ કરું છું.પ્રિયાંશે સ્માર્ટફોન પરથી નજર હટાવીને કહ્યું.

હું એમ કહેતી હતી કે...મમ્મીએ આવવાનો આશય સ્પષ્ટ કર્યો.

મમ્મી, એક વાત પૂછું..?” પ્રિયાંશ વચ્ચે જ બોલી ઉઠ્યો.

એક જ...?” મમ્મીએ હસીને કહ્યું, “ચાલ, પૂછી નાખ !

મમ્મી, આપણું કઈક ખોવાયું હોય અને ઘણી બધી મહેનત પછી પણ એ મળે તો શું કરા??”

મમ્મી થોડી વાર પ્રિયાંશની સામે તાકી રહી. પછી કમ્પ્યુટર ટેબલ પાસે કશું વિચારતી હોય એમ બોલી, “પિયુ, જિંદગીમાં જે મળે એ બધી આપની જ હોય એ જરૂરી નથી. હા, આપણને ગમી જરૂર જાય. અને જો આપણી કોઈ ચીજ ભૂલથી કે નસીબજોગે ખોવાઈ ગઈ હોય તો મળી પણ જાય. એ માટે મહેનત પણ કરવી પડે. પણ એટલું જરૂર કે એ ચીજ આપણાં સિવાય કોઈની નથી એ શ્રધ્ધા હોવી જોઈએ. પણ એક જ મિનિટ, આવો પ્રશ્ન તને કેમ થયો..?”

એ તો બસ એમ જ...પ્રિયાંશે વાતને હવામાં ઉડાડી દીધી.

લે, હું શા માટે આવી હતી એ જ ભૂલી ગઈ...કશું યાદ આવતાં જ એ બોલી, “”તારું બેગ હમણાં કેટલાય સમયથી સાફ નથી કર્યું. વળી, આજે તું ઘેર છે, તો લાવ ને હું બેગ ધોઈ આપું. તું જરા બેગ ખાલી કરી આપ...કહી મમ્મી ત્યાંથી ચાલી ગઈ.

મમ્મીની વાતો પ્રિયાંશના દિમાગમાં વારે વારે ચમકી રહી હતી. ફોન બાજુ પર મૂકી, એ બેગ તરફ ગયો.

ધીમે ધીમે કરીને બધી બુક્સ કાઢી લીધા બાદ કશું રહેતું તો નથી ને ?’ એ જોવા બેગ ઊંધું કર્યું.

અજાણતાં જ એના ધબકારા વધી ગયા. મનમાં કઈક અલગ જ ખચકાટ અનુભાવા લાગ્યો. ત્યાં જ સરરર...કરતી એક કાગળની ચીટપ્રિયાંશના ખોળામાં આવીને પડી. ધડકતે હૈયે એણે એ કાગળની ચબરખી હાથમાં લીધી.

કશું લખ્યું હતું એમાં. એણે વાચવાનું શરૂ કર્યું.

“98243 ####7….શ્રુતિ શેઠ.નીચે એક સ્માઇલી દોર્યું હતું અને સુંદર અક્ષરે લખ્યું હતું કે પ્રિયાંશ, તારી શોધ અહિયાં પૂરી થાય છે...

આખો નવાઈને લીધે ફાટેલી રહી ગઈ. જેને આખી દુનિયામાં શોધતો હતો એ એના બેગમાં જ..? દિમાગ ઝડપથી કામે લાગી ગયું.

આ કાગળની ચીટ..? કોને લખી હશે..? શ્રુતિએ જ..? તો પછી કીધું કેમ નહીં..? ક્યારે મૂકી હશે..? ઓહ, હું વેફર લેવા નીચે ઉતાર્યો ત્યારે જ...? પ્રિયાંશને બધુ સમજાઈ રહ્યું હતું. પણ વધુ વિચારવાનો સમય નહોતો. એ એના ફોન તરફ દોડ્યો.

ડાયલપેડમાં નંબર ટાઈપ કરી કોલનું બટન દાબ્યું.

ટ્રીન...ટ્રીન...ટ્રીન...ધક...ધક...ધક...થોડીવાર એને એવું લાગુ જાણે ફોનમાં ધબકારા સંભળાઈ રહ્યાં હોય...

હલ્લો...સામા છેડેથી મીઠો રણકો સંભળાયો.

અવાજ ઓળખતાં પ્રિયાંશને એક ક્ષણ ન થઈ. પાંપણો ભીની થઈ ચૂકી હતી. ગળે ડૂમો બાઝી ગયો હતો.

હા, એ જ હતી. શ્રુતિ...શ્રુતિ શેઠ...!

એટલું જ બોલી શકાયું, “શ્રુતિ...

અને એ પછીની ક્ષણે એને પણ એક ડૂસકું સંભળાયું. પછી તો કાંઈક ફરિયાદો થઈ, કાંઈક યાદો તાજી થઈ. વાતો કરતાં કરતાં પ્રિયાંશની નજર કેલેન્ડર પર ગઈ. એના હોઠ મલક્યા.

તારીખ હતી, 14 ફેબ્રુઆરી !

હેપી વેલેન્ટાઇન્સ ડે...!

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED