પ્રતિશોધની આગ - 5 Ratilal chavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધની આગ - 5

ચેપ્ટર-5

સાલાઓ.… કાફિરો… સિર્ફ ઘૂમને કે લિયે પેસે દેતા હું મેં તુમ્હે??

હોસ્પિટલ ના બેડ પાર બેઠા બેઠા અક્રમ આ બધુ ભાષણ આપી રહ્યો હતો.. ખાલી જુહાપુરા કીધુ હતુ અને તમે લોકો શોધી પણ ના શક્યા??

અગર વો લડકી જુહાપુરા મે નહિ હે તો કહાં ગયી?? જમીન ખા ગઈ?? યા આસમાન નિગલ ગયા???

ત્યારે જ અક્રમ નો એક આદમી બોલ્યો કે " ભાઈ જુહાપુરા મેં તો કિતની સારી લડકિયાં હોગી ઓર અપને કો કેસે પતા ચલે કે વહી લડકી હી થી"

અક્રમ ના દિમાગ માં આ વાત બેઠી અને તેનો ગુસ્સો થોડો શાંત થયો અને લગીર વિચારીને તે બોલ્યો કે અપને સારે પઠ્ઠો કો ઇકઠ્ઠા કરો ઓર બોલો કે અક્રમભાઇ ને હુકુમ ફરમાયા હે કે જબ તક વો લડકી નહિ મિલ જાતિ તબ તક કોઈ ચેન સે નહિ બેઠેગા.

આ બધી બબાલ ચાલતી જ હતી ત્યાં અક્રમ નો મોટો ભાઈ ઈમ્તિયાઝભાઈ હોસ્પિટલ ના રૂમ માં પ્રવેશ્યો, ઈમ્તિયાઝભાઈએ જેવી એન્ટ્રી મારી કે બધા લોકો ની બોલતી બંધ થઇ ગઈ, અક્રમ પણ તેના મોટા ભાઈ ને જોઈ ને પોતાબ બેડ પર થી ઉભો થઇ ગયો.

ઈમ્તિયાઝભાઈ અક્રમ ના બેડ પાસે જઈ ને ટેબલ પર બેઠા અને પોતાના નાના ભાઈ ના માથા પર પ્રેમ થી હાથ ફેરવતા બોલ્યા " ખુદા કા લાખ લાખ સુખર હે કે તુજે કુછ હુઆ નહિ છોટે વરના મે અમ્મી-અબ્બુ કો ક્યાં મુ દિખાતા, અલ્લાહ મુજે જહન્નમ ભી નસીબ ના હોને દેતા " અને આટલું બોલતા ની સાથે તેની આંખ માં લોહી ના ટસિયા ફૂટ્યા અને દાંત ભીડી ને બોલ્યો આની પાછળ જે પણ છે તે એક એક ને હું તડપાવી તડપાવી ને તારા એક એક ખૂન ની બૂંદ નો બદલો હું લઈસ.

તેણે અક્રમ ને પૂછ્યું " તને કોઈ નો પણ ચેહરો યાદ છે??? અગર હા તો મને બોલ કે તે કઈ ગેંગ નો માણસ હતો, હું તે પૂરી ગેંગ ને એવી સજા આપીશ કે તેની આવનારી સાત પેઢી પણ યાદ રાખશે, અને આખું અમદાવાદ તો સુ આખું ગુજરાત પણ તારી સામે જોવાની હિમ્મત નહિ કરે.

અચાનક જ અક્રમ ના દિમાગ માં લાઈટ થઈ અને ઈમ્તિયાઝભાઈ નો હાથ પકડી ને બોલ્યો "ભાઈ, જેણે મારો જીવ બચાવ્યો હતો તેણે જોયા હશે, કેમ કે ત્યાં સ્ટ્રીટ લાઈટ નું અજવાળું પણ હતું, એટલે નક્કી તે છોકરી એ તેમને જરૂર જોયા હશે!! તે છોકરી એ બ્લ્યુ કલર નું જીન્સ અને કાળા કલર ની ટી-શર્ટ પેહરી હતી, અને તેની પાસે એક બેગ પણ હતું, અને હું આના ઉપર થી અનુમાન લગાવી શકુ છુ કે તે છોકરી જ્યાં કામ કરતી હશે ત્યાં નો કદાચ આ ડ્રેસ હોઈ શકે છે યા તો સંજોગોવસાત તેણે આવા કપડાં પહેર્યા હોય".

ઈમ્તિયાઝભાઈ એ તરત જ ત્યાં રૂમ માં હાજર રહેલા એક એક માણસ ને પોતાના તમામે તમામ ટપોરી, ફોલ્ડરિયા, અને તમામ લોકો ને આ છોકરી ની શોધ માં લગાડી દેવા આદેશ આપ્યો, અને તેના આદેશ માં ધમકી પણ ભળી " જો કોઈ પણ તે છોકરી ને શોધ્યા વગર મારી સામે આવ્યુ તો તમને ખબર જ છે, દુશ્મન ની તો પછી હાલત ખરાબ થશે પણ તમારી કોઈ ની ખેર નહિ રહે"

મને એક એક અમદાવાદ માં આવેલી તમામ જગ્યા ના નામ જોઈએ છે જ્યાં બ્લ્યુ કલર નું જીન્સ અને કાળા કલર ની ટી-શર્ટ ત્યાં ના કામ કરતા લોકો પહેરતા હોય.

***

આ બાજુ ઈમ્તિયાઝભાઈ ના પઠ્ઠાઓ હેતલ ની શોધ માં ચાર દિવસ થી ગાંડા ની જેમ આખા અમદાવાદ ને ખૂંદી વળ્યા હતા પણ કોઈ ને સફળતા મળી નહોતી અને ઈમ્તિયાઝભાઈ નો ગુસ્સો સાત માં આસમાને હતો. અક્રમે માહિતી આપી તે મુજબ બધા પોત પોતાની ગેંગ સાથે ધંધે લાગી ગયા હતા. અને બીજી બાજુ હેતલ તો એક દમ બેફિકર બની પોતાના કામ માં પરોવાયેલી રહેતી હતી. ઈમ્તિયાઝભાઈ ના એક ફોલ્ડરિયા ને જેવી જાણ થઇ કે કપોલ પાસે આવેલા એક શો-રૂમ માં બધા એમ્પ્લોયી નો ડ્રેસ બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ છે તેણે તરત વસીમ નામના ટપોરી ને જણાવી.

આ માહિતી મકસૂદ કરી ને એક લબ્બરમૂછયો છોકરો લાવ્યો હતો જે કપોલ માં જ રહેતો હતો, મકસૂદ સાથે ત્રણ-ત્રણ વખત કન્ફ્રર્મ કર્યું અને કહ્યું " જો દોસ્ત ઇનામ ની લાલચ માં ખોટી માહિતી ના આપતો, અગર તારી વાત ખોટી નીકળી તો ઈમ્તિયાઝભાઈ તારા અને મારા બંને ના હાથ પગ કાપીને કર્ણાવતી રેલવે સ્ટેશન પાર ભીખ મંગાવશે"

માહિતી લાવનાર મકસૂદ પણ આ વાત સાંભળી ને ડરી ગયો પણ તેને તેની માહિતી ઉપર વિશ્વાસ હતો અને તેણે આખો માં આંખ નાખી ને કહ્યું "મેં મારી સગી આંખે આ જોયું છે".

જે આત્મવિશ્વાસ થી તે કહી રહ્યો હતો તે જોઈ ને પેલા સામે વાળા ને તેની વાત માં સચ્ચાઈ લાગી અને તેણે ડરતા-ડરતા ઈમ્તિયાઝભાઈ ને ફોન જોડ્યો.

હેલ્લો.… ઈમ્તિયાઝભાઈ.… સલામ વાલેકુમ।.. વસીમ બોલુ...

વાલેકુમ… અ… સલામ... બોલ ક્યાં હુઆ " સામે થી ઠંડી ક્રૂરતા ભરેલો ઈમ્તિયાઝભાઈ નો આવાજ સાંભળી ને તે પાણી પાણી થઈ ગયો"

"ભાઈ તમે આપેલુ તે કામ મારા એક છોકરા એ પતાવી આપ્યું છે. તમે જેમ આદેશ આપ્યો હતો તે મુજબ અમે તેવા કપડાં પહેરતા સ્ટાફ વાળી જગ્યા શોધી લીધી છે"

ઈમ્તિયાઝભાઈ ખુશ થઇ ગયા અને તેમણે વસીમ અને મકસૂદ ને સાબાશી આપી અને તેમના માટે ખાસ ઈનામ માં સેટેલાઇટ વિસ્તાર માં ચાલતી જુગાર ની હાટડી આપવાની બાંહેધરી આપી, અને સાથે સાથે વાત માં ધમકી પણ ભળી અગર જો વાત ખોટી નીકળશે તો અંજામ ની તો તને ખબર જ છે વસીમ...બાકી બધું તો તું જાણે જ છે..

જે વિશ્વાસ થી મકસૂદ વસીમ પાસે આવી ને બોલ્યો હતો તે જ વિશ્વાસ થી વસીમ ઈમ્તિયાઝભાઈ ને માહિતી આપી અને ફોન કટ કર્યો.

વસીમ ના ચેહરા પર જે ડર હતો તે મકસૂદ મેહસૂસ કરી શકતો હતો અને તેણે વસીમ ને કીધું "ભાઈ આપ ચિંતા ના કરો તમારી ઈજ્જઝત ને કોઈ આંચ નહિ આવવા દે આ મકસૂદ, અને આટલું કહી ને તેને વાસિમ ને હિમ્મત આપી.

અગર જો આપડે સાચા પડ્યા ને દોસ્ત તો તને અને મને ઈમ્તિયાઝભાઈ માલામાલ કરી દેવાના છે, તેમણે હમણાં જ મને સેટેલાઇટ માં ચાલતી જુગાર ની હાટડી બક્ષીશ આપવાની વાત કરી છે.

આ સાંભળી ને મકસૂદ પણ ખુશખુશાલ થઇ ગયો અને ખુદા ને પ્રાર્થના કરવા લાગ્યો કે આ લગાવેલો દાવ સફળ થઈ જાય.

***

વસીમ એ જે રીતે વાત કરીહતી તેના ઉપર ઈમ્તિયાઝભાઈ ને પણ વિશ્વાસ બેઠો અને તરત જ કપોળ જવા માટે તેણે તેના બોડીગાર્ડ ને આદેશ આપ્યો અને ઈંનોવા ગાડી માં સવાર થઇ ગયા. તેના અને વાસીમ વચ્ચે થયેલી વાત ને તે યાદ કરવા લાગ્યો.

"ઈમ્તિયાઝભાઈ મારા આદમી એ બઘી માહિતી મેળવી લીધી છે, ત્યાં કપોલ પાસે સ્ટાર બાઝાર કરી ને મોલ આવેલો છે અને બ્લેક ડ્રેસ વાળા નીચે ગ્રાઉન્ડ ફ્લોર પાર આવેલી એપલ ના સ્ટોર માં કામ કરે છે. અને તમે કહેલુ તે પ્રમાણે ત્યાં ત્રણ છોકરીઓ પણ કામ કરે છે, એટલે આપડા માટે આસાન રહેશે તેને ઓળખવાનું"

આ વાત સાંભળી ને લગીર માટે પણ સમય વ્યર્થ કર્યા વિના તેની પાસે થી પેલું સરનામું લઇ લીધું અને ત્યાં જવા માટે ઈમ્તિયાઝભાઈ નીકળી પડ્યા.

ગાડી સ્ટાર બાઝાર પાસે આવી ને ઉભી રહી અને ઈમ્તિયાઝભાઈ જેવા ગાડી માંથી ઉતાર્યા કે લોકો તેમને તાકી રહ્યા અને ગેટ પાસે ઉભેલા ગાર્ડે તેમને સલામ ભરી "ફુલ વ્હાઇટ કુર્તો અને લેહંઘો, 5.10 ની હાઈટ, બંને હાથ ની આંગળીઓ માં વીટી અને વેઢ પહેરેલા, ગળા માં સોનાં ની ચેન, અને વાંકડિયા લાંબા વાળ, ફ્રેન્ચ ક્ટ દાઢી" આ બધું જોતા કોઈ પણ માણસ અનુમાન લગાવી શકે કે આ કોઈ મામૂલી માણસ તો નહિ જ હોય.

ઈમ્તિયાઝ ભાઈ અને સાથે રહેલો તેમનો બોડીગાર્ડ પેલી દુકાન માં પ્રવેશ્યા જે સરનામું વસીમે તેમને આપ્યું હતું,

ઈમ્તિયાઝભાઈ જેવા અંદર પ્રવેશ્યા કે બધા અંદર કામ કરતા લોકો અટેંશન ની મુદ્રા માં આવી ગયા.

અંદર બેઠેલો મેનેજર પણ બહાર આવી ને તેમની પાસે ઉભો રહી ગયો. પણ ઈમ્તિયાઝ ભાઈ ની આખો તો પેલી છોકરી ને જ શોધી રહી હતી. જે રીતે અક્રમે તે છોકરી નું વર્ણન કર્યું હતું તે પ્રકાર ની કોઈ ત્યાં દેખાઈ રહી નહોતી, પણ જે માહિતી વસીમે આપી હતી તે સાચી હતી. અહીં કામ કરી રહેલા બધા લોકો એ બ્લેક ટી-શર્ટ અને બ્લુ-જીન્સ પેહર્યા હતા.

થોડી જ વાર માં મેનેજર બોલ્યો " સાહેબ કઈ મદદ કરું??? "

ઈમ્તિયાઝભાઈએ તરત જ સ્વસ્થથા સંભાળી લીધી અને મનોમન બોલ્યા-" અંધારા માં તિર મારવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી, જે હશે તે જોયું જશે તેમ વિચારીને તેમને પહેલું તિર અંધારા માં છોડ્યું"

પેલા એક મેડમ જોડે કાલે વાત થઈ હતી અને આજે તે દેખાઈ નથી રહ્યા, તેમનું નામ પણ ભુલાઈ ગયું છે... શું નામ હતું.....અઅઅઅ.. યાદ નથી આવતું મને.

પેલો મેનેજર સમજી ગયો કે આ હેતલ ની વાત કરે છે, કેમ કે તેના સિવાય આજે બીજા કોઈ નો પણ વિકઓફ્ફ (રજા) નથી. એટલે ઝડપભેર તરત બોલ્યો "ક્યાંક તમે હેતલ ની વાત તો નથી કરતા ને!!"

"તીર સાચી જગ્યા એ લાગ્યું છે કે કેમ તેમ મનોમન ખુશ થઇ ને ઈમ્તિયાઝભાઈ એ હા પાડી અને આ નામ તેમને ફટાફટ પોતાના દિમાગ માં ફિટ કરી લીધું અને હસી ને મુન્ડી હલાવી"

'હા..હા.. આજ નામ હતુ મેડમ નું, ક્યાં છે તે મેડમ?? તેમને બોલાવી આપશો??'.

મેનેજરે લગીર અટકી ને કહ્યું કે આજે તો તે રજા ઉપર છે, કાલે તમને મળે.

ઈમ્તિયાઝભાઈ જરા કચવાટ ના મુકાયા અને મનોમન બબડ્યા માંડ માંડ કરી ને શોધી અને હવે હજી પાછો એક દિવસ??. તેમને મનો-મન નક્કી કર્યું કે આજે તો કોઈ પણ સંજોગે તેને મળી ને રહીશ. તેમણે કઈ વધારે ન પૂછવાનું મુનાસીબ સમજ્યું અને કાલે આવીશ એવુ બહાનું ધરી ને તે ફટાફટ બહાર નીકળ્યા અને એક મોબાઈલ માં કોલ જોડ્યો.

ઈમ્તિયાઝભાઈ શા માટે હેતલ ની શોધ કરી રહ્યા હતા?? શું કોઈ અણધારી આફત હેતાળ ની રાહ જોઈ રહી છે?? તમામ પ્રશ્નો ના જવાબ જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ ની આગ.

***