Pratishodh ni aag - 4 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધની આગ - 4

ચેપ્ટર-4

આપણે પાછળ ના ભાગ માં જોયુ કે હેતલ અંકિતા ને પોતાની આપવીતી જણાવે છે કે કેવી રીતે હેતલ અને ચિરાગ બંને સાથે મળી ને બીટકોઈન માં કાળા ના ધોળા કરવાનો ખેલ કરનારા જય શરાફ અને તેની સાથે જોડાયેલા શહેર ના બે નંબરી લોકો ના કાળાનાણાં નો ભાંડાફોડ કરવાનો પ્લાન બનાવે છે, અને તેને સાથ આપવા માટે ચિરાગ તેના મિત્ર ના પપ્પા ની મદદ લેવાનું નક્કી કરે છે જે સુરત માં ઈંકમટેક્સ ઓફિસર છે. બધા સબૂત તેમને આપી ને તે લોકો ત્યાં થી નીકળે છે અને છેલ્લા બે દિવસ થી પીછો કરી રહેલી મારુતિ ની કાર વાળી વાત તે ચિરાગ ને જણાવે છે, અને તે તેને ચકમો આપી ને ત્યાં થી નાસી છૂટે છે. અને થોડી જ વાર માં બાજુમાં રહેતી માનસી નો ફોન આવે છે કે તમારા ઘર માં આગ લાગી છે. અને તે આગ માં પોતાના આખા પરિવાર ને ખોઈ દે છે. અને ત્યાર બાદ તે સુરત છોડી ને આમદાવાદ ની ટ્રેન પકડે છે.. હવે આગળ..

એક શ્વાસે આટલું બધું બોલીને થાકી હોય તેમ તે અટકી અને કપાળ પાર આવેલા પરસેવા ને તેણે પોતાના હાથ રૂમાલ થી લૂછ્યો.!!, અંકિતાએ તેને પાણીનો ગ્લાસ આપ્યો અને તેની સામે પરાવર્ષતા ની દ્રષ્ટિ એ જોઈ રહી હતી.

આ બધી વાત માં ને વાત માં બે કલાક ક્યાં થઈ ગઈ તેની હેતલ અને અંકિતા બન્નેમાંથી કોઈ ને પણ ખબર ના રહી. હેતલ એ પોતાની વાત નિસાસો નાખતા નાખતા અટકાવી. અને બોલી " ચાલો અંકિત મેડમ મારી પાસે સમય ખુબ ઓછો છે, તો બાકી ની વાત પછી કરીશુ".

અંકિતા થોડા ગુસ્સા સાથે બોલી " હવે ક્યાં જાય છે?? હજુ તો મળી તેના બે કલાક જ થયા છે અને હવે ક્યાં જવું છે તારે??"

" મારા અમદાવાદ ના બાજુ વાળા માસી ની દીકરી અહીંયા સુરત માં જ રહે છે તો તેના માટે થોડી રકમ મોકલાવી છે તો તે હાથોહાથ આપવાની છે બસ" આ બહાનું ધરી ને હેતલ ત્યાં થી નીકળવાની ફિરાક માં હતી.

" હા તો કઈ વાંધો નહિ પણ રાત્રે રહેવાનું શુ?? કઈ પણ બોલતી નહિ અને ચુપચાપ સાંજે પછી આવી જા આપડે સાથે મારા ઘરે જતા રહીશુ" અંકિતા એ હેતલ ને ઓર્ડર કર્યો, અને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતા કહ્યું " આમાં મારો નંબર છે ફ્રી થાય એટલે કોલ કરજે હું તને પીક કરી લઇશ.

હેતલ ત્યાં થી બહાર નીકળી અને સ્ટેશન ની રીક્ષા પકડી અને તેમાં બેસી ગઈ, રીક્ષા માં સરસ મજા નું રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું, તે આ ગીત સાંભળતા સાંભળતા ચિરાગ સાથે વિતાવેલી મીઠી પળો ને યાદ કરવામાં ખોવાઈ ગઈ. અચાનક રીક્ષાવાળા એ જોરદાર બ્રેક મારી અને તેની સાથે સાથે આ યાદો ના ઘોડાપુર માં પણ બ્રેક લાગી. આજુ બાજુ માં જોયું તો ભાન થયું કે સ્ટેશન આવી ગયું હતું. તેને રીક્ષા નું ભાડું ચુકવ્યું અને દિલ્હી ગેટ સુધી ચાલીને ગઈ અને ત્યાં થી ચોક બજાર નું કહી ને તે રીક્ષા માં બેસી ગઈ અને જે રીતે તેને કહેવામાં આવ્યું હતું તે રીતે તેને ઑટોરિક્ષા ને મહિધરપુરા પાસે થોભાવી અને ઉતરી ગઈ.

મહિધરપુરા માં જયારે તે ઉતરી ત્યારે તેને અમદાવાદ નો જુહાપુરા વિસ્તાર યાદ આવી ગયો અને તે વિસ્તાર ની છબી તેની આંખો સામે ઉપસી આવી. ઈમ્તિયાઝભાઈ એ જે રીતે સમજાવ્યું હતું તે રીતે તે નાકા પાસે આવેલી મોબાઈલ ની દુકાન પાસે આવી અને કોડવર્ડ માં બોલી " 786 કા રિચાર્જ કરવાના હે",

દુકાનવાળા એ તરત એક ચિઠ્ઠી આપી અને પોતાની સાથે આવવા કહ્યું, પેલો દુકાનદાર આગળ આગળ અને હેતલ તેની પાછળ પાછળ ચાલી રહી હતી.

તે એક ડેલી પાસે આવ્યો અને ત્યાં અટકી ગયો અને સાથે સાથે હેતલ પણ ત્યાં અટકી ગઈ, તેણે દરવાજા પર કોડવર્ડ ની ભાષા માં તેને ધીમે ધીમે સાત વાર દરવાજો ખખડાવ્યો, દરવાજો ખખડાવતા ની સાથે ત્યાં રહેલું નાનકડું શટલ ખુલ્યું અને પેલા દુકાનદારે હેતલ ને આપેલી ચિઠ્ઠી ને ત્યાં મુકવા કહ્યું.

થોડી જ વાર માં અંદર રહેલા માણસે તે ચિઠ્ઠી લઇ લીધી અને એક મિનિટ ની અંદર દરવાજો ખુલી ગયો અને હેતલ અંદર પ્રવેશી, અને પેલો દુકાનદાર પણ ત્યાં થી પોતાની ફરજ પુરી કરી સલામ ભરી ને રવાના થઈ ગયો.

ઈમ્તિયાઝભાઈ સોફા પર બેઠા બેઠા હુક્કો ગગડાવી રહ્યા હતા અને સાથે સાથે પાન પણ ચાવી રહ્યા હતા તે તેમના લાલ હોંઠ પાર થી પારખી શકાતું હતું.

હેતલ ને આવેલી જોઈ ને તેમના ચેહરા પર સ્મિત આવી ગયું અને ઉભા થઈ ને તેમણે હેતલ ને આવકારી, "ઘર શોધવા માં કોઈ તકલીફ તો નથી થઈ ને" ઈમ્તિયાઝભાઈ એ હસતા હસતા કહ્યું.

"તમે તો દાઉદ કરતા પણ વધારે ઘેરા બંદી માં રહો છો, લાગે છે સરકાર તમને પણ શોધવા મંડી હશે હવે" હેતલે પણ ફુલ ટૉસ આવેલા બોલ પાર સિક્સ મારી દીધી.

ઈમ્તિયાઝભાઈ બોલ્યા "તું હજુ પણ એવી જ છે, છેલ્લા એક વરસ માં તું જરા પણ બદલાઈ નથી"

ઈમ્તિયાઝભાઈ એ ફટાફટ મસ્ત મસાલા ચા બનાવવા માટે કહી દીધું.

હેતલે આ બધા માટે ના પડી અને કહ્યું કે ઈમ્તિયાઝભાઈ "નો ફોર્માલિટી પ્લીઝ"

ઈમ્તિયાઝ ભાઈ બોલ્યા આતો ગરમી નો ટાઈમ છે અને ઉપર થી સાંજ થઈ ગઈ છે એટલે અમારા બાપ દાદા કેહતા કે "ગરમી ને ગરમી કાપે" એટલે ચા પીવાય સમજી.

હેતલે કઈ પણ આનાકાની ના કરી અને ચા પીવા માટે હા કહી દીધું, થોડી જ વાર માં ચા આવી ગઈ અને બંને ની વાતો ચાલતી રહી, એકાદ કલાક પછી હેતલે ઘડિયાર માં નઝર ફેરવી તો ખબર પડી કે સાંજ ના 7:30 વાગ્યા હતા, અને તેને તરત ભાન થયું કે અંકિતા સાથે જવાનું છે અને પછી વળી તે પીક પણ કરવા આવવાની છે. જો તેને ખબર પડશે કે હું આ બાજુ છું તો જાત-જાત ના સવાલ પૂછશે. આ બધું મનોમન નક્કી કરી ને તે ઉભી થઈ અને રજા લીધી. ઈમ્તિયાઝભાઈ અને પત્ની એ પણ ખુબ આગ્રહ કર્યો પણ હેતલ "નેક્સટ ટાઈમ પાક્કું કહી ને વાત ને ટાળી દીધી"

ત્યાં થી ફટાફટ બહાર નીકળી ને હેતલ મેઈન રોડ પાર આવી ગઈ અને ચૌટા બઝાર ની રીક્ષા પકડી ને તેમાં બેસી ગઈ, અંકિતા ને શક ના જાય તે માટે તેને થોડા કપડાં અને એક નાનકડું બેગ ખરીદી લીધું, ત્યારબાદ તેણે અંકિતા ને કોલ કર્યો કે મેડમ ક્યાં છો? ક્યારે આવો છો?, હું અત્યારે ચૌટા બઝાર માં છુ, તો મને અહીંથી બાબુકાકા ભેળ વાળા ની દુકાન પાસે થી પીક કરી લેજે.

અને થોડી જ વાર માં અંકિતા ત્યાં આવી પહોંચી અને બંને ત્યાં થી અંકિતા ના ઘરે જવા માટે એકટીવા પર સવાર થઈ ગયા.

સાંજ ના ટ્રાફિક માં અંકિતા ફુલ ઝડપે પોતાની એકટીવા હંકારી રહી હતી અને બંને થોડી જ વાર માં અંકિતા ના અડાજણ માં આવેલા ઘરે પહોંચી ગયા.

હેતલ અંકિતા ના માતાપિતા ને મળી અને ચરણ સ્પર્શ કરી ને નમસ્કાર કર્યા, અંકિતા ના મમ્મી એ તેને ઓળખવામાં જરા પણ વાર ના લગાડી અને પોતાના ગળે લગાડી લીધી.

અંકિતા ના મમ્મીનો આ વહાલ જોઈ ને હેતલ ને તેના મમ્મી ની યાદ આવી ગઈ અને આંખ માં જળજળીયા આવી ગયા.

થોડી જ વાર માં બધા નહાઈ ને ફ્રેશ થઈ ગયા અને બધા સાથે જમવા બેઠા.

જામી ને જાણે થાક લાગ્યો હોય તેમ તેણે અંકિતા ની સામે જોયું અને આંખો ના ઈશારા થી કહ્યું કે હવે મને નીંદર આવે છે!!

અંકિતા એ તેના મમ્મી ને હેતલ ની પથારી તેની સાથે જ કરવા કહ્યું, હેતલ તેના પુરા દિવસ ની મુસાફરી ને લીધે થાકી હતી અને તેની આંખ માં પણ નીંદર ભળી હતી તે જોઈ ને અંકિતા એ તેને બીજી કોઈ વાત ના પૂછી અને "ગુડ નાઈટ" કહી ને આરામ કરવા કહ્યું. કાલે વાત કરીશુ એમ કહી ને ચાદર માથા પાર ઓઢી ને પાંચ મિનિટ માં જ ઘસઘસાટ સુઈ ગઈ.

પણ હજુ હેતલ ઈમ્તિયાઝભાઈ ની વાત માં ખોવાયેલી હતી, કેવી પરિસ્થિતિ માં તે સુરત થી અમદાવાદ પહોંચી હતી અને ત્યારબાદ કેવી રીતે તે ઈમ્તિયાઝભાઈ સાથે મુલાકાત થઈ હતી તે આખો ઘટનાક્રમ જાણે હમણાં જ બન્યો હોય તેમ તેની આખો સામે તરવરવા માં માંડ્યો હતો.

***

જુહાપુરા થી ઑટોરિક્ષા કરીને હેતલ રોજ પાલડી પાસે આવેલા ગેલેક્સી મોલ માં નોકરી પર જતી હતી, અમદાવાદ આવી તો ગઈ હતી પણ ગુજરાન ચલાવવા માટે તેણે મોલ માં નોકરી શોધી લીધી હતી, અમમદાવાદ માં કોઈ સગું ના હોવાના લીધે જુહાપુરા માં રેહવું હેતલ માટે એક મજબૂરી હતી. અને હેતલે પણ અહીં રહેવાનું મન બનાવી લીધૂ હતું.

એક દિવસ જયારે તે જોબ પર થી રાત્રે ઘરે પરત ફરી રહી હતી ત્યારે જે દ્રશ્ય તેણે જોયું તેને જોઈ ને તેને રુવાડા ઉભા થઈ ગયા. એક સામટા પાંચ લોકો હાથ માં તલવાર લઇ ને એક આદમી પાછળ દોડી રહ્યા હતા અને માં-બહેન ની ગાળો બોલી ને પેલા ને ઉભો રહેવા માટે ગાળું ફાડી ને જોર જોર થી ચિલ્લાઈ રહ્યા હતા. " અગર માં કા દુધ પિયા હે તો રુક".

ત્યારે જ ટોળા માં રહેલા એક માણસે પોતાના હાથ માં રહેલી તલવાર છુટ્ટી પેલા દોડી રહેલા માણસ ના પગ ઉપર ઘા કરી અને સીધી એ તેના પગ માં જઇ ને લાગી. પેલો ભાગી રહેલો માણસ સીધો જમીનદોસ્ત થઈ ગયો અને દર્દ ના લીધે કકણસવા લાગ્યો.

તે આદમી ઉભો થઈ ને કઈ સમજે મૂકે તે પેહલા તો તેના પર આખા ટોળા એ હિંસક હુમલો કરી તેને લોહી લુહાણ કરી નાખ્યો!!

આ દ્રશ્ય જોઈ ને હેતલે જોર થી બૂમ પાડી, હેતલ ની બૂમ એટલી જોર થી ગુંજી કે તે સાંભળી ને પેલા ટોળા માં રહેલા લોકો ને લાગ્યું કે બધા ભેગા થાય અને લોકો આપણને ઓળખી લે તે પેહલા અહીંયા થી ભાગવામાં જ ભલાઈ છે. પાંચેય ટપોરીઓ ફટાફટ ચિત્તા ની ઝડપે ભાગ્યા. પણ રાત્રી ના સ્ટ્રીટ લાઈટ ના અજવાળા માં હેતલે તેમાં રહેલા બે જણા ના ચેહરા જોઈ લીધા હતા.

થોડી જ વાર માં લોકો નું ટોળું ભેગું થઈ ગયું તેમાંથી હેતલે બાજુ માં ઉભેલા કાકા ને 108 ને કોલ કરવા કહ્યું, અને કોલ કરતા ની સાથે જ પાંચ મિનિટ માં 108 આવી ગઈ અને તે પેલા ઘાયલ માણસ ને ફટાફટ સ્ટ્રેચર માં નાખી ને એમ્બ્યુલન્સ માં અંદર લઇ ગયા અને બેઝિક સારવાર ચાલુ કરી દીધી.

તે માણસ ઘાયલ હતો તો પણ તે હેતલ ના ચેહરા ને તેની બંધ થતી આખો વડે જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, અને મહાપ્રયત્ને તેને આ સફળતા માળી અને તેણે હેતલ ના ચેહરા ને પોતાના મગજ ની ડાયરી માં ફીટ કરી લીધો. "5.5" ની હાઈટ, ગોળ મોઢું, બોય કટ વાળ, અને બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ.

ત્યારબાદ 108 દૂર સુધી ગઈ ત્યાં સુધી હેતલ તેની સામે તાકી રાહી. ત્યારબાદ તેણે પોતાની રૂમ તરફ જવા પોતાના પગ ઉપાડ્યા અને રૂમ પર જઈ ને ફ્રેશ થઈ ને સાથે પાર્સલ લાવેલા વડાપાવ અને સમોસા પેટ ભરી ને ખાઈ ને ગાઢ નિદ્રા માં પોઢી ગઈ.

***

હોસ્પિટલ ના રૂમ માં વાતાવરણ તંગ હતું " અક્રમ શેખ" ખુબ જ ગુસ્સા માં હતો અને બધા પર તે ગાળો નો વરસાદ કરી રહ્યો હતો,

" સાલો… કાફિરો... સિર્ફ ઘૂમને ઓર સોને કે પેસે દેતા હું મેં તુમ્હે??? ક્યાં હુવા સાપ સુંઘ ગયા તુમ સબકો??

અક્રમ બેફામ ગાળો બોલી રહ્યો હતો અને બધા ચૂપ-ચાપ મીણ ના પૂતળા ની જેમ સાંભળ્યા કરતા હતા..

એક છોટા સા કામ બોલા થા વો ભી નહિ કર શકે તુમ લોગ... લગતા હે અબ મુજે હી કુછ કરના પડેગા..

ઈમ્તિયાઝ ભાઈ કોણ છે?? હેતલ ઈમ્તિયાઝ ભાઈ ને મળવા ગઈ તે વાત અંકિતા ને કેમ ના કીધી?? અક્રમ શેખ કોણ છે?? અને તેણે આપેલું કયું કામ તેના ટપોરી છોકરાઓ ના કરી શક્યા તે હવે તેણે કરવાનું પ્રણ લીધું છે.!! જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ ની આગ.. આપ આપના અભિપ્રાયો 9904032486 પર વ્હોટ્સએપ કરી શકો છો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED