Pratishodh ni aag books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ ની આગ

ઈન્ટ્રોડ્કશન

ચેપ્ટર-1

સાંજ ના ચારેક વાગ્યા હતા અને સુરત આવવાની તૈયારી હતી બધા મુસાફરો પોતપોતાના સમાન અને બેગ ને તૈયાર કરવા લાગ્યા હતા, ઉનાળા ની મોસમ હતી એટલે હજુ પણ હવા માં ગરમી નો થોડો ઉકળાટ હતો, અને થોડી જ વાર માં સુરત સ્ટેશન પણ આવી ગયું અને બધા લોકો ઉતારવા પણ લાગ્યા હતા, ખબર નહિ પણ હેતલ તો જાણે ક્યાં વિચાર માં ખોવાય ગઈ હતી. બાજુ વાળા માસી જતા જતા બોલ્યા "ઓ પોરી સુરત આવી ગીયું, ચાલ જલ્દી ઉતારી જા ની તો વલસાડ પોચી જહે". હેતલ તરત જ ઉભી થઇ અને ઝડપ ભેર બહાર નીકળવા ગઈ.

ત્યાં જ જાણે પેલા પ્લેટફોર્મ નંબર 2 ના બુક સ્ટોલ વાળા કાકા ને જોઈ ગઈ અને યાદ કરવા લાગી કે કાશ આ કાકા બે વરસ પેહલા તેને મદદ ના કરી હોત તો તે આજે જીવતી ના હોત કે કઈ રીતે તે કાળ ના કોળિયા માંથી બચી હતી, તેને કાકા નો મનોમન આભાર માન્યો અને તેને પોતાના માથા પાર કેપ પેહરી અને ફટાફટ સીધી સ્ટેશન ની બહાર જતી રહી,

આજ થી બે વરસ પેહલા જે ઘટના ઘટી હતી તેની હર એક પળ તેને યાદ આવવા લાગી કે જે ખુમારી અને હિમ્મત થી તેણે જે સુરત ના નામચીન બુટલેગર સાથે પંગો લીધો હતો, અને તેને હજી પણ વિશ્વાસ હતો કે તેની ગેંગ આજે પણ તેને શોધતા હશે. અને આ બધું યાદ કરતા કરતા તેના ચેહરા નો હાવભાવ બદલાઈ ને ગુસ્સા થી ઉભરાય ગયો હતો.

હેતલ એ પોતાના બધા ગુસ્સા ને શાંત કરી દીધો અને ઝડપભેર તે સ્ટેશન ના મેઈન ગેટ પાસે આવી ગઈ અને તેણે ઓટો માટે હાથ લંબાવ્યો અને જોત જોતા માં જ તેણે અડાજણ માટે ની ઓટો રીક્ષા મળી ગઈ. રીક્ષા ધીમે ધીમે ટ્રાફીક ના હિસાબે આગળ વધી રહી હતી અને તે સુરત ના રિંગ રોડ ફ્લાય ઓવેર પર થી ટેક્સટાઇલ માર્કેટ ને નિહાળી રહી હતી. અચાનક જ લગીર તેને યાદ આવ્યું હોય તેમ તેણે ઓટો વાળા ભાઈ ને કહ્યું " ભૈયા ઉધના દરવાજા કે પાસ ખડી રખના". હેતલે આદેશ જ એવી રીતે આપ્યો હતો કે પેલા ઓટો વાળા એ કઈ પણ દલીલ કર્યા વગર ખાલી માથું હલાવી પોતાની સંમતિ આપી અને ઉધના દરવાજા તેણે હેતલ ને ઉતારી દીધી અને હેતલે તેને ભાડા ના પૈસા આપી રાવાના કર્યો.

સુરત માં જયારે હતી અને અત્યાર ના સુરત માં ઘણો બધો તફાવત હતો અત્યારે સુરત સ્માર્ટ સિટી બની ચૂક્યું હતું અને જ્યાં જુઓ ત્યાં ફ્લાય ઓવર નજરે પડી રહ્યા હતા. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ ને જોતા જ તેને પોતાની કોલેજ કેમ્પસ માં મળેલી નોકરી યાદ આવી ગઈ અને સાથે કામ કરતી પૂજા અને નિશા પણ યાદ આવી ગયા. તેણે પૂજા અને નિશા ને મળવાનો નિર્ણય કર્યો અને તેના માટે તે સીધી છઠ્ઠા માળે જવા માટે લિફ્ટ નું બટન દબાવ્યું, થોડી જ વાર માં લિફ્ટ આવી ગઈ અને તે છઠ્ઠા માળે પહોંચી ગઈ.

"ઇન્વેસ્ટમેન્ટ ગુરુ" આ એજ ઓફિસ છે જ્યાં તે કામ કરતી હતી, તે ઓફિસ માં પ્રવેશી અને જોઈ ને તે એક દમ દંગ રહી ગઈ પેહલા કરતા ઓફિસે મોટી અને ઇન્ટિરિયર પણ હાઈક્લાસ બનાવવામાં આવ્યું હતું. તેને રીશેપ્શન પર બેસેલી લેડીઝ ને પૂજા વિશે પૂછ્યું અને તેણે ઇન્ટરકોમ માંથી કોલ કર્યો સામે થી વાત કરતા હતા તે પરથી લાગ્યું કે તે કોઈક કામ માં વ્યસ્ત હશે, પરંતુ હેતલે ચાલુ વાતે રોકી અને કહ્યું કે તેમની ફ્રેન્ડ છે અડાજણ થી. પૂજા હેતલ ના આવાજ ને પારખી ગઈ ને ઝડપભેર તે પોતાના કેબીન માંથી બહાર આવી ગઈ અને તેને ભેટી ગઈ. તે બંને મળીને એટલા ખુશ હતા કે હેતલ ની આખો માં તેને ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું અને ત્યારે તેને ભાન થયું કે તેની આખો આંસુ થી ભીંજાય ગઈ છે.

પૂજા ને આજે આ મુકામ પાર જોઈ ને હેતલ મનોમન ગર્વ અનુભવી રહી હતી. બંને સાથે જ કામ કરતી હોય બંને વચ્ચે આત્મીય સબંધો બંધાયા હતા અને ઘણી વાર કોઈક કામ માં જો પૂજા ભૂલ કરતી તો હેતલ તેને મદદ પણ કરતી અને રાત્રે મોડું થાય તેમ હોય તો તે રોકાતી પણ ખરી. તેને હજી પણ યાદ હતું કે તે રજા ના દિવસે તેના ઘરે જતી અને ત્યાં તેની આર્થિક પરિસ્થિતિ વિશે પણ તે જાણતી હતી. 10*15 ની નાનકડી રૂમ માં તેના માતા પિતા અને બે બેહનો રહેતા.

પૂજા બોલતી હતી અને તેના આવાજ માં થોડો ગુસ્સો પણ ભળ્યો " બહેન બહેન કરતી ફરતી હતી, જયારે આફત આવી ત્યારે કીધૂ પણ નઈ..!!" કેમ હું પારકી થઈ ગઈ તારા માટે। અને સામુ જોઈ ને બોલી આ શુ વેશ ધારણ કર્યો છે!! શર્ટ,પેન્ટ, તો ઠીક છે પણ આ ટૂંકા વાળ??

હેતલ જાણતી હતી કે આને કાંઈ પણ કહીસ તો આ નઈ સાંભળે એટલે પેહલા તેને તેનો ઉભરો ઠાલવી લેવા દીધો અને પછી પોતાની કહાની કહીશ તેમ નક્કી કર્યું.

પૂજા બોલ્યે જ જતી હતી અને હેતલ તેને નીરખી રહી હતી કે પૂજા ના સ્વભાવ માં જરાયે ફરક નથી પડ્યો તે પેહલા જેવી જ હતી. સહેજ રહીને હેતલે પૂજા ના બંને કાન પકડ્યા ને એવા અમળાવ્યા કે તેનાથી ચીસ પડી ગઈ અને શાંત થય ગઈ. આ હેતલ ની જૂની સ્ટાઇલ હતી સામે વાળા ને બોલતો બંદ કરાવવવાની. "માતાજી હવે મને કંઈક તો બોલવા દો!! હેતલે તેને બે હાથ જોડી ને નતમસ્તક થઈ ને કહ્યું.

પૂજા ને પણ ભાન થયું કે તે થોડું વધારે બોલી ગઈ હતી કેમ કે તેનું ગળુ પણ સુકાવા લાગ્યું હતું અને દુખવા લાગ્યું હતું, તેને ટેબલ પર પડેલા ગ્લાસ માંથી એક ઘૂંટડો પાણી પીધું અને ગ્લાસ નીચે મુક્યો, અને રિસેપ્શન પર કોલ કરીને ચા+નાસ્તા માટે કહ્યું. શું કરતી હતી?? કઈ દુનિયા માં હતી?? વગેરે..વગેરે અને તેણે એક જ શ્વાસે આ બધા સવાલો કરી લીધા??

જયારે અંકિતા સવાલો પૂછી રહી હતી ત્યારે હેતલ બે વરસ પેહલા ની ઘટના યાદ કરી રહી હતી અને સવાલો ના આ ઘૂંચવાડા માં ફસાતી હોય તેમ તેને લાગ્યું

લગીર અટકીને હેતલે ખોંખારો ખાઈ ને પોતાનું ગાળું સાફ કર્યું અને તેના સવાલો ના જવાબ આપવાનું શરુ કર્યું.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED