Pratishodh ni aag - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ ની આગ - ભાગ-2

ચેપ્ટર 2

આજ થી બે વરસ પેહલા જે હાલત માં સુરત થી અમદાવાદ ભાગવું પડ્યું હતું અને હવે સમય આવી ગયો હતો વાર ના પલટવાર નો અને પ્રતોસોધ લેવાનો હેતલ તેની જૂની મિત્ર અંકિતા ને મળે છે અને પોતાની વાત કેહવાની શરૂઆત કરે છે કે ક્યાં સંજોગો માં તેને અહીં થી પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું। હવે આગળ

"અંકિતા તને ખબર છે ને કે હું કેવા ડેરિંગ સ્વભાવ ની હતી " અંકિતા એ તેના માથા ને હકાર માં હલાવી ને તેને જવાબ આપ્યો, હા તો બસ આ મારો ડેરિંગ સ્વભાવ જ મારો દુશ્મન બની ગયો અને મારે આ બધી મહા મુસીબત માં ફસાવું પડ્યું.

જયારે આપડે ઇન્વેસ્ટમેન્ટ ગુરૂ માં નૌકરી કરતા હતા ત્યારે તને ખબર હોય તો બોસ એ મને ત્યારે નવા ચાલુ કરેલા બીટ કોઈન ના ડિવિઝન ની જવાબદારી સોંપી હતી, બસ તે જ દિવસે મારી આ આફત નો શિલાન્યાસ થઈ ચુક્યો હતો, તે ટાઈમ પર હું 50 ક્લાઈન્ટ જોતી હતી અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા તો તેમના આવક ના સ્ત્રોત ની માહિતી એકઠી કરી ને ઇન્કમ ટેક્સ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની જવાબદારી મને સોંપી હતી અને આ સરકાર નો નિયમ પણ હતો પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આ બીટકોઈન ની માયાજાળ મને ખબર પડતી ગઈ જે લોકો કરોડો ના કરોડો રૂપિયા આમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે તે બધા રૂપિયા બ્લૅક મની છે અને અનૈતિક કામ દ્વારા કમાયેલા છે.

આ બધી વાત અંકિતા ફાટી આખો એ સાંભળી રહી હતી અને તે વખત ની હેતલ તેની આખો સામે જાણે ફરી રહી હતી,

મેં આ મામલા માં બોસ ને વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તેમના સતત વ્યસ્ત કામ ના લીધે તે મને કેહતા કે મેડમ પછી આવજો હું નવા ઇન્વેસ્ટર મિટિંગ માં બિઝી છું, પરંતુ એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે મને આ વાત ચાડી ખાતી હતી, તેથી મેં નિર્ણય કર્યો કે એક એક ઇન્વેસ્ટર ના એકાઉન્ટ ને ધ્યાન પૂર્વક સ્ટડી કરીશ અને જેટલા પણ ભારતીય ઈકોનોમી ના અને કાનૂન ના ગુનેહગાર હશે તેમને સબક શીખવાડીશ,

ત્યાર બાદ મેં પોતાનું પુરે પૂરું ધ્યાન આ બધા ઈંવેસ્ટરો ના એકાઉન્ટ ના સરવૈયા ચેક કરવામાં લગાડી દિધું, અને જયારે મેં બધા ના એકાઉન્ટ જોયા ત્યાર બાદ તેમના કામ ધંધા ની જાંચ પડતાળ કરી ત્યારે મને જે આઘાત લાગ્યો છે તે જોતા મેં મનો મન નક્કી કર્યું કે હવે જેવા પડશે તેવા દેવાશે પણ ભાંડો તો ફોડવો જ પડશે.

“આ બધા કાળા કામ નો માસ્ટર માઈન્ડ બીજો કોઈ નહિ પણ આપડો જ બોસ જય શરાફ છે”.

હેતલ ના આ શબ્દો સાંભળી ને જાણે અંકિતા પૂતળી બની ગઈ હોય તેમ થીજી ગઈ અને તેના સ્વાશ લેવા ની ગતિ જાણે લગીર વધી ગઈ હોય તેમ હેતલ ને અનુભવ થયો, A/C ચાલુ હતું તો પણ કેબિન માં વાતાવરણ માં જાણે એકા એક પલટો આવ્યો હોય તેમ ગરમી નો એહસાસ થવા લાગ્યો અને તેના કપાળ પર પસીનો આવી ગયો હતો.

અંકિતા એ પોતાના હાથ રૂમાલ વડે પોતાનો ચેહરો લૂછ્યો અને હેતલ ના બંને હાથ પકડી ને બેસી ગયી અને તેની આખો માં આખો નાખીને આગળ ની વાત સાંભળવા માટે તે તેની સામે તાકી રહી,

હેતલે પોતાની વાત ચાલુ કરી: મને જાણી ને ખુબ આઘાત લાગ્યો કે આ માણસ જેને ફાઇનાન્સ ની દુનિયા માં બાદશાહ માનવામાં આવે છે તે વ્યક્તિ આવું પણ કરી શકે તે માનવામાં નહોતું આવી રહ્યું, આ બધું જાણ્યા બાદ તો મેં મારુ મન વધુ મક્કમ કરી લીધું અને નક્કી કર્યું કે આ જેટલા પણ લોકો છે તે તમામ ને હું જેલ માં ધકેલાવી દઈશ.

ત્યાર બાદ મેં જય શરાફ નો ધીમે ધીમે વિશ્વાસ જીતી લીધો એન્ડ તેની પાસે થી તમામ ઈન્વેટમેન્ટ ફાઇલ્સ ની એકસેસ લઇ લીધા અને હું કામ માં લાગી ગઈ, માનવામાં નહોતું આવતું કે તે આ બ્લેકમની ના ધંધા ને કેવી રીતે અંજામ આપતો હતો. તે શહેર ના તમામ વગદાર લોકો સાથે સંબંધ ધરાવતો હતો, અને જે પ્રમાણે LEVISH લાઇફસ્ટાઇલ જીવતો તેને જોઈ ને તો ભારત ના મોટા મોટા ઉદ્યોગપતિ ને પણ શરમ આવી જાય. અને માર્કેટ માં તો એમ પણ લોકો કેહતા કે તેનો કોઈ સાઇલેન્ટ પાર્ટનર પણ છે જે દુબઇ થી બધી ગાઈડેલાઈન આપતો કે હવે પછી ના માર્કેટ ની કેવી પરિસ્થિતી હશે.

તે શહેર ના મોટા મોટા નેતા, અધિકારીઓ, ધંધાદારીઓ, અને દારૂ ના ધંધાવાળા આ તમામ લોકો ના રૂપિયા ને કાળા ના ધોળા કરવાનો ખેલ કરતો હતો. જેટલા પણ ઇન્વેસ્ટરો હતા તે તમામ લોકો કોથળા ના કોથળા રોકડા રૂપિયા લાવતા અને તેમાં 50-50 મારજીન રહેતું, બ્લેક ના વહાઈટ કરી ને આપવાનો ભાવ હતો 50% કમિશન,

અને આ બધા ની વચ્ચે એક નામ મારી આંખ માં ઉડી ને વળગ્યું અને તે નામ હતું રણજીત રાણા વાપી થી લઇ ને બરોડા સુધી જે નામચીન દારૂ નો બુટલેગર હતો તે, તેને પોતાની તમામ કાળી કમાણી આ બીટકોઈન માં લગાડી દીધી હતી, અંકિતા ને જાણે આ બધું સપના જેવું લાગતું હોય તેમ તે જોઈ રહી હતી.

આ આખા કામ ને પાર પાડવું એકલી હેતલ માટે શક્ય ન હતુ તે થી તેને તેના ખાસ મિત્ર એવા ચિરાગ ની મદદ લેવાનું નક્કી કર્યું, તેને ખબર હતી કે ચિરાગ તેને ક્યારેય મદદ માટે ના નહિ પાડે કેમ કે ચિરાગ તેને ચાહે છે તેની તેને ખબર હતી પણ હેતલ આ બધા માં પડવા નહોતી માંગતી કેમ કે તેને લવ, પ્યાર, મહોબ્બત જેવા શબ્દો થી ચીડ હતી.

હેતલે તેની વાત ચાલુ રાખી, ત્યારબાદ મે ચિરાગ ને ફોન કરી ને તેને મળવા માટે કહ્યું તો તેણે તરત મારી હા માં હા ભરી અને કોફી ક્લચર માં મળવા રાજી થયો. ત્યારબાદ મેં તેને આખી વાર્તા એકડે એક થી માંડી ને તેને સંભળાવી, હું જયારે બોલી રહી હતી ત્યારે જાણે તે તેના દિમાગ માં કોઈ પ્લાન ની બ્લ્યુપ્રિન્ટ બનાવતો હોય તેવો મને આભાસ થતો હતો અને જાણે મારી આખી વાત પત્યા પછી તેનામાં ડિટેકટિવ ની આત્મા પ્રવેશી હોય તેમ બોલ્યો, માતાજી હવે ટેંશન ના લો.. હવે આ ગેમ આપડી છે તું ખાલી જોતી જા આ દેશ ના ગદ્દારો ને આપડે કેવો મેથી પાક ચાખડિયે તે.

ચિરાગ ની વાત સાંભળી ને હેતલ પણ જાણે એક CID ઓફિસર જેવું મેહસૂસ કરવા લાગી, ચિરાગ તેનો પ્લાન કેહવા લાગ્યો અને બોલ્યો; મારા એક મિત્ર ના પપ્પા ઇનકમ ટેક્ષ ઓફિસર છે આપડે તેને માહિતી આપીયે અને તારા બોસ ની ઓફિસ માં દરોડા પડાવડાવીને તેની કાળી કરતૂતો નો ભાંડો ફોડી નાખીયે આમા આપડા કોઈ નું કયાંક નામ પણ નહિ આવે અને કયો મોરલો ક્યાં કળા કરી ગયો તેની કોઈ ને કશી ખબર પણ નહિ પડે. હેતલ ને ચિરાગ ની વાત બરાબર લાગી અને બંન્ને ઇન્ક્મ ટેક્ષ ઓફિસર ને મળવા રાજી થયા અને બધો ભાંડો ફોડવા માટે પુરાવા એકઠા કરવા નું નક્કી કર્યું કે સાંજે હેતલે પાછી ઓફિસ જય ને બધા દસ્તાવેજ અને ડેટા ને એક પેનડ્રાઈવ માં કોપી કરી લીધા અને ઘરે જવા માટે નીકળી ગઈ અને આવતી કાલ ની રાહ જોઈ રહી હતી.

***

જય શરાફ ક્લાઈન્ટ સાથે મિટિંગ માં બેઠો હતો અને ડીલ ફાઇનલ કરી રહ્યો હતો અને સાંજ ના 7:00 વાગ્યા હતા કે ચાલો આપડી આ ડીલ નક્કી અને એક વરસ ની અંદર તમારા ઇન્વેસ્ટમેન્ટ ને પાંચ ગણું કરી આપવાની જવાબદારી મારી અને તે પ્રમાણે 50-50 નો રેશિયો નકકી કરવામાં આવ્યો, વાત ચાલુ જ હતી અને એક સાથે સિક્યુરિટી બ્રિચ ના ચાર મેસેજ આવી ગયા, કે કોઈ તમારા કમ્પ્યુટર માંથી ડેટા પોતાના અંગત ડિવાઇસ માં લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તેને તરત હેતલ ને મોબાઈલ માં ફોન કર્યા કેમ કે જય શરાફ પછી જો બધા પાસવર્ડ કોઈ વ્યક્તિ પાસે હોય તો તે હેતલ હતી તેથી તેને ચિંતા થઈ. પરંતુ હેતલે તેનો કોલ રિસિવ ના કર્યો અને ત્યારબાદ તેની ચિન્તા વધુ વધવા લાગી તેથી તેણે સેક્યુરીટી ને ફોન કરીને કરીને કેબિન માં જોવા કહ્યું કે કોણ છે ત્યાં પરંતુ ત્યાં કોઈ ના હતું અને હેતલ વિશે પૂછ્યું તો સિક્યુરિટી ગાર્ડ બોલ્યો કે " મેડમ તો અભી અભી 2 મિનટ પેહલે ઘર ગઈ"

ગાર્ડ નો આ જવાબ સાંભળી ને જય શરાફ નું શેતાની દિમાગ કામે લાગી ગયું અને તેને દાળ માં કંઈક કાળું હોવાનો એહસાસ થવા લાગ્યો અને છેલ્લા પંદર દિવસ ના હેતલ ના હાવભાવ અને વ્યવહાર ને તે આંખ બન્ધ કરી ને વાગોળવા લાગ્યો અને કંઈક હિન્ટ મળે તે માટે તેણે પોતાના દિમાગ ને જોર આપ્યું અને તેની આંખ ચમકી અને તરત ઉભો થયો એન્ડ હાથ માં પોતાનો મોબાઈલ લઇ ને એક કોલ લગાડ્યો.

શું હેતલ ઉતાવળે કોઈ ભૂલ તો નહોતી કરી રહી ને??? જય શરાફ ના કદ અને તેના સામ્રાજ્ય સામે પડી ને કોઈ ભૂલ તો નથી કરી રહી ને?? જય શરાફ જેને ફોન કરી રહ્યો હતો તે કોણ છે ?? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ ની આગ તમારા અભિપ્રાય આપવા માટે

ratilal013@gmail.com

અથવા whatsapp પણ કરી શકો છો 9904032486 પર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED