Pratishodh ni aag - 7 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ ની આગ - 7

સાલી લાઈફ મે પ્રોબ્લેમ થમ ને કે નામ નહિ લે રહી ઓર ઉપર સે એક ઓર લફડા આ ગયા હૈ. વસીમ પોતાની જાતને કોસતો કોસતો હાથ માં બંદૂક લઇ ને બહાર નીકળ્યો. અને નીચે જ્યાં લૂંટફાટ ચાલતી હતી ત્યાં આવીને હવા માં ગોળીબાર કર્યો, ધડાકો એટલો મોટો થયો કે બધા પોતાની જગ્યા પાર ચોંટી ગયા.

"અગર કિસી ને ભી શાણપટ્ટી દિખાઈ તો અભી કે અભી અલ્લાહ મિયાં કો પ્યારા કર દૂંગા"-વસીમ એ સૂચના આપી

"cctv મેં જાકે દેખ ઓર પતા લગા કે ઇનમેં સે કોન ડેઢ શાણા થા જો યે રાડા કિયા"

***

હેતલે આજે તેના બધા કામ વહેલા પુરા થાય તે રીતે તેના આખા દિવસ નો પ્લાન બનાવ્યો હતો અને કાલે રાત્રે સૂતી વખતે જે પ્લાન બનવ્યો હતો તે પ્લાન ને આજે આખા દિવસ દરમિયાન ચાર ચાર વખત રિપીટ કરી ને વિચારી જોયા જે થી કરીને કોઈ ભૂલ ના રહી જાય. એમ પણ શિયાળા નો સમય હતો અને સાંજ પણ વહેલી પડી ગઈ હતી. તે સીધી નીકળી ને મોલ માં આવેલા લેડીસ ટોયલેટ માં ગઈ અને જેવી તે ગઈ હતી તેનાથી વિપરીત અવતાર માં તે ત્યાં થી બહાર નીકળી. ભૂરા રંગ નું ટી-શર્ટ, કાલા કલર જીન્સ, માથે ટોપી અને ગળા માં મફલર. ઓફિસ અને આજુબાજુવાળી શોપ ના લોકો ઓળખે નહિ તે રીતે તે ગુપચુપ ત્યાં થી નીકળી ગઈ.

જે મુજબ હેતલે પ્લાન બનાવ્યો હતો તે પ્રમાણે તે વસીમ ના ખાડી કિનારે આવેલા અડ્ડા પર પહોંચી. સાંજ નો સમય હતો અને આજે સટ્ટો રામવાવાળા લોકો ની પણ વધારે ભીડ હતી. બહાર એન્ટ્રી ઉપર કાળા બોર્ડ પર ચોક થી એક સૂચના લખવામાં આવી હતી "આજ ખાલી 9:00 બજે તક". આનો મતલબ એમ હતો કે આજે ખાલી 9:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. હેતલ અંદર ગઈ અને તેણે બધી રમતો ને માં ધ્યાન પૂર્વક નજર ફેરો કરી. ત્યારબાદ તે "તીન પત્તી" ના ટેબલ પાસે જઈને ઉભી રહી ગઈ.

તેણે રમતા રમતા ચારે બાજુ નજર કરી તો ટોટલ 7 પઠ્ઠાઓ તેને નજરે ચઢ્યા કે જે બધા ટેબલ ઉપર ધ્યાન રાખી રહ્યા હતા.

ત્યાં જ હેતલ ની નજર નજર બાજુના ટેબલ પર રમતા એક કાકા પર ગઈ. કાકા દારૂ ના નશા માં પુરેપુરા ચકચૂર હતા અને તેમને ખુદ ના ઉપર કાબુ કરવો પણ ભારે થઈ રહ્યો હતો. હેતલે તરત જ કાકા નો હાથ પકડ્યો અને તેમને પડતા પડતા બચાવ્યા.

" કોણ છે એ છોકરી તું?? અહીંયા આ જગ્યા પર શું કરે છે??" કાકા નો અવાજ સાંભળી હેતલ ડરી ગઈ કે શું કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને આ રૂપ ધારણ કરવામાં.

"કાકા તમે નશા માં છો!! હું છોકરી નથી, છોકરો છું" હેતલે તરત જ સિફ્તાઇ થી જવાબ આપ્યો.

"હું ભલે ગમે તેટલો નશા માં હોઉં કે ભાન ભુલ્યો હોઉં પણ એક સ્ત્રી ના હાથ અને મર્દ ના હાથ નો ફર્ક જાણું છું" કાકા એ જવાબ આપ્યો.

"હેતલ સમજી ગઈ કે આ કાકા પીધેલા છે અને વાત નહિ માને કોઈ, એટલે વધુ કોઈ પોલ ખોલે અને કોઈ જાણે તે પેહલા તેમને સહારો આપીને બાથરૂમ સુધી લઇ ગઈ"

"છોકરી નક્કી તું કંઈક કરવાના ઇરાદે આવી લાગે છે, અગર જો તારો કોઈ ગલત ઈરાદો હોય તો એવું વિચારતી પણ નહિ!, કેમ કે આ લોકો બહુ ખતરનાક લોકો છે. તને અને તારી આવનારી સાત પેઢી ને બરબાદ કરી નાખવાની તાકાત ધરાવે છે"

કાકા ની વાત ઉપર થી લાગ્યું કે કાકા અહીંયા ઘણા સમય થી આવતા હશે અને જે રીતે તે કહી રહ્યા હતા તેના પરથી એક વાત તો પાક્કી હતી કે ભૂતકાળ માં તેમણે કંઈક એવું જોયું હશે કે તે સલાહ આપી રહ્યા છે.

"હું કોઈ ગલત ઈરાદા સાથે નથી આવી અને કોઈ લૂંટફાટ નો મારો ઈરાદો નથી, હું તો બસ આ વસીમ ને મળવા આવી છું"

"વસીમ ને મળવા? અને એ પણ પુરુષ ના વેશ માં?? હા..હા. હા.હા.. જોઈ લે અહીંયા ઘણી બધી છોકરીઓ છે તો તું પણ તારા અસલી રૂપ માં આવી શક્તિ હતી ને.. તો પછી આ બધી શું જરૂર પડી..કાકા હસતા હસતા બોલ્યા"

હેતલ ને લાગ્યું કે હવે આ કાકા ને બધું કેહવું જ પડશે અને તેને પોતાના વિશ્વાસ માં લઈને તેના આ જગ્યા ના અનુભવ ને મારા આજ ના પ્લાન ને સફળ બનાવવા માટે કામ લઇ શકાય તેમ છે.

હેતલે શરૂઆત થી લઇ ને અત્યાર સુધી ની એક એક ઘટના નું વર્ણન પેલા કાકા ને કહી ને સમજાવી.

પાંચ મીનીટ બાદ કાકા હુંકાર માં માથું હલાવતા હોય તેમ બોલ્યા" જો છોકરી જ્યાં સુધી નો મારો આ જગ્યા નો 30 વર્ષ નો અનુભવ છે તે પ્રમાણે, મેં અહીંયા નાની નાની વાત પાર ખૂન થતા જોયા છે, પણ છોકરીઓ ના અપહરણ અને છેડતી ને લગતી કોઈ પણ મેટર મારા ધ્યાન માં અત્યાર સુધી આવી નથી.

અને જે રીતે તે કહ્યું તે પ્રમાણે જો આ વાત સાચી છે, અને તને કોઈ ખતરો છે તો આ કામ કરવામાં હું તારી પુરેપુરી મદદ કરીશ અને તે વાત ની હું તને ખાતરી આપું છું.

"તીર નિશાના પર જ લાગ્યું છે તે વાત ની હેતલ ને ખુશી થઈ પરંતુ તે થોડી માયૂષ પણ થઈ કે હું મારા આ જમેલા માં આ બિચારા કાકા ને ક્યાં ફસાવી રહી છું'

હેતલે તરત કાકા નો આભાર માન્યો અને આગળ ની રણનીતિ શું રહેશે અને વસીમ પાસે કઈ રીતે પહોંચી શકાય તે માટે તેને કાકા ને તેમના અનુભવ નો ઇસ્તેમાલ કરવા જણાવ્યું.

"અહીંયા બધા પઠ્ઠાઓ મને ઓળખે છે, હું આગળ આગળ ચાલીશ અને તું પાછળ પાછળ આવજે.. હું જેવો તને ઈશારો કરું એટલે સામે જે નાનકડી ખડકી દેખાઈ રહી છે તેમાં તું સીધી ઘુસી જજે અને ત્યાં થોડું આગળ જઈશ એટલે તને ઉપર જવા માટે લોખંડ નો દાદર દેખાશે ત્યાં ઉપર ના માળે થી સીધી તું ધાબા ના રસ્તે થી વસીમ ની ઓફિસ માં પહોંચી શકીશ. અને હા જોઈ ને જજે આ લોકો ખુબ જ ક્રૂર અને ખુનખાર છે. તારી પાસે બચાવ માટે કોઈ હથિયાર છે કે નહીં?"- કાકા એ પોતાની વાત પુરી કરી.

"હા, મારી પાસે પોતાના બચાવ માટે સામાન છે" હેતલ હંમેશા પોતાની સાથે પેપર સ્પ્રે રાખતી હતી અને આજે તો તે સાથે પંચ પણ લાવી હતી."

"અગર જો કોઈ તકલીફ જેવું લાગશે તો હું નીચે થી સિગ્નલ આપી દઈશ, અને ભાગમભાગ અને બૂમો સંભળાય તો સમજી જજે કે મેં જ કર્યું છે અને તે જ સિગ્નલ છે" આવુ કહીને પેલા કાકા એ હેતલ ને જવા માટે કહ્યું.

હેતલ ધીમા પગે અંદર ઘૂસી ગઈ અને કાકા એ જણાવ્યા પ્રમાણે તે સીધી લોખંડ ના દાદર થી થઈ ને સીધી ધાબા ના રસ્તે તે વસીમ ની ઓફિસ પાસે પહોંચી ગઈ.

હજુ તો થોડી જ વાર થઈ હતી ત્યાં જ નીચે બૂમો નો અવાજ સંભળાવા લાગ્યો. અને તેને સિગ્નલ નો અહેસાસ થઈ ગયો. તેને વધુ સમય ન બગાડતા સીધા તે વસીમ ની ઓફિસ પાસે પહોંચી ગઈ. અને જેવી તે ત્યાં પહોંચી કે વસીમ હાથ માં બંદૂક લઈને બહાર જ નીકળતો હતો ત્યાં બંને સામ સામે ભેગા થઈ ગયા.

"ઓયે છોકરે ક્યાં કર રેલા હ ઇધર, ઓર ઉપર કેસે આયા તું?? વસીમે તેની સામે બંદૂક તાકી અને તેના આદમી ને પકડી લેવા માટે કહ્યું.

"ભાઈ મેં તો વોશરૂમ ઢૂંઢ રહા થા..મેને કુછ નહિ કિયા" હેતલે પોતાના બચાવ માટે નાટક ચાલુ કર્યું.

"તું ક્યાં ધૂંધ રહા થા વો સબ નીચે જાકે પતા ચાલ જાયેગા"-વસીમ નો આદમી બોલ્યો.

"ભાઈ મેરકુ તો લગરેલાં હે કી નીચે જો રાડા કિયા હે યે ઉસીકે સાથ હોગા" વસીમ સાથે રહેલો એક ટપોરી બોલ્યો.

"એક કામ કર.. ઇસ કો સાથ લેકે ચલ નીચે, ઇસકે સાથીઓ કો ભી દિખાતે હે કે મેરે ઈલાકે મેં શાણપટ્ટી કા નતીજા ક્યા હોતા હે" વસીમ બોલ્યો.

બધા જેવા નીચે ઉતર્યા તો જે નીચે અડ્ડા નો હાલ થયો હતો તે જોઈ ને વસીમ નું લોહી ઉકળી ઉઠ્યું અને હવા માં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું, ફાયરિંગ ની સાથે સાથે તેના મોઢા માં આવી તેટલી ગાળો બોલી દીધી અને તેના બધા પઠ્ઠાઓ ને પોતાની જગ્યા સંભાળવા માટે કહી દીધું.

"એક એક કી તલાશી લો ઓર સારે cctv કેમેરા કો ચેક કરો કોઈ ભી સુવર કા બચ્ચા બચના નહિ ચાહિયે.

હજુ વસીમ બોલતો જ હતો ત્યાં કોઈએ લાઈટ ની મેન સ્વીચ બંદ કરી દીધી, પેલા કાકા પણ નહોતા દેખાતા એટલે હેતલ સમજી ગઈ કે આ કામ નક્કી કાકા એ જ કર્યું છે.

હેતલે સમજી ગઈ કે હવે વધુ સમય નહિ મળે એટલે તેણે તરત હાથમાં પંચ પેહર્યો અને પોતાના ખિસ્સા માંથી સ્પ્રે કાઢ્યો અને તેને ત્યાં હાજર રહેલા તમામ ની આંખો માં છાંટી દીધો, અને વસીમ ના ગાલ પાર જોર થી મુક્કો માર્યો અને મુક્કા નો પાવર એટલો તેજ હતો કે તે સીધો જમીનદોસ્ત થઈ ગયો.

જેવી બધી લાઈટ ચાલુ થઈ કે આખી રમત બદલી ગઈ હતી અને વસીમ કી કાનપટ્ટી પર બંદૂક હતી અને હેતલ ના હાથ માં તેની કમાન.

"તુમ્હારે સારે ટપોરીઓ કો બોલો કે દરવાજે ખોલ દે ઓર ઈન સબકો જાને દેને કે લિયે બોલો" હેતલે કડકાઈ થી મોટા અવાજે વસીમ ને ઓર્ડર કર્યો.

"વસીમ બે ઘડી માટે આવાક બની ગયો કે આ તો છોકરી નો અવાજ છે, અને તેની સાતેય ઇન્દ્રિયો સતર્ક થઈ અને તેને હવે સમજ પડી કે આ તેજ છોકરી છે જેને ઈમ્તિયાઝભાઈ શોધી રહ્યા છે, તેણે લાંબો વિચાર ના કર્યો અને ઇશારા થી તેના માણસો ને હેતલ કહે તેમ કરવા કહ્યું"

"મેડમ મેં જાનતા હું આપ યહાં પે કયું આયે હો" વસીમે ધીમે થી હેતલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.

"અગર જાનતા હે તો ફિર બતા, ક્યુ તું ઓર તેરે આદમી મેરે પીછે પડે હો??"

"વો ઈમ્તિયાઝ ભાઈ આપશે મિલના ચાહતે હે" વસીમ બોલ્યો.

"ઉસકો મેરા તો ઐસા ક્યાં કામ હે કે મેરા પીછા કર રહે હે અગર મિલન હી હે તો નોર્મલ લોગો કી તરાહ મિલ ભી તો સકતે હે"

વસીમ સમજી ગયો કે હેતલ ને આખી વાત ખુલી ને જ સમજાવવી પડશે એટલે તેને આખી વાત પેહલે થી કેહવાની શરૂઆત કરી કે કઈ રીતે ઈમ્તિયાઝભાઈ ના નાના ભાઈ ઉપર હુમલો થયો હતો અને તેના નાના ભાઈ નો જીવ બચાવવામાં હેતલ નિમિત્ત બની હતી.

અમને કોઈ ને કોઈ પણ જાત ની માહિતી નહોતી તમારા વિષે અને અક્રમ ભાઈ જયારે હોશ માં આવ્યા ત્યારે તેમણે તમારા કપડાં વિશે જણાવ્યું, ત્યારબાદ અમે આખા અમદાવાદ ને ખૂંદી વળ્યાં અને થોડી માહિતી હાથ લાગી. આ રીતે જે ઘટનાક્રમ બન્યો હતો તે આખો વસીમે હેતલ ને કહ્યો.

હેતલ ને પણ વસીમ ની વાત માં વિશ્વાસ બેઠો અને તેના લમણા પાર થી બંદૂક હટાવી લીધી.

***

રાત ના 12:30 વાગ્યા હતા અને ઈમ્તિયાઝભાઈ અક્રમ ના રૂમ માં તેની પાસે બેઠા હતા ત્યાં જ મોબાઈલ માં રિંગ વાગી, તેમણે બહાર જઈને ફોન રિસિવ કર્યો.

"હલો"

"હલો..ઈમ્તિયાઝભાઈ હેતલ બોલું બોલું છું"

"સામે થી હેતલ નો અવાજ સાંભળી ને ઈમ્તિયાઝભાઈ એકદમ ખુશ થઈ ગયા..શું વાત છે અત્યારે કોલ કર્યો..અને મારો નંબર ક્યાંથી મળ્યો..કેમ કે મારા ખુબ ઓછા માણસો પાસે જ આ મારો નંબર છે"

"એ કહાની મોટી છે..તમને થોડી વાર માં ખબર પડીજ જશે, આ મારો નંબર છે કાલે ફોન કરીશ અને બોલી "ખેલખેલ મે કોન ખિલાડી..મેં ખિલાડી તું અનાડી"

આટલું કહીને હેતલે ફોન કટ કરી નાખ્યો અને વસીમ ને તેને છોડી દીધો અને તેની બંદૂક ને ત્યાં થી બહાર નીકળવા માટે સલામતી ખાતીર સાથે લઈને જતી રહી.

***

15 મિનિટ માં જ ઈમ્તિયાઝભાઈ નો મોબાઈલ ફોન વાગ્યો અને સામે થી જે કેહવાઈ રહ્યું હતું તે સાંભળી ને તેમની આખો પહોળી રહી ગઈ. અને અંત માં ચેહરા પર આછું સ્મિત આવી ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED