પહેલું પગથિયું patel jignesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલું પગથિયું

કાવ્ય, “માં”

લખવા બેસે માતા સરસ્વતી, લઇ પૃથ્વી જેવડો કાગળ.

બનાવે શાહી દરિયાની, બનાવે કલમ તમામ વનરાઇની.

યુગો યુગો થી રોકી રાખે સમયને, માત્ સરસ્વતી,

છતાપણ ના લખી શકે, માં”ની મમતા સઘળી, શબ્દ એક છે છતા, માં શબ્દ ને બિરદાવવા શબ્દો ખૂટી જાય.

ખજાના “માં”ની મમતાના, કોઇ દિવસ ના ખૂટીજાય.

લાગણી વરસાવે પ્રેમ સભર, જીવનમાં જીતે હંમેશા એવું કહેતી,

અજાણે વાગે કાંટો પગમાં, અટકે જીભ એક શબ્દમાં

ઠોકર વાગે હૈયે, યાદ આવે દિલમાં,

ચાલ ઉઠ, હારમાં પણ જીતછે તારી એવું કહેતી “માં”

બેસે માત સરસ્વતી લઇ પૃથ્વી જેવડો કાગળ, બનાવે શાહી દરિયાની, કલમ બનાવે તમામ વનરાઇની, ... તો… પણ… લખી ના સકે?

કાવ્ય, લાડકી

લાડ લડાવ્યા તને દિલથી અમારા . . . . રે

ઝૂલાવી પારણું , મીઠા હાલરડા ગાયા..રે

સપના મારા જાણે, વરસોના પુરા થયા... રે

જાણે, સુખના સૂરજને સ્પશૅી ગયા. . . . . રે!

નયનો મા વસતી , વહાલથી વહાલી મારી ઢીંગલી.. રે

નાનેરી તું કરે પાપા પગલી, આ ધુન મને બહું ગમતી.. રે

કાલી ઘેલી બોલી તારી, મારી નાનકડી… રે

આંખોમાં જાણે દરીયો ડોલે, હેતે ભરેલી મારી દિકરી… રે

છલકાવી દે આંખોને મારી, ખુશીયોની જાણે સભા ભરાણી… રે

નથી તાકાત કલમમાં મારી…

લખીનાં શકુ ખુશીયોને એક સામટી… રે

કાવ્ય , ધરતીપુત્રો

ભલે વરસે ગગનમાંથી “આગ”કેરા ગોળા,

ભલે ફુકાતા ગરમાગરમ, વાયરાના વંટોળા,

ધોમ ધખતા તાપ મહીં ખૂંદવાછે તારા ખોળા.

ધરતી પુત્ર અમે, અમનેછે તારા સથવારા,

દિન હોય કે રાત હોય, કરવી મહેનત ધરતી માતા ને ખોળે,

ભલે વરસે કે..ના.. વરસે.. વરસાદ સારા,

ઉભાછે મહેનત કરવાને, કિસાન ન આપણા,

ફળ મળે કે ના મળે, પણ હળ લઇને ઉભાછે ખેડૂતો આપણા,

જોમથી ભરેલા દિલથી દાતાર, ધરતી પુત્ર અનેરા

દોળીને આવે બળદ, કહે અમે પણ સાથે તમારા,

કઠણાઈ છે નસીબની, બાકી અમેતો મહેનત કરનારા,

થરથરતી ઠંડી માં પણ, અમે અડિખમ ઉભા રહેનારા,

મહેનતથી ઉભી કરેલી ઝૂપડીં માં, સુખથી રહેનારા,

જગતના તાત અમે, કોઇનાથી નહિ ડરનારા,

ભગવાન કરે ભલે કસોટી, તોય અમે નહીં ભાંગી પડવાના,

કવિતા , સમય સરીખી જિંદગી

થયા કરે સરવાળા બાદબાકી, જીવન ભર,

આમનેઆમ ચાલીજાય, સમય સરીખી જિંદગી,

લેવડ દેવડની આંટીઘુંટી, છે બધેય નાની મોટી,

પડે થપાટ કુદરતની, છતા ઉભોથાય સાચો માનવી,

આડી અવળી રાહે ચડે, ગોથા ખાઇને ને પાછી પાટે ચડે,

લઇને શિખામણ ઉપદેશો માંથી, ખરી કે ખોટી કેવી?

મનમાં બાંધી ગ્રંથિ, જેને લાગે જેવી ભલી,

આમનેઆમ ચાલીજાય, સમય સરીખી જિંદગી.

કાવ્ય , રમવા

ઝાંઝવાના જળ, કેવા ચમકે,

એની પાસે જવું, મારે રમવા,

ભાગી જતા ઝટ, એતો જબરા,

હોય જાણે, મુજ કેરા સમણાં,

મેલ માથા કુટ, દોડે મનડાં,

ના મુકે કેમ? મને આ ભ્રમણા,

ઝાલીલેવા નયનોમાં, ઝરણાને,

આંખોમાં ભરીલેવા, સમણાને,

ના મળે આ હરણાને, ના.. ઇ.. હારે,

ના મળે આ મને, ના હું જઉ.. હારી,

આમને આમ હવે લેવી મજારે,

જેટલી આપણી, આયુ઼ષ મનવાં,

મેલીદે સારી પડોઝણ, જીગરા,

ચાલ પાછો રમવા.

કવિતા , તારા

આંખે આંજે કેવા, આંઝણ કાળા,

રાત ઝગાવે તારા, રાત સજાવે તારા,

મોહે -આજે ચંદા, ચાંદની રાતે,

રાત સજાવે તારા,

રાતે બેઠા સાથે યાદ અપાવે, એ સથવારા,

હોઠે તારા-મારા વાત સજાવે, રાત સજાવે તારા,

સંગાથે રાતે જોતા સપના, જોતા ખરતારે તારા,

આવે યાદે મારા કેમ અબોલા, યાદ અપાવે તારા,

આજે બેઠો રાતે એકલવાયો, આંખ ભીગોવે તારા,

યાદે ન આવે તારા દુઃખ, મનેરે આપ સુખેથી તારા,

સજાવું યાદે મારા સમણાં સારા, ભરી આંખ તારા,

પંથે તારે સુખ આગળ આવે, રાત સજાવે તારા,

તારે સંગે આવે યાદ સજાવે, ચાંદ સુહાગે તારા,

સજાવુ યાદે મારા સમણાં, સંભારણા રહે જીગરે તારા.

કવિતા , ફરી-ગયા

વરસો થયા એમને ગયાને, ફરીગયા ના અમે વહારે,

ગયાજ જાણે અલોપ થાવા, ભુલ્યા જેના હતા સહારે,

ન જાણ ના ભાળ કોણ જાણે, ઇ કેમ ભુલ્યા અમે હતારે,

ઇ-વાતો ને થાય ઝાઝી રાતો, ઇ.. રાત ન ભુલ્યો,

પુછે સવાલો દિમાગ મારુ, ઇ.. આવછે,

હા.. જબાને,

ન જાણ લાગે ઇનેય મારા, સવાલ ઝાઝા હવે ટુંકાયા,

જીતે-જ ઝાઝા સમંદરો ખુશીનાં, દિલમાં રહે જીગર તારા.

કાવ્ય, જન્મભૂમિ

અહિયાંજ થઇ સવાર મારી,

અહિયાંજ થઇ સાંજ મારી,

અહિયાંજ મે ખુશીયોને ભાળી,

અહિયાંજ મે દુનિયા નિહાળી,

જનમો જનમ છે, સંબંધ ની સરવાણી,

અહિયાંજ થઇ જીંદગી, તારી દિવાની,

અહિયાંજ મળે અંતિમ શ્વાસ, માંગુ એવી પરવાનગી,

જીવન ભલે ગમેતેવુ મલે, તેમાં ભળે માટી મારા ગામની,

અહિયાંજ ઉડે રાખ મારી, તેમાં ભળે હવા મારા ગામની,

નથી વાત રામની કે ભગવાનની,

હે ઇશ્વર જિંદગી મારી, મારા ગામમાં સમાણી,

કાવ્ય, હરિગીત

હરિગીત

હરિ તારા પાંચકડા ગાવી , બોલે ન બંધાવી .

નામજપુ સાચકલા , હું તારા બોલે ન બંધાવુ.

કરું સાચા જાપતારા, હું તો કોલે ન બંધાવુ .

લખું હજાર નામ તમારા, હું નામે ને બંધાવુ .

દેહ કેવો ? માટી તણો! , આખરે માટીમાં સમાવું,

તાર ભવસાગર પાર, હવે વધારે ન લજાવુ.

અરજી મારી હવે તમને, સમાવ તારા ચરણમાં મને.

હરિ તારા પાંચકડા ગાવી , બોલે ન બંધાવી .

કરવી વાત સાચી, અમે માનવ ભક્તિ થી બંધાવી .

કાવ્ય

એકવાર ગયો હતો, હું દાદા ની સાથે

દાદાની સાથે ગયો હતો નાનપણમાં ,

સામાન ભરવાની વખાર મા.

આમ-તેમ ઉથલાવ્યો , સર-સામાન મે,

જૂનું - પોટલું , એમાંથી ખોલ્યું મેં .

પુછ્યું ! દાદા આવુતો શું . . . . . રે?

કહે દાદા ; બેટા, નહિ-ખબર પડે આમાં . . . તારા પપ્પા ને પણ. . . રે.

ઉભો રહે, બતાવું તને; આ. . છે! અમારા વખતના પહેરણ

ઝભ્ભો , કેડિયા, ચોયણો અને બંડી, આછે ચુંચું કરતાં ચામડાના જોડા,

ખેતી બળદની ચાલી ગઇ, રહિગયા સામાનમાં ; જોતરા મોઢે પહેરાવાના છીંકલા,

બળદને દવા પીવડાવવા , વાપરતા આ નાઇળ,

ખન-ખન, કરતા બળદના આ ટોકરા,

બળદને કાબુ કરવા , દાદા તારા વાપરતાં હતા ; આ. . . જુની રાઇસ,

મેં. . . કહ્યું દાદા ; આ બાજુ છેનો પડ્યો ભંગાર છે,

કહે દાદા ; આતો! અમારા વખતનો સર-સામાન છે.

આ. . વાવણીયો , કળીયું, દંતાર, બેલી , રપટો,

આ. . છે; બેટા ધૂંહરી હારે જોતર,

કહે દાદા ; ગયે જમાનો આ. . સર-સામાન કેરો,

બેટા . . જીગર; આવનારી પેઢીમાં નહિ-સંભળાય,

અવાજ આ. . આઆ, સબ્દો કેરા નામનો.

***