ગોટાળો
નાટક
જીગ્નેશ પટેલ (જીગર )
:પાત્રો:
શેઠ, શેઠાણી, નોકર, ભગારામ,શાન્તા,ચંદારામ અને પો.ઇન્સપેક્ટર.
“કથા”
આ નાટક માં, એક નાનકડી ભૂલ ના લીધે કેટલો મોટો ગોટાળો થાય છે, અને એ ગોટાળા માંથી નિકળતા હાસ્યને….આ નાટક થકી માણી એ,........
પ્રવેશ પહેલો
(શેઠ નું ઘર)
શેઠ : અલી સાંભળું કે,..શું કરેછે ?
ઘરની બહાર ઓછરી માં પધારો.
શેઠાણી : હા.. હા...શું કામ છે.
શેઠ : હું એક બે,દિવસ માટે બહાર ગામ જાઉં છું, તું ઘરમાં સંભાળીને રહેજે, અને આપળા ગાંડિયાં નોકર રઘલાના કામ કાજ માં ધ્યાન આપજે,
શું મારો બેટો કંઇ નોકર પધરાયો છે,
આ તારા બાપાયે તારી સાથે જ,દહેજ માં, આ અક્કલના ઓથમીરને,
મારા ગળામાં ગાળીયો બનાવી ને પહેરાવી દિધો.
શેઠાણી : રઘલો બિચારો કેવો ભોળો છે,પણ તમને તો કાયમ એનો વાંકજ દેબાય છે,અને એમાય મારા બાપાયે મારી સાથેજ મોકલેલ એટલે તમારે પણ એના પર થોડી દયા રાબવી જોઇએ….,
શેઠ : હા હા,હવે એના વબાણ બંધ કર,.. લેજો સામેથી એજ મહારથી આવે છે.
રઘો(નોકર ): રામ રામ શેઠ સાહેબ, રામ રામ શેઠાણીજી… આજના દિવસની મારે કરવાની કામગીરી મને જણાવો.
શેઠ : અલ્યા રઘા જો,... ધ્યાનથી સંભાળીને કામ કરજે, તારી આદત પ્રમાણે તોડફોડ કરતો નહિ, હું બે દિવસ બહારગામ જાઉં છું,તારી કામગીરી માં, હું કોઈપણ જાતની તોડફોડ હવે ચલાવી નહિ લઉં.
રઘો : તમ તમારે સુબેથી જાઓ,હું સંભાળીને ધ્યાનથી કામ કરીશ.
શેઠાણી: રઘા,તું ઘરમાં જઇને સફાઇ કર,... (રઘો જાયછે)
શેઠ : હવે હું પણ, બહારગામ જવા માટે નીકળુ (શેઠ જાયછે)
શેઠાણી: (સ્વગત)રઘોકેવો ભોળો છે,થોડી ઓછી અક્કલવાળો છે, મનેતો એનાપર દયા આવે છે,...હવે હું પણ આરામ કરું…(શેઠાણીજાય છે)
પ્રવેશ બીજો
(શેઠ નું ઘર)
શેઠાણી: અરે શેઠતો ગયા બહારગામ, હવે બે ત્રણ દિવસ માટે શાન્તિ, અને રઘાને પણ ધીરે ધીરે ઘરનું કામ કરતા હાથ બેસી જાશે પછી ભૂલો નહિ કરે,ગમેતેવો તોય મારા પિયરનો કે,.. મારા બાપાયે મારી સાથેજ મોકલ્યો હતો, એટલે મારે રઘા ઉપર દયાતો રાબવીજ જોઇએ…..
(એટલામાં ઘરમાંથી કંઈક પડવાનો અવાજ થાય છે)
શેઠાણી,... હા, પણ આ ઘરમાં અવાજ શેનો થયો,અરે રઘા શું થયું?
રઘો:(ઘરમાંથી બહાર આવીને)
શેઠાણીજી, હું ઘરમાં આરામ કરવા માટે સુતો હતો,પણ,.. મારા કાનમાં
ટકટક કરતો અવાજ આવતો હતો,મે જોયું કે કબાટ ઉપર પડેલી માવડિ,
ટકટક કરતી હતી એટલે મે તેને કિધું કે… માવડિ મને થોડો આરામ કરવાદે,.. પણ તે માનીજ નહિ,
પછી આ બંદાનો મગજ ગયો, અને એવીતો ફટકારી કે,... ટકટક કરતી નીચે પડી ગઈ,....આ જુઓ…
શેઠાણી: અલ્યા ગાંડિયા, આતો ઘડિયાળ છે,અને એપણ તારા શેઠ ને બુબજ વાલી, હવે તો તારા શેઠ આવછેને એટલે તારા ઉપર બુબજ ક્રોધે ભરાછે, અને તને તરતજ નોકરીમાંથી રજા આપીદેછે, તું કાયમ આવું ને આવું,.. કામ કરતો હોયછે, હવેતો હું પણ તારાથી કંટાળી ગઇ શું……
રઘો: (રડતા રડતા)શેઠાણીજી,
તમારાવગર આ દુનિયામાં મને કોઈ સહારો નથી, મારી ભૂલ થઇ ગઇ.. ગમે તેમ કરીને હવે તમેજ મને બચાવો,.. (રઘો પગમાં પડી જાયછે…)
શેઠાણી: અલ્યા રઘલા, તું ગમે તેવા તોય મારા પિયરનો કે.. હું તને કંઈજ નહિ થવા દઉ, પણ...તું જલ્દીજા અને પેલા ઘડિયાળ રીપેર કરે તે, ભગારામને બોલાવી લાવ,
રઘો: ભલારામને? ક્યાં રહે છે?
શેઠાણી: ભલારામ નહિ, ભગારામ... તે આપણી શેરીમાંજ રહે છે, છેલ્લી લાઇનમાં પહેલું મકાન એમનુંજ છે,
તો તું જલ્દી જા અને બોલાવી લાવ.
રઘો: હા હા હું હમણાંજ બોલાવી લાવું શું, (રઘો બોલાવા જાયછે)
શેઠાણી: (સ્વગત)અરે ભગવાન હવે શું થશે? જો આ ઘડિયાળની વાત હું શેઠ ને કરીશ તો, બચારા રઘાનું આવી બનશે.. તો એવી તરકીબ લગાવું કે શેઠને બબર પણ ના પડે અને ઘડિયાળ હતી એવી ને એવી થઈ જાય,પછી કોઇજ વાંધો નહિ.
રઘો: લ્યો શેઠાણીજી, આ ભલારામ ને બોલાવી લાવ્યો.
ભગારામ :જય જલારામ શેઠાણીજી, મને વળી કેમ બોલાવ્યો?
શેઠાણી:જુઓ ને, આ અમારા ગાંડિયાનાં બધા ધાંધલ, આ ઘડિયાળ જેમબને તેમ જલ્દી રીપેર કરી આપશો.
ભગારામ :(ઘડિયાળને તપાસીને )
આમતો બહું નુકશાન થયું નથી,છતા
બેદિવસ માટે ચાલજોવા ઘડિયાળ મારા ઘરે લઇજવી પડશે.
શેઠાણી:ભગારામજી જેમ બને તેમ જલ્દી રીપેર કરી આપજો, અને આ વાત કોઇને કહેતા નહીં.
ભગારામ:તમ તમારે બે ફિકર રહો, ચાલો ત્યારે હવે હું રજા લઉ
રઘો: ભગારામજી આ ઘડિયાળને તમારે ઘરે મુકવા આવું…
ભગારામ: ના.. ના.. મારા ભાઈ,
આવી ઘડિયાળને તો હું, બગલમાં નાબીને લઇ જઉં….
રઘો: મારો બેટો બગલમાં નાબીને લઇ ગયો,...
શેઠાણી:અલ્યા રઘા… આ વાત તારા શેઠને કરતો નહિ, હું પાડોશી ને ત્યાં જઇને આવું શું…
રઘો: મારા શેઠાણી બહુંજ માયાળુ છે,ભગવાન તારોપાળ માનું, નહિતર શેઠ તો મને નોકરી માંથી કાઢીજ મુકત, હાશ હવે વાંધો નહિ આવે,
શેઠ કાલે આવવાના છે,ભુલથી પણ ઘડિયાળની વાત મારા મોઢે નાં નિકળીજાય તેનું મારે ધ્યાન રાખવું પડશે.
પ્રવેશ ત્રણ
શેઠ નું ઘર
શેઠ :(બહારગામ થી આવી ને)
શેઠાણી ઓ શેઠાણી કયાં ગયા, રઘા ઓ રઘા ઘરમાંથી બહાર આવ….
રઘો:શેઠજી, શેઠાણીજીતો નથી….
શેઠ : રઘા આ બેદિવસમાં, ઘરમાં કેટલું નુકશાન તારા હાથેથી થયું, ચાલ સાચુ કહિદે…..
રઘો: (ગભરાઈ ને મનમાં વિચારીને,
શેઠને ઘડિયાળની વાત બબર પડિગઇ લાગેછે, એટલે હવે તો મારું આવીજ બન્યું )
શેઠ :રઘા કોના વિચાર માં બોવાઇ ગયો…..!!
રઘો:ગભરાઈ ને, શેઠ સાહેબ વાત એમ છેને કે…., પેલા ભગારામ આવ્યા હતા અને તે શેઠાણીજીને ઉપાડી ગયા….
શેઠ :શું….? ભગારામ ઉપાડી ગયો, તું ક્યાં હતો?
રઘો:શેઠ સાહેબ મે ભગારામને કિધુ, હું ઘરે મુકવા આવું.. તો તેણે કહ્યુ આવીનેતો હું બગલમાં નાબીને લઇ જઉ, અને એમ પણ કહિને ગયા છેકે બે દિવસ મારે આની ચાલચલગત તપાસવી પડછે…..
શેઠ :શું વાત કરે છે…!! બગલમાં નાબીને લઇ ગયો, તો તો મારે હાલને હાલ ભગારામની બબર લેવી પડશે…મારા બેટા ના ટાંટીયાજ ભાંગી નાબુ…. એવોતો ઠમઠોરું કે બીજી વબત કોઇ ની સામું નજર પણ ના કરે…. (શેઠ જાયછે)
શેઠાણી:(બહારથી આવીને)અલ્યા રઘા, શેઠ આવ્યા? તો તે શું કિધુ?
રઘો:શેઠાણીજી મને લાગ્યું કે શેઠ વાત જાણિગયા એટલે મે ગભરાટને લીધે કહી દીધું કે પેલા ભગારામ ઉપાડી ગયા, મારા થી ગભરાટ ને લીધે ઘડિયાળની બદલે તમારું નામ લેવાય ગયું….
શેઠાણી:હાય હાય… અલ્યા ગાંડિયા, તારા શેઠ એવું સમજીને ગયા કે, પેલા ભગારામ મને ઉપાડી ગયા,અરે ભગવાન હવે શું થાશે?
રઘો:રડતા રડતા, શેઠાણીજી મારી બહું મોટી ભૂલ થઈ ગઈ, હવે તમેજ કંઈક ઉપાય બતાવો,....
શેઠાણી:રઘા તું જલ્દી જા…. અને તારા શેઠ પહેલા પહોંચીજા ભગારામના ઘરે, અને તારે જઇને ભગારામને કહેવાનું કે,.... જો અમારા શેઠ આવેતો તમારે કહેવાનું કે
મે શેઠાણીને જોયા નથી, હું શેઠાણીને લાવ્યો નથી.. જા જલ્દી..
રઘો: હા હા શેઠની પહેલા ફટફટીયાની જેમ પહોંચી જાવ..
શેઠાણી :હે ભગવાન આ ગાંડિયો કાયમ ઉધુંને ઉધું બાફી નાબેશે, ગમેતેવો તોય મારા પિયરનો છેને, એટલે ગમે તેમ કરીને બધી વાતમાં
મારે એને ઉગારવો પડશે,ચાલ હવે કંઈક કામગીરી કરી ને મગજ હળવું કરું.
પ્રવેશ ચોથો
ભગારામનુ ઘર
રઘો:ઘરમાં કોણ છે? ઓ ભગારામ
જલ્દી થી બહાર આવો.. અઅ…..
શાન્તિ :બોલો શું કામ છે?
તે ઘરમાં નથી.. હું તેમની ઘરવાળી શું, જે કામ હોય તે બોલો એ આવે એટલે હું તેમને જણાવી દઈશ.
રઘો:ભગારામ આવે તો તમારે એમને
કહેવાનું કે અમારા શેઠ આવે તો તમારે કહેવાનું કે,હું શેઠાણી ને લાવ્યો નથી, મે શેઠાણી ને જોયા પણ નથી.
શેઠ :અલ્યા રઘા, તું.. અહિ શું કરેછે? તું ઘરે જા..
અને તમે ભગારામ ને બોલાવો,
ક્યાં ગયા?
શાન્તિ : બોલો શેઠજી, હું તેમની ઘરવાળી શું..અને તે હાલ માં ઘરે નથી, તમારે જે કંઇ કામ હોય તે મને કહો,...
શેઠ :શું કહું…તમારા ઘરવાળાયે, મારા ઘરની શાંતિ હણી લીધી, તે મારી ઘરવાળી ને ઉપાડી ગયો.
શાન્તિ :એટલે? તમે કહેવા શું માગોછો? અને પેલો માણસ પણ આવું જ કંઈક કહિ ગયો..
શેઠ :જુઓ તમારો છેલબટાઉ પતિ મારી બૈરી ને ફોસલાવીને લઇ ગયો, અને આ વાત ની જાણ હવે પોલીસથાણે કરવા જઉં શું..
શાન્તિ : જો આવાત સાચી જ હોય તો, મારે એક પળપણ અહિ રોકાવુ નથી..હું એક ચીઠ્ઠી લબીને મુકી દઉ.
એ આવશે એટલે એમને મારા જવાનું કારણ બબર પડશે, અને શેઠજી તમને વિનંતી કરું શું તમે મને સ્ટેશન સુધી મુકી જાવ,..
શેઠ :હા બહેન ચાલો હું તમને સ્ટેશન સુધી મુકી જાવ…
શેઠ સ્ટેશન મુકવા જાયછે.
પ્રવેશ પાંચ
શેઠ : ઘરમાં આવીને શેઠાણી ને જોઈ ને,ઓહો તો તમે પાસા આવી ગયા, હવે મને બધી બબર પડિગઇ આ રઘો તને કાયમ સારો અને ભોળો કેમ લાગતો હતો…
શેઠાણી :તમારા મનમાં જે કંઇ પણ ચાલતુ હોય તે જણાવો, વાતને ચકડોળે ચળાવ્યા વગર..
શેઠ :હવેતો આ વાતનો ફેસલો પોલીસ સ્ટેશનમાંજ થશે..
શેઠાણી :તમને ગલતફેમી છે,તમે પહેલા આબીવાત જાણો હું તમને બધી હકીકત જણાવુ શું..
શેઠ :મારે કંઈજ સાંભળવું નથી, હું મારી રીતે જ આ વાતનો ફેસલો લાવીશ (આટલુ બોલીને શેઠ પોલીસથાણે જાયછે)
શેઠાણી :રઘા હજી સુધી ઘડિયાળ આપવા માટે ભગારામ કેમ ના આવ્યા ચાલ આપણે ભગારામ ના ઘરે જઇને ઘડિયાળ લઇ આવીએ અને આબીવાત માં જે ગોટાળો થયો છે, એની જાણ ભગારામ ને કરી એ, તોજ આ વાતનો અંત આવશે..
રઘો:તમારી વાત બિલકુલ સાચી છે,
ચાલો આપણે ભગારામના ઘરે જઇએ…
પ્રવેશ છઠ્ઠો
ભગારામનુ ઘર
ભગારામ:(બહારથી પોતાનું કામ પતાવી ને ઘરે આવશે )
શાન્તિ અરે ઓ.. શાન્તિ મારી વાલી ક્યાં ગઈ ?ઘરમાં નથી ક્યાં ગઈ હશે અને આ ટેબલપર કાગળ કોને મુક્યો હશે લાવ જરા જોવું તો..!!
(ભગારામ મોટેથી કાગળ વાંચેછે)
મારા વાલા ભગારામ મેં તમને સાચા હિરા માન્યાહતા,પણ તમેતો કથીર નીકળ્યા, તમારા પ્રેમ પ્રકરણ ની વાત મને જાણ થઈ ગઈ એટલે હવે હું, મારા પિયર જઇને મારા પિતાજીને સાથે લઇને આવીશ, તમારી પત્ની શાન્તિ….
અરે ભગવાન આ શું થઈ ગયું?
મનેતો બબર પણ નથી, કે મે કોની સાથે પ્રેમ પ્રકરણ ચલાવ્યું….
આ શાન્તિ ને જરૂર કોઇએ બોટી વાત કરી ને મારી વિરુદ્ધ ભડકાવી છે
શેઠાણી : (ભગારામ ના ઘરે પહોંચી ને) કેમછો ભગારામ સારુ છેને,..
રઘો:રામ રામ ભગારામ….,
ભગારામ : શું તંબુરો સારુ હોય, મારી શાન્તિ મને મુકી ને ચાલી ગઇ, આ બધી રામાયણ વિશે મને જરાય
બબર પડતી નથી, આ બધું કેમથયુ આબીવાત મને બરાબર સમજાવો.
શેઠાણી :બધી વાત નું મૂળ પેલી ઘડિયાળ છે, લાવો તે ઘડિયાળ…
(એજ સમયે ઘરની બહાર કોઇ ભગારામ ને બોલાવે છે)
ભગારામ :આ બહાર કોણ હશે? જા જોઇ આવ જોઇ રઘા.
રઘો:જોઇ ને આવી ને ગભરાટ ની સાથે ) શેઠાણીજી મારા શેઠ તેમની સાથે પેલા બાબીલૂગડા વાળા ને લઇને આવ્યા છે…. હવે તો આપળુ આવિબન્યું….
શેઠાણી:ભગારામ તમે હવે અમને જલ્દી થી સંતાળો.
ભગારામ : તમે આ બાજુ ના કમરામાં સંતાઇ જાઓ..
શેઠ : આ ઘરજ ભગારામ નું છે, સાહેબ…
પો.ઇન્સપેક્ટર : (ઘરનું બારણું બબડાવિને કોણ છે ઘરમાં )
ભગારામ :(દરવાજો બોલીને )
આવો સાહેબ શું વાત છે? આમ અચાનક આવવા નું કારણ.
પો.ઇન્સપેક્ટર :જુઓ ભગારામ આ શેઠે તમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે કે, તમે તેમની પત્ની ને ભગાડીગયા હતા,
શું આ વાત સાચી છે?
ભગારામ : ના ના સાહેબ આ વાત સાવ બોટી છે..!!
પણ હકીકતમાં આ શેઠેજ મારી પત્ની ને બોટી વાત કહીને તેના પિયર મોકલી આપી છે, પુછો એમને..
પો.ઇન્સપેક્ટર :શેઠેજી શું આ વાત સાચી છે?
શેઠ : હા સાહેબ ઇ વાત સાચી છે, કેમકે આ ભગારામ ના કુકર્મ સાંભળીને મને તેમની પત્નીએ સ્ટેશન સુધી મુકવા જવા માટે વિનંતી કરેલી, એટલે હું તેમને મુકવા ગયો હતો…..
(આ વાત ચાલી રહી હતી ત્યારેજ શાન્તિ અને તેમના પીતા ચંદારામ આવે છે )
ચંદારામ : સાહેબ આ મારી દિકરી શાન્તિ છે,એક વર્ષ પહેલાજ એના લગ્ન આ ભગારામ સાથે કરેલા, પણ આ મારા જમજેવા જમાઇ યે
મારી દિકરીને વગર વાંકે ઘર બહાર કાઢી મુકી, તો સાહેબ મારી વિનંતી છે કે આ ભગારામ ને સજા કરવામાં આવે..
ભગારામ : સાવ બોટીવાત, સાહેબ મેં મારી પત્નીને કાઢી મુકી નથી પણ તેજ પોતાની મરજીથી ચાલી ગઇ હતી, અને આ ચીઠ્ઠી પણ લબીને ગઇ હતી જુઓ..
શાન્તિ : હા સાહેબ હું મારી મરજી થી ગઇ હતી, પરંતુ તેની પાછળ નું કારણ આ મારા પતિ ના કુકર્મ છે,
તેમને જ પુછો..
ભગારામ: ના ના શાન્તિ, તારી ગલતફેમિ છે હું જરાય એવો નથી
અને આ શેઠની વાત બિલકુલ બોટી છે..
ચંદારામ : આ વાતનો નિર્ણય આવે ત્યાં સુધીમાં, શાન્તિબેટા આ સાહેબ માટે “ચા,બનાવી લાવ..
ભગારામ: (ગુસ્સો કરીને )
ઘરમાં જવાનો હવે તને જરાય હકનથી,હવે તને ઘરમાં જવા નહિ દઉ
પો.ઇન્સપેક્ટર : જુઓ ભગારામ, તમારી વાત બિલકુલ બોટીછે તમે
શાન્તિબેનને ઘરમાં જતાં રોકીસકો નહિ, જયાં સુધી તમે કાયદેસરના
છુટાછેડા નથી લેતા