શરુઆતી સફર patel jignesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શરુઆતી સફર

1 મારા ગુરૂ પ્રવિણ

મારો ગુરૂ મને કહે પ્રવિણ

દિલને સ્પર્શે એવું લબ જીગરીયા

શબ્દોને તોડિ-મરોડિ,તું પણ કર નવીન કંઈક

શબ્દોમાં અમી રસ ભયૅો છે, તું પી… જીગરીયા

શબ્દોની સાથે દોળ લગાવું હું

બબરછે મને જીતવાનો નથી હું

છતા કહે ગુરૂ મારો મને પ્રવિણ

હારમાં પણ જીતછે તારી, ચાલ ઉઠ જીગરીયા

ગળ બળ ગોથા બાતો હું

પાણીની સાથે શબ્દો ને પીતો હું

ફરી ફરીને કહે મારો ગુરૂ પ્રવીણ મને

ભલે નાં પહોચે પહાડની ટોચે તું

એકાદ નાની શીલાપર ઉભોતોથા જીગરીયા

કહે જીગર હવે, છે,નીપુણ પ્રવીણ ગુરૂમારો

શબ્દોની સાથે દોળ લગાવી મારે સાથેછે ગુરૂમારો

હવે નહિ આવે ઉભા રહેવાનો વારો

ચાલ ઉઠ, શબ્દોની સાથે દોળ લગાવ જીગરીયા.

કવીતા-2

જાજા નઠારા કાના

જાજા નઠારા કાના દેબ્યો(દેબયો)તારો રંગ,ના આવું તારી સંગે.

જારે તુજાને આપે ભરોસા બોટા,જુઠાળા જાજા હવેજા.

નાના હું ના આવું જારે, બોટા તારા દિલાસા, જારે હવેજા.

વાતો કરાવે મીંઠિં ભુલાવે, તું કામ સારા, બોટો લજાવે.

દોડે પસાડિ મારા જુવેં આ લોકો, મને મારે ગામ મેંણાં.

કાલે મલું જો આવે તુ સાચે,પેલા જમુના કાંઠેજ મલું.

સાચે તને મારામાં સમાવું, મારા હૃદયમાં તુંને વસાવું.

બાંધી પ્રીત્યું તારે સંગાથે, તુંજ મારો કાનો હુ રાધા.

મારા વ્હાલા કાના જાણ્યો તારો રંગ,રંગાવું તારી રંગે.

રાધા બનાવી તુનેં માણ્યો તારો સંગ,કાનાજી તારી સંગે.

કવીતા 3

મયૅા પેલા

મયૅા પેલા મરું હુંજ, વારે વારે તને કહું

નામે તારા હવે હુંરે,આગળ નામ મારું ધરું.

તને મારા રહેલારે, સુબો કરું અપૅણ રે.

સાચેજ કહું હુંરે સુન,તને મારા ભેટ ધરું.

જીવનની સુબેથીજ, હર એક સ્વાસોને મારા.

લઇ જા તું હસીનેરે, ન બપે ઓછીયારું મનડું.

હામી ભરે હવે હામાં,પછી ભર બજારમાં.

કહું હુંજ તનેરે જીગરે,ગભરાવું નથીજ હવે.

થય જાય કસોટીને, હવે ન હટવું મને.

લડું હુંરે જીતાવુંજ, મારે જ રહ્યું જીગરે.

કવીતા4

માટી કેરા દેહુલા

માટી કેરા દેહુલા કેવા કાચા કાચા…. રે

વર્ષે કેવા મેહૂલા ધીંગા પ્રેમે પ્રેમે……. રે

વાટે બેઠિ તારા સાજન આવો ચાલ નવાબી… રે

માટી કેરા દેહુલા કેવા કાચા કાચા……….. રે

કાચા ધાગા કેવા દિલથી બાંધા ધીરે ધીરે….. રે

વર્ષે કેવા મેહૂલા ધીંગા પ્રેમે પ્રેમે……. રે

વાટે બેઠિ સાચે સાજન મેતો રાણી બની.. રે

આવોરે આવો સાજન મીઠા ગીતડા ગાવા.. રે

આંબે દેબા સમણાં મારા બેહાલ કરે.. રે

છોડો વાતું બદનામીની વેલા આવો…. રે

વર્ષે કેવા મેહૂલા ધીંગા ધીંગા પ્રેમે પ્રેમે… રે

લાવ્યો સાજન પ્રીત ગુલાબી કરે સમણાં સાચા રે

પ્રીતનાં ધાગા કાચા બન્યા સાચા સાચા… રે

માટી કેરા દેહૂલા કેવા કાચા કાચા…. રે

વર્ષે જેવા મેંહૂલા ધીંગા પ્રેમે પ્રેમે…. રે.

કવીતા 5

બેતર ધણી

માંડિ મીટ આભતણી, વરસો મેંઘા વરસા બની.

ૠૂતુ ઉજળી વર્ષો તણી,ધરતી પુત્રોને હામ ઘણીં.

કાળાડિબાંગ વાદળા ભેંગા મળી,વરસો ધરતી ભણી

મીંટ માંડિ રાહતણી,બેઠો બેતર ધણી.

માંડિ મીટ આભતણી, વરસો મેંઘા વર્ષેા બની.

ગજૅના કરી ગરજો, ગરજ અમને તારી ઘણી.

અહિં તહિં ધરતી મહિં,વરસો મેંઘા જહિં તહિં.

મીટ્ટી તણી બુશ્બું, સમાય મુંજ મહિં.

ડમરી ધુળ તણી ઉડે ઘણીં,વરસીને કર એને “ભો”તણી.

ૠતુ ઉજળી વર્ષોતણી, મુકો દોટ ધરતી ભણી.

નીરબે જગત વાટ ઘણી,માંડિ મીંટ આભ તણીં.

જુવે ધણીયાણી સંગ, નીરબે વાટ બેતર ધણી.

હું પણ જોઉ ગગન ભણી,નીરબું વાટ બેડૂત બની.

કવીતા 6

જીગરની મસ્તી

મસ્ત મગન થઇ જાઉ, મારી મસ્તી માં.

ધીમે ધીમે દિવસો વિતાવું,મારી મસ્તી માં.

હાસ્ય ને મારા, ચોતરફ વિબેરતો જાઉ,

ગમનાં દિવસો માંથી પણ, સંગીત બનાવું

તું હોય કે ન હોય, પણ મારા દિલમાં રહેલી મૂતૅીને,

સુંદર ઓપ આપતો જાઉ, મારી મસ્તી માં.

મરણની પળ માં પણ,મશ્કરો બનતો જાવ,

મસ્ત મગન થઇ જાવ મારી મસ્તી માં.

ભલે બીજું કંઇ નાં કરી સકું પણ…

જીગર કેરી રાબ બનીને હવામાં ઉડતો જાવ,

છેલ્લે છેલ્લે જીગર કેરા, અસ્તિત્વની છાંપ મુકતો જાઉ,

મારી મસ્તી માં.

હું મસ્ત મગન થઇ જાઉ મારી મસ્તી માં.

કવીતા7

બિંદુ

બિંદું આોતો જોયા અનેક.

તેમાં સવોૅતમ ઝાકળનું બિંદુ એક.

સવારકેરા ફુલ પર ઝાકળના બિંદુની રોનકછે તેજ.

એનાથી આંકિ સકુનાં ઓછા,આપને સહેજ.

તુજ નયન કેરા આંસું માથી,

ટપકે બિંદુ આંસુ રુપી.

તુજ ગાલપર પડેલા, બિંદુ ની વાતછે એક,

હુંતો માત્ર આંસું રુપી, બિંદુનો બાર છું એક.

માન્યો ગુરૂ તને મે કુષ્ણ, તારી વાંસણીમાં છે બિંદુ અનેક.

માન્યો જગતે ભગવાન તને,અમથીજ ગોપીઓ તુજથી રીઝાયના.

અમસ્તોજ સમય વેડફાઇ ગયો,

પુથ્વી જેવડા બિંદુ માં.

ભુલ થઇ હસે જીગર તારી…..

આંસું કેરા બિંદુ઼થી રહિગઇ કિતાબ કોરી.

કવીતા8

વાત છે સાચી મારા નાનપણની

નાનપણથીજ જોતો આવ્યો છું, વ્યથાને મારા ઘરની અંદર.

નહોતી ઘડિયાળ ત્યારે મારા ઘરની અંદર.

ઓછરીમાં પડતો સુરજનો પડછાયો જોઇ, કહેતા…

દાદિ મારા, થયો સમય નિહાળ ભણી જવાનો તારો.

જોઇને માસ્ટર મને કહેતા, સમયસર નહિં આવવાને

કાયમ હોયછે તારો ભવાળો.

ના હોય શટૅમાં એકાદ બે બટન મારા,

છેલ્લી હરોળમાં બેસવાનો આવતો વારો.

વ્યથાને જોતો આવ્યો છુ,નાનપણથીજ મારા ઘરની અંદર. દિન રાત મજુરી કરતા માં-બાપ મારા,

એમનોય સમય વિતીં જાતો, ગરીબી કેરા કાળ ચક્રની અંદર.

આ શબ્દોની રમત રમતો નથી હું,

આ બધું સમાયું છે,મારા નયનની અંદર.

કહે જીગર કવિતા લબવાને નથી બેઠો હું.

આતો બાળપણની યાદોને કંડારું છું.

કિતાબની અંદર હું.

વ્યથાને જોતો આવ્યો છું, નાનપણથીજ મારી અંદરને અંદર હું.

કવીતા9

રાત-દિવસની રમત

રાત ગોતી ને લાવી,ક્યાંકથી અંધારું.

દિવસ ગોતીને લાવે,ક્યાંકથી અજવાળું.

ચાલી રહિછે રમત, આદિ અનાદિ કાળથી સારી.

આમને આમ વિતીંજાય જીવન સાલું.

સુરજ પણ બાય ગોથા, એવું આ ડિંડવાણું.

તકૅ કરીને કહે પંડિતો, કાંઈ નાં સમજાણું.

એકની એક વાતનું, ઉપરવાળો કરે સરવૈયું.

જીવતાથી મરતા સુધી”મન” થાતું હસે કેટલી વાર

રઘવાયું?

રાત દિવસ ની, રમતમાંજ ફસાયું જીવન આબું.

નિંદર આવેને સુયજાય મન મારું, સ્વાસ કહે,

મારેતો રહેવું પડછે ચાલુ.

રાત ગોતી લાવી અંધારું.

દિવસ લાવે અજવાળું.

રાત આવીને કહે રાતે મને….

હવે લબવાનુ બંધ કર તારું.

આંબ મીચાઇ મારી જ્યાં

કહે દિવસ આવીને ત્યાં.

અધુરું કાવ્ય હવેતો પુરુ કર તારું.

હવે કાંઈ સમજાયું…………!

આમજ ચાલે ચકર ઉપર વાળાનું.

છે જીવ ત્યાં સુધી લબયા કર જીગર.

મયૅા પછી કોણ યાદ કરછે?

લબવાનુ.